HomeBollywoodBollywood : મિર્ઝાપુર ધ મૂવીની બોક્સ ઓફિસ પર પહેલા દિવસે છપ્પરફાડ કમાણી,...

Bollywood : મિર્ઝાપુર ધ મૂવીની બોક્સ ઓફિસ પર પહેલા દિવસે છપ્પરફાડ કમાણી, કાલીન ભૈયા અને મુન્ના ભૈયાને જોઈ ચાહકો થયા ક્રેઝી

પ્રાઇમ વિડિયોની સુપરહિટ સીરિઝ પછી “મિર્ઝાપુર ધ મૂવી” 4 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે. સોશિયલ મીડિયા પર ચાલી રહેલા ભારે ક્રેઝ વચ્ચે કાલીન ભૈયા અને મુન્ના ભૈયાને મોટા પડદા પર જોવા માટે ચાહકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રથમ સીઝનની સમાંતર ચાલતી આ મૌલિક વાર્તાને દર્શકો અને વિવેચકો બંને તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. રિલીઝની સાથે જ ફિલ્મના પહેલા દિવસના બોક્સ ઓફિસ કલેક્શનના આંકડા પણ સામે આવી ગયા છે.

પહેલા દિવસે બોક્સ ઓફિસ પર ધમાકેદાર ઓપનિંગ

વેબ સીરિઝની સફળતા બાદ ફિલ્મ પાસે મોટી કમાણીની અપેક્ષા રાખવામાં આવી રહી હતી, જે સાચી સાબિત થઈ છે. સેકનિલ્કના પ્રારંભિક અહેવાલો મુજબ, ‘મિર્ઝાપુર: ધ મૂવી’એ પોતાના પહેલા જ દિવસે ભારતમાં ₹24.64 કરોડનું પ્રભાવશાળી કલેક્શન કર્યું છે. વીકેન્ડ દરમિયાન આ આંકડો હજુ વધુ ઊંચો જવાની શક્યતા છે. આ ફિલ્મ હિન્દી અને તેલુગુ એમ બે ભાષાઓમાં રિલીઝ કરવામાં આવી છે. ફિલ્મે હિન્દી વર્ઝનમાં ₹24.50 કરોડની જંગી કમાણી કરી છે, જ્યારે તેલુગુ વર્ઝનમાંથી ₹0.14 લાખ (₹14 લાખ) નો વેપાર નોંધાયો છે.

કાલેન ભૈયા અને મુન્ના ભાઈનું બવંડર

ફિલ્મમાં પંકજ ત્રિપાઠી, અલી ફઝલ અને દિવ્યેન્દુ મુખ્ય ભૂમિકામાં છે. આ વખતે શોમાં બબલુ પંડિતનું પાત્ર ભજવનાર વિક્રાંત મેસીના સ્થાને જીતેન્દ્ર કુમાર જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત રવિ કિશન, અભિષેક બેનર્જી, રસિકા દુગ્ગલ, શ્વેતા ત્રિપાઠી, શીબા ચઢ્ઢા અને રાજેશ તૈલાંગ જેવા કલાકારો પણ મહત્વના રોલમાં છે.

નિર્માણ અને નિર્દેશન ટીમ

એમેઝોન એમજીએમ સ્ટુડિયો અને એક્સેલ એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ બનેલી આ ફિલ્મનું નિર્દેશન ગુરમીત સિંહે કર્યું છે. વાર્તા પુનીત કૃષ્ણા દ્વારા લખવામાં આવી છે, જ્યારે ફિલ્મનું નિર્માણ રિતેશ સિધવાની અને ફરહાન અખ્તરે કર્યું છે. કાસિમ જગમગિયા અને વિશાલ રામચંદ્રન આ ફિલ્મના સહ-નિર્માતા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments