HomeWorldWorld : મૂન મિશન માટે એઆઈ : નાસાએ લૂનર ફાઉન્ડેશન મોડલ લોન્ચ...

World : મૂન મિશન માટે એઆઈ : નાસાએ લૂનર ફાઉન્ડેશન મોડલ લોન્ચ કર્યું

નાસા અને ટેકનોલોજી કંપની આઈબીએમ દ્વારા સ્પેસ રિસર્ચ ક્ષેત્રે એક ઐતિહાસિક જાહેરાત કરવામાં આવી છે. બંને સંસ્થાઓએ સંયુક્ત રીતે વિકસાવેલું નાસા-આઈબીએમ લુનર ફાઉન્ડેશન મોડલ ઓપન-સોર્સ એટલે કે વિશ્વભરના વૈજ્ઞાનિકો માટે ફ્રીમાં યુઝ માટે રીલિઝ કર્યું છે. આ એઆઈ મોડલ ચંદ્રની સપાટી, ત્યાંના કુદરતી સંસાધનો અને ભૌગોલિક પરિસ્થિતિઓને ચોક્કસ રીતે સમજવામાં મદદ કરશે.

નાસાના આગામી આર્ટેમિસ મિશન હેઠળ ચંદ્ર પર માનવ વસવાટ અને લાંબા ગાળાના સ્પેસ સ્ટેશન સ્થાપવાની યોજનાઓમાં આ એઆઈ મોડલ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે. છેલ્લાં કેટલાંક દાયકાઓમાં ચંદ્રની આસપાસ ભ્રમણ કરી ચૂકેલા વિવિધ સેટેલાઇટ્સ અને સ્પેસક્રાફ્ટે કરોડો ગીગાબાઇટ્સ ડેટા અને તસવીરો એકત્રિત કરી છે. પરંતુ, આ બધો ડેટા અલગ-અલગ ફોર્મેટ અને કેમેરા રેઝોલ્યુશનમાં હોવાથી વૈજ્ઞાનિકો માટે તેનું એકસાથે વિશ્લેષણ કરવું મુશ્કેલ હતું.

આ મોડલ ચંદ્રના ક્યાં ભાગોમાં બરફ ક્યાં હાજર હોઈ શકે છે તેનું અંદાજિત મેપિંગ કરે છે. ચંદ્ર પર રહેલો બરફ ભાવિ અવકાશયાત્રીઓ માટે પીવાના પાણી, ઓક્સિજન અને રોકેટના બળતણ ઉત્પાદન માટે સૌથી મહત્વનો ોત છે. ચંદ્રની સપાટી પર સુરક્ષિત સ્પેસક્રાફ્ટ લેન્ડિંગ માટે સુરક્ષિત જગ્યા શોધવી જરૂરી છે. આ મોડલ મીટર-સ્કેલ લેવલના નાનામાં નાના ખાડાઓ અને પથ્થરોને ઓળખીને લેન્ડિંગ માટે સલામત વિસ્તાર નક્કી કરવામાં મદદ કરે છે. ચંદ્ર પર ભૂતકાળમાં થયેલી જ્વાળામુખીય પ્રવૃત્તિઓનું મેપિંગ કરીને તે ચંદ્રના થર્મલ અને ભૌગોલિક ઇતિહાસને સમજવામાં વૈજ્ઞાનિકોને મદદ કરશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments