HomeSportsSports : મોહમ્મદ શમીની નિવૃત્તિના નિર્ણય પર રવિ શાસ્ત્રીની નારાજગી, BCCIના પસંદગીકારો...

Sports : મોહમ્મદ શમીની નિવૃત્તિના નિર્ણય પર રવિ શાસ્ત્રીની નારાજગી, BCCIના પસંદગીકારો પર ઉઠાવ્યા ગંભીર સવાલ!

ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના ટેસ્ટ ક્રિકેટમાંથી અચાનક નિવૃત્તિ લેવાના નિર્ણયથી ક્રિકેટ જગતમાં ભારે ચર્ચા જાગી છે. ભારતીય ટીમના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ શમીના આ સન્યાસ મામલે બીસીસીઆઈ (BCCI) અને પસંદગીકારો પર આકરા પ્રહારો કર્યા છે. શાસ્ત્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે શમી જેવા મેચ-વિનર બોલરને આ રીતે ગુમાવવો ભારતીય ટેસ્ટ ટીમ માટે મોટું નુકસાન છે અને સિલેક્ટર્સે આ બાબતે યોગ્ય અભિગમ અપનાવ્યો ન હોવાની ઊંડી નિરાશા વ્યક્ત કરી છે.

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની બીજી વનડે અગાઉ નિવેદન આપતા રવિ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, શમીના ખાતામાં હજુ પણ 30 થી 40 ટેસ્ટ વિકેટો સરળતાથી ઉમેરાઈ શકી હોત. તેમણે માત્ર જિમ-આધારિત ફિટનેસ ટેસ્ટ પર વધુ પડતા ભાર મૂકવાની નીતિ સામે ગંભીર સવાલો ઉઠાવતા કહ્યું કે, જો કોઈ ખેલાડી મેચમાં 10 થી 12 ઓવર નાખી શકતો ન હોય, તો માત્ર જિમમાં ફિટ હોવાનો શું અર્થ છે? શાસ્ત્રીએ શમીની ફિટનેસ પર ઉઠતા સવાલોને ફગાવી દેતા જણાવ્યું હતું કે શમીએ બંગાળ માટે સ્થાનિક ક્રિકેટમાં સતત રમીને અને 15 થી 20 ઓવરો નાખીને પોતાની મેચ-ફિટનેસ સંપૂર્ણપણે પૂરવાર કરી જ હતી.

પૂર્વ વર્લ્ડ કપ વિજેતા કોચે વધુમાં ઉમેર્યું હતું કે જ્યારે અચાનક કોઈ સિનિયર બોલર ઈજાગ્રસ્ત થાય છે ત્યારે ટીમ ઈન્ડિયાને અનુભવની સખત જરૂર પડે છે, અને તેવા સમયે શમી જેવો સિદ્ધહસ્ત બોલર ટીમમાં હોવો અત્યંત આવશ્યક હતો. શમીનું શાનદાર આઈપીએલ ફોર્મ અને ઘરેલુ ક્રિકેટનું ઉત્કૃષ્ટ પ્રદર્શન હોવા છતાં તેમને વધુ એક તક ન મળવાથી શાસ્ત્રી ભારે વ્યથિત થયા છે. આ ઘટનાએ ભારતીય ક્રિકેટમાં અનુભવી ખેલાડીઓના સન્માન અને પસંદગીની નીતિઓ પર ફરી એકવાર મોટા સવાલો ઊભા કરી દીધા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments