Home Blog Page 750

Kutch : મુન્દ્રાના ધ્રબ ગામ નજીક GIDCના ગોડાઉનમાંથી 1 કરોડ કરતા વધુ કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

0

કચ્છના મુન્દ્રા નજીકથી કરોડોનો દારૂનો જથ્થો ઝડપાયો છે, ધ્રબ ગામ GIDCમાં ગોડાઉનમાંથી મળ્યો દારુનો જથ્થો અને ગોડાઉન નં-33માંથી કરોડોનો દારુ ઝડપાયો છે.

દારૂના જથ્થા સાથે બે આરોપી ઝડપાયા છે 3 ફરાર છે, નરેન્દ્ર મકવાણા નામના વ્યક્તિના નામે છે ગોડાઉન અને રાજસ્થાનથી દારૂનો જથ્થો મોકલાયો હતો અને અનિલ પાંડે નામના વ્યક્તિએ મોકલ્યો હતો દારૂ. પોલીસે પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.વિદેશી દારૂની પ્રવૃતિનો ગેરકાયદેસર જથ્થો મંગાવી વેચનારા ઇસમો પર વોચ રાખવા પેટ્રોલીંગમાં હતા.

મુન્દ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર આર.જે.ઠુંમર મુન્દ્રા પોલીસ સ્ટેશનના કર્મચારીઓની ટીમ સાથે મુંદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃતિનો ગેરકાયદેસર જથ્થો મંગાવી વેચનારા ઇસમો પર વોચ રાખવા પેટ્રોલીંગમાં હતા, તેમજ સાયબર સેલ પોલીસ મહાનિરીક્ષકની કચેરી સરહદી રેન્જ ભુજ ના પો.સબ ઇન્સ. એમ.એચ.જાડેજા નાઓ પણ આ બાબતે કાર્યરત હતા.

પોલીસે બાતમીના આધારે દારૂનો જથ્થો ઝડપ્યો

તે દરમ્યાન પો.ઇન્સ. આર.જે.ઠુંમર તથા પો.સબ ઇન્સ. એમ.એચ. જાડેજા નાઓને સયુંક્ત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, મુન્દ્રા જી.આઈ.ડી.સી વિસ્તારમાં આવેલ ગોડાઉન નંબર 33માં દરશડી ગામના અનિલસિંહ જાડેજા તથા મહિપતસિંહ વાઘેલાનાઓ બહારથી ટ્રક મારફતે વિદેશી બનાવટના અંગ્રેજી પ્રકારના દારૂના જથ્થો અન્ય વ્યક્તિઓ મારફતે મુંદરા ધ્રબ જી.આઈ.ડી.સી. ગોડાઉન નં.33માં ઉતારવાની પેરવી કરી રહેલ છે. તેવી સચોટ અને ભરોસાલાયક બાતમી હકીકત મળતા તુંરત જ વર્કઆઉટ કરી રેઇડ કરતા બે ઇસમો નીચે મુજબનો પ્રોહી મુદ્દામાલ સાથે મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આરોપીઓની મોડસ ઓપરેન્ડી:-

આરોપીઓ દારૂની હેરફેર કરવા માટે પોલીસ ચેકીંગ સમયે બચવા માટે દારૂના જથ્થા ઉપર ચોખાનુ ભુસુ પેકીંગ કરેલ હાલતમાં રાખતા હતા. સદર રેઇડમાં પકડાયેલ ટ્રકમાં પણ આ પ્રકારના ભુસાના બાચકા હતા. તેમજ કટીંગ કરીને જે વાહનમાં દારૂ ભરી લઈ જવાના હતા તે વાહનમાં પણ આવા ચોખાના ભુસાના બાચકા મળી આવેલ છે.

પકડાયેલ આરોપી:-
(૧) વિક્રમસિંહ દીલુજી વાઘેલા ઉ.વ.૩૭ રહે.મુજપુર તા.શખેશ્વર જી.પાટણ

(૨) રામદેવસિંહ સુખદેવસિંહ જાદવ ઉ.વ.૨૫ રહે.જીલ્લા પંચાયતની સામે આશાપુરા ઝેરોક્ષની પાછળ હોનલી કંપાઉન્ડ સુરેન્દ્રનગર

પકડવાના બાકી આરોપી:-
(૧) અનિલસિંહ જાડેજા રહે.દરશડી તા.માંડવી (માલ મંગાવનાર)

(૨) મહિપતસિંહ કિરીટસંગ વાઘેલા રહે.મુજપુર તા.શંખેશ્વર જી.પાટણ(માલ મંગાવનાર-

(૩) અનિલ ઉર્ફે પાંડ્યા સ/ઓ જગદીશપ્રસાદ રહે. ખાનજીના વાસ જી.સીકર રાજસ્થાન(માલ મોકલનાર)

(૪) ટ્રક રજી.નં RJ-19-GJ-5475 વાળીનો ચાલક

Ahmedabad : અમદાવાદ એરપોર્ટ પર ઈન્ડિગોની ફ્લાઇટ્સ લેટ થતાં ભારે હોબાળો: 500થી વધુ મુસાફરો અટવાયા

0

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇન્ડિગો (IndiGo) એરલાઇન્સની ફ્લાઇટ્સમાં ભારે વિલંબ થતાં આજે સવારથી મુસાફરોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ માત્ર આજની સવારની ફ્લાઇટ્સ જ નહીં, પરંતુ મોટી સંખ્યામાં મુસાફરો મંગળવારે 2 ડિસેમ્બરની સાંજે 5 વાગ્યાથી જ એરપોર્ટ પર ફસાયેલા છે. ફ્લાઇટમાં સતત વિલંબ અને એરલાઇન તરફથી કોઈ સંતોષકારક સ્પષ્ટતા ન મળતા મુસાફરોનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો હતો, જેને પગલે એરપોર્ટ પર ભારે હોબાળો મચાવ્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે બાળકો અને વૃદ્ધો સહિત મોટી સંખ્યામાં ફસાયેલા મુસાફરો વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે. વધુમાં ઇન્ડિગોના માત્ર પાંચ જ કાઉન્ટર કાર્યરત હોવાથી એરપોર્ટ પર મુસાફરોની ભારે ભીડ અને અંધાધૂંધી જોવા મળી રહી છે.

અમદાવાદ એરપોર્ટ પરના ચેક-ઇન કાઉન્ટર પર લોકોના ટોળા વચ્ચે થઈ રહેલી દલીલ દર્શાવે છે. મુસાફરો ગુસ્સામાં આવીને ચોક્કસ ઉકેલની માંગણી કરી રહ્યા છે, જ્યારે કાઉન્ટર પરના અધિકારી વારંવાર માત્ર ‘પાંચ મિનિટ, પાંચ મિનિટ’ કહીને સમય પસાર કરી રહ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર ભૂતકાળમાં ઇથોપિયાના જ્વાળામુખીની રાખ અને શિયાળાના હવામાન ને કારણે ફ્લાઇટ્સ પર અસર પડી હતી, જેના પરિણામે વિલંબ અથવા રદ્દીકરણ થયું હતું. જોકે, વર્તમાન વિલંબનું મુખ્ય કારણ અલગ છે.

એર બસ (Airbus) દ્વારા જારી કરાયેલી એડવાઇઝરીને પગલે ઇન્ડિગો એરલાઇન તેના A320 એરક્રાફ્ટના કાફલામાં અપગ્રેડેશન કરી રહી છે. આ અપડેટ સોલર રેડીએશનથી ફ્લાઇટ કંટ્રોલને થતું નુકસાન અટકાવવા માટે અત્યંત જરૂરી છે. આ તકનીકી અપગ્રેડેશનને કારણે ફ્લાઇટ્સ મોડી પડી રહી છે, પરંતુ એરપોર્ટ પર જોવા મળી રહેલા આ દ્રશ્યો સ્પષ્ટપણે દર્શાવે છે કે ઇન્ડિગો એરલાઇન દ્વારા મુસાફરો માટે કોઈ ખાસ વ્યવસ્થા કે યોગ્ય માહિતી પૂરી પાડવામાં આવી રહી નથી, જેના કારણે મુસાફરોનો રોષ વધી રહ્યો છે.

એર બસ (Airbus) દ્વારા જારી કરાયેલી ગ્લોબલ એડવાઇઝરી ને પગલે A320 એરક્રાફ્ટના કાફલામાં કરવામાં આવેલું સાવચેતીના ભાગરૂપેનું સોફ્ટવેર અપગ્રેડેશન હોવાની શક્યતા છે. આ અપડેટ સોલર રેડીએશનથી ફ્લાઇટ-કંટ્રોલ ડેટાને નુકસાન થતું અટકાવવા માટે જરૂરી છે, પરંતુ તેના કારણે એરક્રાફ્ટના રોટેશનમાં ફેરફાર આવ્યો છે, જેના પરિણામે અનેક ફ્લાઈટ્સ નિયત સમય કરતાં મોડી પડી રહી છે.

બીજી તરફ, અમદાવાદ એરપોર્ટ પર જોવા મળી રહેલા દ્રશ્યો અને સૂત્રોની માહિતી અનુસાર, ઇન્ડિગો એરલાઇન્સના કાઉન્ટર પર ઉભેલા લગભગ 500 જેટલા મુસાફરો માટે કાઉન્ટર નંબર 32 થી 37 (કુલ છ કાઉન્ટર) જ કાર્યરત જોવા મળી રહ્યા છે. મુસાફરોની આટલી મોટી સંખ્યા સામે ઓછા કાઉન્ટર કાર્યરત હોવાથી એરપોર્ટના કાઉન્ટર વિભાગમાં ભારે ભીડ અને અવ્યવસ્થાના દ્રશ્યો સર્જાયા છે.

Gujarat : ગુજરાતમાં 75.17 લાખ રેશનકાર્ડ ધારકો, આ વર્ષે 69,000થી વધારે રેશનકાર્ડ થયા રદ

0

ગુજરાતમાં હાલ 75.17 લાખ જેટલા રેશનકાર્ડધારકો છે. છેલ્લા 6 વર્ષમાં 6.34 લાખ જેટલા રેશનકાર્ડ વિવિધ કારણસર રદ થયેલા છે. જેમાં આ વર્ષે રદ થયેલા 69102 રેશનકાર્ડનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે, ભારત સરકારના ખાદ્ય મંત્રાલયે પહેલાથી જ તમામ રેશન કાર્ડધારકોને ઈ-કેવાયસી કરવા અંગે સૂચના આપી દીધી હતી. સરકારે આ માટે રેશનકાર્ડ ધારકોને ડેડલાઇન પણ આપી હતી. પરંતુ ઘણા રેશનકાર્ડ ધારકોએ ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ નથી કરી. આમાં ઘણા નકલી રેશનકાર્ડ ધારકો પણ સામેલ હતા. સરકારે હવે આ લોકોની ઓળખ કરી છે અને તેમના રેશન કાર્ડ રદ કરી દીધી છે. 31મી ડિસેમ્બર 2025 પહેલા ઈ-કેવાયસી નહીં થયેલું હોય તો રેશન કાર્ડ પણ રદ થઈ શકે છે.

Vadodara : SSG હોસ્પિટલમાં યુવતીનું શંકાસ્પદ મોત, હત્યાની આશંકામાં બે પરિવારો વચ્ચે મારામારી

0

વડોદરા શહેરમાં આવેલી SSG હોસ્પિટલમાં એક યુવતીનું શંકાસ્પદ રીતે મોત થયું હતું. આ યુવતી મૈત્રી કરારથી એક યુવક સાથે રહેતી હતી.

વડોદરા શહેરમાં આવેલી SSG હોસ્પિટલમાં એક યુવતીનું શંકાસ્પદ રીતે મોત થયું હતું. આ યુવતી મૈત્રી કરારથી એક યુવક સાથે રહેતી હતી. આ યુવતીના મોત મામલે બે પરિવારો આમનેસામને આવી ગયા હતા. યુવતીના પરિવાર દ્વારા મૈત્રી કરારવાળા યુવક અને તેના પરિવાર પર તેની હત્યા કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જે કારણે હોસ્પિટલ પરિષરમાં બે પરિવારો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે મારામારી સુધી પહોંચી હતી.

ઘટનાની મળતી વિગતો અનુસાર, વડોદરા શહેરમાં નેન્સી નામની યુવતીએ ભાવેશ નામના યુવક સાથે મૈત્રી કરાર કર્યા હતા. જે બાદ તેઓ બંને સાથે રહેતા હતા. જે દરમિયાન યુવતીનું શંકાસ્પદ રીતે મોત થયું હતું. જેનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન બંનેના પરિવારો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને મારામારીના દ્રશ્યો જોવા મળ્યા હતા.

યુવતીના પરિવારનો આક્ષેપ છે કે, યુવતીના ગળા તેમજ શરીરના અન્ય ભાગો પર ઈજાના નિશાન છે. જે કારણે તેની હત્યા થઈ હોવાની શંકા છે. આ મામલે યુવતીના પરિવારે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. પોલીસ હાલ આ મામલે તપાસ કરી રહી છે. હાલ પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. જે બાદ મોતનું સાચું કારણ સામે આવશે.

Entertainment : થિયેટરોમાં ખરાબ રીતે ફ્લોપ થઈ ફિલ્મ ગુસ્તાખ ઇશ્ક, 5 દિવસમાં 2 કરોડ પણ કમાઈ ના શકી!

0

વિજય વર્મા અને ફાતિમા સના શેખની રોમેન્ટિક ડ્રામા ફિલ્મ ગુસ્તાખ ઇશ્ક દર્શકોનું દિલ જીતવામાં નિષ્ફળ ગઈ. ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ ગઈ.
વિજય વર્મા અને ફાતિમા સના શેખની રોમેન્ટિક ડ્રામા ગુસ્તાખ ઇશ્ક 28 નવેમ્બર, 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. તે ધનુષ અને કૃતિ સેનનની તીવ્ર પ્રેમકથા તેરે ઇશ્ક મેં સાથે ટકરાઈ હતી. ગુસ્તાખ ઇશ્ક પહેલા દિવસથી જ બોક્સ ઓફિસ પર સંઘર્ષ કરી રહી હતી, પરંતુ તેરે ઇશ્ક મેં તેની શરૂઆતથી જ સારું પ્રદર્શન કરી રહી છે. વિભુ પુરી દ્વારા દિગ્દર્શિત, ગુસ્તાખ ઇશ્કની શરૂઆત ખરાબ રહી હતી.

1990ના દાયકામાં સેટ કરેલી જૂની પ્રેમકથા ગુસ્તાખ ઇશ્ક દર્શકોને પસંદ પડી શકી નહીં. રિલીઝના પહેલા દિવસથી જ તે બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી છે. સપ્તાહના અંતે પણ તેણે ખરાબ પ્રદર્શન કર્યું. જોકે, સોમવારે સૌથી ઓછા કલેક્શન પછી, મંગળવારે તેની કમાણીમાં થોડો વધારો જોવા મળ્યો.

આ બધા વચ્ચે, ફિલ્મનું કલેક્શન પ્રભાવશાળી છે. જૂના જમાનાના આકર્ષણથી ભરેલી આ નોસ્ટાલ્જિક ફિલ્મે ₹50 લાખ સાથે શરૂઆત કરી. ત્યારબાદ તેણે શનિવારે ₹4.5 મિલિયન અને રવિવારે ₹3.5 મિલિયનની કમાણી કરી. સોમવારે, તેની કમાણી 80 ટકા ઘટીને માત્ર ₹0.07 કરોડની કમાણી કરી.

  • હવે સેકનિલ્કના શરૂઆતના ટ્રેન્ડ રિપોર્ટ મુજબ, ગુસ્તાખ ઇશ્કએ તેની રિલીઝના પાંચમા દિવસે એટલે કે મંગળવારે 11 લાખ રૂપિયાની કમાણી કરી છે.
  • આ આંકડાઓ સાથે, ભારતીય બજારમાં ‘ગુસ્તાખ ઇશ્ક’નું ચોખ્ખું કલેક્શન રૂ. 1.48 કરોડ સુધી પહોંચી ગયું છે.

ગુસ્તાખ ઇશ્ક બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ થઈ ગઈ છે
ગુસ્તાખ ઇશ્ક રિલીઝ થયાના પાંચ દિવસ પછી પણ ₹2 કરોડની કમાણી કરવામાં નિષ્ફળ ગઈ છે. આ ફિલ્મ હવે બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ થઈ ગઈ છે.

ગુસ્તાખ ઇશ્ક’ વિશે
આ ફિલ્મની વાર્તા એક યુવાનની આસપાસ ફરે છે જે તેના પિતાના પ્રિન્ટિંગ પ્રેસને બચાવવાનો પ્રયાસ કરે છે, જે બંધ થવાની આરે છે. આમ કરવા માટે, તે એક અનામી અને એકાંત કવિ (નસીરુદ્દીન શાહ) ની મદદ લે છે. કવિની પુત્રીની ભૂમિકા ભજવતી ફાતિમા સના શેખ વાર્તાના કેન્દ્રમાં છે, જે ભાવનાત્મક જોડાણ બનાવે છે. સ્ટેજ 5 પ્રોડક્શન્સ દ્વારા નિર્મિત, આ ફિલ્મનું નિર્માણ પ્રખ્યાત ડિઝાઇનર મનીષ મલ્હોત્રા દ્વારા પણ કરવામાં આવ્યું છે. વિશાલ ભારદ્વાજનું સંગીત ફિલ્મને કાવ્યાત્મક સ્પર્શ આપે છે. આમ છતાં, ગુસ્તાખ ઇશ્ક બોક્સ ઓફિસ પર અપેક્ષાઓ પર ખરી ઉતરી શક્યો નહીં.

Gandhinagar : શાહપુર સર્કલ નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત, એકનું મોત

0

ગાંધીનગર શહેરના શાહપુર સર્કલ પાસે એક બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું.ગાંધીનગર શહેરમાં અકસ્તની સંખ્યા વધી રહી છે. આ વચ્ચે વધુ એક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થતા શહેરમાં અરેરાટી વ્યાપી ગઈ છે. વધતી જતી અકસ્માતોની સંખ્યાના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આવામાં ટ્રાફિક નિયમન કરવા માટે સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.

ઘટનાની મળતી વિગતો અનુસાર, ગાંધીનગર શહેરના શાહપુર સર્કલ પાસે એક બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે.મોડી રાત્રે

મોડી રાત્રે XUV કાર ચાલક બાઈકને ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. હાલ પોલીસ આ ફરાર કાર ચાલકને શોધી રહી છે. આ મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Ahmedabad : અમદાવાદમાં BU વિના ધમધમતી 9 હોસ્પિટલ એસ્ટેટ વિભાગે કરી સીલ, હોસ્પિટલ સંચાલકોએ દસ્તાવેજ રજૂ ન કરતા કાર્યવાહી

0

અમદાવાદમાં એસ્ટેટ વિભાગનો સપાટો સામે આવ્યો છે, જેમાં શહેરની 9 હોસ્પિટલોને સીલ કરવામાં આવી છે, BU પરમિશન અને ઔડાના નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે.

અમદાવાદ કોર્પોરેશનના એસ્ટેટે વિભાગની કાર્યવાહી સામે આવી છે, જેમાં નિયમ મુજબ સુવિધા ઉભી ન કરતા કાર્યવાહી કરવામાં આવી છે, 9 હોસ્પિટલને અગાઉ નોટિસ પાઠવવામાં આવી હતી અને હોસ્પિટલ સંચાલકોએ દસ્તાવેજ રજૂ ન કરતા કાર્યવાહી કરવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા તેમને નોટિસ પાઠવી અને ઇમ્પેક્ટ ફી ભરવા માટેની સૂચના આપી છતાં પણ મંજૂરી ન લેવામાં આવતા દક્ષિણ પશ્ચિમ એસ્ટેટ વિભાગ દ્વારા સવારે આ હોસ્પિટલોને સીલ મારી દેવામાં આવી છે.

