HomeBollywoodEntertainment : દુબઈથી પરત ફર્યા બાદ ભાવુક થઈ અભિનેત્રી લારા દત્તા! કહ્યું-...

Entertainment : દુબઈથી પરત ફર્યા બાદ ભાવુક થઈ અભિનેત્રી લારા દત્તા! કહ્યું- પુત્રીના મન પર કાયમી આઘાત રહેશે

મિડલ ઈસ્ટમાં વધી રહેલા તણાવ અને યુદ્ધની સ્થિતિ વચ્ચે બોલિવૂડ એક્ટ્રેસ અને પૂર્વ મિસ યુનિવર્સ લારા દત્તા તેની 14 વર્ષની દીકરી સાયરા સાથે સુરક્ષિત રીતે ભારત પરત ફરી છે. લારાએ દુબઈમાં ગાળેલા ભયાનક સમયનો અનુભવ શેર કરતા જણાવ્યું કે, આ તેના જીવનની સૌથી જોખમી સફર હતી. જ્યારે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સંઘર્ષ તેજ થયો, ત્યારે લારા અને તેની દીકરી દુબઈમાં એકલા હતા, કારણ કે તેના પતિ મહેશ ભૂપતિ કામના લીધે લંડન હતો. લારા જેબેલ અલી પોર્ટથી માત્ર 10 કિલોમીટર દૂર રહેતી હતી, જ્યાં દરરોજ બોમ્બમારો થઈ રહ્યો હતો.

લારાએ જણાવ્યું કે તે જે વિલામાં રહેતી હતી ત્યાં સતત ધડાકાઓનો અવાજ સંભળાતો હતો, જેના કારણે તે પોતાની દીકરીની સુરક્ષાને લઈને અત્યંત ચિંતામાં હતી. જ્યારે દુબઈ ઍરપૉર્ટ પર બોમ્બમારો થવા લાગ્યો, ત્યારે તેણે જોખમ ખેડીને ત્યાંથી નીકળવાનું નક્કી કર્યું. લારા બે કલાક સુધી ડ્રાઈવ કરીને ફુજૈરાહ પહોંચી હતી. ચોંકાવનારી વાત એ છે કે, જે દિવસે તે ફુજૈરાહ પહોંચી તેના એક દિવસ પહેલા જ ત્યાંના પોર્ટ અને ઓઇલ રિફાઈનરી પર હુમલો થયો હતો. આ ડરામણી સ્થિતિ વિશે તેણે મજાકમાં અક્ષય કુમારને કહ્યું હતું કે તેને વાસ્તવિક જીવનમાં ‘એરલિફ્ટ 2’ જેવો અનુભવ થઈ રહ્યો છે.

ઍરપૉર્ટ પર પણ સતત ધડાકાઓના અવાજ વચ્ચે લારા અને તેની દીકરી વિમાનમાં બેસવામાં સફળ રહ્યા હતા. લારાએ યુએઈ સરકારની કામગીરી અને એરલાઇન્સ સ્ટાફની પ્રશંસા કરી, જેમણે આ મુશ્કેલ સમયમાં લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરી હતી. જોકે, લારાએ ચિંતા વ્યક્ત કરી છે કે આ ભયાનક અનુભવ બાદ તેની દીકરીના માનસિક સ્વાસ્થ્ય પર કોઈ ઊંડી અસર (ટ્રોમા) રહી શકે છે. હાલમાં લારા પોતાના પરિવાર સાથે સુરક્ષિત છે, પરંતુ તે દિવસોની યાદો હજુ પણ તેના મનમાં તાજી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments