Home Blog Page 196

World : મિડલ ઈસ્ટમાં ભયાનક યુદ્ધના ‘સંકેત’, ટ્રમ્પનું 48 કલાકનું અલ્ટીમેટમ અને ઈરાનનો વળતો પ્રહાર

 મિડિલ ઈસ્ટમાં ચાલી રહેલો સંઘર્ષ હવે નિર્ણાયક અને અત્યંત ભયાનક વળાંક પર પહોંચી ગયો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ખુલ્લી ચેતવણી આપી છે કે જો આગામી 48 કલાકમાં વ્યુહાત્મક રીતે મહત્વપૂર્ણ ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (Hormuz Strait) ખોલવામાં નહીં આવે અને સમજૂતી કરવામાં નહીં આવે, તો ઈરાન પર ‘કહર’ તૂટી પડશે. આ સાથે જ 6 એપ્રિલની ડેડલાઈન હવે ઈરાન માટે અસ્તિત્વનો સવાલ બની ગઈ છે.

ટ્રમ્પના બદલાતા તેવર અને ‘ઓપરેશન એપિક ફ્યુરી’

28 ફેબ્રુઆરીએ ઈઝરાયેલ અને અમેરિકાએ સંયુક્ત રીતે ‘ઓપરેશન એપિક ફ્યુરી’ શરૂ કર્યું ત્યારથી જ ટ્રમ્પના નિવેદનોમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. ક્યારેક તેઓ મંત્રણાની વાત કરે છે, તો ક્યારેક ઈરાનને ‘સ્ટોવૈશ્વિક અર્થતંત્ર પર ખતરો

હોર્મુઝ સ્ટ્રેટ બંધ હોવાને કારણે વિશ્વના કુલ તેલ અને ગેસ પુરવઠાનો 20% હિસ્સો અટવાઈ પડ્યો છે. યુદ્ધ પહેલા બ્રેન્ટ ક્રૂડ જે 73 ડોલર પ્રતિ બેરલ હતું, તે હવે 100 ડોલરને પાર કરી ગયું છે. જોકે, ઈરાને ભારત જેવા મિત્ર દેશોના જહાજોને મર્યાદિત અવરજવરની છૂટ આપી છે, પરંતુ સતત થતા ડ્રોન અને મિસાઈલ હુમલાઓએ આ માર્ગને જોખમી બનાવી દીધો છે.

ઈરાનની વળતી ધમકી 

ઈરાને પણ હવે ટ્રમ્પની ધમકીનો જવાબ આપતા કહ્યું કે મિડલ ઈસ્ટમાં સ્થિતિ વણસી શકે છે. જો તણાવ વધતું રહેશે તો અમેરિકા અને ઈઝરાયલ માટે મિડલ ઈસ્ટ નર્ક સમાન બની જશે અને ઇરાનને હરાવવાનો વહેમ તેમને ફસાવી દેશે. 

ઈરાનનો દાવો: અમેરિકાના  વિમાનો તોડી પાડ્યા

બીજી તરફ, ઈરાન પણ નમતું જોખવા તૈયાર નથી. ઈરાની અધિકારી ઇબ્રાહિમ જોલ્ફાઘારીએ દાવો કર્યો છે કે તેમના ડ્રોન અને મિસાઈલોએ અમેરિકા અને ઈઝરાયલના અનેક ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. અહેવાલો મુજબ, છેલ્લા 24 કલાકમાં ઈરાને બે અમેરિકી F-15E એરક્રાફ્ટ તોડી પાડ્યા હોવાનો દાવો પણ કર્યો છે, જે યુદ્ધની ગંભીરતા દર્શાવે છે.

હવે સમગ્ર વિશ્વની નજર 6 એપ્રિલ પર છે. જો ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા સંમત નહીં થાય, તો અમેરિકા તેના એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર મોટા પાયે હુમલા કરી શકે છે, જે આખા મિડિલ ઈસ્ટને વધુ ઊંડા યુદ્ધમાં ધકેલી શકે છે.ન એજ’ (પાષાણ યુગ) માં મોકલી દેવાની ધમકી આપે છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર તેમણે સ્પષ્ટ કર્યું કે તેમનો ધીરજ હવે ખૂટી રહ્યો છે.

Health : ગરમ પાણીમાં આ વસ્તુઓ ઉમેરીને પીવો મળશે અનેક હેલ્થ બેનિફિટ્સ!

0

ગરમ પાણી આપણા શરીર માટે સારું છે. આ પાણી પીવાથી સ્વાસ્થ્ય લાભ થાય છે અને શરીરને ડિટોક્સિફાય થાય છે. પરંતુ શું તમે જાણો છો કે ગરમ પાણીમાં બે વસ્તુઓ ભેળવીને પીવાથી પણ ઘણા ફાયદા થાય છે? હેલ્થ એક્સપર્ટ કહે છે કે આપણે દરરોજ ખાલી પેટે લીંબુ અને મધ ભેળવીને હૂંફાળું પાણી પીવું જોઈએ. લીંબુ વિટામિન-Cનો સ્ત્રોત છે, જ્યારે મધ એન્ટીઑકિસડન્ટથી ભરપૂર છે. તેથી, ગરમ પાણી સાથે તેનું સેવન કરવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે.

નિષ્ણાતો શું કહે છે?
સવારે ઠંડા કે સામાન્ય પાણીને બદલે આપણે એક ગ્લાસ નવશેકું પાણી પીવું જોઈએ. નવશેકું પાણી પીવાથી ઉર્જા મળે છે અને આપણા શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢવામાં મદદ મળે છે. આ પાણીમાં મધ અને લીંબુ ઉમેરવાથી અનેક ફાયદા થાય છે.

લીંબુ-મધ પાણી પીવાના ફાયદા
વજન ઘટાડવું: લીંબુ અને મધ ભેળવીને ગરમ પાણી પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. આ પાણી પીવાથી તમારા ચયાપચયને મજબૂત બનાવે છે.ચમકતી સ્કિન માટે: લીંબુ અને મધને હૂંફાળા પાણીમાં ભેળવીને પીવાથી પણ સ્કિન ચમકીલી બને છે. વિટામિન-Cથી ભરપૂર લીંબુ સ્કિનમાં કોલેજનનું સ્તર વધારે છે.

રોગપ્રતિકારક શક્તિમાં વધારો – વિટામિન સી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે, અને મધ એન્ટીઑકિસડન્ટોનો સ્ત્રોત છે. તેને હૂંફાળા પાણીમાં ભેળવીને પીવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

હૃદય અને લીવર માટે ફાયદાકારક: લીંબુ સાથે નવશેકું પાણી પીવાથી લીવરમાંથી સંચિત ચરબી અને અશુદ્ધિઓ દૂર થાય છે. આ પીણું ફેટી લીવરના દર્દીઓ માટે વરદાન છે. હૃદયના દર્દીઓને પણ આ પીણું ફાયદો કરે છે કારણ કે તે કોલેસ્ટ્રોલ ઘટાડે છે.

તમારી ઉર્જા વધારો – કેટલાક લોકો સવારે ખૂબ જ સુસ્ત અને સુસ્તી અનુભવે છે. આ લીંબુ પાણી પીવાથી તેમને ઉર્જા મળી શકે છે.

પીવાની સાચી રીત કઈ છે?

ડોક્ટરોના મતે, આ પીણું પીવાનો બેસ્ટ સમય સવારનો છે. તેને ખાલી પેટ પીવો. તેને બનાવવા માટે, હુંફાળા પાણીમાં લીંબુ નિચોવીને એક ચમચી મધ ઉમેરો. તમારે તેને પીવા માટે સ્ટ્રોનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે લીંબુ તમારા દાંત પર ખાટા સ્વાદ લાવી શકે છે.

Bollywood : ‘રામાયણ’માં રણબીર કપૂરનો ડબલ રોલ, શ્રી રામની સાથે આ શક્તિશાળી અવતારમાં પણ દેખાશે

0

નિતેશ તિવારીની મચ અવેટેડ ફિલ્મ ‘રામાયણ’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામની ભૂમિકા ભજવી રહ્યા છે. જોકે, ટીઝર રિલીઝ થયા બાદ એક્ટરે પુષ્ટિ કરી કે તે ફિલ્મમાં ડબલ રોલ ભજવી રહ્યો છે. આ સાંભળીને તમને આશ્ચર્ય થશે, પરંતુ તે સાચું છે.

‘રામાયણ’માં રણબીર કપૂરનો ડબલ રોલ

રણબીર કપૂરે નિતેશ તિવારીની ‘રામાયણ’માં ડબલ રોલને કન્ફર્મ કર્યો છે. તે ભગવાન રામના પાત્ર ઉપરાંત ભગવાન પરશુરામના પાત્રમાં પણ દેખાશે, જે રામ પહેલા વિષ્ણુનો અવતાર હતા. જોકે, ફિલ્મમાં પરશુરામનો રોલ નાનો હશે. ટીઝર રિલીઝ થયા બાદ આપેલા એક ઈન્ટરવ્યુમાં રણબીરે જણાવ્યું કે, ‘મેં રામ અને પરશુરામના અલગ-અલગ સ્વભાવને બોડી લેંગ્વેજ અને અવાજ દ્વારા નિભાવ્યો છે.’ ટીઝર લોન્ચ દરમિયાન તેણે કહ્યું કે, ‘ભગવાન વિષ્ણુના અલગ અલગ અવતાર હતા. ભગવાન રામ એક અવતાર હતા અને ભગવાન પરશુરામ રામ પહેલાનો અવતાર હતા.’

પરશુરામનું પાત્ર ભજવવું શાનદાર રહ્યું

રણબીરે આગળ કહ્યું કે, ‘મને ભગવાન રામનું પાત્ર ભજવવાની તક મળી, તો બીજી તરફ પરશુરામનું પાત્ર ભજવવું પણ શાનદાર રહ્યું. એક એક્ટર તરીકે બોડી લેંગ્વેજ ઉપરાંત જો તમે પાત્રોની આધ્યાત્મિકતા અને લાગણીઓને ઊંડાણપૂર્વક સમજો છો, તો બધું ત્યાંથી જ શરૂ થઈ જાય છે. રામાયણનું શૂટિંગ કરતા પહેલા એક વર્ષ પહેલા મેં આ જ પાત્રોને સમજવાનો પ્રયાસ કર્યો, તેઓ શેના માટે ઉભા હતા અને તેમનો હેતુ શું હતો.’ફિલ્મના ટીઝરમાં રામ અને પરશુરામ વચ્ચેના સંઘર્ષનો સંકેત આપવામાં આવ્યો છે, જેમ કે મહાકાવ્યમાં દર્શાવવામાં આવ્યું છે – સીતા સાથે લગ્ન કર્યા પછી અયોધ્યા પાછા ફરતી વખતે રામની મુલાકાત પરશુરામ સાથે થાય છે. કથા પ્રમાણે પરશુરામ રામને યુદ્ધ માટે પડકાર આપે છે, પરંતુ યુદ્ધ થતું નથી કારણ કે તેમને ખબર પડે છે કે રામ પણ વિષ્ણુનો અવતાર છે.

ફિલ્મની કાસ્ટ

ફિલ્મ રામાયણને નિતેશ તિવારીએ ડાયરેક્ટ કરી છે. રાઈટર નિતેશ તિવારી, રવિ ઉદયવાર અને શ્રીધર રાઘવન છે. એક્ટર્સ રામ-રણબીર કપૂર, રાવણ-યશ, સીતા-સાઈ પલ્લવી, હનુમાન-સની દેઓલ, લક્ષ્મણ-રવિ દુબે, મંદોદરી-કાજલ અગ્રવાલ, કૈકેયી-લારા દત્તા, દશરથ-અરુણ ગોવિલ, શૂર્પણખા-રકુલપ્રીત અને શિવના રોલમાં મોહિત રેના છે. આ ફિલ્મ અંગ્રેજી સબટાઈટલ સાથે હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થઈ રહી છે.

Bollywood : ઐશ્વર્યા સાથે સંબંધો પર અભિષેક બચ્ચને કરી ખુલીને વાત, ટ્રોલ્સને પણ આપ્યો જવાબ

0

 બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચને ઘણી વાર એ મુદ્દા પર ખુલીને વાત કરી છે કે દીકરી આરાધ્યાના જન્મ પછી તેમનું જીવન, વિચારસરણી અને દ્રષ્ટિકોણ બદલાઈ ગયો છે. હવે ફરી એકવાર તેમણે દીકરીને મોટી થતી જોવી અને તેના ઉછેર અંગે વાત કરી. આ સાથે જ તેણે ઐશ્વર્યા રાય સાથેના પોતાના સંબંધો પર પણ પોતાનો દ્રષ્ટિકોણ શેર કર્યો અને ટ્રોલ્સને પણ જવાબ આપ્યો. તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં અભિષેકે કહ્યું કે, આરાધ્યાની સતત સવાલ પૂછવાની ટેવથી મને એ બાબતનો અહેસાસ થયો, જેના વિશે મેં પહેલા ક્યારેય વિચાર્યું જ નહોતું. 

ઐશ્વર્યા સાથે સંબંધો પર અભિષેક બચ્ચને કરી ખુલીને વાત

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના લગ્ન હમંશાથી ચર્ચા અને અટકળોમાં રહ્યા છે. હવે અભિષેકે પોતાના સંબંધો, પરિવાર અને મેરેજ ડાયનામિક્સ અંગે ખુલીને વાત કરી છે. અભિષેક બચ્ચને જણાવ્યું કે, ‘અમારા સંબંધોનો પાયો હંમેશા પાર્ટનરશિપ પર ટકી રહ્યો છે, ન કે કોઈ કોમ્પિટિશન અથવા પરંપરાગત જેન્ડર રોલ્સ પર. જ્યારે મારા માતાપિતા અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનના લગ્ન થયા હતા ત્યારે મારી માતા એક મોટી સ્ટાર હતી, તેથી આ પરિસ્થિતિ તેમના માટે ક્યારેય અસામાન્ય નથી રહી.’અભિષેકે એ પણ જણાવ્યું કે, ‘હું ઐશ્વર્યાને પોતાના કરિયરની શરૂઆતથી જાણું છું અને બંનેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. અમે પહેલા મિત્રો હતા, પછી અમારો સંબંધ આગળ વધ્યો. અમારી કોર્ટશિપ, સગાઈ અને લગ્ન બધું જ એક પાર્ટનરશિપની જેમ રહ્યું. ક્યારેય એવું ન બન્યું કે, ઘર અને કામ અંગે કોઈ નિશ્ચિત ભૂમિકા હોય.’

હું એવા લગ્ન નથી ઈચ્છતો

‘ઈગો’ પર વાત કરતા અભિષેકે સ્પષ્ટ કર્યું કે, ‘હું તેને નકારાત્મક રીતે નથી જોતો. કોઈ પણ સંબંધમાં આગળ વધવા માટે એક-બીજાએ પાછળ હટવાની જરૂર ન હોવી જોઈએ.  હું એવો વ્યક્તિ નથી જે ઈચ્છે છે કે મારી જીત માટે કોઈ બીજું અટકી જાય. હું એવા લગ્ન નથી ઈચ્છતો જ્યાં મારી પત્ની મને ‘પુરુષત્વ’ અનુભવાવવા માટે પોતાના કરિયર સાથે સમાધાન કરવું પડે.’

મારા પિતા અમિતાભ બચ્ચને મને લોન્ચ નથી કર્યો

અભિષેકે એ પણ જણાવ્યું કે, ‘મારા પિતા અમિતાભ બચ્ચને મને લોન્ચ નથી કર્યો, પરંતુ બાદમાં તેમની ફિલ્મ ‘Paa’ (2009)ને પ્રોડ્યૂસ કરી હતી. ઐશ્વર્યા અને મારા વિચાર ઘણી હદ સુધી સમાન છે અને આ જ કારણ છે અમારો સબંધ કોઈપણ દબાણ કે સ્પર્ધા વિના સરળતાથી આગળ વધી રહ્યો છે.’

દીકરી આરાધ્યા માટે અભિષેક બચ્ચને જણાવી આ વાત

અભિષેક બચ્ચને આરાધ્યાના બાળપણનો એક કિસ્સો શેર કરતા કહ્યું કે, ‘જ્યારે તે નાની હતી, ત્યારે અમે ટીવી જોઈ રહ્યા હતા અને હું Peppa Pig જોઈને પરેશાન થઈ રહ્યો હતો. મેં કહ્યું, અરે આરાધ્યા… તમને ખબર છે, બાળકો ક્યારેક-ક્યારેક કોઈ અલગ જ દુનિયામાં ખોવાયેલા લાગે છે. મેં ફરી કહ્યું, આરાધ્યા, શું તું પપ્પા માટે એક ગ્લાસ પાણી લાવી શકે છે? તેણે મારી સામે એવી રીતે જોયું જાણે કહેવા માંગતી હોય, શું? મેં ફરી કહ્યું, શું તું મને એક ગ્લાસ પાણી આપી શકીશ? તેણે પૂછ્યું, કેમ? મેં કહ્યું કારણ કે મેં તને કહ્યું છે. તે સામાન્ય છે, ખરું ને? હું પિતા છું, તો પાણી લઈ આવો. તે ઉભી થઈ અને ખૂબ જ પ્રેમથી મારા માટે પાણી લઈને આવી. મેં કહ્યું, આભાર, અને તે ફરીથી જઈને બેસી ગઈ.’

અભિષેકે આગળ જણાવ્યું કે, ‘થોડા સમય પછી કંઈક ખૂબ જ રસપ્રદ બન્યું. લગભગ અડધા કલાક પછી આરાધ્યાએ મને અવાજ આપ્યો કે, પપ્પા? મેં કહ્યું, હા?  તો તેણે પૂછ્યું કે ‘શું તમે મને એક ગ્લાસ પાણી આપી શકો છો?’ અને મેં કહ્યું, તું જાતે જઈને લઈ આવ.’ તેણે કહ્યું, કેમ? જો તમે મને કહી શકો છો, તો હું તમને કેમ ન કહી શકું? મારી પાસે કોઈ જવાબ નહોતો. અને મેં વિચાર્યું, તે બિલકુલ સાચી છે. હું તેના પર મારો અધિકાર કે રુતબો ન દેખાડી શકું. જો તે મારા માટે પાણી લાવી શકે, તો હું તેના માટે કેમ ન લાવી શકું? મેં ફરી ક્યારેય તેની સામે ટકરાવ ન સામનો કર્યો. તેની વાત ખૂબ જ તાર્કિક હતી.’પેરેન્ટિંગ પર વાત કરતા અભિષેકે કહ્યું કે, હું અને મારી પત્ની ઐશ્વર્યા દીકરીના ઉછેરમાં કડક કે નિશ્ચિત રોલ્સમાં નથી માનતા. સરળ શબ્દોમાં કહીએ તો તેઓ આરાધ્યાને શું સાચું છે અને શું ખોટું છે તે કહેતા નથી, પરંતુ ખુદ કરીને બતાવે છે. એટલે કે તેઓ પોતાની દીકરી માટે એક સારું ઉદાહરણ બનવાનો પ્રયાસ કરે છે.

Rajkot : ગોંડલમાં પૈસા ઉપાડવા ગયેલા મહિલા કર્મચારી સાથે ઠગાઇ

0

ગોંડલમાં કડિયા લાઇન પાસે એટીએમ મશીનમાં રૂપિયા ઉપાડવા માટે ગયેલા નગરપાલિકાના મહિલા કર્મચારીને રૂપિયા ઉપાડવા મદદ કરવાના બહાને ગઠિયાએ કાર્ડ બદલી રૂા. 40,00 ઉપાડી લઇ છેતરપિંડી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

ગોંડલમાં બાપા સીતારામ ચોક પાસે મોહન પાર્કમાં રહેતા અને નગરપાલિકામાં નોકરી કરતાં રશીલાબેન કાંતીભાઇ રૈયાણી (ઉ.વ. 57)એ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ કડિયા લાઇન પાસે એસ.બી.આઇ.ના એ.ટી.એમ.માં પૈસા ઉપાડવા માટે ગયા હતાં. થોડીવાર બાદ વારો આવતા તેમણે કાર્ડ મશીનમાં નાખી પૈસા ઉપાડવાની ટ્રાય કરી હતી પરંતુ પૈસા ઉપડયા ન હતાં. દરમ્યાન પાછળથી એક અજાણ્યા શખ્સે તેની પાસે આવી કહ્યું કે, તમારૂ એ.ટી. એમ. કાર્ડ આપો તમને પૈસા ઉપાડી દઉં, જેથી તેણે તેને કાર્ડ આપતા ત્રણેક વખત ટ્રાય કરતા પૈસા ન ઉપડતા કાર્ડ આપીને જતો રહ્યો હતો.

World : ઝકરબર્ગે AI ડિવાઈસ માટે નવી મેટા સુપર ઈન્ટેલિજન્સ લેબ શરૂ કરી

0

માર્ક ઝકરબર્ગની કંપની મેટા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેક્ટરમાં આગળ વધવા માટે નવા હાર્ડવેર ડિવિઝન પર કામ કરી રહી છે. 

રિપોર્ટ મુજબ, કંપની હવે માત્ર સોફ્ટવેર નહીં પરંતુ એઆઈ આધારિત નવા ડિવાઇસ બનાવવાની તૈયારીમાં છે. આ શરૂઆત મેટાની મેટા સુપર-ઈન્ટેલિજન્સ લેબ્સ દ્વારા કરવામાં આવી છે. 

આ લેબ્સનું નેતૃત્વ એલેક્ઝાન્ડર વેન્ગને સોંપવામાં આવ્યું છે.  

મેટા અત્યાર સુધી સ્માર્ટ ગ્લાસ અને વર્ચ્યુઅલ રિયાલિટી હેડસેટ્સ માટે જાણીતી રહી છે.  જે તેના રિયાલિટી લેબ્સ વિભાગ દ્વારા બનાવવામાં આવે છે. પરંતુ, નવા વિભાગથી સ્પષ્ટ થાય છે કે કંપની હવે એઆઈ આધારિત નવી કેટેગરીના ડિવાઇસ ડેવલપ કરવા માંગે છે. આ માટે રિયાલિટી લેબ્સના કેટલાક કર્મચારીઓને હવે મેટા સુપર-ઈન્ટેલિજન્સ લેબ્સમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જેમાં, નવા પ્રોટોટાઈપ પર કામ કરવામાં આવી રહ્યું છે. મેટા આ નવી હાર્ડવેર ટીમ માટે અનુભવી એન્જિનિયર રુઈ શુને લાવી છે. તેઓ અગાઉ ડ્રીમર નામની એઆઈ સ્ટાર્ટઅપમાં હાર્ડવેર હેડ હતા. આ કંપનીને મેટાએ તાજેતરમાં જ ખરીદી હતી. તેમણે અગાઉ કે-સ્કેલ, બાઈટડાન્સ (ટિકટોક), શાયોમી, લેનોવો અને ટેન્સેન્ટ જેવી કંપનીઓમાં કામ કર્યું છે. જ્યાં, તેમણે જાણીતા સ્માર્ટ ડિવાઈસને ડેવલપ કર્યા છે.

World : ડાયનાસોરના અવશેષોની મદદથી તૈયાર કરાયેલા ચામડાની બેગની હરાજી થશે

0

વિશ્વના સૌથી ખતરનાક ડાયનાસોરના ચામડામાંથી બનેલા એક એન્ટિક હેંડબેગની હરાજી કરવામાં આવી રહી છે, આ બેગની શરૂઆતની કિંમત આશરે ૪.૬૩ કરોડ રૂપિયા રાખવામાં આવી છે. આ દુર્લભ ગણાતી બેગને એમ્સ્ટર્ડમના આર્ટ ઝૂ મ્યૂઝિયમમાં પ્રદર્શની માટે રાખવામાં આવી છે. જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો આ મ્યૂઝિયમમાં પહોંચી રહ્યા છે. 

મ્યૂઝિયમમાં એક પાંજરામાં પથ્થર પર આ બેગને મુકવામાં આવી છે. ૧૧મી મે સુધી આ બેગને પ્રદર્શનીમાં રાખવામાં આવશે. જોકે આ બેગ સંપૂર્ણપણે ડાયનાસોરના ચામડામાંથી બનાવવામાં નથી આવી પરંતુ ડાયનાસોરના જે અંશો મળી આવ્યા હતા તેનો ઉપયોગ કરીને ચામડાનો લેબમાં વિકાસ કરવામાં આવ્યો હતો, વૈજ્ઞાાનિકોએ ટી-એક્સના જીવાશ્મોમાં બહુ જ જુના પ્રોટિનના નાના ટુકડા કર્યા હતા, આ ટુકડાને જેનેટિક એન્જિનિયરિંગની મદદથી એક અજ્ઞાાત પશુની કોશિકામાં નાખ્યું હતું, જેનાથી અંતે કોલેજન પ્રોટિન તૈયાર કરાયું હતું, જે બાદમાં ચામડામાં ફેરવાઇ ગયું હતું.

ધ ઓર્ગેનાઇઝ્ડ કંપનીના સીઇઓ થોમસ મિશેલે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટમાં અનેક ટેક્નીકલ પડકારોનો સામનો કરવો પડયો હતો. ટાયરેનોસોરસ રેક્સ નામના ડાયનાસોરના અવશેષોની મદદથી આ વિશેષ બેગ તૈયાર કરવામાં આવી છે. હાડકાની અંદર જે કોલેજન મળી આવે છે. જ્યારે કોઇ નવું સાહસ પ્રથમ વખત કરવામાં આવે ત્યારે તેની ટીકા થાય તે પણ સ્વાભાવીક છે. આ બેગ માટે ચામડુ કેવી રીતે તૈયાર થયું તેને લઇને પણ કેટલાક અહેવાલ સામે આવ્યા છે. જે મુજબ ડાયનાસોરના હાડકામાંથી જે અવશેષો મળી આવ્યા બાદમાં તેને કોઇ અજાણ્યા પશુના સેલમાં નાખવામાં આવ્યા જેનાથી બાદમાં કોલેજન તૈયાર કરવામાં આવ્યું. જેને બાદમાં ચામડામાં ફેરવી નાખવામાં આવ્યું, એટલે નિષ્ણાતોનો દાવો છે કે આ પર્સ મૂળતો ડાયનાસોરના ચામડામાંથી જ તૈયાર થયું કહેવાય.  

Surendranagar : મુળીમાં ભોગાવો નદીનો પુલ જર્જરિત : પિલરોમાં સળિયા દેખાતા દુર્ઘટનાનો ભય

0

સુરેન્દ્રનગર જિલ્લામાં નદીઓ પર આવેલા પુલો જર્જરિત હોવાની ફરિયાદો વચ્ચે મૂળી ભોગાવો નદી પરનો પુલ હવે જોખમી સ્તરે પહોંચી ગયો છે. સરા, થાનગઢ અને વાંકાનેર તરફ જતા મુખ્ય માર્ગ પર આવેલો આ પુલ પાયામાંથી ડેમેજ થઈ ગયો છે. 

પુલના પિલરો અને નીચેના ભાગેથી સિમેન્ટના પોપડા ઉખડી ગયા છે અને લોખંડના સળિયા બહાર દેખાવા લાગ્યા છે. હાલમાં ભોગાવો નદી પાણીથી ભરેલી છે, ત્યારે જર્જરિત પુલ પરથી એસટી બસો, ખાનગી લક્ઝરીઓ, વિદ્યાર્થી ભરેલા વાહનો અને ખેડૂતોના ભારે માલવાહક ટ્રેક્ટરો સતત પસાર થઈ રહ્યા છે.

આ ગંભીર પરિસ્થિતિ અંગે તંત્રના અધિકારીઓનું કહેવું છે કે નવા પુલના નિર્માણ માટે ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે, પરંતુ કોઈ કોન્ટ્રાક્ટર ટેન્ડર ભરી રહ્યા ન હોવાથી કામ અટકેલું છે. બીજી તરફ, સ્થાનિક રહીશો અને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોની માંગ છે કે કોઈ મોટી જાનહાનિ કે દુર્ઘટના સર્જાય તેની રાહ જોયા વગર તંત્ર તાકીદે જાગે અને વૈકલ્પિક વ્યવસ્થા અથવા પુલના નવીનીકરણનું કામ યુદ્ધના ધોરણે હાથ ધરે. જો સમયસર પગલાં લેવામાં નહીં આવે તો આ જર્જરિત પુલ ગમે ત્યારે મોટી હોનારતનું કારણ બની શકે તેમ છે.

Business : ક્રૂડના વાયદાએ રૂ.10 હજારની સપાટી કુદાવી

0

 દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ પર ૨૭ માર્ચથી ૨ એપ્રિલના સપ્તાહ દરમિયાન વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.૧૩૫૫૪૮૫.૯૦ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.૩૦૩૦૧૫.૪૯ કરોડનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં રૂ.૮૭૬૨૬.૭૯ કરોડનાં કામકાજ થયાં હતાં.

એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે એમડબલ્યુએચદીઠ રૂ.૪૫૬૨ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.૫૫૫૦ અને નીચામાં રૂ.૪૫૨૫ના સ્તરને સ્પર્શી, સપ્તાહના અંતે રૂ.૭૦૬ વધી રૂ.૫૨૬૩ના સ્તરે પહોંચ્યો હતો. ક્ડ તેલ એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.૮૮૬૭ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.૧૦૬૪૦ અને નીચામાં રૂ.૮૮૨૦ના સ્તરને સ્પર્શી, રૂ.૮૯૯૯ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.૧૪૦૯ની તેજી સાથે રૂ.૧૦૪૦૮ના ભાવે બંધ થયો હતો.ક્ડ તેલ-મિની એપ્રિલ વાયદો સપ્તાહના અંતે રૂ.૧૪૦૪ વધી રૂ.૧૦૪૦૩ થયો હતો. નેચરલ ગેસ એપ્રિલ વાયદો એમએમબીટીયુદીઠ રૂ.૧૭.૧ ઘટી સપ્તાહના અંતે રૂ.૨૬૪ થયો હતો. નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો રૂ.૧૭.૨ ઘટી રૂ.૨૬૪ના સ્તરે સપ્તાહના અંતે પહોંચ્યો હતો.

સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.૧૯૭૪૦૧.૮૨ કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો સપ્તાહના પ્રારંભે ૧૦ ગ્રામદીઠ રૂ.૧૪૪૦૦૦ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.૧૫૪૫૦૦ અને નીચામાં રૂ.૧૪૩૬૫૨ના મથાળે અથડાઈ, રૂ.૧૪૨૫૧૪ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.૭૧૬૬ના ઉછાળા સાથે રૂ.૧૪૯૬૮૦ના ભાવે બોલાયો હતો.

ગોલ્ડ-ગિની એપ્રિલ વાયદો ૮ ગ્રામદીઠ રૂ.૫૦૯૪ ઊછળી રૂ.૧૧૯૩૧૨ના ભાવે બંધ થયો હતો. ગોલ્ડ-પેટલ એપ્રિલ વાયદો ૧ ગ્રામદીઠ રૂ.૬૪૨ની તેજી સાથે રૂ.૧૪૯૩૫ના ભાવે બોલાયો હતો.

સોનું-મિની મે વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૬૯૦૦ની વૃદ્ધિ સાથે રૂ.૧૪૮૧૪૦ થયો હતો. ગોલ્ડ-ટેન એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે ૧૦ ગ્રામદીઠ રૂ.૧૪૩૦૦૦ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.૧૫૩૧૦૦ અને નીચામાં રૂ.૧૪૨૨૩૯ના મથાળે અથડાઈ, રૂ.૧૪૧૫૪૭ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.૬૯૯૨ના ઉછાળા સાથે રૂ.૧૪૮૫૩૯ થયો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.૨૨૪૨૪૭ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.૨૪૩૯૮૧ અને નીચામાં રૂ.૨૨૧૨૦૯ના સ્તરને સ્પર્શી, રૂ.૨૧૯૮૭૪ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.૧૨૬૨૧ના ઉછાળા સાથે રૂ.૨૩૨૪૯૫ના સ્તરે પહોંચ્યો હતો.

સપ્તાહના અંતે કિલોદીઠ ચાંદી-મિની એપ્રિલ વાયદો રૂ.૧૧૨૭૯ની વૃદ્ધિ સાથે રૂ.૨૩૫૬૪૫ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદી-માઇક્રો એપ્રિલ વાયદો રૂ.૧૧૩૬૦ની તેજી સાથે સપ્તાહના અંતે રૂ.૨૩૫૭૫૯ થયો હતો.

બિનલોહ ધાતુઓમાં રૂ.૧૭૯૦૧.૨૮ કરોડનાં કામકાજ થયાં હતાં. સપ્તાહના અંતે કિલોદીઠ તાંબું એપ્રિલ વાયદો રૂ.૧૬.૨ વધી રૂ.૧૧૫૫.૧ના સ્તરે પહોંચ્યો હતો. જસત એપ્રિલ વાયદો રૂ.૧૩.૩૫ વધી સપ્તાહના અંતે રૂ.૩૨૩.૨ના ભાવે બંધ થયો હતો. એલ્યુમિનિયમ એપ્રિલ વાયદો સપ્તાહના અંતે રૂ.૧૮.૨ વધી રૂ.૩૫૪.૩૫ના ભાવે બોલાયો હતો. સીસું એપ્રિલ વાયદો રૂ.૨.૮ વધી રૂ.૧૯૫.૨૫ના ભાવે સપ્તાહના અંતે બંધ થયો હતો.

National : ચૂંટણી પંચ જેવી સંસ્થાએ સ્વતંત્ર રહી કામ કરવું જોઇએ : સુપ્રીમના ન્યાયાધીશ

0

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બી. વી. નાગરત્નાએ એક મોટું નિવેદન આપ્યું હતું, તેમણે કહ્યું હતું કે ચૂંટણી પંચ જેવી સંસ્થાઓએ સ્વતંત્ર રીતે કામ કરવું જોઇએ અને રાજકીય પ્રતિક્રિયાઓની આ સંસ્થા પર કોઇ અસર ના થવી જોઇએ. ચૂંટણી માત્ર સમય સમય પર થનારી ઘટના નથી, આ એક એવુ તંત્ર છે જેના માધ્યમથી રાજકીય સત્તાનું ગઠન થાય છે. સાથે જ તેમણે કહ્યું હતું કે કેન્દ્રએ રાજ્યોને ગૌણ તરીકે નહીં પણ સંકલન તરીકે લેવા જોઇએ. 

શનિવારે બિહારના પટણાના ચાણક્ય નેશનલ લો યુનિવર્સિટીમાં અધિકારો અંગે પોતાના વિચારો રજુ કર્યા હતા. તેમણે સંબોધનમાં કહ્યું હતું કે ચૂંટણી પંચ, કેગ અને નાણા પંચની ડિઝાઇન એક સરખી છે, આ સંસ્થાઓએ બહારના કોઇ પણ પ્રકારના પ્રભાવ કે વગથી મૂક્ત, વિશેષીકૃત છે. અને આવી સંસ્થાઓને એવા ક્ષેત્રોની દેખરેખનું કામ સોંપવામાં આવ્યું છે કે જ્યાં નિષ્પક્ષતા સુનિશ્ચિત કરવા માટે સામાન્ય રાજનીતિક પ્રતિિક્રિયાઓ કદાચ પુરતી ના હોય. આ સંસ્થાઓ સ્વતંત્ર રીતે કાર્ય કરે અને રાજકીય પ્રતિક્રિયાઓથી પ્રભાવીત ના થાય તે અત્યંત જરૂરી છે. વિપક્ષ જ્યારે ચૂંટણી પંચ પર સવાલો ઉઠાવી રહ્યા છે અને એસઆઇઆર મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે એવી સ્થિતિમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ નાગરત્નાએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને એક અત્યંત મહત્વપૂર્ણ બંધારણીય સંસ્થા તરીકે માન્યતા આપી છે. જેને ચૂંટણીઓની નિષ્પક્ષતા જાળવી રાખવાની જવાબદારી સોંપવામાં આવી છે. જો ચૂંટણી કરાવનારા લોકો એવા લોકો પર નિર્ભર હોય કે જેઓ ચૂંટણી લડી રહ્યા છે તો પછી આ પ્રક્રિયાની નિષ્પક્ષતા સુનિશ્ચિત ના કરી શકાય. બંધારણનો પાયો ત્યારે નબળો ત્યારે પડી જાય છે જ્યારે તેની સંરચના નબળી પડી જાય. કેન્દ્ર અને રાજ્ય સરકારોની સત્તા અંગે વાત કરતા ન્યાયાધીશે વધુમાં કહ્યું હતું કે કેન્દ્ર અને રાજ્યો બન્ને વચ્ચે કોઓર્ડિનેશન હોવુ જરૂરી છે, વિવિધ યોજનાઓ થકી નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય બન્નેની યોજનાઓનો લાભ મળવો જોઇએ.