HomeIndiaNational : આંધ્રપ્રદેશમાં કોવિડ-19ને કારણે 46 વર્ષીય દર્દીનું મૃત્યુ: 4 દિવસની સારવાર...

National : આંધ્રપ્રદેશમાં કોવિડ-19ને કારણે 46 વર્ષીય દર્દીનું મૃત્યુ: 4 દિવસની સારવાર બાદ અવસાન

કોવિડ-19એ દેશભરમાં હાહાકાર મચાવ્યો હતો. કોરોનાના કારણે અનેક લોકોના મૃત્યું થયા હતા. હવે ગુરુવારના રોજ કડપ્પા જિલ્લામાં ફરી 2 લોકોના કોરોના વાયરસના કારણે મૃત્યું થયા છે. આ સાથે 4 લોકો પોઝિટિવ આવ્યા છે. જે સ્વાસ્થ વિભાગની દેખરેખ હેઠળ છે. પોઝિટિવ આવેલા 4 લોકોમાંથી 3 લોકો ઘર પર આઈસોલેશનમાં છે. ચોથા વ્યક્તિને હળવા લક્ષણો જોવા મળ્યા છે. આ માટે કડપ્પાની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.સુત્રોના જણાવ્યા મુજબ તેની સારવાર કોવિડ-19માં ખાસ વોર્ડમાં ચાલી રહી છે. તમામ 4 દર્દીઓના રિપોર્ટ કડપ્પાની વાયરોલોજી લેબમાં RT-PCR ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા છે. આ કેસ કડપ્પાના અલગ અલગ વિસ્તારના છે. આ ચાર લોકએ કોવિડની વેક્સીન પણ લીધી હતી. તેમાંથી એકે બુસ્ટર ડોઝ પણ લીધો હતો.

મૃત્યુ પામેલા દર્દીઓની ઉંમર કેટલી હતી?

બે મૃત્યુમાંથી પહેલું મૃત્યુ 28 જૂનના રોજ CMC વેલ્લોરમાં થયું હતું. સારવાર દરમિયાન 60 વર્ષીય દર્દીનું મૃત્યુ થયું હતું. તેમને શરૂઆતમાં તિરુપતિના SVIMSમાં દાખલ કરવામાં આવી હતી અને બાદમાં CMC વેલ્લોરમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. RT-PCR ટેસ્ટમાં કોવિડ-19 પોઝિટિવ આવ્યો હતો. બીજા કિસ્સામાં 43 વર્ષીય દર્દીનું પણ ચેપથી મૃત્યુ થયું હતું. વાયરસ માટે પોઝિટિવ ટેસ્ટ આવ્યા બાદ તેમની સારવાર ચાલી રહી હતી.

દર્દી બાબુએ કહ્યું કે, છાતીનું સીટી સ્કેનથી કોવિડ 19 સંક્રમણની પુષ્ટિ થઈ હતી. તેમણે એ પણ કહ્યું કે, સંક્રમણ રોકવા માટે સેનિટાઈજેશન ઉપયોગ કરવો અને મૃતકના પ્રાઈમરી અને સેકન્ડરી કોન્ટેક્સને ઓળખવા માટે કરવામાં આવ્યા હતા.

સુત્રોના જણાવ્યા અનુસાર સીએમસી વેલ્લોરમાં જે દર્દીનું મૃત્યું થયું છે. તેને ડાયાબિટિસ, કીડનીની બિમારી અને અન્ય ગંભીર બીમારીઓ હતી. અન્ય મૃતકના હેલ્થ રેકોર્ડ હાજર ન હતા. 4 દર્દીઓના લક્ષણોને જોઈ ડોક્ટરને શંકા છે કે, એમિક્રોન વેરિએન્ટના કારણે આ સંક્રમણ ફેલાયું છે. મૃતક દર્તીના સેમ્પલ જીનોમ સીકવેન્સિંગ માટે પુણેની નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજી મોકલવામાં આવી છે. આંધ્રપ્રદેશમાં કોવિડ-10થી છેલ્લું મૃત્યું 2022માં થયું હતુ.

કોવિડ-19નો પહેલો કેસ

કોવિડ-19, જેને કોરોના વાયરસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે એક ચેપી વાયરલ રોગ છે. આ વાયરસ 2019માં ચીનના વુહાનમાં પહેલીવાર જોવા મળ્યો હતો. થોડા જ મહિનામાં આ વાયરસ ભારત સહિત વિશ્વભરમાં ફેલાઈ ગયો હતો.COVID-19 ની પણ વિશ્વ પર વિનાશક અસર પડી છે. જેના પરિણામે સમગ્ર વિશ્વમાં લાખો લોકો મૃત્યુ પામ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments