ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલો ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં અનેક મજૂરોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. મળતી માહિતી મુજબ, આ અકસ્માતમાં 4થી 5 લોકોના મોત થયા હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
છત્તીસગઢના સક્તિ જિલ્લામાં આવેલા સિંઘીતરાઈ વિસ્તારમાં આવેલા વેદાંતા પાવર પ્લાન્ટમાં મંગળવારે બપોરે લગભગ 2 વાગ્યાના સમયે ભયાનક દુર્ઘટના સર્જાઈ છે. પ્લાન્ટમાં અચાનક બોઈલર ફાટતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ. પ્રાથમિક માહિતી મુજબ આ દુર્ઘટનામાં આશરે 30થી 40 જેટલા મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા છે.

ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલો ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં અનેક મજૂરોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. મળતી માહિતી મુજબ, આ અકસ્માતમાં 4થી 5 લોકોના મોત થયા હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે આ મામલે સત્તાવાર રીતે હજુ સુધી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.ઘટના બાદ પાવર પ્લાન્ટ પરિસરમાં હાહાકાર મચી ગયો છે. માહિતી મળતાં જ સ્થાનિક પ્રશાસન, પોલીસ, ફાયર બ્રિગેડ અને મેડિકલ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ અને રાહત-બચાવ કામગીરી ઝડપથી શરૂ કરવામાં આવી છે.


