Home Blog Page 199

Bollywood : तीसरे शनिवार 1000 करोड़ी बनेगी ‘धुरंधर 2’? दोपहर 1 बजे तक 5 करोड़ के पार हुआ कलेक्शन

रणवीर सिंह की फिल्म ‘धुरंधर 2’ बॉक्स ऑफिस पर धमाकेदार दो हफ्ते गुजारने के बाद अब अपने तीसरे वीकेंड में पहुंच गई है. लेकिन इस फिल्म की रफ्तार जरा भी कम होने का नाम नहीं ले रही है. 16वे दिन तीसरे शुक्रवार को इसकी कमाई में एक बार फिर तेजी देखी गई. अब ये फिल्म तीसरे शनिवार यानी 17वें दिन भी एक और बड़े उछाल का टारगेट लेकर चल रही है. चलिए यहां जानते हैं ये फिल्म 17वें दिन कितनी कमाई कर रही है और इसकी ऑक्यूपेंसी भी जानते हैं.

‘धुरंधर 2’ के 16वें दिन का कलेक्शन?

  • ‘धुरंधर 2’ ने तीसरे फ्राइडे यानी अपनी रिलीज के 16वें दिन फिर अपने कलेक्शनसे हैरान किया. इसने 13,330 शो से 21.55 करोड़ का नेट कलेक्शन किया.
  • फिल्म का 16 दिनों का कुल नेट कलेक्शन  959.37 करोड़ हुआ है.
  • वहीं भारत में इसका कुल ग्रॉस कलेक्शन 1148.58 करोड़ हो गया है.

धुरंधर 2′ के 17वें दिन का कलेक्शन (Dhurandhar 2 Box Office Day 17Live)
‘धुरंधर 2’ अपनी रिलीज के 17वें दिन भी बॉक्स ऑफिस पर धमाका करने के मूड में दिख रही है. वीकेंड होने के चलते इसकी कमाई में अच्छी-खासी तेजी आने की उम्मीद है. फिलहाल  सैकनिल्क की अर्ली ट्रेंड रिपोर्ट के मुताबिक रिलीज के 17वें  दिन यानी तीसरे फ्राइडे को दोपहर 1 बजे तक इस फिल्म ने 5.34 करोड़ कमा डाले हैं. फाइनल आंकड़े रात 10.30 बजे के बाद अपडेट होंगे.

धुरंधर 2 बॉक्स ऑफिस डे 17ऑक्यूपेंसी 
5.34 करोड़ (दोपहर 1 बजे तक)22.0%

‘धुरंधर 2’ ऑक्यपेंसी रिपोर्ट
तीसरे शनिवार यानी 17वें दिन धुरंधर 2 की दोपहर 1 बजे तक की ऑक्यूपेंसी 22.0% दर्ज की गई है.

 ‘धुरंधर 2’ बॉक्स ऑफिस Day-wise कलेक्शन

धुरंधर 2बॉक्स ऑफिस कलेक्शन (इंडिया नेट)
पेड प्रीव्यू43 करोड़
पहला दिन102.55 करोड़
दूसरा दिन80.72 करोड़
तीसरा दिन113.00 करोड़
चौथा दिन114.85 करोड़
पांचवा दिन65 करोड़
छठा दिन56.60 करोड़
सातवां दिन48.75 करोड़
आठवां दिन49.70 करोड़
नौंवा दिन41.75 करोड़
दसवां दिन62.85 करोड़
                                           ग्याहरवां दिन                                            68.10 करोड़
                                            बाहरवां दिन                                           25.30 करोड़ 
                                            तेहरवां दिन                                            27.75 करोड़ 
                                            चौदहवां दिन                                                20.10 करोड़
                                             पंद्रहवां दिन                                               18.30 करोड़
                                            सोलहवां दिन                                               21.55 करोड़
                                             सत्रहवां दिन                                           5.34 करोड़ (दोपहर 1 बजे तक)
टोटल इंडिया कलेक्शन                                           964.71 करोड़        

धुरंधर 2 का वर्ल्डवाइड कलेक्शन
वहीं धुरंधर 2 की वर्ल्डवाइड कमाई की बात करें तो इसने दुनियाभर में 16वें दिन 15सौ करोड़ का आंकड़ा पार कर इतिहास रच दिया है. सैकनिल्क के आंकड़ों के मुताबिक विदेशों में, फ़िल्म ने 16वें दिन 5.00 करोड़ कमाए, जिससे अब तक इसका कुल विदेशी ग्रॉस कलेक्शन 375.00 करोड़ हो गया है. इसी के साथ  इसका दुनिया भर का कुल ग्रॉस कलेक्शन बढ़कर 1523.58 करोड़ हो गया है.

Surendranagar : મૂળી- ટીકર રોડ પરનું રેલવે ફાટક વારંવાર બંધ થતાં હાલાકી

0

સુરેન્દ્રનગરના મૂળી-ટીકર મુખ્ય માર્ગ પર આવેલું રેલવે ફાટક વાહનચાલકો માટે મોટી મુસીબત બન્યું છે. દિવસમાં અનેકવાર લાંબા સમય સુધી ફાટક બંધ રહેતા સરા, સડલા અને દુધઈ સહિતના ગામોના ખેડૂતો તથા મુસાફરો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાવાની નોબત આવી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં રેલવે ફાટક હવે વાહનચાલકો માટે મુશ્કેલીરૂપ બન્યો છે. ખાસ કરીને મૂળીથી ટીકર જતા માર્ગ પરથી રાજકોટ, જામનગર અને દ્વારકા તરફ જતી અસંખ્ય ટ્રેનો પસાર થાય છે. દિવસમાં ૧૦થી વધુ વખત આ ફાટક બંધ કરવામાં આવે છે. ટ્રેન આવવાના ૧૫ મિનિટ પહેલા જ ફાટક બંધ કરી દેવામાં આવતા વાહનોની લાંબી લાઇનો લાગે છે.આ માર્ગ પર મૂળી તાલુકાના સરા જેવા મોટા યાત્રાધામ સહિત અનેક ગામોના ખેડૂતો પોતાની જણસ લઈને પસાર થતા હોય છે. એસટી બસો અને ખાનગી વાહનો પણ ફાટકના કારણે સમયસર પહોંચી શકતા નથી. સ્થાનિકો અને ખેડૂતો દ્વારા અનેકવાર રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. હાલમાં રેલવે વિભાગ દ્વારા અન્ય સ્થળોએ બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે આ ફાટક પર પણ સત્વરે અંડરબ્રિજ કે ઓવરબ્રિજ બનાવી ટ્રાફિકની સમસ્યામાંથી કાયમી મુક્તિ અપાવવા લોકમાંગ ઉઠી છે.

Business : સોનામાં રૂ.2500 જ્યારે ચાંદીમાં રૂ.6000નો ઉછળો : રૂપિયો વધુ ઉંચકાઈ 92.63 બોલાયો

0

 મુંબઈ ઝવેરી બજારમાં આજે ગુડફ્રાઈડે તથા બેન્ક હોલીડેના પગલે બુલિયન બજાર સત્તાવાર બંધ રહી હતી. બંધ બજારે સોના-ચોંદીના ભાવ આંચકા પચાવી ફરી ઉંચકાયાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. વિશ્વ બજારના સમાચાર તેજી બતાવતા હતા. વિશ્વ બજાર વધતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ ઉંચી ગઈ હોવાનું  સૂત્રોએ જણાવ્યું હતું. 

વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૪૬૨૩ વાળા વધી ઉંચામાં ભાવ ૪૮૦૦ ડોલર થઈ ૪૬૭૬થી ૪૬૭૭ ડોલર રહ્યા હતા. ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઘટતાં વૈશ્વિક સોનામાં ઘટાડે ફંડો ફરી દાખલ થયા હતા. ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઉંચામાં ૧૦૦.૦૮ તથા નીચામાં ૯૯.૯૫ થઈ ૧૦૦.૦૦ રહ્યાના સમાચાર હતા. દરમિયાન, વૈશ્વિક ચાંદીના ભાવ સોના પાછળ ૭૦.૬૦થી વધી ઉંચામાં ભાવ ૭૫.૮૫ થઈ ૭૩.૦૧થી ૭૩.૦૨ ડોલર રહ્યા હતા.દરમિયાન, ઘરઆંગણે આજે અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૨૫૦૦ વધ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૫૦૦૦ ઉછળ્યા હતા. દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ જે ગુરૂવારે નીચામાં રૂ.૯૨.૮૨ થઈ રૂ.૯૩.૧૦ રહ્યા હતા તે ભાવ શુક્રવારે બંદ બજારે ઘટી રૂ.૯૨.૬૨થી ૯૨.૬૩ બોલાઈ રહ્યા હતા.

ભારતમાં ફોરેક્સ રિઝર્વ ઘટયાના સમાચાર હતા. વોરના કારણે ભારતની ઉત્પાદન પ્રવૃત્તિ પર અસર થયાના સમાચાર હતા.  અમેરિકામાં બેરોજગારીના દાવા ૯૦૦૦ ઘટી ૨ લાખ ૨ હજાર આવ્યા હતા. અપેક્ષા ૨ લાખ ૧૨ હજારની હતી. ત્યાં આવા જોબલેસ કલેઈમ્સ ઘટી બે વર્ષના તળિયે ઉતરતાં જોબ માર્કેટ યુદ્ધ છતાં સ્ટ્રોન્ગ રહ્યાનું જાણકારો જણાવી રહ્યા હતા.

દરમિયાન, અમદાવાદ બજારમાં આજે  સોનાના ભાવ વધી ૧૦ ગ્રામના ૯૯૫ના રૂ.૧૫૩૨૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૩૫૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ વધી કિલોના રૂ.૨૩૫૦૦૦ બોલાયા હતા.  મુંબઈ બજારમાં સોનાના ભાવ રૂ.૨૦૦૦ વધી જીએસટી વગર ભાવ ૯૯૫ના રૂ.૧૪૮૦૦૦ તથા ૯૯૯ના રૂ.૧૪૮૬૦૦ રહ્યા હતા. 

મુંબઈ ચાંદીના ભાવ  રૂ.૬૦૦૦ વધી જીએસટી વગર ભાવ રૂ.૨૩૪૦૦૦ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ પર ફરી યુદ્ધની અસર દેખાઈ હતી. બ્રેન્ટના ભાવ બેરલના ૧૦૮.૮૪ વાળા વધી ૧૦૯.૭૪ થઈ ૧૦૯.૦૩ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૧૦૯.૧૩ વાળા ઉંચામાં ભાવ ૧૧૩.૯૭ થઈ ૧૧૧.૫૪ ડોલર રહ્યા હતા.

બ્રેન્ટ કરતાં યુએસ ક્રૂડના ભાવ ઉંચા બોલાતા થતાં બજારના જાણકારો આશ્ચર્ય બતાવી રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારના સૂત્રોના જણાવ્યા મુજબ બ્રેન્ટ ક્રૂડમાં તાત્કાલિક ડિલીવરી મેળવવી હોય તો ૧૪૧થી ૧૪૨ ડોલર જેવા ઉંચા ભાવ ચૂકવવા પડતા હોવાના નિર્દેશો હતા. આવા ભાવ છેલ્લે ૨૦૦૮માં દેખાયા હતા.

દરમિયાન, પ્લેટીનમના ભાવ વધી ૨૦૦૦ થઈ ૧૯૮૯થી ૧૯૯૦ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૫૧૨ થઈ ૧૫૦૪થી ૧૫૦૫  ડોલર રહ્યા હતા. જો કે વૈશ્વિક કોપર ૧.૧૨ ટકા માઈનસમાં રહ્યું હતું. અમેરિકામાં આજે નોન-ફાર્મ પેરોલ્સ ડેટામાં પણ જોબગ્રોથ અપેક્ષાથી ઉંચો આવ્યો હતો.

National : દેશમાં ઇન્ડસ્ટ્રીયલ ડીઝલનો ભાવ 28ના વધારા સાથે રૂ.137ને પાર

0

મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન યુદ્ધની અસર ભારત પર પણ પડી રહી છે. વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં તિવ્ર ઊછાળો થયો છે ત્યારે ભારતમાં સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ઔદ્યોગિક ડીઝલના ભાવમાં રૂ. ૨૮ સુધીનો વધારો કર્યો છે. બીજીબાજુ ઓઈલ કંપનીઓને પેટ્રોલ અને ડીઝલના રિટેલ વેચાણમાં જંગી નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. ક્રૂડમાં ભાવ વધારાથી અન્ય દેશોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ બમણા થઈ ગયા છે ત્યારે ભારતમાં ઓઈલ કંપનીઓ પેટ્રોલ પર રૂ. ૨૪ અને ડીઝલ પર રૂ. ૧૦૪નું નુકસાન સહન કરી રહી છે. 

અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ ૧૦૦ ડોલરથી ઉપર જતા રહ્યા છે. પરિણામે સરકારી ઓઈલ કંપનીઓ ઈન્ડિયન ઓઈલ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને ભારત પેટ્રોલિયમે ૧લી એપ્રિલથી ઔદ્યોગિક ડીઝલના ભાવમાં પ્રતિ લીટર ૨૮નો વધારો કર્યો છે. 

ઓઈલ કંપનીઓ મુજબ નવા રેટ મુજબ ઔદ્યોગિક ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૧૦૯.૫૯થી વધીને રૂ. ૧૩૭.૮૧ થઈ ગયો છે. ફર્નેસ ઓઈલના ભાવમાં પણ પ્રતિ લીટ રૂ. ૨૩.૭૭નો વધારો કરાયો છે. આ પહેલા ૨૦ માર્ચે પણ ઔદ્યોગિક ડીઝલના ભાવમાં રૂ. ૨૨નો વધારો કરાયો હતો, જેથી દિલ્હીમાં ઔદ્યોગિક ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૮૭.૬૭ થયો હતો

ઓઈલ કંપનીઓએ સ્પષ્ટ કર્યું કે, ઔદ્યોગિક અને જથ્થાબંધ ગ્રાહકોને ઈંધણનો સપ્લાય સુચારુ રૂપે ચાલુ છે અને ઉપલબ્ધતામા ંકોઈપણ પ્રકારનો અવરોધ નથી. 

જોકે, ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના રિટેલ ભાવમાં કોઈ વધારો નહીં કરીને સામાન્ય ગ્રાહકોને રાહત આપી છે. રિટેલ ગ્રાહકો હજુ પણ જૂના દરથી જ પેટ્રોલ અને ડીઝલ ખરીદી રહ્યા છે. દિલ્હીમાં સાદા પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૯૪.૭૭ અને ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૮૭.૬૭ છે.

જોકે, રિટેલ ક્ષેત્રમાં ઓઈલ કંપનીઓ પેટ્રોલમાં પ્રતિ લીટર રૂ. ૨૪ અને ડીઝલમાં પ્રતિ લીટર રૂ. ૧૦૪ના નુકસાનનો સામનો કરી રહી છે. પેટ્રોલિયમ મંત્રાલયનાં સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું કે, ઓઈલ કંપનીઓને પેટ્રોલ અને ડીઝલમાં થઈ રહેલા નુકસાનને અન્ડર-રિકવરી કહેવામાં આવે છે, જેને કંપનીઓ તેમના નફામાંથી સરભર કરી રહી છે. ઓઈલ કંપનીઓનું નુકસાન ઘટાડવા અને રિટેલ ગ્રાહકોને રાહત આપવા માટે કેન્દ્ર સરકારે પેટ્રોલ, ડીઝલ પર સ્પેશિયલ એક્સાઈઝ ડયુટીમાં રૂ. ૧૦નો ઘટાડો કર્યો હતો.

દરમિયાન દેશમાં ક્રૂડ અને એલપીજીમાં સપ્લાયની ચિંતાઓ વચ્ચે સરકારે સંગ્રાહખોરો અને કાળાબજાર કરનારાને આકરી ચેતવણી આપી છે. કેન્દ્ર સરકારે રાજ્યોને કાળાબજાર રોકવા દૈનિક દરોડા પાડવા જણાવ્યું છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને એલપીજી અને ક્રૂડ ઓઈલના સપ્લાયના સંદર્ભમાં દૈનિક પ્રેસ બ્રિફિંગ કરવા, કંટ્રોલ રૂમ અને હેલ્પલાઈન સ્થાપવા, ફેક ન્યૂઝ સામે આકરાં પગલાં લેવા અને ઈંધણની ઉપલબ્ધતા અંગે જનતાને વારંવાર ખાતરી આપવા સૂચના આપી છે.

World : ઇરાનનો અમેરિકાને તમાચો : વોટર-ગેસ પ્લાન્ટનો કચ્ચરઘાણ

0

 અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ઇરાનને પાષાણ યુગમાં ધકેલવાની આપેલી ધમકીથી વીફરેલા ઇરાને આખી વ્યૂહરચના બદલતા કુવૈતમાં વોટર ડિસેલિનશન પ્લાન્ટ પર હુમલો કર્યો હતો અને યુએઈના અબુધાબીમાં ગેસ પ્લાન્ટ પર હુમલો કર્યો હતો. આમ આ યુદ્ધ ઇન્ફ્રાસ્ટ્રકચર વોરફેરનું સ્વરુપ ધારણ કરી ચૂક્યું છે. આ ઉપરાંત ઇરાને ઇઝરાયેલની ડ્રોન બનાવવાની ફેક્ટરી ઉડાવી દેતા તેને મોટો ફટકો પડયો છે.ઇરાને યુએઈના અબુધાબીમાં ગેસ ફેસિલિટી પર હુમલો કર્યો હતો. આ હુમલાને આંતરવામાં આવ્યો હતો, પરંતુ તેના કાટમાળા ગેસ પ્લાન્ટમાં આગ લગાડી દીધી હતી. સ્થાનિક વહીવટીતંત્રએ સાવચેતીના ભાગરુપે ગેસ પ્લાન્ટ બંધ કરી દીધો હતો. બીજી બાજુએ કુવૈતમાં ઇરાને વોટર ડિસેલિનેશન પ્લાન્ટ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં પ્લાન્ટના ઘણા બધા હિસ્સાને નુકસાન પહોંચ્યું છે. કુવૈત માટે આ પ્લાન્ટ મહત્ત્વનો છે, કેમકે ત્યાંથી દેશના ૯૦ ટકા હિસ્સાને પાણી પૂરુ પાડવામાં આવે છે. 

આ સિવાય કુવૈતની ઓઇલ રીફાઇનરી પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. તેના કારણે કેટલાય ભાગોમાં આગ લાગી ગઈ હતી. ફાયરબ્રિગેડ તેના પર અંકુશ મેલવવામાં લાગેલો છે. આ સિવાય બહેરીનમાં સાયરન વાગી હતી. સાઉદી અરબે કેટલાય ઇરાની ડ્રોન તોડી પાડયાનો દાવો કર્યો હતો. જ્યારે યુએઈણાં એર ડિફેન્સ સિસ્ટમને સક્રિય કરવામાં આવી હતી. 

ઇરાને ઇઝરાયેનલા પેટ ટિક્વા શહેરમાં આવેલી એક ડ્રોન ફેક્ટરીને ઉડાવી દીધી છે. ઇરાનના સુપરસોનિક મિસાઇલના હુમલાના લીધે આખી ફેક્ટરી ખંડર બની ગઈ છે. આ ફેક્ટરી ઇઝરાયેલના રક્ષણ હેતુની ડ્રોન ટેકનિક સાથે જોડાાયેલી હતી. અહીં મિસાઇલ પડતા મોટો ખાડો પડી ગયો હતો. મિસાઇલ ખુલ્લા વિસ્તારમાં પડવાના લીધે નુકસાન ઘણુ મર્યાદિત રહ્યુ હતું. જો કે ઇઝરાયેલની અત્યંત એડવાન્સ છતાં પણ મિસાઇલ ત્યાં સુધી પહોંચ્યુ તે જ ઇઝરાયેલ માટે રહસ્યનો સવાલ છે. ઇઝરાયેલે લેબનોનના પૂર્વી શહેર સોહમોર કરેલા હુમલામાં બેના મોત થયા હતા. 

ઇરાને જણાવ્યું હતું કે અમારો એક પુલ તોડવાના જવાબમાં અમે મધ્યપૂર્વમાં આઠ પુલ ઉડાવીશું. તેણે મધ્યપૂર્વના આઠ પુલોની યાદી પ્રકાશિત કરી છે. હવે તે આ પુલોને ખતમ કરી નાખશે. ઇરાનના વિદેશમંત્રીએ વળતો જવાબ આપતા જણાવ્યું હતું કે અમે ક્યારેય શરણાગતિ નહીં સ્વીકારીએ. તેમણે જણાવ્યું હતું કે ખાડી દેશો અને જોર્ડનના ઘણા મશહુર પુલો તેના નિશાના પર હોઈ શકે છે. તેમા કુવૈત અને બહેરીનમાં એક-એક, સંયુક્ત આરબ અમીરાતમાં બે, જોર્ડનમાં ત્રણ પુલ સામેલ છે.

ઇરાનના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન મોહમ્મદ જવાજ ઝારિફે યુદ્ધનો અંત લાવવા સૂચન કર્યુ હતુ. તેઓને પશ્ચિમ સાથે વાટાઘાટ કરવાનો લાંબો અનુભવ છે. તેઓ ઇરાનની લીડરશિપની નજીક હોવાનું કહેવાય છે. તેમણે શુક્રવારે જણાવ્યું હતું કે હવે સમય આવી ગયો છે કે આ મડાગાંઠનો અંત લાવવામાં આવે. ઝરીફના સૂચનમાં અમેરિકા અને ઇરાન બંનેના પ્લાનનું પ્રતિબિંબ પડે છે. 

ઇરાન બાળકોની સૈનિકો તરીકે ભરતી કરવા લાગ્યુઃ એમ્નેસ્ટી

તહેરાન : એમ્નેસ્ટી ઇન્ટરનેશનલે ઇરાનને ચેતવણી આપી છે કે ઇરાન ૧૨-૧૨ વર્ષના બાળકોની  બસીજ ફોર્સના કર્મચારી તરીકે ભરતી કરી રહ્યુ છે આ વોર ક્રાઇમ છે. યુદ્ધ દરમિયાન આ ૧૨-૧૨ વર્ષના બાળકો ગાર્ડ તરીકે ચોકીદારી કરતાં જોવા મળ્યા હતા. એમ્નેસ્ટીએ જણાવ્યું હતું કે નજરે જોનારાઓ અને તેમના પોતાના વિશ્લેષણનું કહેવું છે કે તેઓએ ચેકપોઇન્ટ અને પેટ્રોલ તરીકે કેટલાક શસ્ત્રસજ્જ બાળકોને ચોકીદારી કરતાં જોયા હતા. તેમના હાથમાં ક્લાશ્નિકોવ સ્ટાઇલની એસોલ્ટ રાઇફલો હતી. 

અમેરિકા અને ઇઝરાયેલના સતત હુમલામાં ઇરાનની બસીજ ફોર્સનો સોથ વળી ગયો હોવાનું માનવામાં આવે છે. તેના કારણે બાળકોને રક્ષક તરીકે ઉતારવાની ફરજ પડી છે. 

અમેરિકાનું પ્લેન તોડી પાડયા પછી ઇરાન પાયલોટને પકડે તે પહેલાં અમેરિકાએ બચાવી લીધો

તહેરાન :  અમેરિકન સેનાનું એક ફાઇટર જેટ એફ-૧૫ને ઇરાને ગઇકાલે તોડી પાડયું હતું. તેના પછી ઇરાને એક સમયે તેના પાયલોટને પકડી પાડવાનો દાવો કર્યો હતો, જો કે પછી ઇરાને જ તેના સરકારી ટેલીવિઝન ચેનલ પર આ પાયલોટને પકડી લાવનારને ઇનામ આપવાની જાહેરાત કરી હતી, જે બતાવતુ હતુ કે ઇરાન હજી સુધી અમેરિકન પાયલોટને પડકી શક્યું ન હતુ. આ બધા વચ્ચે મળેલી છેલ્લી જાણકારી મુજબ અમેરિકાએ ઇરાનમાં તૂટી પડેલા ફાઇટર જેટના બે ક્રૂ મેમ્બરમાંથી એકને સફળતાપૂર્વક બચાવી લીધો છે. સૂત્રોના જણાવ્યા મુજબ ઇરાનનું લશ્કર ઘટનાસ્થળે પહોંચ્યુ તે પહેલાં જ બચાવ અભિયાન શરુ કરી દેવામાં આવ્યું હતું. એફ-૧૫ઇમાં બે જણ હોય છે. એક પાયલોટ હોય છે અને બીજો વેપન્સ સિસ્ટમ્સ ઓફિસર એટલે કે ગનર સામેલ હોય છે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પને ઇરાને લડાકુ પ્લેન તોડી પાડયું હોવાની જાણકારી આપવામાં આવી છે.

Sports : ભલે જીત્યા પણ 2 મેચમાં બે મોટી ભૂલ કરી અય્યરે, શું BCCI કાર્યવાહી કરી પ્રતિબંધ મૂકશે?

0

IPL 2026માં પંજાબ કિંગ્સ(PBKS) પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગયું હોવા છતાં, કેપ્ટન શ્રેયસ અય્યર માટે મુશ્કેલીઓ વધી રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ(CSK) સામેની જીત બાદ સ્લો ઓવર રેટના કારણે શ્રેયસ અય્યર પર 24 લાખ રૂપિયાનો મોટો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સીઝનમાં બીજી વખત આ ભૂલ થવા બદલ BCCI દ્વારા આ કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત, પ્લેઈંગ ઈલેવનના ખેલાડીઓ અને ઈમ્પેક્ટ પ્લેયર પર પણ મેચ ફીના 25 ટકા અથવા 6 લાખ રૂપિયા(જે ઓછું હોય તે) દંડ કરવામાં આવ્યો છે.

ચેપોકમાં બોલરોનું નબળું પ્રદર્શન: પંજાબ કિંગ્સ માટે બોલિંગ મોંઘી સાબિત થઈ

ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં પંજાબ કિંગ્સના બોલરોનું પ્રદર્શન ઘણું મોંઘું સાબિત થયું હતું. ટીમે કુલ 15 વાઈડ અને 1 નો-બોલ ફેંક્યા હતા, જેના કારણે રન તો ગયા જ પણ સાથે મેચ નિર્ધારિત સમય કરતાં વધુ લાંબી ચાલી હતી. દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર માર્કો જાનસેને સૌથી વધુ 6 વાઈડ બોલ ફેંક્યા હતા, જ્યારે અર્શદીપ સિંહ અને યુઝવેન્દ્ર ચહલે પણ 3-3 વાઈડ બોલ ફેંકીને સમયનો બગાડ કર્યો હતો.

પંજાબની ટીમ 20 ઓવર પૂરી કરવામાં નિષ્ફળ રહી

આ શિસ્તબદ્ધ બોલિંગના અભાવે પંજાબની ટીમ 20 ઓવર પૂરી કરવામાં ઘણો સમય લઈ ગઈ હતી. સ્લો ઓવર રેટની આ ભૂલ કેપ્ટન શ્રેયસ અય્યર માટે મોટી મુસીબત બની ગઈ છે, કારણ કે આ સીઝનમાં તે બીજી વખત આવી ભૂલ કરી ચૂક્યો છે. અગાઉ 31 માર્ચે ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં પણ ઓવર મોડી પૂરી કરવા બદલ તેમના પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.6 એપ્રિલે પંજાબ અને કોલકાતા વચ્ચે મુકાબલો

આ જીત સાથે પંજાબ કિંગ્સ હવે 6 એપ્રિલે કોલકાતા નાઈટ રાઈડર્સ(KKR) સામે ઈડન ગાર્ડન્સમાં ટકરાશે. જોકે, શ્રેયસ અય્યર માટે હવે પછીની મેચોમાં સાવચેતી રાખવી અનિવાર્ય છે. જો પંજાબની ટીમ ત્રીજી વખત સ્લો ઓવર રેટ માટે દોષિત જણાશે, તો આઈપીએલના નિયમો મુજબ કેપ્ટન શ્રેયસ અય્યર પર એક મેચ માટે પ્રતિબંધ પણ લાગી શકે છે. આ અગાઉ 2 એપ્રિલે KKRના અભિષેક શર્મા પર પણ અશોભનીય ભાષાના ઉપયોગ બદલ મેચ ફીના 25 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો.

Ahmedabad : પ્રેમની અનોખી મિસાલ: પત્નીને IPS બનાવવા યુવકે છોડ્યો અભ્યાસ, આજે મળ્યું વફાદારીનું મીઠું ફળ!

રાજકોટ/અમદાવાદ:
કહેવાય છે કે દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે, પણ આજે ગુજરાતમાં એક એવી ઘટના સામે આવી છે જ્યાં એક સ્ત્રીની સફળતા પાછળ એક યુવકના અતૂટ પ્રેમ અને બલિદાનની ગાથા છુપાયેલી છે. કોલેજના દિવસોમાં શરૂ થયેલી એક પ્રેમકથા આજે ખાખી વર્દીના સન્માન સાથે લગ્નમંડપ સુધી પહોંચી છે.


સ્વપ્ન તેણીનું, સંઘર્ષ તેનો!
વર્ષો પહેલા જ્યારે કોલેજના કેમ્પસમાં આ યુગલ મળ્યું, ત્યારે યુવતીએ પોતાની આંખોમાં એક સપનું સેવ્યું હતું – IPS ઓફિસર બનવાનું. આર્થિક પરિસ્થિતિ કે અન્ય કારણો અવરોધ ન બને તે માટે તેના પ્રેમીએ એક મોટો નિર્ણય લીધો. તેણે પોતાનો અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો અને કમાવાનું શરૂ કર્યું, જેથી તે પોતાની પ્રેમિકાના ભણતરનો ખર્ચ ઉઠાવી શકે અને તેના સપનાને પાંખો આપી શકે.

“મેં મારો અભ્યાસ છોડ્યો કારણ કે મારે તેના સપનાને જીવતું રાખવું હતું. આજે જ્યારે તે IPS બનીને મારી સામે ઉભી રહી અને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો, ત્યારે મારો તમામ થાક ઉતરી ગયો.” — યુવકના શબ્દો

દરેક છોકરી સરખી નથી હોતી: વફાદારીની જીત
સોશિયલ મીડિયા પર ઘણીવાર નકારાત્મક કિસ્સાઓ સાંભળવા મળતા હોય છે, પરંતુ આ કિસ્સો સમાજ માટે એક ઉદાહરણ છે. IPS ઓફિસર બન્યા બાદ પણ તે યુવતી પોતાની જૂની યાદો કે તે યુવકના ઉપકારને ભૂલી નથી. આજે તેણે જ સામેથી લગ્નનો પ્રસ્તાવ મૂકીને સાબિત કરી દીધું કે “મારી રાણી વિશ્વાસુ નીકળી.”
નવી દુનિયાની શરૂઆત
ટૂંક સમયમાં જ આ યુગલ લગ્નના બંધને બંધાવા જઈ રહ્યું છે. “પાક્કો ગુજરાત” ની સમગ્ર ટીમ તરફથી આ નવદંપતીને આવનારા જીવન માટે ખૂબ ખૂબ શુભકામનાઓ અને આશીર્વાદ. તમારો પ્રેમ અને એકબીજા પ્રત્યેનો આદર કાયમ જળવાઈ રહે તેવી પ્રાર્થના.

Rajkot : ચૈત્રમાં મુશળધાર માવઠાં: દ્વારકા, વેરાવળ, કલ્યાણપુરમાં દોઢ ઈંચ

0

ઉત્તર ગુજરાત ઉપર સમુદ્રસપાટીથી 900 મીટર ઉંચાઈએ સાયક્લોનિક સર્ક્યુલેશન તથા હાલ અફઘાનિસ્તાન ઉપર પહોંચેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગુજરાતમાં ચૈત્રની વસંત ઋતુ ભારે ડિસ્ટર્બ થઈ છે અને કટાણે અષાઢી માહૌલ સર્જાયો છે. દેવભુમિ દ્વારકા પંથકમાંઆજે સતત બીજા દિવસે માવઠાંથી જનજીવનને અસર પહોંચી હતી. દ્વારકા,જામકલ્યાણપુર અને સોમનાથ-વેરાવળ પંથકમાં ધોધમાર દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો.

