દુર્ઘટનાની ગંભીરતા જોતા મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. માહિતી મળતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું.
કેરળના ત્રિશૂરમાં મંગળવારે બપોરે એક ભયાનક દુર્ઘટના બની છે, જેમાં ફટાકડા બનાવતી એક યુનિટમાં જોરદાર વિસ્ફોટ થતાં 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે અને અંદાજે 40 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટના મુંડાથિકોડ વિસ્તારમાં આવેલી એક ફટાકડા યુનિટમાં બની હોવાનું જાણવા મળ્યું છે. ઈજાગ્રસ્તોમાંથી 8 લોકોની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવ્યું છે.

દુર્ઘટનાની ગંભીરતા જોતા મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. માહિતી મળતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કુલ 18 લોકોને ત્રિશૂર મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે બાકી 22 લોકોને અલગ-અલગ હોસ્પિટલોમાં સારવાર માટે મોકલવામાં આવ્યા છે.
આ ઘટના ત્યારે બની જ્યારે ત્રિશૂર પૂરમની તૈયારીઓ ચાલી રહી હતી. આ કેરળનું સૌથી ભવ્ય અને પ્રસિદ્ધ મંદિર ઉત્સવ માનવામાં આવે છે, જેમાં સજાવટ કરેલા હાથીઓ, પરંપરાગત ચેંડા સંગીત અને ભવ્ય ફટાકડાં મુખ્ય આકર્ષણ હોય છે. પ્રાથમિક માહિતી મુજબ ઉત્સવ માટે લાવવામાં આવેલા ફટાકડા શેડમાં રાખવામાં આવ્યા હતા, જ્યાં અચાનક આગ લાગી ગઈ અને થોડા જ સમયમાં વિસ્ફોટો શરૂ થઈ ગયા. મોટી સંખ્યામાં લોકો હાજર હોવાથી અફરાતફરી મચી ગઈ. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે અને સુરક્ષા વ્યવસ્થાની ખામી અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.


