HomeBollywoodBollywood : પ્રિયદર્શનની નવી ફિલ્મમાં અક્ષય કુમાર સાથે ફરી જોવા મળશે ભૂમિ...

Bollywood : પ્રિયદર્શનની નવી ફિલ્મમાં અક્ષય કુમાર સાથે ફરી જોવા મળશે ભૂમિ પેડણેકર!

ફિલ્મ દિગ્દર્શક પ્રિયદર્શનની ૯૯મી ફિલ્મમાં અક્ષય કુમાર અને ભૂમિ પેડણેકરની જોડી ફરી એકવાર જોવા મળશે. અક્ષય કુમાર અને ભૂમિ પેડણેકરે અગાઉ ‘ટોઇલેટઃ એક પ્રેમકથા’ અને ‘રક્ષા બંધન’ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. આ તેમની ત્રીજી ફિલ્મ છે. ‘રક્ષા બંધન’ બાદ આ જોડી ચાર વર્ષે ફરી સાથે કામ કરશે.

નવેમ્બરના છેલ્લા અઠવાડિયામાં આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવશે. પ્રિયદર્શનની આ ફિલ્મનું નિર્માણ રમેશ તૌરાણી કરી રહ્યા છે.
૧૯૭૦ ના દાયકામાં આકાર લેતી આ ફિલ્મમાં અક્ષયકુમાર વાઘના શિકારીની ભૂમિકામાં જોવા મળશે.

નવેમ્બરમાં શરૂ થનારું ફિલ્મનું શૂટિંગ ત્રણ મહિના ચાલશે. રાજસ્થાન, મુંબઇ અને ભોપાળમાં પણ આ શૂટિંગ કરવામાં આવશે.

ફિલ્મમાં અન્નુ કપૂર અને રાજપાલ યાદવની પણ મહત્વની ભૂમિકાઓ હોવાનું જાણવા મળ્યું છે.

રમેશ તૌરાણી નિર્મિત આ ફિલ્મનું શૂટિંગ નવેમ્બરના અંતમાં રાજસ્થાન, મુંબઈ અને ભોપાળમાં શરૂ થશે. 1970ના દાયકાની આ ફિલ્મમાં અક્ષય વાઘના શિકારીની ભૂમિકામાં હશે. અન્નુ કપૂર અને રાજપાલ યાદવ પણ મુખ્ય ભૂમિકામાં છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments