E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeIndiaNational : બાળકોને ગેમ રમવા ન દેતા…' ગાઝિયાબાદમાં 3 દીકરીની આત્મહત્યાથી ભાંગી...

National : બાળકોને ગેમ રમવા ન દેતા…’ ગાઝિયાબાદમાં 3 દીકરીની આત્મહત્યાથી ભાંગી પડેલા પિતાની વ્યથા

ગાઝિયાબાદમાંથી એક માતા-પિતા માટે લાલબત્તી સમાન અને સનસનીખેજ ઘટના સામે આવી છે. અહીં એક જ પરિવારની 3 સગીર બહેનોનો કોરિયન ગેમએ ભોગ લીધો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ત્રણેય બહેનોને એક ટાસ્ક આધારિત ‘કોરિયન લવર ગેમ’ની લત હતી. જેના કારણે ત્રણેય બહેનોએ 9માં માળેથી કૂદી જીવન ટૂંકાવ્યું છે. પોલીસને સગીરાઓના રૂમમાંથી આઠ પાનાની સુસાઇડ નોટ મળી આવી છે. જોકે, પોલીસે આખી ડાયરી પોતાના કબજામાં લઈ લીધી છે.

‘સોરી અમે કોરિયા ન છોડી શકીએ. કોરિયા અમારી જિદંગી અને જાન છે. અમે તેને ન છોડી શકીએ…’ ત્રણ દીકરીઓના આપઘાત બાદ દીકરીઓના છેલ્લા શબ્દોને યાદ કરતા પિતાનું ગળું ભરાઈ આવ્યું. ગાઝિયાબાદની ભારત સોસાયટીના નવમા માળે રહેતા ચેતનની દુનિયા ઉજડી ગઈ છે. એક કોરિયન ઓનલાઈન ગેમે તેનું બધું જ છીનવી લીધું છે. તેમની ત્રણ દીકરીઓએ ગેમના ડેથ ટ્રેપમાં ફસાઈને આત્મહત્યા કરી લીધી છે.

મીડિયા સાથે વાત કરતા ચેતને કહ્યું કે, મેં દીકરીઓની અંતિમ સુસાઈડ નોટ પોલીસ પાસે જોઈ. તેમાં લખ્યું હતું- ‘પપ્પા સોરી.’ આંખોમાં આંસુ સાથે ચેતને દરેક માતા-પિતાને તેમના બાળકોને ગેમથી દૂર રાખવા વિનંતી કરી. તેમણે કહ્યું કે, ‘આ ખૂબ જ ખરાબ છે. આવું કોઈના બાળક સાથે ન થવું જોઈએ. બાળકો તમે ગેમ રમવાનું છોડી દો. હું દરેક માતા-પિતાને વિનંતી કરું છું કે, બાળકોને ગેમ ન રમવા દો. ગેમમાં ક્યારે કયો ટાસ્ક થઈ જાય એ આપણને ખબર નથી હોતી. અમને પણ આ અંગે ખબર નહોતી.’

આખરે આ બાળકીઓને કઈ ગેમની લત હતી? આ સવાલના જવાબમાં ચેતને જણાવ્યું કે, ‘મને તેની સંપૂર્ણ જાણકારી નથી. કોરિયાથી એક લિંક આવી હતી. પોલીસ પાસે ફોન છે અને તેઓ તેમાંથી વિગતો નીકાળશે. જો મને ખબર હોત કે, શું ટાસ્ક આપ્યો છે, તો હું ગેમ જ ન રમવા દેત.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments