HomeSportsSports : વિરાટ કોહલીના નિશાને વધુ એક વિશ્વવિક્રમ! માત્ર 22 રન બનાવતાં...

Sports : વિરાટ કોહલીના નિશાને વધુ એક વિશ્વવિક્રમ! માત્ર 22 રન બનાવતાં જ રચશે ઈતિહાસ, ત્રીજી વનડે પર નજર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની વનડે સીરિઝમાં ટીમ ઈન્ડિયા હાલમાં 2-0થી આગળ છે. હવે બંને ટીમો વચ્ચે ત્રીજી વનડે મંગળવારે હેમિલ્ટનના સેડન પાર્કમાં રમાવાની છે. આ મેચ જીતીને ભારતીય ટીમ સીરિઝ પોતાના નામે કરવા માગશે. બીજી તરફ ક્રિકેટ ચાહકોની નજર ફરી એકવાર સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પર રહેશે. કારણ કે આ મેચમાં વિરાટ પાસે એક એવો વિશ્વવિક્રમ બનાવવાની તક છે,જે આજ સુધી દુનિયાનો કોઈ બેટ્સમેન કરી શક્યો નથી.વિરાટ કોહલી ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી વનડેમાં વધુ 22 રન બનાવી લે તો વનડે ક્રિકેટમાં ન્યૂઝીલેન્ડ સામે 2000 રન પૂરા કરનાર દુનિયાનો પ્રથમ બેટ્સમેન બની જશે.

ન્યૂઝીલેન્ડ સામે 2000 રન પૂરા કરવાની તક

વિરાટ કોહલીએ અત્યાર સુધી ન્યૂઝીલેન્ડ સામે 38 વનડે મેચમાં 56ની શાનદાર સરેરાશથી 1978 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટમાંથી 7 સદી અને 11 અડધી સદી પણ આવી છે. હવે તે 2000 રનના ઐતિહાસિક આંકડાથી માત્ર 22 રન દૂર છે.આ યાદીમાં વિરાટ કોહલી હાલમાં પ્રથમ ક્રમે છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ 1971 રન સાથે બીજા સ્થાને છે. જ્યારે ભારતીય ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકર 1750 રન સાથે ત્રીજા સ્થાને છે.જો હેમિલ્ટનમાં વિરાટ 22 રન બનાવી લે છે તો તે ન્યૂઝીલેન્ડ સામે વનડેમાં 2000 રન પૂરા કરનાર પ્રથમ બેટ્સમેન બનીને ઇતિહાસ રચશે.

બીજી વનડેમાં તૂટ્યો હતો પોન્ટિંગનો રેકોર્ડ

ન્યૂઝીલેન્ડ સામેની બીજી વનડેમાં ભલે વિરાટ કોહલી માત્ર 7 રન બનાવીને આઉટ થયો હોય, પરંતુ આ મેચમાં તેણે એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. તે ન્યૂઝીલેન્ડ સામે વનડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો હતો. તેણે આ મામલે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ રિકી પોન્ટિંગને પાછળ છોડી દીધા હતા.આ સીરિઝની પ્રથમ વનડેમાં વિરાટે 74 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. ઓકલેન્ડની મુશ્કેલ પીચ પર તેણે પરિસ્થિતિ પ્રમાણે બેટિંગ કરીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી. જોકે, વેલિંગ્ટનમાં રમાયેલી બીજી વનડેમાં ઝડપી બોલરોને મળેલી મદદ સામે ભારતીય બેટ્સમેનો મુશ્કેલીમાં જોવા મળ્યા હતા.

હેમિલ્ટનમાં વિરાટ કોહલી પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા

હવે હેમિલ્ટનમાં વિરાટ કોહલી પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા રહેશે. તેની પાસે એક તરફ ટીમને જીત અપાવવાની તક છે, તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વધુ એક ઐતિહાસિક સિદ્ધિ મેળવવાની સુવર્ણ તક પણ છે. હવે જોવાનું એ રહેશે કે કિંગ કોહલી આ તકનો કેટલો લાભ ઉઠાવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments