ડભોઇ બાર એસોસિયન વકીલ મંડળની એક વર્ષ માટેની નવી કારોબારી સમિતિની ચૂંટણી આજે શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ડભોઇ કોટૅ સ્કૂલમાં યોજાઈ હતી. આ ચૂંટણીમાં પ્રમુખ પદ માટે સિનિયર એડવોકેટ આરીફભાઇ મકરાણી 53 મત થી બીજી વખત ચૂંટાયા હતા. વકીલ મંડળના સભ્યો દ્વારા તેમના પર વ્યક્ત કરાયેલા વિશ્વાસને કારણે સમગ્ર વકીલ સમુદાયમાં ખુશીની લાગણી જોવા મળી હતી.

આ ચૂંટણી દરમિયાન ઉપપ્રમુખ પદે બિનહરીફ રાજેશભાઈ એસ વસાવા તથા મંત્રી પદે 28 મત થી મોસીનભાઈ આઈ મન્સૂરી પણ ચૂંટાયા હતા. તેમજ શા માટે તરીકે બિનહરી અનુજભાઈ જે બારોટ તેમજ કમિટીના પાંચ સભ્યો મુદસર એમ સલાટ સહિત ચૂંટાઈ આવ્યા હતા. અને બિન હરીફ ટ્રેઝરર તરીકે જાગૃતીબેન એમ શાહ અને મમતાબેન એલ વસાવા વિજેતા જાહેર થયા હતા. મોટાભાગના હોદ્દેદારો બિનહરીફ જાહેર થતા ચૂંટણી પ્રક્રિયા સરળ અને સુચારુ રીતે પૂર્ણ થઈ હતી.
નવનિયુક્ત પ્રમુખ આરીફ ભાઈ મકરાણી એ તમામ વકીલ મિત્રોના સહયોગ અને વિશ્વાસ બદલ આભાર વ્યક્ત કરી, આગામી સમયમાં વકીલોના હિત અને મંડળની એકતા માટે સતત કાર્યરત રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. સમગ્ર વકીલ મંડળ દ્વારા પ્રમુખ સહિત નવી કારોબારી સમિતિને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા મુખ્ય ચૂંટણી અધિકારી સાહેબની અધ્યક્ષતામાં શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે સંપન્ન થઈ હતી.
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ


