બ્રિક્સ સમિટ 2026 (BRICS Summit 2026) માં ભાગ લેવા માટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દિલ્હી પહોંચી ગયા છે. શુક્રવારે સવારે તેમનું વિમાન દિલ્હીના પાલમ એરફોર્સ સ્ટેશન પર ઉતર્યું હતું, જ્યાં વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. દિલ્હીમાં યોજાનાર આ વૈશ્વિક શિખર સંમેલન અગાઉ પુતિનનું આગમન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
હોટલમાં રોકાણ અને ચાર સ્તરીય સુરક્ષા વ્યવસ્થા એરપોર્ટ પર આગમન બાદ પુતિનનો કાફલો સીધો તેમની હોટલ તરફ રવાના થયો હતો, જ્યાં તેમના ITC મૌર્યા હોટલમાં રોકાવાની સંભાવના છે. રાષ્ટ્રપતિ પુતિનના પ્રવાસને લઈને રાજધાની દિલ્હીમાં સુરક્ષાના અત્યંત કડક અને અભેદ્ય બંદોબસ્ત કરવામાં આવ્યા છે. તેમની સુરક્ષા માટે ચાર સ્તરીય (4-Layer) સુરક્ષા ઘેરો તૈયાર કરવામાં આવ્યો છે.
સૌથી અંદરના ભાગમાં તેમની ક્લોઝ પ્રોટેક્શન ટીમ (CPT) રહેશે, ત્યારબાદ દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીઓ, ત્રીજા સ્તરે દિલ્હી પોલીસના કમાન્ડો અને અર્ધલશ્કરી દળોના જ્વાનો તૈનાત છે, જ્યારે સૌથી બહારના સુરક્ષા ઘેરાની જવાબદારી સ્થાનિક પોલીસ સંભાળી રહી છે. રશિયાની પોતાની સુરક્ષા ટીમ પણ દિલ્હી પહોંચી ચૂકી છે અને ભારતીય એજન્સીઓ સાથે મળીને સુરક્ષા વ્યવસ્થા પર નજર રાખી રહી છે.
વડાપ્રધાન મોદી સાથે મહત્ત્વપૂર્ણ બેઠક ભારત આ વર્ષે બ્રિક્સ (BRICS) ની અધ્યક્ષતા કરી રહ્યું છે. નવી દિલ્હીના ‘ભારત મંડપમ’ ખાતે 12 અને 13 સપ્ટેમ્બરે આ શિખર સંમેલન યોજાવાનું છે. આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ પુતિન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વિશેષ મુલાકાત કરશે. બંને નેતાઓ વચ્ચે આજે યોજાનારી દ્વિપક્ષીય બેઠકમાં સંરક્ષણ, વેપાર, આર્થિક સહયોગ અને વૈશ્વિક મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા થવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 9 મહિનામાં પુતિનનો આ બીજો ભારત પ્રવાસ છે, જે ભારત અને રશિયા વચ્ચેના મજબૂત વ્યૂહાત્મક સંબંધો દર્શાવે છે.
દિલ્હીના પ્રગતિ મેદાન સ્થિત ભારત મંડપમ ખાતે 18મા BRICS શિખર સંમેલનનો આજથી પ્રારંભ થયો છે, જે 13 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ વૈશ્વિક મહાસંમેલનમાં ભાગ લેવા માટે દુનિયાભરના દિગ્ગજ નેતાઓ દિલ્હી પહોંચી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ તમામ વૈશ્વિક મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું છે અને સકારાત્મક ચર્ચા થવાની પૂરી આશા વ્યક્ત કરી છે.
વૈશ્વિક નેતાઓનું આગમન અને પીએમ મોદીનો સંદેશ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે આગામી દિવસોમાં વિશ્વભરના અગ્રણી નેતાઓ BRICS સમિટ માટે એકત્ર થઈ રહ્યા છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ સંમેલન દ્વારા વિશ્વ કલ્યાણની ભાવના સાથે વિવિધ વૈશ્વિક મુદ્દાઓ પર સકારાત્મક અને સાર્થક ચર્ચાઓ કરવામાં આવશે. આ સાથે જ પીએમ મોદીએ એક પ્રાચીન સંસ્કૃત શ્લોક ટાંકીને સારા લોકોની સંગતિ રાખવા, તેમજ સજ્જનો સાથે સંવાદ અને મિત્રતા સ્થાપિત કરવાનો મહત્ત્વપૂર્ણ સંદેશ પણ આપ્યો છે.
દિલ્હીમાં કડક સુરક્ષા અને વીવીઆઈપી મહેમાનોની હાજરી
આંતરરાષ્ટ્રીય સ્તરના આ ભવ્ય આયોજન માટે રાજધાની દિલ્હીમાં સુરક્ષાના અત્યંત કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને અંદાજે 15 હજાર પોલીસકર્મીઓ, અર્ધલશ્કરી દળોની 200 કંપનીઓ અને 500થી વધુ સીસીટીવી કેમેરા તહેનાત કરવામાં આવ્યા છે. આ સમિટમાં ભાગ લેવા માટે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન દિલ્હી પહોંચી ચૂક્યા છે, જ્યારે ચીનના પ્રમુખ શી જિનપિંગ પૂરા સાત વર્ષ બાદ પહેલીવાર ભારતની મુલાકાતે આવી રહ્યા છે. આ ઉપરાંત દક્ષિણ આફ્રિકા, ઇજિપ્ત, ઇન્ડોનેશિયા, મલેશિયા અને ઇથિોપિયા સહિત અનેક દેશોના રાષ્ટ્રાધ્યક્ષો અને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ પણ આ સમિટમાં ઉપસ્થિત રહેશે.
દ્વિપક્ષીય બેઠકો અને સાંસ્કૃતિક આવકાર
સમિટ દરમિયાન પીએમ મોદી અને રશિયન પ્રમુખ પુતિન વચ્ચે સંરક્ષણ, ઊર્જા અને પરમાણુ સહયોગ તેમજ દ્વિપક્ષીય સંબંધો પર મહત્ત્વપૂર્ણ ચર્ચાઓ થશે. તેમજ શનિવારે સાંજે પીએમ મોદી ચીનના પ્રમુખ શી જિનપિંગને પણ મળશે, જેમાં સીમા વિવાદ અને વેપાર જેવા મુદ્દાઓ પર મંથન થશે. બીજી તરફ, વિદેશી મહેમાનોના સ્વાગત માટે ઓડિશાના પુરી ખાતે જાણીતા કલાકાર માનસ કુમાર સાહુએ આકર્ષક સેન્ડ આર્ટ (રેત શિલ્પ) તૈયાર કરીને ભારતની પરંપરા મુજબ અનોખો આવકાર આપ્યો છે. આ વૈશ્વિક મહાસંમેલન અંતિમ ચરણમાં ‘ન્યૂ દિલ્હી ડિક્લેરેશન’ (નવી દિલ્હી ઘોષણાપત્ર) સાથે પૂર્ણ થશે.
પંજાબ, દિલ્હી અને મુંબઇમાં ફિલ્માવવામાં આવેલો શો ‘ઢિંઢોરા ટુ’ હાલ પોસ્ટ પ્રોડકશન તબક્કે છે. ટૂંક સમયમાં જોવા મળનારી વેબ સીરિઝ ઢિંઢોરા ટુમાં સંજીદા શેખ કવિતા મામીની ભૂમિકામાં ધમાલ મચાવતી જોવા મળશે.
અગાઉ યુ ટયુબ પર બીબી કી વાઇન્સ તરીકે પ્રિમિયર થયેલો આ શોની બીજી સીઝન હવે રજૂ થવા જઇ રહી છે. આ શોની પ્રથમ સીઝનમાં ભુવન બામના મધ્યમ વર્ગના પરિવારને અચાનક લોટરી લાગતાં તેમની જિંદગી ઉંધીચત્તી થઇ જાય છે. હવે શોની બીજી સીઝનમાં આ તરંગી પરિવારની નવી સ્ટોરીઓ રજૂ કરવામાં આવશે. જેમાં ભુવન બામ નવથી દસ જુદાં જુદાં પાત્રો ભજવતો દેખાશે.
કવિતા મામી તરીકે સંજીદા શેખનું પાત્ર પણ આ સીઝનમાં મહત્વનું બની રહેશે. કવિતા મામીનું પાત્ર ટીટુ મામાના પાત્ર સાથે સંકળાયેલું છે. આ શોનું નિર્દેશન સ્નેહા શેટ્ટી કોહલીએ કર્યું છે.
નવી દિલ્હીમાં 12 અને 13 સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ યોજાનારી 18મી બ્રિક્સ સમિટ (BRICS Summit) ને લઈને રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા ચરમસીમા પર છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સહિત વિશ્વના અનેક શીર્ષસ્થ નેતાઓની ઐતિહાસિક ઉપસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતની સુરક્ષા એજન્સીઓએ સમગ્ર રાજધાનીને એક અત્યાધુનિક કિલ્લામાં પરિવર્તિત કરી દીધી છે. દિલ્હી પોલીસ, અર્ધલશ્કરી દળો અને કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓના અદભૂત સંકલનથી આંતરરાષ્ટ્રીય સ્તરનું સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવી રહ્યું છે.
વિશાળ પોલીસ બળ અને ત્રિ-સ્તરીય સુરક્ષા કવચ
સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાને અજોડ રાખવા માટે રાજધાનીના ખૂણે-ખૂણે 15,000 થી વધુ દિલ્હી પોલીસ અધિકારીઓ અને જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF) ની લગભગ ૨૦૦ કંપનીઓને પણ સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે. ભારત મંડપમથી લઈને તમામ VVIP રૂટ, હોટલો અને એરપોર્ટ સુધી કડક અને અભેદ્ય દેખરેખ રાખવામાં આવી રહી છે. પરિષદ સ્થળની સુરક્ષા માટે ત્રિ-સ્તરીય સુરક્ષા વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. પ્રથમ અને બાહ્યતમ રિંગ દિલ્હી પોલીસ અને અર્ધલશ્કરી દળો દ્વારા સંચાલિત છે, મધ્યમ સુરક્ષા રિંગમાં નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG) ના માહિર કમાન્ડો તૈનાત છે, જ્યારે આંતરિક સુરક્ષા રિંગ દિલ્હી પોલીસ, ઇન્ટેલિજન્સ બ્યુરો (IB), SPG અને NSG ની સંયુક્ત વિશિષ્ટ ટીમો દ્વારા સંભાળવામાં આવી રહી છે. ભારત મંડપમની અંદર પ્રવેશ માત્ર અધિકૃત પ્રતિનિધિઓ અને માન્ય બાયોમેટ્રિક પાસ ધરાવતા વ્યક્તિઓ માટે જ સીમિત કરાયો છે.
હાઇ-ટેક સર્વેલન્સ, જીપીએસ ટ્રેકિંગ અને મોક ડ્રીલ
આધુનિક સુરક્ષા વ્યવસ્થામાં ટેકનોલોજીનો વ્યાપક અને અસરકારક ઉપયોગ કરવામાં આવ્યો છે. હજારો સીસીટીવી કેમેરા, ડ્રોન અને અત્યાધુનિક હવાઈ દેખરેખ સાધનો દ્વારા ૨૪ કલાક રીઅલ-ટાઇમ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. સમિટ શરૂ થાય તે પહેલાં, દિલ્હી પોલીસના એસડબ્લ્યુએટી (SWAT) યુનિટ અને એનએસજી કમાન્ડોએ હેલિકોપ્ટર લેન્ડિંગ, બંધકોને મુક્ત કરાવવાની ઓપરેશનલ રણનીતિ અને આતંકવાદ વિરોધી કામગીરીના ભાગ રૂપે અનેક સ્થળોએ ભવ્ય મોક ડ્રીલ કરી હતી. વિદેશી મહેમાનો રોકાયા છે તે દિલ્હીની ૧૦ મોટી હોટલો અને ત્યાંથી ભારત મંડપમ સુધીના રૂટને સુરક્ષા એજન્સીઓએ પોતાના કન્ટ્રોલમાં લીધા છે. VVIP કાફલાઓની સુરક્ષા માટે જીપીએસ-આધારિત ટ્રેકિંગ સિસ્ટમનો ઉપયોગ થઈ રહ્યો છે. કોઈપણ શંકાસ્પદ વસ્તુ કે વાહનની ઝીણવટભરી તપાસ માટે બોમ્બ ડિટેક્શન એડ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) ની ટીમો પણ સતત એલર્ટ મોડ પર છે
વ્યાપક ટ્રાફિક ડાયવર્ઝન અને રૂટ નિયંત્રણો વિદેશી મહાનુભાવો અને VVIP કાફલાઓની સુરક્ષિત અવરજવરને ધ્યાનમાં રાખીને સામાન્ય નાગરિકો માટે વિશેષ ટ્રાફિક યોજના અમલમાં મૂકવામાં આવી છે. રાજધાનીના રસ્તાઓ પર આશરે ૪,૮૦૦ ટ્રાફિક પોલીસ કર્મચારીઓ તૈનાત છે. સરદાર પટેલ માર્ગ, મથુરા રોડ, અકબર રોડ, તીન મૂર્તિ માર્ગ અને મોતીલાલ નહેરુ માર્ગ સહિત ૩૫ થી વધુ મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિક અસ્થાયી રૂપે અટકાવી શકાય છે અથવા વૈકલ્પિક માર્ગો તરફ વાળી શકાય છે. આ માટે ૨૨ મુખ્ય ડાયવર્ઝન પોઈન્ટ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં ધૌલા કુઆન, પટેલ ચોક અને મંડી હાઉસ જેવા મહત્વપૂર્ણ ચોક સામેલ છે. એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ જેવા ઇમરજન્સી વાહનો માટે તાત્કાલિક માર્ગ સુનિશ્ચિત કરવા વિશેષ વ્યવસ્થા ગોઠવાઈ છે. એરપોર્ટ અને રેલવે સ્ટેશન જતા મુસાફરોને વહેલા ઘરે નીકળવા, ટ્રાફિક સલાહ ચકાસવા અને મેટ્રો સેવાઓનો મહત્તમ ઉપયોગ કરવાની ખાસ અપીલ કરવામાં આવી છે.
પ્રાદેશિક સંકલન અને શાળાઓ-કચેરીઓની રજાઓ આ વૈશ્વિક મહાસંમેલનની સુરક્ષા માત્ર દિલ્હી પૂરતી સીમિત નથી, પરંતુ દિલ્હી-એનસીઆર, હરિયાણા, ઉત્તર પ્રદેશ, પંજાબ, રાજસ્થાન અને ચંદીગઢની સુરક્ષા એજન્સીઓ વચ્ચે પણ અત્યંત મજબૂત અને ગાઢ સંકલન સ્થાપિત કરવામાં આવ્યું છે. સરહદી વિસ્તારોમાં કડક તપાસ અને ગુપ્ત માહિતીના આદાનપ્રદાન પર ભાર મૂકવામાં આવ્યો છે. સુરક્ષા અને ટ્રાફિકના વ્યાપક નિયંત્રણોને ધ્યાનમાં રાખીને, દિલ્હીમાં ૧૧ સપ્ટેમ્બરે શાળાઓ તેમજ સરકારી અને ખાનગી કચેરીઓ બંધ રાખવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને પણ ટ્રાફિક જામની સમસ્યાથી બચવા માટે વર્ક ફ્રોમ હોમ અપનાવવા સલાહ અપાઈ છે. પ્રશાસને નાગરિકોને અતિ આવશ્યક ન હોય તો નવી દિલ્હીના સંવેદનશીલ વિસ્તારોમાં જવાનું ટાળવા અને સુરક્ષા વ્યવસ્થામાં સહયોગ આપવા વિનંતી કરી છે.
ભારતની પ્રાઈવેટ ફ્યૂઝન રિસર્ચ ફર્મ પ્રનોસ ફ્યૂઝને કૃત્રિમ સૂર્ય બનાવવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ સફળતા મેળવી છે. ચીન, અમેરિકા, દક્ષિણ કોરિયા, જાપાન જેવા ઘણાં દેશો કૃત્રિમ સૂર્ય બનાવવાના પ્રયોગો કરી રહ્યા છે. હવે એમાં ભારતમાં થયેલા સંશોધનને પણ ગણતરીમાં લેવાશે. ભારતીય કંપનીએ કૃત્રિમ સૂર્યના પ્લાઝ્મા બનાવવાનો સૌપ્રથમ સફળ પ્રયોગ કરી બતાવ્યો છે. ભારતીય સંશોધકોએ લગભગ આઠ મહિનાની મહેનત બાદ ટોકામક મશીન બનાવ્યું છે. એ મશીનનો ઉપયોગ પ્લાઝમા કંટ્રોલ કરવા માટે થાય છે. તે ઉપરાંત અન્ય ફ્યૂઝનને લગતી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ પણ કૃત્રિમ સૂર્ય બનાવવામાં થાય છે. ૪૦ સેન્ટીમીટરના રેડિયન્સ ધરાવતા ટોકામક મશીનથી સંશોધકોએ પ્રજ્ઞા નામના આ સૂર્યનો સફળ પ્રયોગ કર્યો હતો. ૨૦ કરોડ ડિગ્રી સેન્ટીગ્રેડની ઉર્જા નિર્માણનો મહાપ્રયોગ સફળ થતાં હવે કંપનીએ નેટ એનર્જી રિએક્ટર બનાવવાનો લક્ષ્યાંક સેટ કર્યો છે. આ પ્રયોગમાં ગેસને એટલું ઊંચું તાપમાન આપવામાં આવે છે કે પ્લાઝ્મા બની જાય છે. આ લાવા જેવો ગરમ પ્લાઝ્મા ચુંબકીય બળથી કંટ્રોલ થાય છે.
પ્રજ્ઞાનો હેતુ અત્યારે વીજળી ઉત્પાદનનો નથી. અત્યારે માત્ર પરીક્ષણો થશે. જોકે, કંપનીની યોજના છે કે આ પ્રોજેક્ટ બે દશકા સુધી ચાલશે. દર વર્ષે ત્રણ હજાર પ્લાઝ્મા શોટ લેવાનો ટાર્ગેટ છે. એનો અર્થ એ કે દરરોજ દસથી ૧૨ વખત પ્લાઝ્મા તૈયાર કરાશે. તેનાથી દેશમાં આર્ટિફિશિયલ સૂર્ય બનાવવાનો અને ફ્યૂઝન રિએક્ટરના નિર્માણનો માર્ગ મોકળો થશે. કંપનીના કહેવા પ્રમાણે ૨૦૨૭માં એક મેગ્નેટ રિએક્ટર બનાવી લેવાશે. તે પછી ૨૦૩૦ સુધીમાં ધરતી પર સૂર્ય હોય તે દિશામાં કામ શરૂ થશે. એટલે કે નેટ એનર્જી ગેઈન રિએક્ટર બનાવાશે. નેટ એનર્જી ગેઈન રિએક્ટર એટલે ફ્યૂઝનથી મળતી ઉર્જા એ બનાવવા પાછળ ખર્ચાયેલી ઉર્જાથી વધારે હોય, તો વધેલી ઉર્જાનો ઉપયોગ અન્ય મશીનો ચલાવવામાં થઈ શકે. આ એક રીતે ઉર્જાનું રોકાણ કર્યા પછી ઉર્જાના સ્વરૂપમાં નફો મેળવવા જેવું કામ છે. જથ્થાબંધ ઉર્જાનું ઉત્પાદન થાય તો તેનાથી લાંબાંગાળે ફાયદો મેળવી શકાય.
સોશિયલ મીડિયામાં અત્યારે ૮૦ના દશકાનો નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. લોકો ચેટજીપીટીને પ્રોમ્પ્ટ આપીને પોતાની તસવીરોમાં ૮૦ના દશકાનો લૂક બનાવે છે અને પછી તેને ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, એક્સ અને વોટ્સએપમાં શેર કરે છે. આ ટ્રેન્ડ હવે જાણે ભાજપ-કોંગ્રેસ વચ્ચે સોશિયલ મીડિયામાં જંગનું મેદાન બની ગયો છે. બંને પાર્ટીઓએ ૮૦ના દશકાના આ ટ્રેન્ડમાં રાજકીય રંગ ભેળવ્યો છે.
કેરળ કોંગ્રેસે ૮૦ના દશકાના આ ટ્રેન્ડમાં ઝંપલાવીને એક ફોટો પોસ્ટ કર્યો હતો. એના કેપ્શનમાં લખ્યું હતું – ૮૦ના દશકામાં ગુજરાતનો એક રસ્તો. તસવીરમાં એક વ્યક્તિ દેખાય છે, જેના ભરાવદાર ચહેરા પર કાળી દાઢી છે, માથામાં વાળ નથી, તિલક કર્યું છે અને તે જૂની હિન્દી ફિલ્મોમાં વિલનો વાન ચલાવતા એ રીતે વાન ચલાવે છે. કેરળ કોંગ્રેસે જ પછી તો કોઈ રેલવે સ્ટેશન બતાવીને ચાની લારીએ લોકોના ખીસ્સામાંથી પોકેટ મારતો એક નેતા પણ બતાવ્યો.
આ પછી તેલંગણા ભાજપે ચેટજીપીટીમાંથી ૮૦ના દશકાના ટ્રેન્ડનો એક ફોટો બનાવ્યો હતો. એમાં બાર ડાન્સર લાલ કપડાંમાં ટેબલ પર ડાન્સ કરી રહી છે. તેની પાછળ દારૂની બોટલો દેખાય છે. ચાર પુરુષો અને એક મહિલા એ ડાન્સને જુએ છે. તેલંગણા ભાજપે કેરળ કોંગ્રસના ફોટોને રિપોસ્ટ કરીને બાર ડાન્સરની ઈમેજ સાથે કેપ્શનમાં લખ્યું: લુસિયાના, ઈટલી. અંદાજે ૧૯૭૦નો સમયગાળો. પોસ્ટમાં કોઈનું નામ લખ્યું ન હતું.
આ બે-ત્રણ પોસ્ટ થઈ તે પછી ભાજપ અને કોંગ્રેસની વિવિધ પ્રદેશ કમિટીઓના સોશિયલ મીડિયામાંથી પણ સામ-સામી આવી પોસ્ટ જુદા જુદા કેપ્શન સાથે થઈ હતી. એકબીજાના નેતાઓને ટાર્ગેટ કરીને થયેલી આ પોસ્ટ પછી ૮૦ના દશકાના આ ટ્રેન્ડમાં જાણે રાજકીય રંગ ચડી ગયો હતો.
નાસા અને ટેકનોલોજી કંપની આઈબીએમ દ્વારા સ્પેસ રિસર્ચ ક્ષેત્રે એક ઐતિહાસિક જાહેરાત કરવામાં આવી છે. બંને સંસ્થાઓએ સંયુક્ત રીતે વિકસાવેલું નાસા-આઈબીએમ લુનર ફાઉન્ડેશન મોડલ ઓપન-સોર્સ એટલે કે વિશ્વભરના વૈજ્ઞાનિકો માટે ફ્રીમાં યુઝ માટે રીલિઝ કર્યું છે. આ એઆઈ મોડલ ચંદ્રની સપાટી, ત્યાંના કુદરતી સંસાધનો અને ભૌગોલિક પરિસ્થિતિઓને ચોક્કસ રીતે સમજવામાં મદદ કરશે.
નાસાના આગામી આર્ટેમિસ મિશન હેઠળ ચંદ્ર પર માનવ વસવાટ અને લાંબા ગાળાના સ્પેસ સ્ટેશન સ્થાપવાની યોજનાઓમાં આ એઆઈ મોડલ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે. છેલ્લાં કેટલાંક દાયકાઓમાં ચંદ્રની આસપાસ ભ્રમણ કરી ચૂકેલા વિવિધ સેટેલાઇટ્સ અને સ્પેસક્રાફ્ટે કરોડો ગીગાબાઇટ્સ ડેટા અને તસવીરો એકત્રિત કરી છે. પરંતુ, આ બધો ડેટા અલગ-અલગ ફોર્મેટ અને કેમેરા રેઝોલ્યુશનમાં હોવાથી વૈજ્ઞાનિકો માટે તેનું એકસાથે વિશ્લેષણ કરવું મુશ્કેલ હતું.
આ મોડલ ચંદ્રના ક્યાં ભાગોમાં બરફ ક્યાં હાજર હોઈ શકે છે તેનું અંદાજિત મેપિંગ કરે છે. ચંદ્ર પર રહેલો બરફ ભાવિ અવકાશયાત્રીઓ માટે પીવાના પાણી, ઓક્સિજન અને રોકેટના બળતણ ઉત્પાદન માટે સૌથી મહત્વનો ોત છે. ચંદ્રની સપાટી પર સુરક્ષિત સ્પેસક્રાફ્ટ લેન્ડિંગ માટે સુરક્ષિત જગ્યા શોધવી જરૂરી છે. આ મોડલ મીટર-સ્કેલ લેવલના નાનામાં નાના ખાડાઓ અને પથ્થરોને ઓળખીને લેન્ડિંગ માટે સલામત વિસ્તાર નક્કી કરવામાં મદદ કરે છે. ચંદ્ર પર ભૂતકાળમાં થયેલી જ્વાળામુખીય પ્રવૃત્તિઓનું મેપિંગ કરીને તે ચંદ્રના થર્મલ અને ભૌગોલિક ઇતિહાસને સમજવામાં વૈજ્ઞાનિકોને મદદ કરશે.
મહિલા એશિયા કપ 2026ની પ્રથમ સેમિફાઇનલમાં ભારતીય મહિલા ટીમે બાંગ્લાદેશને 40 રને હરાવીને ફાઇનલમાં શાનદાર પ્રવેશ કર્યો છે. ભારતે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 6 વિકેટે 149 રન બનાવ્યા હતા. તેના જવાબમાં બાંગ્લાદેશની ટીમ ભારતીય બોલરો સામે સંઘર્ષ કરતી જોવા મળી અને 20 ઓવરમાં 7 વિકેટે માત્ર 109 રન જ બનાવી શકી. આ જીત સાથે ભારતે વધુ એક વખત મહિલા એશિયા કપના ફાઇનલમાં પોતાનું સ્થાન પાક્કું કર્યું છે.
શેફાલી અને દીપ્તિએ જીતનો પાયો રચ્યો
ભારતની જીતમાં શેફાલી વર્મા અને દીપ્તિ શર્માનું પ્રદર્શન સૌથી વધુ ચર્ચામાં રહ્યું. શેફાલીએ શરૂઆતથી જ આક્રમક બેટિંગ કરતાં 40 બોલમાં 64 રનની તોફાની ઇનિંગ રમી હતી. તેની ઇનિંગમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થયો હતો. દીપ્તિ શર્માએ બેટથી 6 બોલમાં 13 રન બનાવ્યા હતા અને ત્યારબાદ બોલિંગમાં 4 ઓવરમાં 26 રન આપી 3 મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી. કેપ્ટન હરમનપ્રીત કૌરે પણ 28 બોલમાં અણનમ 24 રનનું યોગદાન આપ્યું હતું.
ભારતીય બેટરોએ આ રીતે બનાવ્યા 149 રન
ભારતની બેટિંગની વાત કરીએ તો સ્મૃતિ મંધાનાએ 5 બોલમાં 2 રન બનાવ્યા હતા. શેફાલી વર્માએ 40 બોલમાં 64 રન ફટકાર્યા હતા જેમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગા સામેલ હતા. પ્રતિકા રાવલે 24 બોલમાં 20 રન બનાવ્યા હતા અને એક ચોગ્ગો તથા એક છગ્ગો ફટકાર્યો હતો. હરમનપ્રીત કૌર 28 બોલમાં 24 રન બનાવી અણનમ રહી હતી, જેમાં 2 છગ્ગા સામેલ હતા. ઋચા ઘોષે 16 બોલમાં 21 રન બનાવ્યા હતા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. દીપ્તિ શર્માએ 6 બોલમાં 13 રન બનાવ્યા હતા જેમાં એક ચોગ્ગો અને એક છગ્ગો સામેલ હતો. ભારતી ફુલમાલી 1 બોલમાં ખાતું ખોલાવ્યા વગર રનઆઉટ થઈ હતી. ભારતને 5 એક્સ્ટ્રા રન મળ્યા હતા, જેમાં 1 લેગ બાય અને 4 વાઇડનો સમાવેશ થયો હતો.
બાંગ્લાદેશની બોલિંગમાં સુલતાના સૌથી સફળ
બાંગ્લાદેશની બોલિંગમાં સુલતાના ખાતૂન સૌથી સફળ બોલર રહી હતી. તેણે 3 ઓવરમાં 30 રન આપી 2 વિકેટ ઝડપી હતી. મરૂફા અખ્તરે 4 ઓવરમાં 40 રન આપી 1 વિકેટ લીધી હતી. નાહિદા અખ્તરે 4 ઓવરમાં 25 રન આપી 1 વિકેટ મેળવી હતી જ્યારે રાબેયા ખાને 4 ઓવરમાં 22 રન આપી 1 વિકેટ લીધી હતી. ફાહિમા ખાતૂન 4 ઓવરમાં 21 રન આપ્યા છતાં એકપણ વિકેટ મેળવી શકી નહોતી. શોર્ના અખ્તરે 1 ઓવરમાં 10 રન આપ્યા હતા અને તેને પણ કોઈ વિકેટ મળી નહોતી. બાંગ્લાદેશ તરફથી સૌથી વધુ રન મરૂફા અખ્તરે 40 આપ્યા હતા, જ્યારે વિકેટ વિના રહેનાર બોલરોમાં ફાહિમા ખાતૂન અને શોર્ના અખ્તરનો સમાવેશ થાય છે.
બાંગ્લાદેશની બેટિંગ રહી નિરાશાજનક
150 રનના લક્ષ્યનો પીછો કરતા બાંગ્લાદેશ માટે દિલારા અખ્તરે 26 બોલમાં 21 રન બનાવ્યા હતા જેમાં 4 ચોગ્ગા સામેલ હતા. જુઆરીયા ફિરદૌસે 18 બોલમાં 14 રન બનાવ્યા હતા અને 2 ચોગ્ગા ફટકાર્યા હતા. સોભાના મોસ્તારીએ 24 બોલમાં 18 રન બનાવ્યા હતા જેમાં એક ચોગ્ગો સામેલ હતો. કેપ્ટન નિગાર સુલતાનાએ 17 બોલમાં 19 રન બનાવ્યા હતા અને એક ચોગ્ગો તથા એક છગ્ગો ફટકાર્યો હતો. શોર્ના અખ્તર 18 બોલમાં 22 રન બનાવી અણનમ રહી હતી, જેમાં એક ચોગ્ગો અને એક છગ્ગો સામેલ હતો. શર્મિન અખ્તરે 2 બોલમાં 1 રન બનાવ્યો હતો. ફાહિમા ખાતૂને 14 બોલમાં 14 રન બનાવ્યા હતા અને 2 ચોગ્ગા ફટકાર્યા હતા. રાબેયા ખાન 1 બોલમાં ખાતું ખોલાવ્યા વગર આઉટ થઈ હતી. બાંગ્લાદેશને એકપણ એક્સ્ટ્રા રન મળ્યા નહોતા.
ભારતીય બોલરોએ બાંગ્લાદેશને જકડી રાખ્યું
ભારતીય બોલિંગમાં દીપ્તિ શર્માએ 4 ઓવરમાં 26 રન આપી 3 વિકેટ ઝડપી હતી અને સૌથી સફળ બોલર રહી હતી. નંદની શર્માએ 2 ઓવરમાં માત્ર 10 રન આપી 2 વિકેટ લીધી હતી. શ્રી ચરાણીએ 4 ઓવરમાં 14 રન આપી 1 વિકેટ ઝડપી હતી. પ્રેમા રાવતે 4 ઓવરમાં 21 રન આપી 1 વિકેટ લીધી હતી. ક્રાંતિ ગૌડે 2 ઓવરમાં 13 રન આપ્યા છતાં વિકેટ મેળવી શકી નહોતી. શેફાલી વર્માએ 4 ઓવરમાં 25 રન આપ્યા હતા પરંતુ તેને પણ કોઈ વિકેટ મળી નહોતી. ભારતીય બોલરોમાં સૌથી વધુ 26 રન દીપ્તિ શર્માએ આપ્યા હતા, જ્યારે વિકેટ વિના રહેનાર બોલરોમાં ક્રાંતિ ગૌડ અને શેફાલી વર્માનો સમાવેશ થાય છે.
હવે ફાઇનલમાં કોની સામે થશે મુકાબલો?
ભારતની જીત સાથે મહિલા એશિયા કપ 2026ના ફાઇનલમાં તેનું સ્થાન નિશ્ચિત થયું છે. ફાઇનલ મુકાબલો 13 સપ્ટેમ્બર 2026ના રોજ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ભારતનો સામનો બીજા સેમિફાઇનલમાં શ્રીલંકા મહિલા અને પાકિસ્તાન મહિલા ટીમ વચ્ચેની મેચના વિજેતા સામે થશે. સતત પ્રભુત્વભર્યા પ્રદર્શનના કારણે ભારતીય મહિલા ટીમ વધુ એક વખત એશિયા કપ ટ્રોફી જીતવાની મજબૂત દાવેદાર તરીકે ઉભરી આવી છે.
બિહારમાં ગંગા સહિત 8 નદીઓ જોખમી સ્તરે વહી રહી છે. 14 જીલ્લામાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. જેના કારણે લગભગ 36 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. કોસી, ગંડક અને ઘાઘરા નદીઓ જોખમી સ્તરની ઉપર વહી રહી છે. સારણમાં માહી નદી પર બનેલ જીમીંદારી ડેમ તૂટવાને કારણે સ્થિતિ વધુ ગંભીર બની છે.
ઉત્તર પ્રદેશમાં 3 જીલ્લામાં શાળાઓ બંધ, 23 જીલ્લામાં વરસાદનું એલર્ટ
ઉત્તર પ્રદેશમાં વરસાદને કારણે લખીમપુર અને બરેલીમાં 8માં ધોરણ સુધીની તમામ શાળાઓમાં રજા જાહેર કરાઈ છે. વારાણસીમાં પ્રી-પ્રાઈમરીથી 5માં ધોરણ સુધીની શાળાઓ બંધ રહેશે, જ્યારે 6 થી 12 ધોરણની શાળાઓ સવારે 9 થી બપોરનાં 3 વચ્ચે ચાલુ રાખી શકાશે. બુધવારે વારાણસી અને પ્રયાગરાજ સહિત 23 જીલ્લામાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ભૂસ્ખલનને કારણે ઉત્તરાખંડમાં ઘરો-દુકાનોમાં તિરાડ
ઉત્તરાખંડના પૌડીમાં ભૂસ્ખલનને કારણે મકાનો અને દુકાનોમાં મોટાપાયે તિરાડો જોવા મળી રહી છે. પહાડી જીલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાઓને જોતા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ મધ્ય પ્રદેશમાં વરસાદે ફરી એકવાર 3 દિવસનો બ્રેક લીધો છે. હવામાન વિભાગ ભોપાલે 11 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદની શક્યતાની આગાહી કરી નથી.
પંજાબના સંગરુરમાં ગુલઝાર સિંહના મૃત્યુથી દેશમાં રાજકીય ખળભળાટ મચી ગયો છે. લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ પંજાબમાં આમ આદમી પાર્ટી (AAP) સરકારને દલિત વિરોધી ગણાવી અને જનતાને સતર્ક રહેવા વિનંતી કરી. તેમણે કહ્યું કે પંજાબના લોકો, ખાસ કરીને દલિતો, AAP સરકારના સત્તાના દુરુપયોગ પ્રત્યે સતર્ક રહે. તેમણે કોંગ્રેસ પાર્ટીના X હેન્ડલ પર પોસ્ટ કરાયેલ એક વિડીયો પણ શેર કર્યો, જેમાં ગુલઝાર સિંહની માતા અને પત્નીના નિવેદનો છે. “ચીમાએ તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ,” રાહુલ ગાંધીએ કહ્યું.
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ માંગ કરી કે મુખ્યમંત્રી ભગવંત માન તાત્કાલિક ચીમાનું રાજીનામું માંગે અને નિષ્પક્ષ તપાસ સુનિશ્ચિત કરે. તેમણે કહ્યું, “તેમના જીવનકાળ દરમિયાન તેમને માત્ર ત્રાસ આપવામાં આવ્યો ન હતો, પરંતુ તેમના મૃત્યુ સમયે પણ તેમનું અપમાન કરવામાં આવી રહ્યું છે. શોકગ્રસ્ત પરિવાર દાવો કરી રહ્યો છે કે તેમને પરંપરાગત અંતિમ સંસ્કારનો અધિકાર નકારવામાં આવ્યો હતો. હું પુનરોચ્ચાર કરું છું કે મુખ્યમંત્રીએ તાત્કાલિક નાણાં પ્રધાનનું રાજીનામું માંગવું જોઈએ. તેમનું નામ FIRમાં સામેલ કરવું જોઈએ અને સમગ્ર મામલાની સ્વતંત્ર, નિષ્પક્ષ અને સમયસર તપાસ થવી જોઈએ.” આનાથી ઓછું કંઈ ન્યાય નથી, તે માત્ર એક ઔપચારિકતા છે. ‘મૃતદેહોનું રાજકારણ ન કરો: ભગવંત માન
જવાબમાં, સીએમ ભગવંત માનએ રાહુલ ગાંધીને મૃતદેહોનું રાજકારણ ન કરવા કહ્યું. AAP ના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે કહ્યું કે તેમનો પક્ષ ડ્રગ્સના દુરુપયોગ સામે નિર્ણાયક લડાઈ લડી રહ્યો છે. તેમણે રાજ્યમાં ડ્રગ્સની સમસ્યા માટે અગાઉની શિરોમણી અકાલી દળ અને કોંગ્રેસ સરકારોને જવાબદાર ઠેરવ્યા. પંજાબના સંગરુર જિલ્લાના દિડબાના રહેવાસી 47 વર્ષીય ગુલઝાર સિંહનું સોમવારે રાત્રે ઝેર પીધા બાદ મૃત્યુ થયું. તેમના પરિવારે જણાવ્યું કે તેમણે 6 સપ્ટેમ્બરના રોજ દિડબામાં એક કાર્યક્રમ દરમિયાન નાણામંત્રી હરપાલ ચીમાને વિસ્તારમાં ડ્રગ સપ્લાય વિશે પૂછપરછ કરી હતી.
આપ સરકારમાં ખતરનાક પેટર્ન: રાહુલ ગાંધી
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ અગાઉ ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું કે પંજાબમાં સરકારની નિષ્ફળતાઓ પર સવાલ ઉઠાવનારાઓને કથિત રીતે ધમકીઓ અને ઉત્પીડનનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે કહ્યું, “પંજાબમાં AAP સરકારમાં એક ખતરનાક પેટર્ન ઉભરી રહી છે: જો તમે તેની નિષ્ફળતાઓ પર પ્રશ્ન ઉઠાવશો, તો તમને ધમકીઓ અને ત્રાસ આપવામાં આવશે. ગુલઝાર સિંહ, એક દલિત, જેમણે પોતાના પુત્રને ડ્રગ્સના વ્યસનનો શિકાર બનતા જોયો છે, તેમણે નાણામંત્રીને ફક્ત પૂછ્યું કે સરકાર ડ્રગના વેપારને રોકવામાં આટલી ખરાબ રીતે કેમ નિષ્ફળ રહી છે.”