Home Blog Page 38

National : બિહારમાં પૂર-પરિસ્થિતિ ગંભીર : 15 જિલ્લાના 46.88 લાખ લોકોને અસર

0

બિહારમાં પૂરની પરિસ્થિતિ બિહામણી બની રહી છે. બંધમાં ભંગાણ પાડતી ગંગા નદી અને એની શાખાઓ ભયજનક સપાટીથી ઊંચે વહી રહી હોવાથી રાજ્યના ૧૫ જિલ્લાઓમાં ૪૬.૮૮ લાખ લોકો અસરગ્રસ્ત થયા છે.

ભાગલપુર જિલ્લાના વિવિધ ભાગોમાં બંધના ચાર સ્થળોએ ભંગાણ થયું છે, જે પૈકી કેટલાક દુરસ્ત કરી દેવાયા છે, જ્યારે બાકીના સ્થળે કાર્ય થઇ રહ્યું છે. ગોપાલપુર બ્લોકમાં બ્રહ્મોત્તાર બંધમાનું ભંગાણ, જળસ્ત્રોત વિભાગની ટેકનિકલ ટીમ અને સ્થાનિક લોકોના સાથ-સહકારથી રાતોરાત રિપેર કરી લેવાયું છે.

રાંગ્રા બ્લોકમાં ધોબાનિઆ જમીનદારી બંધ ખાતે વહેલી સવારે ૪.૩૦ના સુમારે બંધમાં લગભગ ૨૦ ફીટનું ખવાણ થઇ જતા પીડબલ્યુડી રોડ નંબર-૧૪ની અંદર પૂરના પાણી પ્રવેશ્યા. એની સામે સંરક્ષણાત્મક ઢાલરૂપે વાંસના થાંભલા, રેતીની બેગો અને પ્લાસ્ટિક શીટનો ઉપયોગ કરી કામ ચલાવાયું હતું.


રાન્ગરા ચોકમાં કાલબાલિયા નદી પરના ધોબાનિયા બંધમાં ભંગાણ જણાયું છે. બનિયાબૈસિ પંચાયતમાંના સાદોપુર રિંગ બંધના ભાગરૂપ બુધિયા ડેમમાં પણ ભંગાણ પડયું છે. અસરગ્રસ્ત સ્થળોએ ટેકનિકલ ટીમો ગોઠવવામાં આવી છે, જ્યારે જેમાં નુકસાન થઇ શકે એવુ છે એવા બંધો પર ૨૪ કલાક દેખરેખ રખાઇ રહી છે. આપત્તિ વ્યવસ્થાપન વિભાગના છેલ્લા બુલેટિનમાં જણાવાયાનુસાર, પૂરથી ૮૮ બ્લોકોમાં સમાવિષ્ટ ૫૬૧ ગ્રામ પંચાયતોમાં ૪૬.૮૮ લાખ લોકોને અસર પહોંચી છે. ભાગલપુર, પટણાસ સારન, વૈશાલી, બેગુસરાઇ, કટિહાર, પૂર્ણિઆ અને બકસર વગેરે જિલ્લાઓમાં અત્યંત કફોડી પરિસ્થિતિ છે.
બિહાર અને નેપાળમાં થયેલા ભારે વરસાદથી કેટલીક નદીઓ અને જળાશયો છલકાઇ રહ્યા છે. રાજ્યમાં સપ્ટેમ્બર મહિનામાં અત્યાર સુધી ૯૦ મિલિમીટર વરસાદ નોંધાયો છે, જે નોર્મલ કરતાં ૨૦ ટકા વધુ છે.

Business : ઈ-કારના વેચાણમાં ૫૨ અને ટુ-વ્હીલરમાં ૬૭ ટકાનો વધારો

0

દેશમાં ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ સતત વધી રહ્યું છે. તહેવારોની મોસમ પહેલા, ઈલેક્ટ્રિક પેસેન્જર વાહન અને ટુ-વ્હીલરના વેચાણમાં વાર્ષિક ધોરણે મજબૂત વૃદ્ધિ નોંધાઈ હતી. જોકે, ક્વાર્ટર-દર-ક્વાર્ટર નોંધણીમાં થોડો ઘટાડો થયો હતો.


ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (ફાડા)ના ડેટા અનુસાર, ઓગસ્ટમાં ઈલેક્ટ્રિક પેસેન્જર વાહનોનું રિટેલ વેચાણ ૫૧.૯% વધીને ૩૦,૬૯૬ વાહનો થયું છે જે ગયા વર્ષે ૨૦,૨૧૩ વાહનો હતું. કુલ પેસેન્જર વાહનના રિટેલ વેચાણમાં ઈલેક્ટ્રિક વાહનોનો હિસ્સો હવે વધીને ૭.૬% થયો છે, જે ગયા વર્ષે ઓગસ્ટમાં ૫.૮% હતો.ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર શ્રેણીમાં વધુ ઝડપી વૃદ્ધિ જોવા મળી છે. ગયા વર્ષે ૧૦૯,૬૨૮ યુનિટની સરખામણીમાં નોંધણી ૬૭.૧% વધીને ૧૮૩,૨૦૪ વાહનો થઈ હતી. ટુ-વ્હીલર કેટેગરીમાં ઈવી વિસ્તરણ ૧૦.૭% હતું, જે ગયા વર્ષે ૭.૭% હતું. જોકે, જુલાઈની સરખામણીમાં બંને કેટેગરીમાં થોડી મંદીનો અનુભવ થયો.


ઇલેક્ટ્રિક પેસેન્જર વાહન નોંધણીમાં માસિક ૬.૮% ઘટાડો થયો છે, જ્યારે ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર નોંધણીમાં ૧૦.૪% ઘટાડો થયો હતો. જુલાઈમાં બજારમાં પ્રવેશ અનુક્રમે ૭.૯% અને ૧૧.૨% હતો, જે આ વખતે થોડો ઓછો હતો. ઓગસ્ટમાં નોંધણીમાં મંદી આગામી તહેવારોની સીઝનને કારણે હોઈ શકે છે.
આ મહિને ઇલેક્ટ્રિક કોમર્શિયલ વાહનો સૌથી ઝડપથી વિકસતા ઈવી શ્રેણી હતા. તેની નોંધણીઓ વાર્ષિક ધોરણે લગભગ ત્રણ ગણી વધીને ૪,૭૦૨ વાહનોના સર્વકાલીન માસિક ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગઈ હતી, જે ૧૮૮.૩% વધી હતી, જ્યારે કુલ કોમશયલ વાહનોના રિટેલ વેચાણમાં તેમનો હિસ્સો ૨.૦૬% થી વધીને ૫.૧૮% થયો હતો.

Bollywood : મીના કુમારીની બાયોપિકમાં સૈફ અને તૃપ્તિના નામની ચર્ચા

0

સિદ્ધાર્થ પી. મલ્હોત્રાના નિર્દેશનમાં બનવા જઇ રહેલી મીના કુમારીની બાયોપિક નામે ‘કમાલ ઔર મીના’ની સ્ટારકાસ્ટ જાહેર થઇ નથી પણ તેમાં મુખ્ય ભૂમિકાઓ સૈફ અલી ખાન અને તૃપ્તિ ડિમરી ભજવશે તેેવા અહેવાલો વહેતાં થયા છે. જો કે, નિર્દેશક સિદ્ધાંત મલ્હોત્રાએ આવી અટકળો લગાવવાની બંધ કરી સત્તાવાર જાહેરાત કરવામાં આવે તેની રાહ જોવા જણાવ્યું હતું.

નિર્દેશક સિદ્ધાર્થ પી. મલ્હોત્રાએ સોશિયલ મિડિયા પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ‘કમાલ ઔર મીના’માં લોકોને રસ પડયો છે તેનાથી હું ખુશ છું પણ મારી નમ્ર વિનંતી છે કે ફિલ્મની સ્ટારકાસ્ટ વિશે કોઈ અટકળો લગાવવામાં ન આવે.


મલ્હોત્રાએ જણાવ્યું હતું કે એકવાર જરૂરી કરારો પુરાં થઇ જાય તે પછી ટીમ દ્વારા કાસ્ટ, સ્ટુડિયો અને અન્ય વિગતો જાહેર કરશે.
તેમણે જણાવ્યું હતું કે અધૂરી માહિતી પર આધારીત અહેવાલોથી ફિલ્મ અને તેની સાથે સંકળાયેલાં લોકોને અસર થાય છે. અગાઉ મીના કુમારીની ભૂમિકા માટે કિઆરા અને ક્રિતીના નામોની અટકળો ચગાવાઇ હતી હવે સૈફ અને તૃપ્તિ ડિમરીની વાતો ચાલી છે.

World : ભારત યાત્રા માટે આવી રહેલા 92 શીખોને પાકે. એરપોર્ટ પર જ રોક્યા

0

પાકિસ્તાનમાં લઘુમતીઓને ખુદ પ્રશાસન દ્વારા પરેશાન કરવામાં આવી રહ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. પાકિસ્તાનથી આશરે ૯૨ જેટલા શીખો ભારતમાં ઉત્તરાખંડમાં આવેલા પોતાના એક ધાર્મિક સ્થળે જવા માટે પાક.થી રવાના થયા હતા. જોકે આ તમામ શીખ શ્રદ્ધાળુઓને પાકિસ્તાન પ્રશાસને ફૈસલાબાદ એરપોર્ટ પર જ રોકી લેવાયા હતા અને ભારત આવતા અટકાવાયા હતા.

ભારતના ઉત્તરાખંડમાં શ્રી હેમકુંડ સાહિબ આવવા માટે પાકિસ્તાનના ૯૨ જેટલા શીખો રવાના થયા હતા, તેમની પાસે ભારતના કાયદેસરના વીઝા પણ હતા. શુક્રવારે બાળકો મહિલાઓ સહિતના આ તમામ શીખો ગલ્ફ થઇને ભારત આવતી એક ફ્લાઇટમાં આવવા માટે એરપોર્ટ પર પહોંચ્યા હતા. જોકે તેમને ફૈસલાબાદ એરપોર્ટ પર જ પાકિસ્તાનના ઇમિગ્રેશન વિભાગ દ્વારા રોકી લેવાયા હતા અને ફ્લાઇટમાં બેસવા નહોતા દેવાયા. આ મામલે ભારે વિવાદ થતા બાદમાં પાકિસ્તાન ઇમિગ્રેશન વિભાગે પોતાના બચાવમાં એવો દાવો કર્યો હતો કે આ તમામ પાકિસ્તની શીખો પાસે રિટર્ન ટિકિટ નહોતી, તેઓએ માત્ર ભારત જવા માટેની જ ટિકિટ લીધી હતી.


સાથે જ સરકાર પાસેથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ એનઓસી પણ લેવામાં નહોતું આવ્યું. એટલુ જ નહીં દિલ્હી મંદર મેનેજમેન્ટ કમિટી દ્વારા આ તમામ શીખોના વીઝાની કાર્યવાહી કરવામાં આવી હતી, આ મુસાફરો પાકિસ્તાન શીખ ગુરુદ્વારા પ્રબંધક કમિટીનો પણ સંપર્ક કરી શક્યા હોત. વાઘા બોર્ડરનો પણ ઉપયોગ કરી શક્યા હોત. આવા વિચિત્ર કારણો આપીને અનેક શીખ પરિવારને પાકિસ્તાન પ્રશાસન દ્વારા પરેશાન કરવામાં આવ્યા હતા. શીખોએ વીડિયો બનાવીને આપવીતી વર્ણવી હતી. વીડિયોમાં તેઓ કહી રહ્યા છે કે અમે છેલ્લા ચાર કલાકથી એરપોર્ટ પર અટવાયા છીએ, કોઇ મદદ માટે આગળ આવે. બાદમાં શીખ શ્રદ્ધાળુઓએ કહ્યું હતું કે અમે બાકીના તમામ ડોક્યુમેન્ટ્સ રજુ કરીને પણ અમારા ધાર્મિક સ્થળે પહોંચીશું.

Natinal : પુતિન ખમૈયા કરો, યુક્રેનનું યુદ્ધ અટકાવો : મોદીની અપીલ

0

બ્રિક્સ શિખર સંમેલન પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિનને યુક્રેન સામેનું યુદ્ધ બંધ કરવા અપીલ કરી હતી. આ સાથે તેમણે પુતિન સમક્ષ કાળા સમુદ્રમાં ભારતીય નાવિકોની સુરક્ષાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. ઉપરાંત ભારત અને રશિયાની દ્વિપક્ષીય બેઠકમાં બંને નેતાઓએ વધતી ભૂ-રાજકીય અનિશ્ચિતતા અને તણાવ વચ્ચે વર્ષ ૨૦૩૦ સુધીમાં બંને દેશોનો પારસ્પરિક વેપાર વધારીને ૧૦૦ અબજ ડોલર સુધી લઈ જવા પર સહમતી વ્યક્ત કરી હતી. બિઝનેસ ફોરમમાં પીએમ મોદી, પ્રમુખ પુતિન અને ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાને આર્થિક સહયોગ, સ્થાનિક કરન્સી અને સુરક્ષિત સમુદ્રી માર્ગો પર ભાર મૂક્યો હતો.


બ્રિક્સ સંમેલન માટે રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિન ગુરુવારે દિલ્હી પહોંચ્યા હતા. એરપોર્ટ પર પુતિનનું ભવ્ય સ્વાગત કરાયું હતું. ત્યાર પછી શુક્રવારે બપોરે ભારત મંડપમ્માં પીએમ મોદી અને પ્રમુખ પુતિન સહિત બંને દેશોના પ્રતિનિધિમંડળ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. આ બેઠક પછી પીએમ મોદી અને પુતિન એક સાથે રશિયન પ્રમુખની અત્યંત સુરક્ષિત કારમાં ભારત મંડપમ્માં બિઝનેસ ફોરમના સ્થળ સુધી ગયા હતા.


બંને નેતા ભારત અને રશિયાની વિશેષ તથા વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા સહમત થયા હતા. દ્વિપક્ષીય બેઠકમાં ભારત અને રશિયા પારસ્પરિક વેપાર હાલમાં ૬૫ યુએસ ડોલરથી વધારીને ૨૦૩૦ સુધીમાં ૧૦૦ અબજ યુએસ ડોલર સુધી લઈ જવા સહમત થયા છે.
રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિને બ્રિક્સના સભ્ય દેશોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વેપાર, લોજિસ્ટિક્સ અને ટેક્નોલોજીમાં વિવિધ પ્રોજેક્ટ્સને ભંડોળ પૂરું પાડવા એનડીબી આધારિત નવા રોકાણ પ્લેટફોર્મ્સની ભલામણ કરી હતી. આ સાથે તેમણે બ્રિક્સ સંગઠનનું આર્થિક સહકારનો વિકાસ કોઈના પણ વિરુદ્ધ નહીં હોવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું સંગઠનનો આશય તેના સભ્યોના રાષ્ટ્રીય હિતોને આગળ વધારવાનો છે.


વધુમાં પ્રમુખ પુતિને રશિયા પર પ્રતિબંધો મૂકનારા જી-૭ સહિતના પશ્ચિમી દેશો પર કટાક્ષ કરતા કહ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં દુનિયાના જીડીપીમાં ૪૦ ટકાથી વધુ હિસ્સો બ્રિક્સ દેશોએ પેદા કર્યો છે જ્યારે તથાકથિત જી-૭ દેશોનું યોગદાન માત્ર ૨૯ ટકા છે. બ્રિક્સ દેશોની સભ્ય સંખ્યા વધીને હવે ૨૧ થઈ ગઈ છે. એક સમયે આર્થિક વિકાસનું નેતૃત્વ કરનારા તથાકથિત નેતાઓ જૂના થઈ ગયા છે. તેમની જગ્યા હવે વિકાસનું નેતૃત્વ નવા દેશો કરી રહ્યા છે. વૈશ્વિક અર્થવ્યવસ્થા બદલાઈ રહી છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, રશિયન પ્રમુખ સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એનર્જી, ટેક્નોલોજી, સંરક્ષણ અને સંસ્કૃતિ જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. વધુમાં ૨૦૩૦ સુધીમાં આર્થિક સહકાર માટેના કાર્યક્રમ મુદ્દે પણ ચર્ચા થઈ હતી. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, પીએમ મોદીએ બંને દેશો વચ્ચે ૨૪મી વાર્ષિક સમિટની ચર્ચા માટે રશિયા આવવાનું પ્રમુખ પુતિનનું આમંત્રણ સ્વીકાર્યું છે.
પીએમ મોદી અને પ્રમુખ પુતિન વચ્ચે લગભગ ૪૫ મિનિટ સુધી દ્વિપક્ષીય બેઠક ચાલી હતી. આ બેઠકમાં બંને વચ્ચે સંરક્ષણ, ક્રિટિકલ મિનરલ્સ, નાગરિક પરમાણુ ઊર્જા, ખાતર પુરવઠા અને લોકોથી લોકોના સંબંધોના મુદ્દે સહકાર વધારવા સહમતી બની હતી. આ બેઠકમાં પીએમ મોદીએ રશિયન પ્રમુખને યુક્રેન યુદ્ધનો અંત લાવવા અપીલ કરી હતી. સાથે જ કાળા સમુદ્રમાં વ્યાપારિક જહાજોના પરિવહન અને ભારતીય નાવિકોની સુરક્ષાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.


રશિયા સાથેની દ્વિપક્ષીય બેઠક પછી ભારત મંડપમમાં પીએમ મોદીએ પુતિન અને ઈરાનના પ્રમુખ પેઝેશ્કિયાનની હાજરીમાં યુદ્ધો વચ્ચે વૈશ્વિક વેપારનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, વૈશ્વિક વ્યાપારિક જળમાર્ગો, પુરવઠા ચેઈન અને નાવિકો સુરક્ષિત હોય તો જ વૈશ્વિક વેપાર શક્ય બને છે. આ કારણે ભારત આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર મુક્ત પરિવહન અને નાવિકોની સુરક્ષાનું સમર્થન કરે છે.

World : મિડલ ઈસ્ટમાં નવું સંકટ! સાઉદી પ્રિન્સે 2 વાર ફોન કર્યો પણ ટ્રમ્પે હૂતીઓ પર હુમલો કરવાની ના પાડી દીધી!

0

પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમા પર પહોંચ્યો છે. ઈરાન સમર્થિત હૂતી વિદ્રોહીઓએ લાલ સમુદ્ર કિનારે આવેલા વ્યૂહાત્મક શહેર મોચા પર કબજો કરી લીધો છે અને હવે તેઓ બાબ અલ-મંડેબ જળમાર્ગ પર નિયંત્રણ મેળવવાની તૈયારીમાં છે. જો આમ થશે તો સાઉદી અરેબિયા હૂતીઓના સંકજામાં ફસાઈ શકે છે. હૂતીઓએ સાઉદી અરેબિયા પર મિસાઈલ અને ડ્રોન હુમલા પણ કર્યા છે, જેનો સાઉદીએ વળતો જવાબ આપ્યો છે. આ ગંભીર સ્થિતિ વચ્ચે સાઉદી અરેબિયાએ અમેરિકા પાસે લશ્કરી મદદ માંગી હતી, પરંતુ અમેરિકાએ હૂતીઓ પર હુમલો કરવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે.

અમેરિકાએ સાઉદી અરેબિયાની વિનંતી ફગાવી

એક્સિઓસના અહેવાલ મુજબ, સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન (Mohammed bin Salman)એ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ને ફોન કરીને હૂતીઓ સામે લશ્કરી કાર્યવાહી કરવાની વિનંતી કરી હતી. જોકે, અમેરિકી પ્રશાસને હાલ આ મામલે સીધો લશ્કરી હસ્તક્ષેપ કરવાનો ઈનકાર કર્યો છે. હૂતીઓ જે બાબ અલ-મંડેબ જળમાર્ગ તરફ આગળ વધી રહ્યા છે તે લાલ સમુદ્રને અદનની ખાડી સાથે જોડે છે, જે વૈશ્વિક વેપાર અને સાઉદી અરેબિયાના તેલની નિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઉછાળો

લાલ સમુદ્રમાં લડાઈના કારણે મહત્વના દરિયાઈ વેપાર માર્ગો જોખમમાં મુકાવાની ચિંતા વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલના ભાવ ઝડપથી વધીને પ્રતિ બેરલ 116 ડોલરની આસપાસ પહોંચી ગયા છે. ઈરાન પહેલાથી જ હોર્મુઝ જળમાર્ગના શિપિંગમાં અડચણો ઊભી કરી રહ્યું છે, ત્યારે બાબ અલ-મંડેબ પર હૂતીઓનો સંભવિત કબજો અમેરિકા અને ખાડી દેશો પર દબાણ વધારવા માટેનું એક મોટું હથિયાર બની શકે છે.

સીધા યુદ્ધથી બચવા અમેરિકાનો પ્રયાસ

અમેરિકા યમનમાં સીધા લશ્કરી હસ્તક્ષેપથી બચવા માંગે છે, કારણ કે સીધા સૈન્ય સંઘર્ષથી સમગ્ર પશ્ચિમ એશિયામાં મોટું યુદ્ધ ભડકી શકે છે. જોકે, પરિસ્થિતિ પર નજર રાખવા અને વ્યૂહાત્મક તાલમેલ જાળવવા માટે અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના વડા એડમિરલ બ્રેડ કૂપર સાઉદી અરેબિયા પહોંચ્યા હતા.

સાઉદી અરેબિયાના વલણમાં મોટો બદલાવ

હૂતી વિદ્રોહીઓએ લાલ સમુદ્રમાં સાઉદી તેલના ટેન્કરો અને ઊર્જા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલા તેજ કર્યા બાદ સાઉદી અરેબિયાના વલણમાં આ મોટો ફેરફાર આવ્યો છે. અગાઉ સાઉદી અરેબિયાએ અમેરિકી લશ્કરી મદદ વિના જ આ ખતરાનો સામનો કરવાની વાત કરી હતી, પરંતુ જમીની પરિસ્થિતિ વણસતાં હવે તેણે સીધી અમેરિકી સૈન્ય કાર્યવાહીની માંગ કરવી પડી છે.

Sports : વિનેશ ફોગાટને દિલ્હી હાઈકોર્ટનો ઝટકો, વર્લ્ડ ચેમ્પિયનશિપની ટ્રાયલમાં ભાગ નહીં લઈ શકે

0

ભારતીય સ્ટાર મહિલા પહેલવાન વિનેશ ફોગાટના આંતરરાષ્ટ્રીય કુસ્તીમાં પુનરાગમનના પ્રયાસોને મોટો આંચકો લાગ્યો છે. દિલ્હી હાઈકોર્ટે વર્ષ 2026ની સીનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ માટેના સિલેક્શન ટ્રાયલ્સમાં ભાગ લેવા માટે વિનેશ દ્વારા માંગવામાં આવેલી વચગાળાની રાહતની અરજી ફગાવી દીધી છે. હાઈકોર્ટના આ ચુકાદા બાદ નવી દિલ્હી સ્થિત ઈન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતે 14 સપ્ટેમ્બરે યોજાનાર ટ્રાયલ્સમાં ભાગ લેવાના વિનેશ માટેના તમામ રસ્તા હાલ બંધ થઈ ગયા છે.

જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માએ ગુરુવારે મોડી રાત્રે આ આદેશ આપતાં જણાવ્યું હતું કે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI) દ્વારા નક્કી કરાયેલી પાત્રતાની શરતોમાં કોઈ એક વ્યક્તિગત ખેલાડીને ખાસ છૂટછાટ આપી શકાય નહીં. 7 સપ્ટેમ્બર 2026ના રોજ જારી કરાયેલા સર્ક્યુલરમાં નિર્ધારિત માપદંડો તમામ રમતવીરો પર એકસમાન રીતે લાગુ પડે છે.

વિનેશે શા માટે ખખડાવ્યા હતા કોર્ટના દ્વાર?

WFIના 7 સપ્ટેમ્બરના સર્ક્યુલર અનુસાર, સીનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપના ટ્રાયલ્સ માટે છ ઓલિમ્પિક વજન વર્ગમાં અમુક ચોક્કસ સ્પર્ધાઓના મેડલ વિજેતાઓ, નેશનલ કોચિંગ કેમ્પના કુસ્તીબાજો અને 2026 અંડર-20 વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે પસંદ થયેલા પહેલવાનો જ પાત્ર ઠરે છે.

વિનેશની દલીલમાં કહેવામાં આવ્યું છે કે જુલાઈ 2025માં માતા બન્યા બાદ તેઓ માતૃત્વના કારણે જરૂરી ક્વોલિફાઈંગ સ્પર્ધાઓમાં ભાગ લઈ શક્યા નહોતા. જેથી આ નિયમો તેમના માટે ટ્રાયલ્સના દ્વાર સંપૂર્ણ બંધ કરી દે છે. વિનેશે સીધી ટીમમાં એન્ટ્રી નહોતી માંગી, પરંતુ માત્ર ટ્રાયલ્સમાં ઉતરીને પોતાના પ્રદર્શનના આધારે સ્થાન મેળવવાની તક માંગી હતી. તેમણે 30 મેના રોજ યોજાયેલા એશિયન ગેમ્સના સિલેક્શન ટ્રાયલ્સનો પણ સંદર્ભ આપ્યો હતો, જ્યાં તેમણે 53 કિગ્રા વજન વર્ગમાં સેમિફાઇનલ સુધી સફર ખેડી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે માતા બન્યા પછી તેઓ સઘન તાલીમ લઈ ચૂક્યા છે અને પોતાની ક્ષમતા સાબિત કરવા તૈયાર છે.

હાઈકોર્ટનું વલણ અને સમાનતાનો પ્રશ્ન

દિલ્હી હાઈકોર્ટે WFIની નીતિને સાચી કે ખોટી જાહેર કર્યા વિના સ્પષ્ટ કર્યું કે અરજીમાં ઉઠાવાયેલા નીતિવિષયક મોટા પ્રશ્નો પર હજુ વિગતવાર સુનાવણી બાકી છે. અદાલતે સ્વીકાર્યું કે ગર્ભાવસ્થા, બાળકના જન્મ અને રિકવરી જેવા સંજોગોને ફેડરેશનની નીતિમાં ધ્યાને લેવા જોઈએ, પરંતુ માત્ર આ સંજોગોના આધારે વિનેશને તાત્કાલિક વચગાળાની રાહત આપી શકાય નહીં. કોર્ટે ચિંતા વ્યક્ત કરી કે જો માત્ર વિનેશને જ ટ્રાયલ્સમાં ઉતરવાની પરવાનગી અપાશે તો સમાન સ્થિતિ ધરાવતા અન્ય જે ખેલાડીઓ કોર્ટ સુધી નથી પહોંચ્યા તેમની સાથે અસમાનતા સર્જાશે.

WFIની શિસ્તભંગની કાર્યવાહી અને મેટરનિટી પોલિસીની મોટી લડાઈ

આ કાનૂની લડાઈ માત્ર 14 સપ્ટેમ્બરના ટ્રાયલ્સ પૂરતી સીમિત નથી:

અસ્તાનામાં યોજાશે વર્લ્ડ ચેમ્પિયનશિપ

વર્ષ 2026ની સીનિયર વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ કઝાકિસ્તાનની રાજધાની અસ્તાના ખાતે 24 ઓક્ટોબરથી 1 નવેમ્બર દરમિયાન યોજાવાની છે. વિનેશ ટ્રાયલ્સમાંથી બહાર થતાં આ વૈશ્વિક સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહીં, પરંતુ મહિલા એથ્લેટ્સના અધિકારો અને મેટરનિટી નીતિ અંગેની તેમની કાનૂની લડાઈ અદાલતમાં ચાલુ રહેશે

National : મહારાષ્ટ્રના ભંડારામાં ગોઝારો અકસ્માત, ટ્રક અને પિકઅપ વાનની ભયાનક ટક્કરથી 8ના મોત

0

મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં શુક્રવારે વહેલી સવારે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. નાગપુર-રાયપુર નેશનલ હાઈવે પર પિંપળગાંવ સડક નજીક ટ્રક અને પિકઅપ વાન વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માતમાં ત્રણ બાળકો સહિત કુલ 8 લોકોનાં મોત થયા છે, જ્યારે ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે.

નાગપુર-રાયપુર હાઈવે પર સર્જાયો અકસ્માત

મળતી માહિતી મુજબ, ભંડારા જિલ્લાના પિંપળગાંવ સડક ખાતે આવેલા ભાઉ ઢાબા નજીક આ અકસ્માત થયો હતો. નાગપુર-રાયપુર નેશનલ હાઈવે પર ટ્રક અને પિકઅપ વાન વચ્ચે ટક્કર એટલી ભયાનક હતી કે તેમાં 8 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા.અકસ્મતમાં મૃત્યુ પામેલા લોકોમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ થાય છે.

ત્રણ લોકો ઇજાગ્રસ્ત
અકસ્મતની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ત્યારબાદ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા ત્રણ લોકોને સારવાર માટે સાકોલી સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ભંડારા SPએ અકસ્માતની પુષ્ટિ કરી

ભંડારા પોલીસ અધિક્ષક નૂરુલ હસને અકસ્માતની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું હતું કે પિંપળગાંવ સડક નજીક નાગપુર-રાયપુર નેશનલ હાઈવે પર ટ્રક અને પિકઅપ વાન વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં ત્રણ બાળકો સહિત 8 લોકોનાં મોત થયા છે. ત્રણ ઇજાગ્રસ્તોને સાકોલી સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

અકસ્માતનું કારણ જાણવા તપાસ

પોલીસ દ્વારા અકસ્માત બાદ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અકસ્માત કેવી રીતે અને કયા સંજોગોમાં સર્જાયો તેની વધુ વિગતો હજુ સામે આવી નથી. ઘટનાને લઈને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અકસ્માત અંગેની વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

Business : ક્રૂડતેલ ઉછળી ૧૦૫ ડોલર પાર: સોના- ચાંદીના ભાવ ઉંચા ખુલ્યા પછી તૂટયા

0

વિશ્વબજારમાં આજે ક્રૂડતેલ બજારમાં તેજી આગળ વધતાં ભાવ વધુ ઉછળી બેરલદીઠ ૧૦૫ ડોલર વટાવી ગયા હતા. ક્રૂડ વધતાં મુંબઈ કરન્સી બજારમાં આજે ડોલર સામે રૂપિયો વધુ તૂટયો હતો અને તેની ઈમ્પેક્ટ પણ ઝવેરીબજાર પર દેખાઈ હતી. મુંબઈ ઝવેરીબજારમાં આજે સોના- ચાંદી તથા પ્લેટીનમના ભાવ આરંભમાં ઉંચા ખુલ્યા પછી ઝડપી ઘટાડા પર રહ્યા હતા. વિશ્વબજારના સમાચાર ભાવમાં બેતરફી ઉછળકુદ બતાવતા હતા.

દરમિયાન, ઈરાન અમેરિકાના યુધ્ધમાં ઘર્ષણ વધતાં વિશ્વબજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ આજે વધુ વધી ઉંચામાં ૧૦૫.૮૪ થઈ ૧૦૫.૨૪ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડના ભાવ વધી ૧૦૦.૦૨ ડોલર રહ્યા હતા. ઈરાન યુધ્ધના પગલે વિશ્વબજારમાં ઓઈલ ટેન્કરોના ભાડામાં પણ નોંધપાત્ર વૃધ્ધિ થયાના વાવડ હતા. આવા ભાડા વધી ૮ લાખ ડોલર સુધી પહોંચ્યા હતા. દરમિયાન, અમેરિકામાં મિડટર્મ ચુંટણી પછી ક્રૂડના ભાવ ઘટશે એવા સંકેતો પ્રમુખ ટ્રમ્પે આપ્યા હતા. દરમિયાન, વિશ્વબજારમાં આજે સોનાના ભાવ ઔંસના ઉંચામાં ૪૪૩૪ ડોલર થયા પછી ઘટી નીચામાં ભાવ ૪૩૭૫ થઈ ૪૩૭૭ ડોલર રહ્યા હતા. ભારતમાં આ વર્ષે સોનાની ઈમ્પોર્ટ ડયુટી ૬થી વધી ૧૫ ટકા થતાં દેશમાં આ વર્ષે દાણચોરીના સોનાની આયાત વધી ૧૦૦ ટન થવાની શક્યતા બજારના જાણકારો બતાવી રહ્યા હતા. દેશના ઝવેરીબજારોમાં આજે નોર્મલ બજાર ભાવ કરતા દાણચોરીના સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ આશરે રૂ.૮૦૦૦ નીચા બોલાઈ રહ્યાનું બજારમાં ચર્ચાઈ રહ્યું હતું.


દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૫૩૪૧૧ ખુલી રૂ.૧૫૨૬૭૩ બંધ રહ્યા હતા જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૧૫૪૦૨૮ ખુલી રૂ.૧૫૩૨૮૭ બંધ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ કિલોદીઠ જીએસટી વગર રૂ.૨૩૮૫૫૬ ખુલી રૂ.૨૩૩૬૪૨ બંધ રહ્યા હતા. મુંબઈ સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, અમદાવાદ ઝવેરીબજારમાં આજે ચાંદીના ભાવ રૂ.૭૦૦૦ ઘટી રૂ.૨૩૩૦૦૦ રહ્યા હતા. અમદાવાદ સોનાના ભાવ જોકે રૂ.૫૦૦ વધી ૯૯૫ના ભાવ રૂ.૧૫૮૨૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૫૮૫૦૦ રહ્યા હતા.

દરમિયાન, વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ઉંચામાં ઔશના ૧૯૦૯ થયા પછી નીચામાં ભાવ ૧૮૩૫ થઈ ૧૮૩૭ ડોલર રહ્યા હતા. મુંબઈ બુલીયન બજારમાં આજે પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના રૂ.૬૬૭૧૩ ખુલી રૂ.૬૫૨૬૫ બંધ રહ્યા હતા. વિશ્વબજારમાં પેલેડીયમના ભાવ ઔંશદીઠ ઉંચામાં ૧૩૬૪ તથા નીચામાં ૧૩૧૮ થઈ ૧૩૧૯થી ૧૩૨૦ ડોલર રહ્યાહતા. વૈશ્વિક કોપરના ભાવ ઉંચા મથાળે ચાર ટકા તૂટયા હતા.

Bollywood : પ્રિયંકા અને મહેશ બાબુની વારાણસીનું નેવું ટકા શૂટિંગ પુરૂ

0

મુંબઈ : એસએસ રાજામૌલી નિર્દેશિત ફિલ્મ વારાણસીનું નેવું ટકા શૂટિંગ પુરૂ થઇ ચૂક્યું છે. આ ફિલ્મને ૭ એપ્રિલ ૨૦૨૭ના રોજ થિયેટર્સમાં રજૂ કરવામાં આવશે.આ ફિલ્મમાં મહેશ બાબુ, પ્રિયંકા ચોપડા અને પૃથ્વીરાજ સુકુમારન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

૨૦૨૭ના રોજ થિયેટર્સમાં રજૂ કરવામાં આવશે.આ ફિલ્મમાં મહેશ બાબુ, પ્રિયંકા ચોપડા અને પૃથ્વીરાજ સુકુમારન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.


ઉચ્ચ કક્ષાના વીએફએક્સ વર્ક અને અનેક શૂટિંગ શેડયુલ ધરાવતી આ ફિલ્મનું શૂટિંગ ઓક્ટોબર ૨૦૨૬માં પુરું કરી દેવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. હાલ ફિલ્મનું ડબિંગ, એડિટિંગ અને વિઝ્યુઅલ ઇફેક્ટનું કામ પણ સાથે સાથે ચાલી રહ્યું છે.