ડભોઇ તાલુકાના ચાંદોદમાં પ્રવેશવાના એકમાત્ર મુખ્ય માર્ગ પરનું નાળું જર્જરિત હોવાનો રિપોર્ટ પાંચ મહિના અગાઉ અપાયો હતો ચાંદોદમાં ગડર લગાવી ભારદારી વાહનોની અવર-જવર બંધ કરાઈપાદરાના ગંભીરા પુલની દુર્ઘટના બાદ આવી દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે તીર્થક્ષેત્ર ચાંદોદમાં પ્રવેશવાના એકમાત્ર મુખ્ય માર્ગ પર બી એન હાઇસ્કુલ પાસેના ગાયકવાડી સમયના નાળાની 4 ઓગસ્ટે લીધેલી સ્થળ મુલાકાતમાં નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરી ડભોઈના તાંત્રિક અધિકારી અને ટીમને નાળાનું બાંધકામ અત્યંત જૂનું અને જર્જરીત હાલતમાં હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી આ નાળા પરથી ભારદારી વાહનોની અવરજવર તાત્કાલિક અસરથી બંધ કરવા
લેખિત તાકીદ કરાઈ હતી. તા.12 ઓગસ્ટથી ભારદારી વાહનો પર સંપૂર્ણ પ્રતિબંધ અમલી કરાયો હતો. તે સાથે જ એસટી બસો નગરમાં આવતી બંધ થઈ હતી. ઉલ્લેખનીય છે કે તંત્રએ જર્જરીત નાળું હોવાનો રિપોર્ટ આપ્યાના પાંચ-પાંચ મહિના વિત્યા છતાં
સમ ખાવા પૂરતી પુનઃ સ્થળ ચકાસણી કે પછી આ અંગેની કામગીરીના હજુ સુધી શ્રી ગણેશ થયા નથી. ત્યારે નગરજનોની ધીરજ લોક આંદોલનમાં પરિણમે તે પહેલા નાળાના નિર્માણની કામગીરી આરંભાય એ જ સૌના હિતમાં છે.રિપોર્ટ આપ્યા બાદપાંચ મહિના સુધી સત્તાધીશોએ કાર્યવાહી ન કરી

જોકે ભારદારી વાહનોના આવન જાવનની પ્રતિબંધ છતાં રેતીના ડમ્પરો, લક્ઝરી બસો સહિતના ભારદારી વાહનોની આવન જાવનથી સતત પાંચ મહિના સુધી આ નાળું ધમધમતું રહ્યું હતું. છતાં કડકપણે અમલવારી કરાવવા બાબતે તાલુકા તંત્ર કે સ્થાનિક ગ્રામ પંચાયતે ગંભીરતા દાખવી ન હતી. ત્યારે ગુરુવારે સફાળા જાગેલા ચાંદોદ પંચાયતના સત્તાધીશોએ તાબડતોબ નગરમાં પ્રવેશવાના ગ્રામ પંચાયત કચેરી પાસેના મુખ્ય માર્ગ પર લોખંડના ગડર લગાવી ભારદારી વાહનો માટે પ્રવેશબંધી જાહેર કરી જુના માંડવા માર્ગનો વૈકલ્પિક ઉપયોગ કરવાના બોર્ડ લગાવ્યા છે. જેથી હવે નવા નાળાનું નિર્માણ ન થાય ત્યાં સુધી ભારદારી વાહનો નગરમાં પ્રવેશી શકે નહીં. પરિણામે રોજબરોજ દેવ દર્શન, નર્મદા સ્નાન, સહેલગાહ માટે આવતા શ્રદ્ધાળુઓ યાત્રિકો સહિત અપડાઉન કરતા વિદ્યાર્થીઓને મોટાપાયે હાડમારીનો સામનો કરવો પડશે.
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ


