HomeWorldWorld : અમેરિકાનું એલાન, ટ્રમ્પ પ્રશાસનના યુટર્નથી ખુદ ભારત પણ ચોંકી ઉઠ્યું

World : અમેરિકાનું એલાન, ટ્રમ્પ પ્રશાસનના યુટર્નથી ખુદ ભારત પણ ચોંકી ઉઠ્યું

વૈશ્વિક ઊર્જા બજારમાં ચાલી રહેલા ઉતાર-ચઢાવ વચ્ચે ભારત માટે મહત્વપૂર્ણ રાહતના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં અમેરિકાએ પોતાની નીતિમાં ફેરફાર કરતાં રશિયાના તેલ અંગે પ્રતિબંધોમાં આંશિક છૂટછાટ આપવાનો નિર્ણય લીધો છે, જેનો સીધો લાભ ભારતને મળશે.અહેવાલો મુજબ, ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે રશિયન તેલ ખરીદી માટેની મુક્તિને એક મહિના માટે લંબાવી છે. આ નિર્ણય એ સમયે આવ્યો છે જ્યારે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક ઇંધણ પુરવઠા પર દબાણ વધી રહ્યું છે.

યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરાયેલા નવા લાઇસન્સિંગ ઓર્ડર મુજબ, 17 એપ્રિલથી 16 મે સુધી દેશોને રશિયન તેલ ખરીદવાની મંજૂરી આપવામાં આવી છે. આ પગલું અગાઉ સમાપ્ત થયેલી છૂટછાટને બદલે લેવામાં આવ્યું છે. આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ વૈશ્વિક ઊર્જા બજારોમાં સ્થિરતા લાવવાનો છે. તાજેતરના ભૂરાજકીય તણાવ, ખાસ કરીને ઈરાન સંબંધિત મુદ્દાઓને કારણે તેલના પુરવઠા પર અસર પડી છે, જેને ધ્યાનમાં રાખીને અમેરિકા આ વખતે થોડું નરમ વલણ અપનાવ્યું છે.

અમેરિકાનો આ નિર્ણય આ અઠવાડિયાની શરૂઆતમાં ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટ દ્વારા લેવામાં આવેલા નિર્ણયનો વિરોધાભાસ કરે છે. ટ્રેઝરી સેક્રેટરી બેસન્ટે અગાઉ જણાવ્યું હતું કે અમેરિકા રશિયન તેલ માટે આ મુક્તિ લંબાવશે. ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા રશિયન તેલ માટે મુક્તિ અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષથી પ્રભાવિત ઊર્જા બજારોને સ્થિર કરવાના પ્રયાસોનો એક ભાગ છે. જો કે, આ નિર્ણય ફક્ત રશિયન તેલ પર જ લાગુ પડે છે. ઈરાન, ક્યુબા અને ઉત્તર કોરિયાના તેલને આ લાઇસન્સિંગ ઓર્ડરમાંથી બાકાત રાખવામાં આવ્યું છે.

ભારત માટે આ નિર્ણય ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે, કારણ કે તે પહેલાથી જ રશિયન તેલનો મોટો ખરીદદાર રહ્યો છે. ઓછા ભાવે મળતું તેલ દેશના ઊર્જા ખર્ચને નિયંત્રિત કરવામાં મદદરૂપ બને છે. અગાઉ પણ છૂટછાટ મળતા ભારતે મોટા પ્રમાણમાં રશિયન તેલની ખરીદી કરી હતી. જોકે આ છૂટછાટ ફક્ત રશિયન તેલ માટે જ લાગુ પડે છે. અન્ય દેશો જેમ કે ઈરાન, ક્યુબા અને ઉત્તર કોરિયાને આમાં સામેલ કરવામાં આવ્યા નથી. આથી સ્પષ્ટ થાય છે કે અમેરિકાની નીતિ હજુ પણ વ્યૂહાત્મક રીતે નિયંત્રિત છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments