ન્યુ યોર્કના લગાડિયા એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન એર કેનેડા ફ્લાઈટ ટ્રક સાથે અથડાઈ.પાઈલટ્ના મોત.40થી વધુ લોકો ઈજાગ્રસ્ત.ફ્લાઈટમાં બચેલા મુસાફરો હજુ પણ એ ભયાનક ક્ષણોને યાદ કરીને ધ્રુજી ઉઠે છે.
એર કેનેડાની ફ્લાઈટમાં બચેલા મુસાફરો હજુ પણ એ ભયાનક ક્ષણોને યાદ કરીને ધ્રુજી ઉઠે છે.રવિવારે મોડી રાત્રીના ન્યુ યોર્કના લગાડિયા એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન એર કેનેડા ફ્લાઈટ 8646 ફાયર ટ્રક સાથે અથડાઈ હતી.એકસ્માત એટલો ભયાનક હતો કે વિમાનમાં સવાર મુસાફરોને કઈ સમજાય તે પહેલા બધુ બની ગયું.
મુસાફર જેટ કેબોટે જણાવ્યું હતું કે “વિમાન નીચે ઉતરતાની સાથે પાયલોટે ખૂબ જ જોરથી બ્રેક મારી હતી.જેના કારણે વિમાન નીચે ઉતરતા સમયે જોરદાર ઝટકો લાગ્યો હતો અને ભારે અથડામણનો અવાજ આવ્યો એ ક્ષણ અમારા માટે ભયાનક હતી.અન્ય એક મુસાફર ફ્રેન્ચ નાગરિક ક્લેમેન્ટ લેલીવરે પણ આ ઘટનાને “ભયજનક અનુભવ” ગણાવ્યો.તેમણે જણાવ્યું પાયલટે અંતિમ ક્ષણ સુધી શાંતિ જાળવી રાખી અને પરિસ્થિતિને કાબુમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો.પાયલટની બહાદુરીના કારણે મોટી જાનહાનિ ટળી હતી.

આ દુર્ઘટનામાં કેપ્ટન એન્ટોઈન ફોરેસ્ટ અને ફર્સ્ટ ઓફિસર મકેન્ઝી ગુંથરનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું.ફ્લાઈટ એટેન્ડન્ટ સોલેન્જ ટ્રેમ્બલ સહિત 40થી વધુ મુસાફરને ઈજાઓ પહોંચતા નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા.એરલાઈન પ્રશાસન દ્વાર આ દુર્ઘટનાને લઈને દુ:ખ વ્યક્ત કરવામાં આવ્યું છે.મૃત પાઈલટના પરિવારો તેમજ જાઝ એવિએશન પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી છે.અધિકારીઓએ અકસ્માતની ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે.
તપાસકર્તાઓની પ્રાથમિક તપાસ મુજબ વિમાન ઉતરાણ માટે સંપૂર્ણપણે નિયંત્રિત અને સ્થિર દિશામાં આગળ વધી રહ્યું હતું.તમામ સિસ્ટમ્સ સામાન્ય રીતે કાર્યરત હતી.પાયલટ્સને લેન્ડિંગ માટે એર ટ્રાફિક કંટ્રોલ દ્રારા મંજૂરી પણ આપવામાં આવી હતી.પરંતુ તે જ સમયે કોઈ કામગીરી માટે એક ફાયર ટ્રક મૂકવામાં આવી હતી.આ ફાયર ટ્રકને રનવે પર પ્રવેશ માટે યોગ્ય પરવાનગી મળી હતી કે નહીં અને એર ટ્રાફિક કંટ્રોલ સામે સંકલન થયું હતું કે નહીં તે અંગે તપાસમાં ઘ્યાન કેન્દ્રીત કરવામાં આવી રહ્યું છે.અધિકારીઓએ જણાવ્યું હતું કે સંપૂર્ણ તપાસ થયા બાદ જ અકસ્માતનું યોગ્ય કારણ બહાર આવશે.


