HomeIndiaNational : 2000થી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર રૂ. 8 થી 300નો ચાર્જ

National : 2000થી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર રૂ. 8 થી 300નો ચાર્જ

દેશના અર્થતંત્રને ડિજિટલ ઈકોનોમી બનાવવા માટે શરૂ કરાયેલા યુપીઆઈ પેમેન્ટને છ વર્ષ સુધી મફત રાખ્યા પછી અંતે કેન્દ્ર સરકારે મંગળવારે યુપીઆઈ પેમેન્ટ પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ એટલે કે ચાર્જ લાગુ કરવાની જાહેરાત કરી છે. એનપીસીઆઈની માર્ગદર્શિકા મુજબ હવે વેપારીઓને રૂ. ૨,૦૦૦થી વધુના યુપીઆઈ પેમેન્ટ પર ૦.૪ ટકા ટ્રાન્ઝેક્શન ફી લાગુ પડશે. જોકે, સરકારે રૂ. ૨,૦૦૧થી વધુના યુપીઆઈ પેમેન્ટ પર રૂ. ૮થી રૂ. ૭૫,૦૦૦થી વધુના પેમેન્ટ પર રૂ. ૩૦૦ સુધીનો ચાર્જ ફિક્સ કર્યો છે. માસિક રૂ. ૧ લાખથી વધુ ટર્ન ઓવર ધરાવતા વેપારીઓએ ૧૫ ઓક્ટોબર આ ચાર્જ ચૂકવવો પડશે. આ સિવાય વ્યક્તિથી વ્યક્તિ થતા યુપીઆઈ પેમેન્ટ પર કોઈ ચાર્જ લાગુ નહીં પડે તેમજ માસિક રૂ. ૧ લાખથી ઓછી આવકવાળા નાના વેપારીઓએ પણ આ ચાર્જ ચૂકવવો નહીં પડે.


યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસનું સંચાલન કરતી સમિતિ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઈ)ની મંગળવારે યોજાયેલી બેઠકમાં રૂ. ૨,૦૦૦થી વધુના યુપીઆઈ પેમેન્ટ પર ૦.૪૦ ટકા ચાર્જ લાગુ કરવાનો નિર્ણય લેવાયો હતો. એનપીસીઆઈની માર્ગદર્શિકા મુજબ માસિક રૂ. ૧ લાખથી વધુનું ટર્નઓવર ધરાવતા વેપારીઓએ હવે રૂ. ૨,૦૦૦થી વધુના યુપીઆઈ પેમેન્ટ પર ૦.૪૦ ટકા એમડીઆર ચૂકવવાના રહેશે. એટલે કે વેપારીઓએ રૂ. ૨,૦૦૧થી વધુના યુપીઆઈ પેમેન્ટ પર રૂ. ૮થી રૂ. ૭૫,૦૦૦થી વધુના યુપીઆઈ પેમેન્ટ પર રૂ. ૩૦૦ સુધીનો ચાર્જ ચૂકવવાનો રહેશે. આ ચાર્જ ગ્રાહકથી વેપારીના યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર લાગુ પડશે.
નાણાં સચિવે જણાવ્યું કે, યુપીઆઈ મારફત પેમેન્ટ માટે ગ્રાહકોએ કોઈ ચાર્જ ચૂકવવાનો રહેશે નહીં. એમડીઆર વેપારીઓની પેમેન્ટ ઈકોસિસ્ટમ પર લાગુ થતો ચાર્જ છે. તેનાથી સામાન્ય માણસ પર કોઈ અસર નહીં પડે. વધુમાં આ ચાર્જથી દેશના ૯૬ ટકા નાના વેપારીઓને પણ કોઈ અસર નહીં થાય. માસિક રૂ. ૧ લાખથી વધુનું ટર્નઓવર ધરાવતા વેપારીઓએ જ આ ચાર્જ ચૂકવવાનો રહેશે.


ખૂબ જ કાળજીપૂર્વક તૈયાર કરાયેલા આ ચાર્જીસથી વિશ્વની સૌથી મોટી રીયલ-ટાઈમ પેમેન્ટ સિસ્ટમ માટે મફત સુવિધાનો યુગ પૂરો થયો હોવાના સરકારે સંકેત આપ્યા છે. જોકે, આ ચાર્જીસથી પેમેન્ટ માટે યુપીઆઈ એપનો વપરાશ કરતા લાખો યુઝર્સમાં ગભરાટ ફેલાતો ટાળવાનો સરકારે પ્રયાસ કર્યો છે. વ્યક્તિથી વ્યક્તિના યુપીઆઈ પેમેન્ટ પર અમર્યાદિત રકમ પર કોઈ ચાર્જ લાગુ નહીં થાય, તેમાં કોઈ માસિક ક્વોટા પણ નથી તેમ એનપીસીઆઈએ કહ્યું હતું.
નાણાં સચિવે કહ્યું કે, યુપીઆઈ ટ્રાન્ઝેક્શન વોલ્યુમના ૩૭ ટકા અને ટ્રાન્ઝેક્શન વેલ્યુના ૭૦ ટકા હિસ્સો ધરાવતા વ્યક્તિથી વ્યક્તિના યુપીઆઈ પેમેન્ટ પર કોઈ ચાર્જ લાગુ નહીં પડે. સરકારના જણાવ્યા મુજબ વ્યક્તિથી વેપારીના નાના મૂલ્યના ટ્રાન્ઝેક્શન જે કુલ યુપીઆઈ પેમેન્ટમાં ૯૫ ટકાથી વધુ છે તેના પર પણ આ ચાર્જીસથી કોઈ અસર નહીં થાય.
એનપીસીઆઈએ જણાવ્યું કે, રૂ. ૨,૦૦૧થી વધુના યુપીઆઈ પેમેન્ટ પર વેપારીઓ પાસેથી વસૂલવામાં આવનારો એમડીઆર ચાર્જ યુપીઆઈ પેમેન્ટ સુવિધા પૂરી પાડતી બેન્કો અને એપ પ્રોવાઈડર્સ વચ્ચે વહેંચવામાં આવશે. આ આવકથી બેન્કો અને યુપીઆઈ એપના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની મજબૂતી, ઈનોવેશન, સાયબર સિક્યોરિટી અને કસ્ટમર સર્વિસમાં રોકાણ કરાશે. એક અહેવાલ મુજબ એમડીઆર ચાર્જીસથી યુપીઆઈ એપ અને બેન્કોને વર્ષ ૨૦૨૭-૨૮ સુધીમાં રૂ. ૨૨,૦૦૦ કરોડની આવક થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments