HomeSportsSports : ઈન્સ્ટા પર વિરાટની ‘લાઈક’ પર જર્મન મોડલની પ્રતિક્રિયા, કહ્યું- મને...

Sports : ઈન્સ્ટા પર વિરાટની ‘લાઈક’ પર જર્મન મોડલની પ્રતિક્રિયા, કહ્યું- મને કોહલી માટે દુઃખ થયું, લોકોએ વાતનું વતેસર કરી નાંખ્યું

ભારતીય ક્રિકેટ સ્ટાર વિરાટ કોહલી હાલમાં જર્મન મોડલ લિઝલાઝના ફોટોને લાઈક કરવાના કારણે ચર્ચામાં છે. ક્રિકેટરની લાઈકનો સ્ક્રીનશોટ ઝડપથી સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. યુઝર્સ પણ તેના પર રમુજી કોમેન્ટ્સ કરી રહ્યા છે. આ વચ્ચે જર્મન મોડલ લિઝલાઝે આ અંગે પ્રતિક્રિયા આપી છે. જર્મન મોડલે કહ્યું કે, મને આ અંગે સમાચાર દ્વારા જાણવા મળ્યું.

એક અખબાર સાથે વાત કરતા લિઝલાઝે કહ્યું કે, હું સવારે ઉઠી તો જોયું કે, હું સમાચારમાં છું. મને નથી ખબર કે વિરાટે ક્યારે ફોટો લાઈક કર્યો. લોકોએ અલગ-અલગ પ્લેટફોર્મના સમાચાર મને મોકલ્યા. મને ઘણા મેસેજ મળ્યા અને લોકો ખૂબ જ ઉત્સાહિત હતા. જર્મન મોડલે જણાવ્યું કે, ‘મને ભારત યાત્રા દરમિયાન ક્રિકેટ વિશે ખબર પડી, જ્યારે હું પહેલી વાર ભારત આવી અને ઘણા મહિનાઓ સુધી રહી. આ સમય દરમિયાન મેં દક્ષિણ ભારત, ગોવા, મૈસુર, કૂર્ગ, મુંબઈ, ચેન્નાઈ અને હૈદરાબાદ સહિત વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી.’

લિઝાલાઝે કહ્યું કે, ‘IPL દરમિયાન મેં બેંગલુરુમાં મારા મિત્રો સાથે મેચ જોવાનું શરૂ કર્યું અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB) ની ચાહક બની ગઈ. આ દરમિયાન જ મેં વિરાટ કોહલીને રમતા જોયો અને તેને પસંદ કરવા લાગી.’

બાદમાં વિરાટ દ્વારા ફોટો અનલાઈક કરવા પર લિઝલાઝે કહ્યું કે, ‘મને કોહલી માટે થોડું દુ:ખ થયું. મને આનંદ થયો હતો કે તેણે લાઈક કર્યો, પરંતુ મને એ નહીં સમજાયું કે તે આટલો મોટો મુદ્દો કેવી રીતે બની ગયો. કદાચ તેમનો એવો ઈરાદો નહોતો, પરંતુ તેમ છતાં હું તેના સપોર્ટની પ્રશંસા કરું છું.’

લિઝલાઝે દાવો કર્યો છે કે, ‘આ ઘટના બાદ મને ઘણી કામની ઓફર મળી રહી છે, પરંતુ હું હાલમાં સમજી-વિચારીને નિર્ણય લેવા માગુ છું. હું મ્યૂઝિક અને વ્લોગિંગને લઈને સીરિયસ છું અને જો તકો મળે તો હું ભારત પાછા ફરવાનું વિચારી શકુ છું.’તમને જણાવી દઈએ કે, લિજલાઝનો ફોટો ક્લિક કરનાર ફોટોગ્રાફર અદ્વૈત વૈદ્યએ સ્ક્રીનશોટ શેર કરતા દાવો કર્યો હતો કે, ‘વિરાટના ઓફિશિયલ એકાઉન્ટ પરથી લિઝલાઝનો એક જૂનો ફોટો લાઈક કરવામાં આવ્યો છે.’

અદ્વૈતે કેપ્શનમાં લખ્યું હતું કે, ‘આના પર કેવી રીતે રિએક્ટ કરવું… જ્યારે GOAT વિરાટ કોહલી, તમારી પોસ્ટ લાઈક કરી દે. હું અને લિઝલાઝ હજુ પણ અમારી આંખો ચોળીને જોઈ રહ્યા છીએ કે, આ ખરેખર થઈ રહ્યું છે કે નહીં… હાહા… આભાર GOAT.’

લિઝલાઝ એક જર્મન-સાઉથ આફ્રિકન મોડલ, વ્લોગર અને ઈન્ફ્લુએન્સર છે, જે ભારતમાં પોતાના ટ્રાવેલ કન્ટેન્ટ (જેમ કે ‘સમોસા સમોસા’ વીડિયો) માટે જાણીતી છે. તેણે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ‘વિરાટ કોહલી મારો મનપસંદ ક્રિકેટર છે.’

નોંધનીય છે કે, ગત વર્ષે મે-2025માં વિરાટે એક્ટ્રેસ અવનીત કૌરના એક ફોટોને લાઈક કર્યો હતો. જોકે, વિરાટે થોડા સમય પછી તે લાઈક ડિલીટ કરી દીધી હતી, પરંતુ તે દરમિયાન વિરાટના લાઈકનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયો હતો, જેના કારણે આ મામલે વિવિધ ચર્ચાઓ શરૂ થઈ હતી. બાદમાં વિરાટે આ મામલે સ્પષ્ટતા આપવી પડી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments