મેડ ઇન ઇન્ડિયા-એ ટાઇટન સ્ટોરી’ સીરિઝનું નિર્માણ કરનાર પ્રભલીન સંધુ અને ભૂષણ કુમારે ‘જાની દુશ્મન-ડર કે આગે મૌત હ’ૈ હોરર ફિલ્મ માટે ફરી હાથ મિલાવ્યા છે. આ ફિલ્મની હિરોઇન તરીકે ભૂમિ પેડણેકરની પસંદગી કરવામાં આવી છે.
યુનાઈટેડ કિંગડમની પશ્ચાદભૂમાં આકાર લેતી આ ફિલ્મમાં માતા પુત્રીની સ્ટોરી છે. ફિલ્મમાં હોરર ફિલ્મ ‘કોન્જરિંગ’ ફેમ સ્ટન્ટ સ્પેશ્યાલિસ્ટ પીટર પેડરેરોને પણ સાઇન કરવામાં આવ્યા છે.
આ ફિલ્મનું નિર્દેશન અરશદ સૈયદ કરશે જ્યારે ક્રિયેટિવ પ્રોડયુસર રોબી ગ્રેવાલ છે. બંને જણાં અગાઉ ‘ભય-ધ ગૌરવ તિવારી મિસ્ટર’ીમાં સાથે કામ કરી ચૂક્યા છે.
છેલ્લા કેટલાક સમયથી બોલિવુડની અનેક મેઈન સ્ટ્રીમ હિરોઈનો હોરર ફિલ્મો કરવા માંડી છે. જોકે, ભૂમિ આ પહેલાં ‘ભૂત , ધ હોન્ટેડ શિપ’ અને ‘દુર્ગામતી’ એમ બે હોરર ફિલ્મો કરી ચૂકી છે.

‘મેડ ઇન ઇન્ડિયા-એ ટાઇટન સ્ટોરી’ બાદ પ્રભલીન સંધુ અને ભૂષણ કુમારે હોરર ફિલ્મ ‘જાની દુશ્મન’ માટે ફરી જોડાણ કર્યું છે.
યુનાઇટેડ કિંગડમમાં સેટ આ માતા-પુત્રીની વાર્તામાં ભૂમિ પેડણેકર મુખ્ય ભૂમિકામાં છે. ‘કોન્જરિંગ’ ફેમ સ્ટન્ટ સ્પેશિયાલિસ્ટ પીટર પેડરેરોને પણ સાઈન કરાયા છે. અરશદ સૈયદ નિર્દેશિત આ ફિલ્મમાં રોબી ગ્રેવાલ ક્રિયેટિવ પ્રોડ્યુસર છે.


