Home Blog Page 194

Rashifal : આજ ના રાશિફળ….

0

મેષ: આજનો દિવસ આનંદદાયક તથા સફળતા આપનાર રહેશે. પ્રભાવશાળી લોકો સાથેની વાતચીત ખૂબ જ સકારાત્મક રહેશે. કોઈ લક્ષ્ય હાંસલ કરવામાં ભાઈઓનો પણ પૂરતો સહકાર મળશે.

વૃષભ: વૃષભ રાશિના લોકોને સમય પ્રમાણે પોતાના વર્તનમાં ફેરફાર કરવાનું જરૂરી છે. બાળકો સાથે વર્તન કરતી વખતે તેમની નજરિયેથી જોવું વધુ યોગ્ય રહેશે. પતિ-પત્ની વચ્ચે સંબંધોમાં મધુરતા રહેશે. પ્રેમ સંબંધોમાં પણ નજીકીઓ યથાવત રહેશે.

મિથુન: મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે. જીવન સંબંધિત કેટલીક બદલાવ આવી શકે છે. સહકર્મચારીઓ સાથે તાળમેલ મજબૂત રહેશે અને કોઈ મહત્વના પ્રોજેક્ટમાં તમારી ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે. નોકરીમાં નવી જવાબદારીઓ મળી શકે છે, જે ભવિષ્યની સફળતાનું આધાર બનશે.

કર્ક: કર્ક રાશિના જાતકોને આજે વ્યવસાયમાં લાભ મેળવવાની તક મળશે. પૈસાથી સંબંધિત બાબતોમાં પણ પ્રગતિ થશે. લાંબા સમય સુધી બેસીને કામ કરનારોએ પોતાની સ્થિતિમાં સુધારો કરવાની જરૂર છે.

સિંહ: સિંહ રાશિના લોકોને આજનો દિવસ મિશ્રિત રહેશે. જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે. અગાઉની કેટલીક ભૂલોમાંથી શીખીને તમે તમારી કાર્યપદ્ધતિમાં કેટલાક ફેરફાર લાવશો, જે ઉત્તમ રહેશે. યુવાઓને કરિયર સંબંધિત કોઈ પરીક્ષામાં ઉત્તમ પરિણામ મળી શકે છે. પરિવારના સભ્યોમાં પરસ્પર પ્રેમ અને તાળમેલ યથાવત રહેશે.

કન્યા: કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ સારા કાર્ય લઈને આવશે. જીવનસાથી તરફથી સહકાર મળશે. પરિવારના સભ્યોમાં પ્રેમ અને તાળમેલ રહેશે. કોઈ મિત્રને મળવાથી જૂની મીઠી યાદો તાજી થશે.

તુલા: તુલા રાશિના લોકો માટે આજનો દિવસ ખુશીઓથી ભરેલો રહેશે. તમારા અટકેલા પૈસા પાછા મળી શકે છે. નોકરીમાં તમારા ઉત્તમ કાર્યની પ્રશંસા થશે અને પ્રમોશન સંબંધિત ખુશખબર મળી શકે છે.

વૃશ્ચિક: વૃશ્ચિક રાશિના લોકો માટે આજનો દિવસ પરેશાનીઓથી ભરેલો રહેશે. સહકર્મચારીઓ સાથે વિવાદ થઈ શકે છે. કામમાં નેતૃત્વ, આયોજન અને ઝડપી નિર્ણય લેવાની જરૂર પડશે. સરકારી વિભાગ અથવા કોર્પોરેટ ક્ષેત્રમાં ઈન્ટરવ્યૂ સંબંધિત સંદેશ મળી શકે છે.

ધનુ: ધનુ રાશિના લોકો માટે આજનો દિવસ પડકારોથી ભરેલો રહેશે. તમે તમારી આર્થિક સ્થિતિ મજબૂત بنانے માટે વધુ મહેનત કરશો. જીવનસાથી તમારી કોઈ કઠોર વાતને ગલત સમજી શકે છે, તેથી વાતચીત શાંત રાખો. સિંગલ લોકો કોઈ જવાબદાર અને પ્રભાવશાળી વ્યક્તિ તરફ આકર્ષણ અનુભવી શકે છે.

મકર: આજનો દિવસ તમારા માટે સારો રહેશે. જીવનસાથી સાથે બહાર ફરવા જઈ શકો છો અને બંને સાથે સમય આનંદમાં પસાર થશે.

કુંભ: આજના દિવસે તમે કોઈ પણ પ્રકારની મુસાફરી અથવા પ્રવાસ પર જઈ શકો છો. દાંપત્ય જીવન સારું રહેશે. કામમાં સફળતા મળશે.

મીન: મીન રાશિના લોકો માટે આજનો દિવસ આનંદદાયક રહેશે. કોઈ સામાજિક કાર્યક્રમમાં પાર્ટનર સાથે સમજણ અને નજીકીઓ વધી શકે છે.

National : ‘ચૂંટણી પછી થશે પાપોનો હિસાબ!’, PM મોદીએ બંગાળમાં TMCને આપી ચેતવણી

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભારતયી જનતા પાર્ટી માટે પ્રચાર કર્યો હતો. કૂચબિહારના બ્રિગેડ ગ્રાઉન્ડમાં આયોજિત જનસભામાં પીએમ મોદીએ રાજ્યના સત્તા પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પર આકરાં પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે TMC બંગાળમાં ભ્રષ્ટાચાર અને ભયનું રાજકારણ કરે છે.

ચૂંટણી પછી પાપોનો હિસાબ થશે: પીએમ મોદી

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, આ વખતે બંગાળ પાસે બે જ વિકલ્પ છે. એક તરફ TMCનો ભય, ‘કટ’મની અને ભ્રષ્ટાચાર છે, તો બીજી તરફ ભાજપનો વિકાસ અને ભરોસો છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે TMC સરકારે બંગાળમાં લોકશાહીને નબળી પાડી છે અને બંધારણીય સંસ્થાઓનું અપમાન કર્યું છે. વડાપ્રધાને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ચૂંટણી બાદ TMCના ‘પાપો’નો હિસાબ થશે અને કાયદો પોતાનું કામ કરશે

.બંગાળમાં ઘૂસણખોરી ચિંતાનો વિષય: પીએમ મોદી

પીએમ મોદીએ બંગાળમાં વધતી ઘૂસણખોરી અને બદલાતી ડેમોગ્રાફી પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે એક તરફ વિદેશીઓને વસાવવાનું જોખમ છે, જ્યારે ભાજપ ઘૂસણખોરી રોકવા અને નાગરિકોને સુરક્ષા આપવાની ખાતરી આપે છે. તેમણે માલદાની ઘટનાનો ઉલ્લેખ કરી બંગાળની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠાવ્યા હતા.

બંગાળને શક્તિની પૂજાની ભૂમિ ગણાવતા પીએમ મોદીએ કહ્યું કે ભાજપ હંમેશા મહિલાઓના સન્માન અને સુરક્ષા માટે કામ કરશે. તેમણે કેન્દ્ર સરકારની યોજનાઓ અને સંસદમાં મહિલા અનામત કાયદાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે આગામી સમયમાં રાજકારણમાં મહિલાઓની ભાગીદારી વધશે અને તેમને તેમનો હક મળશે.

Bollywood : સાઇ પલ્લવી અને વિજય સેતુપતિની જોડી આગામી ફિલ્મમાં જોવા મળશે

0

મણિરત્નમના દિગ્દર્શનની આગામી ફિલ્મમાં સાઇ પલ્લવી અને વિજય સેતુપતિની જોડી જોવા મળશે.આ ફિલ્મનું શૂટિંગ જલદી શરૂ થાય તેવી અટકળ છે. આ ફિલ્મને લઇને અન્ય કોઇ માહિતી જાહેર કરવામાં આવી નથી. 

રિપોર્ટસની માનીએ તો ફિલ્મસર્જકે એક નાનો પ્રમોશનલ વીડિયો શૂટ કર્યો હતો. ફિલ્મની શૂટિંગના શરૂઆત પહેલા આ પ્રોજેક્ટને ઇન્ટ્રોડયુસ કરવામાં આવશે. ફિલ્મની મુખ્ય ફોટોગ્રાફી જૂન મહિનાની શરૂઆતમાં કરવામાં આવે તેવી શક્યતા છે. આ ફિલ્મનું શૂટિંગ ફક્ત ૪૦ દિવસના શેડયૂલમાં જ કરવાની યોજના છે. 

પ્રોડકશન ટીમે આ ફિલ્મની એક પણ માહિતીની સત્તાવાર ઘોષણા કરી નથી. જોકે પ્રી-પ્રોડકશન કામ ઝડપથી ચાલી રહ્યું છે. 

Business : રૂ પરની આયાત ડયૂટી નાબુદ કરવા ગારમેન્ટ ઉદ્યોગ દ્વારા કરાયેલી રજૂઆત

0

ઘરઆંગણે રૂના ભાવમાં તાજેતરમાં આવેલા ઉછાળાને ધ્યાનમાં રાખી ગારમેન્ટ તથા ટેકસટાઈલ નિકાસકારોએ રૂ પરની ૧૧ ટકા આયાત ડયૂટી દૂર કરવા સરકારને અનુરોધ કર્યો છે. 

ઘરઆંગણે રૂના ભાવ ઊંચકાતા ગારમેન્ટ તથા ટેકસટાઈલ ઉદ્યોગમાં માર્જિન પર અસર પડી છે એટલુ જ નહીં નિકાસ બજારમાં સ્પર્ધાત્મકતા ઘટી ગઈ છે. 

ક્રુડ તેલના ઊંચા ભાવને કારણે સિન્થેટિક ફાઈબર્સના ભાવ વધી ગયા છે જેને કારણે મિલોએ કુદરતી કાચા માલ તરફ વળવું પડયું છે પરિણામે રૂના ભાવમાં છેલ્લા એક મહિનામાં ૮ ટકા જેટલો વધારો થયો છે.

કોટન એસોસિએશન ઓફ ઈન્ડિયાના સુત્રોના જણાવ્યા પ્રમાણે જિનિંગ કરેલા રૂના ભાવમાં એક મહિનામાં ૧૦થી ૧૨ ટકા વધારો થયો છે. ભારત ઉપરાંત રૂના વૈશ્વિક ભાવમાં પણ યુદ્ધને કારણે ૧૫ ટકા જેટલો વધારો થયો છે. ગારમેન્ટની નિકાસ માટે ભારતના ઉત્પાદકોએ લોન્ગ આયાતી સ્ટેપલ તથા રૂ પર આધાર રાખવો પડે છે.

ટેકસટાઈલની ૭૦ ટકા મૂલ્ય સાંકળ રૂ પર આધાર રાખતી હોવાથી રૂની આયાત પર કસ્ટમ ડયૂટી પાંચથી છ મહિના સુધી રદ કરવા સરકાર સમક્ષ રજૂઆત કરાઈ હોવાનું કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ટેકસટાઈલ ઈન્ડસ્ટ્રીઝના સુત્રોએ જણાવ્યું હતું.

Surat : ઉનાળાની શરૂઆત સાથે જ સુરતની તાપી નદીમાં જળકુંભીની સમસ્યા શરુ

0

સુરત શહેરની પ્રજાને પાણી પુરો પાડવાનો એક જ સ્ત્રોત તાપી નદીમાં ઉનાળાની શરૂઆત સાથે જ ફરી જળકુંભીની સમસ્યા એ માથું ઉચક્યું છે. તાપી નદીમાં સફાઇ માટે ડીવીડર મશીન રાખ્યા છે પરંતુ યોગ્ય કામગીરી થતી ન હોવાથી વિયરના જળાશયમાં જળકુંભી નું સામ્રાજ્ય વધી રહ્યું છે. અનેક ફરિયાદ છતાં પણ જળકુંભી ની સફાઈ યોગ્ય રીતે થતી ન હોવાથી આગામી દિવસોમાં પાણીની ગુણવત્તા પર અસર પડી શકે છે. પાલિકા તંત્ર હજી પણ ન જાગે તો જળકુંભી સાથે હાલ લીલનું પ્રમાણ વધી રહ્યું છે તેથી વોટર વર્કસ ની કામગીરી પર પણ અસર પડી શકે છે.

સુરત પાલિકાની ચૂંટણી પહેલા શાસકોએ મુગલીસરા નું નામ તાપી પુરા અને પાલિકા ભવન નું નામ તાપી ભવન રાખી લીધું છે. પરંતુ તાપી નદીની સફાઈ માટે પાલિકા તંત્ર હજુ પણ જાગૃત થયું નથી જેના કારણે તાપી નદીમાં ઉનાળાની શરૂઆત સાથે જ જળકુંભી અને લીલની સમસ્યા શરુ થઈ ગઈ છે. જોકે, આ પહેલા ચોમાસા દરમિયાન કોઝવે ઓવર ફ્લો થતા કોઝવેમાં રહેલી જળકુંભી દરિયામાં વહી ગઈ હતી તેથી સમસ્યાનો અંત આવ્યો હતો.હવે કોઝવેમાં ફરી જળકુંભીની સમસ્યા શરુ થઈ ગઈ છે અને અનેક જગ્યાએ જળકુંભી નો જથ્થો દેખાઈ રહ્યો છે. ભૂતકાળમાં આ જળકુંભી નો જથ્થો અને લીલ પાલિકાના વોટર વર્કસ માં ફસાઈ જતા અનેક વખત વોટર વર્કસ ખોટકાઈ ગયા હતા. તેને દુર કરવા માટે પાલિકા દ્વારા ડીવીડર મશીન થી સફાઈ કરાવવામાં આવી હતી. હાલમાં પણ પાલિકાએ વિયરમાં ડીવીડર મશીન પાડ્યા છે પણ સફાઈ ન થતી નથી અને હજી પણ કેટલીક જગ્યાએથી તબેલા નું પાણી તાપી નદીમાં આવી રહ્યું છે તેના કારણે જળકુંભીની સમસ્યા વધી રહી છે.

આ માટે અનેક ફરિયાદ થઈ રહી છે તેમ છતાં પણ જળકુંભીની સફાઈ થતી નથી જેના કારણે પાણીની ગુણવત્તા સામે પ્રશ્ન ઉભો થયો છે. જો પાલિકા તંત્ર ત્વરિત સફાઈ નહી કરાવે તો આગામી દિવસોમાં તાપી નદીમાંથી આવતા રો વોટરની ગુણવત્તામાં ઘટાડો થાય તેવી શક્યતા છે. જેના કારણે પાલિકા તંત્ર તાત્કાલિક સફાઈ કરે તેવી માંગણી થઈ રહી છે.

Bollywood : અર્જુન રામપાલ હંસલ મહેતાની બિલિયોનેરમાં મહત્ત્વની ભૂમિકામાં

0

હંસલ મહેતાનો આગામી પ્રોજેક્ટ ઓટીટી રિલીઝ બિલિયોનર પર આધારિત છે. રિપોર્ટસના અનુસાર, આ વેબ સીરીઝ એક પાવરફુલ બિઝનેસમેનની તાકાત, પૈસા અને બરબાદીની વાર્તા પરઆધારિત હશે. રિપોર્ટસમાં એમ પણ જણાવામાં આવ્યું છે કે, આ વેબ સીરીઝ વિજય માલ્યા અથવા તો લલિદ મોદીથી પ્રેરિત હોઇ શકે છ.ે જોકે હજી સુધી હંસલ મહેતાએ આ બાબતે કોઇ સ્પષ્ટતા કરી નથી. જોકે આ એક ફોર્મલ બાયોપિક ન બનતા એક હાઇ-સ્ટેટસ ડ્રામા તરીકે બનાવવામાં આવશે.

આ વેબ સીરીઝ બિલિયનેરને હંસલ મહેતા અને રોબી ગ્રેવાલના સપોર્ટમાં બનાવવામાં આવી રહી છે. આ સીરીઝ અસલ જિંદગીની ઘટનાઓ અને  પાત્રો પર આધારિત હશે. સીરીઝમાં અર્જુન રામપાલ ક્યુ પાત્ર ભજવશે તે ખાનગી રાખવામાં આવ્યું છે. 

અર્જુન રામપાલે ધૂરંધર ટુમાં પોતાના રોલ માટે લોકપ્રિયતા મેળવી છે. અભિનેતા હવે ઓટીટી રિલીઝ બિલિયોનેરમાં પણ ધૂમ મચાવવાની તૈયારી કરી રહ્યો છે. 

World : અમેરિકનોને ટ્રમ્પ પર ભરોસો નથી, યુદ્ધ અને મોંઘવારીને કારણે પ્રજા ત્રાહિમામ પોકારી ગઇ

0

મધ્ય-પૂર્વમાં ઈરાન સામે અમેરિકા યુદ્ધે ચઢ્યું છે તેવા સમયે અમેરિકામાં પહેલી વખત પ્રમુખ ટ્રમ્પની લોકપ્રિયતામાં અસાધારણ ઘટાડો આવ્યો છે. અમેરિકામાં અડધાથી વધુ શ્વેત મધ્યમ વર્ગનો અમેરિકન પ્રમુખમાં વિશ્વાસ ઘટી ગયો છે અને પહેલી વખત ટ્રમ્પનું અપ્રુવલ રેટિંગ નેગેટિવ થઈ ગયું છે. હાર્વર્ડ કેપ્સ-હેરીસના સર્વે મુજબ અત્યારે ટ્રમ્પનું અપ્રુવલ રેટિંગ 43ટકા જ્યારે ડિસઅપ્રુવલ રેટિંગ ૫૩ ટકા છે. ટ્રમ્પની ટેરિફ વોર, ઈરાન સામે યુદ્ધ સહિતના કારણોથી અમેરિકામાં વધેલી મોંઘવારીના કારણે અમેરિકન યુવાનોથી લઈને વૃદ્ધો, પુરુષોથી મહિલાઓ તેમજ ટ્રમ્પની વોટબેન્ક ગણાતા જીઓપીમાં પણ ટ્રમ્પનું ડિસઅપ્રુવલ રેટિંગ વધી રહ્યું છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નવેમ્બર ૨૦૨૪માં ૮ કરોડથી વધુ અમેરિકનોના સમર્થનથી પ્રમુખપદની ચૂંટણીમાં ઐતિહાસિક વિજય મેળવ્યો હતો. ટ્રમ્પની સાથે રિપબ્લિકન પાર્ટીએ પણ સેનેટ અને હાઉસ બંનેમાં બહુમતીથી વિજય મેળવ્યો હતો. પરંતુ પ્રમુખ તરીકે સત્તા સંભાળ્યાના એક જ વર્ષમાં ટ્રમ્પની લોકપ્રિયતા તળીયે જતી રહી છે. 

હાર્વર્ડ કેપ્સ-હેરિસના તાજા સરવેમાં જણાયું કે ટ્રમ્પનું એકંદર અપ્રુવલ રેટિંગ 43 ટકા છે જ્યારે ડિસઅપ્રુવલ રેટિંગ 53 ટકા છે. આમ, ટ્રમ્પનું નેટ અપ્રુવલ રેટિંગ માઈનસ 10 એટલે કે નેગેટિવ થઈ ગયું છે. રિપબ્લિકન્સ અને યુવા મતદારોમાં પણ ટ્રમ્પની લોકપ્રિયતા ઘટી ગઈ છે. સરવેમાં ભાગ લેનારા રિપબ્લિકન પાર્ટીના ટેકેદારો (જીઓપી)માં ટ્રમ્પનું અપ્રુવલ રેટિંગ ઘટીને 79 ટકા થયું છે, જે ફેબુ્રઆરીમાં 83 ટકા હતું. એ જ રીતે 18 થી 24 વર્ષના યુવાનોમાં પણ ટ્રમ્પનું અપ્રુવલ રેટિંગ 38 ટકાથી ઘટીને 25 ટકા થઈ ગયું છે. અમેરિકન પુરુષોમાં ડીસઅપ્રુવલ રેટિંગ ઘટીને 51 ટકા જ્યારે મહિલાઓમાં 59 ટકા થયું છે.

હાર્વર્ડ-હેરિસ સરવે મુજબ રિપબ્લિકન અથવા ડેમોક્રેટ સમર્થક ના હોય તેવા સ્વતંત્ર અમેરિકનોમાં ટ્રમ્પનું અપ્રુવલ રેટિંગ માત્ર 32 ટકા છે જ્યારે ડિસઅપ્રુવલ રેટિંગ 59 ટકા છે. આમ, આ મહત્વના મતદાર જૂથમાં નેટ અપ્રુવલ રેટિંગ માઈનસ 27 ટકા જેટલું થઈ ગયું છે. અમેરિકન મીડિયા ગૃહ સીએનએનના તાજા સરવેમાં પણ ટ્રમ્પની લોકપ્રિયતામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. આ સરવેમાં અમેરિકન શ્વેત મધ્યમ વર્ગના મતદારોમાં ટ્રમ્પનું નેટ અપ્રુવલ રેટિંગ પહેલી વખત નેગેટિવ થઈ ગયું છે. સીએનએન દ્વારા 26થી 30 માર્ચ વચ્ચે હાથ ધરાયેલા પોલ મુજબ શ્વેત મધ્યમ વર્ગના અમેરિકનોમાં ટ્રમ્પનું અપ્રુવલ રેટિંગ 49 ટકા જ્યારે ડિસઅપ્રુવલ રેટિંગ 51 ટકા છે. આમ, નેટ અપ્રુવલ માઈનસ 1 ટકા એટલે કે નેગેટિવ થઈ ગયું છે. આ વર્ગને ટ્રમ્પની મુખ્ય વોટ બેન્ક મનાય છે.નિષ્ણાતોના જણાવ્યા મુજબ અમેરિકન અર્થતંત્રના સંચાલન, મોંઘવારી, ઈરાન યુદ્ધ જેવા મુદ્દાઓના પગલે અમેરિકનોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ટ્રમ્પે બીજા કાર્યકાળમાં સત્તા પર આવવાની સાથે દુનિયાના લગભગ બધા દેશો સાથે ટેરિફ વોર શરૂ કરી અમેરિકન અર્થતંત્રને મોટું નુકસાન કર્યું છે. ટ્રમ્પના આ પગલાંઓથી મોંઘવારી વધી છે. આટલું ઓછું હોય તેમ ટ્રમ્પે ઈરાન સામે યુદ્ધ શરૂ કરતા સામાન્ય અમેરિકનોમાં અસંતોષ વધ્યો છે.  ટ્રમ્પ દુનિયામાં ક્યાંય યુદ્ધ શરૂ નહીં કરવાનું ચૂંટણી વચન આપીને સત્તા પર આવ્યા હતા. હવે ઈરાન સામેના યુદ્ધના કારણે અમેરિકામાં ૨૦૨૨ પછી પહેલી વખત પેટ્રોલના ભાવ ૪ ડોલરને પાર જતા રહ્યા છે.

અમેરિકામાં આ વર્ષે નવેમ્બરમાં મધ્યવર્તી ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે ટ્રમ્પની લોકપ્રિયતા ઘટવાથી રિપબ્લિકન પાર્ટીની ચિંતા વધી ગઈ છે. નિષ્ણાતોનું માનવું છે કે આ વલણ ચાલુ રહેશે તો ચૂંટણીમાં રિપબ્લિકનો માટે જીતવું મુશ્કેલ બની શકે છે. સીએનએનના પોલમાં એકંદર અમેરિકનોમાં ટ્રમ્પની પ્રમુખ તરીકેની કામગીરીની લોકપ્રિયતામાં પણ ઘટાડો થયો છે. 

Bollywood : યામી ગૌતમ 7 એપ્રિલથી હોરર-કોમેડી નઇ નવેલીનું શૂટિંગ શરૂ કરશે

0

આનંદ એલ રાય નિર્મિત હોરર-કોમેડી ફિલ્મ નવી નવેલીનું શૂટિંગ  ૭ એપ્રિલથી શરૂ કરવાની છે. આ એક હોરર-કોમેડી ફિલ્મ હશે જેમાં અભિનેત્રી નવી દુલ્હનના રોલમાં જોવા મળશે.આ ફિલ્મનું શૂટિંગ મુંબઇ,ભોપાલ અને મેરઠમાં કરવામાં આવશ.ે યામીની ભૂમિકા એક આદર્શ દુલ્હનની હશે પરંતુ તેનો દિયર અને તેના સાસરિયા તેના ઇરાદ પર શક કરવા લાગતા જોવા મળશે. તેની પાસે અલૌકિક શક્તિ હોવાનું તેઓ માનવા લાગશે.આ ફિલ્મની વાર્તામાં હોરર, કોમેડી અને પૌરાણિક કથાઓનું મિશ્રણ સમાવામાં આવ્યું છે. 

આ ફિલ્મનું શૂટિંગ એક મહિનાના શેડયુલના શૂટિંગની યોજના સાથે કરવામાં આવશે. એક સૂત્રે જણાવ્યું હતું કે, યામી  અને અન્ય કલાકારો મલાડના માલવણીમાં શૂટિંગ શરૂ કરશે જ્યાં એક વિશાળ  સેટ તૈયાર કરવામાં આવ્યો છે. આ સેટ પર યામીના મિત્રો અને પરિારો સાથેજોવા મળશે તેમજ તેના લગ્નના દ્રશ્યોના શૂટિંગ કરવામાં આવશ.ે મે મહિનામાં કલાકારો અને ક્રુ બે મહિના માટે ભોપાલ અને મેરઠમાં શૂટિંગ કરશે. જેમાં યામી પરણીને સાસરિયામાં ્જોવા મળશે. આ દરમિયાન યામીના સાસરા પક્ષનું શૂટિંગ કરવામાં આવશે જેમાં રહસ્યમય ઘટનાઓ આકાર લેતી જોવા મળશે. માર્ચ મહિનામાં આ ફિલ્મની સત્તાવાર ઘોષણા કરવામાં આવી હતી. ગૌતમ બાલાજી મોહનાના દિગ્દર્શનમાં યામી ગૌતમ મુખ્ય ભૂમિકામાં જોવા મલશે. 

Life Style :  ભૂલવાની આદતથી છો પરેશાન? યાદશક્તિને ‘સુપરપાવર’ બનાવવા આ ટીપ્સ અજમાવો

0

મીટિંગનો સમય ભૂલવો, ઘરની ચાવી કયાં મૂકી છે તે ભૂલવું, પરીવારના સભ્યની બર્થ ડે તારીખ ભૂલવી આ બધું સામાન્ય બન્યું છે. ભૂલી જવું અથવા યાદશક્તિ ગુમાવવી એ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. મોબાઈલના યુગમાં જયાં દરેક કામ ફટાફટ થાય છે. પરંતુ ટેકનોલોજીના કારણે લોકોમાં ભૂલવાનું પ્રમાણ વધ્યું છે. લોકો પોતાના કામની યાદી મોબાઈલમાં નોટપેડમાં નોટ કરે છે, તે યાદ કરાવવા માટે તેમાં રીમાઈન્ડર પણ સેટ કરે છે. આ બધી બાબતોના લીધે આજકાલ યુવાનો જ નહીં મોટાલોકો પણ કામ ભૂલવા લાગ્યા છે. મનોચિકિત્સક કહે છે કે આપણે યાદશક્તિને ‘સુપરપાવર’ બનાવી શકીએ છીએ. યાદશક્તિ વધારવા આ ટેકનીક અજમાવો. ખાસ કરીને આજના વિદ્યાર્થીઓ અને ઉચ્ચ અભ્યાસ કરતા લોકો માટે આ તકનીક વધુ કામ લાગશે

.

યાદશક્તિ વધારવાની સરળ ટીપ્સ અજમાવો

ચંકિંગ પદ્ધતિ: મનોવૈજ્ઞાનિકોના મતે, આપણું મગજ એક સમયે ફક્ત 5 થી 9 માહિતીના ટુકડા યાદ રાખી શકે છે. ચંકિંગ એક એવી તકનીક છે જેમાં મોટી માહિતીને નાના ટુકડાઓ અથવા જૂથોમાં વિભાજિત કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે  જો તમારે 10 અંકનો મોબાઇલ નંબર યાદ રાખવો હોય, તો તેને 9812345678 ને બદલે 981-234-5678 તરીકે યાદ રાખો. સંશોધન દર્શાવે છે કે આ તકનીક જટિલ ડેટા અને યાદીઓ યાદ રાખવા માટે સૌથી અસરકારક છે.

લોકસ પદ્ધતિ: આ વિશ્વની સૌથી જૂની અને સૌથી અસરકારક મેમરી યુક્તિઓમાંની એક છે, જેનો ઉપયોગ પ્રાચીન ગ્રીક વિદ્વાનો દ્વારા કરવામાં આવે છે. આ પદ્ધતિમાં, તમે માહિતીને પરિચિત સ્થાન (જેમ કે તમારું ઘર) સાથે સાંકળો છો. આ તકનીકનો ઉપયોગ કરવાથી મગજના તે ભાગોમાં પ્રવૃત્તિ વધે છે જે યાદોને સંગ્રહિત કરે છે.

Mehsana : સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે મહેસાણામાં 18 પોલીસ ઈન્સ્પેક્ટરની આંતરિક બદલી

0

મહેસાણા જિલ્લામાં ફરજ બજાવતા 18 પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલીનો હુકમ પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં લીવ રિઝર્વ પર મુકાયેલા 13 પીઆઈને જુદા જુદા પોલીસ સ્ટેશન તેમજ શાખાઓમાં નિમણૂક આપવામાં આવી છે. જ્યારે લાંઘણજ, વડનગર, સાયબર ક્રાઈમ, કડી અને વિજાપુર પોલીસ મથકના પીઆઈની અન્ય જગ્યાએ બદલી કરાઈ છે.

2 PI ને લીવ રિઝર્વમાં મુકી દેવાયા

બદલી પામેલા પોલીસ ઇન્સ્પેક્ટરોમાં નીચે મુજબનો સમાવેશ થાય છે. હાલમાં કડી અને વિજાપુર પોલીસ મથકોએ ફરજ બજાવતા બે પોલીસ ઇન્સ્પેક્ટરને લીવ રિઝર્વ પર મુકાયા છે. જેમાંથી પીઆઈ જી.આર.રબારીને અન્ય હુકમ ન થાય ત્યાં સુધી એસઓજી શાખા, મહેસાણાનો વધારાનો ચાર્જ સંભાળવાનો આદેશ કરાયો છે.

ક્રમ પીઆઈનું નામ હાલની ફરજનું સ્થળ ક્યાં બદલી
૧. એ.એસ.રબારી લીવ રિઝર્વ કડી પોલીસ સ્ટેશન
૨. એમ.સી.પટેલ લીવ રિઝર્વ વિસનગર તાલુકા
૩. એ.આર.પટેલ લીવ રિઝર્વ મહેસાણા બી ડિવિઝન
૪. પી.આર.કરેણ લીવ રિઝર્વ ખેરાલુ પોલીસ સ્ટેશન
૫. આર.એલ.પારઘી લીવ રિઝર્વ મહેસાણા એ ડિવિઝન
૬. એમ.એન.દવે લીવ રિઝર્વ વડનગર પોલીસ સ્ટેશન
૭. શ્રીમતી એન.જી.ગોહીલ લીવ રિઝર્વ નંદાસણ પોલીસ સ્ટેશન
૮. સુશ્રી એ.આર.વાઘેલા લીવ રિઝર્વ મહિલા પોલીસ સ્ટેશન
૯. એ.એમ.ગેલોત લીવ રિઝર્વ લાંઘણજ પોલીસ સ્ટેશન
૧૦. કે.ડી.રાવલ લીવ રિઝર્વ મોઢેરા પોલીસ સ્ટેશન
૧૧. આર.જે.ચૌહાણ લીવ રિઝર્વ વિજાપુર પોલીસ સ્ટેશન
૧૨. વાય.એ.પરમાર લાંઘણજ સાયબર ક્રાઈમ
૧૩. એ.એન.ગઢવી વડનગર બેચરાજી પોલીસ સ્ટેશન
૧૪. એમ.એન.ભડેલીયા લીવ રિઝર્વ સતલાસણા પોલીસ સ્ટેશન
૧૫. ડી.જી.બડવા સાયબર ક્રાઈમ બાવલુ પોલીસ સ્ટેશન
૧૬. ઓ.પી.સીસોદીયા કડી લીવ રિઝર્વ
૧૭. જી.આર.રબારી વિજાપુર લીવ રિઝર્વ
૧૮. એસ.એસ.આનંદ લીવ રિઝર્વ એલઆઈબી શાખા