Home Blog Page 145

Bollywood : ‘લગન લાગી રે’માં રાશા થડાની વીરની હિરોઈન બનશે

0

રાજ કુમાર હિરાનીના પુત્ર વીરની ડેબ્યૂ ફિલ્મ ‘લગન લાગી રે’માં હિરોઈન તરીકે રાશા થડાનીને સિલેક્ટ કરવામાં આવી હોવાનું કહેવાય છે. 

વીરની આ પહેલી ફિલ્મ હોવાથી તેની સાથે હિરોઈન તરીકે કોઈ ફ્રેશ ફેસની પસંદગી  કરવાનું સર્જકોએ નક્કી કર્યું હતું. રાશા અગાઉ ‘આઝાદ’ ફિલ્મમાં કામ કરી ચૂકી છે પરંતુ તે ફિલ્મ ફલોપ ગઈ હતી. 

આ ફિલ્મનું શૂટિંગ આગામી જુલાઈથી શરુ થવાની ધારણા છે.  જોકે, ટ્રેડ વર્તુળો આ પ્રોજેક્ટની સફળતા અંગે શંકા સેવી રહ્યા છે.  ટ્રેડ વર્તુળો કહે છે  કે રાજકુમાર હિરાનીએ દીકરાને લોન્ચ કરવા માટે પ્રમાણમાં ઓછા જાણીતા પ્રોડયૂસર તથા ડિરેક્ટર પર ભરોસો રાખ્યો છે.  પ્રોડયૂસર જય શુકરામાની કે  દિગ્દર્શક સોનાલી રાઠોડે કોઈ મોટી સફળ ફિલ્મ આપી નથી. 

National : સંસદમાં ઘમસાણ વચ્ચે અડધી રાતે મહિલા અનામત કાયદો લાગુ, સરકારે નોટિફિકેશન જાહેર કરી

Women Reservation Bill : ભારત સરકારના કેન્દ્રીય કાયદા મંત્રાલયે એક મહત્ત્વપૂર્ણ નોટિફિકેશન જાહેર કરીને ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ (મહિલા અનામત કાયદો) ને 16 એપ્રિલ 2026 થી અમલમાં લાવવાની જાહેરાત કરી છે. સપ્ટેમ્બર 2023 માં સંસદ દ્વારા પસાર કરાયેલા આ 106માં બંધારણીય સુધારા હેઠળ લોકસભા અને રાજ્યની વિધાનસભામાં મહિલાઓ માટે એક-તૃતીયાંશ (33%) બેઠકો અનામત રાખવાની જોગવાઈ છે.

તાત્કાલિક લાભ કેમ નહીં?

કાયદો અમલમાં આવ્યો હોવા છતાં, વર્તમાન લોકસભામાં મહિલાઓને તેનો લાભ તરત મળી શકશે નહીં. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ અનામત આગામી વસ્તી ગણતરી બાદ થનારા સીમાંકન (Delimitation) ની પ્રક્રિયા પૂર્ણ થયા પછી જ લાગુ થશે. હાલમાં સંસદમાં જે ચર્ચાઓ ચાલી રહી છે તેનો મુખ્ય ઉદ્દેશ્ય આ અનામતને 2029 ની ચૂંટણી થી અમલમાં લાવવાનો છે. 16 એપ્રિલથી અમલીકરણ પાછળ અધિકારીઓએ માત્ર ‘તકનીકી કારણો’ હોવાનું જણાવ્યું છે. આ કાયદો લાગુ થવા છતાં વર્તમાન લોકસભામાં મહિલાઓને તેનો લાભ તુરંત નહીં મળી શકે. મહિલાઓ માટે અનામત આગામી વસતી ગણતરીના આધારે સીમાંકનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ લાગુ થઈ શકશે. 

સંસદમાં પક્ષ-વિપક્ષ વચ્ચે શાબ્દિક જંગ

વડાપ્રધાન મોદીની અપીલ

પીએમ મોદીએ વિપક્ષને આડે હાથ લેતા જણાવ્યું કે, “આ અવસર રાજકીય ત્રાજવે તોલવાનો નથી પણ વિકસિત ભારત બનાવવા માટે સાથે મળીને ચાલવાનો છે. દેશની નારી શક્તિ આપણા નિર્ણયની સાથે આપણી નીયત પણ જોઈ રહી છે, જો નીયતમાં ખોટ હશે તો દેશની મહિલાઓ ક્યારેય માફ નહીં કરે.”

પ્રિયંકા ગાંધીનો પ્રહાર

કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ સરકારની દાનત પર સવાલ ઉઠાવતા કહ્યું કે, “મહિલાઓ વારંવાર બહેકાવનારા પુરુષોને ઝટ ઓળખી લે છે. સીમાંકન અને વસ્તી ગણતરીના નામે આ બિલને લંબાવવામાં આવી રહ્યું છે, જેમાં રાજકારણની ગંધ આવે છે.” તેમણે ઉમેર્યું કે કોંગ્રેસ મહિલા અનામતનું સમર્થન કરે છે પરંતુ સરકારની કાર્યપદ્ધતિ શંકાસ્પદ છે.

કિરેન રિજિજુની સ્પષ્ટતા

કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું કે સરકારે તમામ પક્ષો સાથે વાતચીત કરી છે અને મલ્લિકાર્જુન ખડગેને ત્રણ વાર પત્ર પણ લખ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે શુક્રવાર સાંજે 4 વાગ્યે આ અંગે મતદાન થશે અને સરકાર આનો શ્રેય લેવા માંગતી નથી, પરંતુ મહિલાઓને તેમનો હક અપાવવા કટિબદ્ધ છે.

National : અમેરિકા-ઈરાન યુદ્ધને કારણે ભારતને મોટો ફટકો, અર્થતંત્રની યાદીમાં ગગડીને ચોથાથી છઠ્ઠા સ્થાને પહોંચ્યું

0

અમેરિકા-ઇરાન યુદ્ધની ભારતીય અર્થતંત્ર પર વિપરીત અસર થઈ છે. તેના કારણે એક સમયે વિશ્વનું ચોથા નંબરનું ભારતીય અર્થતંત્ર હવે છઠ્ઠા નંબરનું ઇકોનોમી બની ગયું છે. આમ તે બે સ્થાન નીચે ઉતરી ગયું છે. ભારતે એક સમયે બ્રિટન અને જાપાનને પાછળ છોડી દીધા હતા અને જર્મનીને પણ ત્રીજા સ્થાનેથી હટાવી દેવાની તૈયારીમાં હતુ, પરંતુ અમેરિકા-ઇરાન યુદ્ધે પાણી ફેરવી દીધું. 

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ)ના છઠ્ઠા વર્લ્ડ ઇકોનોમિક આઉટલૂક મુજબ ભારતના જીડીપીના આંકડામાં થયેલા ઘટાડાના લીધે તે બે સ્થાન નીચે ઉતરી ગયું છે. આ બતાવે છે કે ભારતીય અર્થતંત્ર આટલું સંકોચાયું છે. આઇએમએફના અંદાજ મુજબ એપ્રિલ 2026માં ભારતનો જીડીપી 4.15 લાખ કરોડ અમેરિકન ડોલર હતો. જ્યારે યુકેનો 4.26 લાખ કરોડ ડોલર સાથે પાંચમાં અને અને જાપાનનું અર્થતંત્ર 4.38 લાખ કરોડ ડોલર સાથે ચોથા સ્થાને છે.

અમેરિકા 32.38 લાખ કરોડ ડોલરના જીડીપી સાથે વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર છે. ચીન 21 લાખ કરોડ ડોલરના ઇકોનોમી સાથે વિશ્વનું બીજા નંબરનું અર્થતંત્ર છે. જ્યારે ત્રીજા નંબરે આવતું જર્મની 5.45 લાખ કરોડ ડોલરનું અર્થતંત્ર છે. દોઢ મહિનાના યુદ્ધમાં જ ભારતના આ હાલ થઈ ગયા છે. હવે જો આ યુદ્ધ લાંબુ ચાલે તો ભારતનું અર્થતંત્ર હજી પણ નીચે ઉતરી શકે છે.

જો કે આઇએમએફે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભારતનું અર્થતંત્ર 2026 માં 6.5 ટકાના દરે વૃદ્ધિ પામી શકે છે. તેમા હાલમાં ચાલતા યુદ્ધને પણ ગણતરીમાં લઈ લેવાયું છે. આ બતાવે છે કે ભારતીય અર્થતંત્રની સ્થિતિ મજબૂત છે. તેની સાથે તેણે ઉમેર્યુ હતું કે હાલમાં યુદ્ધની જે સ્થિતિ છે તે જળવાયેલી રહે અને ક્રૂડ ઓઇલનો ભાવ પ્રતિ બેરલ ૧૩૦ ડોલરની આસપાસ રહે તો ભારતીય અર્થતંત્રનો વૃદ્ધિદર ઘટીને 6.3 ટકા થઈ જશે.ભારત પછી ફ્રાન્સ સાતમાં સ્થાને 3.6 લાખ કરોડ ડોલરના ઇકોનોમી સાથે આવે છે. ફ્રાન્સ પછી ઇટાલી 2.74 લાખ કરોડ ડોલરના ઇકોનોમી સાથે આઠમાં સ્થાને આવે છે. યુક્રેન સાથે ચાર વર્ષથી ચાલતા યુદ્ધ છતાં પણ રશિયા 2.66 લાખ કરોડ ડોલરના ઇકોનોમી સાથે નવમાં સ્થાને આવે છે. જ્યારે બ્રાઝિલ 2.66 લાખ કરોડ ડોલરના ઇકોનોમી સાથે દસમાં ક્રમે આવે છે. આમ અહીં મહત્ત્વની વાત એ છે કે ટોચના દસ દેશમાં બ્રિક્સના ત્રણ દેશો છે.

જો કે આ ઘટાડા છતાં પણ વૈશ્વિક વૃદ્ધિનું પ્રેરકબળ તો એશિયા જ રહેશે અને એશિયાની વૃદ્ધિનો 70 ટકા હિસ્સો ભારત અને ચીનનો રહેશે. અમેરિકાના ેટરિફની અનિશ્ચિતતા છતાં પણ 2025 માં પાંચ ટકા વૃદ્ધિ નોંધાવનારુ એશિયા 2026 માં 4.4 ટકાના દરે વૃદ્ધિ નોંધાવી શકે છે.

એશિયા ક્રૂડ ઓઇલના કુલ વપરાશમાં 38 ટકા અને ગેસમાં 24 ટકા હિસ્સો ધરાવે છે ત્યારે તેના ઊંચા ભાવ એશિયાઈ અર્થતંત્રોને ફટકો મારી શકે છે. આ ઉપરાંત એશિયા કુલ વૈશ્વિક રિફાઇનિંગ ક્ષમતાની 35 ટકા ક્ષમતા ધરાવે છે. આ ક્ષમતા મુખ્યત્વે ભારત, ચીન, સાઉથ કોરીયા અને સિંગાપોરમાં આવેલી છે.

આઇએમએફ એશિયા પેસિફિકના ડિરેક્ટર ક્રિષ્ના શ્રીનિવાસને જણાવ્યું હતું કે 2025ના અંતમાં એશિયાઈ અર્થતંત્રો મજબૂત થયા હતા. તેમની મજબૂતાઈ અપેક્ષા કરતાં સારી વપરાશી માંગ અને સાનુકૂળ નીતિઓ તથા નાણા સંસ્થાઓને આભારી હતી.

Sports : IPL 2026: મુંબઈ ઈન્ડિયન્સની સતત ચોથી હાર, પંજાબ કિંગ્સને 7 વિકેટથી મળી શાનદાર જીત

0

આઈપીએલ 2026નો 24મો મુકાબલો ગુરુવારે (16 એપ્રિલ) મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાયો હતો. જેમાં પંજાબ કિંગ્સને 7 વિકેટથી શાનદાર જીત મળી. આ મેચ વાનખેડે મેદાન પર રમાયો. જ્યાં ટોસ જીતીને પંજાબ કિંગ્સે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ મેચમાં પહેલીવાર ક્વિંટન ડિકોકને પ્લેઈંગ 11માં મોકો મળ્યો હતો. આ મેચમાં ડિકોકે 53 બોલમાં સદી ફટકારી હતી. તેની ઈનિંગના દમ પર મુંબઈએ 195 રન બનાવ્યા હતા. પરંતુ પંજાબે 196 રનનો ટોટલ 17મી ઓવરમાં જ ચેજ કરી લીધો. પંજાબની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર આવી ગઈ છે. પંજાબની ટીમ આ સીઝનની અત્યાર સુધીની એકપણ મેચ નથી હારી.

પ્રભસિમરન-અય્યરે રચ્યો ઇતિહાસ

પંજાબ કિંગ્સના સલામી બેટર પ્રભસિમરન સિંહ અને શ્રેયસ અય્યરે 139 રનની શાનદાર ભાગીદારી કરી. પરંતુ તેમણે કોઈ પાર્ટનરશિપનો નહીં પરંતુ વ્યક્તિગત રીતે મોટો રેકોર્ડ બનાવ્યો છે. પ્રભસિમરન સિંહ 25 વર્ષની ઉંમર સુધી પંજાબ કિંગ્સ માટે સૌથી વધુ 50+ સ્કોર કરનારા બેટર બની ગયા છે. આ તેમની પંજાબ માટે 10મી એવી ઇનિંગ રહી જેમાં તેમણે 50 કે તેનાથી વધુ રન બનાવ્યા હોય. તેમણે ડેવિડ મિલર (9)નો રેકોર્ડ તોડ્યો.

બીજી તરફ શ્રેયસ અય્યરે પોતાના લાંબા અને વિશાળ IPL કરિયરમાં પહેલીવાર વાનખેડે મેદાન પર અડધી સદીની ઇનિંગ રમી છે. 2015માં ડેબ્યૂ બાદ શ્રેયસ વાનખેડે મેદાનમાં 9 ઇનિંગમાં બેટિંગ કરી ચૂક્યા હતા, પરંતુ ક્યારેય ફિફ્ટી નહોતા ફટકારી શક્યા. અંતે 11 વર્ષની રાહ બાદ તેમણે ફિફ્ટી ફટકારી છે. અય્યરે આ મેચમાં 35 બોલમાં 66 રન બનાવ્યા.

Vadodara : ફાસ્ટટેગમાં ટેકનિકલ ખામીના કારણે રોજ એક બસ ટોલનાકા પર અટકે છે

0

વાસદ અને અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે ટોલનાકા પર ફાસ્ટટેગ સ્કેન નહિ થવાની ટેકનિકલ સમસ્યાના કારણે એસટી બસના મુસાફરોને વારંવાર હાલાકી ભોગવવી પડી રહી છે. ટોલ ચુકવણી અટકી જતા બસો થોભી જાય છે અને મુસાફરી સમયસર ગંતવ્ય સ્થળે પહોંચી શક્તા નથી.

તાજેતરમાં રાજપીપળાથી પાટણ જતી એસટી બસ ટોલ ચૂકવણી ન થતાં એક્સપ્રેસ વે ટોલ નાકા પર અટકી પડી હતી. બસમાં સવાર એક મુસાફરે આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો હતો. ડ્રાઈવર અને કંડક્ટરે જણાવ્યું હતું કે, ફાસ્ટટેગ ચાલતું નહોવાથી ટોલ ચૂકવવા માટે ડેપો મેનેજરનો સંપર્ક કર્યો છે, પરંતુ ડેપો મેનેજર તાત્કાલિક મંજૂરી ન આપતા હોઈ વિલંબ થઈ રહ્યો છે. મુસાફરોની માંગ છે કે, ઓનલાઇન ટોલ ચૂકવણી કરવાની સત્તા સીધી ડ્રાઇવર-કંડક્ટરને આપવી જોઈએ.આ ઘટનામાં બસમાં ૪૦ મુસાફરો સવાર હતા. ટોલ ચૂકવણીની સ્થિતિ સ્પષ્ટ ન થવાના કારણે તમામ મુસાફરોને બસમાંથી ઉતારી બાજુ પર ઊભા રાખવામાં આવ્યા હતા, જ્યાં તેઓ કાળઝાળ તડકામાં શેકાતા રહ્યા હતાં. ટોલ ચૂકવણી ન થાય ત્યાં સુધી બસ આગળ ન ધપે એવી સ્થિતિ ઊભી થઈ હતી, જો કે અંતે ચૂકવણી થતા બસ રવાના થઈ હતી.

રોજ એક બસ અટકે છે, ફાસ્ટટેગ ઝાંખું થવું પણ એક કારણ

એસટી વિભાગના આધારભૂત સૂત્રો અનુસાર, વાસદ અને એક્સપ્રેસ વે ટોલ નાકા પર રોજ ઓછામાં ઓછી એક બસ અટવાય છે. ગુજરાતભરના ટોલ નાકા પર ફાસ્ટટેગ સ્કેન થઈ જાય છે, પરંતુ ખાસ આ બે ટોલ નાકા પર સ્કેનિંગ નિષ્ફળ જઈ રહ્યું હોવાથી સમસ્યા ઉભી થઈ રહી હોવાનો આક્ષેપ કર્યો છે. આવી ઘટના ઉદ્ભવે ત્યારે ઓનલાઈન ચૂકવણી કરી બસ રવાના કરાવવામાં આવે છે. કરાર અનુસાર દરરોજ રાત્રે ૧૨ વાગ્યે રાજ્યની તમામબસોના ફાસ્ટટેગ ખાતામાં ૧૦ હજાર રૂપિયાનું બેલેન્સ ઉમેરી દેવામાં આવે છે. ઉપરાંત, બસના કાચપર ફાસ્ટટેગ સ્ટિકર ઝાંખું પડી જવાના કારણે પણ સ્કેનિંગ ફેઇલ થઈ જાય છે.

Vadodara : જન્મથી પ્રજ્ઞાાચક્ષુ વિદ્યાર્થિનીએ ધો.10ની બોર્ડ પરીક્ષામાં 93 ટકા માર્કસ મેળવ્યા

0

વડોદરામાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરી રહેલી મૂળે વ્યારાની ગૌરી શાર્દૂલ નામની  પ્રજ્ઞાાચક્ષુ વિદ્યાર્થિનીએ સીબીએસઈની ધો.૧૦ની બોર્ડ પરીક્ષામાં ૯૩ ટકા માર્કસ મેળવીને ઝળહળતો દેખાવ કર્યો છે.

ગૌરી જન્મથી બિલકુલ જોઈ શકતી નથી.તેના માતા-પિતાએ પાંચમા ધોરણથી ડાંગની બ્લાઈન્ડ સ્કૂલમાં અભ્યાસ કરવા માટે મૂકી હતી અને એ પછી ધો.૯માં તે વધુ અભ્યાસ માટે વડોદરા આવી હતી.છેલ્લા બે વર્ષથી તે વડોદરાના સમાજ સુરક્ષા સંકુલની બ્લાઈન્ડ સ્કૂલની હોસ્ટેલમાં રહે છે પણ નોર્મલ વિદ્યાર્થીઓ માટેની સ્કૂલમાં તેણે અભ્યાસ કરવાનું પસંદ કર્યું છે.

ગૌરી હોસ્ટેલથી સ્કૂલમાં પણ પોતાની જાતે જ અને કોઈના સહારા વગર અવર જવર  કરે છે. તેણે મોબાઈલના સહારે ધો.૧૦ની ૈતૈયારી કરી હતી અને કોમ્પ્યુટર પર જ પરીક્ષા આપી હતી.ગૌરી કહે છે કે, મને બીજા વિદ્યાર્થીઓની જેમ અગાઉના પેપર સોલ્વ કરવા નહોતા મળતા ત્યારે હું થોડી નિરાશ થતી હતી પણ માતા-પિતા અને  વડોદરાની નિઝામપુરા સ્થિત બ્લાઈન્ડ સ્કૂલના પ્રિન્સિપાલ ભરતભાઈ વાહયા મને પ્રેરણા અને હૂંફ આપતા હતા.સ્કૂલમાં પણ શિક્ષકોનો સહકાર મળતો હતો.હું જાત સાથે વાત કરતી હતી કે, ભગવાન મારી પરીક્ષા લઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે કપરી સ્થિતિમાં પણ તારે સારુ પરિણામ  મેળવવાનું  છે….૯૩ ટકા મેળવ્યા બાદ હવે ગૌરી વડોદરામાં જ રહીને ધો.૧૧-૧૨ સાયન્સનો અભ્યાસ કરીને આઈઆઈટીમાં પ્રવેશ મેળવવા માગે છે.

પરીક્ષામાં રાઈટર નહીં પણ રીડરની મદદ લીધી

ગૌરીએ પરીક્ષા માટે રાઈટર નહીં પણ રીડરની સેવા લીધી હતી.રીડર તરીકે પરીક્ષામાં જોડે બેસતો વિદ્યાર્થી તેને પ્રશ્નો વાંચી સંભળાવતો હતો અને તે કોમ્પ્યુટર પર તેના જવાબો લખતી હતી.કોમ્પ્યુટરમાં સોફટવેરની મદદથી તે સ્પેલિંગમાં ભૂલ હોય તો ચેક કરતી હતી.પરીક્ષા બાદ તેના જવાબોના પ્રિન્ટ આઉટ લેવામાં આવતા હતા.જેને ઉત્તરવહી સાથે જોડવામાં આવતા હતા. પરીક્ષામાં તેને અન્ય વિદ્યાર્થીઓ કરતા ૪૫ મિનિટનો સમય વધારે અપાતો હતો.

Health : सावधान! हफ्ते में एक दिन भी ज्यादा शराब पीना लिवर के लिए घातक, नई स्टडी में हुआ बड़ा खुलासा

अक्सर लोग ऐसा ही सोचते हैं कि कभी-कभार ज्यादा शराब पी लेना कोई बड़ी बात नहीं है. खासकर तब, जब वे पूरे हफ्ते बहुत कम या बिल्कुल नहीं पीते. लेकिन अब एक नई स्टडी इस धारणा को चुनौती दे रही है और बता रही है कि ऐसी आदतें लिवर के लिए खतरनाक साबित हो सकती हैं. अमेरिका के केक मेडिसिन और निवर्सिटी ऑफ साउथ कैलिफोर्निया के रिसर्चर के तरफ से की गई यह स्टडी प्रतिष्ठित जर्नल क्लिनिकल गैस्ट्रोएंटरोलॉजी और हेपेटोलॉजी में पब्लिश हुई है. इसमें सामने आया है कि कभी-कभार भी ज्यादा मात्रा में शराब पीना लिवर डैमेज के खतरे को काफी बढ़ा सकता है.

क्या निकला रिसर्च में?  

यह रिसर्च खास तौर पर एक बीमारी मेटाबोलिक डिसफंक्शन-एसोसिएटेड स्टीटोटिक लिवर डिजीज (MASLD) पर केंद्रित थी, जो आज दुनिया में तेजी से बढ़ती लिवर से जुड़ी समस्याओं में से एक है. इस बीमारी में लिवर में फैट जमा हो जाता है, जो आगे चलकर सूजन और स्कारिंग जैसी गंभीर स्थितियों का कारण बन सकता है. आमतौर पर यह समस्या मोटापा, डायबिटीज और हाई ब्लड प्रेशर से जूझ रहे लोगों में ज्यादा देखी जाती है. 

शराब पीने पर कितना असर?

रिसर्चर ने सिर्फ यह नहीं देखा कि लोग कितनी शराब पीते हैं, बल्कि यह भी समझने की कोशिश की कि पीने का तरीका कितना असर डालता है. उन्होंने एपिसोडिक हेवी ड्रिंकिंग यानी एक ही दिन में ज्यादा शराब पीने की आदत पर फोकस किया. इसमें महिलाओं के लिए एक दिन में चार या उससे ज्यादा ड्रिंक और पुरुषों के लिए पांच या उससे ज्यादा ड्रिंक शामिल किए गए, वह भी महीने में कम से कम एक बार. यह भी सामने आया कि युवा और पुरुष इस तरह की ड्रिंकिंग के प्रति ज्यादा झुकाव रखते हैं. इसके साथ ही, एक बार में ज्यादा शराब पीने वालों में लिवर को होने वाला नुकसान भी ज्यादा गंभीर पाया गया. एक्सपर्ट का मानना है कि एक साथ ज्यादा शराब पीने से लिवर पर अचानक दबाव पड़ता है, जिससे सूजन और नुकसान का खतरा बढ़ जाता है. 

रिजल्ट चौंकाने वाले

2017 से 2023 के बीच 8,000 से ज्यादा एडल्ट के डेटा का एनालिसि करने पर चौंकाने वाले नतीजे सामने आए. जिन लोगों को MASLD था और जो इस तरह की हेवी ड्रिंकिंग करते थे, उनमें एडवांस्ड लिवर फाइब्रोसिस का खतरा लगभग तीन गुना ज्यादा पाया गया. यह वह स्थिति है, जब लिवर में स्कार टिश्यू बन जाता है और उसकी काम करने की क्षमता प्रभावित होने लगती है. स्टडी की एक अहम बात यह रही कि कुल शराब की मात्रा से ज्यादा मायने उसका सेवन करने का तरीका रखता है. यानी दो लोग अगर हफ्ते में बराबर मात्रा में शराब पीते हैं, तो जो व्यक्ति उसे एक ही दिन में खत्म करता है, उसके लिवर पर ज्यादा खतरा मंडराता है.

World : રશિયાનો યુક્રેન પર ભીષણ હુમલો ઃ ૧૬નાં મોત, ૧૦૦થી વધુ ઘાયલ

0

રશિયાએ યુક્રેનનાં રહેણાંક વિસ્તારો પર અનેક મિસાઇલોે અને ડ્રોનથી હુમલો કર્યો હતો. આ હુમલાઓ સવારથી લઇને રાત સુધી ચાલુ રહ્યાં હતાં. જેમાં ૧૬ લોકોનાં મોત થયા છે અને ૧૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું.

આ હુમલાને કારણે ડરી ગયેલા લોકો પોતાના ઘરોની બહાર નીકળ્યા ન હતાં. અધિકારીઓનાં જણાવ્યા અનુસાર છેલ્લા બે સપ્તાહનાં સૌથી મોટા હવાઇ હુમલામાં  ૭૦૦ ડ્રોન અને અનેક બેલેસ્ટિક તથા ક્રૂઝ મિસાઇલો છોડવામાં આવી હતી.

યુક્રેનનાં અધિકારીઓનાં જણાવ્યા અનુસાર રશિયાએ આ હુમલો રહેણાંક વિસ્તારોને નિશાન બનાવીને કર્યો હતો. કીવનાં ૫૪ વર્ષીય રહેવાસી તેતિયાના સોકોલે જણાવ્યું હતું કે બે મિસાઇલો તેમના ઘર પાસે પડી હતી.યુએનનાં જણાવ્યા અનુસાર છેલ્લા ચાર વર્ષથી ચાલી રહેલા યુદ્ધમાં યુક્રેનનાં ૧૫,૦૦૦થી વધુ સામાન્ય નાગરિકોનાં મોત થયા છે. રશિયાએ જણાવ્યું છે કે યુક્રેને તેની ઓઇલ રીફાઇનરો પર કરેલા હુમલાનો બદલો લેવા માટે અમે આ હુમલો કર્યો છે.

આ નવો બોંબમારો યુક્રેનનાં પ્રમુખ ઝેલેન્સ્કીનાં ચાલુ સપ્તાહમાં જર્મની, નોર્વે અને ઇટાલીનાં ૪૮ કલાકનાં પ્રવાસ પછી કરવામાં આવ્યો છે. રશિયન મિસાઇલોને રોકવા માટે વધુ મજબૂત એર ડિફેન્સ સિસ્ટમની રચના કરવા માટે ઝેલેન્સ્કી આ ત્રણ દેશોનાં પ્રવાસે ગયા હતાં.

નાણાકીય અછતનો સામનો કરી રહેલા યુક્રેન યુરોપિયન યુનિયન પાસેથી મળનાર ૧૦૬ અબજ ડોલરની લોનની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યું છે. જો કે હંગેરીએ આ લોન રોકી દીધી છે.

ગયા મહિને રશિયાએ ૨૪ કલાકની અંદર ૯૪૮ ડ્રોન અને ૩૪ મિસાઇલો છોડી હતી. રહેણાંક વિસ્તારો પરનો સૌથી મોટો હુમલો હતો.

રશિયાનાં હુમલામાં ૧૭ એપાર્ટમેન્ટ બિલ્ડિંગ, ૧૦ પ્રાઇવેટ ઘર, એક હોટેલ, એક ઓફિસ સેન્ટર, કાર ડીલરશીપ, ગેસ સ્ટેશન અને એક શોપિંગ મોલને નુકસાન થયું છે.

National : વિપક્ષ બિલોને પસાર કરાવે તો, ફોટો છપાવી ક્રેડિટ આપવા તૈયાર : મોદી

0

કેન્દ્ર સરકારે મહિલા અનામત બિલ, સીમાંકન બિલ અને વસતી ગણતરી બિલને મંજૂરી માટે બજેટ સત્રને લંબાવીને બોલાવેલું ત્રણ દિવસનું વિશેષ સત્ર ગુરુવારથી શરૂ થયું છે. આ સત્રના પહેલા દિવસે ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા અનામત બિલ પર બધા જ વિપક્ષને સાથે આવવાની અપીલ કરી હતી અને આ બિલો પસાર કરાવવાની રાજકીય ક્રેડિટ પણ તેમને આપવાની ઓફર કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે લોકસભામાં જણાવ્યું કે, વિપક્ષ મહિલા અનામત બિલને રાજકીય ત્રાજવે ના તોલે. સરકાર આ બિલના પસાર થવાની ક્રેડિટ લેવા માગતી નથી. બધા પક્ષોએ સાથે મળીને આ બિલ પસાર કરવું જોઈએ. વિપક્ષ  ઈચ્છે તો તેની ક્રેડિટ તેઓ લઈ શકે છે. તેમણે વિપક્ષને ઓફર આપતા કહ્યું કે, હું આપને બ્લેન્ક ચેક આપી રહ્યો છું. તમે એમ ઈચ્છતા હોવ કે આ બિલ પસાર કરવાની ક્રેડિટ તમને મળે તો અમે સરકારી નાણાંથી તમારા બધાની તસવીરો છપાવવા તૈયાર છીએ, પરંતુ વિપક્ષે આ બિલને ગૃહમાંથી પસાર કરવા દેવું જોઈએ.વડાપ્રધાને વિપક્ષને ચેતવણી પણ આપી કે મહિલા અનામત બિલનો વિરોધ કરનારા પક્ષોએ તેની કિંમત ચૂકવવી પડશે. દેશની ૫૦ ટકા મહિલા વસતીને નીતિ-નિર્માણમાં સામેલ કરવી એ વર્તમન સમયની માગ છે. આ નિર્ણય ૨૫-૩૦ વર્ષ પહેલા થઈ જવો જોઈતો હતો. તેમણે ૨૦૨૪ની ચૂંટણીને ટાંકીને કહ્યું કે, બધા જ પક્ષોની સહમતિથી આ મુદ્દો પસાર થયો હતો, તેથી કોઈને ફાયદો કે નુકસાન થયા નહીં. આ બિલને મંજૂરી મહિલાઓની ગ્રાસરૂટ લીડરશિપને માન્યતા આપવાની રાજકીય સમજદારી છે.

સીમાંકન મુદ્દે દક્ષિણના રાજ્યોની બેઠકો ઘટવાના આક્ષેપોને વડાપ્રધાન મોદીએ નકારી કાઢ્યા હતા. તેમણે કહ્યું કે, સીમાંકનની કાર્યવાહીમાં ઉત્તર કે દક્ષિણ, પૂર્વ કે પશ્ચિમ, નાના કે મોટા કોઈ રાજ્ય સાથે કોઈ ભેદભાવ નહીં કરવામાં આવે. લોકસભામાં બેઠકોની સરેરાશ પહેલાની જેમ જ જળવાઈ રહેશે. તમે ઈચ્છતા હોય તો આ મારું વચન છે.

Bollywood : વીએફએક્સમાં વિલંબ થતાં નાગઝિલ્લા છ મહિના પાછળ ઠેલાઈ

0

કાર્તિક આર્યનની ફિલ્મ ‘નાગઝિલ્લા’ છ મહિના પાછળ ઠેલાઈ ગઈ છે. મૂળ પ્લાનિંગ પ્રમાણે ફિલ્મ આગામી ૧૩મી ઓગસ્ટે રીલિઝ થવાની હતી.  પરંતુ, હવે આ ફિલ્મ આગામી ફેબ્રુઆરીમાં રીલિઝ  થાય તેવી  શક્યતા છે. 

ફિલ્મમાં બહુ હેવી વીએફએક્સનો ઉપયોગ કરાયો છે. વીએફએક્સના કામમાં ધાર્યા કરતાં વધારે વિલંબ થઈ રહ્યો છે. આથી, સમગ્ર ફિલ્મ પાછળ ધકેલી દેવામાં આવી છે. 

અગાઉ ‘નાગઝિલ્લા’ તથા સની દેઓલની ‘લાહોર ૧૯૪૭’ એક જ દિવસે રીલિઝ થવાની હતી. પરંતુ, હવે તેમની બોક્સ ઓફિસ પર ટક્કર ટળી ગઈ છે.