રક્ષાબંધનનો તહેવાર શ્રાવણી પૂનમ 28 ઓગસ્ટ, 2026 ના રોજ એટલે કે આજે ઉજવવામાં આવશે. આ દિવસે શ્રાવણ પૂર્ણિમા બીજે સવારે 9:48 વાગ્યા સુધી ચાલશે. પરિણામે, દરેક વ્યક્તિ વિચારી રહી છે કે શું રાખડી ફક્ત 9:48 વાગ્યા સુધી જ બાંધી શકાય. આ પ્રશ્ન એ થાય છે કે જે બહેનો દૂર દૂરથી પોતાના ભાઈઓને રાખડી બાંધવા માટે મુસાફરી કરી રહી હોય અને વિલંબથી પહોંચે તો કયો સમય સવાર બાદ રાખડી બાંધવા માટે શુભ છે જાણીએ. નોંધનિય છે કે, હિન્દુ કેલેન્ડર મુજબ, સૂર્યોદય સમયે તિથિ આખો દિવસ માન્ય રહે છે. તેથી, બહેનો કોઈપણ તણાવ વિના દિવસભર રાખડી બાંધી શકશે.
રક્ષાબંધનનો શુભ સમય આખો દિવસ રહેશે.
જ્યોતિષ શાસ્ત્ર મુજબ, બહેનો 28 ઓગસ્ટ, 2026 ના રોજ આખો દિવસ તેમના ભાઈઓને રાખડી બાંધી શકે છે. જો કોઈ કારણોસર તમે સવારે રાખડી ન બાંધી શકે તો તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમે બપોરે કે સાંજે પણ રાખડી બાંધી શકો છો. રાહુકાલ દરમિયાન રાખડી બાંધવાનું ટાળો. એ નોંધવું જોઈએ કે, 28 ઓગસ્ટના રોજ રાહુકાલ સવારે 10:46 થી બપોરે 12:22 વાગ્યા સુધી રહેશે.

રાખડી બાંઘવા માટે કયાં છે શુભ ચોઘડિયા
લાભ ચોઘડિયા – સવારે 7:33 થી સવારે 9:10 સુધી
અમૃત ચોઘડિયા – સવારે 9:10 થી 10:46 સુધી
શુભ ચોઘડિયા – 12:22 PM થી 1:58 PM
ચાર ચોઘડિયા – સાંજે 5:11 થી સાંજે 6:47 સુધી
રક્ષાબંધન પર પંચકનો પડછાયો, શું આવી સ્થિતિમાં રાખી બાંધી શકાય?
સામાન્ય રીતે પંચકને ખરાબ માનવામાં આવે છે પરંતુ 27 ઓગસ્ટ, ગુરુવારથી શરૂ થનારા પંચકને ‘સામાન્ય પંચક’ છે. માન્યતાઓ અનુસાર, ગુરુવારથી શરૂ થનારા પંચકને દોષરહિત માનવામાં આવે છે, એટલે કે આ સમયગાળા દરમિયાન શુભ કાર્યો કરવા પર કોઈ પ્રતિબંધ નથી. આવી સ્થિતિમાં, બહેનો કોઇ સમ.યે ભાઈઓના કાંડા પર રાખડી બાંધી શકશે અને ખુશીના તહેવાર, રક્ષાબંધનની ઉજવણી કરી શકશે. ખાસ વાત એ છે કે આ વખતે રાખડી પર ભદ્રાનો પડછાયો નથી.


