HomeSportsSports : ઈન્સ્ટાગ્રામ મેસેજનો વીડિયો વાઈરલ કરવા મામલે ચહલે માનહાનિનો કેસ કર્યો!...

Sports : ઈન્સ્ટાગ્રામ મેસેજનો વીડિયો વાઈરલ કરવા મામલે ચહલે માનહાનિનો કેસ કર્યો! અભિનેત્રીનો વધુ એક દાવો

ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ ફરી એકવાર પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં આવી ગયો છે. બી-ગ્રેડ ફિલ્મ અભિનેત્રી તાનિયા ચેટર્જી ચહલના મેસેજ બતાવીને ખરાબ રીતે ફસાઈ ગઈ છે. અભિનેત્રીએ દાવો કર્યો છે કે ચહલે મારી સામે માનહાનિનો કેસ કર્યો છે. ત્યારબાદ આ કન્ટ્રોવર્સી ચર્ચામાં આવી ગઈ છે. તો ચાલો જાણીએ કે આ સમગ્ર વિવાદ ક્યારે અને કેવી રીતે શરૂ થયો.

બોલ્ડ OTT વેબ સિરીઝ માટે જાણીતી તાનિયા ચેટર્જીએ તાજેતરમાં દાવો કર્યો હતો કે, ભારતીય સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલે તેને ઈન્સ્ટાગ્રામ પર મેસેજ કર્યો હતો. વીડિયો વાઈરલ થયા બાદ ચહલની ટીમે તેને મેસેજ ડિલીટ કરવા માટે કહ્યું. તાનિયાનું કહેવું છે કે, જ્યારે મેં મેસેજ ડિલીટ ન કર્યા, ત્યારે ચહલે મારી સામે માનહાનિનો કેસ દાખલ કરી દીધો.

તાનિયાએ પાપારાઝી સામે આવીને કહ્યું કે, ‘મને આઈડિયા નહોતો કે, આ વીડિયો આટલો વાઈરલ થઈ જશે. અને લોકો મને જ સૌથી વધુ ટ્રોલ કરી રહ્યા છે. હું જ બદનામ થઈ રહી છું. તેમનું તો ઠીક છે, કંઈ થઈ જ નથી રહ્યું. તેમને તો કોઈ કંઈ કહી જ નથી રહ્યું, બધા મારી વિરુદ્ધ છે. તેમણે મારી સામે માનહાનિનો કેસ દાખલ કર્યો. સાચું કહું તો, મને તો આ ખૂબ જ બકવાસ લાગ્યું. કારણ કે અહીં માનહાનિનો કેસ બનતો જ નથી.’

અભિનેત્રીએ આગળ કહ્યું કે, ‘મેં તેની છબી ખરાબ નથી કરી. ડિફેમનો અર્થ થાય છે કે કોઈનું અપમાન કરવું. મેં તેનું અપમાન નથી કર્યું. તે એક ભારતીય ક્રિકેટર છે અને મને તેના પર ગર્વ છે. હું તેનું સન્માન કરું છું અને જીવનભર કરતી રહીશ. ન તો મેં તેની પર્સનલ ઈમેજ પર કંઈ કહ્યું છે અને ન તો તેના કેરેક્ટર પર કંઈ કહ્યું છે. તો ડિફેમ કરવાનું બનતું જ નથી. તેણે મને ક્યૂટ કહી અને મેં તે શેર કર્યું.’

જ્યારે પેપ્સે તાનિયાને પૂછ્યું કે, ચહલે તમને ક્યારે મેસેજ કર્યો હતો, ત્યારે તેણે કહ્યું કે, 2023માં. જોકે, હવે અહીં નોંધનીય વાત એ છે કે તે સમયે ક્રિકેટર ચહલ ધનશ્રી વર્મા સાથે લગ્નના બંધનમાં હતો. ધનશ્રી અને ચહલે 2025માં છૂટાછેડા લીધા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments