Home Blog Page 377

Barsana : બરસાનામાં લઠ્ઠમાર હોળીની શરૂઆત……..

0

મથુરાના બરસાનામાં લઠમાર હોળીની શરૂઆત થઇ ગઇ છે. નંદગાંવના યોદ્ધાઓનું બરસાનાની રંગીલી ગલીમાં આગમન થતાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એક હેલિકોપ્ટરે તેમના પર ફૂલોનો વરસાદ કર્યો. ત્યારબાદ યોદ્ધાઓએ લાકડીઓથી પ્રેમનો વરસાદ કર્યો. મોટી સંખ્યામાં ભક્તોએ આ અદ્ભુત અને અલૌકિક દૃશ્ય જોયું.

લઠમાર હોળીના ઉત્સવો વચ્ચે, રંગીલી ગલીમાં પહોંચેલા નંદગાંવના યોદ્ધાઓનું અનોખા રીતે સ્વાગત કરવામાં આવ્યું. આકાશમાંથી ગુલાબની પાંખડીઓ વરસી, જેનાથી વાતાવરણ ભક્તિ અને આનંદથી ભરાઈ ગયું. હેલિકોપ્ટરમાંથી ફૂલોનો વરસાદ થતાં ભક્તો અભિભૂત થઈ ગયા અને સમગ્ર વિસ્તારમાં ખુશીઓ ગુંજી ઉઠી. સમગ્ર વાતાવરણ “રાધે-રાધે” ના નાદ અને હોળીના આનંદથી ગુંજી ઉઠ્યું. હેલિકોપ્ટરમાંથી ફૂલોનો વરસાદ લઠમાર હોળીના ઉત્સવને વધારી દે છે. ભક્તોએ, રાધારાણીની કૃપાનું પ્રતીક માનીને, આ ક્ષણને તેમના મોબાઇલ કેમેરામાં કેદ કરી.

બરસાના લઠમાર હોળીના ઉત્સાહમાં સંપૂર્ણપણે ડૂબી ગયું છે. ભક્તો શહેરની શેરીઓમાં નાચતા અને ગાઈ રહ્યા છે, આનંદથી હોળીની ઉજવણી કરી રહ્યા છે. બધે હોળીના ગીતો ગુંજી રહ્યા છે, અને રાધા રાણીના ગુણગાન વાતાવરણને ભક્તિથી ભરી દે છે.

દૂર દૂરથી આવેલા ભક્તો જૂથોમાં શેરીઓમાં ફરતા હોય છે. કેટલાક ઢોલના તાલ પર નાચતા હોય છે, જ્યારે કેટલાક એકબીજા પર રંગો અને ગુલાલ ફેંકી રહ્યા હોય છે. ભક્તો નાચતા હોય છે અને હોળીના ગીતો ગાઈ રહ્યા છે, અને આખું બરસાના રંગમાં છવાઈ ગયું છે.

પરિક્રમા રૂટ પર પણ ભક્તો ઉમટી રહ્યા છે. ભક્તો ગુલાલ વરસાવતા હોય છે અને હોળીના ગીતો ગાતા આગળ વધી રહ્યા છે. દરેક શેરી રંગોથી ઝળહળી ઉઠે છે, અને વાતાવરણ સંપૂર્ણપણે હોળી જેવું છે. લઠમાર હોળી પહેલા બરસાનામાં રંગ અને આનંદનો આ ઉછાળો ભક્તોને નાચવા માટે મજબૂર કરી રહ્યો છે. બરસાનાની શેરીઓમાં હોળીના ગીતો અને મંત્રો સતત ગુંજતા રહે છે.

લઠમાર હોળીની પરંપરા અનુસાર, નંદગાંવના હુરિયારો બરસાણા પહોંચતા પહેલા પ્રિયા કુંડ ખાતે રોકાશે. જ્યાં વિવિધ સમુદાયોના ચૌપાઈ પહોંચે છે અને પરંપરાગત રીતે તેમનું સ્વાગત કરે છે. ચૌપાઈ અને હોરી ગાયનના ગુંજ વચ્ચે, હુરિયારેનું સન્માન કરવામાં આવશે અને ભાંગ ઠંડાઈનું પ્રસાદ તરીકે વિતરણ કરવામાં આવશે. આ પછી, હુરિયારે મંદિર તરફ આગળ વધશે અને મંદિરના દર્શન કર્યા પછી, તેઓ રંગીલી ગલી તરફ આગળ વધશે, જ્યાં લઠમાર હોળીનો મુખ્ય કાર્યક્રમ યોજાશે.

National : હિમાચલ પ્રદેશની પોલીસે દિલ્હી પોલીસના 20 જવાનોને લીધા કસ્ટડીમાં, જાણો શું છે મામલો?

0

હિમાચલ પ્રદેશમાં એઆઇ સમિટમાં પ્રદર્શન કરનાર ત્રણ યુવા કૉંગ્રેસ વર્કરોને શિમલા જિલ્લાના રોહડમાંથી કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. હવે સોલન પોલીસે તમામને રોકી લીધા છે. હિમાચલ પ્રદેશના સોલન જિલ્લામાં પોલીસે દિલ્હી પોલીસના 20 જવાનોને કસ્ટડીમાં લીધા છે. એઆઇ સમિટ પ્રદર્શન મામલે હિમાચલ અને દિલ્હી પોલીસ આમને-સામને આવી છે. એઆઇ સમિટ પ્રદર્શનમાં યૂથ કોંગ્રેસના ત્રણ કાર્યકરોને શિમલાના જિલ્લા કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. અને એસીજેએમ કોર્ટ નંબરમાં 2માં તેમને રજૂ કરાવાના હતા.

દિલ્હીમાં AI સમિટ દરમિયાન, યુવા કોંગ્રેસના કાર્યકરોએ શર્ટલેસ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આરોપીઓમાંથી એક, જીતેન્દ્ર સિંહ, દિલ્હીના હિમાચલ સદનમાં રોકાયો હતો. આ પછી, દિલ્હી પોલીસની ટીમે મધ્યરાત્રિએ હિમાચલ સદનમાં દરોડો પાડ્યો હતો. જેના કારણે હોબાળો મચ્યો હતો. મંગળવારે દિલ્હીથી શિમલા પરત ફર્યા બાદ મુખ્યમંત્રી સુખુએ પણ આ મામલે નિવેદન જાહેર કર્યું હતું.

દિલ્હી પોલીસની કાર્યવાહી અંગે, મુખ્યમંત્રી સુખુએ જણાવ્યું હતું કે તે બંધારણીય પ્રક્રિયાની વિરુદ્ધ છે. દિલ્હીના કમિશનરને જાણ કરવી જોઈતી હતી. તેમણે કહ્યું કે બુકિંગ કામદારો દ્વારા કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે રૂમ બુક કરવામાં આવે છે અને પૈસા ચૂકવવામાં આવે છે, અને આમાં કંઈ નવું નથી. મુખ્યમંત્રીએ સમિટમાં યુવા કોંગ્રેસના કાર્યકરોના વિરોધને પણ ટેકો આપ્યો હતો.

Entertainment : મલાઈકા અરોરા પોતાનાથી 19 વર્ષ નાના હર્ષ મહેતાને કરી રહી છે ડેટ! મુન્નીને મળી ગયો નવો મિસ્ટ્રી મેન?

0

મલાઈકા અરોરાનો કથિત બોયફ્રેન્ડ હર્ષ મહેતા કોણ છે? અર્જુન કપૂર સાથેના બ્રેકઅપ પછી, મલાઈકા અરોરાનું નામ હવે હર્ષ મહેતા સાથે જોડાઈ રહ્યું છે. બંને સાથે જોવા મળે છે.

બોલીવુડની ફેમસ અભિનેત્રી મલાઈકા અરોરા તેના ડાન્સિંગ તેમજ તેની ફિટનેસ માટે હેડલાઇન્સમાં રહે છે. તેનું અંગત જીવન પણ દરરોજ હેડલાઇન્સમાં રહે છે. તેના છૂટાછેડા, અથવા તેના ભૂતકાળના સંબંધો, ઘણીવાર શહેરની ચર્ચામાં રહે છે. હવે, 52 વર્ષની ઉંમરે, અભિનેત્રીને ફરીથી પ્રેમ મળ્યો છે. અમે આ કહી રહ્યા નથી, પરંતુ, કેટલીક તસવીરો સ્ટોરી કહે છે.

મલાઈકા અરોરા હર્ષ મહેતા સાથે એરપોર્ટ પર જોવા મળી હતી. વેલેન્ટાઈન ડે દરમિયાન બંનેનો એક ફોટો વાયરલ થયો હતો, જેમાં હર્ષ ઇટાલીના ટ્રેવી ફાઉન્ટેનમાં અભિનેત્રી સાથે સેલ્ફી લેતો જોવા મળી રહ્યો છે. બંને પહેલા પણ સાથે જોવા મળ્યા છે. તેઓ સતત સાથે જોવા મળે છે, જેના કારણે તેમની વચ્ચે કંઈક ચાલી રહ્યું છે કે કેમ તે અંગે પ્રશ્નો ઉભા થાય છે. જોકે મલાઈકા કે હર્ષ બંનેમાંથી કોઈએ હજુ સુધી તેમના સંબંધોની અફવાઓ પર કોઈ વાત કરી નથી, પરંતુ ચર્ચા ચાલી રહી છે. લોકો જાણવા માટે પણ ઉત્સુક છે કે હર્ષ મહેતા કોણ છે અને તે શું કરે છે.

એરપોર્ટ પર સાથે આવ્યા તે પહેલાં, મલાઈકા અને હર્ષ ગ્રેમી એવોર્ડ વિજેતા ગાયક એનરિક ઇગ્લેસિયસના કોન્સર્ટમાં જોવા મળ્યા હતા. તે સમયે તેમના અફેરની અફવાઓ વહેતી થઈ ગઈ હતી. હર્ષ એક શ્રીમંત પરિવારમાંથી આવે છે, જે હીરાનો વેપાર કરે છે. તે સેન્કસ મેનેજમેન્ટનો મેનેજિંગ ડાયરેક્ટર પણ છે. તેની કુલ સંપત્તિ કરોડોમાં હોવાનો અંદાજ છે, પરંતુ આ અંગે સત્તાવાર માહિતી ઉપલબ્ધ નથી.

હર્ષ મહેતા અને મલાઈકા અરોરા વચ્ચે ઉંમરનો તફાવત પણ ખૂબ ચર્ચાઈ રહ્યો છે. ઉંમરનો તફાવત 5 કે 10 વર્ષનો નથી, પણ 19 વર્ષનો છે. મલાઈકા તેના કહેવાતા બોયફ્રેન્ડ કરતાં 19 વર્ષ મોટી છે. હર્ષ 33 વર્ષનો છે, જ્યારે મલાઈકા 52 વર્ષની છે. તેનો જન્મ 23 ઓક્ટોબર, 1973ના રોજ થયો હતો.

Business : RBIનો બેન્કોને આદેશ, ‘હવે કોઈ હિડન ચાર્જ નહીં, એપ્લિકેશનમાંથી હટાવી લો ફસાવનારી ટ્રિક્સ’

0

RBI કડક બની છે અને ડિજિટલ બેન્કિંગને વધારે પારદર્શી બનાવવાના ક્રમમાં બેન્કોને કડક આદેશ આપ્યો છે. RBIએ કહ્યું કે બેન્કો જુલાઈ 2026 સુધીમાં પોતાની વેબસાઈટો અને મોબાઈલ એપ્લિકેશન પરથી ડાર્ક પેટર્ન હટાવી દે.

RBIએ બેન્કોને મોટો આદેશ આપ્યો છે અને સામાન્ય લોકો માટે મોટો નિર્ણય લીધો છે. તમને પણ ગઈ વખત બેન્કની એપ્લિકેશન ઓપન કરતા જ તેમાં વિવિધ સેવાઓ માટે વારંવાર મેસેજ કે નોટિફિકેશન આવવા લાગે છે. તેમાંથી ઘણી ઓફર મિસલિડિંગ હોય છે અથવા તો પાછળથી એ સર્વિસ માટે ચાર્જ વસૂલવામાં આવે છે.

આ મામલે હવે RBI કડક બની છે અને ડિજિટલ બેન્કિંગને વધારે પારદર્શી બનાવવાના ક્રમમાં બેન્કોને કડક આદેશ આપ્યો છે. RBIએ કહ્યું કે બેન્કો જુલાઈ 2026 સુધીમાં પોતાની વેબસાઈટો અને મોબાઈલ એપ્લિકેશન પરથી ડાર્ક પેટર્ન હટાવી દે, જે ગ્રાહકોને ગેરમાર્ગે દોરે છે અથવા તેમની પણ દબાણ ઉભું કરે છે. તેમાં બેન્કો દ્વારા નાણાકીય ઉત્પાદનો અને કોઈ પણ સેવાની રજૂઆત પહેલા ગ્રાહકોની સ્પષ્ટ સહમતિ જરૂર લઈ લો.

RBIના આ પગલાનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે ગ્રાહકોને યોગ્ય જાણકારી વગર ઉત્પાદન ખરીદવા કે ચાર્જ ચૂકવવા માટે ગુમરાહ ના કરવામાં આવે. બેન્કોને ગ્રાહકની સ્પષ્ટ પરવાનગી વગર નાણાકીય ઉત્પાદનોને એક સાથે વેચવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવશે.

ડાર્ક પેટર્ન ડિજિટલ પ્લેટફોર્મ પર ઉપયોગ કરવામાં આવતી એવી ડિઝાઈન ટેક્નીક છે, જેનો ઉદ્દેશ્ય યૂઝર્ના વ્યવહારને પ્રભાવિત કરવાનો હોય છે, જેને તે સરળતાથી સમજી ના શકે. તેમાં હિડન ચાર્જ, ભ્રમિત કરનારી ઓફર વારંવાર બતાવવામાં આવે છે. બેન્કોને આ ટ્રિક્સ પર પ્રતિબંધ લગાવવા માટે RBI દ્વારા નિર્દેશ આપવામાં આવ્યો છે. તે સુનિશ્ચિત કરવું જરૂરી છે કે ગ્રાહકોને યોગ્ય રીતે જાણકારી રહે કે કયા કામ માટે સાઈન અપ કરી રહ્યા છે, એટલે તે ભ્રમિત ના થાય.

Sports :શિખર ધવનને પૂર્વ પત્ની આયશાને રૂ.5.72 કરોડ કોર્ટે પરત કરવાનો આદેશ….

0

ભારતીય ક્રિકેટર શિખર ધવનને પટિયાલા હાઉસ ફેમિલી કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. પ્રોપર્ટી વેચાણના કેસમાં કોર્ટે શિખર ધવનની પૂર્વ પત્ની આયશાને ઓસ્ટ્રેલિયામાં પ્રોપર્ટીના વેચાણ દ્વારા મેળવેલી અંદાજે 5.72 કરોડ રૂપિયાની રકમ પરત કરવાનો આદેશ કર્યો છે. પટિયાલા હાઉસ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે ઓસ્ટ્રેલિયન ફેમિલી કોર્ટ દ્વારા પ્રોપર્ટી સેટલમેન્ટ અંગે અપાયેલો આદેશ ભારતીય કાયદા હેઠળ લાગુ કરી શકાય નહીં.

આ વિવાદનું મુખ્ય કારણ ઓસ્ટ્રેલિયાની પ્રોપર્ટી હતી. શિખર ધવને ઓસ્ટ્રેલિયામાં પ્રોપર્ટી ખરીદવા મોટી રકમ રોકી હતી, જેમાં આયશા સહ માલિક હતી. આયશાએ આ પ્રોપર્ટી વેચી દીધી હતી અને તેના વેચાણથી મળેલી રકમ (અંદાજે ₹5.72 કરોડ) રાખી હતી. ઓસ્ટ્રેલિયન કોર્ટે આયશાની તરફેણમાં ચુકાદો આપ્યો હતો, પરંતુ ભારતીય કોર્ટે હવે આદેશ આપ્યો છે કે આ રકમ ધવનને પરત મળવી જોઈએ.

આ મામલે ફેમિલી કોર્ટે અવલોકન કર્યું હતું કે ઓસ્ટ્રેલિયાના ફેમિલી લૉ 1975 હેઠળ અપાયેલો ચુકાદો હિન્દુ મેરેજ એક્ટ અને ભારતની જાહેર નીતિ વિરુદ્ધ છે. આથી, ભારતીય કાયદાકીય માળખા અનુસાર વિદેશી કોર્ટના આ નિર્ણયને ભારતમાં માન્યતા આપી શકાય નહીં.

Baroda : ફિલ્મ ઢબે બાઈક ચલાવવાનો કરુણ અંજામ : પેટ્રોલ પંપ પર હવા ભરવાના મશીન સાથે બાઈક અથડાતા ચાલકે જીવ ગુમાવ્યો

0

કલાલી ગામની ચાણક્ય નગરીમાં રહેતો લબર મુછીયો યુવક પાણીગેટ વિસ્તારમાંથી પૂર ઝડપે બાઈક લઈને પસાર થતો હતો. રોડ પર ટ્રાફિક ઓછો હોવા છતાં ઓવર સ્પીડિંગને કારણે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા હવાના મશીન સાથે તે અથડાયો હતો. તેને કારણે ગંભીર ઈજા પહોંચી હતી. તેનું મોત નીપજ્યું હતું જ્યારે બાઈકના ફુરચેફૂરચા ઉડી ગયા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ કલાલી ચાણક્ય નગરીમાં રહેતા 19 વર્ષના આદિત્ય પરમાર પોતાના કામ અર્થે પાણીગેટ વિસ્તારમાં પોલીસ સ્ટેશન નજીકથી પસાર થતા હતા. ફિલ્મની અસરતળે પોતાનું બાઈક ફુલ સ્પીડે ચલાવતા હતા. તેને કારણે સ્ટેરીંગ પરનો કાબુ આદિત્ય ગુમાવ્યો હતો. અને રોડ પરથી ફંગોળાયેલી બાઈક નજીકના હવા ભરવાના મશીન સાથે ધડાકાભેર અથડાઈ હતી. તેને કારણે બાઈકનું કચુંબર થઈ ગયું હતું. અને કમકમાટી નીપજાવે તેવી હાલતમાં તેનું મોત થયું હતું. તેને કારણે ચાણક્ય નગરીમાં ગમગીની છવાઈ હતી. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

National : ESICએ 1 કરોડ લોકોને આપી મોટી ભેટ, 40 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે ફ્રી હેલ્થ ચેકઅપ

0

કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) એ એક કરોડથી વધુ લોકોને મોટી ભેટ આપી છે. વાસ્તવમાં ESICએ મંગળવારે 40 વર્ષ અને તેથી વધુ ઉંમરના પોતાના 1 કરોડથી વધુ સભ્યો માટે ફ્રી એન્યુઅલ હેલ્થ ચેકઅપ સ્કીમની શરૂઆત કરી છે. ESICએ પોતાની સ્થાપનાની 75મી વર્ષગાંઠ પર આ પહેલ શરૂ કરી છે. નવા લેબર કોડ પ્રમાણે કામદારોના સ્વાસ્થ્ય અને કલ્યાણને ધ્યાનમાં રાખીને આ મહત્વનો નિર્ણય લેવાયો છે. તમને જણાવી દઈએ કે, ESICની આરોગ્ય વીમા યોજનાના કાર્યક્ષેત્ર હેઠળ લગભગ 3.8 કરોડ સભ્યો છે, જેમાંથી લગભગ એક કરોડ સભ્યોની ઉંમર 40 વર્ષથી વધુ છે. હાલમાં ESIC પાસે 166 હોસ્પિટલો, 17 મેડિકલ કોલેજો અને લગભગ 1,600 ડિસ્પેન્સરીનું નેટવર્ક છે.

ગત વર્ષે નવેમ્બરમાં જે નોટિફિકેશન બહાર પડ્યું તે મુજબ નવી શ્રમ સંહિતાઓ હેઠળ 40 વર્ષથી વધુ ઉંમરના કામદારોની ફ્રી એન્યુઅલ હેલ્થ ચેકઅપ સ્કીમ કરાવવી નોકરીદાતાઓ માટે ફરજિયાત કરવામાં આવ્યું છે. આ જ કારણ છે કે, કર્મચારી રાજ્ય વીમા નિગમે પણ ફ્રી એન્યુઅલ હેલ્થ ચેકઅપ સ્કીમ લોન્ચ કરી છે. આ ફ્રી હેલ્થ ચેકઅપ હવે માત્ર એક ‘સુવિધા’ નથી, પણ નોકરીદાતાઓ (Employers) માટે એક કાનૂની જવાબદારી બની ગઈ છે. શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ કામદારો માટે ફ્રી એન્યુઅલ હેલ્થ ચેકઅપ શરૂ કરવાની જાહેરાત કરતા કહ્યું કે, ‘આ પગલું કામદારોના કલ્યાણને મજબૂત બનાવશે. ESICએ ‘સુધાર અને પ્રદર્શન’નો અભિગમ અપનાવતા અને સેવા વિતરણમાં વધુ સુધારો કરવા માટે સામૂહિક સંકલ્પ લેવો જોઈએ.’ માંડવિયાએ ESIC હોસ્પિટલોમાં દવાઓ, સાધનો અને ડોકટરોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત દર્દીઓને બીજી હોસ્પિટલમાં રિફર કરવાના મામલા ઓછા રાખવા માટે આતંરિક સુવિધાઓ વધારવા માટે પણ હાકલ કરી હતી. તેમણે જણાવ્યું કે, ESICએ પોતાના ધોરણોને AIIMS જેવી ટોચની સંસ્થાઓના સ્તરે લઈ જવાનું લક્ષ્ય રાખવું જોઈએ.

આ ઉપરાંત રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળ અને ESIC વચ્ચે ESI યોજનાને આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB PM-JAY) સાથે સંકલિત કરવા માટે એક કરાર કરવામાં આવ્યો છે. આનો હેતુ સંકલિત સ્વાસ્થ્ય સેવા વિતરણને મજબૂત બનાવવા અને ગુણવત્તાયુક્ત સેવાઓ સુધી પહોંચનો વિસ્તાર કરવાનો છે.

Entertainment : અરિજીત સિંહ એઆર રહેમાન અને પ્રીતમ સાથે કામ નથી ઈચ્છતો? ખુદ ટ્વિટ કરીને જુઓ શું લખ્યું

0

અરિજીત સિંહે જ્યારથી પ્લેબેક સિંગિંગમાંથી સંન્યાસની જાહેરાત કરી છે, ત્યારથી તેમના ચાહકો પરેશાન છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વીટર) પર અરિજીત અને તેના ચાહકો વચ્ચે વાતચીત થતી રહે છે. હવે તાજેતરના એક ટ્વીટમાં અરિજિતે કંઈક એવું લખ્યું જેનાથી લોકો ભાત-ભાતની અટકળો લગાવી રહ્યા છે. અરિજીતે પોતાના ચાહકોને નામે એક પોસ્ટ લખી હતી. તેના પર એક વ્યક્તિએ ટિપ્પણી કરી કે, અરિજીતને પ્રીતમ, રહેમાન અને મિથુન પાસેથી મળતા અસાઈનમેન્ટ લેતા રહેવું જોઈએ. તેના પર અરિજીતે જવાબ આપ્યો કે કેટલાક લોકો માત્ર પોતાના માટે જ કમ્પોઝ કરે છે.

અરિજીત સિંહે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ચાહકોના નામે એક ટ્વીટ કર્યું છે કે, ‘આ મેસેજ માત્ર મારા શ્રોતાઓ માટે છે. જો તમે મને નથી સાંભળતા તો તમને વિનંતી કરું છું કે, તમે આ મેસેજ ન વાંચો તેને હમણા જ છોડી દો અને આગળ વધો. મારા પ્રિય મિત્રો! હું બસ તમને એ કહેવા માગું છું કે હું તમને બધાને ખૂબ પ્રેમ કરું છું. આ ક્રૂર દુનિયામાં તમારી દયા અને પ્રેમ બદલ ખૂબ ખૂબ આભાર. ભલે મેં હવે નવા પ્રોજેક્ટ લેવાનું બંધ કરી દીધું છે, પરંતુ જૂના ગીતોની યાદી હજું નાની નથી. મારે હજું ઘણા બધા ગીતો પૂરા કરવાના છે. લોકોને સ્પષ્ટતા આપવામાં અથવા વાત સમજાવવામાં પોતાનો સમય બરબાદ ન કરો, આખરે કેટલી વાર સમજાવશો? ઘણા બધા ગીતો હજું અધૂરા છે અને જ્યાં સુધી તે પૂરા ન થઈ જાય ત્યાં સુધી તે રિલીઝ થતા રહેશે. કદાચ આ આખું વર્ષ અથવા તો બની શકે કે આગામી વર્ષ સુધી પણ તે રિલીઝ થતા રહેશે. શાંતિથી રહો. આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી બહાર નીકળવાનો પ્રયાસ કરો. પોતાના શરીરને શુદ્ધ કરો, આ 5Gથી દૂર રહો. પ્રેમ વહેંચો, વાંચો અને મેડિટેશન કરો. ‘

હવે આ પોસ્ટ પર એક યુઝરે કમેન્ટ કરી કે, ‘તમારા શ્રોતાઓ તરફથી નમ્ર વિનંતી છે કે તમે પ્રીતમ, મિથુન અને રહેમાન તરફથી મળતા અસાઈનમેન્ટ લેવાનું બંધ ન કરો.’ તેના પર અરિજીતે જવાબ આપ્યો કે, ‘કેટલાક લોકો માત્ર પોતાના માટે જ કમ્પોઝ કરે છે, બધા માટે નહીં.’ આના પર યુઝરે જવાબ આપ્યો કે, ‘મને બીજા વિશે ખબર નથી, પરંતુ પ્રીતમે તમને પોતાના બેસ્ટ કમ્પોઝિશન આપ્યા છે, અને અમે બધા તમારી શક્ય તેટલા વધુ કમ્પોઝિશન સાંભળવા માગીએ છીએ.’

Baroda : વડોદરામાં ઠેર-ઠેર ખોદકામને કારણે બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને સમયસર પહોંચવામાં મુશ્કેલી પડશે

0

આવતીકાલથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે. પરીક્ષાઓ અગાઉ આજે વિવિધ શાળા ખાતે વિદ્યાર્થીઓને તેમની બેઠક વ્યવસ્થા જોવાની તક આપવામાં આવી હતી. શહેરની નવજીવન સ્કૂલમાં આવેલ વિદ્યાર્થીઓને તેમની બેઠક નંબરના આધારે આચાર્યએ સમજ આપી હતી.

આવતીકાલ સવારે 9 કલાકે વિવિધ શાળામાં વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે અને 10 કલાકથી પરીક્ષા શરૂ થશે. બાળકોને પ્રવેશ પ્રસંગે મોટાભાગની શાળાઓ સાંકળ ખવડાવી, મોં મીઠું કરી, તથા શુભેચ્છારૂપી ફૂલથી તેઓનું સ્વાગત કરશે. ખાસ કરીને બાળકોએ શાળા કેન્દ્ર ખાતે સમયસર પહોંચવું અતિ જરૂરી છે. કારણ કે ચોક્કસ સમય મર્યાદા પછી તેઓને શાળામાં પ્રવેશ મળશે નહીં. હાલ જ્યારે શહેરના મોટાભાગના તમામ વિસ્તારમાં રસ્તા ખોદીને વિવિધ કામગીરી ચાલી રહી છે ત્યારે ખાસ કરીને વાલીઓએ પણ આ બાબતે તકેદારી લઈ પોતાના બાળકોને વહેલા ઘરેથી લઈ નીકળવું હિતાવહ છે. પરીક્ષા કેન્દ્ર નજીક હોય તેમ છતાં કોઈપણ કચાસ ન રહે તેને ધ્યાનમાં લઇ બાળકો સમયસર પહોંચે અને પોલીસ વિભાગ તેમની મદદે આવે તે પ્રત્યેક બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે અનિવાર્ય છે.

Gujarat : VGRCમાં પ્રવાસન ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1527 કરોડ રૂપિયાના કરાર થયા

0

ગુજરાતમાં આ વખતે ઝોન વાઈઝ વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રની રિજનલ કોન્ફરન્સમા રાજકોટ ખાતે વડાપ્રધાન મોદી પણ ઉપસ્થિત રહ્યા હતાં.

ગુજરાતમાં આ વખતે ઝોન વાઈઝ વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રની રિજનલ કોન્ફરન્સમા રાજકોટ ખાતે વડાપ્રધાન મોદી પણ ઉપસ્થિત રહ્યા હતાં.આ રિજનલ કોન્ફરન્સ અંગે વિધાનસભામાં ચર્ચા થઈ હતી. પ્રવાસન ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1527 કરોડ રૂપિયાના કરાર થયા છે.

વાઈબ્રન્ટ સમિટ દરમિયાન ચર્ચામાં આવેલા પ્રોજેક્ટમાં લક્ઝુરિયસ હોટેલ અને રિસોર્ટ બનાવવા પર ભાર મુકાયો છે. એડવાન્સ ટ્રેનિંગ ઈન્સ્ટીટ્યૂટ પર ફોકસ રહેશે. નિષ્ણાંત સંસ્થા સાથે ચાર મહત્વના સ્ટ્રેટેઝિક કરાર થયા છે. કચ્છના રણમાં ઈકો ટુરિઝમનો વિકાસ થશે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓનું આકર્ષણ વધશે.