HomeSportsSports : એશિયા કપ 2026માં આજે મહામુકાબલામા ભારત-પાકિસ્તાન આમને-સામને

Sports : એશિયા કપ 2026માં આજે મહામુકાબલામા ભારત-પાકિસ્તાન આમને-સામને

મહિલા એશિયા કપ 2026 : ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આજે એશિયા કપ 2026માં પાકિસ્તાન સામે મહામુકાબલો રમશે. સેમિફાઇનલમાં સ્થાન પાકું કરી ચૂકેલી ટીમ ઈન્ડિયાની નજર હવે પાકિસ્તાન સામે સતત પાંચમી જીત પર રહેશે.બીજી તરફ પાકિસ્તાન માટે આ મેચ સેમિફાઇનલમાં પહોંચવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.શનિવાર 5 સપ્ટેમ્બરે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ગ્રુપ સ્ટેજનો મુકાબલો રમાશે. મેચ ભારતીય સમય મુજબ રાત્રે 8 વાગ્યે શરૂ થશે, જ્યારે ટોસ સાંજે 7:30 વાગ્યે થશે.ભારતીય ટીમ થાઈલેન્ડ અને હોંગકોંગ સામેની શાનદાર જીત બાદ આત્મવિશ્વાસથી ભરેલી છે. પાકિસ્તાન સામે પણ ટીમ ઈન્ડિયા પોતાની જીતનો સિલસિલો જાળવી રાખવા માંગશે

ભારત-પાકિસ્તાન વચ્ચે જોરદાર મુકાબલો
ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો હંમેશા ક્રિકેટ ચાહકો માટે ખાસ રહ્યો છે. આ વખતે પણ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં બંને ટીમો આમને-સામને આવશે. ભારત સેમિફાઇનલમાં પોતાની જગ્યા બનાવી ચૂક્યું છે અને હવે ગ્રુપ સ્ટેજમાં અપરાજિત રહેવા માટે મેદાનમાં ઉતરશે. બીજી તરફ પાકિસ્તાન માટે આ મેચનું મહત્વ વધારે છે કારણ કે જીતથી તેની સેમિફાઇનલમાં પહોંચવાની આશા મજબૂત થઈ શકે છે.

પાકિસ્તાન સામે ટીમ ઈન્ડિયાનું પલડું ભારે

મહિલા ટી20 ક્રિકેટમાં ભારતનો પાકિસ્તાન સામેનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. ભારતે છેલ્લાં વર્ષોમાં પાડોશી ટીમ સામે સતત સારું પ્રદર્શન કર્યું છે અને 2022 એશિયા કપ બાદ પાકિસ્તાન સામે ટી20માં હાર્યું નથી. આ કારણે હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમને આ મેચમાં જીતની દાવેદાર માનવામાં આવી રહી છે.આ મેચમાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરની બેટિંગ પણ ખાસ ચર્ચામાં રહેશે. ટી20 વર્લ્ડ કપ 2026થી તે રન બનાવવા માટે સંઘર્ષ કરી રહી છે. એશિયા કપમાં પણ થાઈલેન્ડ સામે તે માત્ર 5 રન અને સિંગાપોર સામે 10 રન બનાવી શકી હતી. સેમિફાઇનલ પહેલાં કેપ્ટનનું ફોર્મ પરત આવવું ટીમ ઈન્ડિયા માટે મહત્વપૂર્ણ બની શકે છે. જોકે ટીમની બેટિંગને સ્મૃતિ મંધાના અને શેફાલી વર્મા જેવા ખેલાડીઓ પાસેથી મજબૂત શરૂઆત મળી રહી છે.

ભારતની નજર સતત પાંચમી જીત પર

ભારતીય ટીમનો એશિયા કપમાં અત્યાર સુધીનો અભિયાન શાનદાર રહ્યો છે. થાઈલેન્ડને 94 રનથી અને હોંગકોંગને 137 રનથી હરાવીને ભારતે સેમિફાઇનલમાં સ્થાન નિશ્ચિત કર્યું છે. હવે પાકિસ્તાન સામે જીત મેળવીને ગ્રુપ સ્ટેજમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવાનો ટીમ ઈન્ડિયાનો પ્રયાસ રહેશે. બીજી તરફ પાકિસ્તાન આ મહત્વપૂર્ણ મુકાબલો જીતીને સેમિફાઇનલની રેસમાં આગળ વધવા માટે પૂરો જોર લગાવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments