Home Blog Page 195

Mehsana : સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે મહેસાણામાં 18 પોલીસ ઈન્સ્પેક્ટરની આંતરિક બદલી

0

મહેસાણા જિલ્લામાં ફરજ બજાવતા 18 પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલીનો હુકમ પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં લીવ રિઝર્વ પર મુકાયેલા 13 પીઆઈને જુદા જુદા પોલીસ સ્ટેશન તેમજ શાખાઓમાં નિમણૂક આપવામાં આવી છે. જ્યારે લાંઘણજ, વડનગર, સાયબર ક્રાઈમ, કડી અને વિજાપુર પોલીસ મથકના પીઆઈની અન્ય જગ્યાએ બદલી કરાઈ છે.

2 PI ને લીવ રિઝર્વમાં મુકી દેવાયા

બદલી પામેલા પોલીસ ઇન્સ્પેક્ટરોમાં નીચે મુજબનો સમાવેશ થાય છે. હાલમાં કડી અને વિજાપુર પોલીસ મથકોએ ફરજ બજાવતા બે પોલીસ ઇન્સ્પેક્ટરને લીવ રિઝર્વ પર મુકાયા છે. જેમાંથી પીઆઈ જી.આર.રબારીને અન્ય હુકમ ન થાય ત્યાં સુધી એસઓજી શાખા, મહેસાણાનો વધારાનો ચાર્જ સંભાળવાનો આદેશ કરાયો છે.

ક્રમ પીઆઈનું નામ હાલની ફરજનું સ્થળ ક્યાં બદલી
૧. એ.એસ.રબારી લીવ રિઝર્વ કડી પોલીસ સ્ટેશન
૨. એમ.સી.પટેલ લીવ રિઝર્વ વિસનગર તાલુકા
૩. એ.આર.પટેલ લીવ રિઝર્વ મહેસાણા બી ડિવિઝન
૪. પી.આર.કરેણ લીવ રિઝર્વ ખેરાલુ પોલીસ સ્ટેશન
૫. આર.એલ.પારઘી લીવ રિઝર્વ મહેસાણા એ ડિવિઝન
૬. એમ.એન.દવે લીવ રિઝર્વ વડનગર પોલીસ સ્ટેશન
૭. શ્રીમતી એન.જી.ગોહીલ લીવ રિઝર્વ નંદાસણ પોલીસ સ્ટેશન
૮. સુશ્રી એ.આર.વાઘેલા લીવ રિઝર્વ મહિલા પોલીસ સ્ટેશન
૯. એ.એમ.ગેલોત લીવ રિઝર્વ લાંઘણજ પોલીસ સ્ટેશન
૧૦. કે.ડી.રાવલ લીવ રિઝર્વ મોઢેરા પોલીસ સ્ટેશન
૧૧. આર.જે.ચૌહાણ લીવ રિઝર્વ વિજાપુર પોલીસ સ્ટેશન
૧૨. વાય.એ.પરમાર લાંઘણજ સાયબર ક્રાઈમ
૧૩. એ.એન.ગઢવી વડનગર બેચરાજી પોલીસ સ્ટેશન
૧૪. એમ.એન.ભડેલીયા લીવ રિઝર્વ સતલાસણા પોલીસ સ્ટેશન
૧૫. ડી.જી.બડવા સાયબર ક્રાઈમ બાવલુ પોલીસ સ્ટેશન
૧૬. ઓ.પી.સીસોદીયા કડી લીવ રિઝર્વ
૧૭. જી.આર.રબારી વિજાપુર લીવ રિઝર્વ
૧૮. એસ.એસ.આનંદ લીવ રિઝર્વ એલઆઈબી શાખા

Gujarat : વઢવાણના વસ્તડી નજીક ટેન્કરમાં છુપાવીને લઇ જવાતો 95 લાખનો દારૂ ઝડપાયો

0

સુરેન્દ્રનગરના જોરાવરનગર પોલીસે રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર ટ્રાન્સપોર્ટ ટેન્કરમાં છુપાવેલું દારૂનું મોટું નેટવર્ક ઝડપી પાડયું છે. પોલીસે રૂ.૧.૨૬ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી રાજસ્થાનના ચાલકની અટકાયત કરી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂની હેરાફેરી રોકવા પોલીસ સક્રિય બની છે, ત્યારે જોરાવરનગર પોલીસે અત્યાર સુધીની સૌથી મોટી રેડ પાડી છે. એએસપી ની ટીમે બાતમીના આધારે વસ્તડી નજીક ભવાનીધામ લખતડીપરાના પાટિયા પાસે વોચ ગોઠવી એક શંકાસ્પદ ટેન્કર (એમએસ-૦૪-ઈબી-૬૩૨૬) ને અટકાવ્યું હતું. ટેન્કરની તલાશી લેતા તેમાંથી રૂ.૯૫.૯૪ લાખની કિંમતની વિવિધ બ્રાન્ડની ૭,૩૮૦ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે ટેન્કર અને મોબાઈલ સહિત કુલ રૂ.૧.૨૬ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.આ કેસમાં પોલીસે રાજસ્થાનના જાલોર જિલ્લાના ઘેવરચંદ બિશ્નોઈની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં ગોવાથી માલ ભરી આપનાર ‘પ્રસાદ’ નામના શખ્સનું નામ ખુલ્યું છે. દારૂનો જથ્થો એટલો મોટો હતો કે જોરાવરનગર પોલીસ સ્ટેશનનો મુદ્દામાલ રૂમ નાનો પડયો હતો, જેના કારણે અંતે દારૂની બોટલો મહિલા લોકઅપમાં રાખવાની ફરજ પડી હતી. હાલ પોલીસ આ આખા નેટવર્ક પાછળ રહેલા અન્ય બુટલેગરોને ઝડપી પાડવા તપાસ તેજ કરી રહી છે.

Gujarat : બગોદરા પાસે ટ્રકમાંથી 73 લાખના દારૂ સાથે રાજસ્થાનના ચાલકની ધરપકડ

0

અમદાવાદ ગ્રામ્ય પોલીસની ટીમે બગોદરા ટોલટેક્સ પાસે વાહન ચેકિંગ દરમિયાન કન્ટેનરમાં છુપાવેલો લાખોનો વિદેશી દારૂ ઝડપી પાડયો છે. ચૂંટણી લક્ષી સઘન ચેકિંગ દરમિયાન પોલીસને આ મોટી સફળતા મળી છે.

આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓને અનુલક્ષીને બગોદરા પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન ટોલટેક્સ પાસે એક શંકાસ્પદ કન્ટેનર (એચઆર-૫૫-વાય-૦૫૪૩)ને રોકીને તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.

પોલીસે તપાસ દરમિયાન ૫૫૫ પેટીઓમાં ભરેલી કુલ ૬,૬૬૦ બોટલ જપ્ત કરી છે, જેની બજાર કિંમત રૂ.૭૩.૨૬ લાખ થાય છે. આ ઉપરાંત રૂ.૨૦ લાખનું કન્ટેનર અને મોબાઈલ મળી કુલ રૂ.૯૩,૩૧,૦૦૦નો મુદ્દામાલ કબજે કરાયો છે. આ મામલે રાજસ્થાનના બાડમેરના ગણપતલાલ બિશ્નોઇની ધરપકડ કરવામાં આવી છે. જોકે, આ જથ્થો મોકલનાર સુરેન્દર અને કાળુ બિશ્નોઇ સહિત દારૂ મંગાવનાર અન્ય ચાર શખ્સો હજુ પોલીસ પકડથી દૂર છે, જેમને ઝડપવા તપાસના ચક્રો ગતિમાન કરાયા છે.

Vadodara : વિદ્યાર્થીઓની ટીમે ખેડૂતોને મદદ કરવા માટે એઆઈ આધારિત પોર્ટલ બનાવ્યું

 એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીના કોમ્પ્યુટર સાયન્સ વિભાગમાં અભ્યાસ કરતા ચાર વિદ્યાર્થીઓની ટીમે ખેડૂતોને તમામ પ્રકારે મદદરુપ થઈ શકે તેવું એઆઈ આધારિત એગ્રી ફોર્જ નામનું પોર્ટલ બનાવ્યું છે.આ પોર્ટલથી પ્રભાવિત થઈને યુનિવર્સિટીના સ્ટાર્ટ અપ એન્ડ ઈનોવેશન સેલે તેને વધારે વિકસાવવા માટે ૨.૫૦ લાખ રુપિયાની નાણાકીય સહાય આપવાનું પણ નક્કી કર્યું છે.

પોર્ટલ બનાવનારા ચાર વિદ્યાર્થીઓ આર્યન બુહા, નિલ પ્રજાપતિ, કૃશિત પ્રજાપતિ અને સુમિત પટેલ પૈકી આર્યન બુહા કહે છે કે, પોર્ટલ ખેડૂતોની મૂંઝવણનો જવાબ લખીને અને બોલીને ગુજરાતી સહિતની ૧૦ ભાષાઓમાં  આપી શકે છે.પાકને કયો રોગ લાગ્યો છે તેની જાણકારી, ભારતના ૨૨ રાજ્યોના દરેક જિલ્લાના માર્કેટ યાર્ડમાં દરેક કૃષિ પેદાશના લાઈવ રેટ, ખેડૂતો માટે કૃષિ ક્ષેત્રને લગતા દરેક સમાચાર પણ ખેડૂતો તેના પરથી જાણી શકશે.શહેરોમાં ઘરના ટેરેસ ગાર્ડન કે કિચન ગાર્ડનમાં શાકભાજી ઉગાડનારા લોકો માટે પણ આ પોર્ટલ ઉપયોગી થશે.વિદ્યાર્થીઓનું કહેવું છે કે, યુનિવર્સિટીની સહાયની જાહેરાત બાદ અમે કલાઉડ સર્વિસ અને સર્વર મેળવવાની કવાયત કરી રહ્યા છે.એ પછી પોર્ટલ પરની તમામ સુવિધાઓ યોગ્ય રીતે કાર્યરત કરશે.તેની સાથે અમે પોર્ટલ પર ખેડૂતો માટે હવામાનની લાઈવ જાણકારી, ક્રોપ કેલેન્ડર જેવી બીજી વિશેષતાઓ પણ ઉપલબ્ધ કરાવવા તથા પોર્ટલની જેમ મોબાઈલ એપ બનાવવા માટે પણ કામ કરી રહ્યા છે.આ પોર્ટલનું પ્રેઝન્ટેશન આગામી દિવસોમાં રાજય સરકારના કૃષિ વિભાગ સમક્ષ કરવા માટે પણ અમારા પ્રયત્નો છે.

Surat : મારબેલા ફાર્મ હાઉસમાં જામી હતી જુગારની મહેફિલ, પોલીસે રેડ કરી 30 શકુનીઓને ઝડપી લીધા

0

સુરત ગ્રામ્ય પોલીસ એક્શન મોડમાં આવી છે. કામરેજ તાલુકાના મોરથાણા ગામની સીમમાં આવેલા એક આલીશાન ફાર્મ હાઉસમાં ચાલતા મોટા જુગારધામનો સુરત ગ્રામ્ય એલસીબી (LCB) ની ટીમે પર્દાફાશ કર્યો છે. પોલીસે રેડ કરીને મુખ્ય સૂત્રધારો સહિત 30 જેટલા જુગારીઓને રંગેહાથ ઝડપી લીધા છે.

ફાર્મ હાઉસ ભાડે રાખી ચાલતું હતું નેટવર્ક
ઘટનાની મળતી માહિતી અનુસાર, સુરત શહેરના કુખ્યાત ઈમરાન ઈટવાલા અને ઝાફર રઝાક શેખ નામના બે ઈસમોએ મોરથાણા ગામની સીમમાં આવેલું ‘મારબેલા ફાર્મ હાઉસ’ ભાડે રાખ્યું હતું. આ ફાર્મ હાઉસમાં સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાંથી જુગારીઓને બોલાવી મોટા પાયે જુગાર રમાડવામાં આવતો હતો. બાતમીના આધારે એલસીબીએ મોડી રાત્રે ત્રાટકીને આખા ખેલનો અંત આણ્યો હતો.

કુલ 29.85 લાખનો મુદ્દામાલ કબજે
પોલીસ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી મોટી માત્રામાં મુદ્દામાલ મળી આવ્યો છે. જેમાં રૂ. 4.25 લાખ રોકડા, 33 નંગ મોબાઈલ અને કાર, રિક્ષા અને મોપેડનો સમાવેશ થાય છે. પોલીસે આ તમામ વસ્તુઓ મળીને કુલ રૂ. 29.85 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા આરોપીઓમાં શહેરના નામી જુગારીઓનો પણ સમાવેશ થાય છે.

પોલીસની કડક કાર્યવાહી

સુરત ગ્રામ્ય એલસીબીએ મુખ્ય સૂત્રધાર ઈમરાન અને ઝાફર સહિત તમામ 30 શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફાર્મ હાઉસ માલિકની ભૂમિકા અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. આ રેડથી ગ્રામ્ય વિસ્તારમાં ફાર્મ હાઉસ ભાડે આપીને ગેરકાયદે પ્રવૃત્તિઓ કરાવતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Bollywood : આવારાપન ટુ અને લાહોર 1947 થિયેટરમાં ટકરાશે

0

ઇમરાન હાશ્મીની આવારપન ટુ અને સની દેઓલની લાહોર ૧૯૪૭  સ્વતંત્રતાના દિવસના અઠવાડિયે થિયેટરમાં રિલીઝ કરવાની યોજના છે. તેથી આ બન્ને ફિલ્મો રૂપેરી પડદે ક્લેશ થાય તેવી શક્યતા છે.જોકે આવારાપન ટુની રિલીઝની ઘોષણા કરવામાં આવી નથી. પરંતુ તેને સ્વતંત્રતા દિવસના અઠવાડિયાની રિલીઝનો નિર્ણય લેવામાં આવ્યો હોવાની ચર્ચા છે. લાહોર ૧૯૪૭માં સની દેઓલ અને પ્રીતિ ઝિન્ટા જોવા મળવાના છે. જેનું નિર્માણ આમિર ખાનના બેનરનું છે. આવારાપન ટુમાં ઇમરાન હાશ્મી ઇને  દિશા પટાણીની જોડી જોવા મળશે. આ ફિલ્મને પહેલા ૩ એપ્રિલના રોજ રિલીઝ કરવામાં આવવાની હતી પરંતું ફિલ્મોના દ્રશ્યોના થોડા શૂટિંગ બાકી હોવાથી રિલીઝ થઇ શકી નહીં. આપછી તેને સ્વતંત્રતાના દિવસના અઠવાડિયે રિલીઝ કરવાની યોજના કરવામા આવી છે. 

સની દેઓલની ફિલ્મો હાલ બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી રહી છે તેથી આવારાપન ટુ તેની સામે ટકી શકશે કે નહીં તેવી પણ શંકા સેવાઇ રહી છે. 

National : यूपी में प्रीपेड पीड़ित…’, बिजली के स्मार्ट मीटरों की समस्या पर बोले अखिलेश यादव

उत्तर प्रदेश में चुनावी साल से पहले सूबे की सियासत गरमाने लगी है, पूर्व मुख्यमंत्री व समाजवादी पार्टी के राष्ट्रीय अध्यक्ष अखिलेश यादव (Akhilesh Yadav) ने बिजली के प्रीपेड मीटर को लेकर प्रदेश सरकार पर जोरदार हमला बोला है. अखिलेश यादव ने कहा कि बीजेपी सरकार के कहर की वजह से उप्र में पीड़ित लोगों की एक नई श्रेणी बन गई है, जिसका नाम ‘प्रीपेड पीड़ित’ है.

सपा चीफ अखिलेश यादव ने एक्स पर पोस्ट कर लिखा-“बीजेपी सरकार के कहर की वजह से उप्र में पीड़ित लोगों की एक नई श्रेणी बन गई है, जिसका नाम है ‘प्रीपेड पीड़ित’. ‘प्रीपेड पीड़ित’ का मतलब ये है कि जो लोग बिजली के प्रीपेड मीटर लगाकर बैठे हैं वो स्मार्ट मीटर की खामियों की वजह से बिजली कट जाने पर अंधेरे और गर्मी का संकट झेलने को मजबूर हैं.”

दर-दर भटकने को मजबूर है जनता- अखिलेश
सपा चीफ ने आगे लिखा-“जब बिजली खाते में बिजली के इस्तेमाल करने से पहले ही पैसा जमा हो जाता है तो फिर सरकार और कंपनी जनता को क्यों परेशान कर रही है. बिजली कंपनियों को तो पैसा पहले ही मिल जाता है, फिर उन्हें आम जनता की चिंता करने की क्या पड़ी है. बेचारी जनता दर-दर भटकने पर मजबूर है लेकिन सरकार और कंपनियाँ के सामने कोई सुनवाई नहीं है क्योंकि वो पहले से ही मिलीभगत करके पैसे कमा के बैठी हैं.

उपभोक्ता नहीं, उपभुगता रह गई जनता- अखिलेश यादव
उन्होंने कहा सच तो ये है कि बीजेपी राज में अब जनता ‘उपभोक्ता’ नहीं रह गई है, ‘उपभुगता’ हो गई है क्योंकि वो हेराफेरी से बनी बीजेपी सरकार के दुष्परिणामों को ‘भुगतने’ पर मजबूर है. इसी कारण पीडीए की संख्या भी लगातार बढ़ रही है क्योंकि हम हमेशा कहते हैं और आज भी कह रहे हैं: जो पीड़ित, वो पीडीए! अब पीडीए में जुड़े ये नये ‘प्रीपेड पीड़ित’ कह रहे हैं कि चिंता न करें : बुरे दिन जानेवाले हैं. पीड़ित सरकार आएगी, सबको बिजली दिलवाएगी!”

Gujarat : મહેસાણા મનપામાં ભાજપ-કોંગ્રેસના 800થી વધુ દાવેદારો, બંને પક્ષોએ ભારે મથામણ કરવી પડશે

0

 ઉત્તર ગુજરાતના રાજકીય હબ ગણાતા મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ ચરમસીમાએ પહોંચ્યો છે. નવરચિત મહેસાણા મહા નગર પાલિકાની પ્રથમ ઐતિહાસિક ચૂંટણી હોવાથી ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હાલની સ્થિતિએ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોમાં થઈને કુલ 800થી વધુ દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. જેના કારણે ફાઈનલ ઉમેદવારોના નામ નક્કી કરવા માટે મોવડી મંડળે ભારે મથામણ કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

મહેસાણા જિલ્લાનો ચૂંટણી ચિત્ર

મહેસાણા મનપા, જિલ્લા પંચાયતની 42 બેઠકો, 10 તાલુકા પંચાયત અને 5 નગર પાલિકાની સામાન્ય ચૂંટણી તેમજ વડનગર પાલિકાની 1 ખાલી બેઠક મળીને કુલ 467 બેઠકો પર જંગ જામશે. જિલ્લાના અંદાજે 15.88 લાખ મતદારો આગામી 26મી એપ્રિલે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. એકલી મહેસાણા મનપાની ચૂંટણી ખૂબ જ રસપ્રદ બની રહી છે, જ્યાં 1,73,477 મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવશે.

ભાજપમાં દાવેદારોનો સૌથી વધુ ધસારો

ચૂંટણી લડવા માટે સૌથી વધુ ધસારો સત્તાધારી પક્ષ ભાજપમાં જોવા મળી રહ્યો છે. તાલુકા અને જિલ્લા કક્ષાના કાર્યાલયો પર કાર્યકરો અને સમર્થકોના ટોળેટોળા ઉમટી રહ્યા છે. બીજી તરફ, કોંગ્રેસમાં પણ જૂના જોગીઓ અને નવા ચહેરાઓ ટિકિટ મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. દરેક બેઠક દીઠ 3 થી 4 મજબૂત દાવેદારોની પેનલ તૈયાર કરીને પ્રદેશ કક્ષાએ મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે.

અપક્ષ ઉમેદવારો પક્ષોનું ગણિત બગાડશે?

આ વખતની ચૂંટણીમાં રાજકીય પક્ષો માટે સૌથી મોટો પડકાર અપક્ષ ઉમેદવારો સાબિત થઈ શકે છે. એવી ચર્ચા છે કે સેન્સ પ્રક્રિયામાં ટિકિટ ન મળતા નારાજ થયેલા કેટલાક કાર્યકરો અપક્ષ તરીકે મેદાનમાં ઉતરી શકે છે, જે ભાજપ અને કોંગ્રેસ બંનેના જીતના સમીકરણો બગાડી શકે છે. હવે તમામની નજર પ્રદેશ મોવડી મંડળ પર ટકી છે, જે છેલ્લી ઘડીએ કોના નામ પર મહોર મારીને મેન્ડેડ આપે છે.

Top News : હિમાચલમાં 22 મુસાફરોને લઈ જતી બસ ખીણમાં ખાબકી, 4 લોકોના દર્દનાક મોત, 18ને બચાવાયા

અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં પ્રવાસીઓ માટે રવિવાર અમંગળ સાબિત થઈ છે. બંજર પોલીસ સ્ટેશનની હદમાં આવતા સોઝા નજીક 22 મુસાફરોને લઈ જતી એક બસ પર્વતીય રસ્તા પરથી કાબુ ગુમાવતા ઊંડી ખીણમાં ખાબકી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે 18 મુસાફરોનો આબાદ બચાવ થયો છે.

બચચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો 

અહેવાલો અનુસાર, પ્રવાસીઓથી ભરેલી આ બસ સોઝા નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે વળાંક પર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને બસ સીધી કોતરમાં ખાબકી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બસ પલટી મારી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ સ્થાનિક રહીશો મદદ માટે દોડી આવ્યા હતા અને DDMA કુલ્લુ તેમજ પોલીસની ટીમોને જાણ કરી હતી. પોલીસ, મહેસૂલ વિભાગ, ફાયર બ્રિગેડ અને આરોગ્ય વિભાગની ટીમોએ સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરી 18 ઈજાગ્રસ્તોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

4 મુસાફરોએ જીવ ગુમાવ્યા

કુલ્લુના ડેપ્યુટી કમિશનર અનુરાગ ચંદ્રાએ આ અકસ્માતની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, દુર્ઘટનામાં 4 લોકોના મોત થયા છે, જેમાં 2 પુરુષ અને 2 મહિલાઓનો સમાવેશ થાય છે. બચાવી લેવામાં આવેલા તમામ 18 મુસાફરોને તાત્કાલિક બંજરની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તબીબોની ટીમ દ્વારા તેમની દેખરેખ રાખવામાં આવી રહી છે. હાલમાં તમામ ઈજાગ્રસ્તો ખતરાથી બહાર હોવાનું જાણવા મળ્યું છે.

આ અકસ્માતે ફરી એકવાર પહાડી વિસ્તારોમાં મુસાફરી કરતા પ્રવાસીઓની સુરક્ષા સામે સવાલો ઊભા કર્યા છે. સ્થાનિક રહેવાસીઓ અને વહીવટી તંત્રની તત્પરતાને કારણે મોટી જાનહાનિ ટળી હતી. વહીવટી તંત્ર દ્વારા હાલ મૃતકોના પરિવારજનોનો સંપર્ક કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને અકસ્માતના ચોક્કસ કારણો જાણવા તપાસ શરૂ કરી છે.

Sports : કોહલી સહિતના આ દિગ્ગજોની લિસ્ટમાં સામેલ થયો સમીર રિઝવી, પ્લેયર ઓફ ધી મેચની હેટ્રિક પૂર્ણ કરી

0

દિલ્હી કેપિટલ્સના સમીર રિઝવીએ IPL 2026માં શાનદાર શરૂઆત કરી છે. DCએ આ સીઝનમાં અત્યાર સુધીમાં બે મેચ રમી છે અને બંનેમાં જીત હાંસલ કરી છે. દિલ્હીની આ ધાકડ પરફોર્મન્સ પાછળનું રહસ્ય જ સમીર રિઝવી છે. દિલ્હી માટે નંબર 4 પર પોતાની પહેલી મેચ રમતા રિઝવીએ લખનઉ સુપર જાયન્ટ્સ સામે 47 બોલમાં અણનમ 70 રન બનાવ્યા હતા, જેમાં 5 ચોગ્ગા અને 6  છગ્ગા સામેલ છે. આ જ લયને જાળવી રાખતા તેણે મુંબઈ ઈન્ડિયન્સ સામે 51 બોલમાં 90 રન બનાવ્યા, જેમાં 7 ચોગ્ગા અને એટલા જ છગ્ગા સામેલ છે. રિઝવીને આ બંને ઈનિંગ્સ માટે પ્લેયર ઓફ ધી મેચનો એવોર્ડ આપવામાં આવ્યો.

ગત સીઝનની છેલ્લી મેચમાં પણ રિઝવી પ્લેયર ઓફ ધી મેચ બન્યો હતો

શું તમે જાણો છો કે સમીર રિઝવી IPL 2025ની છેલ્લી મેચ દિલ્હી કેપિટલ્સ સામે રમ્યો હતો, તેમાં પણ તે જ પ્લેયર ઓફ ધી મેચ રહ્યો હતો. DCએ IPL 2025ની છેલ્લી મેચ પંજાબ કિંગ્સ સામે રમી હતી, તે મેચમાં રિઝવીએ 25 બોલમાં 58 રનની અણનમ ઈનિંગ રમી હતી.

આ સાથે જ સમીર રિઝવીએ સતત ત્રણ વખત પ્લેયર ઓફ ધી મેચ એવોર્ડ્સની હેટ્રિક પૂર્ણ કરી લીધી છે. તે IPL ઈતિહાસમાં સતત ત્રણ વખત POTM એવોર્ડ જીતનાર 8મો ખેલાડી બની ગયો છે. છેલ્લે 2020માં ચેન્નાઈ સુપર કિંગ્સના ઋતુરાજ ગાયકવાડે આ સિદ્ધિ હાંસલ કરી હતી.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ તરફથી રમતા દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ઓલરાઉન્ડર જેક્સ કાલિસ IPLમાં સતત ત્રણ વખત પ્લેયર ઓફ ધી મેચ એવોર્ડ જીતનાર પ્રથમ ખેલાડી હતો, તેણે 2010માં આ સિદ્ધિ હાંસલ કરી હતી. બીજી તરફ વિરાટ કોહલી IPL 2016માં આ લિસ્ટમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ થયો હતો.

IPLમાં સતત ત્રણ વાર પ્લેયર ઓફ ધી મેચ એવોર્ડજેક્સ કાલિસ  (RCB) – 2010

વીરેન્દ્ર સેહવાગ (DD) – 2012

ગ્લેન મેક્સવેલ  (KXIP) – 2014

એરોન  ફિન્ચ (GL) – 2016

વિરાટ કોહલી (RCB) – 2016

જોસ બટલર  (RR) – 2018

ઋતુરાજ ગાયકવાડ  (CSK) – 2020

સમીર રિઝવી (DC) – 2026સતત બે મેચોમાં દિલ્હી કેપિટલ્સની જીતનો હીરો રહેલ સમીર રિઝવી IPL 2026માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીની રેસમાં સૌથી આગળ છે. તેણે અત્યાર સુધી બે મેચમાં 160 રન બનાવી લીધા છે. તે IPL 2026માં 150 રનનો આંકડો પાર કરનાર તે એકમાત્ર ખેલાડી છે. આશા છે કે, તે આખી સિઝન દરમિયાન આ રીતે જ પ્રદર્શન કરતો રહેશે.