ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પાંચ મેચોની T20 સીરિઝની પાંચમી અને છેલ્લી મેચ ન્યૂઝીલેન્ડે 7 વિકેટે જીતી લીધી. મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. ભારતીય ટીમે પહેલાં રમતા 191/8 નો સ્કોર બનાવ્યો.
જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમે 3 વિકેટ ગુમાવીને 18 ઓવરમાં 195 રન બનાવીને મેચ જીતી લીધી. સીરિઝની શરૂઆતની ત્રણ મેચ ભારતીય ટીમે જીતી હતી, જ્યારે છેલ્લી બે મેચ ન્યૂઝીલેન્ડની ટીમે પોતાના નામે કરી. જેથી ભલે મેચ હાર્યા છતાં પણ સીરિઝ પર કબજો 3-2થી ભારતનો કબજો રહ્યો છે.
આ સીરિઝના શરૂઆતના બે મુકાબલા ક્રાઇસ્ટચર્ચમાં રમાયા હતા, જે ભારતે 4 વિકેટના સમાન અંતરથી જીત્યા. પછી વેલિંગ્ટનમાં ભારતીય ટીમ 6 વિકેટથી મેચ જીતવામાં સફળ રહી હતી. ઓકલેન્ડમાં કીવી ટીમ પુનરાગમન કરીને 87 રનથી જીત હાંસલ કરી હતી.
ટિમ સાયફર્ટની 50 બોલમાં 93 રનની તોફાની ઇનિંગ
ટીમ ઇન્ડિયા પાંચમી T20માં ટિમ સાયફર્ટનું ‘વાવાઝોડું’ ઝીલી શકી નહીં. તેણે 50 બોલમાં 93 રનની તોફાની ઇનિંગ રમી, જેમાં 11 ચોગ્ગા અને પાંચ છગ્ગા છે. ગ્લેન ફિલિપ્સે 38 બોલમાં અણનમ 65 રનની ઇનિંગ રમી. તેના બેટમાંથી આઠ ચોગ્ગા અને ત્રણ છગ્ગા નીકળ્યા. બેવોન જેકબ્સ એક રન બનાવીને અણનમ રહ્યો.

ઈશાન કિશન એક વર્ષમાં T20Iમાં રન બનાવવાના મામલે ભારતીય ક્રિકેટરોમાં સૌથી આગળ
ઈશાન કિશન એક કેલેન્ડર વર્ષમાં T20 ઈન્ટરનેશનલ રન બનાવવાના મામલે ભારતીય ક્રિકેટરોમાં સૌથી આગળ થઈ ગયા છે. ઈશાન કિશનના હવે 37 મેચોની 37 ઈનિંગ્સમાં 1220 રન થઈ ગયા છે. આ પહેલા આ રેકોર્ડ સૂર્યકુમાર યાદવના નામે હતો. તેમણે વર્ષ 2022માં 31 મેચોની 31 ઈનિંગ્સમાં 1164 રન બનાવ્યા હતા. ત્યાં જ અભિષેક શર્માએ પણ આ કેલેન્ડર વર્ષ (2026) માં 39 મેચોની 39 ઈનિંગ્સમાં 1153 રન બનાવ્યા છે. સંજૂ સેમસને પણ આ વર્ષે એટલે કે વર્ષ 2026માં 30 મેચોની 30 ઈનિંગ્સમાં 810 રન બનાવ્યા હતા.
ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની 5મી અને છેલ્લી T20 મેચ ન્યૂઝીલેન્ડે 7 વિકેટે જીતી. ભારતે પ્રથમ બેટિંગ કરી 191/8 રન બનાવ્યા, જેના જવાબમાં ન્યૂઝીલેન્ડે 3 વિકેટે 195 રન બનાવી મેચ જીતી. ટિમ સાયફર્ટે 93 અને ગ્લેન ફિલિપ્સે 65 રનની આક્રમક ઇનિંગ રમી. જોકે, ભારતે 3-2થી શ્રેણી જીતી લીધી.


