ભારતીય રિઝર્વ બેંક (RBI) ખાતાધારકોના હિતમાં એક મોટી વ્યવસ્થા પર કામગીરી શરૂ કરી દીધી છે. નવી વ્યવસ્થા મુજબ હવે બેંક ખાતાધારકો એકાઉન્ટ નંબર બદલ્યા વગર મોબાઈલ નંબર પોર્ટની જેમ બેંક બદલી શકશે. આરબીઆઈની આ યોજના બેન્કિંગ ક્ષેત્રમાં એક મોટો ફેરફાર ગણવામાં આવી રહ્યો છે. જો આ યોજના શરૂ થશે તો અનેક બેંક ખાતાધારકોને મોટી રાહત મળશે.
ખાતા નંબર એ જ અને બેન્ક નવી
બેંક ખાતાધારકો પોતાની ઈચ્છા મુજબ એકાઉન્ટ નંબર બદલ્યા વગર સરળતાથી બેંક બદલી શકે અને બેંક બદલતા જ આપોઆપ બધુ ટ્રાન્સફર થઈ શકે તે અત્યાધુનિક સિસ્ટમ પર RBIએ કામગીરી શરૂ કરી દીધી છે. ‘પેમેન્ટ્સ વિઝન 2028’ હેઠળ ગ્રાહકોને પોતાની મરજી મુજબ બેંક પસંદ કરવાની આઝાદી મળી શકે તે હેતુથી આરબીઆઈએ નવી વ્યવસ્થા પર વિચારણા શરૂ કરી દીધી છે. આનાથી બેંકોમાં સ્પર્ધા પણ વધશે અને તેના કારણે ગ્રાહકોને સારી સેવા પણ મળશે.
ડોક્યુમેન્ટ્સની ઝંઝટમાંથી પણ મળશે છૂટકારો
હાલના સમયમાં જો કોઈ ગ્રાહકે બેંક બદલવી હોય તો તેમને નવો બેંક એકાઉન્ટ નંબર આપવામાં આવે છે, ત્યારબાદ ડોક્યુમેન્ટ્સની પ્રક્રિયા શરૂ થાય છે, જેમાં ઘણો સમય વેડફાઈ જાય છે. આમાં ગ્રાહકોએ પોતાની નવી બેંક વિગતોમાં પગાર, હોમ લોનની હપ્તા, મ્યુચ્યુઅલ ફંડ (SIP), વીમા પ્રિમિયમ, ગેસ સબસિડી અને વીજળી-પાણી બિલની ચૂકવણી સહિતની પ્રક્રિયા માટે વિગતો અપડેટ કરવી પડે છે. ઘણીવાર માહિતી ખોટી હોવાના કારણે ચૂકવણી રદ થઈ જાય છે અને ગ્રાહકને માનસિક અને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે.
આવી રીતે કામ કરશે નવી સિસ્ટમ
RBIની નવી યોજના મુજબ તમારો વર્તમાન બેંક એકાઉન્ટ નંબર કાયમી બની જશે. જ્યારે તમે બેંક પોર્ટ કરાવશો તો નવી બેંક તમરા જૂના એકાઉન્ટ નંબરને પોતાની સિસ્ટમમાં સામેલ કરી દેશે. રિઝર્વ બેંક એ સુવિધા માટે એક સેન્ટ્રલ પ્લેટફોર્મ તૈયાર કરી રહ્યું છે. તેમાં ગ્રાહકોના તમામ ઓટો-પેમેન્ટ્સ ઓપ્શન, ઈન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ અને બિલ ચૂકવણીની માહિતી સુરક્ષિત રહેશે. જ્યારે તમે બેંક બદલશો તો તમારા એકાઉન્ટ સંબંધી તમામ બાબતો આપોઆપ નવા બેંકમાં ટ્રાન્સફર થઈ જશે.
…તો બેંકોની મનમાની ખતમ થઈ જશે
આ સિસ્ટમ લાગુ થયા બાદ બેંકોની મનમાની ખતમ થઈ જશે. જો કોઈ બેંક ગ્રાહકોને સારી સેવા પુરી ન પાડે અને બિનજરૂરી ચાર્જ વલુવે તો ગ્રાહક કોઈપણ ચિંતા કર્યા વગર પોતાનો એકાઉન્ટ અન્ય બેંકમાં પોર્ટ કરાવી શકે છે. આનાથી દેશના બેન્કિંગ સિસ્ટમમાં પારદર્શીતા આવશે અને ડિજિટલ ટ્રાન્જેક્શન પણ મજબૂત થશે.
અક્ષય ખન્નાની ગણતરી બોલિવૂડના એ પસંદગીના કલાકારોમાં થાય છે જેઓ પોતાની ખામોશીથી પણ સ્ક્રીન પર આગ લગાવી દે છે. તાજેતરમાં જ ફિલ્મ ‘ધુરંધર’માં તેના રહેમાન ડકૈતના રોલે દર્શકોના રૂંવાટા ઊભા કરી દીધા હતા. દરેક લોકો તેની એક્ટિંગ પર ફિદા થઈ ગયા છે, પરંતુ શું તમે જાણો છો કે જે રોલ માટે અક્ષયની આજે વાહવાહી થઈ રહી છે તેને બોલિવૂડ અને સાઉથના ત્રણ મોટા સ્ટાર્સે ઠુકરાવી દીધો હતો?
પડદા પાછળની આ સ્ટોરી ફિલ્મની સ્ટોરી જેટલી જ રસપ્રદ છે, જ્યાં ત્રણ એક્ટર્સની ‘ના’ એ અક્ષય ખન્ના માટે ઈતિહાસ રચવાનો માર્ગ મોકળો કરી દીધો.
તાજેતરના એક ઈન્ટરવ્યુમાં કાસ્ટિંગ ડાયરેક્ટર મુકેશ છાબરાએ ખુલાસો કર્યો કે, ઘણા એક્ટર્સે આ રોલ માટે ઈનકાર કરી દીધો હતો. તેમણે તેનું કારણ એ જણાવ્યું કે, ફિલ્મની કમાન કોઈ બીજા મોટા સ્ટારના હાથમાં છે. સાઉથ-બોલિવૂડના 3 એક્ટરે રહેમાન ડકૈતનો રોલ ઠુકરાવ્યો હતો
તેમણે આગળ જણાવ્યું કે, એક એક્ટર સાઉથનો હતો અને બીજા બે બોલિવૂડના હતા. તેમણે મને ખૂબ જ વિચિત્ર કારણ આપ્યું. તેમણે કહ્યું કે, ‘આ તો એક એનસેમ્બલ કાસ્ટ વાળી ફિલ્મ છે.. આ તો રણવીરની ફિલ્મ છે.’ મુકેશ છાબડાએ આ ત્રણેય એક્ટર્સના નામ તો ન જણાવ્યા, પરંતુ તેમણે એ ચોક્કસ કહ્યું કે, તેમને હવે પસ્તાવો થઈ રહ્યો હશે.
24 કલાકમાં અક્ષય ખન્નાએ હા કરી
જ્યારે મોટા-મોટા સ્ટાર આ રોલ માટે ખચકાટ અનુભવતા હતા, ત્યારે મુકેશ છાબરાએ અક્ષય ખન્નાનો સંપર્ક કર્યો. અક્ષયનો અંદાજ હંમેશાથી જ અનોખો રહ્યો છે. તેણે સ્ક્રિપ્ટ સાંભળી અને તેને શાનદાર ગણાવી. જ્યારે અન્ય એક્ટર્સ ફિલ્મના ફૂટેજ અને સ્ક્રીન ટાઈમનો હિસાબ લગાવી રહ્યા હતા, ત્યારે અક્ષયે ફક્ત પોતાના અંતરાત્માનું સાંભળ્યું અને માત્ર એક જ દિવસમાં ફિલ્મ માટે “હા” કહી દીધી. અક્ષય દિલથી નિર્ણયો લે છે, અને તેથી જ તે બીજાના મંતવ્યો કરતાં સ્ટોરીની તાકાત પર વિશ્વાસ કરે છે.
રહેમાન ડકૈતના પાત્રએ ધૂમ મચાવી
અક્ષય ખન્નાનો આ નિર્ણય તેના કરિયર માટે માસ્ટરસ્ટ્રોક સાબિત થયો. ફિલ્મમાં તેણે ક્રૂર લ્યારી ગેંગના નેતા રહેમાન ડકૈતનો જે ખૂંખાર અંદાજ રજૂ કર્યો, તેણે લોકોના મનમાં ભય પેદા કરી દીધો. આજે ફિલ્મની સફળતામાં રણવીર સિંહની સાથે-સાથે અક્ષય ખન્નાના આ પાત્રને સૌથી મોટો પ્લસ પોઈન્ટ માનવામાં આવે છે. આ ફિલ્મથી એ સાબિત થઈ ગયું કે પાત્ર નાનું કે મોટું નથી હોતું, પરંતુ એક્ટરનું હુનર તેને મહાન બનાવે છે.
ફિલ્મની સ્ટારકાસ્ટ
આ ફિલ્મમાં રણવીર સિંહ લીડ રોલમાં હતો અને તેની સાથે સારા અર્જુન, સંજય દત્ત, અર્જુન રામપાલ, આર. માધવન અને રાકેશ બેદી પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં હતા. બે પાર્ટમાં રિલીઝ થયેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર હિન્દી સિનેમાના અનેક રેકોર્ડ તોડી નાખ્યા છે. બંને જ પાર્ટે 1000 કરોડથી વધુની કમાણી કરી છે.
અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં આગની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જુહાપુરા ચાર રસ્તા જેવા અત્યંત ટ્રાફિક ધરાવતા વિસ્તારમાં આવેલી BRTS કેબિનની બિલકુલ બાજુમાં પાર્ક કરેલી એક બાઈકમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી.
જોતજોતામાં બાઈક બની આગનો ગોળો
મળતી માહિતી અનુસાર, બાઈકમાં આગ કયા કારણોસર લાગી તે હજુ અકબંધ છે, પરંતુ આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે જોતજોતામાં આખું વાહન આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું હતું. ચાર રસ્તા પર લોકોની ભારે અવરજવર હોવાથી આ દ્રશ્ય જોઈને વાહનચાલકો અને રાહદારીઓમાં ફાળ પડી હતી. આગને કારણે આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.
આ ઘટના જે સ્થળે બની ત્યાં BRTSની કેબિન આવેલી છે. આગની લપેટો કેબિનની તદ્દન નજીક હોવાથી મુસાફરો અને આસપાસના દુકાનદારોમાં ભયનો માહોલ સર્જાયો હતો. લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની 9મી મેચમાં શનિવારે ગુજરાત ટાઈટન્સનો સામનો રાજસ્થાન રોયલ્સ સામે થયો હતો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં રાજસ્થાન રોયલ્સે 6 રનથી મેચ જીતી લીધી હતી. આ મેચમાં ગુજરાત ટાઈટન્સને જીત માટે 211 રન બનાવવાના હતા, પરંતુ તે 8 વિકેટ પર માત્ર 204 રન જ બનાવી શકી.
તુષાર પાંડેએ રંગ રાખ્યો
આ મેચ છેલ્લી ઓવર સુધી ચાલી અને ખૂબ જ રોમાંચક રહી. ગુજરાત ટાઈટન્સને છેલ્લી ઓવરમાં જીત માટે 11 રન બનાવવાના હતા. પરંતુ ફાસ્ટ બોલર તુષાર દેશપાંડેએ આ ઓવરમાં કમાલની બોલિંગ કરતા માત્ર 4 રન આપ્યા અને કેપ્ટન રાશિદ ખાનની વિકેટ પણ લીધી. રાશિદ ખાન અને કાગીસો રબાડા સેટ થઈ ગયા હતા, પરંતુ તુષારે છેલ્લી ઓવરમાં આ બંનેને રન બનાવવાની તક ન આપી.
રાજસ્થાન રોયલ્સની સતત બીજી જીત
રાજસ્થાન રોયલ્સની આ સીઝનમાં આ સતત બીજી જીત રહી. બીજી તરફ ગુજરાત ટાઈટન્સ આ સીઝનમાં સતત બીજી મેચ હારી ગઈ છે. ગુજરાત ટાઈટન્સની આ સીઝનની શરૂઆત ખરાબ રહી અને તેણે પોતાની પહેલી મેચમાં પંજાબ કિંગ્સ (PBKS)એ તેને ત્રણ વિકેટથી હરાવી દીધી હતી. બીજી તરફ રાજસ્થાન રોયલ્સે પોતાની પહેલી મેચમાં પાંચ વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ને 8 વિકેટથી હરાવ્યું હતું.
સાઈ સુદર્શનનું શાનદાર પ્રદર્શન
રન ચેઝમાં ગુજરાત ટાઈટન્સની શરૂઆત શાનદાર રહી. કુમાર કુશાગ્ર અને સાઈ સુદર્શને પ્રથમ વિકેટ માટે 78 રન જોડ્યા હતા. કુશાગ્રે 18 રન બનાવ્યા અને તેની વિકેટ કેપ્ટન રિયાન પરાગે લીધી. ત્યારબાદ ગુજરાત ટાઈટન્સને સુદર્શનના રૂપમાં મોટો ઝટકો લાગ્યો. સુદર્શને 44 બોલમાં 73 રન બનાવ્યા, જેમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગા સામેલ છે. સુદર્શનને સ્પિનર રવિ બિશ્નોઈએ આઉટ કર્યો, જે ઈમ્પેક્ટ સબ તરીકે મેદાનમાં ઉતર્યો હતો.ત્યારબાદ રવિ બિશ્નોઈએ ગ્લેન ફિલિપ્સ (3 રન) અને વોશિંગ્ટન સુંદર (4 રન) ને આઉટ કર્યા. જોકે, બીજી તરફ સારી બેટિંગ કરી રહેલ જોસ બટલર (26 રન)એ પણ નાંદ્રે બર્ગર સામે પોતાની વિકેટ ગુમાવી દીધી, જેના કારણે ગુજરાત ટાઈટન્સ મુશ્કેલીમાં મુકાઈ ગયું. ત્યારબાદ રવિ બિશ્નોઈએ રાહુલ તેવતિયાને આઉટ કર્યો, જે ફક્ત 12 રન બનાવી શક્યો હતો. શાહરૂખ ખાન 11 રન બનાવીને રન આઉટ થયો, જેનાથી ગુજરાત ટાઈટન્સનો સ્કોર 161/7 થઈ ગયો. ત્યાંથી કાગીસો રબાડા (23 રન અણનમ) અને રાશિદ ખાન (24 રન)એ મેચને રોમાંચક બનાવી દીધી.
રાજસ્થાન રોયલ્સની આવી રહી ઈનિંગ
રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને 6 વિકેટ પર 210 રન બનાવ્યા. રાજસ્થાન રોયલ્સની શરૂઆત શાનદાર રહી, વૈભવ સૂર્યવંશી અને યશસ્વી જયસ્વાલ વચ્ચે પ્રથમ વિકેટ માટે 70 રન પાર્ટનરશિપ થઈ. વૈભવ સૂર્યવંશીએ 18 બોલમાં 31 રન બનાવ્યા, જેમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો. કેપ્ટન રાશિદ ખાને વૈભવને પોતાની ફિરકીમાં ફસાવ્યો. વૈભવના આઉટ થયા બાદ યશસ્વીએ ધ્રુવ જુરેલ સાથે મળીને બીજી વિકેટ માટે 56 રન જોડ્યા.
યશસ્વી જયસ્વાલે 36 બોલમાં 55 રન બનાવ્યા, જેમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગા સામેલ છે. કાગીસો રબાડાએ યશસ્વીને શાનદાર બોલિંગ કરીને ક્લીન બોલ્ડ કર્યો. કેપ્ટન રિયાન પરાગ (8 રન), શિમરોન હેટમાયર (18 રન) અને ડોનોવન ફરેરા (1 રન) બેટિંગથી કંઈ ખાસ કમાલ ન કરી શક્યા.
વિકેટોના પતન વચ્ચે ધ્રુવ જુરેલે ક્રીઝ પર ટકી રહીને શાનદાર ઈનિંગ રમી. જુરેલે 42 બોલમાં 75 રન બનાવ્યા, જેમાં 5 છગ્ગા અને 5 ચોગ્ગા ફટકાર્યા હતા. ગુજરાત ટાઈટન્સ તરફથી કાગીસો રબાડાએ સૌથી વધુ બે વિકેટ ઝડપી. રાશિદ ખાન, પ્રસિદ્ધ કૃષ્ણા, અશોક શર્મા અને મોહમ્મદ સિરાજે એક-એક વિકેટ લીધી.
રાશિદ ખાને ગુજરાત ટાઈટન્સની કમાન સંભાળી
આ મેચમાં રાશિદ ખાને ગુજરાત ટાઈટન્સની કમાન સંભાળી. નિયમિત કેપ્ટન શુભમન ગિલ સ્નાયુઓમાં ખેંચાણને કારણે પસંદગી માટે ઉપલબ્ધ નહોતો.ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ગુજરાત ટાઈટન્સનું પલડું રાજસ્થાન રોયલ્સ સામે ભારે રહ્યું છે. બંને ટીમો વચ્ચે IPLમાં અત્યાર સુધી નવ મેચ રમાઈ છે. આ દરમિયાન ગુજરાત ટાઈટન્સે છ મેચ જીતી છે, જ્યારે રાજસ્થાન રોયલ્સે ફક્ત 3 મેચ જીતી છે.
ઇરાને હોર્મુઝની ખાડી પર અંકુશ જમાવીને વૈશ્વિક અર્થતંત્રોમાં હલચલ મચાવી દીધા પછી હવે બીજા મહત્ત્વના વૈશ્વિક સમુદ્રી માર્ગ બાબા-અલ મંદેબ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો સંકેત આપ્યો છે. ઇરાનની સંસદના સ્પીકર માહમ્મદ બાકર કાલિબાફે આ પ્રકારની વાત જણાવી પણ ચૂક્યા છે. તેના કારણે આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઇન અને ઉર્જા પુરવઠાને લઈને નવી ચિંતા સર્જાઈ છે.
ઇરાનના અમેરિકાની અત્યંત વિશ્વસનીય પેટ્રિયેટ મિસાઇલ સિસ્ટમ ખતમ કર્યાના દાવાથી ખળભળાટઆમ હોર્મુઝ પછી આ બીજો જળમાર્ગ પણ તનાવનું કેન્દ્ર બની શકે છે.હોર્મુઝ ખાડી બંધ થવાથી આમ પણ વૈશ્વિક બજારોની સ્થિતિ બગડી છે ત્યારે બાબા અલ મંદેબ પર સંભવિત તનાવથી સ્થિતિ વધુ ગંભીર થઈ શકે છે. ઇરાન અને અમેરિકા વચ્ચેનો સંઘર્ષ વધુ તીવ્ર બની શકે છે. બાબા અલ મંદેબની સામુદ્રધુની રેડ સીને એડનના અખાત સાથે જોડે છે. આ માર્ગ યુરોપ અને એશિયા વચ્ચેનો મુખ્ય સમુદ્રી માર્ગ છે. અહીંથી મોટા પ્રમાણમાં ઓઇલ, એલએનજી, ઘઉં, ચોખા, ખાતરની જુદાં-જુદાં દેશોમાંથી આયાત કરવામાં આવે છે.યમનના હુથી પહેલા જ આ ક્ષેત્રમાં આવતા જહાજો પર હુમલો કરવાની ધમકી આપી ચૂક્યા છે. તેમને ઇરાન સમર્થિત એક્સિસ ઓફ રેસિસ્ટન્સનો હિસ્સો માનવામાં આવે છે. ઓક્ટોબર ૨૦૨૩માં ગાઝા યુદ્ધ શરુ થયા પછી હુથીએ મિસાઇલ, ડ્રોન અને વિસ્ફોટકો દ્વારા રેડ સી અને એડનની ખાડીમાંથી પસાર થતાં ઘણા વેપારી જહાજોને નિશાન બનાવ્યા હતા. આ માર્ગ અગાઉ પણ હુથીઓના લીધે અવરોધાયો છે.
ઇરાને દાવો કર્યો હતો કે તેણે આજે કરેલા હુમલામાં અમેરિકાની પેટ્રિયટ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમને ખતમ કરી છે. તેણે કુવૈતમાં બુબિયાન દ્વીપ પર અમેરિકન લશ્કરની હિમાર્સ તોપો, ઉત્તર બહેરીનમાં અમેરિકાની પેટ્રિયેટ સિસ્ટમ, અમેરિકન માર્ક મિસાઇલ લોન્ચરો રાખવાની જગ્યા, સંયુક્ત આરબ અમીરાતમાં સીલ બાનેહ ક્ષેત્રમાં અમેરિકન લશ્કરના વરિષ્ઠ કમાન્ડરો અને ટ્રેઇનરોના રહેવાના સ્થળ પર હુમલા કર્યા છે. યુએઈએ જણાવ્યું હતું કે ઇરાને તેના પર બે ડઝન મિસાઇલ છોડી છે. બહેરીને છેલ્લા ૨૪ કલાકમાં આઠ ડ્રોન એટેકનો સામનો કર્યો હતો.
ઇરાકમાં ઇરાન સમર્થિત આતંકી જૂથના અમેરિકન મથકો પર 19 હુમલા
ઇરાકમાં અમેરિકાના મથકો પર ઇરાન સમર્થિત આતંકી જૂથ ઇસ્લામિક રેસિસ્ટન્સે ૧૯ હુમલો કર્યો હતો. તેઓએ ડ્રોન અને મિસાઇલ વડે આ હુમલો કર્યો હતો. અલ જજીરાએ આ રિપોર્ટ આપ્યો છે. જો કે આ હુમલા કંઈ પહેલા નથી. આ પહેલા ઇરબિલ અને બીજા વિસ્તારોમાં આવેલા અમેરિકન થાણાઓ પર હુમલા કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેઓએ ઇરાકમાં પેટેકેમિકલ પ્લાન્ટ પર પણ હુમલા કર્યા છે. વળતા જવાબ રુપમાં તેમના હેડક્વાર્ટર પર પણ હુમલો કરવામાં આવ્યો છે. અમેરિકન દૂતાવાસે સુરક્ષા એલર્ટ જારી કર્યુ છે. તેમણે જણાવ્યું હતું કે ઇરાક સરકાર હુમલા રોકવામાં નિષ્ફળ ગઈ છે.
રેડિયેશનની કોઈ સરહદ હોતી નથીઃ પરમાણુ મથક પર હુમલા સામે ઇરાનની ચેતવણી
ઇરાનના દક્ષિણ-પશ્ચિમમાં આવેલા બશર પ્લાન્ટ પર અમેરિકા-ઇઝરાયેલે હુમલો કર્યો છે અને તેમા એક સુરક્ષા ગાર્ડનું મોત થયું છે. ઇરાનના વિદેશ મંત્રી અરાઘચીએ જણાવ્યું હતું કે અમેરિકા-ઇઝરાયેલે ઇરાનના પરમાણુ મથક પર ચાર-ચાર વખત હુમલા કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારે હુમલા ચાલુ રહ્યા તો પ્લાન્ટમાંથી નીકળનારુ રેડિયેશન ફક્ત ઇરાનના જ નહી ખાડી દેશોના શહેરોને પણ બરબાદ કરશે. સાઉદી અરબ, યુએઈ, બહેરીન અને કુવૈત જેવા દેશોના શહેરો ખતમ થઈ જશે. તેમણે જણાવ્યું હતું કે રેડિયેશનની કોઈ સરહદ હોતી નથી. આ દરમિયાન તેમણે પાક પ્રેરિત શાંતિ મંત્રણાનો હિસ્સો બનવાની પણ તૈયારી બતાવી હતી.
ઇરાન ૪૮ કલાકમાં હોર્મુઝ ખોલે નહીં ખોલે તો ભયંક હુમલો થશેઃ ટ્રમ્પ
અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ફરીથી ચેતવણી આપી છે કે ઇરાન હોર્મુઝની ખાડી આગામી ૪૮ કલાકમાં એટલે કે છઠ્ઠી એપ્રિલ સુધીમાં નહીં ખોલે તો તેના પર જાણ નરક ત્રાટક્યુ હોય તેવો હુમલો થશે. મેં ઇરાનને હોર્મુઝની ખાડી ખોલવા માટે ઇરાનને દસ દિવસ આપ્યા છે. સમય વીતવા લાગ્યો છે. હવે ઇરાન પર વિનાશક હુમલો થાય તે પહેલા તની પાસે ૪૮ કલાક છે. જો કે તેમણે અમેરિકાના તૂટી પડેલા પ્લેન અંગે મૌન સેવ્યું હતું.
અમેરિકન પાયલોટની માતાની વિનંતીનો ઇરાને આપ્યો આકરો જવાબ
અમેરિકાનું લડાકુ વિમાન ઇરાનમાં તૂટી પડયુ છે. તેના એક પાયલોટને બચાવી લેવાયો છે તો બીજો ગુમ છે. આ અંગે પાયલોટની માતાએ સોશિયલ મીડિયા પર હૃદયસ્પર્શી સંદેશો લખ્યો છે કે તેમનો પુત્ર ફાઇટર પાયલટ છે. તે તોડી પાડવામાં આવેલા વિમાનોમાં એક છે. હજી સુધી તેના કોઈ સમાચાર મળ્યા નથી. તેમણે બધા પાસે દુઆ માંગી કે તેમના પુત્ર માટે અને બાકીના પાયલોટો માટે પ્રાર્થના કરે. હવે મામલો અહીંથી જ ચાલુ થાય છે. ઇરાનના દૂતાવાસો જે પાકિસ્તાન અને સાઉથ આફ્રિકામાં છે તેમણે આ મેસેજનો જવાબ આપ્યો, જે એકદમ આકરો હતો. પાકિસ્તાન સ્થિત ઇરાની દૂતાવાસે લખ્યું કે તમારો પુત્ર ઇરાનની કેદમાં જેટલો સલામત છે તેનાથી વધારે ભય તો ડોનાલ્ડ ટ્રમ્પની સાથે રહેવામાં છે. તમે દુઆ કરો કે અમેરિકાની રેસ્ક્યુ ટીમ તેને શોધે તે પહેલા ઇરાનની કેદમાં સુરક્ષિત પહોંચી જાય. ઇરાન કેદીઓ સાથે સન્માનથી રજૂ થાય છે.
ઇરાને એમેઝોન પછી દુબઈમાં ઓરેકલની ઓફિસ પર હુમલો કર્યો
ઇરાને અમેરિકન લશ્કરને યુદ્ધમાં મદદ કરતી એક પછી એક એઆઈ કંપનીઓને નિશાન બનાવવા માંડી છે. ઇરાને અગાઉ એમેઝોનની ઓફિસ પર હુમલો કર્યો હતો. તેના પછી હવે તેણે દુબઈમાં આવેલી ઓરેકલની ઓફિસ પર હુમલો કર્યો છે. જો કે દુબઈમાં સરકારે દાવો કર્યો છે કે ઇરાને છોડેલી મિસાઇલને હવામાં જ આંતરવામાં આવ્યા પછી તેનો કાટમાળ ઓરેકલની ઓફિસર પર પડતાં તેને થોડું ઘણું નુકસાન થયું છે.
સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ રહેલા સબરીમાલા સંદર્ભના કેસમાં વિવિધ જૈન સંગઠનોએ અત્યંત મહત્વની દલીલો રજૂ કરી છે. જૈન સંગઠનોએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે, કોઈપણ ધર્મની પ્રથાઓ અને તેના નિયમો નક્કી કરવાનો અધિકાર માત્ર તે ધર્મના અનુયાયીઓ પાસે જ હોવો જોઈએ. કોઈ અન્ય ધર્મની વ્યક્તિને બીજા ધર્મની ધાર્મિક પરંપરાઓ કે પ્રથાઓને પડકારવાની મંજૂરી આપવી જોઈએ નહીં.
‘કઈ પ્રથા ધાર્મિક છે અને કઈ નથી તે નક્કી કરવાનું કામ અદાલતોનું નથી’
જૈન સંગઠન દ્વારા અરજીમાં એવો તર્ક અપાયો છે કે, બંધારણની કલમ-25 હેઠળ ધાર્મિક સ્વતંત્રતામાં કોઈપણ ધર્મને પોતાની પ્રથાઓ વ્યાખ્યાયિત કરવાની અને તેને સંચાલિત કરવાની સ્વતંત્રતા મળેલી છે. કઈ પ્રથા ધાર્મિક છે અને કઈ નથી તે નક્કી કરવાનું કામ અદાલતોનું નથી પરંતુ તે ધર્મના અનુયાયીઓનું છે. જ્યાં સુધી ધર્મની અંદર ઉકેલી ન શકાય તેવો આંતરિક વિવાદ ઊભો ન થાય ત્યાં સુધી ન્યાયતંત્રએ તેમાં દખલ ન કરવી જોઈએ.
ધર્મ એ બંધારણની દેન નથી : જૈન સંગઠનો
જૈન સંગઠનોએ વધુમાં સ્પષ્ટ કહ્યું છે કે, રાજ્યની ધારાસભા, કારોબારી કે ન્યાયતંત્ર પાસે કોઈ પણ ધર્મની પ્રથાઓને મર્યાદિત કરવાનો અધિકાર ન હોવો જોઈએ કારણ કે ધર્મ એ બંધારણની દેન નથી. અદાલતો ધાર્મિક બાબતોમાં માત્ર ત્યારે જ હસ્તક્ષેપ કરી શકે જ્યારે સંપ્રદાયની અંદર એવો વિવાદ હોય જે આંતરિક રીતે ઉકેલી શકાય તેમ ન હોય અથવા જ્યારે રાજ્ય દ્વારા બનાવવામાં આવેલ કાયદો ધાર્મિક પ્રથાઓને સીધી અસર કરતો હોય. જોકે આવી સ્થિતિમાં પણ અદાલતે એ નક્કી ન કરવું જોઈએ કે કઈ પ્રથા ધર્મનો આવશ્યક કે અભિન્ન હિસ્સો છે.જૈન સંગઠનોએ વધુમાં શું કહ્યું?
સંગઠનોના મતે ‘essential religious practice’ એટલે કે આવશ્યક ધાર્મિક પ્રથાના અવધારણાનો ઉપયોગ ખૂબ મર્યાદિત હોવો જોઈએ કારણ કે આ શબ્દ બંધારણમાં નથી પરંતુ ન્યાયિક વ્યાખ્યા દ્વારા આવ્યો છે. અદાલતે માત્ર એટલું જ જોવું જોઈએ કે રાજ્યનો હસ્તક્ષેપ જાહેર વ્યવસ્થા, નૈતિકતા કે સ્વાસ્થ્યના આધારે ઉચિત છે કે નહીં.
‘કોર્ટ ધાર્મિક માન્યતાને માત્ર પોતાના દ્રષ્ટિકોણથી અનૈતિક જાહેર ન કરી શકે’
દલીલોમાં એવું પણ કહેવાયું છે કે, કલમ-25 અને 26ને બંધારણના મૂળભૂત માળખાનો હિસ્સો માનવો જોઈએ. ધર્મની સ્વતંત્રતાનો સીધો સંબંધ સમાનતા (કલમ-14), અભિવ્યક્તિની સ્વતંત્રતા (કલમ-19) અને વ્યક્તિગત સ્વતંત્રતા (કલમ-21) સાથે જોડાયેલો છે. આ ઉપરાંત અદાલતોએ ‘નૈતિકતા’ શબ્દને માત્ર ‘બંધારણીય નૈતિકતા’ તરીકે ન સમજવો જોઈએ કારણ કે અદાલતો કોઈ ધાર્મિક માન્યતાને માત્ર પોતાના દ્રષ્ટિકોણથી અનૈતિક જાહેર કરી શકે નહીં.
7 એપ્રિલથી સુનાવણી
જૈન સમુદાયે મહિલાઓની સ્થિતિમાં સમય સાથે થયેલા ફેરફારોને આંતરિક સુધારાના ઉદાહરણ તરીકે રજૂ કર્યા છે. જૈન સંગઠનોએ એવી પણ વિનંતી કરી છે કે, જનહિતની અરજી (PIL)ના માધ્યમથી અન્ય ધર્મની વ્યક્તિને કોઈ ધાર્મિક પ્રથાને પડકારવાની છૂટ ન મળવી જોઈએ. ઉલ્લેખનીય છે કે આ મામલે 9 ન્યાયાધીશોની ખંડપીઠ 7 એપ્રિલથી સુનાવણી શરૂ કરવાની છે અને અગાઉ ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે પણ આવી જ દલીલો રજૂ કરી હતી.
ઝૂકતી હૈ દુનિયા ઝૂકાને વાલા ચાહિયે જેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નારોલમાં ગઠિયાએ મહિલાને કહ્યું અમને કંપનીમાંથી કાઢી મૂક્યા છે સુરત જવા પૈસા જોઇએ કહીને મહિલાને વાતો ભોળવીને સોનાનું મંગળ સુત્ર કઢાવી લીધું અને તેના બદલામાં વજનદાર સોનાનો સિક્કો હોવાનું કહીનેર રૃા.૧૦નો સિક્કો રૃમાલમાં બાંધીને મહિલાને આપી ગઠિયાઓ ફરાર થઇ ગયા છે. મહિલાએ ભાભીની દુકાને જઇને પોટલી ખોલતા ઠગાઇની જાણ થઇ હતી. આ બ બનાવ અંગે નારોલ પોલીસે ગુના નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
નારોલમાં ગઠિયાએ મહિલાને કહ્યું કંપનીમાંથી કાઢી મૂક્યા છે, સુરત જવા પૈસા જોઇએ કહી વાતોમાં ભોળવીને મંગળસૂત્ર કઢાવી રૃમાલમાં ૧૦નો સિક્કો આપી ગઠિયા રફૂચક્કર નારોલમાં રહેતી મહિલાએ નરોલ પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૨૬ ના રોજ બપોરના સમયે ફરિયાદ મહિલા ભાભીની કરિયાણાની દુકાને જતા હતા ત્યારે સોનાના દાગીના પહેરીની નીકળતી મહિલાને ટાર્ગેટ કરતી એક ટોળકીના શખ્સોમાંથી એક શખ્સે મહિલાને દીદી અહિયાં આવોને કહીને બોલાવી હતી અને મને કંપનીમાંથી કાઢી મૂક્યો છે મારે સુરત જવુ છે મારી પાસે રૃપિયા નથી કહીને રૃપિયા માંગ્યા હતા જેથી મહિલાએ આપવાની ના પાડી હતી. જ્યાં ટોળકીનો બીજો શખ્સે તેને મહિલાને દીદી વિશ્વાસ કરો અમે એવા લોકો નથી તેમ કહીને મહિલાને વાતો વાળીને વધુ વિશ્વાસ સંપન્ના કરવા માટે બંને ગઠીયાએ અમારી પાસે ભારે વજન વાળો સોનાનો સિક્કો છે એ તમે લઇ લો અને ભાડાના રૃપિયા આપી દો તેમ જણાવ્યું હતું.
જેથી મહિલા તેઓની વાતોમા આવીને પોતાનું સોનનુંં મંગળ સુત્ર કાઢીને બંનેને આપ્યું હતું. તેમની પાસેના રૃમાલમાં મહિલાએ આપેલું મંગળ સૂત્ર મુકીને પોટલી વાળી દીધી અને તુરંત બીજા ખિસ્સામાંથી સફેદ કલરની પોટલી કાઢીને આ પોટલીમાં સોનાનો વજનદાર સિક્કો છે કહીને બંન્ને ફરાર થઇ ગયા હતા. મહિલાએ ભાભીની દુકાને જઈને પોટલી ખોલી તો તેમાંથી સોનાનો વજનદાર સિક્કાના બદલે ૧૦ રૃપિયાનો એક સિક્કો નીકળ્યો હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધનો ઉલ્લેખ કરીને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. આ ઉપરાંત તેમણે લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF) અને યૂનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) પર પણ નિશાન સાધ્યું છે. કેરલમમાં વિધાનસભા ચૂંટણીને લઈને તેમણે આજે (4 એપ્રિલ) તિરુવલ્લામાં એક વિશાળ જનસભા સંબોધી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી માત્ર મત મેળવવા માટે અને મને ગાળો આપવા માટે એક કરોડ પ્રવાસીઓની જિંદગી દાવ લગાવવા તૈયાર છે. કોંગ્રેસ ભારતને ગલ્ફ દેશોનો દુશ્મન બનાવવા માંગે છે.
કોંગ્રેસની ઈચ્છા છે કે, ખાડી દેશ ભારતને પોતાનો દુશ્મન માને : PM મોદી
તેમણે કહ્યું કે, ‘કોંગ્રેસની ઈચ્છા ખૂબ જ ખતરનાક છે. તેઓ ઈચ્છે છે કે, પશ્ચિમ એશિયાના દેશો ભારતને દુશ્મન માની લે. તેઓનું ષડયંત્ર છે કે, અમે અહીં એવી ભૂલ કરીએ, એવું નિવેદન આપીએ, જેનાથી ખાડી દેશોમાં રહેતા આપણા ભાઈ-બહેનો પર મોટી મુસીબત આવી જાય. કોંગ્રેસ જાણીજોઈને ખાડી દેશોને નારાજ કરતા નિવેદનો આપી રહી છે. તેઓ કેન્દ્ર સરકારની ટીકા કરવા માટે દેશમાં ડરનો માહોલ ઉભો કરવા માંગે છે.’
PM મોદીનો વિરોધીઓને કડક મેસેજ
તેમણે વિરોધીઓને કડક મેસેજ આપતા કહ્યું કે, ‘હું કોંગ્રેસ, એલડીએફ, યુડીએફને સ્પષ્ટ કહું છું કે, રાજનીતી પોતાની જગ્યા છે અને ચૂંટણીઓ આવતી-જતી રહેશે. કેરલમના જે લોકો ત્યાં કામ કરી રહ્યા છે, તેમની સુરક્ષા મારા માટે મોટી પ્રાથમિકતા છે અને આ માટે હું સંપૂર્ણ પ્રતિબદ્ધ છું.’
વડાપ્રધાન કેરલમમાં સબરીમલા મંદિરના વિવાદ મુદ્દે પણ વિપક્ષ પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, ‘લેફ્ટ અને કોંગ્રેસ કેરલમની મહાન સંસ્કૃતિ અને આસ્થા મુદ્દે ભ્રષ્ટાચાર અને તૃષ્ટીકરણનો ખેલ રમીને સબરીમાલા તીર્થને બદનામ કરવાનો પ્રયાસ રચ્યો હતો અને હવે તેઓ માટે આ તીર્થ લૂંટનો અડ્ડો બની ગયો છે. સબરીમાલામાં જે થયું તે એક ષડયંત્ર હતું. LDF સરકારમાં સબરીમાલામાં ચોરી થઈ અને તેનું કનેક્શન કોંગ્રેસના ટોચના નેતાઓ સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. આ જ કારણે એલડીએફ સરકાર ચોરીની તપાસ સીબીઆઈને સોંપી રહી નથી.’
રોહિત રોયની દીકરી કિયારા હિરોઈન બનવાની છે. સાજિદ નડિયાદવાલાના દીકરા સુભાનની ફિલ્મ ‘ઐસી દિવાનગી’માં તેને લીડ હિરોઈન તરીકે સિલેક્ટ કરવામાં આવી છે.
બોલિવુડમાં કિયારા અડવાણી ઓલરેડી જાણીતી હિરોઈન હોવાથી રોહિતની દીકરી પોતાનું સ્ક્રીન નેમ બદલીને એરાહ બોઝ રાખે તેવી ચર્ચા છે. જોકે, તેને કોઈ સત્તાવાર કન્ફર્મેશન મળ્યું નથી. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મનું શૂટિંગ ઓલરેડી શરુ થઈ ગયું છે. શશાંક ખૈતાન આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યો છે.