Home Blog Page 360

Sports : T20 વર્લ્ડ કપથી બહાર ફેંકાતા જ શ્રીલંકન દિગ્ગજ જયસૂર્યા દુઃખી- કોચ પદ છોડવાના સંકેત આપ્યા

0

ICC T20 વર્લ્ડ કપ 2026માં શ્રીલંકન ટીમના નિરાશાજનક પ્રદર્શન બાદ સનથ જયસૂર્યાએ પોતાના ભવિષ્ય અંગે એક મોટો સંકેત આપ્યો છે. શ્રીલંકાના હેડ કોચ જયસૂર્યાએ સ્પષ્ટ કર્યું છે કે, ‘હું હાલમાં પદ નથી છોડી રહ્યો, પરંતુ જો શ્રીલંકા ક્રિકેટ (SLC)ને યોગ્ય વિકલ્પ મળે તો હું જવાબદારી સોંપવા માટે તૈયાર છું.’ જયસૂર્યાના નિવેદનથી એ સંકેત મળે છે કે હેડ કોચ તરીકેનો તેમનો કાર્યકાળ હવે નિર્ણાયક મોડ પર પહોંચી ગયો છે.

જયસૂર્યાનો વર્તમાન કોન્ટ્રાક્ટ જૂન 2026 સુધી

પાકિસ્તાન સામે 5 રનથી મળેલી હાર નજીકની બાદ એક પ્રેસ કોન્ફરન્સમાં સનથ જયસૂર્યાએ કહ્યું કે, ‘મારા ભવિષ્ય અંગે હજુ કોઈ અંતિમ નિર્ણય લેવામાં નથી આવ્યો.’ તેમનો વર્તમાન કોન્ટ્રાક્ટ જૂન 2026 સુધી છે. હવે શ્રીલંકાની  આ જ મહિને અફઘાનિસ્તાન સામે મર્યાદિત ઓવરની સીરિઝ યોજાવાની છે, તો આવી સ્થિતિમાં બોર્ડ હાલ માટે સ્થિરતા જાળવી રાખવાના પક્ષમાં હોઈ શકે છે.

મારી અહીં લાંબા સમય સુધી રહેવાની યોજના નથી

સનથ જયસૂર્યાએ કહ્યું કે, ‘મેં વિચાર્યું હતું કે, હું આ જવાબદારી બીજા કોઈને સોંપી દઉં. ઈંગ્લેન્ડ સીરિઝ દરમિયાન બે મહિના પહેલા પણ મેં કહ્યું હતું કે મારી અહીં લાંબા સમય સુધી રહેવાની યોજના નથી. જે રીતે વર્લ્ડ કપ સમાપ્ત થયો તેનો મને અફસોસ છે. છેલ્લા દોઢ વર્ષમાં અમે અમારા રેન્કિંગમાં સુધારો કર્યો છે અને ટીમને વધુ સારી સ્થિતિમાં પહોંચાડી છે. મારો કોન્ટ્રાક્ટ જૂનમાં સમાપ્ત થઈ રહ્યો છે. મેં હજુ સુધી સત્તાવાર રીતે બોર્ડને મારો નિર્ણય નથી જણાવ્યો.’

શ્રીલંકાનું T20 વર્લ્ડ કપ અભિયાન

શ્રીલંકાનું T20 વર્લ્ડ કપ અભિયાન શરૂઆતથી જ સંઘર્ષપૂર્ણ રહ્યું. લીગ સ્ટેજમાં ઝિમ્બાબ્વે સામે ચોંકાવનારી હાર છતાં શ્રીલંકાની ટીમ સુપર 8 સ્ટેજમાં પહોંચી. ત્યારબાદ સુપર 8 સ્ટેજમાં તેને ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો. પાકિસ્તાન સામેની મેચ સૌથી પીડાદાયક સાબિત થઈ. 213 રનના પીછો કરવા માટે શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ 76 રનની વિસ્ફોટક અણનમ ઈનિંગ રમી, પરંતુ ટીમ માત્ર 5 રનથી લક્ષ્ય ચૂકી ગઈ. 2014ની ચેમ્પિયન શ્રીલંકા ટીમ સતત પાંચમી વખત T20 વર્લ્ડ કપના સેમિફાઇનલમાં પહોંચવામાં નિષ્ફળ રહી.

સનથ જયસૂર્યાની અંડરમાં શ્રીલંકાનું શાનદાર પ્રદર્શન

2024ના મધ્યમાં કાર્યકારી કોચ તરીકે કાર્યભાર સંભાળનારા સનથ જયસૂર્યાને તે જ વર્ષે કાયમી હેડ કોચ તરીકે નિયુક્ત કરી દેવામાં આવ્યા હતા. તેમના કાર્યકાળ દરમિયાન શ્રીલંકાએ અનેક ઐતિહાસિક સિદ્ધિઓ હાંસલ કરી. 27 વર્ષ બાદ ભારત સામે પહેલી વાર દ્વિપક્ષીય વનડે સીરિઝ જીતી. ઈંગ્લેન્ડ સામે ઓવલ મેદાન પર યાદગાર ટેસ્ટ જીત હાંસલ કરી. બજી તરફ ઘરઆંગણે ન્યુઝીલેન્ડ સામે 2-0 થી ટેસ્ટ સીરિઝ પર કબજો જમાવ્યો.

Gujarat : ધનસુરા-બાયડ હાઈવે પર અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા ખેડાના કંથરઇ ગામના યુવકનું મોત

0

ધનસુરા-બાયડ હાઈવે પર અજાણ્યા વાહન ચાલકે પુરઝડપે ગફલતભરી રીતે હંકારી બાઈકને જોરદાર ટક્કર મારી હતી. જેથી બાઈક ઉપર સવાર બે ઈસમો રોડ ઉપર પટકાયા હતા. જેમાં ગંભીર ઈજાઓને લઈ ખેડાના કંથરઇ ગામના બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. જયારે બાઈક સવાર ઈસમને પગના ભાગે ફેકચર થયું હતું. અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી સ્થળ ઉપરથી નાસી છુટયો હતો. આ બનાવ અંગે ધનસુરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.


ખેડા જિલ્લાના કંથરઈ ગામના જિગ્નેશસિંહ પૃથ્વીરાજસિંહ ચૌહાણ (ઉ.વ.૨૬) અને મહિપતસિંહ વખતસિંહ પરમાર બંને જણા ઘરેથી બાઈક લઈ અંબાજી જવાનું કહી નીકળ્યા હતા. બાયડ-ધનસુરા હાઈવે રોડ ઉપરથી પસાર થઈ રહયા હતા. ત્યારે ધનસુરા નજીક કોઈ અજાણ્યા વાહન ચાલકે પુરઝડપે અને ગલફતભરી રીતે હંકારી બાઈકને જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક રોડ ઉપર ફંગોળાઈ ગયું હતું. જેથી ચાલક અને બાઈક પાછળ બેસેલા બંને યુવકોે રોડ ઉપર પટકાતાં શરીરે ગંભીર ઈજા થઇ હતી. જેમાં જિગ્નેશસિંહ પૃથ્વીરાજસિંહ ચૌહાણને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. જયારે મહિપતસિંહ પરમારને પગે ફેકચર થતાં વાત્રક હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા બાદ અમદાવાદ રિફર કરાયા હતા.

આ બનાવ અંગે મૃતકના ભાઈ દિવ્યરાજસિંહ પૃથ્વીરાજસિંહ ચૌહાણે ધનસુરા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.

Bharuch : ઝાડેશ્વરની નર્મદા સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ પર લાકડીઓ વડે હુમલો, 6 શખ્સો સામે ગુનો દાખલ

0

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી નર્મદા સંસ્કૃત વૈદ પાઠશાળાના વિદ્યાર્થીઓ પર મધરાત્રે જીવલેણ હુમલો થવાની ઘટના સામે આવી છે. વિદ્યાર્થીઓ વચ્ચેની સામાન્ય મસ્તી અને બોલાચાલીનો રોષ રાખી બહારથી આવેલા શખ્સોએ ત્રણ વિદ્યાર્થીઓને લાકડીઓ વડે માર મારી, આઈફોન તોડી જાનથી મારી નાખવાની ધમકી આપતા ભરૂચ ‘સી’ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


​ પાઠશાળાના ગૃહપતિ મહેન્દ્રભાઈ શાંતિલાલ જોષીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, વિદ્યાર્થી ઉત્સવ અને અગમ પાંડે વચ્ચે દાદર પર મસ્તી દરમિયાન સામાન્ય બોલાચાલી થઈ હતી. જે બાબતે અગમે ઉત્સવને ધમકી આપી હતી. આ વિવાદ બાદ મધરાત્રે અંદાજે પોણા બાર વાગ્યાના અરસામાં બે ફોર-વ્હીલ ગાડીઓમાં પાંચ-છ શખ્સો પાઠશાળાના સંકુલ પાસે ધસી આવ્યા હતા.
​ હુમલાખોરોએ સંકુલના હનુમાન મંદિર પાસે પહોંચી વિદ્યાર્થી ઉત્સવને નિશાન બનાવ્યો હતો. એક શખ્સે લાકડી વડે ઉત્સવના પગ અને જાંઘના ભાગે સપાટા માર્યા હતા, જેના કારણે તેના ખિસ્સામાં રહેલો ₹32,000ની કિંમતનો આઈફોન-11 પણ તૂટી ગયો હતો. ઉત્સવને બચાવવા વચ્ચે પડેલા તેના મિત્રો જય રાવલ અને રાજવીર દવેને પણ હુમલાખોરોએ લાકડીઓ વડે બેફામ માર માર્યો હતો.
​ ઘટના સ્થળે હાજર ગૃહપતિએ આરોપીઓના નામ પૂછતા તેઓએ પોતાની ઓળખ નેવીલ, મેવા કુંભાર, મુકેશ ચૌધરી, કાળા મોદી અને નવીન પટેલ (તમામ રહે. અંકલેશ્વર) તરીકે આપી હતી. હુમલો કર્યા બાદ આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી વાહનોમાં ફરાર થઈ ગયા હતા.
​આ મામલે ભરૂચ ‘સી’ ડિવિઝન પોલીસે ગૃહપતિની ફરિયાદના આધારે તમામ છ શખ્સો વિરુદ્ધ મારપીટ, તોડફોડ અને ધમકી આપવા બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. શૈક્ષણિક સંકુલમાં બનેલી આ ઘટનાને પગલે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ફાળ પડી છે.

Top News : નાગપુરમાં વિસ્ફોટક બનાવતા કારખાનામાં બ્લાસ્ટ થતાં 17 થી વધારે શ્રમિકોના મોત, 18 ઈજાગ્રસ્ત

અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) મહારાષ્ટ્રના નાગપુરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં એસબીએલ એનર્જી લિમિટેડ (SBL Energy Limited) માં એક ભીષણ વિસ્ફોટ થયો છે. આ દર્દનાક અકસ્માતમાં 17 લોકોના મોત થયા છે, જ્યારે 18 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. નાગપુર ગ્રામીણના એસપી હર્ષ પોદ્દારે આ અંગેની માહિતી આપી હતી. આ વિસ્ફોટ કાટોલ તાલુકાના રાઉલગાંવ સ્થિત ખાણકામ અને ઔદ્યોગિક વિસ્ફોટકો બનાવતી કંપની એસબીએલ એનર્જી લિમિટેડના કારખાનામાં થયો હતો. પોલીસે જણાવ્યું કે, વિસ્ફોટના તરત જ બાદ ઘાયલોને નાગપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

સવારે કામ દરમિયાન થયો ધડાકો

પ્રાથમિક માહિતી અનુસાર, આ ઘટના આજે સવારે લગભગ 6 થી 7 વાગ્યાની વચ્ચે બની હતી. રાઉલગાંવ સ્થિત એસબીએલ કંપની ખાણકામમાં વપરાતા વિસ્ફોટકો અને અન્ય સામગ્રી બનાવે છે. સવારે જ્યારે શ્રમિકો કામ પર પરત ફર્યા, ત્યારે વિસ્ફોટક બનાવવાની પ્રક્રિયા દરમિયાન અચાનક જોરદાર ધડાકો થયો હતો. આ ધડાકો એટલો શક્તિશાળી હતો કે તેનો અવાજ દૂર-દૂર સુધી સંભળાયો હતો.

અનેક મજૂરો ફસાયા હોવાની આશંકા

પ્રાથમિક માહિતી અનુસાર ધડાકા સમયે કંપનીના તે યુનિટમાં અંદાજે 25 થી 30 શ્રમજીવીઓ કામ કરી રહ્યા હતા. વિસ્ફોટ બાદ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી અને ધુમાડો સમગ્ર વિસ્તારમાં ફેલાઈ ગયો હતો. અત્યાર સુધીમાં 15 ઘાયલોને બહાર કાઢીને નાગપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જોકે, હજુ પણ કેટલાક શ્રમજીવીઓ અંદર ફસાયા હોવાની આશંકા છે. સ્થાનિક વહીવટીતંત્ર અને બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

Vadodara : છાણીના ભાથુજી મહારાજ અને મહાકાળી માતાના મંદિરમાં ચોરી,ત્રણ ચોરો ત્રાટક્યા

છાણી ગામના બે મંદિરમાં ત્રાટકેલા ચોરો રોકડ અને માતાજીની તલવાર જેવી ચીજો ચોરી જતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

છાણીના બારિયા વગામાં રહેતા રાકેશભાઇ પરમારે પોલીસને કહ્યું છે કે,અમારી નજીકમાં આવેલા વીર ભાથુજી મહારાજના મંદિર તેમજ મહાકાળી માતાના મંદિરમાં પરોઢિયે ચારેક વાગ્યા પહેલાં ત્રણ ચોરો દરવાજાનું તાળું તોડી ત્રાટક્યા હતા.

ચોરો ભાથુજી મહારાજના મંદિરમાંથી દાનપેટી ચોરી ગયા હતા.જેમાં રૃ.૧૦ હજાર જેટલી રોકડ રકમ હતી.ત્યારબાદ તેઓ માતાજીના મંદિરમાંથી ૨૦ વર્ષ જૂની લોખંડની માતાજીની તલવાર અને પિત્તળની પાદુકા ચોરી ગયા હતા.આ બનાવના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થતાં છાણી પોલીસે ત્રણ ચોરોની તપાસ હાથ ધરી છે.

National : યુદ્ધ વચ્ચે ઈરાન-ઈઝરાયલ સહિત 6 દેશોના વિદેશમંત્રીઓ સાથે જયશંકરની ટેલિફોનિક વાતચીત, તણાવ ઘટાડવા અપીલ

0

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધી રહેલા સૈન્ય સંઘર્ષે સમગ્ર વિશ્વની ચિંતામાં વધારો કર્યો છે. મધ્ય પૂર્વમાં સર્જાયેલી આ ગંભીર સ્થિતિ વચ્ચે ભારત ‘બેલેન્સિંગ એક્ટ’ ની વ્યૂહરચના સાથે મેદાનમાં ઉતર્યું છે. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે છેલ્લા 24 કલાકમાં ઈરાન અને ઈઝરાયલ સહિત કુલ 6 દેશોના વિદેશ મંત્રીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી તણાવ ઘટાડવા અને શાંતિ જાળવવા અપીલ કરી છે.

ઈઝરાયલ અને ઈરાન સાથે સીધો સંવાદ

અહેવાલો અનુસાર, વિદેશ મંત્રી એસ. જયશંકરે સંઘર્ષના બંને મુખ્ય પક્ષો સાથે વાતચીત કરી ભારતનું વલણ સ્પષ્ટ કર્યું છે. ઈઝરાયલી વિદેશ મંત્રી ગિદોન સાર સાથેની વાતચીતમાં એસ. જયશંકરે ભારપૂર્વક જણાવ્યું કે કોઈપણ વિવાદનો ઉકેલ માત્ર રાજદ્વારી વાતચીત દ્વારા જ શક્ય છે. જ્યારે ઈરાની વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચી સાથેની ચર્ચામાં ભારતે તાજેતરના હુમલાઓ અને વળતા હુમલાઓ સામે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. ભારતનો પ્રયાસ છે કે આ સંઘર્ષ વધુ વકરે નહીં.

લાખો ભારતીયોની સુરક્ષા પર વિશેષ ધ્યાન

ભારતની સૌથી મોટી ચિંતા ખાડી દેશોમાં વસતા લાખો ભારતીય કામદારોની સલામતી છે. આ સંદર્ભમાં એસ. જયશંકરે કુવૈત અને કતારની નવીનતમ સ્થિતિ અને સુરક્ષા વ્યવસ્થાઓની સમીક્ષા કરી. બહેરીન અને યુએઈ આ બંને દેશોએ ભારતને ખાતરી આપી છે કે કોઈપણ કટોકટીના સમયે ભારતીય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવશે.

આર્થિક અને માનવ સુરક્ષા પર જોખમ

વિદેશ મંત્રી એસ. જયશંકરે સ્પષ્ટ કર્યું છે કે જો આ તણાવ વધશે તો તેની અસર માત્ર વૈશ્વિક અર્થતંત્ર (ક્રૂડ ઓઈલના ભાવ વગેરે) પર જ નહીં, પરંતુ માનવ સુરક્ષા પર પણ ગંભીર રીતે પડશે. નોંધનીય છે કે, આ કટોકટીના સમયમાં તમામ મુખ્ય ખાડી દેશોનું ભારત સાથે ઊભા રહેવું એ ભારતની મોટી રાજદ્વારી જીત ગણી શકાય. ભારત હાલમાં બંને પક્ષો વચ્ચે સંતુલન જાળવીને શાંતિ દૂતની ભૂમિકા ભજવી રહ્યું છે.

National : वृंदावन–मथुरा में जगतगुरु पूज्य स्वामी चक्रपाणि नंद गिरी जी महाराज का भव्य स्वागत, संत समाज में हर्ष की लहर, फूलों की होली से गुंजायमान हुआ धाम

जगतगुरु पूज्य स्वामी चक्रपाणि नंद गिरी जी महाराज के पावन आगमन पर वृंदावन धाम में संत समाज, आचार्यगण एवं हजारों श्रद्धालु भक्तों द्वारा भव्य स्वागत किया गया। वैदिक मंत्रोच्चार, पुष्पवर्षा, शंखनाद एवं जयघोष के मध्य महाराज जी का अभिनंदन किया गया, जिससे सम्पूर्ण क्षेत्र आध्यात्मिक उल्लास से भर उठा।


कार्यक्रम के दौरान श्रद्धालुओं द्वारा फूलों की होली खेली गई। पूरा वातावरण पुष्प वर्षा और “हर-हर महादेव” तथा “जय श्रीकृष्ण” के उद्घोष से गूंज उठा। भक्तगण अत्यंत उत्साह एवं आनंद में झूमते दिखाई दिए। इस अवसर पर मिष्ठान वितरण किया गया तथा विशाल भंडारे का आयोजन हुआ, जिसमें संत-महात्माओं एवं श्रद्धालुओं ने प्रसाद ग्रहण किया।


अपने आशीर्वचन में जगतगुरु जी ने कहा कि वर्तमान समय अत्यंत संवेदनशील है। एक ओर यूजीसी के नाम पर समाज में वैचारिक संघर्ष की स्थिति उत्पन्न की जा रही है, वहीं दूसरी ओर नशा भयावह रूप से फैल रहा है और देश का युवा वर्ग बर्बादी की ओर बढ़ रहा है। पश्चिमी संस्कृति का अंधानुकरण हमारी परंपराओं पर हावी हो रहा है, जो चिंता का विषय है।
उन्होंने कहा कि हिंदू समाज जागृत हो रहा है और उसे सही दिशा देना संत समाज का परम दायित्व है। समाज से भेदभाव समाप्त हो, नशा उन्मूलन का व्यापक अभियान चले, गौ रक्षा हेतु सशक्त केंद्रीय कानून बने तथा भारत पुनः विश्वगुरु के पद पर प्रतिष्ठित हो — यही समय की पुकार है। सनातन धर्म का ध्वज संपूर्ण विश्व में लहराना है, जिसका आधार होगा संस्कार, संयम और राष्ट्र के प्रति समर्पण।
महाराज जी ने पूज्य संतों एवं अखाड़ा के सभी गुरु मूर्तियों को बधाई एवं साधुवाद प्रेषित करते हुए कहा कि समाज को दिशा देने का दायित्व अपने आप में बहुत बड़ी जिम्मेदारी है।
कार्यक्रम का समापन सामूहिक आरती एवं आशीर्वचन के साथ हुआ। उपस्थित संत समाज एवं भक्तगणों ने इसे ऐतिहासिक एवं प्रेरणादायी आयोजन बताया।

Sports : કોલકાતામાં આજે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટક્કર, જાણો કોણ મારશે બાજી

0

T20 વર્લ્ડ કપ 2026ના સુપર 8ની અંતિમ મેચ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજે ટક્કર થશે. કેપ્ટન સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની આ મેચ ટીમ ઈન્ડિયા માટે સેમિફાઇનલમાં સ્થાન મેળવવા માટે યોગ્ય સાબિત થઈ શકે છે.જોકે,ઇતિહાસ પર નજર કરીએ તો,આ ટુર્નામેન્ટમાં વેસ્ટ ઈન્ડિઝનો ભારત સામે રેકોર્ડ વધુ મજબૂત છે.T20 વર્લ્ડ કપમાં બંને ટીમો વચ્ચે અત્યાર સુધી કુલ ચાર મેચ રમાઈ છે. વેસ્ટ ઈન્ડિઝે આમાંથી ત્રણ જીતી છે, જ્યારે ભારત ફક્ત એક જ વાર જીત્યું છે. આનો અર્થ એ થયો કે હેડ-ટુ-હેડ રેકોર્ડ કેરેબિયન ટીમના પક્ષમાં 3-1 છે.

2009 અને 2010 માં વેસ્ટ ઈન્ડિઝનું વર્ચસ્વ

2009 માં ઇંગ્લેન્ડમાં ભારત-વેસ્ટ ઈન્ડિઝનો પ્રથમ મુકાબલો થયો હતો. ભારત તે મેચમાં મોટો સ્કોર કરવામાં નિષ્ફળ ગયું હતું, અને વેસ્ટ ઈન્ડિઝે સરળતાથી લક્ષ્ય હાંસલ કર્યું હતું. ત્યારબાદ 2010 માં કેરેબિયનમાં બંને ટીમો ફરી એકબીજાનો સામનો કરી હતી. તે મેચમાં, વેસ્ટ ઈન્ડિઝે તેમની મજબૂત બેટિંગ અને સુનિયોજિત બોલિંગથી ફરી એકવાર ભારતને હરાવ્યું હતું.

2014માં ભારતે સ્કોર સેટલ કર્યો

આ પછી, ભારતે 2014ના T20 વર્લ્ડ કપમાં પહેલી વાર વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું. ભારતે શાનદાર બોલિંગના કારણે વિરોધી ટીમને ઓછા સ્કોર સુધી મર્યાદિત કરી. ત્યારબાદ ભારતીય બેટ્સમેનોએ સંયમિત બેટિંગથી લક્ષ્ય હાંસલ કર્યું. આ વિજય ભારત માટે મહત્વપૂર્ણ હતો, અને ટીમ ફાઇનલમાં પહોંચી.

2016ની સેમિ-ફાઇનલનો દુખાવો

સૌથી યાદગાર મેચ 2016ની સેમિ-ફાઇનલ હતી. ભારતે ઉચ્ચ સ્કોર બનાવ્યો હતો, પરંતુ વેસ્ટ ઇન્ડિઝે શાનદાર બેટિંગ કરીને સરળતાથી લક્ષ્ય હાંસલ કર્યું. તે હારથી ભારતીય ચાહકોને ભારે ફટકો પડ્યો, અને વેસ્ટ ઇન્ડિઝ પાછળથી ચેમ્પિયન બન્યું.

આ વખતે સ્ટેક પર સેમિ-ફાઇનલ

દક્ષિણ આફ્રિકા વર્તમાન ટુર્નામેન્ટમાં આ ગ્રુપમાંથી સેમિ-ફાઇનલ માટે ક્વોલિફાય થઈ ગયું છે. હવે, બીજા સ્થાન માટેનો જંગ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે છે. સેમિફાઇનલમાં પહોંચવા માટે ભારતે કોઈપણ કિંમતે જીતવું પડશે. ઇતિહાસ વેસ્ટ ઇન્ડિઝના પક્ષમાં હોઈ શકે છે, પરંતુ વર્તમાન ફોર્મ અને સંતુલિત ટીમ સંયોજન સાથે, ભારત પાસે આ વખતે રેકોર્ડની બરાબરી કરવાની સારી તક છે. ક્રિકેટ ચાહકો બીજી એક રોમાંચક મેચની અપેક્ષા રાખી રહ્યા છે, જ્યાં જૂના સ્કોર્સ સેટલ કરવાની તક મળશે અને સેમિફાઇનલનો રસ્તો પણ નક્કી થશે.

Health : પાણી પીધા પછી શરીરને હાઇડ્રેટ થવામાં કેટલો સમય લાગે છે?

0

શરીરને હાઇડ્રેટેડ અને સ્વસ્થ રાખવા માટે દરરોજ યોગ્ય માત્રામાં પાણી પીવું જરૂરી છે. આપણા શરીરમાં લગભગ 60 ટકા પાણી હોય છે. દરેક અંગ, સ્નાયુઓ અને કોષના યોગ્ય કાર્ય માટે પાણી જરૂરી છે. પાણી ન પીવાથી ડિહાઇડ્રેશન થાય છે, જેનાથી અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. તે આપણા શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. પાણી શરીરના તાપમાનને નિયંત્રિત કરવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. શરીર પરસેવા દ્વારા ગરમીને બહાર કાઢે છે. લાંબા સમય સુધી પૂરતું પાણી ન પીવાથી અનેક સ્વાસ્થ્ય અને ત્વચા સમસ્યાઓ થઈ શકે છે.

8 થી 10 ગ્લાસ પાણી પીવાની આદત પાડો

એવું કહેવાય છે કે દરેક વ્યક્તિએ દિવસમાં ઓછામાં ઓછા 8 થી 10 ગ્લાસ પાણી પીવાની આદત પાડવી જોઈએ. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે પાણી પીધા પછી શરીરને હાઇડ્રેટ થવામાં કેટલો સમય લાગે છે? અને તમે કેવી રીતે કહી શકો કે તમારું શરીર હાઇડ્રેટેડ છે કે નહીં?

હેલ્થ એક્સપર્ટ શું કહે છે?

હેલ્થ એક્સપર્ટ કહે છે કે, પાણી પીધા પછી 5 થી 10 મિનિટમાં શોષણ પ્રક્રિયા શરૂ થાય છે અને એક થી બે કલાકમાં પૂર્ણ થાય છે. આ પ્રક્રિયા પાણીના પ્રકાર અને વપરાશ પર પણ આધાર રાખે છે, જેમ કે ખાલી પેટે, ખાધા પછી, અથવા તમે હૂંફાળું કે ઠંડુ પાણી પીધું. વધુમાં, આ પ્રક્રિયા વ્યક્તિની સ્થિતિ અનુસાર બદલાય છે. પેશાબનું ઉત્પાદન એ સંકેત છે કે તમારું શરીર પૂરતા પ્રમાણમાં હાઇડ્રેટેડ છે. હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે પેશાબનો રંગ જેટલો હળવો હશે તેટલું સારું. ઘેરો પીળો રંગ શરીરમાં પાણીનું સ્તર ઓછું દર્શાવે છે.

તમારા શરીરને હાઇડ્રેટેડ રાખો

જો કોઈ વ્યક્તિ ડિહાઇડ્રેટેડ હોય, તો કિડનીને પેશાબ ઉત્પન્ન કરવામાં થોડો સમય લાગે છે. આ હવામાન પર પણ આધાર રાખે છે. ઉનાળામાં, આપણે વધુ પરસેવો પાડીએ છીએ અને ઓછો પેશાબ ઉત્પન્ન કરીએ છીએ. શિયાળામાં, આપણે ઓછો પરસેવો પાડીએ છીએ અને વધુ પેશાબ ઉત્પન્ન કરીએ છીએ. પાણી પીધા પછી તમારા શરીરને હાઇડ્રેટ થવામાં કેટલો સમય લાગે છે તે હવામાન, તમારી તબીબી સ્થિતિ અને ઉલ્લેખિત અન્ય તમામ પરિબળો પર આધાર રાખે છે. હાઇડ્રેશનની સાથે, ઇલેક્ટ્રોલાઇટ સંતુલન જાળવવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. નહિંતર, શરીરમાં સોડિયમ અથવા પોટેશિયમની ઉણપ થઈ શકે છે.

જરૂર મુજબ પાણી પીવો

તમારા શરીરની જરૂરિયાતો અનુસાર બધું જ લેવું મહત્વપૂર્ણ છે, જેમાં પાણીનો પણ સમાવેશ થાય છે. તેનું વધુ પડતું સેવન કરવાથી તમારા સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર પડી શકે છે. ઉનાળામાં, આપણે શિયાળા કરતાં વધુ પાણી પીવાનું વલણ રાખીએ છીએ. વધુમાં, તમે તમારા આહારમાં કાકડી, મૂળા અને પાણીથી ભરપૂર અન્ય ખોરાકનો સમાવેશ કરી શકો છો. આ તમારા શરીરને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે.

Gandhinagar : દહેગામમાં ચંદન ચોર ટોળકી ત્રાટકી ૧૦ ઝાડ કાપીને લઇ ગયાંની ફરિયાદ

ધામક અનો ઔષધિય ઉપયોગમાં લેવામાં આવતાં ચંદનના વૃક્ષોની ખેતી ખુબ કપરી માનવામાં આવે છે. ત્યારે દહેગામમાં દોઢ દાયકાની જહેમત બાદ ઉછેરવામાં આવેલા ચંદનના ૧૦ ઝાડની ચોરી થયાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાવવામાં આવી છે. અંદાજે ૩૦૦ કિલોથી વધુ વજન ધરાવતા અને રૃપિયા ૫ લાખ ઉપરાંતની બજાર કિંમત ધરાવતા ચંદનના વૃક્ષોની વિરપ્પન સ્ટાઇલમાં ચોરી ચર્ચાનો વિષય બની છે.

દહેગામના કંથરાઈ તળાવ પાસે આવેલા નરેશભાઈ અમીનના ખેતરમાં ચંદન ચોર ટોળકીએ મોડી રાત્રે ચોરીનો કરતબ અજમાવ્યો હતો. અંધારાનો લાભ લઈ તસ્કરોએ એક-બે નહીં પણ પૂરા ૧૦ ચંદનના ઝાડ પર કુહાડો ચલાવી દીધો હતો. જેના પગલે ૧૫ વર્ષથી માવજત કરીને ઉછેરેલા અસામાન્ય અને કિંમતી ચંદનના વૃક્ષો હતાં ન હતાં થઇ ગયા હતાં. ખેતરમાં પ્રવેશેલી ચોર ટોળકીએ એટલી સીફતપૂર્વક ૩૦૦ કિલોથી વધુ વજન ધરાવતા ચંદનના થડ કાપીને ચોરી કરી હતી. બજારમાં ચંદનના આ લાકડાની કિંમત આશરે ૫ લાખ રૃપિયા જેટલી થવા જાય છે. નિત્યક્રમ પ્રમાણે ખેતર માલિક સવારે આવ્યા ત્યારે થડના લાકડાના અવશેષો જોઇને અચંબામાં પડી ગયા હતાં. અને પોલીસને જાણ કરી હતી. સ્થળ પર દોડી આવેલી દહેગામ પોલીસ દ્વારા આ બનાવ સંબંધે તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે આ કામ કોઇ ટોળકી દ્વારા સુઆયોજીત રેકી કરીને પાર પાડવામાં આવ્યું છે, કો કોઇ હિતશત્નું કામ છે, તે મુદ્દો ચર્ચાનો વિષય બની ગયો છે.