Home Blog Page 378

Delhi : ચાંદની ચોકમાં ધોળા દિવસે જવેલર્સની દુકાનમાં 50 લાખ રૂપિયાની લુંટ

0

અહેવાલો મુજબ ચાંદની ચોકના અનાર વાલી ગલીમાં રિયા ગોલ્ડ નામની એક જ્વેલરી દુકાન છે. બુધવારે બપોરે કેટલાક સશસ્ત્ર માણસોએ અચાનક જ્વેલરી દુકાનમાં ઘૂસીને કર્મચારીઓને બંદૂકની અણીએ લૂંટ ચલાવી હતી.

દિલ્હીના ચાંદની ચોકમાં ધોળા દિવસે એક મોટી લૂંટની ઘટના બની છે. કિનારી બજારની ગલી અનાર વાલીમાં એક જવેલર્સને ત્યાં કેટલાક શખ્સોએ ધોળા દિવસે બંદરની અણીએ લૂંટ ચલાવી છે. આ ઘટનાથી ચાંદની ચોકમાં ચકચાર મચી ગઈ છે. માહિતી મળતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી. લૂંટનો આ આંકડો અંદાજે 50 લાખ રૂપિયાનો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

અહેવાલો મુજબ ચાંદની ચોકના અનાર વાલી ગલીમાં રિયા ગોલ્ડ નામની એક જ્વેલરી દુકાન છે. બુધવારે બપોરે કેટલાક સશસ્ત્ર માણસોએ અચાનક જ્વેલરી દુકાનમાં ઘૂસીને કર્મચારીઓને બંદૂકની અણીએ લૂંટ ચલાવી હતી. ગુનેગારો આશરે 50 લાખ રૂપિયાના દાગીના લૂંટી ફરાર થઈ ગયા હતા. લુંટારાઓ ભાગી ગયા બાદ ગભરાયેલા કર્મચારીઓ ઘરેણાંની દુકાનમાંથી બહાર આવ્યા અને પોલીસને ઘટનાની જાણ કરી. માહિતી મળતાં ચાંદની ચોક પોલીસ સ્ટેશનની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી. ઘરેણાંની દુકાનના કર્મચારીઓએ સમજાવ્યું કે તેઓ અંદર કેટલાક ગ્રાહકોને ઘરેણાં બતાવી રહ્યા હતા, ત્યારે કેટલાક શખ્સો ગ્રાહકો તરીકે દુકાનમાં ઘૂસ્યા હતા.

થોડી વાર વાતચીત કર્યા પછી ગુનેગારોએ તેમની બંદૂકો કાઢી. તેઓ કંઈ સમજે તે પહેલાં તેમણે તેમને બંદૂક બતાવી અને તેમની પાસે જે દાગીના છે તે સોંપવાની માગ કરી. પોતાનો જીવ બચાવવા માટે તેમણે દાગીના કાઢીને ગુનેગારોને આપી દીધા. ત્યારબાદ ગુનેગારો ભાગી ગયા. કર્મચારીઓએ જાણ કરી કે ગુનેગારોએ દુકાનમાંથી આશરે 50 લાખ રૂપિયાના દાગીના ચોરી લીધા છે.

ચાંદની ચોક જેવા ભીડભાડવાળા વિસ્તારમાં થયેલી આ લૂંટે બધાને ચોંકાવી દીધા છે. દિવસ દરમિયાન આ બજારમાં ભારે ભીડ હોય છે, ત્યારે ગુનેગારોએ એક જ્વેલરીની દુકાનને નિશાન બનાવી હતી. પોલીસની ટીમો આરોપીઓને શોધી રહી છે.

World : લંડનમાં 16 વર્ષ જૂની ભારતીય રેસ્ટોરન્ટ બંધ, માલિકનો પાકિસ્તાની નાગરિકો પર ઓનલાઈન હેરેસમેન્ટનો આક્ષેપ

0

લંડનના હેમરસ્મિથમાં આવેલી પ્રખ્યાત ભારતીય રેસ્ટોરન્ટ ‘રંગરેઝ’ (Rangrez) ના માલિક હરમન સિંહ કપૂરે આગામી મહિનાથી રેસ્ટોરન્ટ કાયમી ધોરણે બંધ કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણય અંગે તેમણે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકીને દાવો કર્યો છે કે, 16 વર્ષના યાદગાર પ્રવાસ બાદ હું ભારે હૈયે આ નિર્ણય લઈ રહ્યો છું. બિઝનેસ ચલાવવા માટેનો આર્થિક બોજ સતત વધી રહ્યો હતો. બીજી તરફ, પાકિસ્તાની જૂથો દ્વારા સોશિયલ મીડિયા પર અમને સતત નિશાન બનાવાઈ રહ્યા છે, ખોટા રિવ્યુ આપવામાં આવ્યા. આ દરમિયાન રેસ્ટોરન્ટ પર પણ વારંવાર હુમલા થયા છે, જેમાં શારીરિક હુમલા પણ સામેલ છે. આ સમગ્ર ઘટનામાં પોલીસ તરફથી પૂરતું રક્ષણ કે ટેકો પણ નથી મળ્યો.

આ પોસ્ટમાં હરમન સિંહે એ તમામ ગ્રાહકોનો આભાર માન્યો જેમણે વર્ષો સુધી તેમને સાથ આપ્યો. તેમણે લખ્યું છે કે, ‘ભલે મારો બિઝનેસ બંધ થઈ રહ્યો હોય, પરંતુ મારી હિંમત તૂટી નથી. હવે કોઈપણ બંધન વિના પૂર્ણ સમય સામાજિક સક્રિયતા પર ધ્યાન આપીશ અને આવા તત્ત્વો સામે લડતો રહીશ. દરેક અસલી ગ્રાહકનો આભાર જેમણે વર્ષોથી અમને સપોર્ટ કર્યો. હું હંમેશા તમારો આભારી રહીશ.’ આ દરમિયાન તેમણે રેસ્ટોરન્ટના ફોટોગ્રાફ પણ મૂક્યા છે.

હરમન સિંહે પોતાની પોસ્ટમાં લંડનની ‘મેટ્રોપોલિટન પોલીસ’ પ્રત્યે પણ નારાજગી વ્યક્ત કરી છે. તેમણે આરોપ લગાવ્યો કે વારંવારની ફરિયાદો અને જીવનું જોખમ હોવા છતાં સ્થાનિક પોલીસ તરફથી તેમને પૂરતું રક્ષણ કે સહાય મળી નથી. વધતા જતા ખર્ચ અને સતત સુરક્ષાના ભયને કારણે હવે આ વ્યવસાય ચાલુ રાખવો અશક્ય બની ગયો છે.

આ જાહેરાત બાદ સોશિયલ મીડિયા બે ભાગમાં વહેંચાઈ ગયું છે. અનેક લોકોએ હરમન સિંહ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી હતી. એક યુઝરે લખ્યું કે તેમને પણ આવી જ રીતે ઓનલાઈન પરેશાન કરાય છે. તો અન્ય એક વ્યક્તિએ જણાવ્યું કે અમે રંગરેઝની મુલાકાત લીધી હતી અને ત્યાંનું ફૂડ ખૂબ સારું હતું. તો કેટલાક લોકોએ માલિક પર જ ‘વંશીય ટિપ્પણી’ (Racist) કરવાનો આરોપ લગાવ્યો હતો. એક યુઝરે નકારાત્મક રિવ્યૂ ટાંકીને કહ્યું કે, ખરાબ ક્વોલિટી અને ઊંચા ભાવને કારણે રેસ્ટોરન્ટ બંધ થઈ રહી છે, બીજા પર દોષારોપણ કરવું તે ઠીક નથી.

ગૂગલ રિવ્યુઝ પર નજર કરીએ તો ‘રંગરેઝ’ને 3.9 સ્ટાર રેટિંગ મળેલું છે અને 859 રિવ્યુઝ છે. ઘણાં ગ્રાહકોએ ભોજનના વખાણ કર્યા છે, તો કેટલાકે સર્વિસ અને ક્વોલિટી સામે પ્રશ્નો પણ ઉઠાવ્યા છે. આ રેસ્ટોરન્ટ તેની સ્પેશિયલ કરી, તંદૂરી અને વાઈબ્રન્ટ સ્ટ્રીટ ફૂડ માટે જાણીતી હતી.

Sarangpur : વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે પ્રખ્યાત ગાયક કલાકાર હિમેશ રેશમિયાએ કર્યા શ્રીકષ્ટભંજન દેવના દર્શન

0

સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે આજે તારીખ: ૨૫-૦૨-૨૦૨૬ને બુધવારના રોજ પ્રખ્યાત બોલિવૂડ ગાયક અને સંગીતકાર હિમેશ રેશમિયાએ તેમના પરિવાર સાથે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

ગાયક કલાકાર હિમેશ રેશમિયાએ પરિવાર સહિત સાળંગપુર સ્થિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે માથું ટેકવીને દાદાના ચરણોમાં પોતાની અતુટ શ્રદ્ધા પ્રગટ કરી હતી. તેઓએ ભક્તિભાવપૂર્વક શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના અલૌકિક દર્શનનો લ્હાવો લીધો હતો અને પરિવારની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.આ વિશેષ મુલાકાત દરમિયાન સાળંગપુર મંદિર પ્રશાસન દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. દર્શન પશ્ચાત મંદિરના પૂજારી દ્વારા હિમેશ રેશમિયાને ફૂલહાર પહેરાવીને રૂડા આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા.

Life Style : ભારતીય સંસ્કૃતિ બની પ્રેરણા, વારાણસીના અસ્સી ઘાટ, ગંગા નદી પર તરતી હોડીમાં મેક્સીકન દંપતીએ કર્યા લગ્ન

0

ભારતીય સંસ્કૃતિથી પ્રેરિત થઈ મેક્સિકન દંપતીએ વારાણસીમાં ગંગા નદી પર અસ્સી ઘાટ પર પારંપરિક રીતે લગ્ન કર્યા. દરમિયાન ત્યાં હાજર લોકો આ દ્રશ્ય જોઈ ખુબ ખુશ થયા.ભારતીય સંસ્કૃતિની આજે જયાં દેશમાં જ કેટલાક લોકો અવગણી રહ્યા છે. ત્યારે વિદેશીઓમાં ભારતીય સ્થળો અને સંસ્કૃતિ જબરજસ્ત આકર્ષી રહી છે. વિદેશઓમાં ભારતીય સંસ્કૃતિ પ્રત્યે અનેરું આકર્ષણ જોવા મળ્યું. તાજેતરમાં જ આ બાબતને સાચા પડતા એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. વારાણસીમાં એક મેક્સિકન દંપતીએ વારાણસીના અસ્સી ઘાટ પર ગંગા નદી પર તરતી હોડીમાં વૈદિક વિધિ અનુસાર લગ્ન કર્યા. દરમિયાન ત્યાં હાજર લોકો આ દ્રશ્ય જોઈ ખુબ ખુશ થયા.

મેક્સીકન દંપતી રુઇઝ અને ગોન્ઝાલોએ ભારતીય સંસ્કૃતિથી પ્રેરિત થઈને પારંપરિક રીતે લગ્ન કરવા બનારસી સાડી અને ધોતી-કુર્તા પહેરીને સાત પ્રતિજ્ઞાઓ લીધી. રુઇઝ કેબ્રોલ અને ગોન્ઝાલો મિગુએલ મૂળ મેક્સિકોના ચિલ શહેરમાં વસવાટ કરે છે.બંને ભારતીય સંસ્કૃતિ અને સનાતન પરંપરાઓથી આકર્ષાયા હતા. તેમણે ભારતની આધ્યાત્મિક રાજધાની વારાણસીમાં તેમના લગ્ન જીવનની શરૂઆત કરવાનું નક્કી કર્યું. નિયત શુભ સમયે, ગંગાની મધ્યમાં એક શણગારેલી હોડી પર એક મંડપ બનાવવામાં આવ્યો, જ્યાં લગ્ન વૈદિક મંત્રોચ્ચાર અને પરંપરાગત વિધિઓ સાથે થયા.

અસ્સી ઘાટ પર હાજર પંડિત દ્વારા સમગ્ર વૈદિક વિધિ કરવામાં આવી. હવન, સપ્તપદી અને કન્યા અને વરરાજાના વ્રતનો સમાવેશ થતો હતો. મંત્રોના જાપ, ધૂપદાની સુગંધ અને ગંગા નદીના શાંત પ્રવાહે વાતાવરણને આધ્યાત્મિક વાતાવરણથી ભરી દીધું. કન્યા અને વરરાજાએ પરંપરાગત ભારતીય પોશાક પહેર્યો હતો. વરરાજાએ ધોતી-કુર્તો અને કન્યાએ લાલ બનારસી સાડી પહેરી હતી, જે સમારોહની સાંસ્કૃતિક ભવ્યતામાં વધારો કરે છે. આજે જયાં ભારતના લોકો પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરી રહ્યા છે ત્યાં આ મેકસિકન કપલ યુવાનો માટે પ્રેરણારૂપ બન્યું.

ભારતીય સંસ્કૃતિથી પ્રેરિત થઈ મેક્સિકન દંપતીએ વારાણસીમાં ગંગા નદી પર અસ્સી ઘાટ પર પારંપરિક રીતે લગ્ન કર્યા. દરમિયાન ત્યાં હાજર લોકો આ દ્રશ્ય જોઈ ખુબ ખુશ થયા.ભારતીય સંસ્કૃતિની આજે જયાં દેશમાં જ કેટલાક લોકો અવગણી રહ્યા છે. ત્યારે વિદેશીઓમાં ભારતીય સ્થળો અને સંસ્કૃતિ જબરજસ્ત આકર્ષી રહી છે. વિદેશઓમાં ભારતીય સંસ્કૃતિ પ્રત્યે અનેરું આકર્ષણ જોવા મળ્યું. તાજેતરમાં જ આ બાબતને સાચા પડતા એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. વારાણસીમાં એક મેક્સિકન દંપતીએ વારાણસીના અસ્સી ઘાટ પર ગંગા નદી પર તરતી હોડીમાં વૈદિક વિધિ અનુસાર લગ્ન કર્યા. દરમિયાન ત્યાં હાજર લોકો આ દ્રશ્ય જોઈ ખુબ ખુશ થયા.

મેક્સીકન દંપતી રુઇઝ અને ગોન્ઝાલોએ ભારતીય સંસ્કૃતિથી પ્રેરિત થઈને પારંપરિક રીતે લગ્ન કરવા બનારસી સાડી અને ધોતી-કુર્તા પહેરીને સાત પ્રતિજ્ઞાઓ લીધી. રુઇઝ કેબ્રોલ અને ગોન્ઝાલો મિગુએલ મૂળ મેક્સિકોના ચિલ શહેરમાં વસવાટ કરે છે. બંને ભારતીય સંસ્કૃતિ અને સનાતન પરંપરાઓથી આકર્ષાયા હતા. તેમણે ભારતની આધ્યાત્મિક રાજધાની વારાણસીમાં તેમના લગ્ન જીવનની શરૂઆત કરવાનું નક્કી કર્યું. નિયત શુભ સમયે, ગંગાની મધ્યમાં એક શણગારેલી હોડી પર એક મંડપ બનાવવામાં આવ્યો, જ્યાં લગ્ન વૈદિક મંત્રોચ્ચાર અને પરંપરાગત વિધિઓ સાથે થયા.

અસ્સી ઘાટ પર હાજર પંડિત દ્વારા સમગ્ર વૈદિક વિધિ કરવામાં આવી. હવન, સપ્તપદી અને કન્યા અને વરરાજાના વ્રતનો સમાવેશ થતો હતો. મંત્રોના જાપ, ધૂપદાની સુગંધ અને ગંગા નદીના શાંત પ્રવાહે વાતાવરણને આધ્યાત્મિક વાતાવરણથી ભરી દીધું. કન્યા અને વરરાજાએ પરંપરાગત ભારતીય પોશાક પહેર્યો હતો. વરરાજાએ ધોતી-કુર્તો અને કન્યાએ લાલ બનારસી સાડી પહેરી હતી, જે સમારોહની સાંસ્કૃતિક ભવ્યતામાં વધારો કરે છે. આજે જયાં ભારતના લોકો પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરી રહ્યા છે ત્યાં આ મેકસિકન કપલ યુવાનો માટે પ્રેરણારૂપ બન્યું.

Surat : શ્રીરામ માર્કેટને સીલ કરવામાં આવ્યું, કારણદર્શક નોટિસ પણ અપાઇ

0

સુરતની શ્રીરામ માર્કેટમાં લાગેલી બાદ હવે તંત્ર દ્વારા શ્રી રામ માર્કેટ સામે કડક કાર્યવાહી કરીને શ્રી રામ માર્કેટને સીલ કરી દેવાયું છે.સુરતની શ્રીરામ માર્કેટમાં લાગેલી બાદ હવે તંત્ર દ્વારા શ્રી રામ માર્કેટ સામે કડક કાર્યવાહી કરીને શ્રી રામ માર્કેટને સીલ કરી દેવાયું છે.આજે શ્રીરામ માર્કેટને સીલ કરવામાં આવ્યું છે અને માર્કેટને કારણ દર્શક નોટિસ પણ આપવામાં આવી છે.

ફાયરની સિસ્ટમ ઓટોમેટીક ન રહેતા માર્કેટને સીલ કરવામાં આવ્યું છે. અગાઉ પણ માર્કેટને બે વખત નોટિસ આપવામાં આવી હતી.શ્રીરામ માર્કેટમાં કુલ 800થી વધુ દુકાનો આવી છે અને જ્યાં સુધી માર્કેટ દ્વારા ફાયરના નિયમોનું પાલન કરી ફાયર સિસ્ટમ અપડેટ નહી કરશે ત્યાં સુધી માર્કેટ ખુલશે નહીં.

World : ઇઝરાયલમાં PM મોદી, જાપાનમાં યોગી, બંને દેશોના એજન્ડામાં શું છે, રાજદ્વારીથી લઈને રોકાણ સુધી?

0

ભારતની વિદેશ નીતિ આજે માત્ર કૂટનીતિ પૂરતી નથી રહી, પરંતુ સુરક્ષા, ટેકનોલોજી અને વૈશ્વિક રોકાણ સુધી વિસ્તરી છે. પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી—બંને સ્તરે ભારતનું નેતૃત્વ દુનિયા સાથે મજબૂત સંબંધો બાંધતું દેખાઈ રહ્યું છે.PM નરેન્દ્ર મોદી 25 અને 26 ફેબ્રુઆરી દરમિયાન ઇઝરાયલની બે દિવસની મુલાકાતે છે. આ તેમની બીજી ઇઝરાયલ મુલાકાત છે, અગાઉ તેઓ 2017માં અહીં આવ્યા હતા. નવ વર્ષ બાદ થતી આ મુલાકાત એવા સમયમાં થઈ રહી છે, જ્યારે પશ્ચિમ એશિયામાં ભૂ-રાજકીય પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે.

PM મોદીનું સ્વાગત તેલ અવીવના બેન ગુરિયન એરપોર્ટ પર ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને તેમની પત્ની સારા નેતન્યાહૂ દ્વારા વ્યક્તિગત રીતે કરવામાં આવશે. આ સ્વાગત બંને નેતાઓ વચ્ચેના મજબૂત રાજકીય અને વ્યક્તિગત વિશ્વાસને દર્શાવે છે. PM મોદી ઇઝરાયલી સંસદ નેસેટને સંબોધિત કરશે. જો કે કેટલાક વિપક્ષી પક્ષો બહિષ્કારની જાહેરાત કરી રહ્યા છે, છતાં ઇઝરાયલ સરકાર દ્વારા આપવામાં આવતું મહત્વ ભારત-ઇઝરાયલ સંબંધોની ઊંડાણ બતાવે છે.

દ્વિપક્ષીય વાતચીતમાં સંરક્ષણ સહયોગ, આતંકવાદ વિરોધી વ્યૂહરચના, ડ્રોન અને મિસાઇલ ટેકનોલોજી, સાયબર સુરક્ષા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ક્વોન્ટમ ટેકનોલોજી પર ખાસ ભાર રહેશે. ઇઝરાયલ ભારતના મોટા સંરક્ષણ સપ્લાયર્સમાંનું એક છે અને આ મુલાકાત દરમિયાન નવા MoU થવાની પણ શક્યતા છે.

26 ફેબ્રુઆરીએ PM મોદી હોલોકોસ્ટ મેમોરિયલની મુલાકાત લઈ શ્રદ્ધાંજલિ આપશે તથા ઇઝરાયલના રાષ્ટ્રપતિ આઇઝેક હર્ઝોગ સાથે મુલાકાત કરશે. આ મુલાકાત ઐતિહાસિક સંવેદનશીલતા અને માનવીય મૂલ્યો પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા દર્શાવે છે.તરફ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સિંગાપોર બાદ જાપાનની રાજધાની ટોક્યો પહોંચ્યા છે. અહીં તેમણે ઉત્તર પ્રદેશ માટે વિશાળ રોકાણ રોડ શો યોજ્યો. યોગીએ ઉત્તર પ્રદેશને ભગવાન રામની જન્મભૂમિ અને ભગવાન બુદ્ધની પવિત્ર ધરતી તરીકે ઓળખાવી, સાથે આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઝડપી વિકાસ પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે રાજ્યમાં એક્સપ્રેસવે નેટવર્ક, રેલ અને એર કનેક્ટિવિટી ઝડપથી વિસ્તરી રહી છે.

તેમણે જણાવ્યું કે રાજ્યની 56% વસ્તી યુવાન છે, જે મજબૂત અને કુશળ કાર્યબળ પૂરું પાડે છે. ફાસ્ટ-ટ્રેક ક્લિયરન્સ, નીતિ સ્થિરતા અને ઓછી ઉત્પાદન કિંમત ઉત્તર પ્રદેશને રોકાણકારો માટે આકર્ષક બનાવે છે. સિંગાપોરમાં યોગીએ Temasekના ચેરમેન ટીઓ ચી હીન અને GICના CEO લિમ ચાઓ કિઆટ સાથે મુલાકાત કરી. ચર્ચામાં ડેટા સેન્ટર, લોજિસ્ટિક્સ, નવીનીકરણીય ઉર્જા, ઔદ્યોગિક પાર્ક અને ગંગા એક્સપ્રેસવે જેવા પ્રોજેક્ટ્સ સામેલ રહ્યા. યોગી આદિત્યનાથ જાપાનમાં ભારતીય સમુદાય અને વિદ્યાર્થીઓ સાથે પણ સંવાદ કરશે અને “મેક ઇન UP” તથા ટ્રિલિયન ડોલર અર્થવ્યવસ્થાના વિઝનને રજૂ કરશે.

એક તરફ PM મોદીની ઇઝરાયલ મુલાકાત વૈશ્વિક સુરક્ષા, ટેકનોલોજી અને વ્યૂહાત્મક સંતુલન પર કેન્દ્રિત છે, તો બીજી તરફ યોગી આદિત્યનાથની જાપાન–સિંગાપોર મુલાકાત આર્થિક રાજદ્વારી અને વૈશ્વિક મૂડી આકર્ષવા માટે મહત્વપૂર્ણ છે. આ બંને પ્રવાસ દર્શાવે છે કે આજનું નેતૃત્વ રાજદ્વારીને વિકાસ અને રોકાણ સાથે સીધું જોડે છે.

Surendranagar : ARTO સુરેન્દ્રનગર દ્વારા ટુ વ્હીલર પ્રકારનાં વાહનો માટે GJ13BN સીરીઝના ગોલ્ડન/સિલ્વર, અન્ય નંબરો માટે ઈ-ઓકશન યોજાશે

0

સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, સુરેન્દ્રનગર દ્વારા મોટરિંગ પબ્લિકની સગવડતા માટે પસંદગીના નંબરોની ફાળવણી કરવા માટે ઓનલાઈન ઈ-ઓક્શન પ્રક્રિયા શરૂ કરવામાં આવનાર છે.

આ પ્રક્રિયા હેઠળ ટુ-વ્હિલર વાહનોની નવી સીરીઝ GJ13BN ના તમામ નંબરો માટે ઈ-ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જે વાહન માલિકો પોતાના વાહન માટે પસંદગીનો નંબર મેળવવા ઈચ્છતા હોય, તેઓએ સત્તાવાર વેબસાઈટ http://parivahan.gov.in/fancynumber પર ઓનલાઈન સી.એન.એ. ફોર્મ ભરીને આ પ્રક્રિયામાં ભાગ લેવાનો રહેશે.

ઈ-ઓક્શનમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા તા.૦૫/૦૩/૨૦૨૬ના રોજ સાંજે ૦૪:૦૦ કલાકથી શરૂ થશે અને તા.૧૧/૦૩/૨૦૨૬ના રોજ બપોરે ૦૩:૫૯ કલાક સુધી ચાલશે. ત્યારબાદ, પસંદગીના નંબર માટે હરાજીની પ્રક્રિયા તા.૧૧/૦૩/૨૦૨૬ના રોજ સાંજે ૦૪:૦૦ કલાકથી શરૂ થઈને તા.૧૩/૦૩/૨૦૨૬ના રોજ સાંજે ૦૪:૦૦ કલાકે પૂર્ણ થશે. વાહન માલિકોએ ખાસ નોંધ લેવી કે, તેઓએ વાહનની વેચાણ તારીખ અથવા વીમા તારીખ, આ બેમાંથી જે વહેલું હોય તે મુજબ દિન-૭ માં રજીસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે. જે અરજદારોએ સી.એન.એ. ફોર્મ ભરેલ હોય, તેઓ વાહનની વેચાણ અથવા વીમા તારીખથી ૬૦ દિવસ સુધી ઈ-ઓક્શનમાં ભાગ લેવા માટે અરજી કરી શકશે. નિર્ધારિત સમય મર્યાદા બહારની અરજીઓ આપોઆપ રદ કરવામાં આવશે.

Entertainment : દીપિકા કક્કરની ફરી થઈ સર્જરી, પતિ શોએબ ઈબ્રાહિમે જણાવી એક્ટ્રેસની હાલત!

0

ટીવી અભિનેત્રી દીપિકા કક્કરની સિસ્ટ સર્જરી થયી હતી. તેના પતિ અને ટીવી અભિનેતા શોએબ ઇબ્રાહિમે અભિનેત્રીના હેલ્થ વિશે અપડેટ આપ્યું હતું. અભિનેતાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી હતી અને ફેન્સ સાથે સ્વાસ્થ્ય વિશે અપડેટ શેર કર્યું હતું. દીપિકા અને શોએબે ફેન્સને જાણ કરી હતી કે તેના પેટમાં સિસ્ટ મળી આવ્યું છે. આનાથી દીપિકાના ફેન્સ ચિંતામાં મુકાયા હતા. હવે, અભિનેત્રીની સર્જરી થઈ છે, અને તેના પતિ શોએબે અપડેટ આપ્યું છે.

શોએબે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ શેર કરી. અભિનેતાએ લખ્યું, અલ્લાહની કૃપા અને તમારી પ્રાર્થનાઓથી, દીપીનું ઓપરેશન પૂર્ણ થયું છે. બધું બરાબર થયું. તે પણ સારી છે. બસ થોડો દુખાવો છે, પણ ચિંતા કરવાની કોઈ વાત નથી. તમારી બધી પ્રાર્થનાઓ માટે ફરીથી આભાર. અભિનેતાની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

અભિનેતાના સ્વાસ્થ્ય અપડેટ પછી ફેન્સની ચિંતાઓ દૂર થઈ ગઈ છે. આ પોસ્ટ શેર કરવાની સાથે, શોએબે એક નવો યુટ્યુબ વ્લોગ પણ શેર કર્યો, જેમાં તેણે દીપિકા કક્કરના સંપૂર્ણ સ્વાસ્થ્ય અપડેટ શેર કર્યા. વીડિયોમાં શોએબ શરૂઆતમાં તણાવમાં દેખાતો હતો, પરંતુ પછીથી, જ્યારે દીપિકાનું ઓપરેશન સફળ થયું, ત્યારે તેના ચહેરા પર સ્મિત દેખાયું.

શોએબ અને દીપિકાએ અગાઉ તેમના લગ્નની વર્ષગાંઠ ઉજવી હતી. અભિનેતાએ પોતાના વ્લોગમાં કહ્યું કે દીપિકા અને તેણે સાથે ઉપવાસ રાખ્યો હતો અને સાથે જ તેને તોડ્યો હતો. વ્લોગમાં, તેઓ બંને રસોડામાં ગયા, સાથે રસોઈ બનાવી અને એકબીજાને લગ્નની વર્ષગાંઠની શુભેચ્છા પાઠવી. બીજા દિવસે, તેઓ હોસ્પિટલ ગયા જ્યાં દીપિકાની સર્જરી થવાની હતી. હવે, આખરે બધું બરાબર છે, અને દીપિકાની હેલ્થ હવે સારી છે.

National : કેરળને મળ્યું નવું નામ: કેવી હતી ‘કેરળમ’ની ઐતિહાસિક યાત્રા? ક્યાં ખોવાઈ ગયું ત્રાવણકોર?

0

કેન્દ્રીય મંત્રીમંડળે 24 ફેબ્રુઆરી, 2026ના રોજ કેરળ રાજ્યનું નામ સત્તાવાર રીતે બદલીને ‘કેરળમ'(Keralam) રાખવાના લાંબા સમયથી પડતર પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયથી સમગ્ર દેશમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે, ત્યારે ચાલો જાણીએ કે આખરે કેરળ ભારતીય સંઘનો ભાગ કેવી રીતે બન્યું અને એક સમયના શક્તિશાળી ત્રાવણકોર રજવાડાનું શું થયું.

આ નિર્ણય કેરળની લાંબા સમયથી ચાલી આવતી માંગણીને માન્ય રાખીને લેવામાં આવ્યો છે. મલયાલમ ભાષામાં રાજ્યને હંમેશાં ‘કેરળમ’ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ બંધારણની પ્રથમ અનુસૂચિમાં તેનું નામ ‘કેરળ’ દર્શાવવામાં આવ્યું હતું. કેરળ વિધાનસભાએ 2023 અને 2024માં સર્વસંમતિથી ઠરાવ પસાર કરીને કેન્દ્ર સરકારને નામ બદલવા વિનંતી કરી હતી. મુખ્યમંત્રી પિનરાઈ વિજયને આ ઠરાવ રજૂ કર્યો હતો.

‘Kerala’ અંગ્રેજીકૃત સ્વરૂપ છે; મલયાલમ ભાષામાં રાજ્યનું મૂળ નામ ‘Keralam’ છે. ‘અંગ્રેજી પ્રભાવથી દૂર થવા માટે’ અને ‘સ્થાનિક ઉચ્ચાર અને ભાષાકીય પ્રામાણિકતા જાળવવા માટે’ કેરળનું નામ બદલવાની માંગ ઊઠી હતી. કેરળવાસીઓની દલીલ છે કે, રાજ્યના નામમાં સ્થાનિક ભાષા પ્રતિબિંબિત થવી જોઈએ.

1947માં જ્યારે ભારત આઝાદ થયું, ત્યારે આજના કેરળનો વિસ્તાર ત્રણ અલગ-અલગ ભાગોમાં વહેંચાયેલો હતો: ઉત્તરમાં મદ્રાસ પ્રેસિડેન્સી(બ્રિટિશ શાસન) હેઠળનો ‘મલબાર’ જિલ્લો, અને બે મોટાં રજવાડાં- ‘કોચીન'(કોચી) અને ‘ત્રાવણકોર’. આઝાદી બાદ સૌથી મોટો પડકાર હતો દેશભરમાં પથરાયેલા 565 જેટલાં રજવાડાંઓને ભારતીય સંઘમાં ભેળવવાનો. તત્કાલીન ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે આ કાર્યને અત્યંત કુશળતાપૂર્વક પાર પાડ્યું હતું.

કોચીન રજવાડું ભારતમાં ભળવા માટે સહમત થઈ ગયું હતું, પરંતુ ત્રાવણકોરને સમજાવવામાં થોડો સમય લાગ્યો. ત્રાવણકોરના છેલ્લા શાસક મહારાજા ચિથિરા થિરુનલ બલરામ વર્મા હતા. કહેવાય છે કે તત્કાલીન દીવાન સી.પી. રામાસ્વામી અય્યરના પ્રભાવને કારણે ત્રાવણકોરે શરૂઆતમાં સ્વતંત્ર રહેવાનો પ્રયાસ કર્યો હતો. છેવટે સરદાર પટેલની મક્કમતા અને વાટાઘાટોને કારણે ત્રાવણકોર પણ ભારતમાં ભળવા તૈયાર થયું.

1 જુલાઈ, 1949ના રોજ ત્રાવણકોર અને કોચીન રજવાડાંઓનું વિલિનીકરણ કરવામાં આવ્યું અને એક નવા રાજ્ય ‘ત્રાવણકોર-કોચીન’ની રચના કરવામાં આવી, જેને ‘થિરુ-કોચી’ તરીકે પણ ઓળખવામાં આવતું હતું. ત્રાવણકોરના મહારાજા ચિથિરા થિરુનલ બલરામ વર્માને આ નવા રાજ્યના ‘રાજપ્રમુખ'(સાંકેતિક વડા) બનાવવામાં આવ્યા હતા. આમ, ત્રાવણકોર સ્વતંત્ર રાજ્ય તરીકે તો અદૃશ્ય થઈ ગયું, પરંતુ એક મોટા રાજ્યના મહત્ત્વપૂર્ણ ભાગ તરીકે તેનું અસ્તિત્વ ટકી રહ્યું. ત્રાવણકોરના છેલ્લા પ્રધાન પરવૂર ટી.કે. નારાયણ પિલ્લેને ત્રાવણકોર-કોચીનના પ્રથમ મુખ્યમંત્રી બનાવાયા.

આઝાદી પછીના શરૂઆતના વર્ષોમાં સમગ્ર દેશમાં એક મજબૂત જનઆંદોલન ઊભું થયું હતું જે ભાષાના આધારે રાજ્યોની રચનાની માંગ કરી રહ્યું હતું. કેરળના સંદર્ભમાં આ ચળવળ ‘ઐક્ય કેરળ ચળવળ'(એકીકૃત કેરળ ચળવળ) તરીકે ઓળખાઈ. આ ચળવળનો મુખ્ય ઉદ્દેશ્ય હતો તમામ મલયાલમ ભાષી વિસ્તારોને એક જ રાજ્યમાં જોડવાનો. આ માંગ 1956ના રાજ્ય પુનર્ગઠન અધિનિયમ(States Reorganisation Act) દ્વારા પૂર્ણ કરવામાં આવી.

કેરળ રાજ્યની રચના

1 નવેમ્બર, 1956ના રોજ આધુનિક કેરળ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. આ નવી રચના હેઠળ નીચેના ફેરફારો થયા.

  • ત્રાવણકોર-કોચીન રાજ્યમાં ભૂતપૂર્વ મદ્રાસ રાજ્યનો ‘મલબાર’ જિલ્લો ઉમેરવામાં આવ્યો.
  • દક્ષિણ કેનેરાનો ‘કાસરગોડ’ તાલુકો પણ તેમાં ભેળવી દેવામાં આવ્યો.
  • દક્ષિણ ત્રાવણકોરના કન્યાકુમારી અને શેનકોટ્ટાઈ જેવા તમિલભાષી વિસ્તારો તત્કાલીન મદ્રાસ રાજ્ય (હવે તમિલનાડુ)માં સ્થાનાંતરિત કરવામાં આવ્યા.

આ રીતે, કેરળ એક સંપૂર્ણ રાજ્ય તરીકે ભારતના નકશા પર આવ્યું. નોંધપાત્ર બાબત એ છે કે મલયાલમ ભાષી બહુમતી ધરાવતા આ રાજ્યની રચના માટે લગભગ ત્રણ દાયકા સુધી આંદોલન ચાલ્યું હતું; 1928માં કોચીનમાં યોજાયેલી રાજ્ય પીપલ્સ કોન્ફરન્સમાં આ માંગનો પ્રથમ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.

ત્રાવણકોર ઘણું પ્રગતિશીલ રજવાડું હતું. અહીં 18મી સદીમાં માર્તાંડ વર્મા જેવા શક્તિશાળી શાસક થઈ ગયા, જેમણે ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને કોલાચેલના યુદ્ધમાં હરાવ્યું હતું. ત્યારબાદ ચિથિરા થિરુનલના શાસનકાળમાં 1936માં મંદિર પ્રવેશ ઘોષણા(Temple Entry Proclamation) જેવા ઐતિહાસિક સુધારા થયા, જેણે નીચલી જાતિના લોકોને મંદિરોમાં પ્રવેશ આપ્યો. તેમને ‘ત્રાવણકોરના ઔદ્યોગિકીકરણના પિતા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું કહેવાય છે કે તેમના શાસનમાં ત્રાવણકોર બ્રિટિશ સામ્રાજ્યનું બીજું સૌથી સમૃદ્ધ રજવાડું હતું.

1956માં કેરળની રચના સાથે જ ‘રાજપ્રમુખ’નું પદ નાબૂદ કરવામાં આવ્યું અને રાજ્ય સંપૂર્ણ રીતે લોકશાહી માળખા હેઠળ કાર્યરત થયું. રાજ્યપાલને બંધારણીય વડા બનાવવામાં આવ્યા. ત્રાવણકોરની શાહી ઓળખ ધીમે ધીમે ભારતના લોકતંત્રમાં ભળી ગઈ. જોકે, ત્રાવણકોરનો સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસો આજે પણ કેરળના ખૂણે ખૂણે જોવા મળે છે. શ્રી પદ્મનાભસ્વામી મંદિર જેવા ઐતિહાસિક સ્થળો અને રાજપરિવારની ગાથાઓ આજે પણ કેરળની ઓળખનો અભિન્ન ભાગ છે.

‘કેરળ’થી ‘કેરળમ’ સુધીની આ યાત્રા માત્ર એક નામ બદલવાની નથી, પરંતુ તે ભાષાકીય ઓળખ અને સાંસ્કૃતિક આત્મગૌરવની સ્વીકૃતિ છે. ત્રાવણકોર અને કોચીન જેવા પ્રાચીન રજવાડાંઓ આજે કેરળમાં વિલીન થઈ ગયા છે, પરંતુ તેમનો ઈતિહાસ આજના કેરળના પાયામાં જડાયેલો છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી હવે સત્તાવાર રીતે મલયાલમ ભાષામાં વપરાતા નામને બંધારણીય માન્યતા મળશે, જે ભારતની વિવિધતા અને સંઘીય ભાવનાનું પ્રતીક છે.

Vadodara : વડોદરાના છાણીમાં GSFC સામે મોટરસાયકલના ગોડાઉનમાં આગ, અનેક બાઈક ખાક

0

વડોદરાના છાણી વિસ્તારમાં આજે સવારે વાહનોના એક ગોડાઉનમાં ભીષણ આગ લાગતાં વડોદરા ફાયર બ્રિગેડને આગ કાબુમાં લેતા બે કલાકથી વધુ સમય લાગ્યો હતો.છાણી વિસ્તારમાં જીએસએફસી સામે બ્રિજ નજીક આવેલા સેન્ચ્યુરી બાઈક ના ગોડાઉનમાં આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે. બનાવને સ્થળે ફાયર બ્રિગેડ પહોંચી ત્યારે ધુમાડાના ગોટેગોટા નીકળી રહ્યા હતા અને સંખ્યાબંધ મોટર સાયકલ આગમાં લપેટાયેલી હતી.

છાણી ટીપી 13 ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ કાબુમાં લેવા માટે બે કલાક જેટલો સમય લાગ્યો હતો. આ દરમિયાન પોલીસ તેમજ વીજ કંપનીની ટીમો પણ આવી ગઈ હતી. લોકો ભેગા થઈ જતા વાહનચાલકો અટવાયા હતા. આ બનાવમાં 86 જેટલા બાઈક આગની લપેટમાં આવી ગયા હોવાનું ફાયર બ્રિગેડના સૂત્રોએ કહ્યું હતું.