બાંગ્લાદેશની ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ખાલિદા જિયા ગંભીર રીતે બિમાર છે અને તેમના દેશની અંદર જ સારવાર ચાલી રહી છે.મળતી માહિતી પ્રમાણે જિયાની તબિયતમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી અને તેમની સ્થિતિ ક્રિટિકલ બની છે
બાંગ્લાદેશની ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ખાલિદા જિયા ગંભીર રીતે બિમાર છે અને તેમના દેશની અંદર જ સારવાર ચાલી રહી છે.મળતી માહિતી પ્રમાણે જિયાની તબિયતમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી અને તેમની સ્થિતિ ક્રિટિકલ બની છે. ભૂતપૂર્વ વડાપ્રધાનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવે તેમની સારવાર વિદેશમાં કરવામાં આવશે જેના માટે તૈયારી પણ શરૂ કરી દેવામાં આવી છે. એવિએશન અધિકારીઓએ જણાવ્યું છે કે જિયાને સારવાર માટે લંડન લઈ જવામાં આવશે અને તેના માટે એર એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે.

રિપોર્ટ પ્રમાણે બાંગ્લાદેશની સિવિલ એવિએશન ઓથોરિટી (CAAB)ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે એર એમ્બ્યુલન્સને મંગળવારે સવારે 8 વાગ્યે લેન્ડિંગ સ્લોટ આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે એ જ દિવસે રાત્રે 9 વાગ્યે વિમાન વિદેશ સારવાર માટે લઇ જવામાં આવશે. tbsnews.net મુજબ, કતાર સરકારે આ વિમાનની વ્યવસ્થા કરી છે, જેને જર્મની સ્થિત FAI એવિએશન ગ્રુપ પાસેથી ભાડે લેવામાં આવ્યું છે. 80 વર્ષની બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP)ની ચેરપર્સન જિયાનો લગભગ 2 અઠવાડિયાથી ઢાકાના એવરકેર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જિયા અનેક બીમારીઓથી પીડિત છે.
આ પહેલા અનુમાન લગાવવામાં આવી રહ્યુ હતુ કે બાંગ્લાદેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ખાલેદા જિયા શુક્રવાર સવારે એર એમ્બ્યુલન્સ દ્વારા લંડન જશે. જોકે બાદમાં બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીએ કહ્યું કે ટેકનિકલ સમસ્યાને કારણે વિમાનના આગમનમાં વિલંબ થયો. બાદમાં રવિવારે પણ જિયા જવાના આયોજનને મોકૂફ રાખવામાં આવ્યું કારણ કે તે લાંબી મુસાફરી કરવા માટે સક્ષમ નથી.


