E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratVadodaraVadodara : ડભોઇ રેલવે સ્ટેશન પર ઓવરબ્રિજનું કામ ગોકળગતિએ મુસાફરો અને રહીશોના...

Vadodara : ડભોઇ રેલવે સ્ટેશન પર ઓવરબ્રિજનું કામ ગોકળગતિએ મુસાફરો અને રહીશોના જીવ જોખમમાં

ડભોઇ રેલવે સ્ટેશન ખાતે છેલ્લા ઘણા સમયથી ફૂટ ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ તંત્રની ઘોર બેદરકારી અને કામની અત્યંત ધીમી ગતિને કારણે સ્થાનિકો અને મુસાફરો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. બ્રિજના અભાવે લોકો જીવના જોખમે રેલવેના પાટા ઓળંગી રહ્યા છે જે ગમે ત્યારે મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે મુખ્ય સમસ્યાઓ અને જનતાની પરેશાની જીવના જોખમે મુસાફરી: ઓવરબ્રિજ તૈયાર ન હોવાથી સ્ટેશનના એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવા માટે મુસાફરો પાસે પાટા ઓળંગવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. આમાં વૃદ્ધો, બાળકો અને મહિલાઓને સૌથી વધુ મુશ્કેલી પડી રહી છે.


​રહીશોની હાડમારી સ્ટેશનની આસપાસ રહેતા લોકો પણ અવરજવર માટે રેલવે ટ્રેકનો ઉપયોગ કરે છે. શોર્ટકટના ચક્કરમાં અને સુવિધાના અભાવે લોકો દરરોજ મોતની સામે રમત રમી રહ્યા છે ​તંત્રની આળસ સ્થાનિકોનો આક્ષેપ છે કે બ્રિજનું કામ લાંબા સમયથી ચાલી રહ્યું છે ગોકળ ગતિથી ચાલી રહ્યું છે કામ ઝડપથી ચાલે તેવી લોકોની માંગ છે
​મોટી દુર્ઘટનાનો ભય જવાબદાર કોણ
​સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો પાટા ઓળંગતી વખતે કોઈ મોટી દુર્ઘટના સર્જાશે અથવા કોઈનો જીવ જશે, તો તેની જવાબદારી કોણ લેશે રેલવે તંત્રકેકોન્ટ્રાક્ટર? શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છેસ્થાનિકોની માંગ અમે ઈચ્છીએ છીએ કે આ ઓવરબ્રિજનું કામ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે રોજ હજારો મુસાફરો અહીંથી પસાર થાય છે ડભોઇ રેલવે સ્ટેશન એ વિસ્તારનું મહત્વનું જંકશન છે. ત્યારે મુસાફરોની સુવિધા અને સલામતી માટે રેલવે તંત્ર જાગે અને આ કામગીરીને યુદ્ધના ધોરણે પૂર્ણ કરી જનતાને રાહત આપે તે અત્યંત જરૂરી છે.

REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments