Home Blog Page 166

Bollywood : સિંગર આશા ભોંસલેની તબિયત લથડી, થાક અને છાતીમાં ઇન્ફેક્શનની ફરિયાદ, મુંબઈની હોસ્પિટલમાં દાખલ

0

ભારતીય સંગીત જગતના દિગ્ગજ અને સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલેની તબિયત બગડતા તેમણે તાત્કાલિક મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 92 વર્ષીય ગાયિકાની તબિયત લથડતા તેમના પરિવારજનો અને ચાહકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

પૌત્રીએ આપી અપડેટ

આશા ભોંસલેની પૌત્રી ઝનાઈ ભોંસલેએ (Zanai Bhosle) આશાજીની તબિયત અંગે ટ્વીટ કર્યું છે. તેને જણાવ્યું કે, ‘મારી દાદી, આશા ભોંસલેને થાક અને ચેસ્ટ ઇન્ફેક્શન (છાતીમાં ચેપ)ના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અમે તમને વિનંતી કરીએ છીએ કે અમારી પ્રાઈવસીનું ધ્યાન રાખશો. તેમની સારવાર ચાલી રહી છે અને આશા છે કે બધું જલ્દી ઠીક થઈ જશે. અમે તમને આગળ પોઝિટિવ અપડેટ આપીશું.’ મહત્વનું છે કે પહેલા આશાજીને હૃદયરોગનો હુમલો (કાર્ડિઆક અરેસ્ટ) આવ્યો હોવાના સમાચાર હતા જે બાદ પરિવાર તરફથી પૌત્રીએ ઉપરોક્ત સ્પષ્ટતા કરી છે.

ચાહકોએ પ્રાર્થના શરૂ કરી

આ સમાચાર સોશિયલ મીડિયા પર વાઈરલ થતા જ દેશ-વિદેશમાં વસતા તેમના કરોડો ચાહકો તેમના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે. બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના અનેક કલાકારો અને જાણીતી હસ્તીઓએ પણ આશાજીના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી છે.

ભારતીય સિનેમામાં હજારો ગીતો ગાયા

આશા ભોંસલેએ સાત દાયકાથી વધુ સમય સુધી ભારતીય સિનેમામાં હજારો ગીતો ગાયા છે. ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં પણ તેમનું નામ સૌથી વધુ સ્ટુડિયો રેકોર્ડિંગ કરવા બદલ નોંધાયેલું છે. ભારત સરકારે તેમને દાદાસાહેબ ફાળકે એવોર્ડ અને પદ્મ વિભૂષણ જેવા સર્વોચ્ચ સન્માનથી નવાજ્યા છે.

Ahmedabad : પ્રેમીએ પાઇપ મારી માથું ફોડતા પ્રેમિકા બેભાન હાલતમાં સારવાર હેઠળ

વટવાના પુનિતનજીક ખાતે ભાડાના મકાનમાં છ વર્ષથી મહિલા તેના પ્રેમી સાથે રહેતી હતી. પ્રમી અને તેના પ્રેમિકા વચ્ચે તકરાર થતા પ્રેમીએ માથામાં લોખંડની પાઈપના ફટકા મારીને જીવલેણ હુમલો કરીને ભાગી ગયો હતો. મહિલાને માથામાં ગંભીર ઇજા થતાં બેભાન હાલતમાં હાલમાં એલ.જી.હોસ્પિટલમાં સારવાર હેઠળ છે મહિલા બોલી શકતી નથી વટવા પોલીસે પ્રેમિ સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વટવામાં છ વર્ષથી મહિલા પ્રેમી સાથે રહેતીઃ વર્ષથી પ્રેમિકાને સગા સંબંધીના ઘરે જવા દેતો ન હતો ઃ જીવલેણ હુમલો કરી પ્રેમી ભાગી ગયો

વટવામાં રહેતી મહિલાએ વટવા પોલીસ સ્ટેશનમાં બહેનના પ્રેમી સામે ફરિયાદ નોંધાવી છે કે તેમની નાની બહેન લગ્ન બાદ તેના પતિ સાથે મનમેળ ન આવતા દસ વર્ષ પહેલા દાહાદમાં પતિથી અલગ અમદાવાદમાં રહેતી હતી અને લોકોના ઘરના કામકાજ કરીને ગુજરાન ચલાવતી હતી. છ વર્ષ પહેલા આરોપી સાથે પ્રેમ સંબંધ થતાં તેની સાથે વટવાના પુનિતનગર પાસે ઓરડીમાં ભાડેથી પ્રેમી સાથે રહેતી હતી.

મહિલા તેની ફરિયાદી બહેનના ઘરે અવર જવર કરતી હતી. આ બાબતને લઈને તેને તેના પ્રેમી સાથે અગાઉ અનેક વખત તકરાર થતી હોવાની જાણકારી આપી હતી. જો કે વર્ષથી મહિલાને તેનો પ્રેમી સગા સંબંધીના ઘરે જવા દેતો ન હતો. ગઇકાલે ફરિયાદી મહિલા ઉપર તેના સંબંધીએ ફોન કરીને કહ્યું કે તમારી બહેન જેની સાથે રહે છે તે આરોપીએ તમારી બહેનને માથામાં લોખંડની પાઈપ મારીને લોહી લુહાણ કર્યા છે. જેથી મોટી બહેન તાત્કાલિક બહેનના ઘરે પહોંચી ત્યારે ખબર પડી કે તેને સારવાર માટે એલજી હોસ્પિટલમાં લઇ ગયા છે. જેથી મોટી બહેન હોસ્પિટલ પહોંચતાં બહેન બેભાન હાલતમાં હતી.

Gujarat : વડોદરાના વોર્ડ-6ના કોંગી ઉમેદવારના પતિ પ્રભુ સોલંકીને ડુપ્લિકેટ સોનાના કેસમાં હરિયાણા પોલીસ ઉઠાવી ગઇ

0

હરિયાણાના ગુરૃગ્રામ ખાતે બે મહિના પહેલાં ડુપ્લિકેટ સોનું પધરાવી લાખોની કિંમતની ઠગાઇના કેસમાં વડોદરાના બહુચર્ચિત આરોપી પ્રભુ સોલંકીની હરિયાણા પોલીસે ધરપકડ કરી છે.પ્રભુ સોલંકીની પત્ની પાર્વતી સોલંકી કોંગ્રેસમાંથી ફોર્મ ભરી પરત આવતા હતા ત્યારે જ ફતેગંજ પોલીસની મદદથી પ્રભુને દબોચી લીધો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે,ગુરૃગ્રામના સુશાંતલોક પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઇ તા.૧૩મી ફેબુ્રઆરીએ એક કાર ચાલકનું ટાયર પંચર થતાં ટાયર બદલતી વખતે અજાણ્યા શખ્સે સોનાનો એક સિક્કો અને ચાંદીના ૩ સિક્કા બતાવ્યા હતાકાર ચાલક ઠગના સંપર્કમાં રહ્યો હતો અને તેણે ૧૦ થી ૧૧ કિલોના સોનાના સિક્કા  ખરીદવાનું નક્કી કર્યું હતું.તેણે એક સિક્કો તપાસ કરાવતાં તે ૨૩ કેરેટનો હોવાનું જણાયું હતું.જેથી વિશ્વાસ બેસતાં તમામ સિક્કાનો સોદો કરી લીધો હતો.સામે કારચાલકે રૃ.૨.૪૯ કરોડ તેમજ માતાના ૫૦ તોલા સોનાના દાગીના પણ આપી દીધા હતા.

આ બનાવમાં વડોદરાના આજવારોડ વિસ્તારમાં કલ્યાણનગરમાં રહેતા અને કોર્પોરેશનના વોર્ડ નંબર-૬ માંથી કોંગ્રેસની ટિકિટ મળતાં ઉમેદવારી કરનાર પાર્વતીબેન સોલંકીના પતિ પ્રભુ ગુલશન સોલંકીનું નામ ખૂલતાં હરિયાણા પોલીસ બે દિવસથી વોચમાં હતી.આજે પ્રભુ સોલંકી તેની પત્નીનું ફોર્મ ભરવા છાણી જકાતનાકાની કચેરીએ સૂત્રોચ્ચાર કરતો પહોંચ્યો હતો.જ્યાંથી પરત ફરતાં જ પોલીસે તેને ઝડપી પાડયો હતો..કારચાલકે પહેલાં તો ઇનકાર કર્યો હતો.પરંતુ ઠગે તેની પાસે ૩૦૦ જેટલા સિક્કા હોવાનું કહેતાં તેને સસ્તામાં સિક્કા ખરીદવાની લાલચ જાગી હતી.પત્નીએ હંગામો મચાવતાં હરિયાણા પોલીસ ઝડપભેર રવાના,ગઇ ચૂંટણીમાં પણ પત્નીને જીતાડવા પ્રભુ સક્રિય હતો

વડોદરાના વારસિયા અને આસપાસના વિસ્તારમાં સામાજિક કાર્યકર તરીકે ફરતો પ્રભુ સોલંકી હંમેશા ૨૦થી ૨૫ તોલા જેટલું સોનું પહેરતો હોય છે.

પ્રભુ સોલંકીએ કોર્પોરેશનની ગઇ ચૂંટણીમાં પણ પત્નીને જીતાડવા માટે મહેનત કરી હતી.જેથી તેની પત્નીને ૧૪ હજાર જેટલા મત મળ્યા હતા.પરંતુ થોડા મત માટે તેનો પરાજય થયો હતો.

પ્રભુ સોલંકીની હરિયાણાના ગુનામાં ભૂમિકા બાબતે સ્થાનિક પોલીસ પાસે ખાસ વિગતો નથી.ધરપકડ બાદ ઊહાપોહ થતાં અને ટોળાં ધસી આવતાં હરિયાણા પોલીસ ઝડપભેર આરોપીને લઇ રવાના થઇ હતી.

વોરંટ પહોંચતા નહતા અને મતદાનનો ફોટો મૂક્યો હતો

પ્રભુ સોલંકી સામે અપહરણ,ઠગાઇ સહિતના કુલ 6  કેસ

પ્રભુ સોલંકી સામે અગાઉ પણ છેતરપિંડી અને અપહરણ જેવા અડધો ડઝન ગુનાઓ નોંધાયા હતા.

આજવારોડ પર રહેતા અને વારસિયા સંજયનગર અને આસપાસના વિસ્તારને કાર્યક્ષેત્ર બનાવનાર પ્રભુ સોલંકી સામે અગાઉ અમદાવાદના કોટડા પોલીસ સ્ટેશનમાં અપહરણનો,વડોદરાના બાપોદ પોલીસમાં સંક્રમણ ફેલાવવા બદલ,સુરતના કડોદરા,પલસાણા અને વલસાડમાં છેતરપિંડીના ત્રણ ગુના નોંધાયા હતા.

આ ઉપરાંત કરજણ પોલીસને ચકમો આપી ફરાર થવાનો પણ કેસ નોંધાયો હતો. ત્રણ વર્ષ પહેલાં પ્રભુ સોલંકીએ વિધાનસભાની ચૂંટણીમાં મતદાનનો ફોટો સોશ્યલ મીડિયા પર મૂક્તાં ચર્ચાનો વિષય  બન્યો હતો.કારણકે તે આ જ વિસ્તારમાં ફરતો હતો અને વોરંટની બજવણી થતી નહતી.

પ્રભુ સોલંકીએ ગુજરાતી ફિલ્મ પણ બનાવી હતી

બહુચર્ચિત પ્રભુ સોલંકી ઠગાઇના ગુનામાં ચર્ચામાં રહેતો હોય છે.થોડા સમય પહેલાં તેણે લવ યુ યાર..નામની ગુજરાતી ફિલ્મ પણ બનાવી હતી અને પ્રોડયુસર તરીકે રૃપેરી દુનિયામાં એન્ટ્રી લીધી હતી.

Rashi : 12 એપ્રિલ 2026નું રાશિ ભવિષ્ય

0

મેષ (અ, લ, ઈ)
આવતીકાલનો દિવસ તમારા માટે ઉત્સાહભર્યો રહેશે. અટકેલા કાર્યોમાં ગતિ આવશે. પરિવાર સાથે આનંદદાયક સમય પસાર થશે, પરંતુ ગુસ્સા પર કાબૂ રાખવો જરૂરી છે.

વૃષભ (બ, વ, ઉ)

આર્થિક રીતે દિવસ લાભદાયી છે. રોકાણ માટે નવી તકો મળી શકે છે. સ્વાસ્થ્ય બાબતે સાવધ રહેવું, ખાસ કરીને બહારના ખાન-પાનથી દૂર રહેવું.

મિથુન (ક, છ, ઘ)

કાર્યક્ષેત્રમાં તમારી મહેનતની પ્રશંસા થશે. મિત્રો સાથે બહાર જવાનો પ્લાન બની શકે છે. કોઈ જૂના મિત્ર તરફથી સારા સમાચાર મળવાની શક્યતા છે.

કર્ક (ડ, હ)

માનસિક શાંતિનો અનુભવ થશે. ઘરના કામકાજમાં વ્યસ્ત રહેશો. માતા-પિતાના આશીર્વાદ લઈને કામની શરૂઆત કરવી, સફળતા મળશે.

સિંહ (મ, ટ)

આત્મવિશ્વાસમાં વધારો થશે. સામાજિક પ્રતિષ્ઠા વધશે. વેપારીઓ માટે કોઈ મોટી ડીલ થવાના યોગ છે. ગુપ્ત શત્રુઓથી સાવધ રહેવું.

કન્યા (પ, ઠ, ણ)

ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે. ઓફિસમાં સહકર્મીઓનો સહયોગ મળશે. જીવનસાથી સાથેના સંબંધો વધુ મજબૂત બનશે.

તુલા (ર, ત)

નસીબનો સાથ મળશે. અધૂરા સ્વપ્નો પૂરા થતા જણાશે. નવી વસ્તુ કે ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ ખરીદવા માટે આવતીકાલનો દિવસ ઉત્તમ છે.

વૃશ્ચિક (ન, ય)

કાયદાકીય બાબતોમાં સફળતા મળશે. લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓનો ઉકેલ આવશે. સાંજનો સમય કોઈ ધાર્મિક સ્થળની મુલાકાતમાં વીતે તેવી શક્યતા છે.

ધનુ (ભ, ધ, ફ)

અધ્યાત્મ તરફ રૂચિ વધશે. વિદ્યાર્થીઓ માટે દિવસ મહેનત માગી લે તેવો છે. ધૈર્યથી કામ લેવું, ઉતાવળમાં લીધેલા નિર્ણયો નુકસાન કરી શકે છે.

મકર (ખ, જ)

વ્યસ્તતા રહેશે. કામકાજ અર્થે નાની યાત્રા કરવી પડી શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને પૂરતો આરામ લેવો.

કુંભ (ગ, સ, શ, ષ)

વેપારમાં લાભના સંકેતો છે. અગાઉ કરેલા રોકાણમાંથી સારો નફો મળી શકે છે. ઘરના સભ્યો સાથે ચાલી રહેલ મનદુઃખ દૂર થશે.

મીન (દ, ચ, ઝ, થ)

દિવસ મિશ્ર ફળદાયી રહેશે. વાદ-વિવાદથી દૂર રહેવું અને પોતાના કામ પર ધ્યાન આપવું. જૂના મિત્રો સાથેની મુલાકાત મન પ્રસન્ન કરશે.
ખાસ નોંધ: રવિવાર હોવાથી સૂર્ય ભગવાનને જળ અર્પણ કરવું અને ‘ૐ સૂર્યાય નમઃ’ મંત્રનો જાપ કરવો શુભ રહેશે

Gujarat : રાજકોટ ગ્રામ્ય એસઓજીનો દરોડો : પાટણવાવમાં ડિગ્રી વગર એલોપેથીક પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર ઝડપાયો

0


રાજકોટ : રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર ની સૂચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખા દ્વારા પાટણવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર મેડિકલ પ્રેક્ટિસ કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન વાડોદર ગામમાં કોઈ પણ માન્ય ડિગ્રી વગર એલોપેથીક ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા એક શખ્સને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો છે.

ઘટનાની વિગતો મુજબ, એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટર એફ.એ. પારગીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. બી.સી. મિશ્રા અને તેમની ટીમના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ પિયુષભાઈ અધેરા તથા નેમીષભાઈ મહેતાને મળેલી ખાનગી બાતમીના આધારે પાટણવાવના વાડોદર ગામે દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં વિજયભાઈ નંદરામભાઈ ટીલાવત નામનો શખ્સ પોતાના કબજાના મકાનમાં ‘મારૂતી ક્લીનીક’ નામે દવાખાનું ચલાવી રહ્યો હતો. તેની પાસે એલોપેથીક પ્રેક્ટિસ માટેની કોઈ પણ કાયદેસરની ડિગ્રી કે સરકાર માન્ય લાયસન્સ ન હોવા છતાં તે ઈન્જેક્શન, સ્ટીરોઈડ ડ્રગ્સ અને એન્ટી બાયોટીક દવાઓ આપી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યો હતો.

પોલીસે સ્થળ પરથી વિવિધ ફાર્મા કંપનીઓની એલોપેથીક દવાઓ, મેડિકલ સાધનો અને રોકડ રકમ સહિત કુલ રૂ. ૩૧,૪૯૫/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી વિજયભાઈ ટીલાવત વિરુદ્ધ મેડિકલ પ્રેક્ટીશ એક્ટની કલમ ૩૦ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ સફળ કામગીરીમાં એસ.ઓ.જી.ના પી.આઈ. એફ.એ. પારગી, પી.એસ.આઈ. જી.જે. ઝાલા, પી.એસ.આઈ. બી.સી. મિશ્રા તેમજ સ્ટાફના પિયુષભાઈ અઘેરા, નૈમિષભાઈ મહેતા, દિપાલસિંહ જાડેજા અને પૃથ્વીરાજસિંહ ડોડીયા જોડાયા હતા.

Gujarat : થરાદ નગરપાલિકાની સાત બેઠકો માટે 97 ઉમેદવારો મેદાનમાં, ફોર્મ ભરવાની પ્રક્રિયા સંપન્ન!

0

થરાદમાં નગરપાલિકાની ચૂંટણીમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ફોર્મ ભરવાની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ છે.ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ પહોંચ્યો છે.બનાસકાંઠા જિલ્લાના થરાદમાં નગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ પહોંચ્યો છે. ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે મામલતદાર કચેરી ખાતે ઉમેદવારો અને તેમના સમર્થકોની ભારે ભીડ જોવા મળી હતી. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ફોર્મ ભરવાની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ છે.

થરાદ નગરપાલિકાના કુલ સાતેય વોર્ડ માટે જંગ ખેલાવાનો છે. આ સાતેય વોર્ડમાં કુલ 97 ઉમેદવારી પત્રો રજૂ કરવામાં આવ્યા છે. પક્ષીય ગણિત પર નજર કરીએ તો ભારતીય જનતા પાર્ટી (BJP) 40 ફોર્મ, કોંગ્રેસ (Congress) 32 ફોર્મ, અન્ય અને અપક્ષ 25 ફોર્મ ભરાયા છે.

ફોર્મ ભરવાનો ધમધમાટ પૂર્ણ થયા બાદ હવે તમામની નજર આગામી સોમવાર પર ટકેલી છે. સોમવારે ચૂંટણી અધિકારી દ્વારા તમામ ફોર્મની કાયદેસરની ચકાસણી હાથ ધરવામાં આવશે. ત્યારબાદ ચિત્ર સ્પષ્ટ થશે કે કેટલા ઉમેદવારો મેદાનમાં રહેશે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ એડીચોટીનું જોર લગાવ્યું છે, ત્યારે અપક્ષ ઉમેદવારો પણ પાલિકાના સમીકરણો બગાડી શકે તેમ છે.

National : ‘હું રોજ 4-5 નરાધમોની હવસનો શિકાર બનતી…’, એક ભૂલના કારણે ધોરણ 9ની વિદ્યાર્થિની દુષ્કર્મનો ભોગ બની!

0

ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચૌરીચૌરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગંભીર અને સંવેદનશીલ ઘટના ઘટી છે. જેમાં ધોરણ 9ની એક વિદ્યાર્થિની સાથે થયેલી દુષ્કર્મની ઘટનાએ સમગ્ર પંથકના લોકોને હચમચાવી નાખ્યા છે. પીડિતાએ સોશિયલ મીડિયા અને હાઈફાઈ જિંદગી જીવવાની ચાહમાં અભ્યાસ છોડી પરિવારથી દૂર જવાના લીધેલા નિર્ણયે તેનું આખું જીવન બદલી નાખ્યું. આજે પીડિતા પોતાના લીધેલા એક ખોટા નિર્ણયને લઈને પસ્તાવો કરી રહી હોવાનું સામે આવ્યું છે, ત્યારે ચાલો જાણીએ શું છે સમગ્ર ઘટના.

ગોરખપુર જિલ્લામાં ધોરણ-9ની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મની ચોંકાવનારી ઘટના ઘટી છે. સમગ્ર ઘટના મામલે પીડિતાની માતાએ કહ્યું કે, ‘મારી દીકરી શરૂઆતથી ભણવામાં ઠીક હતી, પરંતુ ધીરે-ધીરે તે સોશિયલ મીડિયાના પ્રભાવમાં આવી. જેમાં હાઈફાઈ જીવનની ઘેલછાએ તેને પરિવાર અને ભણતરથી દૂર કરી દીધી. આ પછી તે પરિવારને નજરઅંદાજ કરવા લાગી અને સ્કૂલ જવાનું પણ છોડી દીધું. દેખાવો અને સારી જિંદગી જીવવાના સપનમાં તે ખોવાઈ ગઈ અને ઘરેથી જવાનું ખોટું પલગુ ભર્યું. જેને તેની આખી જિંદગી બદલી નાખી.’

પ્રાપ્ત વિગત અનુસાર, 1 નવેમ્બરના રોજ વિદ્યાર્થિની પરિવારની જાણ બહાર ઘરેથી નીકળી ગઈ હતી. આ પછી તે એવા માહોલમાં પહોંચી ગઈ કે જ્યાં તેને છેતરપિંડી અને શોષણનો સામનો કરવો પડ્યો હતો. જેમાં ભરોસાના નામે અલગ-અલગ લોકોએ પીડિતાનો ફાયદો ઉઠાવ્યો અને ધીરે-ધીરે તે શોષણના જાળમાં ફસાતી ગઈ હતી.

પીડિતા અનુસાર, દેવરિયા નિવાસી એક યુવકે તેના રૂમમાં પીડિતાને ઘણા દિવસ સુધી રાખી અને દુષ્કર્મ ગુજાર્યું હતું. આ પછી તેને અન્ય લોકો પાસે મોકલવામાં આવતી હતી. આરોપી છે કે, એક મકાનમાં તેને અનેક રૂમમાં રાખવામાં આવતી હતી, જ્યાં અલગ-અલગ લોકો પાસે તેને મોકલીને જબરદસ્ત સંબંધ બનાવવામાં આવતા હતા. પીડિતાએ વેદના વ્યક્ત કરી હતી કે, ‘એક દિવસમાં 4-5 લોકો સાથે સુવુ પડતુ હતું અને દર્દ થતાં દવા આપવામાં આવતી હતી.’

પોલીસને જાણવા મળ્યું હતું કે, કેટલીક મહિલાઓ પણ સમગ્ર નેટવર્કનો ભાગ હતી. આ મહિલાઓ દ્વારા લોકો પાસેથી પૈસા લઈને પીડિતાઓને તેમની પાસે મોકલતી હતી.

પીડિતાએ જણાવ્યું કે, ‘મને મોંઘા મોબાઈલ, સારા કપડા અને સારું જીવન જીવવાની લાલચ આપી હતી. જેમાં હું લાંબા સમય સુધી શોષણનું શિકાર બનતી રહી.’

પોલીસે પીડિતાના મોબાઈલથી ફોટો, વીડિયો અને કોલ ડિટેઈલ રેકોર્ડ જેવા અગત્યના પૂરાવા મેળવી સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે. સમગ્ર રેકેટ મામલે પોલીસે કેટલાક આરોપીઓને કસ્ટડીમાં લીધા છે.

સમગ્ર ઘટના બાદ પીડિતાનો પરિવાર શોકમાં છે. પીડિતાના પિતાએ કહ્યું કે, ‘આ ઘટના કોઈપણ પરિવાર માટે અસહ્ય છે. દીકરીના ભવિષ્યની ચિંતા સાથે પરિવાર પર જોખમ વર્તાઈ રહ્યું છે.’ જ્યારે પીડિતાની માતાએ કહ્યું કે, ‘મારી દીકરી સાથે અમાનવીય વ્યવહાર થયો છે.’

સમગ્ર ઘટના મામલે પોલીસ અધિકારીનું કહેવું છે કે, આ કેસને લઈને અત્યાર સુધીમાં 12 આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. સંબંધિત પૂરાવાના આધારે કેસની તપાસ શરૂ છે. આ ગુનામાં જે પણ નવા નામ સામે આવશે, તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Ahmedabad : ચૂંટણી તો ઋતુ જેવી છે, આવશે ને જશે; પણ ભાઈચારો અને મિત્રતાના મૂળિયાં કાયમી રહેવા જોઈએ!

અમદાવાદ/ગુજરાત:
લોકશાહીનો ઉત્સવ એટલે ચૂંટણી. અત્યારે ગલીએ-ગલીએ રાજકારણની ચર્ચાઓ ગરમાઈ રહી છે. સોશિયલ મીડિયાના ગ્રુપથી લઈને ચાની કીટલી સુધી માત્ર પક્ષો, નેતાઓ અને વાયદાઓની જ વાતો છે. લોકશાહીમાં દરેકને પોતાની વિચારધારા રાખવાનો અને મનગમતા પક્ષને સમર્થન આપવાનો પૂરો અધિકાર છે, પરંતુ આ ગરમાગરમીમાં આપણે એક પાયાની વાત ભૂલી રહ્યા છીએ – આપણા અંગત સંબંધો.

નેતાઓ બદલાશે, પણ પાડોશી નહીં!

યાદ રાખો, જે પક્ષ કે નેતા માટે આજે તમે મિત્રો કે સગાં-સંબંધીઓ સાથે સોશિયલ મીડિયા પર બાખડી રહ્યા છો, એ નેતા કદાચ તમારી મુશ્કેલીમાં હાજર નહીં હોય. પણ જ્યારે અડધી રાત્રે કોઈ તકલીફ આવશે, ત્યારે એ જ પાડોશી કે મિત્ર દોડીને આવશે જેની સાથે તમે રાજકારણના નામે બોલવાનું બંધ કર્યું હતું.

સંબંધોનું ‘ગઠબંધન’ તૂટવું ન જોઈએ

રાજકારણમાં તો સવારે દુશ્મન હોય તે સાંજે મિત્ર બની જાય છે અને સત્તા માટે નવા ‘ગઠબંધન’ રચાય છે. જો રાજકારણીઓ સત્તા માટે એક થઈ શકતા હોય, તો આપણે સામાન્ય જનતાએ માત્ર મતના તફાવતને કારણે મનભેદ શા માટે રાખવો જોઈએ?

“વિચારધારા અલગ હોઈ શકે, પણ દિલ એક હોવા જોઈએ. પક્ષ અલગ હોઈ શકે, પણ લોહીના સંબંધો અને વર્ષો જૂની ભાઈબંધી કિંમતી છે.”

પાક્કો ગુજરાતની અપીલ:

‘પાક્કો ગુજરાત’ અખબાર તમામ વાચકોને હૃદયપૂર્વક વિનંતી કરે છે કે:

  • ચૂંટણીમાં ઉત્સાહથી ભાગ લો, પણ ઉગ્રતાથી નહીં.
  • મતદાન ચોક્કસ કરો, પણ અન્યના મતનો આદર પણ કરો.
  • રાજકારણને વોટિંગ મશીન સુધી જ રાખો, તેને ઘરના આંગણા કે મિત્રતાની મહેફિલમાં ન લાવો.
    ચૂંટણીના પરિણામો ગમે તે આવે, પણ હાર હંમેશા કડવાશની થવી જોઈએ અને જીત આપણી એકતાની થવી જોઈએ. અંતે તો આપણે બધા ‘ગુજરાતી’ છીએ અને ગુજરાતની અસ્મિતા એના ભાઈચારામાં જ છે.
    – ટીમ ‘પાક્કો ગુજરાત’

ન્યૂઝ પેપર માટે આકર્ષક સ્લોગન્સ (Sidebars):

  • સત્તાના સંગ્રામમાં, સ્નેહ ન હારવો જોઈએ.
  • રાજકારણ ક્ષણિક છે, સંબંધો શાશ્વત છે.
  • મત આપો મનભેદ વગર, લોકશાહી ઉજવો ઝઘડા વગર.

Uttarakhand : પાકિસ્તાનને મોકલતો લોકેશન, ISIના ઇશારે જાસુસી કરતો યુવક ઝડપાયો

0

STFના સિનિયર પોલીસ સુપરિન્ટેન્ડન્ટ અજય સિંહના જણાવ્યા મુજબ, વિક્રાંત કશ્યપ પર આરોપ છે કે તે દેહરાદૂનમાં આવેલી સરકારી અને રક્ષા સંસ્થાઓની લોકેશન અને તસવીરો પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર્સને મોકલતો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તે ISI સાથે જોડાયેલા એજન્ટ અને પાકિસ્તાની આતંકી શહેજાદ ભાટીના સંપર્કમાં હતો.

પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે STF અને સ્થાનિક પોલીસએ સંયુક્ત કાર્યવાહી કરીને તેની ધરપકડ કરી. તપાસ દરમિયાન તેની પાસેથી .32 બોરની પિસ્ટલ, સાત જીવંત કારતૂસ અને સ્પ્રે પેઇન્ટનો કેન જપ્ત કરવામાં આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે આરોપી Instagram અને WhatsApp મારફતે પોતાના હેન્ડલર્સ સાથે સંપર્કમાં હતો.

તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીએ દેહરાદૂનના પોલીસ હેડક્વાર્ટર, ISBT અને અન્ય મહત્વપૂર્ણ સ્થળોની તસવીરો અને વીડિયો પણ પાકિસ્તાન મોકલ્યા હતા. ઉપરાંત તેને આ સ્થળોએ બોમ્બ મુકવા અને “તહરીક-એ-તાલિબાન હિંદુસ્તાન (TTH)”ના નામે દિવાલો પર નારા લખવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી.

SSP મુજબ, આરોપી 2024-25 દરમિયાન પંજાબના નાભામાં રહ્યો હતો. તેના હેન્ડલર્સે તેને નેપાળ મારફતે દુબઈ મોકલવાનો લોભ પણ આપ્યો હતો. આરોપીના મોબાઇલ ફોનમાંથી અનેક સંવેદનશીલ માહિતી મળી આવી છે, જેની તપાસ ચાલુ છે.

હાલમાં સુરક્ષા એજન્સીઓ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને આ નેટવર્કમાં અન્ય કોણ-કોણ સંકળાયેલા છે તે જાણવા પ્રયાસ કરી રહી છે.

Article : विशेष नमन: एक ‘अविद्या’ ने किए इतने अनर्थ, शिक्षा की लौ जलाकर फुले ने बदली थी भारत की तकदीर*

0


“विद्या बिना मति गयी, मति बिना नीति गयी।
नीति बिना गति गयी, गति बिना वित्त गया।
वित्त बिना शूद्र गये, इतने अनर्थ एक अविद्या ने किये।”
क्रांतिसूर्य महात्मा ज्योतिबा फुले की ये पंक्तियां आज भी समाज के लिए उतनी ही प्रासंगिक हैं, जितनी 19वीं सदी में थीं। आज देश सामाजिक क्रांति के जनक, सत्यशोधक समाज के संस्थापक और नारी शिक्षा के अग्रदूत महात्मा ज्योतिबा फुले की जयंती मना रहा है। *महानगर मेट्रो* इस महामानव को कोटि-कोटि नमन करता है, जिन्होंने उस दौर में शिक्षा का बिगुल फूंका जब समाज अंधकार और कुरीतियों की बेड़ियों में जकड़ा हुआ था।

शिक्षा के जरिए समानता की लड़ाई

ज्योतिबा फुले का मानना था कि समाज के सबसे निचले तबके की बदहाली का मुख्य कारण ‘शिक्षा का अभाव’ है। उन्होंने पहचान लिया था कि ज्ञान के बिना मनुष्य अपनी बुद्धि, अपनी नीति और अपनी आर्थिक शक्ति खो देता है। उन्होंने न केवल दलितों और पिछड़ों के अधिकारों की बात की, बल्कि अपनी पत्नी माता सावित्रीबाई फुले को शिक्षित कर देश की पहली महिला शिक्षिका बनाया।

नारी शिक्षा के प्रथम स्तंभ

जब महिलाओं के लिए स्कूल जाने की कल्पना भी अपराध मानी जाती थी, तब 1848 में पुणे में फुले दंपति ने लड़कियों के लिए पहला स्कूल खोला। समाज के विरोध और पत्थरों-गोबर की मार झेलकर भी उन्होंने शिक्षा की जो लौ जलाई, उसी का परिणाम है कि आज देश की बेटियां हर क्षेत्र में परचम लहरा रही हैं।

सत्यशोधक समाज: पाखंड के विरुद्ध विद्रोह

24 सितंबर 1873 को ज्योतिबा फुले ने ‘सत्यशोधक समाज’ की स्थापना की। उनका उद्देश्य समाज को जातिवाद, धार्मिक आडंबरों और शोषण से मुक्त करना था। उन्होंने ‘गुलामगिरी’ जैसी कालजयी पुस्तक लिखकर दुनिया को यह बताया कि मानसिक गुलामी सबसे खतरनाक होती है और इससे निकलने का एकमात्र रास्ता ‘विचारों की स्वतंत्रता’ है।

महानगर मेट्रो विशेष: क्यों याद रखना जरूरी है फुले के विचार?

  • समानता का संदेश: उन्होंने कभी किसी वर्ग के प्रति नफरत नहीं, बल्कि हक और न्याय की बात की।
  • किसानों के मसीहा: खेती-किसानी के संकट पर उन्होंने ‘किसान का कोड़ा’ (आसूड) लिखकर उनकी समस्याओं को पुरजोर तरीके से उठाया।
  • मानवीय दृष्टिकोण: अछूतों के लिए अपने घर का पानी का हौद खोल देना उस समय की सबसे बड़ी क्रांतिकारी घटना थी।
    निष्कर्ष:
    आज महानगर मेट्रो के माध्यम से हम समाज के हर वर्ग से अपील करते हैं कि महात्मा फुले की जयंती मनाना तभी सार्थक होगा, जब हम उनके बताए शिक्षा और समानता के मार्ग पर चलेंगे। अविद्या के अंधकार को मिटाकर ही एक सशक्त और सुंदर समाज का निर्माण संभव है।

“इतने अनर्थ एक अविद्या ने किए…” – आइए, आज हम सब मिलकर इस अविद्या (अज्ञानता) को जड़ से मिटाने का संकल्प लें।

प्रस्तुति: महानगर मेट्रो न्यूज़ टीम
शत-शत नमन!