રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’ દિવાળીના તહેવારમાં પણ બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી રહી છે. રવિવારે એટલે કે 8 નવેમ્બરે ફિલ્મે ભારતમાં 56.15 કરોડનું નેટ કલેક્શન કર્યું. આ સાથે ચાર દિવસમાં તેનું ભારતીય નેટ કલેક્શન 238.85 કરોડ અને ગ્રોસ 285.20 કરોડ સુધી પહોંચી ગયું છે.
વિશ્વભરમાં રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણે તો 499.20 કરોડની નજીક પહોંચી ગઈ છે અને 500 કરોડના આંકડાને હાથ લાગવાની તૈયારીમાં છે. જેમાં પહેલા દિવસે ફિલ્મે 64.85 કરોડ, બીજા દિવસે 48 કરોડ અને ત્રીજા દિવસે 69.80 કરોડની કમાણી કરી હતી.
દિવાળીના દિવસે થોડો ઘટાડો જોવા મળ્યો છે. પણ તહેવારની ઉજવણી વચ્ચે પણ આટલું કલેક્શન કરવું સામાન્ય વાત નથી. આ અઠવાડિયે ફિલ્મ 300 કરોડના ક્લબમાં સામેલ થવાની મજબૂત સંભાવના છે. સૌથી વધુ કમાણી હિન્દી શોમાંથી થઈ રહી છે.

પ્રભાસની ‘આદિપુરુષ’ સાથે સરખામણી કરીએ તો ઓપનિંગ ડે પર ‘રામાયણ’ પાછળ હતી, પણ ચોથા દિવસે તે આગળ નીકળી ગઈ છે. ‘આદિપુરુષ’એ ચોથા દિવસે માત્ર 16 કરોડ કમાયા હતા. વિદેશમાં પણ ફિલ્મે ચોથા દિવસે 45 કરોડનો બીઝનેસ કર્યો છે અને ત્યાંનું કુલ કલેક્શન 214 કરોડ સુધી પહોંચી ગયું છે.
નિતેશ તિવારી દિગ્દર્શિત આ ફિલ્મમાં રણબીરે રામ, સાઈ પલ્લવીએ સીતા અને રવિ દુબેએ લક્ષ્મણનો રોલ ભજવ્યો છે. VFX અને રાવણના ચિત્રણને લઈને થોડી ક્રીટીક છતાં ફિલ્મ બોક્સ ઓફિસ પર જોરદાર ચાલી રહી છે.


