Home Blog Page 361

Bollywood : રોમાન્ટિક હિરો અહાન પાંડેને પણ હવે એક્શન હિરો બનવાના ધખારા

0

 અહાન પાંડેએ ફિલ્મ ફિલ્મ ‘સૈયારા’થી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. લવસ્ટોરીમાં કામ કર્યા પછી હવે  તેને પણ એક્શન હિરો બનવાનો શોખ જાગ્યો છે. આથી તેણે  અલી અબ્બાસ જફરની એક  એક્શન  ફિલ્મ સાઇન કરી છે. 

અહાન આ નવી ફિલ્મનું શૂટિંગ આગામી ૩૦ માર્ચથી મુંબઇેમાં  શરૂ કરશે. આ પછી મે મહિનામાં ટીમ ૬૦ દિવસો માટે યૂકે શૂટિંગ જવા રવાના થશે. 

કલાકારો હાલ  પોતપોતાની ભૂમિકા માટે તાલીમ લઇ રહ્યા છે. 

 અલી અબ્બાસ ઝફરની આ ફિલ્મની વાર્તા તેમજ અન્ય કલાકારો બાબતે કોઇ માહિતી મળી નથી. 

Sports : શ્રીલંકા સામે હાર બાદ પાકિસ્તાની કેપ્ટનનું દર્દ છલકાયું, ‘ટ્રમ્પ કાર્ડ’ને જ વિલન ગણાવી દીધો

0

ટી-20 વર્લ્ડ કપ 2026ના સુપર-8 રાઉન્ડમાં પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાયેલી હાઈ-વોલ્ટેજ મેચમાં પાકિસ્તાને 5 રને રોમાંચક જીત મેળવી છે. જોકે, આ જીત છતાં પાકિસ્તાન માટે સેમીફાઈનલના દરવાજા લગભગ બંધ થઈ ગયા છે, કારણ કે તેમને શ્રીલંકાને 147 રન પર રોકવાનું હતું જે સમીકરણમાં ટીમ નિષ્ફળ રહી છે.

હાઈ-સ્કોરિંગ ડ્રામા

પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને નિર્ધારિત 20 ઓવરમાં 212/8નો મજબૂત સ્કોર ખડક્યો હતો. સાહિબઝાદા ફરહાને ફરી એકવાર શાનદાર બેટિંગ કરી વિરાટ કોહલીનો 12 વર્ષ જૂનો રેકોર્ડ તોડી ઇતિહાસ રચ્યો હતો. જવાબમાં શ્રીલંકાની ટીમે વળતી લડત આપી હતી અને અંતિમ ઓવર સુધી મેચ જીવંત રાખી હતી, પરંતુ તેઓ 207/6 રન સુધી જ પહોંચી શક્યા હતા.

શાહીન આફ્રિદી અને ઉસ્માન તારિકનો ફ્લોપ શો

પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગાએ મેચ બાદ કબૂલ્યું હતું કે ઝાકળ (Dew) ફેક્ટરને કારણે બોલરોને મુશ્કેલી પડી હતી. ખાસ કરીને સ્પિનર ઉસ્માન તારિક માટે આજનો દિવસ ખરાબ રહ્યો, તેણે 4 ઓવરમાં વિકેટ વગર 43 રન આપ્યા હતા. તો બીજી તરફ પાકિસ્તાનના પ્રીમિયમ ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીએ પણ નિરાશ કર્યા હતા. શાહીને છેલ્લી ઓવરમાં 22 રન આપ્યા અને કુલ 4 ઓવરમાં 48 રન ખર્ચી માત્ર 1 વિકેટ ઝડપી હતી. ઉલ્લેખનીય છે કે સલમાન અલી આગા ઉસ્માન તારિકને પોતાનો ટ્રમ્પ કાર્ડ ગણાવતા રહ્યા છે.

કેપ્ટનનો સ્વીકાર – બેટિંગ અને મિડલ ઓર્ડર સમસ્યા

સલમાન અલી આગાએ જણાવ્યું કે સમગ્ર વર્લ્ડ કપ દરમિયાન ટીમની બેટિંગ ચિંતાનો વિષય રહી છે. સાહિબઝાદા ફરહાનને બીજા છેડેથી યોગ્ય સાથ મળ્યો નથી. કેપ્ટને સ્પષ્ટ કર્યું કે મિડલ ઓર્ડરની સમસ્યા વર્ષોથી ચાલી આવે છે અને હવે તેના પર ગંભીરતાથી કામ કરવાની જરૂર છે. આ વર્લ્ડ કપ બાદ પાકિસ્તાની ટીમમાં મોટા ફેરબદલના સંકેતો પણ મળી રહ્યા છે.શ્રીલંકાની લડત અને હારનું કારણ

શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ હાર માટે મુખ્ય ખેલાડીઓની ઈજાને જવાબદાર ગણાવી હતી. વાનિન્દુ હસરંગા અને મથીશા પથિરાનાની ગેરહાજરી ટીમને ભારે પડી છે. જોકે, તેમણે પવન રત્નાયકે અને દુનિથ વેલાલગે જેવી યુવા પ્રતિભાઓના પ્રદર્શનના વખાણ કર્યા હતા અને ચાહકોની માફી માંગતા મજબૂત વાપસીનો વિશ્વાસ અપાવ્યો હતો.

National : નવી GDP શ્રેણીમાં કૃષિ વૃદ્ધિ ધીમી, FY26 માં ઘટીને 2.4% થવાનો અંદાજ

0

નવી શ્રેણી અનુસાર, કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓમાં કુલ મૂલ્ય વર્ધિત (GVA) નો વિકાસ દર FY2026 માં ઘટીને ૨.૪ ટકા થવાની ધારણા છે. આ ફક્ત ગયા વર્ષના ૪.૯ ટકાના અંદાજ કરતાં ઓછો નથી, પરંતુ જૂના આધાર વર્ષ માટેના ૩.૧ ટકાના અંદાજ કરતાં પણ ઓછો છે. 

આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડા અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૨૬ માં દેશના કુલ કુલ મૂલ્ય વર્ધિતમાં કૃષિનો હિસ્સો નવી શ્રેણી હેઠળ વધીને ૧૮ ટકા થવાની ધારણા છે, જે જૂની શ્રેણી હેઠળ ૧૭ ટકા હતો.

આ આંકડો ઉત્પાદન ક્ષેત્ર કરતા વધારે હતો. નવી શ્રેણી હેઠળ ઉત્પાદન ક્ષેત્રનો હિસ્સો નજીવા ધોરણે ૧૫ ટકા હતો, જે જૂની શ્રેણીમાં ૧૪ ટકા હતો. નવી શ્રેણી ૨૦૨૨-૨૩ને આધાર વર્ષ તરીકે આધારિત છે, જ્યારે જૂની શ્રેણી ૨૦૧૧-૧૨ના ભાવો પર આધારિત હતી.અર્થશાસ્ત્રીઓના મતે નાણાકીય વર્ષ ૨૦૨૬ માટે કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ માટે કુલ મૂલ્ય વર્ધિતનો નવો અંદાજ અગાઉના અંદાજની તુલનામાં અલગ આધારને કારણે ઘટયો છે. મારું માનવું છે કે આમાં સુધારો થઈ શકે છે, અને સંલગ્ન પ્રવૃત્તિઓનો કૃષિ ક્ષેત્રના કુલ નફા મૂલ્ય પર પણ પ્રભાવ પડી શકે છે.ડેટા દર્શાવે છે કે કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ માટે કુલ મૂલ્ય વર્ધિત, નામાંકિત શબ્દોમાં, અથવા વર્તમાન ભાવમાં, નાણાકીય વર્ષ ૨૦૨૬ માં માત્ર ૦.૩ ટકા વધવાનો અંદાજ છે, જે પાછલા નાણાકીય વર્ષમાં ૯.૨ ટકા હતો. આ ઘટાડો મુખ્યત્વે ફુગાવામાં તીવ્ર ઘટાડાને કારણે છે, જેના કારણે ઘણા પાકમાંથી ખેડૂતોની આવક પર અસર પડી છે.

નાણાકીય વર્ષ ૨૦૨૬ માં કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ માટે નોમિનલ કુલ મૂલ્ય વધત વૃદ્ધિ માત્ર ૦.૩ ટકા રહેવાનો અંદાજ છે. આની વાસ્તવિક વૃદ્ધિ પર પણ નકારાત્મક અસર પડી રહી છે. આનું કારણ એ છે કે ફુગાવો નકારાત્મક છે. ખરીફ અને રવિ પાકને કારણે આ સિઝનમાં એકંદર કૃષિ ઉત્પાદન મજબૂત રહ્યું હતું. જોકે, ઘટતા ફુગાવાને કારણે કૃષિ ઉત્પાદન વધુ આવકમાં પરિણમ્યું નથી.

ડેટા દર્શાવે છે કે નાણાકીય વર્ષ ૨૦૨૬ ના ત્રીજા ક્વાર્ટરમાં (ઓક્ટોબરથી ડિસેમ્બર), કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓમાંથી કુલ મૂલ્યવર્ધિત વાસ્તવિક દ્રષ્ટિએ ૧.૪ ટકા વધવાનો અંદાજ છે, જ્યારે નોમિનલ દ્રષ્ટિએ ૧.૯ ટકા ઘટવાનો અંદાજ છે. આ નવી શ્રેણી અનુસાર છે.

Vadodara : બરોડા ડેરીના ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ,સોમવારે યાદી જાહેર કરાશે

બરોડા ડેરીની ચૂંટણી માટેની આજે ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થતાં સોમવારે માન્ય ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે.

બરોડા ડેરીની આગામી તા.૧૮મી માર્ચે યોજાનાર ચૂંટણી માટે ૧૩ બેઠકો માટે કુલ ૪૮ ઉમેદવારોએ ૫૫ ફોર્મ ભર્યા હતા.જેની આજે જૂની કલેક્ટર કચેરી ખાતે ચૂંટણી અધિકારીએ ચકાસણી કરી હતી.

ઉમેદવારોએ રજૂ કરેલી માહિતીનું અસલ રેકર્ડ સાથે સરખામણી કરવામાં આવી હતી અને કેટલાક વાંધાઓ પણ ધ્યાને લેવામાં આવ્યા હતા.સોમવારે માન્ય ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવનાર છે.જેમાં બે ફોર્મ ભરનાર ઉમેદવારોના એક-એક ફોર્મ રદ થશે.ત્યારબાદ તા.૭મી સુધી ફોર્મ પરત ખેંચાનાર હોવાથી ત્યારબાદ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે.આ દરમિયાન ભાજપના મેન્ડેટની પણ રાહ જોવાઇ રહી છે.

Ahmedabad : બ્યુટી પાર્લરમાં જઇને રૃપિયા પડાવતી મહિલા ગેંગ પકડાઇ

નરોડા પોલીસે બ્યુટી પાર્લરમાં જઇને મહિલાઓને વાતમાં ભોળવીને રૃપિયા પડાવતી મહિલા ગેંગને પકડી પાડી હતી. જેમાં બ્યુટી પાર્લરમાં જઇને માતાજી આવે છે દુખ દૂર કરી આપીશું કહીને ધૂણીને ધાર્મિક વિધી કરવાના બહાને મહિલાઓ પાસેથી રૃપિયા તથા દાગીના પડાવતી હતી. તાજેતરમાં નરોડાના બ્યુટી પાર્લરમાં જઇ હતી અને મહિલા પાસેથી રોકડ તથા દાગીના મળી કુલ રૃા. ૮૫ હજાર પડાવ્યા હતા. મહિલાઓ પાસેથી પોલીસે રૃા. ૧.૭૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

નરોડા બ્યુટી પાર્લરમાં જઇ દિકરીઓને લગ્ન છે તૈયાર કરવાનો ભાવ પૂછી રૃા. ૮૫ હજારની ચોરી કરી ઃદહેગામ, પાલનપુર, છાપી,પાટણ સહિત ૧૧ ગુના આચર્યા

નરોડા પોલીસે સીસીટીવી ફૂટેજ અને મોબાઇલ લોકેશન આધારે દહેગામ તાલુકાના બે મહિલાની ધરપકડ કરી અને મહેમદાવાદના હળદર ગામના સોની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં બે દિવસ પહેલા નરોડા ખાતે પાયલનગરમાં એક બ્યુટી પાર્લરમાં આ બન્ને મહિલાઓ ગઇ હતી અને પોતાની દિકરીઓને લગ્ન માટે તૈયાર કરવા માટે રૃપિયા કેટલા થશે તેમ કહીને મહિલાની નજર ચૂકવીને રોકડ અને દાગીના સહિત કુલ રૃા. ૮૫ હજારની ચોરી કરી હતી.

Bollywood : પ્રિયંકા ચોપરાની વારાણસીનું હજુ છ માસનું શૂટિંગ બાકી

0

પ્રિયંકા ચોપરા તથા મહેશબાબુની ફિલ્મ ‘વારાણસી’નું શૂટિંગ ૧૪ મહિનાથી ચાલી રહ્યું છે અને હજુ તેનું છ માસનું શૂૂટિંગ બાકી છે. 

પ્રિયંકાએ જાતે કન્ફર્મ કર્યું હતું કે આ  ફિલ્મનું હજુ છ મહિનાનું શિડયૂલ બાકી છે. ફિલ્મ શૂટિંગ માટે પ્રિયંકા ભારત અને અમેરિકા વચ્ચે અવરજવર કરી રહી છે. રાજામૌલીની આ  મહત્વાકાંક્ષી ફિલ્મ એપ્રિલ ૨૦૨૭માં રીલિઝ કરવાનું હાલ નક્કી કરાયું છે. 

પ્રિયંકાએ કહ્યું હતું કે મેં  છ વરસથી મેં ભારતની કોઇ ફિલ્મમાં કામ કર્યું નહતું. પરંતુ રાજામૌલીની વારાણસીની ઓફરને નકારી શકી નહોતી. રાજામોલી ભારતના સૌથી પ્રતિભાશાળી દિગ્દર્શકોમાંનો એક છે.

ફિલ્મનાં શૂટિંગ માટે તેલંગણામાં જ વારાણસીનો સેટ તૈયાર કરાયો છે. આ ઉપરાંત ફિલ્મના કેટલાક ભાગનું શૂટિંગ ઓડિસામાં તથા કેટલાક ભાગનું  શૂટિંગ આફ્રિકામાં થયું છે. 

Business : વોર ઈફેકટઃ સોના, ચાંદી તથા ક્રૂડમાં ઉછાળો

0

 અમેરિકા તથા ઈઝરાયલ દ્વારા ઈરાન પર, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન તથા રશિયા અને યુક્રેન વચ્ચે યુધ્ધનો માહોલ ગરમાતા વિશ્વના વિવિધ બજારો પર તેના તાત્કાલિક પ્રત્યાઘાતો જોવા મળ્યા હતા. આજે સોના- ચાંદી તથા ક્રૂડતેલના ભાવમાં તેજીનો ચમકારો જોવા મળ્યો હતો. બીજી તરફરૂપિયો નબળો પડતાં ડોલરના ભાવ વધીરૂ.૯૧ની સપાટી પાર કરી ગયો હતો. અમદાવાદ સોના-ચાંદી બજારમાં બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ ઝડપીરૂ.૧૧૫૦૦ ઉછળ્યા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના ઝડપીરૂ.૨૫ હજાર ઉછળ્યા હતા. મુંબઈ બુલીયન બજાર શનિવારના સત્તાવાર બંધ રહી હતી પરંતુ બંધ બજારે મુંબઈ ખાતે ચાંદીના ભાવરૂ.૨૮ હજાર ઉછળ્યા હતા.

 દરમિયાન, વોર ઈફેકટ વચ્ચે વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૫૧૮૭થી ૫૧૮૮ ડોલરથી ઉછળી ૫૨૦૦ ડોલર ઉપર ૫૨૭૮થી ૫૨૭૯ ડોલરના ભાવ છેલ્લે સપ્તાહના અંતે રહ્યાના નિર્દેશો હતા. વિશ્વબજારમાં વોરના પગલે સોનામાં ફંડોનું સેફ હેવન બાઈંગ વધ્યાના બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. દરમિયાન, સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંશના ૮૯.૭૮થી ૮૯.૭૯ ડોલરથી ઉછળી ૯૩.૭૮થી ૯૩.૭૯ ડોલર રહ્યા હતા. વિશ્વબજાર ઉછળતા તથા ઘરઆંગણે ડોલર સામેરૂપિયો તૂટતાં દેશમાં ઈમ્પોર્ટ થતી કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ વધી ગઈ હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા.દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં બંધ બજારેરૃયિા સામે ડોલરના ભાવરૂ.૯૦.૯૬થી ૯૦.૯૭ વાળા વધીરૂ.૯૧.૦૯થી ૯૧.૧૦ આસપાસ બોલાઈ રહ્યા હતા. વૈશ્વિક ક્રૂડતેલના ભાવ ઉંચકાતાં તથા મુંબઈ શેરબજારમાં સોમવારે બજાર ઘટવાની ભીતી વચ્ચેરૂપિયા પર દબાણ વધ્યાના સંકેતો મળ્યા હતા. દરમિયાન, અમદાવાદ બજારમાં આજે  સોનાનાભાવ વધી ૯૯૫નારૃ.૧૭૪૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૭૫૦૦૦ બોલાયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ વધીરૂ.૨૮૫૦૦૦ રહ્યા હતા.

 મુંબઈ બુલીયન બજારમાં સોનાના ભાવ વધી જીએસટી વગર ૯૯૫નારૂ.૧૬૯૦૦૦ તથા ૯૯૯નારૂ.૧૬૯૬૦૦ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ ઉછળી જીએસટી વગરરૂ.૨૯૫૦૦૦ બોલાયા હતા. મુંબઈ સોના- ચાંદીમાં જીએસટી સાથેન ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા.

દરમિયાન, વૈશ્વિક ક્રૂડતેલના ભાવ આશરે ત્રણ ટકા ઉછળ્યા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના વધી ૭૩ ડોલર વટાવી ઉંચામાં ૭૩.૫૪ ડોલર સુધી પહોંચ્યા હતા. ઈરાનનારૂટ પર સ્ટ્રેઈટ ઓફ હોર્મઝની કેનાલ દરીયાઈ માર્ગમાં આવે છે તથા આરૂટ પર ક્રૂડની વૈશ્વિક અવરજવર વધુ રહેતી હોય છે તેના પર વોરની અસર પડવાની ભિતી જાણકારો બતાવી રહ્યા હતા. દરમિયાન, ક્રૂડ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેકની ૧લી માર્ચે (આજે) મળનારી મિટિંગમાં હવે ઉત્પાદનમાં વધુ વૃધ્ધિ કરવાનો નિર્ણય કરાય છે કે નહિં તેના પર બજારની નજર રહી હતી.

National : એઆઈ નોકરીઓ નહીં છીનવે, કામ કરવાની પદ્ધતિ બદલશે : મોર્ગન સ્ટેન્લી

0

 આટફિશિયલ ઇન્ટેલિજન્સને કારણે લાખો લોકો બેરોજગાર થઈ જશે તેવી વૈશ્વિક ચિંતાઓ વચ્ચે અમેરિકન ઇન્વેસ્ટમેન્ટ બેંક મોર્ગન સ્ટેનલીએ એક આશાવાદી અહેવાલ રજૂ કર્યો છે. રિપોર્ટ મુજબ, એઆઈ નોકરીઓ સમાપ્ત નહીં કરે, પરંતુ કામ કરવાની રીતમાં મોટું માળખાગત પરિવર્તન લાવશે. આવનારા સમયમાં એવી ઘણી ભૂમિકાઓ ઊભી થશે, જે આજે અસ્તિત્વમાં જ નથી. કર્મચારીઓએ તે માટે તૈયાર રહેવું પડશે.

રિપોર્ટમાં જણાવાયું છે કે વરાળ યંત્ર, વીજળી, કમ્પ્યુટર અને ઇન્ટરનેટ જેવી ક્રાંતિકારી ટેકનોલોજી આવી ત્યારે પણ શરૂઆતમાં નોકરીઓ જવાની ભીતિ હતી. પરંતુ લાંબા ગાળે આ ટેકનોલોજીએ વધુ ઉચ્ચ કક્ષાની નોકરીઓ અને નવી તકો ઊભી કરી. એઆઈને કારણે પણ લેબર માર્કેટમાં ધડમૂળથી બદલાવ આવશે. મોર્ગન સ્ટેનલીના દાવા મુજબ, હવે આગામી દાયકાઓમાં કંપનીઓમાં નવી ભૂમિકાઓ વધી શકે છે. ચીફ એઆઈ ઓફિસર, એઆઈ ગવર્નન્સ એન્ડ એથિક્સ એક્સપર્ટ અને એઆઈ પર્સનલાઈઝેશન સ્ટ્રેટેજિસ્ટ જેવી નવી ભૂમિકાઓ ઊભી થશે. જ્યારે, હેલ્થટેક અને કમ્પ્યુટેશનલ જીનેટિક્સ પ્રોફેશનલ્સ આરોગ્ય ક્ષેત્રે એઆઈ આધારિત નિદાન કરશે.

કર્મચારીઓને સીધા હટાવવાને બદલે કંપનીઓ તેમને નવી ભૂમિકા આપશે. ૨ થી ૧૦ વર્ષનો અનુભવ ધરાવતા મધ્યમ સ્તરના પ્રોફેશનલ્સ માટે રી-ટ્રેનિંગની તકો વધશે. એન્ટ્રી-લેવલ કર્મચારીઓ માટે શરૂઆતનો સમય પડકારજનક રહી શકે છે, કારણ કે પ્રાથમિક કાર્યો ઝડપથી ઓટોમેટ થઈ રહ્યા છે.એઆઈ અપનાવનાર કંપનીઓની ઉત્પાદનક્ષમતામાં સરેરાશ ૧૧.૫ ટકાનો વધારો થયો છે. પરંતુ, તેની સાથે જ વૈશ્વિક ભરતીમાં ૪ ટકાનો ઘટાડો નોંધાયો છે.

National : અજીત પવાર પ્લેન ક્રેશ: એક મહિના બાદ AAIBનો તપાસ રિપોર્ટ જાહેર, બે ખામીઓ સામે આવી

મહારાષ્ટ્રના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને NCP પ્રમુખ અજિત પવારના નિધનને એક મહિનો થઈ ગયો, હવે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ આ ભયાનક વિમાન દુર્ઘટનાનો પ્રાથમિક તપાસ અહેવાલ જાહેર કર્યો છે. રિપોર્ટમાં અકસ્માત સમયે ઓછી વિઝિબિલિટી (દૃશ્યતા) અને બારામતી એરસ્ટ્રિપ (હવાઈપટ્ટી) પરની સુરક્ષા ખામીઓને વિમાન દુર્ઘટનાના મુખ્ય કારણો તરીકે દર્શાવવામાં આવ્યા છે.

વિઝિબિલિટી માત્ર 3 કિલોમીટર જ હતી

AAIB મુજબ, આ દુર્ઘટના ઈમરજન્સી લેન્ડિંગ દરમિયાન થઈ હતી. આ દુર્ઘટનામાં અજિત પવારની સાથે વિમાનના બંને પાયલટ, તેમના સુરક્ષા ગાર્ડ અને ફ્લાઇટ એટેન્ડન્ટનું પણ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે ચાર્ટર્ડ પ્લેન બારામતી એરપોર્ટ પર બીજી વખત ઈમરજન્સી લેન્ડિંગનો પ્રયાસ કરી રહ્યું હતું ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. તપાસ રિપોર્ટમાં ખૂલ્યું છે કે હવાની સ્થિતિ સામાન્ય હતી પરંતુ વિઝિબિલિટી માત્ર 3 કિલોમીટર જેટલી જ હતી.

બ્લેક બોક્સમાં પાયલટના છેલ્લા શબ્દો રેકોર્ડ

દુર્ઘટનાની થોડી સેકન્ડો પહેલા કોકપિટ વોઈસ રેકોર્ડર (CVR) માં પાયલટના ગભરાટભર્યા અવાજમાં ‘ઓહ શિટ… ઓહ શિટ’ જેવા શબ્દો રેકોર્ડ થયા છે. પરંતુ આગને કારણે CVRને વધુ નુકસાન થયું હોવાથી ડેટા રિકવરમાં મુશ્કેલી આવી રહી છે જેથી ઉત્પાદક કંપની ‘હનીવેલ’ (Honeywell) ની મદદ લેવામાં આવી રહી છે. આ તપાસમાં આંતરરાષ્ટ્રીય સહયોગ પણ લેવામાં આવી રહ્યો છે, જેમાં નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB)એ ઈન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશનના એનએક્સ-13 મુજબ એક માન્યતા પ્રાપ્ત પ્રતિનિધિ અને ટેકનિકલ સલાહકારો નિયુક્ત કર્યા છે.

તપાસ ક્યાં સુધી પહોંચી?

ફ્લાઇટ ડેટા રેકોર્ડર (SSFDR)નો ડેટા ડાઉનલોડ કરીને તેનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. વિમાનનો કાટમાળ સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યો છે અને તેના એરવર્થિનેસ (ઉડાન યોગ્યતા) દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. વિમાન ઓપરેટ કરતી કંપની ‘વીએસઆર વેન્ચર્સ’ ના કર્મચારીઓના નિવેદનો નોંધવામાં આવ્યા છે.

AAIBની ભલામણો

AAIBએ નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)ને કડક સૂચના આપી છે કે જ્યાં ખાનગી અને VIP ચાર્ટર્ડ ફ્લાઇટ્સની અવરજવર વધુ હોય તેવા એરપોર્ટ્સ પર લેન્ડિંગ આસિસ્ટન્સ ઇક્વિપમેન્ટ અને હવામાન વિભાગની(MET) સુવિધાઓ તાત્કાલિક મજબૂત કરવામાં આવે. તેમજ VFR (વિઝ્યુઅલ ફ્લાઈટ્સ રૂલ)ના નિયમોનું ઓપરેટર્સ કડક પણે પાલન કરી સંચાલન કરે તેવો આદેશ પણ આપવામાં આવ્યો છે.

Gujarat : અમદાવાદથી ખાત્રજ, મહેમદાવાદ થઇને પદયાત્રિકો ડાકોર તરફ રવાના

યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમના ઉત્સવને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરાઇ છે. ડાકોર મંદિર સહિત શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું છે. આ ઉત્સવ દરમિયાન સીસીટીવી કેમેરાથી બાજનજર રખાશે અને એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે. અમદાવાદથી ખાત્રજ, મહેમદાવાદ, સિંહુજ, મહુધાથી મોટી સંખ્યામાં ડાકોર તરફ પદયાત્રિકોઓ આવી રહ્યાં છે. 

ડાકોરમાં રણછોડરાયજી મંદિર વિસ્તારમાં સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા છે. મંદિરના માર્ગો પર દર્શનાર્થીઓ ગામની ગલીઓમાથી ન ઘૂસી જાય તે માટે ૧૦ જગ્યાએ પતરા મારીને પ્રવેશ રોકવામાં આવ્યા છે. મંદિર પાસે લોખંડના દરવાજા પણ લગાડવામાં આવ્યા છે. દરેક આડબંધ પર મહિલા પોલીસ અને હોમગાર્ડના જવાનો તૈનાત કરાયા છે. આરોગ્ય વિભાગ દ્વારા અમદાવાદના રાસ્કાથી દસ દસ કિલોમીટરના અંતરે આરોગ્ય કેમ્પ પદયાત્રિકો માટે કરાયા છે. જેમાં મેડિકલ ઓફિસર અને કર્મચારીઓનો સ્ટાફ પણ રખાયો છે. અમદાવાદથી ડાકોરના ૮૦ કિલોમીટરના રૂટ પર સેવાભાવી સંસ્થાઓ દ્વારા વિનામુલ્યે નાસ્તો, પીવાના પાણી, ફૂટનું વિતરણ પણ કરવામાં આવે છેે. 

ડાકોરમાં હોળીના ઉત્સવને લઇ ડીવાયએસપી ૧૫, પીઆઇ-૩૨, પીએસઆઇ-૧૦૮, પોલીસ કોન્સ્ટેબલ -૫૬૮, મહિલા કોન્સ્ટેબલ -૧૪૦, હેડ કોન્સ્ટેબલ ૭૪૫, જીઆરડી ૨૨૬, એસઆરપી-૨૩૧, ટીઆરબી-૮૧ અને ક્રાઇમબ્રાન્ચ અને બોમ્બ સ્કોવર્ડ ગોઠવાશે. 

– ચંદ્રગ્રહણના કારણે તારીખ 3 માર્ચે બપોરે 2 વાગ્યાથી મંદિર બંધ કરાશે 

યાત્રાધામ ડાકોર મંદિર ચંદ્રગ્રહણ હોવાથી તા.૩ માર્ચના મંગળવારે બપોરે ૨ વાગ્યાથી બંધ કરી દેવામાં આવશે. તા.૪ માર્ચના બુધવારના રોજ સવારે નિત્યક્રમ મુજબ સવારે ૬.૪૫ વાગ્યા દર્શન માટે મંદિર ખુલશે.