E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeWorldWorld : Japan મા સાધ્વી દ્વારા CM યોગીને અપાઇ વિશેષ પ્રતિમા, જાણો...

World : Japan મા સાધ્વી દ્વારા CM યોગીને અપાઇ વિશેષ પ્રતિમા, જાણો કેમ ખાસ છે પ્રતિમાનું મહત્વ?

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાલમાં જાપાનના પ્રવાસે છે, જ્યાં તેમનું સ્વાગત માત્ર એક રાજનેતા તરીકે નહીં પરંતુ એક સંત તરીકે પણ કરવામાં આવી રહ્યું છે. ટોક્યોમાં આયોજિત એક જાહેર કાર્યક્રમ દરમિયાન ભારતની સમૃદ્ધ પરંપરાના દર્શન થયા હતા. અહીં જૈન શ્વેતાંબર સંપ્રદાયના સાધ્વી તુલસીએ સીએમ યોગી સાથે મુલાકાત કરી તેમને જૈન ધર્મના ૨૪મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીની પ્રતિમા ભેટમાં આપી હતી.

સાધ્વી તુલસી, જેઓ જાપાનમાં જૈન ધર્મના ઉપદેશોનો પ્રસાર કરી રહ્યા છે, તેમણે સીએમ યોગીની કાર્યશૈલીની પ્રશંસા કરી હતી. સાધ્વીએ જણાવ્યું કે તેઓ અગાઉ ભારતની મુલાકાત લેવા ઈચ્છતા હતા, પરંતુ તે સમયે ઉત્તર પ્રદેશ સુરક્ષિત નહોતું. જોકે, યોગી આદિત્યનાથના શાસનમાં યુપી ખાસ કરીને મહિલાઓ અને દીકરીઓ માટે ખૂબ જ સુરક્ષિત બન્યું હોવાથી હવે તેમની ભારત આવવાની ઈચ્છા પ્રબળ બની છે.

આ પ્રસંગે એક નાનકડા બાળક ‘નેમિષ’ દ્વારા સંસ્કૃત શ્લોકોનું ગાન કરવામાં આવ્યું હતું, જેને જોઈને મુખ્યમંત્રી અત્યંત પ્રભાવિત થયા હતા. આ દ્રશ્ય દર્શાવે છે કે વિદેશમાં વસતા ભારતીયો આજે પણ પોતાની સંસ્કૃતિ અને ભાષા સાથે જોડાયેલા છે.ભગવાન મહાવીર સ્વામીની પ્રતિમા ભેટમાં મળવી એ શાંતિ અને અહિંસાના સંદેશનું પ્રતીક છે. મહાવીર સ્વામીએ અહિંસા, સત્ય અને અપરિગ્રહના જે સિદ્ધાંતો આપ્યા છે, તે આજે પણ વિશ્વને સહઅસ્તિત્વનો માર્ગ બતાવે છે. સીએમ યોગી, જેઓ પોતે સનાતન ધર્મના રક્ષક માનવામાં આવે છે, તેમણે આ પ્રતિમાને અત્યંત આદરપૂર્વક સ્વીકારી હતી.

જાપાની લોકોમાં સીએમ યોગી પ્રત્યે ભારે કુતૂહલ જોવા મળી રહ્યું છે. એક એવો નેતા જે ભગવા વસ્ત્રો ધારણ કરે છે અને છતાં એક વિશાળ રાજ્યમાં વિકાસ અને શાસન વચ્ચે સંતુલન જાળવે છે, તે બાબત જાપાનના આધ્યાત્મિક અને વ્યાપારિક જગત માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. આ મુલાકાત સાબિત કરે છે કે ભારતની ધાર્મિક સહિષ્ણુતા અને સાંસ્કૃતિક વારસો આજે વિશ્વના ખૂણેખૂણે ગૌરવ વધારી રહ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments