Home Blog Page 44

World : રશિયા-યુક્રેન વચ્ચે ત્રણ દિવસનો યુદ્ધવિરામ: શાંતિ પ્રયત્નો સઘન બન્યા

0

અમેરિકાએ ફરીથી રશિયા-યુક્રેન વચ્ચે શાંતિ સ્થાપવાના પ્રયત્નો સઘન બનાવતા બંને દેશે ત્રણ દિવસનો યુદ્ધવિરામ લીધો છે. આના પગલે આગામી ૭૨ કલાક બંને દેશ એકબીજા પર હુમલા નહીં કરે. રશિયન પ્રમુખ પુતિને આદેશ આપ્યો છે કે કીવ પર હુમલા ૭૨ કલાક સુધી અટકાવવામાં આવે. યુક્રેને પણ રશિયા પર આટલો સમય હુમલો નહીં કરીએ તેમ જણાવ્યું છે.

અમેરિકાના પ્રતિનિધિ સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનર શનિવારે મોસ્કો આવી પહોંચ્યા છે. તેમણે રશિયા-યુક્રેન યુદ્ધ બંધ કરવાની મંત્રણા ફરીથી શરૂ કરી છે. બંને દેશ એકબીજા પર તીવ્ર હવાઈ હુમલા અને ડ્રોન એટેક કરી રહ્યા છે તે સમયે બંને અમેરિકન પ્રતિનિધિઓ રશિયાની મુલાકાતે ગયા છે. ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે અમેરિકન પ્રતિનિધિ રશિયાની મુલાકાતે આવતા યુક્રેને હુમલા અટકાવી દીધા છે અને આશા છે કે રશિયા પણ તેવું જ કરશે. રશિયાએ પણ તેવું જ કર્યુ હતુ.
ક્રેમલિનના પ્રવક્તા દમિત્રી પેસ્કોવે જણાવ્યું હતું કે આગામી ત્રણ દિવસ કીવ પર હુમલા કરવામાં નહીં આવે. અમેરિકન પ્રતિનિધિઓના આગમનના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમેરિકા ઇરાન યુદ્ધમાં સંડોવાયેલુ હોવાથી તેનું ધ્યાન આ યુદ્ધ પરથી હટી ગયુ હતુ, હવે તે અચાનક ફરીથી રશિયા-યુક્રેન યુદ્ધ અટકાવવા સક્રિય થયું છે. અમેરિકા પાંચમાં વર્ષમાં પ્રવેશેલું રશિયા-યુક્રેન યુદ્ધ અટકાવવા આતુર છે. બંને અમેરિકન પ્રતિનિધિઓને રશિયન રાજદૂત કિરિલ દમિત્રિયેવ મળ્યા હતા.
આ પહેલા જાન્યુઆરીમાં સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનર રશિયા આવ્યા હતા. તેઓ તે સમયે ક્રેમલિનમાં રશિયન પ્રમુખ પુતિનને મળ્યા હતા. તેઓએ ક્યારેય કીવની મુલાકાત લીધી નથી, પરંતુ ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે તેઓને આશા છે કે બંને રવિવારે યુક્રેનની રાજધાનીની મુલાકાત લેશે.


રશિયાએ યુક્રેનના રોસ્તોવ અને વોરોનેઝ પ્રાંત પર ૧૬૭ ડ્રોન વડે હુમલો કર્યો હતો. જ્યારે યુક્રેનિયન એર ડિફેન્સે ૧૨૮ ડ્રોન તોડી પાડયા હતા. રશિયાએ યુક્રેનના ૫૩ ડ્રોન તોડી પાડયા હતા.
શાંતિ પ્રયત્નો અટવાઈ જવાના કારણે રશિયાના કીવ અને યુક્રેનના અન્ય શહેરો પરના હુમલા વધુ તીવ્ર બન્યા હતા. તાજેતરમા ંતો આ હુમલા ધોળા દિવસે થવા લાગ્યા હતા. યુક્રેનની એરડિફેન્સ સિસ્ટમની અછતનો ફાયદો ઉઠાવી રશિયાએ બેલિસ્ટિક મિસાઇલથી હુમલા વધાર્યા છે. શુક્રવારે રશિયાએ કીવમાં અત્યંત મહત્ત્વના સરકારી બિલ્ડિંગ પર હુમલો કર્યો હતો, આ બિલ્ડિંગ યુક્રેનની સિક્યોરિટી સર્વિસની હેડક્વાર્ટર છે, જે એસબીયુ તરીકે જાણીતું છે. આ યુનિટ રશિયામાં છેક અંદર સુધી હુમલા કરવા માટે જાણીતું છે.
યુક્રેનના રશિયાના મિલિટરી એકમો, ઓઇલ રિફાઇનરી અને ઇ-કોમર્સ હબ પરના હુમલાએ રશિયન અર્થતંત્રને તો ફટકો માર્યો જ છે, પરંતુ રશિયાની આગેકૂચને પણ ધીમી પાડી છે. તેના પગલે હવે રશિયાના સામાન્ય નાગરિકો પણ યુદ્ધની વરવી વાસ્તવિકતા અનુભવવા લાગ્યા છે. રશિયા પોતે ક્રૂડ ઓઇલનું જંગી ઉત્પાદક હોવા છતાં ઘરઆંગણે પેટ્રોલ-ડીઝલ વગર ટળવળી રહ્યુ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.


ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે રશિયાએ કીવ અને બોરીસ્પિલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રાત્રે હુમલો કર્યો હતો. તેના આ હુમલાનું ધ્યેય અમેરિકન પ્રતિનિધિમંડળ યુક્રેનની મુલાકાત ન લઈ શકે તે પ્રકારનું છે. અમે રશિયાની આ હિલચાલની નોંધ લીધી છે અને આગામી સપ્તાહે રશિયન એરસ્પેસમાં અમારી કામગીરી તે મુજબ એડજસ્ટ કરીશું. રશિયાના હુમલામાં કીવમાં પાંચના મોત થયા છે અને પાંચ ઇજા પામ્યા છે. શનિવારે રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે તે યુક્રેનના બે મટર્લુગિકલ પ્લાન્ટ પર હુમલો કર્યો છે. આ પ્લાન્ટ યુક્રેનના લશ્કરી ઉત્પાદન માટે મહત્ત્વનો પુરવઠો પૂરો પાડતો હતો.

National : હિમાચલમાં ભાજપની સરકાર આવતા જ RSS ની શાળાઓ ખુલશે…’ કંગના રણૌતનો વાયદો ચર્ચામાં

0

સાંસદ અને અભિનેત્રી કંગના રણૌતે હિમાચલને મોટો વાયદો કર્યો છે. કંગના રણૌતે કહ્યું કે, ‘હિમાચલ પ્રદેશમાં ભાજપની સરકાર આવતા જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા સંચાલિત શાળાઓ ખુલશે.’ કંગનાનું આ નિવેદન પશ્ચિમ બંગાળના વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીના એ પ્રસ્તાવ બાદ આવ્યું છે, જેમાં તેમણે બંગાળમાં ઓછામાં ઓછા 1,000 વિદ્યા ભારતી સંસ્થાનો સ્થાપિત કરવાની વાત કહી હતી.

જોકે, આ પ્રસ્તાવનો વિપક્ષી દળોએ ભારે વિરોધ કર્યો છે. મંડી જિલ્લામાં ‘દિશા’ની બેઠકની અધ્યક્ષતા કર્યા બાદ કંગના રણૌતે આ પહેલનું સ્વાગત કર્યું. તેમણે કહ્યું કે, જ્યારે રાજ્યમાં આપણી સરકાર સત્તામાં આવશે, તો હું ઈચ્છીશ કે હિમાચલ પ્રદેશમાં પણ આવી યોજનાઓ શરૂ કરવામાં આવે. આ એક ઉત્તમ પહેલ છે અને તેને હિમાચલમાં પણ લાગુ કરવી જોઈએ.

કંગનાએ RSSની પ્રશંસા કરી

કંગના રણૌતે RSSની પ્રશંસા કરતા કહ્યું કે, આ સંગઠન દેશના સ્વાભિમાનનું પ્રતીક છે. સંઘે અનેક શિક્ષણ સંસ્થાનો સ્થાપિત કર્યા છે અને સંકટના સમયે હંમેશા દેશની સેવા કરી છે. TMC દ્વારા પશ્ચિમ બંગાળમાં “શિક્ષણના ભગવાકરણ”ના લગાવવામાં આવેલા આરોપો પર કંગનાએ TMC પર રાષ્ટ્રવિરોધી ભાવનાઓને પ્રોત્સાહન આપવાનો અને રાજકીય લાભ માટે દેશમાં વિભાજન ઊભું કરવાનો આરોપ લગાવ્યો છે.

Sports : શ્રી ચરણી એ ખોલ્યું રહસ્ય, આ રીતે બની પાકિસ્તાનને સસ્તામાં સમેટવાની વ્યૂહરચના!

0

વિમેન્સ T20 એશિયા કપ 2026માં ભારતીય મહિલા ટીમે પાકિસ્તાન સામે શાનદાર પ્રદર્શન કરીને 7 વિકેટે એકતરફી જીત મેળવી હતી. 5 સપ્ટેમ્બરે દુબઈમાં રમાયેલી આ મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનની આખી ટીમને માત્ર 55 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. ત્યારબાદ ભારતીય ટીમે માત્ર 8.4 ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કરીને 68 બોલ બાકી રાખીને મેચ જીતી લીધી હતી.ભારતની આ શાનદાર જીતમાં બોલરોની ભૂમિકા સૌથી મહત્વની રહી હતી.ખાસ કરીને યુવા સ્પિન બોલર શ્રી ચરણીએ પોતાની બોલિંગથી પાકિસ્તાની બેટિંગની કમર તોડી નાખી હતી. ચરણીએ માત્ર 7 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. તેના શાનદાર પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.મેચ બાદ શ્રી ચરણીએ પાકિસ્તાનને માત્ર 55 રનમાં સમેટવાની ટીમ ઈન્ડિયાની વ્યૂહરચના અંગે મહત્વની વાતો જણાવી હતી.

માત્ર સ્ટમ્પ પર બોલિંગ કરવાની હતી યોજના

શ્રી ચરણીએ કહ્યું હતું કે ટીમની મેચ પહેલાની બેઠકમાં તમામ સ્પિન બોલર સાથે મળીને ચર્ચા કરે છે. તેમાં તે ઉપરાંત પ્રેમાં રાવત,દીપ્તિ શર્મા અને રાધા યાદવ પણ સામેલ હોય છે.ચરણીએ જણાવ્યું કે ટીમ બેઠકમાં મેચ દરમિયાન શું કરવાનું છે તેની ચર્ચા કરવામાં આવે છે. ત્યારબાદ દીપ્તિ અને રાધા જેવી અનુભવી ખેલાડીઓ જે સૂચનો આપે છે, તેને મેદાન પર અમલમાં મૂકવાનો પ્રયાસ કરવામાં આવે છે.પાકિસ્તાન સામેની મેચમાં ચરણીએ પોતાની બોલિંગ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેણે કહ્યું કે તેનું મુખ્ય લક્ષ્ય માત્ર સ્ટમ્પને નિશાન બનાવીને બોલિંગ કરવાનું હતું.

પિચ જોઈને મળી હતી મહત્વની માહિતી

શ્રી ચરણીએ જણાવ્યું કે મેચ પહેલાં પિચ જોયા બાદ ટીમને ખ્યાલ આવી ગયો હતો કે બોલને ટર્ન મળી શકે છે.તેથી તેણે બોલને વધુ ફેરવવાના પ્રયાસ કરતાં પોતાની લાઇન અને લેન્થ પર ધ્યાન આપ્યું હતું.તેના મતે જ્યારે બોલરને પિચની સ્થિતિ અંગે યોગ્ય માહિતી હોય ત્યારે પોતાની મૂળભૂત યોજના પર વિશ્વાસ રાખવો જરૂરી છે. પાકિસ્તાન સામે પણ તેણે સ્ટમ્પ પર બોલિંગ કરવાનો પ્રયાસ કર્યો અને બાકીનું કામ બોલ પર છોડી દીધું.ચરણીએ પોતાની બોલિંગથી પાકિસ્તાની બેટર્સને સતત મુશ્કેલીમાં રાખ્યા હતા.તેના 3 વિકેટના શાનદાર સ્પેલે ભારતને પાકિસ્તાનની ઇનિંગ ઝડપથી સમેટવામાં મદદ કરી હતી.

પ્રેમાં રાવતના પણ વખાણ કર્યા

પાકિસ્તાન સામે શ્રી ચરણીએ 3 વિકેટ ઝડપી હતી, ત્યારે બીજી સ્પિનર પ્રેમાં રાવતે પણ શાનદાર બોલિંગ કરી હતી. પ્રેમાંએ પોતાની 4 ઓવરમાં માત્ર 9 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.મેચ બાદ ચરણીએ પ્રેમાં રાવતના પણ ખૂબ વખાણ કર્યા હતા. તેણે પ્રેમાંને કુદરતી પ્રતિભા ધરાવતી ખેલાડી ગણાવી હતી. ચરણીએ કહ્યું કે પ્રેમાં માત્ર સારી બોલર જ નથી, પરંતુ તે સારી ફિલ્ડર અને બેટર પણ છે.ભારતની જીતમાં બંને યુવા સ્પિનરોનું પ્રદર્શન ખાસ રહ્યું હતું. શ્રી ચરણીએ પોતાની શાનદાર બોલિંગથી પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો, જ્યારે પ્રેમાં રાવતે પણ 3 વિકેટ લઈને પાકિસ્તાનની બેટિંગને મોટો ઝટકો આપ્યો. ભારતીય ટીમના આ સ્પિન આક્રમણે પાકિસ્તાનને માત્ર 55 રનમાં સમેટીને મેચને એકતરફી બનાવી દીધી હતી.

World : ઈરાન યુદ્ધની સિક્રેટ માહિતી લીક થતાં ટ્રમ્પ લાલઘૂમ, પેન્ટાગોનના અધિકારીઓના ‘લાઈ ડિટેક્ટર’ ટેસ્ટ કર્યા

0

ઈરાન સાથે વધતા તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે અમેરિકાના સંરક્ષણ મંત્રાલય (પેન્ટાગોન)માંથી અત્યંત ગોપનીય લશ્કરી માહિતી મીડિયામાં લીક થતાં ખળભળાટ મચી ગયો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આ માહિતી લીક થવાના કારણે અત્યંત ક્રોધિત થયા છે. આ ઘટના બાદ અમેરિકન સેનાના કેટલાય ટોચના અધિકારીઓ અને સૈન્ય કમાન્ડના અધિકારીઓનો ‘પોલીગ્રાફ’ (લાઈ ડિટેક્ટર) ટેસ્ટ કરવામાં આવ્યો હોવાના અહેવાલ છે.

અમેરિકન મીડિયાનો ચોંકાવનારો દાવો

અમેરિકાના એક મીડિયાના અહેવાલ મુજબ, આ વર્ષે ઉનાળા દરમિયાન અમેરિકાના અત્યંત ગુપ્ત હથિયારોના ભંડાર સાથે જોડાયેલી સંવેદનશીલ માહિતી બહાર આવી હતી. આ મામલે સેન્ટકોમ (CENTCOM) અને અન્ય સૈન્ય કમાન્ડના ઉચ્ચ અધિકારીઓની કડક તપાસ કરવામાં આવી છે. જોકે, સૂત્રોના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી પૂછપરછ અને તપાસમાં સામેલ કોઈ પણ અધિકારી મીડિયામાં વિગતો લીક કરવામાં દોષિત કે નિષ્ફળ સાબિત થયા નથી.

વિદેશી જાસૂસી એજન્સીનું ષડયંત્ર હોવાની શંકા

સંવેદનશીલ અને સિક્રેટ માહિતી સુધી ખૂબ જ મર્યાદિત લોકોની પહોંચ હોવાને કારણે, આ મામલે કોઈ વિદેશી જાસૂસી એજન્સી માટે કામ કરી રહેલા ઉચ્ચ સિક્યોરિટી ક્લિયરન્સ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિની ભૂમિકા હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઈરાન સાથે ચાલતા સંઘર્ષ દરમિયાન અમેરિકાના અદ્યતન હથિયારોના ઝડપી ઉપયોગ અંગેની ખબરો બહાર આવ્યા બાદ આ કાર્યવાહી સઘન બનાવવામાં આવી છે.

સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે લીધા કડક પગલાં

સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે માહિતી લીક કરનારાઓને પકડવા માટે સંરક્ષણ વિભાગ અને ન્યાય વિભાગની એક સંયુક્ત ટાસ્ક ફોર્સની રચના કરી છે. સંરક્ષણ વિભાગના સહાયક સચિવ શોન પાર્નેલે જણાવ્યું હતું કે વિભાગ આંતરિક તપાસ પર કોઈ ટિપ્પણી કરતું નથી, પરંતુ ગોપનીય ડેટાના લીક થવાને અત્યંત ગંભીરતાથી લે છે.

National : ભાજપ નેતાઓ વચ્ચે વધ્યું ટેન્શન! મણિપુરમાં બંને નાયબ મુખ્યમંત્રી વચ્ચે પરસ્પર માથાકૂટ

0

મણિપુરમાં મૈતેઈ અને કૂકી સમુદાય વચ્ચે ચાલી રહેલા તણાવ હવે રાજ્યના બંને નાયબ મુખ્યમંત્રીઓ પણ સામસામે આવી ગયા છે. કૂકી સમુદાયમાંથી આવતા નાયબ મુખ્યમંત્રી નેમચા કિપગેન અને નાગા સમુદાયના નાયબ મુખ્યમંત્રી લોસી દિખો વચ્ચે ગંભીર આરોપ-પ્રત્યારોપ શરૂ થતાં રાજ્યમાં નવો રાજકીય વિવાદ સર્જાયો છે

નાગા ધારાસભ્યોએ ગૃહ મંત્રીને પત્ર લખ્યો

અહેવાલો અનુસાર, પહેલી સપ્ટેમ્બરના રોજ નાગા નાયબ મુખ્યમંત્રી લોસી દિખો અને 8 નાગા ધારાસભ્યોએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને નેમચા કિપગેન અને તેમના પતિ થંગબોઈ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. નાગા ધારાસભ્યોનો આક્ષેપ હતો કે, નેમચા કિપગેન કૂકી ઉગ્રવાદી જૂથોને આશ્રય આપી રહ્યા છે અને તાજેતરમાં નાગા લોકોના અપહરણ અને હત્યાઓ દરમિયાન તેણે પોતાનો ફોન બંધ રાખ્યો હતો.

નેમચા કિપગેનનો પલટવાર અને સફાઈ

નાગા નેતાઓના આક્ષેપોને ફગાવી દેતાં નેમચા કિપગેને જણાવ્યું હતું કે ‘મારા અને મારા પતિ પર લગાવાયેલા આક્ષેપો પાયાવિહોણા અને તથ્યહીન છે. હું નાયબ મુખ્યમંત્રી બની તે પછી જ કૂકી અને નાગા સમુદાયો વચ્ચે વિવાદ કેમ ઉગ્ર બન્યો?’

અપહરણ અને ફોન બંધ હોવાના આરોપ અંગે જમાવ્યું કે, ‘તે સમયે હું ફ્લાઈટમાં હતી અને ઉતરતાની સાથે જ મે કાર્યવાહી કરીને 18 નાગા બંધકોને સુરક્ષિત છોડાવવામાં મદદ કરી હતી.’

નોંધનીય છે કે, કિપગેનના પતિ, થંગબોઈ, કુકી નેશનલ ફ્રન્ટ (KNF)ના વડા છે, જે કેન્દ્ર સરકાર સાથેના ઓપરેશન કરારના સસ્પેન્શન હેઠળ છે. કિપગેને જણાવ્યું હતું કે ‘SOO જૂથોની પ્રવૃત્તિઓ પર કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા સંયુક્ત રીતે દેખરેખ રાખવામાં આવે છે.

‘સરકાર પર સંકટના વાદળો

રાષ્ટ્રપતિ શાસન હટાવ્યા બાદ કેન્દ્ર સરકારે તમામ સમુદાયો વચ્ચે સંતુલન જાળવવા મૈતેઈ નેતા યુમનામ ખેમચંદ સિંહને મુખ્યમંત્રી અને કૂકી તથા નાગા સમુદાયમાંથી એક-એક નાયબ મુખ્યમંત્રી બનાવ્યા હતા. જોકે, નાગા ધારાસભ્યોએ ચેતવણી આપી છે કે જો કેન્દ્ર સરકાર કિપગેન સામે યોગ્ય પગલાં નહીં ભરે તો તેઓ મણિપુર સરકારમાંથી પોતાનો ટેકો પાછો ખેંચી લેશે, જેના કારણે રાજ્યમાં રાજકીય સંકટ વધુ ઘેરૂ બનવાની ભીતિ સેવાઈ રહી છે.

World : ટ્રમ્પના બે શાંતિ દૂતને પુતિને ચોખ્ખા શબ્દોમાં કહ્યું- યુદ્ધ ખતમ કરવાનો મૂડ નથી, યુક્રેન સાથે સ્થિતિ મુશ્કેલ

0

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મોસ્કોમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વિશેષ દૂત સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનર સાથે મુલાકાત કરી હતી. આ બેઠક દરમિયાન પુતિને સ્વીકાર્યું હતું કે યુક્રેન યુદ્ધની સ્થિતિ હજુ પણ મુશ્કેલ છે. તેમણે કઠિન પરિસ્થિતિઓ છતાં યુદ્ધ ખતમ કરવાના ટ્રમ્પના પ્રયાસોની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે ટ્રમ્પે સંઘર્ષના સમાધાનમાં પોતાનું યોગદાન આપવાનું બંધ કર્યું નથી.

ત્રણ દિવસના હુમલા રોકવા અંગે સહમતિ

વાતચીત પહેલાં ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે માહિતી આપી હતી કે પુતિને રશિયન સેનાને શનિવાર મધરાતથી ત્રણ દિવસ સુધી કીવ પર હુમલો ન કરવાનો આદેશ આપ્યો હતો. આ સમયગાળો અમેરિકી દૂતોની યુક્રેનની રાજધાનીની પ્રસ્તાવિત મુસાફરી સાથે જોડાયેલો હતો. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે રવિવારની યુક્રેન મુસાફરી પહેલાં તેમણે વિટકોફ અને કુશનર સાથે વાતચીત કરી હતી અને કીવ પણ સોમવાર સુધી મોસ્કો પર હુમલા ન કરવા માટે તૈયાર છે.

યુદ્ધ સમાપ્ત કરવાના માર્ગો પર મોટા મતભેદો

આ તમામ વાતચીતો રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ સમાપ્ત કરવાના માર્ગોને લઈને જારી ગહન મતભેદો વચ્ચે થઈ રહી છે, જે બીજા વિશ્વ યુદ્ધ પછી યુરોપનું સૌથી ઘાતક યુદ્ધ માનવામાં આવે છે. ક્રેમલિનના નજીકના એક સૂત્ર અનુસાર, પુતિન યુક્રેનના અતિરિક્ત ક્ષેત્રો પર કબજો કરવાના પોતાના લક્ષ્યને લઈને હજુ પણ દ્રઢ છે. મોસ્કોનું માનવું છે કે જ્યાં સુધી રશિયા ડોનેષ્ક ક્ષેત્રના શેષ હિસ્સા પર નિયંત્રણ હાંસલ નહીં કરી લે, ત્યાં સુધી મોરચા પર કોઈ સમજૂતીની સંભાવના નથી.

યુક્રેન દ્વારા શરતો ફગાવી દેવાઈ

બીજી બાજુ, યુક્રેને એવી તમામ માંગણીઓને સ્પષ્ટપણે ફગાવી દીધી છે, જેમાં તેના દ્વારા ભારે કિંમત ચૂકવીને બચાવેલા વિસ્તારોને છોડી દેવા માટે કહેવામાં આવ્યું છે. કીવનું માનવું છે કે આવી શરતો સ્વીકારવી તે સરેન્ડર કરવા સમાન ગણાશે, જેના કારણે શાંતિ સ્થાપવાના પ્રયાસોમાં હજુ પણ અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે.

Bollywood : રાગિણી થ્રીમાં અર્સલાન ગોનીની કોપ તરીકે નરગીસ ફખરી સામે એન્ટ્રી

0

રાગિણી ફ્રેન્ચાઇઝ યુનિવર્સની રાગિણી ૩ ફિલ્મમાં અર્સલાન ગોની પોલીસ ઓફિસરની ભૂમિકામાં જોવા મળશે. હોરર, રહસ્ય અને ગ્લેમરના રંગો ધરાવતી આ ફિલ્મમાં નરગીસ ફખરી પણ પોલીસ ઓફિસરની ભૂમિકા કરી રહી છે.


ફિલ્મમાં તમન્ના ભાટિયા અને જુનૈદ ખાન પણ મહત્વની ભૂમિકાઓ ભજવી રહ્યા છે. આ ફિલ્મમાં આયુષ શર્મા અને આરજે મહાવશ પણ કામ કરી રહ્યા છે. આ ફિલ્મનું નિર્દેશન શશાંક ઘોષ કરી રહ્યાં છે. ફિલ્મને ૨૦૨૬માં જ રજૂ કરવામાં આવશે.


બાલાજી ટેલિફિલ્મ્સ અને બાલાજી મોશન પિકચર્સના બેનર તળે બની રહેલી આ ફિલ્મ રાગિણી યુનિવર્સની અન્ય ફિલ્મોની જેમ સીધી હોરર ફિલ્મ નહીં હોય પણ તેમાં રહસ્ય અને ગ્લેમર પણ જોવા મળશે. નરગીસ ફખરીએ છેલ્લે મસ્તી ફોરમાં જોવા મળી હતી. જ્યારે અર્સલાન ગોની હાલ એમેઝોન પ્રાઇમના રિયાલિટી શો એલાયન્સમાં જોવા મળી રહ્યો છે.

Gujarat : સુરતના ડિંડોલીમાં કારમાંથી 1.78 લાખનો વિદેશી દારૂ જપ્ત, એકની ધરપકડ

0

સુરત શહેરમાં ગેરકાયદે દારૂની હેરાફેરી અને વેચાણ સામે પોલીસે ઝુંબેશ તેજ કરી છે. જેના ભાગરૂપે ડિંડોલી પોલીસ સ્ટેશનની ટીમે મળેલી ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડીને એક ઈસમને ગેરકાયદે વિદેશી દારૂના જથ્થા સાથે પકડી પાડ્યો છે. પોલીસે સ્થળ પરથી દારૂ તેમજ હેરાફેરીમાં વપરાયેલી ફોર-વ્હીલર કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

રૂપિયા 4.82 લાખથી વધુનો કુલ મુદ્દામાલ જપ્ત
ડિંડોલી પોલીસે હાથ ધરેલી આ સફળ કામગીરી દરમિયાન આરોપી કિશન ગીરીશભાઈ સોંદરવાની અટકાયત કરવામાં આવી છે. પોલીસે આરોપી પાસેથી રૂપિયા 1,78,224 ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો છે. આ ઉપરાંત દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલી ફોર-વ્હીલર કાર અને મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા 4,82,224 નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે.

પોલીસે ગુનો નોંધી વિવિધ દિશામાં તપાસ શરૂ કરી
આ સમગ્ર મામલે ડિંડોલી પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી કેટલા સમયથી દારૂના આ કાળા કારોબાર સાથે જોડાયેલો હતો? આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને સુરતમાં કોને સપ્લાય કરવાનો હતો? તે તમામ દિશામાં પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.

Business : ઘરેલુ બજારમાં ચાંદી 5 દિવસમાં 8000 રૂપિયા તૂટી, સોનું પણ ગગડ્યું, જાણો લેટેસ્ટ રેટ

0

સોના-ચાંદીની કિંમતોમાં વીતેલા સપ્તાહ દરમિયાન ભારે ઘટાડો (Gold-Silver Rate Fall) જોવા મળ્યો છે. ઘરેલુ બજારમાં સોના-ચાંદીની કિંમતોમાં મોટી ઉથલપાથલ જોવા મળી હતી જ્યારે મલ્ટી કમોડિટી એક્સચેન્જ (MCX) પર ચાંદી અઠવાડિયામાં આશરે 5000 રૂપિયા પ્રતિ કિલો તૂટીને પોતાના લાઇફ ટાઇમ હાઇ લેવલથી લગભગ 1.82 લાખ રૂપિયાથી વધુ સસ્તી થઈ ગઈ છે. બીજી તરફ, સોનાના વાયદા ભાવમાં પણ પ્રતિ 10 ગ્રામ આશરે 3500 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.

ઘરેલુ માર્કેટમાં સોના-ચાંદીનો રેટ

ઘરેલુ માર્કેટમાં સપ્તાહ દરમિયાન સોના-ચાંદીના ભાવમાં થયેલા ફેરફાર પર નજર કરીએ તો, ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA.Com) મુજબ 28 ઓગસ્ટે 24 Karat Gold Rate 1,59,578 રૂપિયા પર બંધ થયો હતો, જે શુક્રવારે ઘટીને 1,54,884 રૂપિયા પર આવી ગયો હતો. એટલે કે સોનું 4694 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું થયું છે. જ્યારે ચાંદીનો ભાવ 2,43,892 રૂપિયાથી ઘટીને સપ્તાહભરમાં 8,436 રૂપિયા ઘટી 2,35,456 રૂપિયા પર આવી ગયો છે.

18, 20 અને 22 કેરેટ સોનાનો નવો ભાવ

ઘરેલુ માર્કેટમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,54,884 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયા બાદ અન્ય ક્વોલિટીના સોનાના દર નીચે મુજબ રહ્યા છે:

22 Karat Gold: 1,51,170 રૂપિયા પ્રતિ 10 ગ્રામ

20 Karat Gold: 1,37,850 રૂપિયા પ્રતિ 10 ગ્રામ18 Karat Gold: 1,25,460 રૂપિયા પ્રતિ 10 ગ્રામ

14 Karat Gold: 99,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ

વાયદા બજારમાં સોનાના ભાવમાં કડાકો

અઠવાડિયામાં સોનાની કિંમતમાં આવેલા બદલાવ પર નજર કરીએ તો, 28 ઓગસ્ટે MCX પર 5 ઓક્ટોબરની એક્સપાયરીવાળા 10 ગ્રામ સોનાનો ભાવ 1,56,281 રૂપિયા પર બંધ થયો હતો. તે વીતેલા શુક્રવારે દિવસભરના કારોબાર બાદ ઘટીને 1,52,815 રૂપિયા પર આવી ગયો હતો. આ હિસાબે સપ્તાહભરમાં સોનું પ્રતિ 10 ગ્રામ 3,466 રૂપિયા સસ્તું થયું છે.

ચાંદીના ભાવમાં પણ તીવ્ર ઘટાડો

ચાંદીની કિંમતમાં ઘટાડાની વાત કરીએ તો, અઠવાડિયા દરમિયાન તેમાં પણ મોટો કડાકો જોવા મળ્યો છે. અગાઉના શુક્રવારે આખરી કારોબારી દિવસે MCX Silver Price 2,42,444 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થઈ હતી, જે 4 ડિસેમ્બરની એક્સપાયરી વાળી ચાંદી 4 સપ્ટેમ્બરે ઘટીને 2,37,500 રૂપિયા પર આવી ગઈ. આમ ગણતરી કરીએ તો સપ્તાહભરમાં 1 Kg Silver 4,944 રૂપિયા સસ્તી થઈ છે.

હાઇ લેવલથી ચાંદી હવે આટલી સસ્તી

વીતેલા અઠવાડિયે ચાંદીના ભાવમાં આવેલા ઘટાડા બાદ હવે આ કિંમતી ધાતુ પોતાના લાઇફ ટાઇમ હાઇ લેવલથી વધુ સસ્તી થઈ ગઈ છે. જાન્યુઆરી મહિનાના છેલ્લા અઠવાડિયામાં પહેલીવાર ચાંદીનો વાયદા ભાવ MCX પર 4 લાખના ઐતિહાસિક સ્તરને પાર કરી 4,20,048 રૂપિયાની સપાટીએ પહોંચ્યો હતો. વર્તમાન ભાવ સાથે સરખામણી કરીએ તો ચાંદી તેના ઓલ ટાઇમ હાઇથી હવે 1,82,548 રૂપિયા પ્રતિ કિલો સસ્તી મળી રહી છે.

Sports : એશિયા કપ 2026માં ભારતીય મહિલા ટીમની શાનદાર જીત, પાકિસ્તાની ટીમને માત્ર 55 રનના ઓલટાઇમ લોએસ્ટ સ્કોર પર ઓલઆઉટ કર્યા બાદ ટીમ ઇન્ડિયાએ માત્ર 52 બોલમાં જીતી મેચ

0

વિમેન્સ એશિયા કપ 2026માં ભારતીય મહિલા ટીમની શાનદાર જીતની સફર ચાલુ રહી છે. ગૃપ સ્ટેજની પોતાની અંતિમ મેચમાં ભારતે પાકિસ્તાનને એકતરફી મુકાબલામાં 7 વિકેટે પરાજય આપ્યો છે. પાકિસ્તાની ટીમને માત્ર 55 રનના ઓલટાઇમ લોએસ્ટ સ્કોર પર ઓલઆઉટ કર્યા બાદ ટીમ ઇન્ડિયાએ માત્ર 52 બોલ (8.4 ઓવર) માં ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. આ જીત સાથે ભારતે ગૃપ સ્ટેજમાં જીતની હેટ્રિક લગાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

T20 માં ભારત સામે પાકિસ્તાનની સતત 5મી હાર

દુબઈમાં રમાયેલી આ મેચમાં પાકિસ્તાન સામે T20 માં સતત પાંચમી જીત મેળવવાના ઈરાદા સાથે ભારતીય ટીમ મેદાનમાં ઉતરી હતી. ઓક્ટોબર 2022 પછી પાકિસ્તાન ભારત સામે એક પણ મેચ જીતી શક્યું નથી અને ફાતિમા સનાની આગેવાની હેઠળની ટીમનો હારનો સિલસિલો આ વખતે પણ યથાવત્ રહ્યો હતો.

ભારતીય સ્પિનરોનો કહેર: પાકિસ્તાન 55 રનમાં ઓલઆઉટ

ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો પાકિસ્તાની કેપ્ટનનો નિર્ણય ખોટો સાબિત થયો હતો. ઓપનર્સે 27 રનની શરૂઆત અપાવી હતી, પરંતુ ત્યારબાદ ભારતીય સ્પિનર્સે પાકિસ્તાની બેટિંગ લાઇન-અપને સંપૂર્ણપણે તહેસ-નહેસ કરી દીધી હતી.

શ્રી ચરણી: 3 વિકેટ (7 રન)

દીપ્તિ શર્મા: 2 વિકેટ (5 રન)

પ્રેમા રાવત: 3 વિકેટ (9 રન)

શેફાલી વર્મા: 1 વિકેટ (10 રન)

પાકિસ્તાને 27 રને પહેલી વિકેટ ગુમાવ્યા બાદ બાકીની 9 વિકેટો માત્ર 28 રનના ઉમેરામાં ગુમાવી દીધી હતી.

52 બોલમાં ટાર્ગેટ ચેઝ

લક્ષ્યનો પીછો કરતી વખતે શેફાલી વર્માએ પ્રથમ બોલે છગ્ગો ફટકારીને આક્રમક શરૂઆત કરી હતી. જોકે, પાકિસ્તાની કેપ્ટન ફાતિમા સનાએ શેફાલી, પ્રતિકા રાવલ અને સ્મૃતિ મંધાનાને આઉટ કરીને ભારતને પ્રારંભિક ઝાટકા આપ્યા હતા. પરંતુ કેપ્ટન હરમનપ્રીત કૌર (18 રન) અને દીપ્તિ શર્મા (12 રન) એ સંયમપૂર્વક બેટિંગ કરીને 8.4 ઓવરમાં ટીમને આસાન જીત અપાવી હતી.