Home Blog Page 164

Baroda : કારેલીબાગ વિસ્તારની સ્કૂલમાં પરીક્ષા બાદ વિધાર્થીઓ વચ્ચે મારામારી, એક વિદ્યાર્થી પર ચાકુ વડે હુમલો

0

હવે સ્કૂલના વિદ્યાર્થીઓ પણ સાવ નાની બાબતમાં હિંસક બનીને મારા મારી પર ઉતરી આવતા હોય છે. શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી સરદાર વિનય મંદિર સ્કૂલમાં શનિવારે પરીક્ષા પૂરી થયા બાદ વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા ઝઘડામાં એક વિદ્યાર્થી પર ચાકુ વડે હુમલો કરાવતા દોડધામ મચી ગઈ હતી.

મળતી વિગતો પ્રમાણે ધોરણ નવ ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી બહાર નીકળી રહ્યા હતા ત્યારે ધક્કો વાગી જવાના કારણે કે પછી બેગ લેવાના બાબતે બે વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી અને પછી મારામારી શરૂ થઈ હતી .આ દરમિયાન ગેટ પાસેથી પસાર થઈ રહેલો શાળાનો અન્ય એક વિદ્યાર્થી છોડાવવા માટે વચ્ચે પડતા તેને ઝઘડો કરી રહેલા વિદ્યાર્થીઓ ચાકુ જેવું તીક્ષ્ણ હથિયાર મારી દીધું હતું .જેના કારણે તે લોહીલુહાણ થઈ ગયો હતો. એ પછી 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી અને વિદ્યાર્થીને સ્થળ પર સારવાર અપાઈ હતી.

Valsad : ઉંમરગામની સોમનાથ ઓર્થોકેર કંપનીમાં ભીષણ આગ, આકાશમાં ધુમાડાના ગોટેગોટા; કામદારોનું દિલધડક રેસ્ક્યુ

0

વલસાડ જિલ્લાના ઉંમરગામમાં આવેલી સોમનાથ ઓર્થોકેર કંપનીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ફાયર વિભાગની 3 ટીમોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો છે.

વલસાડ જિલ્લાના ઉદ્યોગ નગર ગણાતા ઉંમરગામમાં આજે એક મોટી આગની દુર્ઘટના સામે આવી છે. ઉંમરગામ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ‘સોમનાથ ઓર્થોકેર’ નામની કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.આગ લાગી ત્યારે કંપનીમાં અનેક કામદારો ફરજ પર હતા. આગની જ્વાળાઓ જોઈને કામદારોમાં નાસભાગ મચી ગઈ હતી. જોકે, સમયસૂચકતા વાપરીને તમામ કામદારોને તાત્કાલિક સુરક્ષિત રીતે કંપનીની બહાર કાઢી લેવામાં આવ્યા હતા, જેના કારણે મોટી જાનહાનિ ટળી છે.

ઘટનાની જાણ થતા જ ઉંમરગામ ફાયર વિભાગની ત્રણથી વધુ ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે, તેના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. ફાયર ફાઈટરો દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

પ્રાથમિક માહિતી મુજબ, આગ કયા કારણોસર લાગી છે, તે હજુ જાણી શકાયું નથી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા સેવાઈ રહી છે, પરંતુ સત્તાવાર કારણ આગ બુઝાયા બાદ તપાસમાં જ બહાર આવશે. આ દુર્ઘટનામાં કંપનીની મશીનરી અને કાચા માલને મોટું નુકસાન થયું હોવાનો અંદાજ છે.

Gujarat : તાપીમાં ઉચ્છલ-નિઝર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બે બાઈક વચ્ચે સામ-સામે ટક્કરમાં 3ના મોત, 1 ગંભીર

0

તાપી જિલ્લામાં ઉચ્છલ-નિઝર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત્ રહ્યો છે. હાઈવે પર બે બાઈક સામસામે અથડાતા સર્જાયેલા ગંભીર અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.

મળતી માહિતી અનુસાર, ઉચ્છલ અને નિઝરને જોડતા હાઈવે પર બે બાઈક પૂરપાટ ઝડપે સામસામે અથડાઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક પર સવાર યુવાનો હવામાં ફંગોળાયા હતા. આ દુર્ઘટનામાં શ્રવણ, સંદીપ અને ઋષિકેશ વળવી નામના ત્રણ યુવાનોને માથાના તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા.

આ અકસ્માતમાં અન્ય એક વ્યક્તિને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘટના બનતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તને તાત્કાલિક 108 મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. હાલ તેની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.

અકસ્માતની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ત્રણેય મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Ahmedabad : વટવામાં જાહેર રોડ પર ગાડી પાર્ક કરી તલવારો લહેરાવી ધમકી આપનારા 4 આરોપીઓની ધરપકડ

વટવા ચાર માળિયા પાસે જાહેર રોડ પર ગાડી પાર્ક કરી, હાથમાં તલવારો રાખી લોકોને ધમકાવનારા શખ્સો વિરુદ્ધ વટવા પોલીસે કડક કાર્યવાહી કરીને ચાર મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે.

શહેરના વટવા વિસ્તારમાં અસામાજિક તત્વોએ જાહેર રોડ પર ભયનું વાતાવરણ ઉભું કરવાનો પ્રયાસ કર્યો હતો. વટવા ચાર માળિયા પાસે જાહેર રોડ પર ગાડી પાર્ક કરી, હાથમાં તલવારો રાખી લોકોને ધમકાવનારા શખ્સો વિરુદ્ધ વટવા પોલીસે કડક કાર્યવાહી કરીને ચાર મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે.

મળતી વિગતો અનુસાર, આરોપીઓએ અંગત અદાવત રાખીને સામા પક્ષને ડરાવવા માટે વટવા ચાર માળિયા પાસે જાહેર રોડ પર પોતાની ગાડી પાર્ક કરી હતી. આ શખ્સોએ જાહેરમાં તલવારો લહેરાવીને ધમકીઓ આપી હતી, જેના કારણે સ્થાનિક રહીશોમાં ગભરાટ ફેલાયો હતો. આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ વટવા પોલીસ હરકતમાં આવી હતી.

વટવા પોલીસે ગણતરીના કલાકોમાં જ આ આતંક મચાવનારી ટોળકીના આદિલ શેખ, ફારૂક ઉર્ફે ગરદન,મોઇન ઉર્ફે લંગડો,હુસૈન ઉર્ફે ભૈયા ચાર સભ્યોને ઝડપી પાડ્યા છે.પોલીસે ગુનામાં વપરાયેલી તલવારો અને વાહન કબજે કરવાની તજવીજ હાથ ધરી છે. વટવા પોલીસના જણાવ્યા મુજબ, શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આવા તત્વો સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવશે. હાલમાં આ તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Gujarat : લીવ-ઇન રિલેશન કેસમાં નવો વળાંક, યુવતીએ યુવક સામે નોંધાવી દુષ્કર્મની ફરિયાદ

0

વાવ-થરાદ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં રહેલા પ્રેમ પ્રકરણ અને લીવ-ઇન રિલેશનના કિસ્સામાં નવો વળાંક આવ્યો છે. લાખાણી તાલુકાની એક પરણિત મહિલા, જે યુવક સાથે મૈત્રી કરાર પર રહેતી હતી, તેણે હવે કેશવ માળી નામના યુવક સામે આગથળા પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે.

પીડિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, ‘ડેડુવા ગામના કેશવ ભલાજી માળીએ મને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ મને અલગ-અલગ શહેરોમાં લઈ જઈ તેની મરજી સામે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું.’ આ ઉપરાંત યુવતીનો આક્ષેપ છે કે યુવકે બળજબરી પૂર્વક લીવ-ઇન રિલેશનશિપના ડોક્યુમેન્ટ્સ પર સહી કરાવવામાં આવી હતી.

કેશવ યુવતીને તપાસ માટે હોસ્પિટલ લઈ ગયો હતો, જ્યાં તબીબી તપાસ દરમિયાન મહિલા ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું. આ દરમિયાન યુવતીના પરિવારે શોધખોળ આદરી તેને અમદાવાદના વટવા વિસ્તારમાંથી શોધી કાઢી હતી અને પરત લાવ્યા હતા. યુવતીએ માત્ર કેશવ જ નહીં, પરંતુ ગુનામાં મદદગારી કરવા બદલ ટરૂવા ગામના હરચંદભાઈ દાનાજી માળી અને પીરાજી ઉમાજી માળી સામે પણ ફરિયાદ કરી છે. પીડિતાના જણાવ્યાનુસાર, આરોપીઓએ તેના પર્સમાંથી અઢી તોલાનો સોનાનો હાર અને બુટ્ટી પણ પડાવી લીધા હતા અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આગથળા પોલીસે આ મામલે બી.એન.એસ.ની વિવિધ કલમો (87, 64(1), 351(3) વગેરે) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Vadodara : MS યુનિ. માં સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ ભાન ભૂલ્યા

0

વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં વિવાદો નવા નથી રહ્યાં છે. છાશવારે કોઈ નવો મુદ્દો વિવાદ સર્જી નાંખતો હોય છે. ત્યારે આ યુનિવર્સિટીમાં ભાજપની વિદ્યાર્થી પાંખ ABVP દ્વારા સંસ્કાર સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં વિવાદો નવા નથી રહ્યાં છે. છાશવારે કોઈ નવો મુદ્દો વિવાદ સર્જી નાંખતો હોય છે. ત્યારે આ યુનિવર્સિટીમાં ભાજપની વિદ્યાર્થી પાંખ ABVP દ્વારા સંસ્કાર સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો દરમિયાન એક વિદ્યાર્થીનીનો ડાન્સ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં ભાજપની વિદ્યાર્થી પાંખ ABVP દ્વારા સંસ્કાર સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આર્ટ્સ ફેકલ્ટી ખાતે કલ્ચરલ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ સંસ્કાર સંગમ કાર્યક્રમમાં એક વિદ્યાર્થીનીનો ડાન્સ વાયરલ થયો હતો. ABVP દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ ભાન ભુલ્યા હતાં. વિદ્યાર્થીનીનો કથિત અશ્લિલ ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં અનેક સવાલો ઉભા થયાં છે.

Baroda : પેન્શન લાઈફ સર્ટિફિકેટના નામે APK ફાઈલ અને વોટ્સએપ સ્ક્રીન શેરથી નિવૃત્ત બેંક મેનેજરના રૂ.10 લાખ પડાવી લીધા

0


સુસેન-તરસાલી રિંગ રોડ પર રહેતા બેંક ઓફ બરોડાના નિવૃત્ત મેનેજર સાથે સાયબર ઠગોએ પેન્શન લાઈફ સર્ટિફિકેટ વેરિફિકેશનના બહાને APK ફાઈલ ડાઉનલોડ કરાવી અને વોટ્સએપ સ્ક્રીન શેરિંગ દ્વારા બે બેંક ખાતામાંથી રૂ.10 લાખ ઉપાડી લીધા છે. સાયબર ક્રાઈમ પોલીસે ફરિયાદના આધારે આ મામલે ગુનો નોંધ્યો છે.સુસેન-તરસાલી રિંગ રોડ નિવાસી 65 વર્ષીય પરેશ નરહરીપ્રસાદ પંડ્યા બેંક ઓફ બરોડાના નિવૃત્ત મેનેજર છે અને BOBની શાખામાં એક સેવિંગ અને એક સેલેરી એમ બે ખાતા ધરાવે છે. ગત 8 નવેમ્બર 2025ના રોજ તેઓએ પેન્શન લાઈફ સર્ટિફિકેટ માટે BOBની વેબસાઈટ પર જરૂરી ડેટા અપલોડ કર્યો હતો.

ત્યારપછી એક અજાણી વ્યક્તિએ ફોન કરી જણાવ્યું હતું કે, સર્ટિફિકેટ વેરિફિકેશન માટે વોટ્સએપ પર વીડિયો કોલ આવશે. વીડિયો કોલ પર સ્ક્રીન શેર કરાવી એક ફોર્મ ભરાવ્યું. ત્યારબાદ “આ તમારું સર્ટિફિકેટ છે” એમ કહી એક APK ફાઈલ ડાઉનલોડ કરાવી અને “સર્વર ડાઉન છે” તેવું બહાનું આગળ ધરી 38 મિનિટ સુધી સ્ક્રીન શેર ચાલુ રાખ્યું હતું.

આ દરમિયાન પરેશભાઈની પત્નીએ ફ્રોડ હોઈ શકે છે તેવી શંકા વ્યક્ત કરતાં તેઓએ તરત જ કોલ ડિસ્કનેક્ટ કર્યો અને તમામ બેંક ખાતા ફ્રીઝ કરાવ્યા, પાસવર્ડ બદલ્યા તથા ડેબિટ કાર્ડ, મોબાઈલ બેન્કિંગ અને નેટ બેન્કિંગ સહિતની તમામ ડિજિટલ સુવિધાઓ બંધ કરાવી. પરંતુ ત્યાં સુધીમાં ઠગો બંને ખાતામાંથી રૂ. 5-5 લાખ મળી કુલ રૂ. 10 લાખ ટ્રાન્સફર કરી ચૂક્યા હતા.

સાયબર ક્રાઈમ પોલીસે ફરિયાદના આધારે મોબાઈલ નંબર ધારક, બેંક ખાતાધારક, APK ફાઈલ મોકલનાર તથા ગુનામાં સંડોવાયેલ તમામ શખ્સો સામે ધી ઇન્ફોર્મેશન ટેકનોલોજી એમેન્ડમેન્ટ એક્ટ તથા છેતરપિંડી સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

Entertainment : ભારતના સૌથી અમીર સિંગર્સમાંના એક હતા આશા ભોંસલે!

0

બોલીવુડના દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેનું નિધન થયું છે. દેશભરના ફેન્સ માટે આ દુઃખદ સમાચાર આવ્યા છે. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા અને મુંબઈની કેન્ડી બ્રીચ હોસ્પિટલમાં દાખલ હતા. તેઓ 92 વર્ષના હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે મલ્ટિપલ ઓર્ગન ફેલિયરના કારણે તેમનું અવસાન થયું છે.

આશા ભોંસલે, જેઓ બોલીવુડના પ્રખ્યાત ગાયિકા અને લતા મંગેશકરના બહેન છે. 8 સપ્ટેમ્બર 1933ના રોજ મહારાષ્ટ્રમાં જન્મેલા આશા ભોંસલેના પિતા દીનાનાથ મંગેશકર પણ અભિનેતા હતા અને માતા શિવાંતી મંગેશકર ગૃહિણી હતા. તેમને ત્રણ બહેનો અને એક ભાઈ છે, જેમાંથી લતા મંગેશકરનું અવસાન થયું છે. આશા ભોંસલેએ બે લગ્ન કર્યા છે. પ્રથમ પતિથી છૂટાછેડા લીધા બાદ તેમણે આર.ડી. બર્મન સાથે બીજા લગ્ન કર્યા હતા. તેમને ત્રણ બાળકો છે – એક પુત્રી અને બે પુત્રો. પુત્રી વર્ષા, જે પત્રકાર હતી, તેણે આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે પુત્ર હેમંત ભોંસલેનું કેન્સરથી નિધન થયું છે. એક પુત્ર આનંદ ભોંસલે છે. આશા ભોંસલેની પૌત્રી જનાઈ ભોંસલે પણ એક ગાયિકા છે.

આશા ભોંસલેએ પોતાની કારકિર્દીની શરૂઆત 1943માં મરાઠી ગીતથી કરી હતી, ત્યારબાદ હિન્દી ગીત ‘સાવન આયા’ ગાયું હતું. તે પછી આશા ભોંસલેએ અનેક સુપરહિટ ગીતો આપ્યા જે આજે પણ લોકો સાંભળે છે. લતાજી આશા ભોંસલેને ખૂબ માન આપતા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેની કુલ સંપત્તિ (Asha Bhosle Net Worth) ₹80 કરોડથી ₹100 કરોડની વચ્ચે છે.

તેમની આવકમાં સંગીત ઉપરાંત બિઝનેસનો પણ મોટો હિસ્સો છે, ખાસ કરીને તેમની Asha’s નામની રેસ્ટોરન્ટ ચેઈન, જેના દુબઈ, કુવૈત અને યુકે સહિત વિદેશોમાં 14થી વધુ આઉટલેટ્સ છે. ઉપરાંત, મુંબઈના દક્ષિણ વિસ્તારમાં આવેલું તેમનું આલીશાન ઘર અને અન્ય શહેરોમાં કરોડોની કિંમતની મિલકતો પણ તેમની સંપત્તિમાં સમાવેશ થાય છે. તેઓ મુખ્યત્વે ગીતોની રોયલ્ટી, બિઝનેસ પ્રોફિટ અને રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ દ્વારા કમાણી કરે છે. જેના કારણે તેઓ ભારતના સૌથી અમીર ગાયકોમાંના એક છે. તેમણે આ તમામ સંપત્તિ તેમની પ્રતિભા અને સંગીતના માધ્યમથી મેળવી છે, જેમાં 12,000 થી વધુ ગીતો, આંતરરાષ્ટ્રીય સંગીત કાર્યક્રમો અને રોયલ્ટીનો સમાવેશ થાય છે.

Asha Bhosle Passes Away : સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલેનું 92 વર્ષની વયે નિધન, દેશભરમાં શોકની લહેર

0

બોલીવુડના દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેનું નિધન થયું છે. દેશભરના ફેન્સ માટે આ દુઃખદ સમાચાર આવ્યા છે. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા અને મુંબઈની કેન્ડી બ્રીચ હોસ્પિટલમાં દાખલ હતા. તેઓ 92 વર્ષના હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે મલ્ટિપલ ઓર્ગન ફેલિયરના કારણે તેમનું અવસાન થયું છે. ભાજપના નેતા આશિષ શેલારે તેમના નિધનની પુષ્ટિ કરી છે.

2025નું વર્ષ બોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે સારું નહોતું. તે વર્ષે ઘણા કલાકારોનું અવસાન થયું. હવે, 2025માં, ભારતીય કલા જગતને મોટી ખોટ પડી છે. આશા ભોંસલેએ લગભગ આઠ દાયકા ફિલ્મ ઈન્ડસ્ટ્રીને સમર્પિત કર્યા અને દેશને વિશ્વભરમાં ગૌરવ અપાવ્યું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી હતી. અહેવાલો અનુસાર, તેમના અંતિમ સંસ્કાર સાંજે 4 વાગ્યે દાદર શિવાજી પાર્ક સ્મશાનગૃહ ખાતે કરવામાં આવશે.

World : યુદ્ધ રોકવા અમેરિકા-ઇરાનની વાટાઘાટો અનિર્ણિત

0

અમેરિકા અને ઇરાન વચ્ચે કાયમી શાંતિ માટે ઉગ્ર ચર્ચા થઈ રહી છે. તેના બે રાઉન્ડ પૂરા થઈ ચૂક્યા છે અને હવે ત્રીજો રાઉન્ડ આવતીકાલે યોજાય તેમ માનવામાં આવે છે. આ ચર્ચાની સૌથી મોટી ફળશ્રુતિ એ છે કે હજી સુધી આ મંત્રણા અટકી નથી કે ખતમ થઈ નથી.  અહીં આશ્ચર્યની વાત એ છે કે ઇઝરાયેલે શાંતિમંત્રણા છતાં પણ લેબનોનમાં હુમલા ચાલુ રાખીને ૨૦નો ભોગ લીધો હોવા છતાં પણ ઇરાને અમેરિકા સાથે મંત્રણા કરી હતી, જેના માટે એક સમયે તે ઇન્કાર કરતું હતું. બીજી બાજુ અમેરિકાએ પણ શાંતિમંત્રણાના બે તબક્કામાં ઇરાનની અત્યાર સુધી ફ્રીઝ કરેલી એસેટ્સ ડીફ્રીઝ કરવાની તૈયારી દાખવી હતી. આ સિવાય બીજા કોઈ મુદ્દે હજી સુધી પ્રગતિ થઈ નથી તો તેની સામે આશ્વાસન લેવા લાયક બાબત એ પણ છે કે આ મંત્રણા હજી ખોરવાઈ પણ નથી. ઇરાનના મીડિયાએ દાવો કર્યો છે કે આ મંત્રણા રવિવારે આગળ ચાલી શકે છે. આ મંત્રણામાં અમેરિકા તરફથી વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સની આગેવાની હેઠળ આવેલા અમેરિકન પ્રતિનિધિમંડળમાં જેરેડ કુશનર અને સ્ટીવ વિટકોફનો સમાવેશ થાય છે. જ્યારે ઇરાનનું પ્રતિનિધિમંડળ સંસદના સ્પીકર મોહમ્મદ ગાલિબાફ વાઘેરની આગેવાની હેઠળના ૭૦ સભ્યો સાથે આવ્યું છે. ઇરાન આ મંત્રણા શરુ થઈ હોવા છતાં હોર્મુઝ ન ખોલવાની તેની ધમકી પર અડગ રહ્યું છે.

ઇઝરાયેલના લેબનોનમાં 200 સ્થળોએ હુમલા- 20નાં મોત

અમેરિકા અને ઇરાન વચ્ચે ઇસ્લામાબાદમાં શાંતિ મંત્રણા ચાલી રહી છે ત્યારે પણ ઇઝરાયેલે લેબનોનમાં તેના હુમલા જારી રાખતા ૧૨ સિક્યોરિટી ગાર્ડ સહિત કુલ ૨૦ના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. ઇઝરાયેેલે લેબનોન પર છેલ્લા ૨૪ કલાકમાં ૨૦૦થી વધુ હવાઈ હુમલા કર્યા હતા. આમ શાંતિમંત્રણાનો જે એક મુદ્દો છે તેનો ઇઝરાયેલે છેદ ઉડાવી દીધો છે. ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુનો દાવો છે કે ઇરાનનું સંચાલન હવે ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કરે છે. આમ ઇરાન હવે પહેલાં કરતાં પણ વધુ કટ્ટર હાથોમાં પહોંચી ગયું છે. વિશ્વએ આગામી દિવસોમાં તેની કટ્ટરતાનો અહેસાસ થશે.

હોર્મુઝની ખાડી ખોલવા ગયેલા અમેરિકન જહાજ પરત ફર્યા

મધ્યપૂર્માં ચાલતા જંગ વચ્ચે હોર્મુઝ ની ખાડી ખોલવાના પ્રયત્નોમાં અમેરિકાને નિષ્ફળતા સાંપડી હોવાના સમાચાર સામે આવ્યા છે. હોર્મુઝની ખાડી ખોલવા માટે ગયેલા અમેરિકાના યુદ્ધજહાજો ઇરાનના નૌકાદળની કડક ચેતવણીના લીધે પરત ફરવાની ફરજ પડી છે. આ ઘટના ત્યારે થઈ જ્યારે અમેરિકન પ્રમુખ ટ્રમ્પ સતત દાવો કરી રહ્યા છે કે અમેરિકા આ અત્યંત મહત્ત્વના સમુદ્રી રસ્તાને ખોલવાની પ્રક્રિયા શરૂ કરી ચૂક્યું છે.ઇરાનના સરકારી ટીવીનું કહેવું છે કે અમેરિકન યુદ્ધજહાજોને ચેતવણી આપવામાં આવી હતી કે જો તે હોર્મુઝની ખાડી પાર કરે છે તો ૩૦ મિનિટની અંદર તેના પર હુમલો કરવામાં આવશે. ઇરાનના વરિષ્ઠ લશ્કરી અધિકારીએ જણાવ્યું હતું કે ચેતવણી પછી અમેરિકન યુદ્ધજહાજ પરત જતું રહ્યું. આમ હોર્મુઝની ખાડી ખોલવા જવાનો અમેરિકાનો પ્રયત્ન નિષ્ફળ નીવડયો છે.

અમેરિકા ઇરાનની ટાંચમાં લીધેલી એસેટ્સ છોડવા માટે તૈયાર

અમેરિકા અને ઇરાન વચ્ચે શાંતિમંત્રણા ચાલી રહી છે ત્યારે અમેરિકા ઇરાનની કતાર અને અન્ય દેશોમાં જપ્ત કરવામાં આવેલી એસેટ્સને છોડવા સંમત થયું છે. જો કે ઇરાનની ટાંચમાં લીધેલી એસેટ્સ અંગે અમેરિકાએ ક્યારેય જાહરમાં કોઈ ટિપ્પણી કરી નથી. આ અંગે સૂત્રએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે આ રીતે મિલકતો મુક્ત કરવાનો હેતુ હોર્મુઝની ખાડીમાંથી સલામત રીતે પસાર થવા સાથે જોડાયેલો છે. હોર્મુઝની ખાડી વર્તમાન મંત્રણામાં ચાવીરૂપ મુદ્દો છે.

અમેરિકાએ એક જ વર્ષમાં બે વખત અમારો વિશ્વાસ તોડયોઃ ઇરાન

અમેરિકાએ ઇરાન સાથેના શાંતિમંત્રણામાં ઇરાનની વિશ્વસનીયતા અંગે સવાલ ઉઠાવતા ઇરાને પણ વળતો જવાબ આપ્યો છે. ઇરાનના સ્પીકર ગાલિબાફે જણાવ્યું હતું કે અમેરિકા પોતાને વિશ્વની મહાસત્તા કહેવડાવે છે, પરંતુ તેને પોતાના જ વચનોની કિંમત નથી. તેણે છેલ્લા એક વર્ષ કરતાં પણ ઓછા સમયમાં બે-બે વખત અમારો વિશ્વાસ તોડયો છે અને ચાલુ મંત્રણાએ તેણે અમારા પર બોમ્બાર્ડિંગ શરૂ કરી દીધુ હતુ. ગયા વર્ષે તેણે જૂનમા આવું કર્યુ હતુ અને આ વર્ષે ૨૮મી ફેબુ્રઆરીથી તેનો પ્રારંભ કર્યો હતો.

પાક.નો મંત્રણા માટે અસાધારણ સ્તરની સુરક્ષા ગોઠવ્યાનો દાવો

પાકિસ્તાને અમેરિકા-ઇરાન માટે અસાધારણ સ્તરની સુરક્ષા ગોઠવ્યાનો દાવો કર્યો છે. આ માટે આખી ઇસ્લામાબાદ રાજધાનીને જાણે પોલીસ છાવણીમાં ફેરવી દેવાઈ હતી અને અભેદ્ય ગઢ સમાન બનાવી દેવાઈ હતી. અનેક સ્તરીય સુરક્ષા વ્યવસ્થામાં લગભગ ૧૦ હજારથી પોલીસ કર્મચારીઓ ગોઠવાયેલા છે. તેમા પણ ખાસ કરીને ઇરાનના પ્રતિનિધિમંડળને લાવવામાં તો પાકને પરસેવો છૂટી ગયો હતો. ઇરાનના પ્લેનના ટ્રાન્સપોન્ડર ઓફ હોવાના કારણે તેની સાથે-સાથે સતત પાકિસ્તાની એરલાઇન્સનું પ્લેન ઉડાડવું પડયું હતું. ઇરાનનું પ્રતિનિધિમંડળ તહેરાનથી ૪૦૦ કિ.મી. દૂર આવેલા કાસ્પિયન સી ખાતેના ગોર્ગન એરપોર્ટ પરથી ઉપડયું હતું. પાક. એર ટ્રાફિક કંટ્રોલરોનએ એડવાન્સમાં જ જણાવી દેવાયું હતું કે તેના પ્લેનના ટ્રાન્સપોન્ડરો ઓફ હશે. તેના કારણે કોમર્સિયલ ફ્લાઇટ્સના રાડાર પર આ એરક્રાફ્ટ ડિટેક્ટ નહીં થઈ શકે. જો કે તે મિલિટરી રાડાર પર દેખાતું હતું.

ઇરાનમાં અટવાયેલા 312 ભારતીય માછીમારો પરત ફર્યા

ઇરાનમાં પ્રાદેશિક તનાવના લીધે અટવાયેલા ૩૧૨ ભારતીય માછીમારો પરત ફર્યા છે. તેઓ આર્મેનિયાના રુટે બહાર આવ્યા હતા, એમ વિદેશપ્રધાન એસ જયશંકરે જણાવ્યું હતું. ઇરાનમાંથી અગાઉ ૩૪૫ માછીમારોને બચાવાયા પછીનો આ બીજો મોટો જથ્થો છે.

અમેરિકામાં ઇરાની અધિકારીઓના સંબંધીઓના ગ્રીન કાર્ડ રદ કરવાની તજવીજ

વોશિંગ્ટન : ટ્રમ્પ વહીવટીતંત્રએ અમેરિકામાં લાબા સમયથી રહેતા અને ગ્રીન કાર્ડ ધરાવતા ઇરાનીયનોનું ગ્રીન કાર્ડ સ્ટેટસ રદ કરવા માંડયું છે. આ ઇરાનીયનો મુખ્યત્વે વરિષ્ઠ ઇરાનીયનોની સાથે સંબંધ ધરાવે છે. વિદેશ વિભાગે શનિવારે જણાવ્યું હતું કે લોસ એન્જલ્સ સ્થિત મનોવિજ્ઞાાનના પ્રાધ્યાપક સૈયદ આઇસા હાશમી, તેમની પત્ની અને તેમના પુત્ર બધા કાયદેસરના અમેરિકન નાગરિક હતા. તેમની સામે પગલાં લેવામાં આવ્યા છે. વિભાગે જણાવ્યું હતું કે ઇમિગ્રશન સત્તાવાળાઓએ તેમને ડિપોર્ટેશન માટે કસ્ટડીમાં લીધા છે. હાશેમી ૧૯૭૯માં તહેરાનમાં અમેરિકન રાજદૂતાવાસના હુમલાખોરોની પ્રવક્તા હતી અને તેને પછી સૌપ્રથમ ઇરાની મહિલા પ્રમુખ તરીકે પ્રમોટ કરવામાં આવી હતી. ગયા સપ્તાહે વિદેશ વિભાગે ભૂતપૂર્વ ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના વડા કાસેમી લુલેમાનીના ભત્રીજા અને ભત્રીજીનું ગ્રીન કાર્ડ પણ છીનવ્યુ હતુ, કાસિમ સુલેમાની ૨૦૨૦ના પ્રારંભમાં અમેરિકાના બગદાદ પરના હવાઈ હુમલામાં માર્યા ગયા હતા.