Home Blog Page 202

Bollywood : પબ્લિસિટી માટે ભૂતબંગલા છ દિવસ પાછી ઠેલવાનું ગતકડું

0

અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ની રીલિઝ છ દિવસ માટે પાછળ ઠેલવાની જાહેરાત કરાઈ છે. આ સંજોગોમાં આ કોઈ બિઝનેસલક્ષી નિર્ણય કરતાં પબ્લિસિટી માટે ગતકડું હોવાની શક્યતા વધારે છે તેવી ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મ તા. ૧૦મી એપ્રિલને બદલે હવે તા. ૧૬મી એપ્રિલે રીલિઝ થવાની છે. કારણ એવું અપાયું છે કે હજુ પણ રણવીરની ‘ધુરંધર ટુ’ ટિકિટબારી પર ટંકશાળ પાડી રહી હોવાથી આ નિર્ણય લેવાયો છે.

જોકે, ટ્રેડ વર્તુળોના જણાવ્યા અનુસાર કોઈ ફિલ્મ એકાદ-બે મહિના પાછળ ખસે તો વિતરણની મજબૂરી તથા બિઝનેસની સંભાવનાઓની વાત સમજી શકાય છે. પરંતુ, ફિલ્મ તા. ૧૦મી એપ્રિલે રીલિઝ થાત તો બિઝનેસ ન મળત અને તા. ૧૬મીએ રીલિઝ થશે તો પ્રેક્ષકો ઉમટી પડશે એ વાત બહુ તર્કસંગત લાગતી નથી. આ સંજોગોમાં રીલિઝ ડેટમાં ફેરફાર પણ હાલના સંજોગોમાં પબ્લિસિટીનું વધુ એક ગતકડું જ લાગી રહ્યું છે. અક્ષય કુમારની પાછલી કેટલીક ફિલ્મોનું પ્રદર્શન તેની રિલાયેબલ કમર્શિઅલ સ્ટાર તરીકેની ઈમેજને છાજે તેવું રહ્યું નથી. આ સંજોગોમાં ફિલ્મના પ્રચાર માટે શક્ય તમામ પ્રયાસ થઈ રહ્યા છે.

National : AI અપનાવવામાં ભારત 92% દર સાથે વિશ્વમાં નંબર વન

0

આર્ટિફીશયલ ઈન્ટેલીજન્સ ઝડપથી વૈશ્વિક સ્તરે ફેલાઈ રહ્યું છે, અને ભારત તેને અપનાવવામાં મોખરે છે. વિશ્વની કોઈ અન્ય મોટી અર્થવ્યવસ્થા ભારતની નજીક પણ નથી. એક અહેવાલ મુજબ, આર્ટિફીશયલ ઈન્ટેલીજન્સ અપનાવવામાં ભારત ૯૨% દર સાથે વિશ્વમાં આગળ છે. ચીન આ યાદીમાં ટોચના ૧૦માં પણ સામેલ નથી, જ્યારે અમેરિકા નવમા ક્રમે છે.

આર્ટિફીશયલ ઈન્ટેલીજન્સ ઝડપથી વૈશ્વિક સ્તરે ફેલાઈ રહ્યું છે, અને ઘણા દેશો તેમાં ભારે રોકાણ કરી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે ૨૧મી સદીમાં, આર્ટિફીશયલ ઈન્ટેલીજન્સ વિશ્વનો ચહેરો સંપૂર્ણપણે બદલી નાખશે. આપણા દેશમાં છૈં પર ઘણો ભાર મૂકવામાં આવી રહ્યો છે.

ઈરાન સાથે યુદ્ધમાં ફસાયેલ ઇઝરાયલ પણ આ યાદીમાં ટોચના ૧૦માં નથી. ઇઝરાયલને નવીનતામાં વૈશ્વિક નેતા માનવામાં આવે છે, પરંતુ તે આર્ટિફીશયલ ઈન્ટેલીજન્સ અપનાવવાની દોડમાં પાછળ રહી ગયું હોય તેવું લાગે છે.બીસીજીના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતનું ટેક-સેવી કાર્યબળ આર્થિક વિકાસના આગામી લહેરને વેગ આપી રહ્યું છે. તાજેતરમાં દેશમાં ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ યોજાઈ હતી. દેશમાં આર્ટિફીશયલ ઈન્ટેલીજન્સ નવીનતા માટે એક વ્યાપક ઇકોસિસ્ટમ બનાવવા માટે, સરકારે માર્ચ ૨૦૨૪માં ઇન્ડિયાએઆઈ મિશનને મંજૂરી આપી હતી. તેનું બજેટ રૂ. ૧૦,૩૭૧.૯૨ કરોડ નક્કી કરવામાં આવ્યું છે. આ મિશન હેઠળ, નાની અને મધ્યમ કદની કંપનીઓને આર્ટિફીશયલ ઈન્ટેલીજન્સ અપનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે. ૨૦૩૫ સુધીમાં આટફીશયલ ઈન્ટેલીજન્સ દેશના અર્થતંત્રમાં ૬૦૦ બિલિયન ડોલર ઉમેરાય તેવી અપેક્ષા છે.

ભારત ૯૨% દર સાથે આર્ટિફીશયલ ઈન્ટેલીજન્સ અપનાવવામાં વિશ્વમાં આગળ છે. સરકારે બે વર્ષ પહેલાં ઇન્ડિયાએઆઈ મિશનને મંજૂરી આપી હતી. ૫ વર્ષ માટે તેનું કુલ બજેટ રૂ. ૧૦,૩૭૧.૯૨ કરોડ છે. ૨૦૩૫ સુધીમાં આર્ટિફીશયલ ઈન્ટેલીજન્સ દેશના અર્થતંત્રમાં ૬૦૦ બિલિયન ડોલર ઉમેરે તેવો અંદાજ છે.

ટોચના ૧૦ દેશોમાં કોણ છે?

આર્ટિફીશયલ ઈન્ટેલીજન્સ અપનાવવામાં ભારત ૯૨ ટકા દર સાથે પ્રથમ ક્રમે છે. જ્યારે યુરોપિયન દેશ સ્પેન ૭૮% દર સાથે બીજા ક્રમે છે. તે પછી દક્ષિણ અમેરિકન દેશ બ્રાઝિલ (૭૬%) આવે છે. દક્ષિણ આફ્રિકા ૭૨% દર સાથે આ યાદીમાં ચોથા ક્રમે છે. યુકે (૬૮%) પાંચમા ક્રમે, ઇટાલી (૬૮%) છઠ્ઠા ક્રમે, જર્મની (૬૭%) સાતમા ક્રમે, ફ્રાન્સ (૬૪%) આઠમા ક્રમે, યુનાઇટેડ સ્ટેટ્સ (૬૪%) નવમા ક્રમે અને જાપાન (૫૧%) દસમા ક્રમે છે.

National : જનતાનો મુદ્દો ઉઠાવીને મેં શું ગુનો કર્યો?’, AAPના એક્શન બાદ રાઘવ ચઢ્ઢાનો કેજરીવાલને જવાબ

0

આમ આદમી પાર્ટીના ફાયરબ્રાન્ડ નેતા અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ આખરે પોતાની પાર્ટી સામે જ મોરચો ખોલી દીધો છે. રાજ્યસભામાં ડેપ્યુટી લીડર પદ પરથી હટાવવામાં આવ્યા બાદ રાઘવ ચઢ્ઢાએ એક વીડિયો જાહેર કરીને ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે સીધો સવાલ કર્યો છે કે, “શું જનતાના મુદ્દા ઉઠાવવા એ ગુનો છે?”

મારી ખામોશીને હાર ન સમજતા

રાઘવ ચઢ્ઢાએ અત્યંત આક્રમક અંદાજમાં પોતાની પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, “મને જ્યારે પણ સંસદમાં બોલવાની તક મળે છે, ત્યારે હું જનતાના મુદ્દા ઉઠાવું છું. કદાચ એવા વિષયો જે સામાન્ય રીતે સંસદમાં ચર્ચાતા નથી. મને ખામોશ કરવાના પ્રયાસો થયા છે, પરંતુ હું હાર્યો નથી. જે લોકોએ મને ચૂપ કરવાનો પ્રયાસ કર્યો છે તેમને કહેવા માંગુ છું કે,” મેરી ખામોશી કો મેરી હાર મત સમજ લેના, મેં વો દરિયા હૂં જો વક્ત આને પર સૈલાબ બનતા હૈ.”

શું છે વિવાદનું મુખ્ય કારણ?

ગુરુવારે આમ આદમી પાર્ટીએ રાજ્યસભા સચિવાલયને પત્ર લખીને રાઘવ ચઢ્ઢાને ડેપ્યુટી લીડર પદ પરથી હટાવવાની વિનંતી કરી હતી. એટલું જ નહીં, પાર્ટીએ એવી પણ માગ કરી છે કે રાઘવ ચઢ્ઢાને AAPના નિર્ધારિત ક્વોટામાંથી બોલવા માટે સમય ફાળવવામાં ન આવે. તેમના સ્થાને પંજાબના સાંસદ અશોક મિત્તલનું નામ પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે.

કેવી રીતે વધ્યું કેજરીવાલ અને રાઘવ વચ્ચે અંતર?

એક સમયે અરવિંદ કેજરીવાલના સૌથી નજીકના સાથી ગણાતા રાઘવ ચઢ્ઢા અને પાર્ટી વચ્ચેના સંબંધો છેલ્લા કેટલાક મહિનાઓથી વણસ્યા છે. તેની પાછળ કેટલાક મહત્ત્વના પરિબળો છે. જેમાં કેટલાક મુખ્ય કારણો હાલ ચર્ચામાં છે. 

કેજરીવાલની ધરપકડ સમયે ગેરહાજરી

માર્ચ 2024માં જ્યારે દારૂ કૌભાંડમાં કેજરીવાલની ધરપકડ થઈ, ત્યારે રાઘવ ચઢ્ઢા તબીબી કારણોસર વિદેશમાં હતા. કેજરીવાલની 6 મહિનાની જેલ દરમિયાન તેઓ દેશની બહાર જ રહ્યા હતા.

જાહેર કાર્યક્રમોથી અંતર 

કેજરીવાલ, મનીષ સિસોદિયા અને અન્ય નેતાઓ જેલમાંથી મુક્ત થયા ત્યારે રાઘવ ચઢ્ઢાએ રહસ્યમય મૌન જાળવ્યું હતું. તેઓ જંતર-મંતરની રેલી કે કેજરીવાલની પ્રેસ કોન્ફરન્સમાં પણ જોવા મળ્યા નહોતા.

પાર્ટી લાઇનથી અલગ વલણ

AAPનું માનવું છે કે, રાઘવ ચઢ્ઢા હવે સંસદમાં પાર્ટીનો પક્ષ મજબૂતીથી મૂકી શકતા નથી. તેમને ધીમે ધીમે અન્ય રાજ્યોના ચૂંટણી પ્રચાર અને સંગઠનાત્મક કાર્યોથી પણ અલગ કરી દેવામાં આવ્યા છે.

રાઘવ ચઢ્ઢાના નિશાન પર કોણ?

રાઘવ ચઢ્ઢાએ મધ્યમ વર્ગ પર ટેક્સનું ભારણ, ડેટા એક્સપાયરીની સમસ્યા અને ઍરપૉર્ટ પર વધારાના સામાનના ચાર્જ જેવા મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે સંકેત આપ્યો કે તેઓ જનતાની વાત કરી રહ્યા છે, જેનાથી કદાચ પાર્ટીને નુકસાન થઈ રહ્યું છે.

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે AAPમાં હવે રાઘવ ચઢ્ઢાનું સ્થાન જોખમમાં છે. પંજાબથી રાજ્યસભા સાંસદ બનેલા ચઢ્ઢા અને આપ વચ્ચે હવે આરપારની લડાઈ શરૂ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. આગામી દિવસોમાં આ વિવાદ વધુ વકરે તેવી પ્રબળ શક્યતા છે.

Gujarat : અમદાવાદ એરપોર્ટ પર DRIની મોટી કાર્યવાહી: બેંગકોકથી લાવવામાં આવેલો 2 કરોડનો હાઈબ્રિડ ગાંજો ઝડપાયો

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ડ્રગ્સની હેરાફેરીનો વધુ એક મોટો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) અને એર ઈન્ટેલિજન્સ યુનિટ (AIU)એ સંયુક્ત કાર્યવાહી કરીને બેંગકોકથી અમદાવાદ આવેલા બે શખસો પાસેથી કરોડો રૂપિયાની કિંમતનો નશીલો પદાર્થ જપ્ત કર્યો છે.

બેગમાંથી મળ્યા ગાંજાના વેક્યૂમ-સીલ પેકેટ

મળતી માહિતી અનુસાર, એરપોર્ટ સુરક્ષા એજન્સીઓને અગાઉથી જ નશીલા પદાર્થની હેરફેર અંગે બાતમી મળી હતી. આ બાતમીના આધારે વિયેટ જેટ એરલાઇન્સની ફ્લાઇટ દ્વારા બેંગકોકના ડોન મુઆંગ એરપોર્ટથી અમદાવાદ ઉતરેલા બે શખસો પર વોચ રાખવામાં આવી હતી. મુસાફરો એરપોર્ટ પર ઉતરતા જ તપાસ સંસ્થાઓએ તેમની અટકાયત કરી હતી.શંકાસ્પદ મુસાફરોના સામાનની સઘન તપાસ કરવામાં આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. ટ્રોલી બેગની અંદરથી 8 જેટલા વેક્યૂમ-સીલ કરેલા પ્લાસ્ટિક પેકેટ મળી આવ્યા હતા. તપાસ દરમિયાન આ પેકેટ્સમાંથી લીલા રંગનો શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો હતો. FSL ટેસ્ટ બાદ પુષ્ટિ થઈ હતી કે આ ઉચ્ચ ગુણવત્તાનો હાઈબ્રિડ ગાંજો છે. 2.25 કિલો હાઈબ્રિડ ગાંજોની કિંમત 2 કરોડ રૂપિયાથી વધુ છે.

કસ્ટમ વિભાગે ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી બંને આરોપીઓની ધરપકડ કરી છે. ઝડપાયેલા બંને શખસો મૂળ મધ્ય પ્રદેશના જબલપુરના રહેવાસી છે. હાલ આ ડ્રગ્સ નેટવર્ક પાછળ કોણ છે અને અમદાવાદમાં આ જથ્થો કોને પહોંચાડવાનો હતો, તે દિશામાં હાલ પૂછપરછ અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.  

Vadodara : બુલેટ ટ્રેન પ્રોજેક્ટ : પીલરો પર તોતિંગ વજનના ગર્ડરો મૂકવા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ

દેશના સૌપ્રથમ બુલેટ ટ્રેનના અતિ મહત્વકાંક્ષી પ્રોજેક્ટની કામગીરી યુદ્ધના ધોરણે હાલમાં ચાલી રહી છે, બ્રિજના ઉપર તોતિંગ વજનના ગર્ડરો મુકવાની અતિ મુશ્કેલ કામગીરી આધુનિક ટેકનોલોજીથી  હાથ ધરવામાં આવી રહી છે. બ્રિજ પરની આ કામગીરી નિયત સમય મર્યાદામાં અચૂક પૂરી થવાનું નક્કી છે.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ : પીલરો પર તોતિંગ વજનના ગર્ડરો મૂકવા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ 2 - image

ઉલ્લેખનીય છે કે દેશનો સૌપ્રથમ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટની કામગીરી વડોદરામાં યુદ્ધના ધોરણે ચાલી રહી છે. હાલમાં આ કામગીરી સંદર્ભે અકોટા દાંડિયા બજાર બ્રિજ વાહનની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. બુલેટ ટ્રેનના બનાવવામાં આવેલા પીલરો પર ભારે વજનવાળા ગર્ડરો નિયત જગ્યાએ મૂકવા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. જેથી ભારે વજનવાળા ગર્ડરો ચોક્કસ નિયત જગ્યાએ અને ઓછા સમયમાં મૂકી શકાય છે. આવા મોટા પ્રોજેક્ટમાં કામગીરી ચોકસાઈથી કરવા સહિત સલામતીના તમામ ધોરણો પણ સુનિશ્ચિત કરાઈ રહ્યા છે.

Technology : એન્ડ્રોઇડમાં આવ્યું નવું Transit Mode, ટ્રેન મુસાફરી હવે થશે વધુ સ્માર્ટ

0

Googleએ તેના નવા Transit mode ફીચરનું રોલઆઉટ શરૂ કરી દીધુ છે, જેમાં ટ્રેનમાં મુસાફરી દરમિયાન યુઝર અનુભવને વધુ સારી રીતે બનાવવાની કોશિશ કરવામાં આવી છે. આ એક ઓટોમેટેડ ફીચર છે, જે તમારા દૈનિક કમ્યુટને સુધારવા માટે ફોનની સેટિંગ્સ આપમેળે એડજસ્ટ કરે છે. આ અપડેટ સૌપ્રથમ માર્ચ 2026 Feature Drop સાથે જાહેર કરવામાં આવી હતી. આ ફીચરને ચાલુ કરવા માટે યુઝર્સ Settings > Modesમાં જઈ ત્યાં Do Not Disturb, Bedtime અને Driving modes ની બાજુમાં નવું Transit વિકલ્પ જોવા મળશે. એનો ઓન કરતાં આ ફીચરનો ઉપયોગ કરી શકાશે.

ટ્રાન્ઝિટ મોડમાં કસ્ટમાઇઝ કરી શકાય તેવી સેટિંગ્સ

Transit modeમાં વિવિધ કસ્ટમાઇઝ કરી શકાય તેવી સેટિંગ્સ મળે છે. યુઝર્સ People, Apps અને Alarms જેવી નોટિફિકેશન ફિલ્ટર્સને અન્ય modesની જેમ નિયંત્રિત કરી શકે છે.આ મોડની એક ખાસ સુવિધા એ છે કે જ્યારે તમે ટ્રેનમાં મુસાફરી કરો છો ત્યારે તે આપમેળે ચાલુ થઈ જાય છે. આથી યુઝર્સને દરેક વખતે ટ્રેનમાં ચઢતી વખતે ફીચર હાથથી ચાલુ કરવાની જરૂર નથી રહેતી.

વોલ્યુમ અને બ્લૂટૂથ સેટિંગ્સ

Transit modeના App settingsમાં યુઝર્સ ટ્રાવેલ દરમિયાન વોલ્યુમ સેટિંગ્સ કસ્ટમાઇઝ કરી શકે છે. તેઓ Sound on, Vibrate only અથવા Silent modeમાંથી પસંદગી કરી શકે છે. આ ફીચર યુઝરને મુસાફરી દરમિયાન Bluetooth આપમેળે ચાલુ કરવાની સુવિધા પણ આપે છે, જેથી તમે સરળતાથી તમારા હેડફોન સાથે કનેક્ટ થઈ શકો. આ પ્રકારનું કસ્ટમાઇઝેશન Pixel ડિવાઇસના અન્ય modes કરતાં Transit modeને અલગ બનાવે છે.

રિયલ-ટાઇમ કમ્યુટ નોટિફિકેશન્સ

Transit mode કમ્યુટ નોટિફિકેશન્સ સેટ કરવાની સુવિધા પણ આપે છે. આ ફીચરની મદદથી યુઝર શરૂનો સમય, વેઇટીંગ ટાઇમ અને માર્ગોની રિયલ-ટાઇમ માહિતી આપે છે. આ માહિતી યુઝર લોકસ્ક્રીનના “At a Glance” વિભાગમાં અને હોમસ્ક્રીનના ટોચ પર જોઈ શકે છે. એને સેટ કરવા માટે યુઝર્સે પોતાનું ઘર અને ઓફિસનું સરનામું કન્ફર્મ કરવું પડશે અને Maps એપ માટે Google Maps Timeline સાથે ચોક્કસ Background location એક્સસે આપવું પડશે.

Google Maps Timeline કેવી રીતે ઍક્સેસ કરવું

Google મુજબ શરૂઆતના સેટઅપ પછી કમ્યુટ માહિતી દેખાવા માટે “2-3 અઠવાડિયા” લાગી શકે છે કારણ કે Google Mapsને તમારા કમ્યુટ પેટર્ન શીખવા માટે સમય જોઈએ છે. એનો અર્થ એ થાય છે કે યુઝર્સે ઘર અને ઓફિસનું સરનામું સેટ કર્યા પછી અને જરૂરી સેટિંગ્સ ચાલુ કર્યા પછી થોડી ધીરજ રાખવી પડશે. હાલમાં આ ફીચર Android 16 QPR3 (માર્ચ 2026) અને Android 17 Betaમાં ઉપલબ્ધ છે.

World : ધાર્મિક સલાહકારે ટ્રમ્પની સરખામણી ઇશુ ખ્રિસ્ત સાથે કરતાં વિવાદ

0

અમેરિકના વ્હાઇટ હાઉસમાં પ્રમુખના ધાર્મિક સલાહકાર પૌલા વ્હાઇટે ટ્રમ્પની તુલના ઇશુખ્રિસ્ત સાથે કરતાં પશ્ચિમી જગતમાં મોટો હોબાળો મચી ગયો છે. સામાન્યથી લઈ ધાર્મિક અને રાજકીય વર્તુળો બધાએ તેની આકરી ટીકા કરી છે. તેણે જણાવ્યું હતું કે ઇશુખ્રિસ્ત અને ટ્રમ્પ બંનેની સ્થિતિ સરખી છે. બંનેને દગો મળ્યો હતો, તેમના પર ખોટા આરોપ લાગ્યા હતા અને ખોટી રીતે ધરપકડ કરવામાં આવી હતી.જ્યારે વાસ્તવમાં તેઓ આપણા બચાવકર્તા હતા. આપણને બચાવવા આવતા આપણા ભગવાન અને હાલમાં પણ આપણના બચાવનારા ટ્રમ્પની સાથે જે થઈ રહ્યુ છે તે બંનેમાં એકસરખી કાર્યપદ્ધતિ જોવા મળી રહી છે. ઇશુ ખ્રિસ્તે તેમના જન્મ, મૃત્યુ, અંતિમ સંસ્કાર તથા પુર્નજન્મ સાથે કેટલીય વસ્તુઓ શીખવી છે. તેમણે બલિદાન આપીને નેતૃત્વ કોને કહેવાય તે બતાવ્યું હતું.

ટ્રમ્પ પણ બિલકુલ આ જ માર્ગે છે. તેઓએ તેમની કિંમત તેમના જીવનથી ચૂકવવાની ફરજ પડી રહી છે. તેઓ તેમના પર થયેલા હુમલામાં માંડ-માંડ બચ્યા હતા. તેઓ જે રીતે બચ્યા છે તે જોતાં આ તેમનો પુર્નજન્મ જ કહી શકાય. ટ્રમ્પ વિજયી બન્યા છે તેના કારણે તમે વિજયી બન્યા છો.

સોશિયલ મીડિયા પર એક જણે લખ્યું હતું કે પોલા વ્હાઇટે તો જાણે ચાપલૂસીની દરેક હદ વટાવી દીધી છે. સ્ટેરોઇડને પણ શરમાવે તેવી ચાપલૂસી તે કરી રહી છે. ઇસ્ટર આધ્યાત્મિક નવરચનાનો તહેવાર છે, રાજકીય બ્રાન્ડિંગ કરવાનો તહેવાર નથી.આ ઉપરાંત કેટલાય પાદરીઓ, કેટલાય રાજકીય વ્યૂહરચનાકારો અને અન્ય નિષ્ણાતોએ પણ આકરી ટીકા કરી હતી. એક કેથલિક શ્રદ્ધાળુએ ત્યાં સુધી જણાવ્યું હતું કે એક બિશપની હાજરીમાં અમેરિકન પ્રમુખને આ રીતે બીરદાવવામાં આવે છે. 

તેની સાથે આ રીતે ઇતિહાસ સાથે ચેડા કરવાના પ્રયતોને સફળ નહીં થાય તેમ જણાવ્યું હતું. સોશિયલ મીડિયા પર ઘણા બધાએ તો વ્હાઇટના આ કૃત્યને ઇશનિંદા સમાન ગણાવ્યું હતું. 

World : ઈરાન સામેના યુદ્ધ વચ્ચે ટ્રમ્પનો અચાનક જ મોટો નિર્ણય, સૈન્ય પ્રમુખને ‘બળજબરીપૂર્વક નિવૃત્ત’ કર્યા

0

મિડલ ઈસ્ટમાં ઘેરાતા યુદ્ધના વાદળો વચ્ચે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સૈન્ય નેતૃત્વમાં મોટો ફેરફાર કર્યો છે. અમેરિકાના ડિફેન્સ સેક્રેટરી પીટ હેગસેથે આર્મી ચીફ જનરલ રેન્ડી જ્યોર્જને તાત્કાલિક પદ છોડી દેવા અને નિવૃત્તિ લેવા આદેશ આપ્યો છે. ઈરાન સામે સંભવિત લશ્કરી કાર્યવાહીની તૈયારીઓ વચ્ચે લેવાયેલા આ નિર્ણયથી વૈશ્વિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

કેમ લેવાયો આ અચાનક નિર્ણય?

રોઇટર્સના અહેવાલ અનુસાર, ટ્રમ્પ વહીવટીતંત્રને જનરલ રેન્ડી જ્યોર્જની કાર્યશૈલી અને ટ્રમ્પના લશ્કરી વિઝનને અમલમાં મૂકવાની તેમની ક્ષમતા પર શંકા હતી. ડિફેન્સ સેક્રેટરી પીટ હેગસેથ એવા જનરલની શોધમાં છે જે પ્રમુખ ટ્રમ્પના આક્રમક અભિગમ સાથે સુસંગત હોય. નોંધનીય છે કે, જનરલ રેન્ડી જ્યોર્જની નિમણૂક 2023માં જો બાઈડેન દ્વારા કરવામાં આવી હતી. તે અગાઉ બાઈડેન શાસનકાળમાં લોયડ ઓસ્ટિનના વરિષ્ઠ લશ્કરી સહાયક પણ રહી ચૂક્યા છે.અમેરિકાના ડિફેન્સ સેક્રેટરી પીટ હેગસેથે યુએસ આર્મીના ચીફ ઓફ સ્ટાફ અને અન્ય બે સેનાના અધિકારીઓને હટાવી દીધા છે. આમાં ટ્રાન્સફોર્મેશન એન્ડ ટ્રેનિંગ કમાન્ડના જનરલ ડેવિડ હોડન અને ચેપલિન કોર્પ્સના ચીફ મેજર જનરલ વિલિયમ ગ્રીન જુનિયરનો સમાવેશ થાય છે.

ઈરાન સામે ‘સ્ટોન એજ’ પ્લાન?

આ ફેરફાર એવા સમયે થયો છે જ્યારે અમેરિકા મિડલ ઈસ્ટમાં મોટા પાયે સૈનિકો તહેનાત કરી રહ્યું છે. ટ્રમ્પે તાજેતરમાં જ ઈરાનને ચેતવણી આપી હતી કે ઈરાનને હુમલા દ્વારા ‘સ્ટોન એજ’ (પાષાણ યુગ)માં પાછા મોકલી દેશે. જમીન પર લશ્કરી કાર્યવાહીની તૈયારીઓ વચ્ચે નવા આર્મી ચીફની નિમણૂક વ્યૂહાત્મક રીતે મહત્ત્વની માનવામાં આવે છે.

કોણ હશે નવા આર્મી ચીફ?

જનરલ રેન્ડી જ્યોર્જનો કાર્યકાળ 2027 સુધી હતો, પરંતુ તેમને અધવચ્ચે જ નિવૃત્ત થવાની ફરજ પાડવામાં આવી છે. તેમના અનુગામી તરીકે જનરલ ક્રિસ્ટોફર લાનેવનું નામ સૌથી આગળ છે. તે 82મા એરબોર્ન ડિવિઝનના કમાન્ડિંગ જનરલ રહી ચૂક્યા છે, જે પેરાશૂટ હુમલામાં વિશ્વભરમાં નિષ્ણાત ગણાય છે.

બીજા કોના પદ જોખમમાં?

ટ્રમ્પ વહીવટની આ ‘ક્લીનઅપ’ ડ્રાઈવમાં માત્ર આર્મી ચીફ જ નહીં, પરંતુ અન્ય ટોચના અધિકારીઓ પર પણ ગાજ પડી શકે છે. અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, FBI ચીફ કાશ પટેલ અને DNI તુલસી ગબાર્ડના પદો પર પણ ખતરો મંડરાઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, જનરલ રેન્ડી જ્યોર્જે હજુ સત્તાવાર રીતે રાજીનામું આપ્યું નથી, પરંતુ પેન્ટાગોનના આદેશ બાદ તેઓ ટૂંક સમયમાં જાહેરાત કરે તેવી પ્રબળ શક્યતા છે. દાયકાઓ લાંબી કારકિર્દી ધરાવતા જનરલ જ્યોર્જે ગલ્ફ વોર, ઇરાક અને અફઘાનિસ્તાન યુદ્ધમાં મહત્ત્વની સેવા આપી છે.

Top News : SIM કાર્ડ વગર ચાલતા રહેશે WhatsApp-Telegram, કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) જો તમે WhatsApp, Telegram અથવા અન્ય મેસેજિંગ એપ્સનો ઉપયોગ કરો છો, તો તમારા માટે રાહતના સમાચાર છે. કેન્દ્ર સરકારે SIM-બાઇન્ડિંગ જેવા નવા કડક નિયમો લાગુ કરવાની તારીખ હાલ પૂરતી ટાળી દીધી છે. ટેલિકોમ્યુનિકેશન વિભાગ(DoT) દ્વારા લેવાયેલા આ નિર્ણય મુજબ, હવે આ નિયમો 31 ડિસેમ્બર, 2026 સુધી અમલમાં આવશે નહીં. ઉદ્યોગ જગતની રજૂઆતો અને ટેકનિકલ પડકારોને ધ્યાનમાં રાખીને સરકારે આ સમયસીમા વધારવાનો નિર્ણય લીધો છે, જેથી હાલમાં યુઝર્સે કોઈ નવા ફેરફારનો સામનો કરવો પડશે નહીં.

શું છે આ SIM-બાઇન્ડિંગ નિયમ?

આ નિયમ મુજબ, તમે જે મોબાઈલ નંબરથી કોઈ મેસેજિંગ એપમાં લોગ-ઈન કરો છો, તે જ SIM કાર્ડ તમારા ફોનમાં હોવું ફરજિયાત બનશે. જો ફોનમાંથી SIM કાર્ડ કાઢી નાખવામાં આવે, બદલવામાં આવે કે બંધ થઈ જાય, તો એપ આપમેળે લોગ-આઉટ થઈ જશે અથવા ફરીથી વેરિફિકેશન માંગશે. આ નિયમનો મુખ્ય હેતુ યુઝર્સના એકાઉન્ટની સુરક્ષા વધારવાનો અને સાયબર ફ્રોડ રોકવાનો છે. જોકે, એન્ડ્રોઇડ અને iOS પ્લેટફોર્મ પર આ સિસ્ટમ સેટ કરવામાં ટેકનિકલ મુશ્કેલીઓ આવતી હોવાથી હાલ તેની ડેડલાઇન વધારી દેવામાં આવી છે.

ડેસ્કટોપ અને વેબ યુઝર્સને પણ મોટી રાહત

નવા પ્રસ્તાવમાં એવી પણ ચર્ચા હતી કે WhatsApp Web કે Telegram Web જેવા પ્લેટફોર્મ દર 6 કલાકે આપમેળે લોગ-આઉટ થઈ જશે અને યુઝરે ફરીથી QR કોડ સ્કેન કરીને લોગ-ઈન કરવું પડશે. પરંતુ હાલમાં આ નિયમને પણ મોકૂફ રાખવામાં આવ્યો છે. હવે માત્ર શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો જ સેશન ખતમ કરવામાં આવશે. અગાઉ આ નિયમો ફેબ્રુઆરી 2026 સુધીમાં લાગુ કરવાના હતા, પરંતુ હવે 31 ડિસેમ્બર, 2026 સુધી યુઝર્સ પહેલાની જેમ જ કોઈપણ અવરોધ વગર આ એપ્સનો ઉપયોગ કરી શકશે.

Bollywood : સૌરવ ગાંગુલીની બાયોપિકનું શીર્ષક દાદા : ધ સૌરવ ગાંગુલી સ્ટોરી

0

સૌરવ ગાંગુલીની બાયોપિકનું શૂટિંગ  શરૂ થઇ ગયું છે.જેમાં મુખ્ય રોલ રાજકુમાર રાવ ભજવી રહ્યો છે. રાજકુમાર રાવ  સોશિયલ મીડિયા  પર જણાવ્યું હતું કે, અમે આ ફિલ્મનું શૂટિગ શરૂ કરી દીધું છે. ફિલ્મને લવ રંજન પ્રોડયુસ કરી રહ્યો છે અને વિક્રમાદિત્ય મોટવાને ડાયરેકટ કરી રહ્યો છે. આ ફિલ્મનું શીર્ષક ‘દાદા : ધ સૌરવ ગાંગુલી સ્ટોરી’ રાખવામાં આવ્યું છે.

રાજકુમાર રાવ સૌરવ ગાંગુલીની બાયોપિકમાં  મુખ્ય રોલ કરી રહ્યો છે. તેણે આ ફિલ્મ માટે ક્રિકેટની ખાસ તાલીમ લીધી છે. આ ઉપરાંત સૌરવ ગાંગુલીના પરિવાર સાથે પણ ઘણો સમય પસાર કર્યો છે. 

જોકે, ટ્રેડ વર્તુળો આ ફિલ્મની સફળતા વિશે અત્યારથી જ શંકા  સેવી રહ્યા છે. પાછલાં કેટલાંક વર્ષોમાં તમામ સ્પોર્ટસ ડ્રામા ફિલ્મો ફલોપ ગઈ છે.