HomeRashifalBusinessJIO IPO: રોકાણકારો માટે મોટી તક, મુકેશ અંબાણી લાવી રહ્યાં છે જિયોનો...

JIO IPO: રોકાણકારો માટે મોટી તક, મુકેશ અંબાણી લાવી રહ્યાં છે જિયોનો આઈપીઓ, જાણો વિગત

Reliance JIO એ પાછલા મહિને ઔપચારિક રૂપથી આઈપીઓ લાવવાની તૈયારી શરૂ કરી હતી અને આ ઈશ્યુને મેનેજ કરવા માટે 19 બેંકોની નિમણૂંક કરી છે.

ઈરાન યુદ્ધને કારણે શેર બજારના રોકાણકારો માટે ફેબ્રુઆરીથી લઈને માર્ચ સુધીનો મહિનો સારો રહ્યો નથી. બજારમાં આવેલા કડાકાથી રોકાણકારોને ભારે નુકસાન પણ થયું છે. બજારના ખરાબ મૂડને જોતા ઘણી કંપનીઓએ પોતાના આઈપીઓ લોન્ચ કરવાનું રોકી દીધું હતું. હવે જ્યારે અમેરિકા અને ઈરાનમાં શાંતિ છે અને યુદ્ધ ખતમ થઈ શકે છે, દુનિયાભર સહિત ભારતીય બજારમાં તેજી પરત ફરીં રહી છે. તેનાથી રોકાણકારોના મૂડમાં સુધાર થયો છે. તેને જોતા હવે કંપનીઓ આઈપીઓ લાવવાની તૈયારી કરી રહી છે. આ વચ્ચે રોકાણકારો માટે મોટા સમાચાર આવ્યા છે. મે મહિનામાં મુકેશ અંબાણીએ જિયોનો આઈપીઓ લાવવા માટે સેબીની પાસે દસ્તાવેજ ફાઇલ કર્યાં છે. આવો આ આઈપીઓ સાથે જોડાયેલી વિગતો જાણીએ.

આ આઈપીઓ નવા ઈશ્યુની જગ્યાએ Offer for Sale (OFS) હોવાની સંભાવના છે. નવેમ્બર 2025મા ઈન્વેસ્ટમેન્ટ બેંક Jefferies એ જિયોનું મૂલ્યાંકન લગભગ 180 અબજ ડોલર (16.72 લાખ કરોડ) રૂપિયા કર્યું હતું, જેનો મતલબ છે કે આ ઓફર દ્વરા કંપનીમાં લગભગ 2.5-3.5% ભાગીદારી ઓછી થશે. Reliance Industries ના ચેરમેન મુકેશ અંબાણીએ સૌથી પહેલા 2019મા જિયોનો આઈપીઓ લાવવાનો સંકેત આપ્યો હતો, જે માટે તેમણે પાંચ વર્ષની સમય-મર્યાદા નક્કી કરી હતી.

જિયોનું લિસ્ટિંગ ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ બની શકે છે અને લગભગ બે દાયકામાં રિલાયન્સના કોઈ મોટા એકમ દ્વારા લાવવામાં આવેલ પ્રથમ પબ્લિક ઈશ્યુ હશે. ઈન્ડસ્ટ્રીના સૂત્રો અનુસાર રિલાયન્સ અત્યારે સાયલેન્ટ પીરિયડમાં છે, કારણ કે આગામી સપ્તાહે તેની કમાણીના આંકડા જાહેર થવાના છે. તેવામાં આ દરમિયાન કોઈપણ ફાઇલ જમા કરવાની સંભાવના ઓછી છે.

ડિસેમ્બર ક્વાર્ટર માટે જિયોએ પોતાના નેટ પ્રોફિટમાં વર્ષ-દર-વર્ષ 11 ટકાનો વધારો નોંધ્યો, જે વધી 7629 કરોડ થઈ ગયો. સાથે ઓપરેશનથી થનારી કમાણીમાં લગભગ 13 ટકાનો વધારો થયો, જે ₹37,262 કરોડ સુધી પહોંચી ગઈ. આ વધારાનું મુખ્ય કારણ દરેક યુઝર્સથી થતી એવરેજ કમાણી (ARPU) માં વધારો હતો, જે વધી 213.7 રૂપિયા થઈ ગઈ હતી. આ સિવાય 89 લાખ નવા સબ્સક્રાઇબર પણ કંપની સાથે જોડાયા હતા. હવે કંપનીના કુલ વાયરલેસ ડેટા ટ્રાફિકનો અડધાથી વધુ હિસ્સો 5G યુઝર્સથી આવે છે- આ એક એવું સેગમેન્ટ છે જ્યાં યુઝર્સની સક્રિયતા (engagement) મજબૂત થવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.

જિયો એક ડિજિટલ ટેક્નોલોજી કંપની તરીકે કામ કરે છે, જે 4G, 5G કનેક્ટિવિટી, આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ (AI) અને ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોમાં પોતાની સેવાઓ આપે છે.ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, ‘ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments