Home Blog Page 351

Jamnagar : સમગ્ર ભારતવર્ષમાં વિદ્યમાન દ્વાદશ જ્યોતિર્લિંગની કોટિ રૂદ્રયાગ મહામાળા સંપન્ન : 3 કરોડથી વધુ આહુતિ અર્પણ કરાઈ

0

જામનગરના સમસ્ત બ્રહ્મસમાજ સંગઠ્ઠન (ઈન્ડિયા) ના ઉપક્રમે યોજાયેલા દ્વાદશ જ્યોતિર્લિંગ કોટિ રૂદ્રયાગ મહામાળાનું શુક્રવારે સમાપન થયું છે. આ યજ્ઞમાળાએ ઈતિહાસ રચ્યો છે. કળિયુગમાં સૌ પ્રથમ વખત યોજાયેલા કોટિ રૂદ્રયાગમાં ત્રણ કરોડ કરતાં પણ વધુ આહુતિ વડે સનાતન ધર્મના ઉત્કર્ષ તેમજ બ્રહ્મદેવતા-ભૂદેવોમાં દિવ્યતા વ્યાપક બનાવવાની કામના વ્યક્ત કરવામાં આવી હતી.

હાપા-જામનગરના પ્રખર શિવભક્ત અને બ્રહ્મસમાજપ્રેમી શ્રી હર્ષદભાઈ ગુણવંતરાય વ્યાસ પરિવાર દ્વારા સમસ્ત બ્રહ્મસમાજ સંગઠ્ઠન (ઇન્ડિયા) ના નેજા હેઠળ દ્વાદશ જ્યોતિર્લિંગ કોટિ રૂદ્રયાગનું તા.19થી 27 ફેબુઆરીના નવ દિવસોએ આયોજન કરાયું હતું. જેની ભારતવર્ષમાં વિદ્યમાન બારેય જ્યોતિર્લિંગના સ્થળોએ એકજ દિવસોએ સમાંતર યજ્ઞમાળા રચવામાં આવી હતી. બારેય જ્યોતિલિંગના પાવન સ્થાનકે મળી કુલ 108 કુંડી હોમાત્મક યજ્ઞ યોજાયા હતા. જેમાં રૂદ્રસૂક્તના ‘નમસ્તે પાઠ’ થકી આહુતિઓ અર્પિત કરવામાં આવી હતી. જેની સંખ્યા કોટિ રૂદ્રયાગથી પણ વિશેષ ત્રણ કરોડ ઉપરાંતની થવા પામી છે.

ગત શુક્રવારે સાંજે નિર્ધારિત કાર્યસૂચિ અનુસાર દેવભૂમિ દ્વારકા સ્થિત નાગેશ્વર સહિત બારેય જ્યોતિર્લિંગમાં યજ્ઞશાળામાં સ્થાપિત દેવતાઓના ઉતરપૂજન-ચંડીપાઠ-બલિદાન આપી પૂર્ણાહુતિ બિડું હોમી કોટિ રૂદ્રયાગને વિરામ અપાયો હતો. બારેય જ્યોતિલિંગમાં એક હજાર બસો જેટલા ભૂદેવ દંપતીઓ તેમજ જામનગર, અમદાવાદ, રાજકોટ, મોરબી, ભાવનગર, વડોદરા સહિત ગુજરાતના મોટાભાગના શહેરો ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, ઉત્તરપ્રદેશ, ઉત્તરાંચલ રાજ્યોના શિવભક્તોએ સહયજમાનપદે જોડાઈને યજ્ઞને સફળતા અપાવી ‘લઘુ ભારતવર્ષ’ સર્જ્યું હતું.

આ યજ્ઞમાળાનું સંયોજન સ્થળ દેવભૂમિ દ્વારકા જિલ્લાનું શ્રી નાગેશ્વર જ્યોતિર્લિંગ નિર્ધારિત થયું હતું. જ્યાંથી યજ્ઞના પ્રમુખ આચાર્ય-ભાગવતાચાર્ય શ્રી અનિરૂધ્ધભાઈ ઠાકરે યુ-ટ્યુબ ચેનલના માધ્યમથી જીવંત સંચાલન કર્યું હતું. યજ્ઞમાળાના મુખ્ય યજમાન હર્ષદભાઈ વ્યાસ પણ નાગેશ્વરધામમાં સહપરિવાર જોડાયા હતા.

યજ્ઞમાળાની વિશેષતાએ રહી કે, યજ્ઞમાળાના મુખ્ય યજમાનના પ્રતિનિધિ તરીકે ગુજરાત રાજ્યના ભાજપ પૂર્વ અધ્યક્ષ-પૂર્વ કેબીનેટમંત્રી અને શિવકૃપાપ્રાપ્ત એવા આર.સી.ફળદુએ રામેશ્વર જ્યોતિલિંગથી યજ્ઞમાળાનો દીપ પ્રાગટ્ય દ્વારા શુભારંભ કરાવી નવ દિવસમાં બારેય જ્યોતિર્લિંગની મુલાકાત-યાત્રા કરી પ્રત્યેક સ્થળના યજ્ઞમાં આહુતિ અર્પણ કરી હતી. નવમા દિવસે નાગેશ્વર જ્યોતિર્લિંગ પહોંચી યજ્ઞ પૂર્ણાહુતિનું બિડું અર્પણ કર્યું હતું.

નાગેશ્વર (દ્વારકા) મુકામે તેઓએ જણાવ્યું હતું કે, આ યજ્ઞમાળાના આયોજનમાં ભરપૂર ઉત્સાહ તેમજ સનાતન ધર્મના ઉત્થાનની ભાવનાના તેઓને ઠેર-ઠેર દર્શન થયા હતા. યજ્ઞમાળાના એકમાત્ર મુખ્ય યજમાન હર્ષદભાઈ વ્યાસ દ્રષ્ટિહિન હોવા છતાં આવું વિશ્વવિક્રમી આયોજન તથા વ્યવસ્થાપન સર્વત્ર પ્રશંસનીય રહ્યું. ઈતિહાસના સર્વપ્રથમ આ કોટિ રૂદ્રયાગની ઉર્જા ભારતભરમાં પ્રસરી છે. સક્ષમ બ્રહ્મત્વ હશે તો સનાતન સંસ્કૃતિ તેમજ માનવ કલ્યાણની ઉન્નતિ થઈ શકશે. દ્વાદશ જ્યોતિર્લિંગની યજ્ઞમાળામાં નવ દિવસની સાધના અને તપ કરનારા દરેક સહ-યજમાનો તેમજ વ્યવસ્થાપકોને અભિનંદન પાઠવ્યા હતા.

મુખ્ય યજમાન હર્ષદભાઈ વ્યાસે ઉચ્ચારેલા વક્તવ્યમાં પણ તમામ સહ-યજમાન ભૂદેવોની પૂર્વજન્મના ઋષિ-મુનિના અંશ સાથે તુલના કરી તમામ યજમાન દંપતીઓ-કર્મકાંડી વેદપાઠી શાસ્ત્રીઓ-ઉપાચાર્યોને બિરદાવ્યા હતા. અન્ય રાજ્યો સ્થિત જ્યોતિલિંગમાં જોડાયેલા પાંસઠ ટકા યજમાનો સિનિયર સીટીઝન શિવભકતોએ વરસાદ-વાવાઝોડા-હિમવર્ષા-ઠંડી વચ્ચે કરેલા તપને વંદન કરી કૃતજ્ઞતા અભિવ્યક્ત કરી હતી.

યજ્ઞમાળાના નવ દિવસો દરમિયાન તમામ સહ-યજમાન પરિવારોના નિવાસ-ભોજન-ઉપાચાર્યો-યજ્ઞ સામગ્રી ઉપરાંત આર્થિક રીતે જરૂરતમંદ બ્રાહ્મણ યજમાનો માટે આવન-જાવનના મુસાફરી ભાડાની વ્યવસ્થા સમસ્ત બ્રહ્મસમાજ સંગઠ્ઠન (ઈન્ડિયા)-જામનગર દ્વારા કરવામાં આવી હતી. ઉપરાંત દરેક જ્યોતિર્લિંગમાં એક વ્યવસ્થાપન ટીમની પણ નિમણૂંક કરવામાં આવી હતી. જે વ્યવસ્થા ચોમેર આદર પામી હતી. નવ દિવસો દરમિયાન વિવિધ જ્યોતિર્લિંગમાં જોડાયેલા યજમાનોએ કીર્તન-મંદિરના શિખરે ધ્વજારોહણ, ઈશ્વર વિવાહગાન, ચૂંદડી મનોરથ, મહામંડલેશ્વરો-પૂજારીઓ-મહંતોના ધાર્મિક પ્રવચનો, શિવભક્તોના આદર સત્કાર-અભિવાદન, બ્રહ્મભોજન જેવા કાર્યક્રમો પણ યોજી ભક્તિમય બન્યા હતા. દરેક જ્યોતિર્લિંગમાં ચારેય વેદના અભ્યાસુ વેદપાઠી શાસ્ત્રીઓએ પૂજન-અર્ચન તેમજ હવન કરાવ્યા હતા.

Uttarakhand : હરિદ્વારમાં અમિત શાહની મુલાકાતની તૈયારીઓ તેજ, CM ધામીએ જાણો શું કહ્યું ?

0

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ મંગળવારે 3 માર્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની 7 માર્ચે હરિદ્વારની પ્રસ્તાવિત મુલાકાત માટે સ્થળ નિરીક્ષણ કર્યું હતું. આ અંગેની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ વ્યક્તિગત રીતે બૈરાગી કેમ્પ ગ્રાઉન્ડની મુલાકાત લીધી હતી અને સ્થળનું નિરીક્ષણ કર્યું હતું.

ભાજપના પ્રદેશ પ્રમુખ મહેન્દ્ર ભટ્ટ સહિત વરિષ્ઠ વહીવટી અને પોલીસ અધિકારીઓ પણ હાજર હતા. મુખ્યમંત્રીએ સ્ટેજ, સુરક્ષા વ્યવસ્થા અને પ્રદર્શન સ્થળનું નજીકથી નિરીક્ષણ કર્યું હતું અને અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ જણાવ્યું હતું કે અહીં એક ખાસ પ્રદર્શન યોજાશે જેમાં છેલ્લા ચાર વર્ષમાં ડબલ-એન્જિન સરકારના કાર્ય અને કેન્દ્ર સરકારના ત્રણ નવા ફોજદારી કાયદાઓને પ્રકાશિત કરવામાં આવશે. પ્રદર્શન દ્વારા સહકારી અને વિકાસ પહેલ પણ પ્રદર્શિત કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ સરકારની સિદ્ધિઓ અને વિકાસ માટેના દ્રષ્ટિકોણને જનતા સમક્ષ પ્રદર્શિત કરવાની તક બનશે.

સ્થળ નિરીક્ષણ બાદ મીડિયા સાથે વાત કરતા, મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ જણાવ્યું હતું કે 7 માર્ચનો કાર્યક્રમ એક મોટો જાહેર કાર્યક્રમ હશે, જેમાં હરિદ્વાર અને સમગ્ર ઉત્તરાખંડના કાર્યકરો, પદાધિકારીઓ અને ધાર્મિક સંગઠનોના પ્રતિનિધિઓ ભાગ લેશે. તમામ વિધાનસભા મતવિસ્તારોનું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે, અને જનતાએ આ કાર્યક્રમ માટે ભારે ઉત્સાહ દર્શાવ્યો છે.

આ કાર્યક્રમમાં આગામી વિધાનસભા ચૂંટણીઓની રૂપરેખા પણ રજૂ કરવામાં આવશે. મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે ચૂંટણીઓ સમયસર યોજાશે, પરંતુ સરકારની જવાબદારી છે કે તે પોતાની કાર્યવાહી જનતા સમક્ષ રજૂ કરે અને ભવિષ્યની યોજનાઓ વિશે તેમને માહિતી આપે.

ઈરાનમાં ચાલી રહેલી પરિસ્થિતિ અંગે, મુખ્યમંત્રી ધામીએ જણાવ્યું હતું કે ત્યાં ફસાયેલા ઉત્તરાખંડના રહેવાસીઓને સુરક્ષિત રીતે પાછા લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર વિદેશ મંત્રાલય અને પ્રધાનમંત્રી કાર્યાલય સાથે પણ સંપર્કમાં છે.

Rajkot : હોળી પૂરી થયા બાદ જાગેલું તંત્ર હવે ખજૂર-ધાણીના નમૂના લેવા નીકળ્યું, રિપોર્ટ આવશે 3 મહિના પછી!

0

RMC ફૂડ વિભાગ હોળી-ધૂળેટીના પર્વ નિમિત્તે શહેરીજનોએ લાખો રૂપિયાની ધાણી, દાળિયા, ખજૂર અને હારડા ખાઈ લીધા બાદ હવે ફૂડ વિભાગના અધિકારીઓ બજારમાં ચેકિંગ કરવા નીકળ્યા છે.

રાજકોટ મહાનગરપાલિકા (RMC) નો ફૂડ વિભાગ હંમેશા વિવાદોમાં રહ્યો છે, ત્યારે વધુ એકવાર તેમની ‘મોડી જાગવાની’ આદત સામે આવી છે. હોળી-ધૂળેટીના પર્વ નિમિત્તે શહેરીજનોએ લાખો રૂપિયાની ધાણી, દાળિયા, ખજૂર અને હારડા ખાઈ લીધા બાદ, હવે ફૂડ વિભાગના અધિકારીઓ બજારમાં ચેકિંગ કરવા નીકળ્યા છે. જેને લોકો ‘નાટકરૂપી ડ્રાઈવ’ ગણાવી રહ્યા છે.

રાજકોટના સદર બજાર સહિતના વિસ્તારોમાં ફૂડ વિભાગની ટીમે દરોડા પાડીને જુદી-જુદી પેઢીઓમાંથી કુલ 20 નમૂના લીધા છે. આ નમૂનાઓમાં હોળીના સ્પેશિયલ ખાદ્ય પદાર્થો જેવા કે ધાણી, દાળિયા અને ખજૂરનો સમાવેશ થાય છે. આશ્ચર્યની વાત એ છે કે, આ તમામ વસ્તુઓનો સૌથી વધુ વપરાશ હોળીના દિવસે જ હોય છે, જે વીતી ગયા બાદ હવે તંત્ર દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવી છે.

Holi 2026 : હોળીમાં સ્માર્ટફોનથી ફોટોગ્રાફી કરવા માટેની આ છે જાદુઈ ટિપ્સ, ફોન બગડવાનો ડર થશે દૂર

0

હોળી તહેવારમાં સુંદર અને રંગીન ફોટા લેવા માટે તમારે મોંઘા કેમેરાની જરૂર નથી, તમે સ્માર્ટફોનથી ફોટા લઈ શકો છો. આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે, લોકો પોતાના રૂટિન અને ખાસ પ્રસંગોના ફોટા પોતાના ઇન્સ્ટાગ્રામ અથવા ફેસબુક પર શેર કરે છે. હોળીમાં તમે પોતાની સેલ્ફી અને ફોટા શેર કરવા માગો છો, પરંતુ પાણી અને રંગોની ધમાલમાં ફોનથી ફોટો પાડવા કયાંક જોખમી બની શકે છે. તમારા ફોનમાં પાણી જતું રહે અથવા રંગો જાય તો તે બગડવાની સંભાવના વધે છે. પરંતુ જાદુઈ પદ્ધતિનો ઉપયોગ કરી તમે સ્માર્ટફોનથી સુંદર તસવીર કેચ કરી શકો છો.

હોળીમાં પાણી અને રંગોનો ઉપયોગ થાય છે. દરમિયાન તમારા ફોનને સુરક્ષિત રાખવા તમે તેના પર સૌ પહેલા પ્લાસ્ટીક કવર લગાવી લો. ફોન તમારી સાથે જ રાખવા તમે એક ચેઇન પણ સાથે લગાવી શકો છો.કોઈ રંગ કે પાણી ફેંકે છે,આ દ્રશ્યને ફોનમાં શૂટ કરવું હોય તો તેને ધીમી ગતિમાં રેકોર્ડ કરો. આનાથી સામાન્ય લાગતી ક્ષણ પણ અતિ સિનેમેટિક લાગે છે.
પાણી અને ધૂળથી ફોનને બચાવો. સામાન્ય રીતે બીચ પર ધૂળ અને પાણી બંને જોવા મળે છે. જો તમે બીચ પર કે વરસાદમાં હોળી રમતા હોવ તો ફોટા પાડવા માટે વોટરપ્રૂફ પાઉચનો ઉપયોગ કરો.

તમારો સ્માર્ટ ફોર્ન અથવા લેટેસ્ટ મોડલનો ફોન હોય તો તેના પર ખાસ કવર રાખો. તમારા મોંઘા કવરને જૂના અથવા સસ્તા બેક કવરથી બદલો. આથી જયારે કોઈ રંગ નાખે ત્યારે ફોન અને તેના કવરને નુકસાન ના થાય.

હોળી દરમિયાન લોકો સતત ફરતા રહે છે. તેથી, એક પછી એક ફોટા લેવાને બદલે, ‘બર્સ્ટ મોડ’નો ઉપયોગ કરો. આ એક સેકન્ડમાં અનેક ફોટા ક્લિક કરશે, જેનાથી તમે હવામાં ઉડતા ગુલાલનો સંપૂર્ણ ફોટો કેપ્ચર કરી શકશો.

Gujarat : જામનગરના લાલપુરમાં કોલેરાનો એક કેસ નોંધાયો : આજની સ્થિતિએ ગ્રામ્યમાં કુલ એક દર્દી દાખલ

0

જામનગર શહેરમાં કોલેરાના કેસો નોંધાયા પછી હવે ગ્રામ્ય વિસ્તારમાં કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે આજે પણ લાલપુરમાં વધુ એક નોંધાયો છે. લાલપુરના 30 વર્ષના યુવાનને કોલેરા થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે તેની સઘન સારવાર ચાલી રહી છે.જામનગર ગ્રામ્ય પંથકમાં અત્યાર સુધીમાં કુલ 8 પોઝિટિવ કેસ નોંધાયો છે, તેમાંથી 7 દર્દીઓને રજા આપી દેવામાં આવી છે. જ્યારે 1 દર્દી આજની સ્થિતિએ સારવારમાં છે.

લાલપુર પંથકમાં આજે નોંધાયેલા કોલેરાના કેસને કારણે આરોગ્ય વિભાગ દ્વારા આનુસંગિક કામગીરીમાં આવી હતી. જેમાં 246 મકાનોનો સર્વે કરવામાં આવ્યો હતો. અને 1259 ની વસ્તીને આવરી લેવામાં આવી હતી. 12 ઓઆરએસના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે 560 ક્લોરીનની ટેબલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. એકંદરે હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ સ્થિતિ અંકુશમાં છે.

Ahmedabad : કતરનો યુવક અમદાવાદમાં બન્યો લાચાર

ઈરાન ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલી યુદ્ધની સ્થિતિને લઈને કતરનો એક યુવક અમદાવાદમાં ફસાયો છે. આ યુવક ગત 22 ફેબ્રુઆરીએ બિઝનેસ માટે ભારત આવ્યો હતો. 28 ફેબ્રુઆરીએ તે લખનઉથી દુબઈ જવા માટેની ફ્લાઈટમાં બેઠો હતો.

ઈરાન ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલી યુદ્ધની સ્થિતિને લઈને કતરનો એક યુવક અમદાવાદમાં ફસાયો છે. આ યુવક ગત 22 ફેબ્રુઆરીએ બિઝનેસ માટે ભારત આવ્યો હતો. 28 ફેબ્રુઆરીએ તે લખનઉથી દુબઈ જવા માટેની ફ્લાઈટમાં બેઠો હતો. પરંતુ યુદ્ધની સ્થિતિને જોતા જ ફ્લાઈટ સીધી જ અમદાવાદ આવી ગઈ હતી. આ યુવકે સરકાર પાસે કુવૈત જવાની વ્યવસ્થા થાય તેવી માગ કરી છે.

આ યુવકે કહ્યું હતું કે, મને એરપોર્ટની બહાર છોડી દેવામાં આવ્યો છે. હવે ફ્લાઈટ દુબઈ જઈ રહી છે. મારી પત્ની અને ત્રણ બાળકો કતરમાં છે. મારો પરિવાર કતરમાં એકલો છે મને તેમની ચિંતા થાય છે. મને અહીંથી કુવૈત જવા માટે વ્યવસ્થા થાય તેવું કરો તેવી મારી માગ છે.

Botad : સાળંગપુર કષ્ટભંજન દેવના દ્વારે કેસરીયો રંગોત્સવ, 500 કલર બ્લાસ્ટ અને નાસિક ઢોલના નાદ સાથે અદભુત ઉજવણી

0

સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે હોળી-ધૂળેટીના પર્વને યાદગાર બનાવવા માટે મંદિર વહીવટી તંત્ર અને સંતો દ્વારા અભૂતપૂર્વ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે આજે વર્ષનો સૌથી મોટો અને ભવ્ય રંગોત્સવ ઉજવવામાં આવ્યો હતો. દાદાના સાનિધ્યમાં હોળી-ધૂળેટીના પર્વને યાદગાર બનાવવા માટે મંદિર વહીવટી તંત્ર અને સંતો દ્વારા અભૂતપૂર્વ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.

ઉત્સવની શરૂઆત હનુમાનજી દાદાની ભવ્ય આરતીથી કરવામાં આવી હતી. આરતી બાદ મંદિરના પ્રાંગણમાં રંગોત્સવનો પ્રારંભ થયો હતો. સંતો દ્વારા ખાસ તૈયાર કરાયેલા 51 હજાર કિલો ઓર્ગેનિક રંગોનો એર પ્રેશર મશીનો દ્વારા ભક્તો પર છંટકાવ કરવામાં આવ્યો હતો. આકાશમાં ઉડતા અબીલ-ગુલાલને કારણે સમગ્ર સાળંગપુર નગરી રંગીન બની ગઈ હતી.

આ વર્ષનો રંગોત્સવ ટેકનોલોજી અને પરંપરાનો અદભુત સંગમ હતો. ઉત્સવ દરમિયાન70 થી 80 ફૂટ ઊંચા 500 કલર બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. 100 રિબિન બ્લાસ્ટ અને આકાશમાં રંગીન ફાયરવર્ક્સના નજારા જોવા મળ્યા હતા. હવામાં એકસાથે 10 હજાર ફુગ્ગા છોડીને વાતાવરણને ઉત્સવમય બનાવી દેવાયું હતું.રંગોત્સવના આ માહોલમાં નાસિક ઢોલના ધબકારે ઢોલીઓએ ધૂમ મચાવી હતી. ઢોલના તાલે હજારો ભક્તો મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા. ભક્તોના ચહેરા પર છવાયેલા રંગો અને ‘જય કષ્ટભંજન દેવ’ના નાદથી મંદિર પરિસર ગાજી ઉઠ્યું હતું. સંતોએ પણ એર પ્રેશર ગન વડે દૂર-દૂર સુધી ઉભેલા ભક્તો સુધી રંગો પહોંચાડી સૌને દાદાના ભક્તિના રંગે રંગ્યા હતા.

Gondal : નામચીન બ્રાન્ડના ડુપ્લીકેટ ગુટખા-બીડી વેચતું રેકેટ પકડાયું, ગોડાઉનમાંથી લાખોનો નકલી જથ્થો ઝડપાયો

0

ગોંડલ ગુંદાળા રોડ પર આવેલા એક ગોડાઉનમાં જાણીતી કંપનીઓના નામે ડુપ્લીકેટ તમાકુ, બીડી અને પાન મસાલાનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.રાજકોટ ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ ગોંડલ શહેરમાં નકલી ચીજવસ્તુઓ વેચતા માફિયાઓ સામે લાલ આંખ કરી છે. ગુંદાળા રોડ પર આવેલા એક ગોડાઉનમાં જાણીતી કંપનીઓના નામે ડુપ્લીકેટ તમાકુ, બીડી અને પાન મસાલાનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.

પોલીસે ગુંદાળા રોડ પર આવેલા ‘વિશ્વાસ’ નામના ગોડાઉનમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન ત્યાંથી બાગબાન અને સુરેશ તમાકુ, સાબળે અને ચારભાઇ બીડી તેમજ RMD પાન મસાલા જેવી પ્રખ્યાત બ્રાન્ડનો ડુપ્લીકેટ જથ્થો મળી આવ્યો હતો. આરોપીઓ ઓરિજિનલ પેકિંગ જેવું જ ડુપ્લીકેટ પેકિંગ બનાવી ગ્રાહકોને પધરાવી દેતા હતા.

આ કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ રૂપિયા 1,87,669 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે સ્થળ પરથી 45 વર્ષીય અશરફભાઇ મહંમદભાઇ સંજાતની ધરપકડ કરી છે. જ્યારે આ કૌભાંડમાં સામેલ ગોંડલના જ મનોજભાઇ ગીરધરભાઇ નામના અન્ય એક શખ્સની ધરપકડ કરવાની તજવીજ બાકી છે.SOG એ આ સમગ્ર મામલે ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ નકલી જથ્થો ક્યાં બનાવવામાં આવતો હતો અને રાજ્યમાં અન્ય કયા કયા સ્થળોએ સપ્લાય કરવામાં આવતો હતો, તે દિશામાં પોલીસ તપાસ ચલાવી રહી છે. જાણીતી બ્રાન્ડના નામે નકલી વસ્તુઓ ખાવાથી લોકોના આરોગ્ય સાથે પણ ગંભીર ચેડાં થતા હોવાનું સામે આવ્યું છે.

Bhavnagar : પેશન્ટ કેર એરિયામાં વીડિયો બનાવનાર 15 ઇન્ટર્ન તબીબોને ડીન દ્વારા કારણદર્શક નોટિસ

ભાવનગરની સરકારી મેડિકલ કોલેજ સંલગ્ન સર ટી. હોસ્પિટલ (સિવિલ) માં ફરજ બજાવતા ઇન્ટર્ન તબીબો દ્વારા હોસ્પિટલના નિયમોના ધજાગરા ઉડાવતી ઘટના સામે આવી છે. હોસ્પિટલના અતિ સંવેદનશીલ એવા ‘પેશન્ટ કેર એરિયા’ (જ્યાં દર્દીઓની સારવાર ચાલતી હોય) માં રિલ્સ બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરનાર 15 ઇન્ટર્ન તબીબો વિરુદ્ધ મેડિકલ કોલેજના ડીન દ્વારા કડક તપાસ શરૂ કરવામાં આવી છે.

જાહેર જનતા માટે હોસ્પિટલ પરિસરમાં ફોટોગ્રાફી કે વીડિયોગ્રાફી પર પ્રતિબંધ હોય છે, ત્યારે જવાબદાર ગણાતા વર્ષ 2020ની બેચના 15 જેટલા ઇન્ટર્ન ડોક્ટરોએ જ આ નિયમોને નેવે મૂક્યા હતા. આ તબીબોએ હોસ્પિટલના વોર્ડ અને પેશન્ટ એરિયામાં રિલ્સ ઉતારી હતી, જે સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોસ્પિટલ તંત્રની ગંભીરતા સામે સવાલો ઉઠ્યા હતા.

આ સમગ્ર મામલો મેડિકલ કોલેજના ડીન સમક્ષ પહોંચતા તેમણે તાત્કાલિક અસરથી તમામ 15 ઇન્ટર્ન તબીબો પાસે લેખિતમાં ખુલાસો માંગ્યો છે. ડીન દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે હોસ્પિટલ એ સેવાનું સ્થળ છે અને ત્યાં દર્દીઓની પ્રાઈવસી અને શાંતિ જળવાવી અનિવાર્ય છે. આ મામલે શિસ્તભંગના પગલાં તરીકે સોશિયલ મીડિયા પર જે પેજ પર આ રિલ્સ મૂકવામાં આવી હતી તેને પણ તાત્કાલિક ધોરણે ડિલીટ કરાવાયું છે.

National : બિહારથી આવ્યા મોટા સમાચાર, નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમારની રાજકારણમાં એન્ટ્રી નક્કી! JDU નેતાએ આપ્યા સંકેત

0

જ્યારે વિધાનસભા ચૂંટણી આવી ત્યારે તે રસ્તો, જ્યારે ચૂંટણી પૂરી થઈ ત્યારે વિધાન પરિષદના રસ્તે જવાની વાત આવી. હવે રાજ્યસભા ચૂંટણીનો સમય આવ્યો છે, ત્યારે મુખ્યમંત્રી નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમારની રાજકીય એન્ટ્રીનો રસ્તો પાકો માનવામાં આવી રહ્યો છે. અગાઉની જેમ જ જનતા દળ યુનાઈટેડ (JDU) ના મંત્રીઓએ જ આ જાણકારી આપી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ વખતે નીતિશ કુમારે સહમતી આપી દીધી છે. તેમને નીતિશ કુમાર બાદ JDU ના અધ્યક્ષ બનાવવાની પણ વાતો ચાલી રહી છે. અત્યાર સુધી નીતિશ કુમારે પોતે આ અંગે કંઈ કહ્યું નથી, કારણ કે તેઓ પરિવારવાદ વિરોધી રહ્યા છે.

અહીં, JDU ના દિગ્ગજ નેતાઓ દાવો કરી રહ્યા છે કે, નિશાંત કુમાર ટૂંક સમયમાં જ પાર્ટીમાં પૂરી રીતે એક્ટિવ થઈ જશે. સોશિયલ મીડિયા પર એવી પણ ચર્ચા છે કે નિશાંત કુમારને રાજ્યસભા મોકલવાની તૈયારી ચાલી રહી છે? આ સવાલ પર જનતા દળ યુનાઈટેડના કોઈ નેતાએ તો કંઈ કહ્યું નથી, પરંતુ નિશાંતની JDU એન્ટ્રી પર ચોક્કસપણે મોટું નિવેદન આપી દીધું છે. સીએમ નીતિશના નજીકના અને બિહાર સરકારમાં મંત્રી શ્રવણ કુમારે કહી દીધું છે કે ટૂંક સમયમાં જ તેઓ સક્રિય રાજકારણમાં આવી રહ્યા છે.

ગ્રામીણ વિકાસ વિભાગના મંત્રી શ્રવણ કુમારે સ્પષ્ટપણે કહ્યું છે કે, નિશાંત કુમારના સક્રિય રાજકારણમાં પ્રવેશવાની પૂરેપૂરી સંભાવના બની ગઈ છે. તેમના વિશે બિહારના યુવાનો અને JDU નેતાઓ ઈચ્છે છે કે નિશાંત સક્રિય રાજકારણમાં આવે. હવે ટૂંક સમયમાં જ સૌની ઈચ્છા પૂરી થવાની છે. તેમના JDU માં આગમનની ટૂંક સમયમાં જાહેરાત થશે અને તેઓ પાર્ટીની અંદર કામ કરશે.

બીજી તરફ, નિશાંત કુમારના રાજકારણમાં પ્રવેશના સમાચાર પર બિહાર સરકારના મંત્રી દિલીપ જાયસવાલે કહ્યું કે, “હું નવી પેઢીનું રાજકારણમાં સ્વાગત કરું છું. તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં નેતૃત્વ કરવા બદલ હું મુખ્યમંત્રી નીતિશ કુમારનો આભાર માનું છું. આ અત્યંત આનંદની વાત છે કે નિશાંતજી હવે મુખ્યમંત્રી અને તેમના પરિવારના સમર્થન સાથે રાજકારણમાં પ્રવેશ કરશે અને અમે તેમનું દિલથી સ્વાગત કરીએ છીએ. તેઓ ચોક્કસપણે એક શિક્ષિત યુવા નેતા છે, જેમણે B.Tech ની ડિગ્રી મેળવી છે અને તેઓ જમીન સાથે જોડાયેલા વ્યક્તિ છે. દરેક ઘટના પોતાના સમયે થાય છે અને કદાચ હવે સાચો સમય આવી ગયો છે. તેમના રાજકારણમાં આવવાનું ઉમળકાભેર સ્વાગત થવું જોઈએ.”

મંત્રી અશોક ચૌધરીએ કહ્યું કે જનતા દળ યુનાઈટેડ અને સીએમ નીતિશ કુમારની વિચારધારા પર ચાલનારાઓ માટે આ હોળીની એક મોટી ભેટ છે. જ્યારે તેઓ સક્રિય રાજકારણમાં આવશે ત્યારે બિહાર માટે ઘણું સારું રહેશે. તેઓ ખૂબ જ ભણેલા-ગણેલા છે, એન્જિનિયર છે. એક રીતે તેઓ સીએમ નીતિશ કુમારની ફોટોકોપી છે. હોળીના અવસરે આ મોટા સમાચાર છે. તેઓ પાર્ટીના કાર્યકરોની માંગ પર આવી રહ્યા છે. ચૂંટણી પહેલાથી જ લોકોની માંગ હતી. હવે તેઓ સક્રિય રાજકારણમાં આવી રહ્યા છે, તે ખુશીની વાત છે.