અમદાવાદની આ 9 હોસ્પિટલો સીલ કરાઈ
01-દેવપુષ્પ મેટરનીટી એન્ડ નર્સિંગ હોમ, ગજરાજ કોમ્પ્લેક્ષ, સરખેજ

02-મુસ્કાન મેટરનીટી હોમ, ગુલમોહર સોસાયટી, મક્તમપુરા

03-નૌશીન હોસ્પિટલ, મક્તમપુરા

04-રિયાઝ હોસ્પિટલ, રોયલ અકબર ટાવર પાસે, જુહાપુરા

05-હેપ્પીનેસ્ટ ચીલ્ડ્રન હોસ્પિટલ, યુનીડ ફ્લેટ, વિશાલા સર્કલ

06-સફલ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ, સાઉથ બોપલ

07-મમતા હોસ્પિટલ, સાઉથ બોપલ

08-આસના ઓર્થોપેડીક હોસ્પિટલ, સાઉથ બોપલ

09-દ્વારિકા હોસ્પિટલ, સાઉથ બોપલ

દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા હોસ્પિટલને સીલ કરવામાં આવી
દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં

Up : વારાણસીના કાર્યક્રમ દરમિયાન CM યોગીની સુરક્ષામાં મોટી ચૂક, યુવક સ્ટેજ પર પહોંચ્યો

0

ઉત્તર પ્રદેશના વારાણસીના નમો ઘાટ ખાતે આયોજિત કાશી તમિલ સંગમના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સુરક્ષામાં મોટી ખામી નોંધાઈ છે. મીડિયા રિપોર્ટ અનુસાર, એક શંકાસ્પદ યુવક સામેથી સીધો સ્ટેજ પર પહોંચ્યો, જેના કારણે અચાનક હોબાળો મચી ગયો.જેમ જેમ તે સ્ટેજની નજીક પહોંચ્યો, સુરક્ષા કર્મચારીઓએ તેને ઝડપથી રોક્યો, તેને પકડી લીધો અને નીચે ખેંચી લીધો. ત્યારબાદ તેને પોલીસને સોંપવામાં આવ્યો.

પોલીસની માહિતી અનુસાર, ધરપકડ કરાયેલ યુવક જોગીન્દર ગુપ્તા ઉર્ફે બાલા છે, જે વારાણસીના ચૌબેપુર જિલ્લાના બાજરિયા વિસ્તારનો રહેવાસી છે. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે જ્યારે તેણે સ્ટેજ પર ચઢવાનો પ્રયાસ કર્યો ત્યારે તે નશામાં હતો. જોગીન્દર વારાણસી સિટી સ્ટેશન પર પાણી વેચનાર તરીકે કામ કરે છે. ઘટના સમયે, તે સીધો મુખ્યમંત્રી સુધી પોતાનો સંદેશ પહોંચાડવા માંગતો હતો.

પોલીસ પૂછપરછ દરમિયાન, જોગીન્દરે કહ્યું કે તે તેના ચૌબેપુર ગામમાં કાદીપુર રેલ્વે સ્ટેશન નજીક દારૂ પીધા પછી રેલવે ટ્રેક પર લોકોના મૃત્યુની ઘટનાઓથી પરેશાન છે. તેણે કહ્યું કે વિસ્તારમાં દારૂનું વેચાણ બંધ થવું જોઈએ અને આ મુદ્દે મુખ્યમંત્રી યોગીને મળવા માંગે છે.પોલીસ અધિકારીઓ કહે છે કે તપાસ પૂર્ણ થયા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. સુરક્ષા કર્મચારીઓએ સમયસર પરિસ્થિતિ સંભાળી લીધી તે વાતથી કાર્યક્રમમાં હાજર લોકોએ રાહતનો શ્વાસ લીધો.

National : ‘જ્ઞાનેશ કુમાર ‘મુખ્ય ચોર કમિશનર’.. અચાનક કેમ ભડક્યાં આપ સાંસદ સંજય સિંહ, જાણો મામલો

0

દિલ્હી નગર નિગમ(MCD)ની 12 બેઠકોની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટી(AAP) માત્ર ત્રણ બેઠકો જીતી શકી હોવાથી, તેણે ફરી એકવાર વોટ ચોરીના આક્ષેપો કર્યા છે. પાર્ટીનો આક્ષેપ છે કે અશોક વિહાર બેઠક પર તેમના ઉમેદવાર જીતી ગયા હોવા છતાં, ફરીથી ગણતરી (રિકાઉન્ટિંગ) બાદ ભાજપને વિજેતા જાહેર કરવામાં આવી. તેમજ ‘આપ’ના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહે આના પર ભડકતા દેશના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને ‘મુખ્ય ચોર આયુક્ત’ પણ કહી દીધું છે.

‘આપ’ના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહે આ મામલે ખૂબ જ આક્રમક વલણ અપનાવ્યું છે. તેમણે ટ્વીટ દ્વારા દેશના મુખ્ય ચૂંટણી કમિશનર(CEC) જ્ઞાનેશ કુમારને ‘મુખ્ય ચોર આયુક્ત’ કહી દીધા છે. સંજય સિંહે ‘આપ’ના દિલ્હી પ્રદેશ અધ્યક્ષ સૌરભ ભારદ્વાજની ટ્વીટને શેર કરતા લખ્યું કે, ‘BJP વોટ ચોર છે, પીએમ મોદી તેમના મુખ્ય નેતા છે.

સૌરભ ભારદ્વાજે અશોક વિહાર બેઠક પર ‘આપ’ની હાર બાદ ગેરરીતિનો આરોપ અને કહ્યું કે, ‘અશોક વિહાર બેઠક – આમ આદમી પાર્ટી જીતી, આ વેબસાઇટ પરનું પરિણામ છે, હવે કહી રહ્યા છે કે રિકાઉન્ટિંગમાં ભાજપ જીતી ગઈ. આવું કેવી રીતે થઈ શકે?’ આ ઉપરાંત દિલ્હીના પૂર્વ CM આતિશીએ પણ આને ‘લોકશાહી સાથે ચેડાં’ ગણાવીને ભાજપ પર જનાદેશ ચોરી કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો.

અંતિમ પરિણામો અનુસાર, MCDની 12 વોર્ડની પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી(BJP) એ સાત બેઠકો પર, આમ આદમી પાર્ટી(AAP) એ ત્રણ, અને કોંગ્રેસ તથા ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોક એ એક-એક બેઠક પર જીત નોંધાવી છે. આ પેટાચૂંટણી ભાજપ માટે મહત્ત્વપૂર્ણ હતી, કારણ કે આ વર્ષે ફેબ્રુઆરીમાં દિલ્હીમાં સત્તામાં આવ્યા બાદ આ તેમની પ્રથમ મોટી ચૂંટણી હતી. આ 12 બેઠકોમાંથી 9 પર અગાઉ ભાજપનો અને બાકીની પર ‘આપ’નો કબજો હતો.

Entertainment : દેવીની ઠેકડી માટે રણવીરે આખરે જાહેર માફી માગવી પડી

0

મુંબઈ : રણવીરે ‘કાંતારા ચેપ્ટર વન’ ફિલ્મમાં દર્શાવાયેલાં દેવીના ચિત્રણની ઠેકડી ઉડાડી મિમિક્રી કરવા બદલ જાહેર માફી માગવી પડી છે. તેણે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે પોતાનો ઈરાદો કોઈનેય દુભવવાનો ન હતો. પોતે તમામ ધાર્મિક અને પ્રાદેશિક પરંપરાઓને માન આપે છે.

ફિલ્મમાં હિરો ઋષભ શેટ્ટીના દેહમાં દૈવ પ્રવેશે છે તેવો સીન છે. આ સીનની પ્રશંસા કરવા જતાં રણવીરે ઉલ્ટાની તેની ઠેકડી ઉડાડી હતી. તેણે દેવીનાં પાત્રને ફિમેલ ઘોસ્ટ ગણાવ્યું હતું. આથી, સોશિયલ મીડિયા પર રણવીરની આકરી ટીકાઓ થઈ હતી. એક સંગઠને રણવીર સામે ધાર્મિક લાગણી દૂભવવાનો પોલીસ કેસ પણ કરી દીધો હતો.

વિવાદ વધતાં આખરે રણવીરની સાન ઠેકાણે આવી હતી અને તેણે જાહેર માફી માગી હતી. રણવીર આ પ્રકારના વિવાદોમાં અગાઉ પણ ફસાઈ ચૂક્યો છે. આ પહેલાં તેણે એક મેગેઝિન માટે ન્યૂડ ફોટો શૂટ કરાવ્યું હતું. આ ફોટો શૂટ અંગે પોલીસ ફરિયાદ થતાં તેણે પોલીસ મથકે સ્ટેટમેન્ટ આપવા જવું પડયું હતું.