સોમનાથ જિ.માં વેરાવળમાં વિજળીના કડાકા સાથે વરસાદથી વેરાવળમાં માર્ગો પર નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ગટરનાપાણી રસ્તા પર વહેવા લાગ્યા હતા. તાલુકાના સવની,ઈશ્વરીયા, મંડોર,દેવળી સહિતના ગામોમાં લસણના પાકને વ્યાપક નુક્સાનના અહેવાલો છે. ખેડૂતોના પાથરાં પલળી ગયા હતા. તાલાલા ગીરમાં પણ માવઠાંથી કેરીના પાકને નુક્શાનની ભીતિ સર્જાઈ છે.દેવભુમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર અને દ્વારકા તાલુકામાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે. ખંભાળિયા તાલુકામાં પણ પોણો ઈંચ વરસાદ વરસતા માર્ગો પર પાણી વહેતા થયા હતા. ઓખા મંડળમાં અર્ધો ઈંચ સુધી ભાણવડ તાલુકામાં ઝાપટાં વરસ્યા હતા. લોકો ઉનાળામાં રેઈનકોટ પહેરીને નીકળવા મજબૂર થયા હતા. ખેતરોમાં પાકને નુક્શાનની ભીતિ વ્યક્ત કરાઈ છે. જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં તથા લાલપુર તા.માં સતત બીજા દિવસે કમોસમી વરસાદથી ગરમીમાં રાહત પણ ઘંઉ, જીરૂ સહિતના કૃષિપાકોમાં નુક્શાનની ચિંતા પ્રસરી હતી. સલાયા અને આસપાસ વિસ્તારોમાં પણ માવઠાં વરસ્યા છે.

આ ઉપરાંત ભાવનગર અને ઘોઘા તા.માં પોણો ઈંચ, સિહોરમાં ઝાપટાં, કચ્છ જિલ્લાના અંજાર, મુંદ્રા, ગાંધીધામ, પાટણ જિલ્લાના પાટણ, સિધ્ધપુર, સરસ્વતી તા.મા તથા મહેસાણા,બનાસકાંઠા જિલ્લામાં પણ છૂટાછવાયા માવઠાં વરસ્યા છે. રાજ્યમાં આજ સાંજ સુધીમાં આશરે 20 સ્થળે વરસાદ નોંધાયો છે અને સર્વત્ર કમોસમી વાદળો છવાવા સાથે 30- 40 કિ.મી.ની ઝડપે તોફાની પવન ફૂંકાયો હતો.

Technology : એપમાંથી પણ ઇ-ન્યૂઝલેટર્સ અનસબસ્ક્રાઈબ કરી શકાય

આપણા ગૂગલના ફ્રી એકાઉન્ટમાં ગૂગલ ડ્રાઇવ અને ગૂગલ ફોટોઝની સાથે જીમેઇલમાં મળતી કુલ ૧૫ જીબીની સ્પેસ હવે સૌ કોઇને ઓછી પડે છે. આ ત્રણેય એપનો આપણો ઉપયોગ વધી ગયો છે અને તેની સામે તેમાંથી બિનજરૂરી બાબતો ડિલીટ કરવાની આપણને ટેવ રહી નથી. આથી આપણી સ્ટોરેજ ૧૫ જીબીની એકદમ નજીક આવતી જાય છે.

આ સ્થિતિમાં આ ત્રણેય સર્વિસમાંની બિનજરૂરી બાબતોનો એક ઝાટકે ખાતમો કરવાની જે પણ સગવડ મળે તે ઉપયોગી ગણાય. જીમેઇલમાં આવી એક સગવડ એટલે ઇ-ન્યૂઝલેટર્સથી છૂટકારો મેળવવાની સગવડ.

આજના સમયમાં આપણા સૌ પર ઇ-ન્યૂઝલેટરનો સતત મારો થતો હોય છે. મોટા ભાગના કિસ્સામાં આપણે પોતે કોઈ ને કોઈ સમયે ઇ-ન્યૂઝલેટર મોકલવાની મંજૂરી આપી હોય છે. પછી લગભગ એવું બને કે આપણે નવા નવા સતત આવતા ઇમેઇલને પણ ઓપન પણ ન કરીએ. આવા ઇ-ન્યૂઝલેટર આપણા એકાઉન્ટમાં ખાસ જગ્યા રોકતા નથી. તેમ છતાં એને તેમને પણ ડિલીટ કરતા રહેવું જરૂરી છે. જો તમે જીમેઇલનો ડેસ્કટોપ કે પીસી પર ઉપયોગ કરતા હો તો તેમાં મથાળાના ભાગમાં ન્યૂઝ લેટર અનસબસ્ક્રાઇબ કરવાની એક સહેલી સગવડ હોય છે.એ જ રીતે, જીમેઇલના વેબવર્ઝનની જેમ જીમેઇલની એન્ડ્રોઇડ એપમાં પણ આ સુવિધા આવી ગઈ છે. તેમાં આપણા પર આવેલા કોઈ પણ ઇ-ન્યૂઝલેટરના ઇમેઇલને ઓપન કરતાં જમણી તરફ તેને અનસબસ્ક્રાઇબ કરવાની લિંક જોવા મળે છે. તેને ક્લિક કરીને આપણે જે તે વેબસાઇટ પર જઇને અનસબસ્ક્રાઇબ કરી શકીએ છીએ.

યાદ રાખશો કે તમારા પર આવતા, ફક્ત જાણીતી કંપનીના ઇ-ન્યૂઝલેટર્સને જ આ રીતે અનસબસ્ક્રાઇબ કરશો. કંપની યોગ્ય હશે તો એ તરત જરૂરી એક્શન પણ લેશે.

અજાણ્યા સેન્ડર તરફી આવેલા અને તમે પોતે સબસ્ક્રાઇબ કર્યા ન હોય તેવા ઇ-ન્યૂઝલેટર્સને સ્પામ કે ફિશિંગ મેઇલ તરીકે રિપોર્ટ કરવા એ જ સૌથી હિતાવહ પગલું છે.

Technology : Claudeના યુઝર્સમાં 1487 ટકાનો વધારો: ChatGPTને ડિલીટ, Anthropicની લોકપ્રિયતામાં વધારો

0

AIની દુનિયામાં હવે યુઝર્સના ઉપયોગના ટ્રેન્ડમાં મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. હાલના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે Anthropicના Claude ચેટબોટના યુઝર્સમાં નોંધપાત્ર વધારો થયો છે અને તે OpenAIના ChatGPTને પાછળ છોડી રહ્યું છે. Forbesના રિપોર્ટ અનુસાર Claude આ મહિને ડેઇલી યુઝર્સના મામલે ChatGPTથી આગળ નીકળી ગયું છે. આંકડા મુજબ યુઝર્સ Claude પર સરેરાશ અઠવાડિયામાં 38 સેશન કરે છે, જ્યારે ChatGPT પર આ આંકડો માત્ર 18 સેશન છે.

Claudeના યુઝર્સમાં જોરદાર વધારો

આ વર્ષે Claudeના ઉપયોગમાં ભારે વધારો નોંધાયો છે. જાન્યુઆરીની 15ની આસપાસ જ્યાં તેનો ઉપયોગ લગભગ 1100 સેશન હતો, ત્યાં માર્ચના બીજા અઠવાડિયા સુધીમાં તે વધીને 17,000 સેશન સુધી પહોંચી ગયું છે. એટલે કે માત્ર બે મહિનામાં લગભગ 1,487% જેટલો વધારો નોંધાયો છે. ઓફિસમાં પણ આ જ ટ્રેન્ડ જોવા મળ્યો છે. Claudeનો ઉપયોગ ChatGPTની તુલનામાં લગભગ બમણો રહ્યો છે, જે દર્શાવે છે કે ઓફિસ એન્વાયરમેન્ટમાં પણ તેનો ઉપયોગ વધુ થઈ રહ્યો છે.

શું છે QuitGPT ટ્રેન્ડ?

જાન્યુઆરીથી “QuitGPT” નામનો ટ્રેન્ડ પણ ઝડપથી લોકપ્રિય બન્યો છે. અમેરિકાની ટ્રમ્પ સરકાર દ્વારા જ્યારથી Anthropic સાથેની ડીલ કેન્સલ કરવામાં આવી છે ત્યારથી એ ચર્ચામાં છે. Anthropicનો ઉપયોગ હથિયાર માટે પણ કરવાની ડિમાન્ડ કરવામાં આવી હતી જેને કંપનીએ ફગાવી દીધી હતી. આથી ત્યારથી Anthropicની વાહવાહી થઈ રહી છે અને આ ડીલ OpenAI દ્વારા કરવામાં આવતાં એનો વિરોધ થઈ રહ્યો છે.

MIT Technology Review અનુસાર ઘણા યુઝર્સ હવે પોતાના સામાન્ય AI પ્લેટફોર્મના વિકલ્પો શોધી રહ્યા છે. કેટલાક યુઝર્સે OpenAIના ChatGPT સાથે જોડાયેલા રાજકીય અને નૈતિક મુદ્દાઓ અંગે ચિંતા વ્યક્ત કરી છે. કેટલાક યુઝર્સને Claude પર્ફોર્મન્સમાં વધુ સારું લાગ્યું છે. આથી ઘણાં યુઝર્સ હવે તેમના AIને બદલી રહ્યા છે.

યુઝર્સ હવે એક જ AI પર નિર્ભર નથી

આ ટ્રેન્ડ બતાવે છે કે હવે યુઝર્સ કોઈ એક AI પ્લેટફોર્મ પ્રત્યે વફાદાર રહ્યા નથી. તેઓ અલગ-અલગ કામ માટે અલગ AI ટૂલ્સનો ઉપયોગ કરી રહ્યા છે. એટલે કે યુઝર્સ હવે એકથી વધુ AI સિસ્ટમ વચ્ચે સ્વિચ કરીને તેમની જરૂરિયાત પ્રમાણે શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરી રહ્યા છે. આ બદલાવ કંપનીઓમાં પણ જોવા મળી રહ્યો છે. હવે કંપનીઓ એવા કર્મચારીઓ શોધી રહી છે, જે એક કરતાં વધુ AI ટૂલ્સનો ઉપયોગ કરી શકે. જોબ લિસ્ટિંગ્સમાં હવે AI વર્કફ્લો ઓપ્ટિમાઇઝેશન, AI-નેટિવ ડેવલપમેન્ટ અને vibe-coding જેવી સ્કિલ્સને વધુ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે.