E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratVadodaraVadodara : ડભોઇ નગરપાલિકા વહીવટી તંત્ર દ્વારા શહેરમાં કૂતરાઓના આતંકને નિયંત્રિત કરવા...

Vadodara : ડભોઇ નગરપાલિકા વહીવટી તંત્ર દ્વારા શહેરમાં કૂતરાઓના આતંકને નિયંત્રિત કરવા માટે કેવા પ્રકારના કડક પગલાં લેવામાં આવે તેવી લોક માંગ

ડભોઇ શહેર તાલુકા માં શેરીના કૂતરાનો ની વસ્તીમાં વધારો થતા જાય છે તેમ જાહેર માંગ ઉપર લોકોને બચકા ભરવાનો આતંક પણ વધી જવા પામ્યો હોવાથી લોહી લુહાણ ઇજાગ્રસ્ત સારવાર માટે સરકારી દવાખાના પહોંચતા તેઓને જવાબ મળી રહ્યો છે કે કુતરા કરડવાના રેબીશ ઇન્જેક્શન નથી અને તમે વડોદરા એસએસજી હોસ્પિટલ જાઓ માંડ માંડ ગરીબ લોકો પોતાના પેટનો ખાડો પૂરતા હોય ત્યારે વડોદરા જવા આવવાના ખર્ચ માટે મૂંઝવણ માં મુકાઈ જતા હોય છે

વહેલી તકે ડભોઇ સરકારી દવાખાના ખાતે રેબિસ નામના ઇન્જેક્શનનો જથ્થો આરોગ્ય વિભાગ દ્વારા પૂરો પાડવામાં આવે તેવી લોક જનતાની માંગ ઉઠવા પામી છે… ડભોઇ શહેર તાલુકા માં શેરીના કૂતરાઓનો આતંક યથાવત છે, જેના કારણે નાગરિકોમાં ભયનું વાતાવરણ છે. તાજેતરમાં જ ડભોઇના મધ્ય વિસ્તાર હીરા ભાગોળ ખાતે એક ગંભીર ઘટના બની છે, જેમાં સિનિયર સિટીઝન હુસેનભાઇ મન્સૂરીને કૂતરાએ પગમાં બચકું ભરતા લોહી લુહાણ હાલતમાં તે તાત્કાલિક સારવાર માટે ડભોઇ સરકારી દવાખાના ખાતે પહોંચ્યો જ્યાં જેવો એ કેસ કઢાવી ડોક્ટર પાસે પહોંચતા ડોક્ટરે કુતરાના ઇન્જેક્શન રેબિસ નહિ હોવાનો જણાવી માત્ર ડ્રેસિંગાને અને ઇન્જેક્શન લેવા હોય તો વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે જવા માટે સલાહ આપી હતી…ઘટનાની વિગતો પીડિત સિનિયર સિટીઝન ને પગમા જોરથી બચકું ભર્યું હતું, જેના કારણે આંગળી પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.

કુતરા કરડવાના ઈન્જેક્શન નહિ હોવાથી માત્ર સર્જરી કરાવી હતી પોતાની પાસે પૈસા ન હોવાથી વડોદરા ઇન્જેક્શન માટે જઈ શક્યા નહિ નું જાણવા મળે છે ત્યારે આરોગ્ય વિભાગની બેદરકારીના કારણે ગરીબ માણસો ઇન્જેક્શન નહિ હોવાને કારણેભોગ બનતા રહ્યા છે દિન પ્રતિ દિન કુતરાઓનો આંતક વધતો જતો હોય ત્યારે ડભોઇ નગરપાલિકા વહીવટી તંત્ર દ્વારા શહેરમાં કૂતરાઓના આતંકને નિયંત્રિત કરવા માટે કેવા પ્રકારના કડક પગલાં લેવામાં આવે તેવી લોક જનતા ની માંગ ઉઠવા પામી છે…

REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments