જ્યારથી આઇપીઓ(ઇનિશ્યલ પબ્લીક ઓફરીંગ))માં રોકેલા નાણા શેર લાગે ત્યારેજ ખાતામાંથી કપાતા થયા છે ત્યારથી તેમાં રોકાણ કરનારાની સંખ્યા વધી છે. એમ તો, આઇપીઓની સિઝન હોય એમ લાગી રહ્યું છે પરંતુ ૯મી સપ્ટેમ્બરેના બુધવારે એકજ દિવસમાં છ આઇપીઓ બહાર પડયા હતા. છેલ્લા ૩૦ વર્ષમાં પહેલીવાર એક દિવસમાં છ આઇપીઓ બહાર પડયા છે.
છેલ્લે ૩૦ વર્ષ પહેલાં એટલેકે ૧૪ ઓક્ટોબર ૧૯૯૬ના રોજ એક સાથે છ આઇપીઓ બહાર પડયા હતા. એક સાથે પાંચથી વધુ આઇપીઓ બહાર પડવાની ઘટના નવી નથી. ૨૮ ઓક્ટોબર ૧૯૯૬ના રોજ એક સાથે સાત આઇપીઓ બહાર પડયા હતા. ૧૯૯૫ અને ૧૯૯૬નું વર્ષ તો આઇપીઓ માટે બહુ સારૂં ગણાતું હતું. ત્યારે અનેક વાર એક દિવસમાં દશ આઇપીઓ બહાર પડયા હતા.
૯ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ ખુલેલા છ આઇપીઓમાં રેન્ટોમોજો,એસેટ રીકન્સટ્રકશન ઇન્ડિયા,મનીપાલ પેમેન્ટ,, સ્ટીમ હાઉસ ઇન્ડિયા, એલઆઇસી પ્રોજેક્ટ અને કર્મતાર એેન્જીન્યરીંગનો સમાવેશ થાય છે. આ છ આઇપીઓ સંયુક્ત ૪૩૮૬ કરોડ રૂપિયા ઉભા કરશે. જ્યારે ૩૦ વર્ષ પહેલાં એક દિવસમાં એક સાથે છ આઇપીઓ બહાર પડયા ત્યારે તેમાં સંયુક્ત રીતે ઉભી કરેલી રકમ ૨૦૨૬ કરતાં ૩૦ કરોડ ઓછી હતી. ૭ સપ્ટેમ્બર અને ૧૧ સપ્ટેમ્બર વચ્ચે કંપનીઓનો ટાર્ગેટ ૭૧૮૦ કરોડ ઉભા કરવાનો છે.

આઇપીઓની વણઝાર પાછળનું મુખ્ય કારણ રોકાણકારોનો વધતો ભરોસો છે. આઇપીઓ ખરીદવા કોઇને ફેાર્સ નથી કરાતો. સિસ્ટમ એટલી સરળ બનાવાઇ છે કે જેમને શેરબજારમાં રોકાણમાં બહુ રસ ના હોય એવા લોકો પણ બેંકમાં ફોર્મ આપીને રોકાણ કરી શકે છે. એક તરફ મ્યુચ્યલફંડમાં રોકાણ ફીકસ થતાં વધારાના રોકાણ માટે લોકો આઇપીઓ તરફ વળ્યા છે. આઇપીઓમાં રોકાણ કરનારા કંપનીમાં રોકાણ કરવાના જોખમોની (રીસ્ક ફેક્ટર)કોલમ વાંચતા થયા છે. આઇપીઓ તરફ રોકાણકારો વધતાં સેકન્ડરી માર્કેટ તરફનું આકર્ષણ ઘટયું છે. કેટલાક આઇપીઓમાં લોકો ત્વરીત કમાયા છે જ્યારે કેટલાકમાં બે-ત્રણ મહિના રાહ જોવી પડતી હોય છે.
કેટલાક ફેમિલીમાં તમામ ફેમિલી મેમ્બરોના નામે આઇપીઓ ભરાતા હોય છે. આઇપીઓનું ફોર્મ ભરવામાં કોઇ લાંબો સમય નથી લાગતો કે નથીતો બેંકની લાઇનમાં ઉભા રહેવું પડતું. દરેક નાની કમાણી કરવાનો ચાન્સ શોધતા હોય છે.


