Home Blog Page 210

National : હોટલના બિલમાં ‘ગેસ ચાર્જ’ માંગે તો ભૂલથી પણ ન આપતા, આ રીતે કરો ઓનલાઈન ફરિયાદ

0

મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે ભારતમાં LPG ની અછતની અફવાઓ ફેલાઈ છે, જેનો ફાયદો ઉઠાવીને કેટલીક હોટલો અને રેસ્ટોરન્ટ્સ ગ્રાહકોના ફૂડ બિલમાં ગેરકાયદેસર રીતે ‘ગેસ ચાર્જ’ કે ‘ફ્યુઅલ ચાર્જ’ જોડી રહી છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ગેસની કોઈ જ અછત નથી. જો તમારી પ

મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ) માં ચાલી રહેલા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાની અફવાઓ વચ્ચે ભારતમાં LPG ગેસની અછતને લઈને લોકોમાં ગભરાહટ ફેલાઈ છે. આ પરિસ્થિતિનો ગેરલાભ લઈને કેટલાક વચેટિયાઓ અને હોટલ-રેસ્ટોરન્ટના માલિકો ગ્રાહકોને ખુલ્લેઆમ લૂંટી રહ્યા છે. ઘણા કિસ્સાઓમાં જોવા મળ્યું છે કે હોટલવાળા જમવાના બિલમાં ‘ગેસ ચાર્જ’ કે ‘ફ્યુઅલ ચાર્જ’ (Fuel Charge) ના નામે વધારાના નાણાં વસૂલી રહ્યા છે. પરંતુ, સરકારે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં LPG ની કોઈ જ અછત નથી અને આવા કોઈપણ પ્રકારના વધારાના ચાર્જ વસૂલવા ગેરકાયદેસર છે.

મિડલ ઈસ્ટના તણાવના સમાચારો વચ્ચે લોકોમાં એવી ગેરસમજ ઊભી થઈ કે દેશમાં ગેસ સિલિન્ડરની અછત સર્જાશે. આ ડરના કારણે લોકો લાંબી લાઈનોમાં ઊભા રહેવા લાગ્યા. સરકારે આ અંગે સ્પષ્ટતા કરી છે કે આ માત્ર અફવા છે અને દેશમાં ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. તેમ છતાં, કેટલાક વચેટિયાઓએ ગ્રાહકો પાસેથી ગેસ સિલિન્ડરના ઊંચા ભાવ વસૂલવાનું શરૂ કર્યું. આટલું જ નહીં, હવે હોટલ અને રેસ્ટોરન્ટવાળાઓએ પણ આ કૃત્રિમ સંકટનો ફાયદો ઉઠાવીને ગ્રાહકોના ફૂડ બિલમાં ‘ગેસ ચાર્જ’ ઉમેરવાનું શરૂ કરી દીધું છે.

આ વધતી જતી ફરિયાદોને ધ્યાનમાં રાખીને, ગ્રાહક બાબતોના મંત્રાલયે કડક માર્ગદર્શિકા જારી કરી છે. જો તમે આ દિવસોમાં કોઈ હોટલ કે રેસ્ટોરન્ટમાં જમવા જાઓ અને તમારા બિલમાં ગેસ ચાર્જ કે ફ્યુઅલ ચાર્જના નામે કોઈ વધારાની રકમ ઉમેરવામાં આવે, તો તેનો સખત વિરોધ કરો. તમારે માત્ર મેનૂમાં દર્શાવેલ વાનગીઓની કિંમત અને તેના પર લાગુ પડતો કાયદેસરનો ટેક્સ (GST) જ ચૂકવવાનો રહે છે. આ સિવાયનો કોઈપણ વધારાનો ચાર્જ ચૂકવવો ગ્રાહક માટે બંધનકર્તા નથી.

જો હોટલ માલિક બિલમાંથી આ વધારાનો ચાર્જ હટાવવાની ના પાડે, તો ગ્રાહકો પાસે કાયદાકીય રીતે ફરિયાદ કરવાના પૂરા અધિકાર છે. ગ્રાહક બાબતોના વિભાગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ (અગાઉનું ટ્વિટર) પર આ અંગે માહિતી આપતા ફરિયાદ કરવાની સરળ રીતો જણાવી છે:

નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઈન: સૌથી પહેલા હોટલ મેનેજમેન્ટને ચાર્જ હટાવવા કહો. જો તેઓ ન માને તો તરત જ નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઈન નંબર 1915 પર કૉલ કરીને તમારી ફરિયાદ નોંધાવો.

ઈ-જાગૃતિ (e-Jagriti) પોર્ટલ: તમે સરકારના અધિકૃત ‘ઈ-જાગૃતિ’ પોર્ટલ પર જઈને ઓનલાઈન પણ હોટલ વિરુદ્ધ પુરાવા (બિલની નકલ) સાથે ફરિયાદ કરી શકો છો.

ઉચ્ચ અધિકારીઓને રજૂઆત: આ ઉપરાંત, તમે તમારા વિસ્તારના જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) અથવા સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) સમક્ષ પણ સીધી ફરિયાદ કરી શકો છો.

ટૂંકમાં, કટોકટીના નામે કોઈ પણ હોટલ કે રેસ્ટોરન્ટ તમને મૂર્ખ બનાવીને વધારાના પૈસા ન પડાવી શકે તે માટે જાગૃત બનો. બિલ ચૂકવતા પહેલા તેને ધ્યાનથી વાંચો અને જો કોઈ શંકાસ્પદ ચાર્જ દેખાય તો તરત જ અવાજ ઉઠાવો.

Ahmedabad : સિંધુ ભવન રોડ પર સિટી સ્ક્વેર માટે ટેન્ડર: 50 માળ ઊંચા ટાવર પર સ્કાય વોક અને રેસ્ટોરન્ટ બનશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના સૌથી વાઈબ્રન્ટ વિસ્તાર એવા સિંધુ ભવન રોડ પર એક લેન્ડમાર્ક અર્બન પ્રોજેક્ટ ‘સિટી સ્ક્વેર’ વિકસાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આશરે ત્રણ વર્ષ પહેલા જાહેર કરાયેલો આ પ્રોજેક્ટ હવે સ્થાનિક ચૂંટણીઓ નજીક આવતા અમલીકરણ તરફ આગળ વધી રહ્યો છે, જેના માટે 522.22 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચ સાથે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. આ આઈકોનિક ટાવર 175 મીટરની ઊંચાઈ ધરાવશે, જે આશરે 50 માળની ઈમારત જેટલી હશે. આ સાથે જ તે અમદાવાદના સૌથી ઊંચા માળખાઓમાંનું એક બની રહેશે.

આ પ્રોજેક્ટને આધુનિક અર્બન પ્લાઝા તરીકે ડિઝાઈન કરવામાં આવ્યો છે, જ્યાં મનોરંજન, ડાઇનિંગ અને લેઝર સુવિધાઓનો સમન્વય જોવા મળશે. આ ટાવરનું મુખ્ય આકર્ષણ 40 મીટરની ઊંચાઈ પર આવેલી બે માળની ભવ્ય રેસ્ટોરન્ટ હશે, જેમાં અંદાજે 900 લોકોની બેઠક ક્ષમતા હશે. આ ઉપરાંત, તેની ઉપર એક ટેરેસ કેફે પણ બનાવવામાં આવશે જ્યાં 200 જેટલા મુલાકાતીઓ બેસી શકશે. ટાવરની સાવ ઉપરના ભાગે એટલે કે 175 મીટરની ઊંચાઈએ ગ્લાસ સ્કાયવોક અને ઓબ્ઝર્વેશન ગેલેરી પ્રસ્તાવિત છે, જે મુલાકાતીઓને આખા શહેરનો અદભૂત નજારો (પેનોરોમિક વ્યૂ) અને ‘વોક-ઓન-ગ્લાસ’નો રોમાંચક અનુભવ પૂરો પાડશે.

‘સિટી સ્ક્વેર’થી અમદાવાદના પર્યટનને વેગ મળશે તેવો દાવો

ટાવરના નીચેના ભાગે એટલે કે ગ્રાઉન્ડ લેવલ પર એક જાહેર સ્થળ વિકસાવવામાં આવશે, જેમાં આકર્ષક લેન્ડસ્કેપ ગાર્ડન, વોટર ફાઉન્ટેન અને વિવિધ ફૂડ કિઓસ્ક હશે. સાંસ્કૃતિક કાર્યક્રમો માટે 450 લોકોની ક્ષમતા ધરાવતું એમ્ફીથિયેટર પણ આ પ્રોજેક્ટનો હિસ્સો છે. મોટા પાયે આવનારા મુલાકાતીઓની સુવિધા માટે અહીં ત્રણ સ્તરનું બેઝમેન્ટ પાર્કિંગ બનાવવામાં આવશે, જેમાં અંદાજે 410 કાર અને 1,465 ટુ-વ્હીલર પાર્ક કરી શકાશે. આમ, આ પ્રોજેક્ટ આગામી સમયમાં અમદાવાદના પર્યટન અને શહેરી વિકાસમાં એક નવો અધ્યાય ઉમેરશે.

ગગનચુંબી ઊંચાઈ અને આધુનિક આર્કિટેક્ચર

આ પ્રોજેક્ટની જાહેરાત ત્રણ વર્ષ પહેલા કરવામાં આવી હતી, જે હવે અમલીકરણના તબક્કે પહોંચી છે.

ઊંચાઈ: 175 મીટર (લગભગ 50 માળથી વધુ ઊંચી ઈમારત સમાન).

સ્કાયવોક: ટાવરની ટોચ પર એટલે કે 175 મીટરની ઊંચાઈએ ગ્લાસ સ્કાયવોક બનાવવામાં આવશે, જ્યાંથી લોકો શહેરનો પેનોરોમિક વ્યુ માણી શકશે.

વ્યૂઈંગ ગેલેરી: પ્રવાસીઓ માટે ખાસ ઓબ્ઝર્વેશન ગેલેરીની સુવિધા.

ખાનપાન અને મનોરંજનનું નવું સરનામું

સિટી સ્ક્વેર માત્ર એક ટાવર નહીં પણ એક સંપૂર્ણ અર્બન પ્લાઝા હશે

મુખ્ય આકર્ષણ: 175 મીટર (50 માળ+)ની ઊંચાઈએ ‘વૉક-ઓન-ગ્લાસ’ અનુભવ, પેનોરોમિક વ્યૂ

રિવોલ્વિંગ રેસ્ટોરન્ટ: 40 મીટરની ઊંચાઈએ બે માળની ભવ્ય રેસ્ટોરન્ટ બનશે, જેમાં એકસાથે 900 લોકો બેસી શકશે.

ટેરેસ કેફે: રેસ્ટોરન્ટની ઉપર 200 લોકોની ક્ષમતા ધરાવતું આધુનિક ટેરેસ કેફે હશે.

એમ્ફીથિયેટર: સાંસ્કૃતિક કાર્યક્રમો માટે 450 લોકોની બેઠક વ્યવસ્થા ધરાવતું ઓપન એર થિયેટર.

પાર્કિંગ અને ગ્રાઉન્ડ લેવલ સુવિધાઓ
ત્રણ સ્તરનું બેઝમેન્ટ પાર્કિંગ: જેમાં 410 કાર અને 1,465 ટુ-વ્હીલર પાર્ક કરી શકાશે.

પબ્લિક પ્લાઝા: ગ્રાઉન્ડ ફ્લોર પર ગ્રીન ગાર્ડન, આકર્ષક વોટર ફાઉન્ટેન અને ફૂડ કિઓસ્ક બનાવવામાં આવશે, જે સામાન્ય જનતા માટે હરવા-ફરવાનું ઉત્તમ સ્થળ બનશે.

Entertainment : દિલીપને 50 હજાર સેલેરી આપે છે ફરાહ ખાન? યુટ્યુબ ઈન્કમમાં પણ છે કુકનો હિસ્સો!

0

ફરાહ ખાન હવે તેની ફિલ્મો કરતાં તેના વ્લોગ્સ માટે વધુ હેડલાઇન્સમાં રહેતી હોય તેવું લાગે છે. તેના રસોઈયા, દિલીપ, પણ આકર્ષણથી અજાણ્યા નથી. તાજેતરમાં, ફરાહે દિલીપનો પગાર પણ વધાર્યો છે.ફરાહ ખાન હવે પોતાની ફિલ્મો કરતા તેના વ્લોગ્સને કારણે વધુ ચર્ચામાં રહે છે. આ વ્લોગ્સમાં તેનો કૂક દિલીપ પણ લોકોનો ફેવરિટ બની ગયો છે. ફરાહ અવારનવાર દિલીપ સાથે અલગ-અલગ સેલેબ્સના ઘરે જાય છે અને ત્યાં હોમ ટૂરની સાથે ખાસ વાનગીઓ પણ બનાવે છે. તાજેતરમાં ફરાહ દિલીપ સાથે જેકી શ્રોફની પુત્રી કૃષ્ણા શ્રોફના ઘરે પહોંચી હતી.

જેકી શ્રોફના ઘરે પહોંચ્યા બાદ ફરાહ ખાને કૃષ્ણાની હિન્દી સાંભળીને તેની ખૂબ ખેંચતાણ કરી હતી. જોકે, પુત્રીની મદદે જેકી શ્રોફ પોતે આવ્યા હતા. જેકીએ રમૂજી અંદાજમાં કહ્યું કે, તેનો સ્ટાઈલ, મારો સ્ટાઈલ, બધાનો પોતાનો સ્ટાઈલ છે. તે હિન્દી સમજે છે એટલું જ મારા માટે પૂરતું છે. આ દરમિયાન ફરાહ અને જેકી વચ્ચે ઘણી હસી-મજાક જોવા મળી હતી.

કૃષ્ણાના ઘરે એન્ટ્રી કરતા પહેલા ફરાહ ખાને દિલીપને કહ્યું કે તે તેની સેલેરી વધારીને 50 કરી દેશે. આ સાંભળીને દિલીપ ખુશ થઈ ગયો અને પૂછ્યું કે શું તેનો પગાર 50 હજાર થઈ જશે? જેના પર ફરાહ હસતા હસતા બોલી, કનીઝ જેવી આશાઓ! જોકે, ફરાહે જણાવ્યું કે તે અવારનવાર દિલીપનો પગાર વધારતી રહે છે અને પોતાની યુટ્યુબ કમાણીનો એક હિસ્સો પણ તેને આપે છે.

ફરાહ ખાને ખુલાસો કર્યો કે તેને દિલીપ 10 વર્ષ પહેલા અજય દેવગન અને કાજલના ઘરની બહાર મળ્યો હતો. અજય-કાજોલના ઘરે દિલીપનો ભાઈ ભોલા રસોઈયા તરીકે કામ કરતો હતો. ફરાહે દિલીપને ત્યારે માત્ર 1000 રૂપિયાના પગાર પર રાખ્યો હતો, પરંતુ આજે તે ફરાહના પરિવારના સભ્ય જેવો બની ગયો છે અને સોશિયલ મીડિયા પર પણ ઘણો લોકપ્રિય છે.

Business : અદાણીની ઓફિસમાં ખેડૂતોનો હોબાળો: “અમારા ખેતરમાં મંજૂરી વગર ઘૂસો છો, તો અમને ઓફિસમાં કેમ નથી ઘૂસવા દેતા?”

0


ગુજરાતમાં ઉદ્યોગપતિઓ અને ખેડૂતો વચ્ચેનો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો હોય તેમ લાગે છે. અમદાવાદ સ્થિત અદાણી ગ્રુપની ઓફિસ આજે રણમેદાન બની ગઈ હતી. વીજલાઈન નાખવાના મુદ્દે ખેડૂતોની જમીનનો ઉપયોગ કરવાની વાતો વચ્ચે જ્યારે ખેડૂતો પોતાની રજૂઆત કરવા પહોંચ્યા, ત્યારે તેમને ઓફિસની અંદર પણ પ્રવેશવા ન દેવાતા ભારે આક્રોશ જોવા મળ્યો હતો.ખેડૂતોનો તીખો સવાલ: નિયમો કોના માટે?


ખેડૂતોએ ઓફિસની બહાર સૂત્રોચ્ચાર કરતા સત્તાધીશો અને કંપનીના મેનેજમેન્ટને આડેહાથ લીધા હતા. એક લાચાર પણ આક્રમક ખેડૂતે મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવતા કહ્યું કે, “તમે જ્યારે વીજલાઈન નાખવા માટે અમારા ખેતરોમાં મંજૂરી વગર ઘૂસી જાઓ છો ત્યારે કોઈ નિયમો નથી નડતા? આજે જ્યારે તમે પોતે જ અમને વાંધા રજૂ કરવા માટે બોલાવ્યા છે, ત્યારે અમને તમારી ઓફિસના પગથિયાં પણ કેમ નથી ચઢવા દેવાતા?”


મુદ્દો શું છે?
અદાણી ગ્રુપ દ્વારા નવી હાઈ-વોલ્ટેજ વીજલાઈન નાખવા માટે રાજ્યના અનેક વિસ્તારોમાંથી ખેડૂતોની ખેતીલાયક જમીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ખેડૂતોનો આરોપ છે કે:

  • જમીન પર ટાવર ઉભા કરતા પહેલા ખેડૂતોને યોગ્ય વળતરની જાણ કરવામાં નથી આવતી.
  • ઉભા પાકને નુકસાન પહોંચાડીને બળજબરીપૂર્વક કામગીરી શરૂ કરી દેવાય છે.
  • જ્યારે ખેડૂતો કાયદેસરની રજૂઆત કરવા આવે છે, ત્યારે સિક્યુરિટી અને પોલીસના જોરે તેમને દબાવવામાં આવે છે.
    ઓફિસ બહાર જ જમાવડો
    ખેડૂતોએ જણાવ્યું હતું કે નિયમ મુજબ કંપનીએ વાંધા સાંભળવા માટે ખેડૂતોને બોલાવ્યા હતા. પરંતુ ઓફિસના ગેટ પર પહોંચતા જ તેમને રોકી દેવામાં આવ્યા. ખેડૂતોએ સવાલ કર્યો કે જો રજૂઆત સાંભળવી જ નહોતી તો બોલાવ્યા જ કેમ? “શું ઉદ્યોગપતિઓ માટે કાયદો અલગ છે અને ધરતીપુત્રો માટે અલગ?” તેવો સવાલ અત્યારે આખા ગુજરાતમાં ગૂંજી રહ્યો છે.
    ‘પાક્કો ગુજરાત’નો અવાજ: વિકાસ કોનો ભોગે?
    વિકાસના નામે ખેડૂતોની જમીનો છીનવી લેવાની નીતિ સામે હવે ગ્રામ્ય સ્તરેથી વિરોધનો વંટોળ ઉઠ્યો છે. અદાણી ગ્રુપના આ વર્તનથી ખેડૂતોમાં ભારે રોષ છે. જો આગામી દિવસોમાં આ મામલે ખેડૂતોને સંતોષકારક જવાબ નહીં મળે, તો આ આંદોલન વધુ ઉગ્ર બનવાની શક્યતા છે.

Breaking News : ચંડીગઢમાં ભાજપના કાર્યાલય બહાર બ્લાસ્ટ, પોલીસ તપાસ શરૂ

પંજાબમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય બહાર વિસ્ફોટનો અવાજ સંભળાયો છે. આ ઘટના ચંડીગઢના સેક્ટર 37માં સાંજે 5:30 કલાક આસપાસ ઘટી છે. પોલીસ ધડાકાના કારણોની તપાસમાં જોતરાઈ ગઈ છે.

સૂત્રોનું કહેવું છે કે પંજાબમાં ભાજપ કાર્યાલય બહાર CRPFને ગોઠવી દેવામાં આવી છે. ઘટનાસ્થળેથી છરા પણ કબજે લેવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં બ્લાસ્ટના કારણોનો કોઈ અતોપતો મળ્યો નથી.

National : भाजपा की ‘मनी पावर’ बनाम ममता की ‘बंगालियाना’

पश्चिम बंगाल की राजनीति हमेशा एक विशेष विशेषता से चिह्नित रही है-न केवल विकास या वादे, बल्कि लोगों की भावनाएं, संस्कृति और पहचान भी उतनी ही महत्वपूर्ण हैं। आगामी चुनावों के संदर्भ में, यह संघर्ष फिर से सामने आया है-एक तरफ भारतीय जनता पार्टी (भाजपा) की ‘धन-शक्ति’ और दूसरी तरफ, ममता बनर्जी का ‘बंगालियाना’।

सबसे पहले, भाजपा की ‘धन-शक्ति’ उसकी विशाल वित्तीय और संगठनात्मक ताकत को दर्शाती है। आधुनिक राजनीतिक अभियानों में धन का महत्व बहुत अधिक है-बड़ी सार्वजनिक बैठकें, डिजिटल अभियान, मीडिया विज्ञापन, हर जगह भाजपा अपनी शक्ति दिखाती है। एक मजबूत राष्ट्रीय टीम के रूप में, उनके पास उन्नत तकनीक, प्रौद्योगिकी और एक बड़ा कार्यबल है। नतीजतन, वे कम समय में बड़ी संख्या में लोगों तक पहुंचने में सक्षम हैं।

दूसरी ओर, ममता बनर्जी की अखिल भारतीय तृणमूल कांग्रेस (टीएमसी) की मुख्य ताकत ‘बंगालियाना’ है-बंगालियों की संस्कृति, भाषा और पहचान से गहरा लगाव। खुद को ‘मिट्टी की बेटी’ या ‘भूमि-कन्या’ के रूप में स्थापित करते हुए, उन्होंने आम लोगों के साथ एक भावनात्मक संबंध विकसित किया है। दुर्गा पूजा से लेकर बंगाली भाषा और परंपरा पर जोर देने तक, उन्होंने बार-बार यह बताने की कोशिश की है कि इस भूमि और लोगों के साथ उनका संबंध अटूट है।

इन दोनों ताकतों का टकराव वास्तव में दो अलग-अलग राजनीतिक दर्शनों का प्रतिबिंब है। एक तरफ मजबूत आर्थिक क्षमता और केंद्रीय प्रभाव है, तो दूसरी तरफ क्षेत्रीय पहचान और सांस्कृतिक भावना है। भाजपा जहां विकास, बुनियादी ढांचे और राष्ट्रवाद को सामने लाती है, वहीं ममता लोगों के दैनिक जीवन, सामाजिक परियोजनाओं और स्थानीय संस्कृति को अधिक महत्व देती हैं।

सवाल यह है कि मतदाता किसे चुनेंगे? क्या केवल धन शक्ति ही लोगों का दिल जीत सकती है, या क्या सांस्कृतिक पहचान अंततः निर्धारक बन जाती है? वास्तव में, पश्चिम बंगाल के मतदाता दोनों के बीच संतुलन चाहते हैं। जैसे वे विकास चाहते हैं, वैसे ही वे अपनी संस्कृति और स्वतंत्रता को बनाए रखना चाहते हैं। इसलिए, आगामी चुनाव केवल दो दलों की लड़ाई नहीं है, बल्कि दो विचारों का टकराव है-‘मनी-पावर’ बनाम ‘बंगालियाना’। अंत में, यह बंगाल के लोग तय करेंगे कि कौन सी ताकत प्रबल होगी।

पश्चिम बंगाल में आगामी विधानसभा चुनाव धीरे-धीरे एक जटिल और नाजुक समीकरण में बदल गए हैं। कुल 294 सीटों पर चुनाव होंगे, लेकिन केवल 15 केंद्र चुनाव के भाग्य का फैसला करेंगे। यह इन सीटों पर है कि भाजपा की धन-शक्ति और ममता बनर्जी के नेतृत्व वाली अखिल भारतीय तृणमूल कांग्रेस के ‘बंगालियाना’ (सामाजिक संस्थागत-पहुंच/एसआईआर) यानी. सामाजिक आधार, संस्थागत नियंत्रण और जमीनी स्तर पर पहुंच दिखाई दे रही है। ये 15 सीटें राज्य के विभिन्न हिस्सों-दक्षिण कोलकाता के शहरी क्षेत्रों, औद्योगिक क्षेत्रों, जंगलमहल, उत्तर बंगाल के सीमावर्ती क्षेत्रों और तटीय क्षेत्रों में फैली हुई हैं। बेहाला पश्चिम, वालीगंज, यादवपुर, दमदम जैसे शहरी केंद्रों से लेकर आसनसोल दक्षिण और रानीगंज जैसे औद्योगिक क्षेत्रों, झारग्राम और बलरामपुर जैसे जंगलमहल या उत्तर बंगाल की दिनहाटा और सिलीगुड़ी जैसी महत्वपूर्ण सीटों तक, लड़ाई बहुत समान रूप से तैयार है। नंदीग्राम या कांथी दक्षिण जैसी राजनीतिक रूप से महत्वपूर्ण सीटें भी विशेष महत्व रखती हैं।

इस चुनाव का मुख्य आकर्षण दो अलग-अलग राजनीतिक रणनीतियों का टकराव है। भाजपा अपनी विशाल धन शक्ति, आधुनिक प्रचार प्रणाली और राष्ट्रीय नेतृत्व के प्रभाव का उपयोग करके मतदाताओं तक बड़े पैमाने पर पहुंचने की कोशिश कर रही है। दूसरी ओर, तृणमूल अपने लंबे समय से चले आ रहे जमीनी संगठन, प्रशासनिक अनुभव और ‘बंगालियाना’ की भावनात्मक अपील पर भरोसा कर रही है। इस संदर्भ में, सामाजिक संस्थागत-पहुंच (SIR) का कारक यानी, सामाजिक आधार, संस्थागत नियंत्रण और जमीनी स्तर तक पहुंचने की क्षमता बहुत महत्वपूर्ण हो गई है। सामाजिक आधार, संस्थागत नियंत्रण और जमीनी स्तर तक पहुंचने की क्षमता-ये तीन कारक मिलकर यह निर्धारित करते हैं कि एक पार्टी वोट को वास्तविकता में कितना प्रभावी ढंग से बदल सकती है।

विश्लेषण से पता चलता है कि सामाजिक आधार, संस्थागत नियंत्रण और जमीनी स्तर तक पहुंचने की क्षमता के मामले में ममता की तृणमूल कांग्रेस अभी भी आगे है। उनके मजबूत बूथ स्तर के संगठन और विभिन्न कल्याणकारी योजनाओं के माध्यम से प्रत्यक्ष मतदाता संपर्क बनाया गया है। इसका प्रभाव विशेष रूप से ग्रामीण और अल्पसंख्यक मतदाताओं के बीच स्पष्ट है। दूसरी ओर, भाजपा अपने संगठन का तेजी से विस्तार करने की कोशिश कर रही है और उसने शहरी और उत्तर बंगाल के कुछ हिस्सों में अपनी मजबूत उपस्थिति स्थापित की है। हालांकि, राज्य भर में सामाजिक आधार, संस्थागत नियंत्रण और जमीनी स्तर पर पहुंच बनाने के लिए अभी भी कुछ समय चाहिए।

इन 15 सीटों का महत्व इस तथ्य में निहित है कि यहां जीत का अंतर बहुत कम है और मतदाताओं का रवैया जल्दी बदल सकता है। उम्मीदवार का व्यक्तित्व, स्थानीय मुद्दे, मतदान के दिन उपस्थिति-सब कुछ यहां निर्णायक भूमिका निभाएगा। कई मामलों में, अंतिम समय में प्रचार या संगठनात्मक कौशल महत्वपूर्ण मोड़ हो सकते हैं।

वर्तमान रुझान के अनुसार, तृणमूल आगे है। हालांकि, अगर भाजपा इन 15 सीटों में से बड़ी संख्या में जीतने में सफल रहती है, तो पूरे चुनाव के परिणाम बहुत प्रतिस्पर्धी होंगे।

इसलिए, यह चुनाव केवल संख्याओं की लड़ाई नहीं है, बल्कि रणनीति, संगठन और भावनाओं का त्रि-आयामी टकराव है। ‘धन शक्ति’ बनाम ‘बंगालियाना’ के इस संघर्ष में, सामाजिक-संस्थागत-पहुंच कारक अंतिम है।

इन 15 सीटों में बेहाला (पश्चिम), वालीगंज, यादवपुर, दमदम, आसनसोल (दक्षिण), दुर्गापुर (पश्चिम), रानीगंज, झारग्राम, बलरामपुर, दिनहाटा, सिलीगुड़ी, अलीपुरद्वार, नंदीग्राम, कांथी दक्षिण और बेलडांगा शामिल हैं। ये क्षेत्र अब फोकस में हैं।

विश्लेषकों के अनुसार, इन 15 सीटों के परिणाम न केवल प्रचार या धन का निर्धारण करेंगे, बल्कि मतदाताओं के साथ गहरा संबंध बनाने में सक्षम होंगे।

ये 15 सीटें इतनी महत्वपूर्ण क्यों हैं?
यहाँ जीत का अंतर बहुत कम है; स्विंग मतदाताओं की संख्या अधिक है; उम्मीदवारों का चयन एक बड़ा कारक है; मतदान और अंतिम समय में जुटना बहुत महत्वपूर्ण है।

राजनीतिक हलकों के अनुसार, ये 15 सीटें तय करेंगी कि सरकार का गठन आसान होगा या कड़ी टक्कर होगी।

सर्वे क्या कहता है?
वर्तमान रुझान के अनुसारः
टीएमसी का सामाजिक आधार, संस्थागत नियंत्रण और जमीनी स्तर पर पहुंच अभी भी मजबूत है; हालाँकि, भाजपा की ‘धन-शक्ति’ और मतदाताओं तक पहुँचने की क्षमता चुनौतीपूर्ण है। यदि तृणमूल इन 15 में से 9 या अधिक सीटें जीतती है, तो सरकार बनाना बहुत निश्चित है। अगर भाजपा 7-8 सीटें जीतती है, तो परिणाम बहुत करीब होंगे।

अंत में, पश्चिम बंगाल में चुनाव हमेशा भावनाओं, पहचान और वास्तविकताओं का मिश्रण होते हैं। और यह लड़ाई कोई अपवाद नहीं है। अंत में बंगाल का भाग्य इन 15 सीटों से तय होगा-जहां हर वोट निर्णायक हो सकता है।

वर्तमान ट्रेंड क्या कहती है?
बहुप्रचारित ‘मनी पावर’ बनाम ‘बंगालियाना’ को ध्यान में रखते हुए, वर्तमान मतदान प्रवृत्ति का विश्लेषण अपेक्षाकृत स्पष्ट तस्वीर देता है। 2024 के लोकसभा चुनावों के परिणाम इस विश्लेषण का मुख्य आधार हैं। उस चुनाव में तृणमूल को 45 प्रतिशत से अधिक मतों के साथ स्पष्ट बढ़त हासिल थी। भाजपा को 38 फीसदी वोट मिले हैं। यह अंतर इंगित करता है कि राज्य में ममता बनर्जी के नेतृत्व का सामाजिक आधार और सांस्कृतिक आकर्षण अभी भी मजबूत है। तृणमूल का प्रभाव बरकरार है, विशेष रूप से ग्रामीण मतदाताओं, महिला मतदाताओं और अल्पसंख्यक समुदायों के बीच। इसके अलावा, चुनाव परिणाम भी इसी प्रवृत्ति को मजबूत करते हैं। हाल के उपचुनावों में तृणमूल की लगातार सफलता यह साबित करती है कि उसका संगठन अभी भी जमीनी स्तर पर बहुत प्रभावी है। दूसरी ओर, भाजपा, हालांकि एक मजबूत विपक्षी ताकत के रूप में स्थापित है, लेकिन ऐसा लगता है कि उसने कई क्षेत्रों में अपने वोटों की वृद्धि को रोक दिया है। लेकिन यह एकतरफा तस्वीर नहीं है। भाजपा की सबसे बड़ी ताकत उसकी वित्तीय ताकत, संगठनात्मक कौशल और राष्ट्रीय स्तर पर प्रभाव है। वे स्थानीय मुद्दों, युवाओं और शहरी मतदाताओं पर तेजी से ध्यान केंद्रित कर रहे हैं। नतीजतन, भविष्य में मतदान के समीकरण में बदलाव की संभावना से इनकार नहीं किया जा सकता है।
दूसरी ओर, तृणमूल के सामने मुख्य चुनौती लंबे समय तक सत्ता में रहने के कारण पैदा हुई सत्ता विरोधी लहर या असंतोष है। भ्रष्टाचार और प्रशासनिक आरोप विपक्ष के लिए एक महत्वपूर्ण हथियार बन सकते हैं। अगर यह असंतोष और बढ़ता है तो भाजपा इसका फायदा उठा सकती है।


हर चीज को देखते हुए, तृणमूल वर्तमान प्रवृत्ति के अनुसार आगे है। ‘बंगालियाना’ और शक्तिशाली जमीनी संगठन अभी भी भाजपा की ‘मनी पावर’ पर हावी हैं। हालांकि, चुनाव अत्यधिक प्रतिस्पर्धी होने की संभावना है। इसलिए, आगामी विधानसभा चुनाव केवल दो दलों की लड़ाई नहीं है, बल्कि दो अलग-अलग राजनीतिक रणनीतियों और दर्शनों का टकराव है। अंततः, परिणाम बंगाल के आम मतदाताओं द्वारा तय किया जाएगा, जो विकास और पहचान के बीच एक अच्छा संतुलन चाहते हैं।

Reporter : रफीक अनवर

Gujarat : પરિવર્તનનો શંખનાદ : વિવિધ રાજકીય આગેવાનો અને સામાજીક અગ્રણીઓ કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયા

0

રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારની જનવિરોધી નિતિને લીધે સમગ્ર દેશવાસીઓ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. ભાજપ શાસનમાં શિક્ષણ, આરોગ્ય સહિતની સેવાઓ સતત મોંઘી થતી જાય છે. યુવાનોને રોજગારી નથી, માટે ગુજરાતના હિતમાં સત્તા પરિવર્તન જરૂરી છે. કોંગ્રેસ પક્ષ સકારાત્મક એજન્ડા સાથે આગળ વધી રહી છે. અનેક મોટા નેતાઓ તથા કાર્યકર્તાઓ, રાજકીય અને બિનરાજકીય આગેવાનો અને કાર્યકર્તાઓ અવિરત રીતે કોંગ્રેસ સાથે જોડાઈ રહ્યા છે, તેઓ સહિત આપ સૌને આવકારીએ છીએ તથા આપસૌનું માનસન્માન સચવાઈ રહે તેની ખાતરી આપીએ છીએ. ગુજરાત એનસીપીના પ્રદેશ યુવા વિંગના પૂર્વ પ્રમુખશ્રી જીગ્નેશભાઈ જોશી, સહિત સોશીયલ મીડીયાના હોદ્દેદારશ્રીઓ સહિત મોટી સંખ્યામાં યુવાનો કોંગ્રેસ પક્ષમાં તિરંગો ખેસ પહેરી જોડાયા હતા. વડોદરાના વીએચપીના પ્રમુખશ્રી રાજેન્દ્રભાઈ બારોટ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તા-આગેવાનો કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે વિધીવત રીતે જોડાયા હતા. કોંગ્રેસમાં જોડાયેલ સર્વે આગેવાનોએ એક જ સુરમાં કહ્યું હતું કે, અમે દુધમાં સાકરની જેમ ભળીને કોંગ્રેસી વિચારધારાને જનજન સુધી પહોંચાડવા કટીબધ્ધ રહીશું. લોકશાહી બચાવવા, સંવિધાનની રક્ષા માટે ભાજપની મતોની વિભાજનકારી રાજનીતિ સામે સૌએ એક થઈને લડવું પડશે. કોંગ્રેસમાં સરમુખત્યારશાહી નહીં પરંતુ લોકશાહી છે. ભાજપના શાસનમાં મોંઘવારી-બેરોજગારી સતત વધી રહી છે. દૂધમાં સાકર ભળે અને મીઠાશ વધે તેમ મોટી સંખ્યામાં વિવિધ પક્ષના આગેવાન-કાર્યકરો આવવાથી કોંગ્રેસ પક્ષ વધુ મજબુત બનશે.



કોંગ્રેસની વિચારધારાએ દેશની આઝાદી માટે લડત લડી છે. આ એક ‘બીજી આઝાદીની લડાઈ’, કે જે બંધારણ બચાવવાની લડાઈ છે, લોકશાહી બચાવવાની લડાઈ છે. કોંગ્રેસ પક્ષની વિચારધારા સૌને સાથે લઈને ચાલવામાં માનનારી છે. ખાસ કરીને આજે આખા ગુજરાતમાં ‘જનાક્રોશ યાત્રા’ જે રીતે અલગ અલગ વિસ્તારોમાં ભ્રમણ કર્યું, જે રીતે લોકોની વચ્ચે જઈને કામ કર્યું, લોકોની વચ્ચે જઈને સંવાદ કર્યો, એનાથી એટલું સ્પષ્ટ થાય છે કે હવે સમાજના દરેક વર્ગના લોકો, દરેક વિસ્તારના લોકો આ કુશાસનથી ત્રસ્ત છે. લોકો ખુલીને હવે પોતાનો અવાજ ઉઠાવતા થયા છે, લડવાની તૈયારી સાથે આગળ આવ્યા છે, અને એના જ કારણે ધીમે ધીમે ગુજરાતમાં જે પરિવર્તનની લોકોની જે ચાહ છે, જે અપેક્ષા છે, એ પરિવર્તનની દિશામાં અસંખ્ય આગેવાનો કોંગ્રેસ પક્ષમાં જોડાઈ રહ્યા છે.

(ડૉ. હિરેન બેંકર)
પ્રવક્તા

Lifestyle : મોબાઇલના વ્યસનના કારણે યોગ્ય રીતે ભોજન લેવા સહિતની મુશ્કેલીઓ વધી, રિસર્ચમાં ખુલાસો

0

Smartphone Addiction: જો તમે સ્માર્ટફોન પર કલાકો સુધી સમય પસાર કરતા હો તો તમારે સમયસર ચેતી જવાની જરૂર છે. એક સમયે માત્ર ફોન કરવાના હેતુથી વપરાતો મોબાઈલ ફોન આજે એટલો સ્માર્ટ બની ગયો છે કે તે હવે એક દર્પણ અને સાથીની જેમ કામ કરે છે. ઘણીવાર તે તમારી ટીકા પણ કરે છે. જેના કારણે તમારા ખાનપાન પર અને તમારી જાતને મૂલવવાની રીત પર અસર થાય છે. સ્માર્ટફોનની લતને કારણે લોકોમાં હવે ફૂડ એડિક્શન સહિતની ભોજન સાથે જોડાયેલી સમસ્યાઓ વધવા લાગી છે.

જર્નલ ઓફ મેડિકલ ઇન્ટરનેટ રિસર્ચમાં પ્રકાશિત અભ્યાસમાં જણાવ્યા અનુસાર સ્માર્ટફોનના અયોગ્ય ઉપયોગ અને ખાનપાનની સમસ્યાઓના લક્ષણો વચ્ચે સ્પષ્ટ કડી રહેલી છે. ખાનપાનની સમસ્યાઓમાં શરીર બાબતે અસંતોષ, લાગણીશીલ બની જવું અને ખાવાની લત પડવાની સમસ્યાનો સમાવેશ થાય છે. 52,000 યુવાનોને આવરી લેતો આ અભ્યાસ કરવા માટે પબમેડ અને એમ્બેઝ નામના ડેટાબેઝનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

વિવિધ દેશો અને વિવિધ વયજૂથના લોકોમાં આ સમસ્યા એકસમાન જણાઈ છે. આ અભ્યાસ અનુસાર જે લોકો તેમના સ્માર્ટફોન પર વધારે સમય ગાળતા હોય અને ટેવવશ અયોગ્ય રીતે સ્માર્ટફોનનો ઉપયોગ કરતાં હોય તેઓ તેમના શરીર બાબતે નકારાત્મક લાગણી અનુભવે છે અને તેમનું ખાનપાન અવ્યવસ્થિત બની જાય છે.

લાગણીનો સંઘર્ષ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. સતત તંગદિલી અનુભવવી, મૂડ ઉખડેલો રહેવો અને લાગણીઓ પર કાબૂ ન રહેવો જેવી સમસ્યાઓ વધારે પડતાં ફોનના ઉપયોગ અને ખાવાની સમસ્યાઓને જોડે છે. મોબાઈલના વધુ પડતા ઉપયોગને કારણે મૂડમાં ફેરફાર થાય છે તેની સીધી અસર દૈનિક ભોજન પર થાય છે.

આ પણ વાંચો: યુરોપના સાયલન્ટ વિલેજ ‘ગિથૂર્ન’ની ખામોશ દુનિયા, આધુનિકતાની દોડ વચ્ચે જળવાયેલી કુદરત

સ્માર્ટફોનના એડિક્શનથી છૂટકારો માટે આવું કરવા નિષ્ણાતોની સલાહ:

  1. તમારે કાગળ પેન લઈ સુડોકુ કે ક્રોસવર્ડ ભરવાની ટેવ પાડવી જોઈએ જેથી તમારું ધ્યાન મોબાઈલના સ્ક્રીન પરથી હટે.
  2. રુબિક ક્યુબ રમવું. આ કામ પ્રથમ અઘરું લાગે પણ બાદમાં તેમાં મજા પડવા માંડે છે.
  3. ડાયરી લખવી. જેમાં તમારી પ્રગતિ અને અનુભવોનું આલેખન કરવું.
  4. ચાલવા જવું. તાજી હવામાં ચાલવાથી મન તરોતાજા બને છે અને મૂડ સુધરે છે.
  5. પુસ્તક વાંચવું. તમને ગમતા વિષય કે લેખકનું પુસ્તક વાંચો. વાંચવાથી મગજ હળવું બને છે અને તમારી કલ્પનાશક્તિ ખીલે છે.
  6. કોઈની સાથે વાત કરો. પરિવાર કે મિત્રો સાથે સમય વીતાવો.
  7. ઓનલાઇન ચેટિંગ કરતાં ખરેખર વાતચીત કરવી ઘણી સારી બની રહે છે.
  8. શોખ કેળવો. રાંધણ કળા, બાગકામ કરવા જેવા શોખ કેળવો.

World : ઈરાન યુદ્ધને લઈને અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પનો વિરોધ

0

અમેરિકા અને ઈરાન વચ્ચેની જંગે અમેરિકામાં વધી તણાવની સ્થિતિ.અમેરિકાની જનતા યુદ્ધ વહેલીતકે સમાપ્ત કરવા માંગે છે.સૈન્ય કાર્યવાહી સામે લોકોમાં અસંતોષ ફેલાયો છે.

અમેરિકા અને ઈરાન વચ્ચેની જંગે તણાવની સ્થિતિ વધારી છે.ઈરાન યુદ્ધ અમેરિકામાં ભારે ચર્ચાનો વિષય બની ગઈ છે.અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે આ યુદ્ધ હવે રાજકીય રીતે પડકારરૂપ બનતું જાય છે.તાજેતરના સર્વેમાં ખુલાસો થયો છે કે અમેરિકાની મોટાભાગની જનતા ઈરાન સામે ચાલી રહેલી લડાઈમાંથી તરત બહાર નીકળવાની માંગ કરી રહી છે.

એક સર્વે મુજબ 60 ટકા અમેરિકનો યુદ્ધને લાંબુ ખેચવા નથી માગતા. લોકોનું માનવું છે કે યુદ્ધ લાંબું ખેંચવાના બદલે અમેરિકા ઝડપથી યુદ્ધને સમાપ્ત કરે.આ સર્વે શુક્રવારથી રવિવાર વચ્ચે કરવામાં આવ્યો હતો,મોટી સંખ્યામાં લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી.

સર્વે અનુસાર 66 ટકા લોકોએ કહ્યું કે અમેરિકા ઈરાન સામેની જંગમાંથી વહેલી તકે બહાર નીકળવાનો પ્રયાસ કરે.જ્યારે 27 ટકા લોકોનું માનવું છે કે અમેરિકા પોતાના તમામ લક્ષ્યો હાંસલ થાય ત્યાં સુધી યુદ્ધ ચાલુ રાખવું જોઈએ,ભલે તે લાંબો સમય કેમ ન લાગે.તો બીજી તરફ 6 ટકા લોકોએ કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નહોતો.મહત્વની વાત એ છે કે ટ્રમ્પની પોતાની રીપબ્લીક પાર્ટીમાં પણ મતભેદ જોવા મળ્યો.પાર્ટીના સમર્થકોમાં 40 ટકા લોકોએ યુદ્ધ વહેલું પૂર્ણ કરવાની વાત કરી,જ્યારે 57 ટકા લોકો લાંબા સમય સુધી યુદ્ધ ચાલુ રાખવાના પક્ષમાં રહ્યા.આ વાત પરથી સ્પષ્ટ થાય છે કે ટ્રમ્પને પોતાના રાજકીય ગઢમાં પણ પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે.

સર્વેમાં 60 ટકા અમેરિકનોએ કહ્યું કે તેઓ ઈરાન પર અમેરિકાના સૈન્ય હુમલાને યોગ્ય નથી માનતા.જ્યારે માત્ર 35 ટકા લોકોએ આ હુમલાનું સમર્થન કર્યું છે.આ આંકડા દર્શાવે છે કે યુદ્ધને લઈને લોકોમાં અસંતોષ અને ચિંતા વધી રહી છે.

યુદ્ધનો સૌથી મોટો પ્રભાવ અમેરિકાના સામાન્ય નાગરિકો પર આર્થિક રીતે પડી રહ્યો છે.ખાસ કરીને પેટ્રોલના વધતા ભાવ લોકો માટે મોટી ચિંતા બની ગયા છે. તાજેતરમાં પેટ્રોલના ભાવ ત્રણ વર્ષ પછી પહેલી વાર 4 ડોલર પ્રતિ ગેલનને પાર ગયા છે.

સર્વેમાં સામેલ ત્રણમાંથી બે લોકોએ કહ્યું કે આવતા એક વર્ષમાં પેટ્રોલના ભાવ વધુ વધી શકે છે.આમાં 40 ટકા રિપબ્લિકન સમર્થકો પણ સામેલ છે.એટલે કે યુદ્ધનો આર્થિક બોજ માત્ર વિરોધી પક્ષ સુધી મર્યાદિત નથી,પરંતુ ટ્રમ્પના સમર્થકોમાં પણ તેનો પ્રભાવ અનુભવી રહ્યા છે.

આ યુદ્ધનો રાજકીય પ્રભાવ પણ જોવા મળી શકે છે. નવેમ્બરમાં અમેરિકામાં મધ્યાવધિ ચૂંટણી યોજાવાની છે, જેમાં Republican Partyને મતદાતાઓનો સામનો કરવો પડશે. આ ચૂંટણીથી નક્કી થશે કે પાર્ટી સંસદના બંને ગૃહોમાં પોતાની પકડ જાળવી શકશે કે નહીં.સર્વેમાં અડધાથી વધુ લોકોએ માન્યું કે આ યુદ્ધ તેમની વ્યક્તિગત આર્થિક સ્થિતિ પર પણ નકારાત્મક અસર કરશે.તેમાં 39 ટકા રિપબ્લિકન સમર્થકોનો પણ સમાવેશ થાય છે. સામાન્ય રીતે મધ્યાવધિ ચૂંટણીમાં સત્તારૂઢ પક્ષને નુકસાન થતું હોય છે,અને હાલની પરિસ્થિતિને જોતા ટ્રમ્પ સરકાર માટે આ ચૂંટણી વધુ પડકારજનક બની શકે છે.

ઈરાન સામેની જંગમાં અમેરિકાની અંદર વધતો વિરોધ ડોનાલ્ડ ટ્રમ્પ માટે ચિંતાજનક સંકેત છે.એક તરફ આંતરરાષ્ટ્રીય સ્તરે તણાવ વધી રહ્યો છે તો બીજી તરફ દેશની અંદરથી રાજકીય અને આર્થિક દબાણ વધી રહ્યું છે.આવી સ્થિતિમાં ટ્રમ્પ સરકાર માટે આગળનો રસ્તો સરળ નથી અને આવનારા દિવસોમાં આ મુદ્દો અમેરિકાની રાજનીતિમાં કેન્દ્રસ્થાન પર રહેવાની સંભાવના છે.

Surat : સુરતમાં કોર્પોરેટર બનાવા ઈચ્છુક દાવેદારોએ જ કર્યો નિયમોનો ઉલાળીયો : ભાજપ કાર્યાલય બહાર જ આડેધડ વાહનોનો ખડકલો

0

સુરત પાલિકાની ચૂંટણી લડવા ઇચ્છુક ભાજપના કાર્યકરોને સાંભળવા માટે ભાજપ કાર્યાલય ખાતે આજથી ત્રણ દિવસની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ભાવિ કોર્પોરેટર બનવા થનગનતા આ દાવેદારોએ પાલિકા-પોલીસના નિયમોનો છડેચોક ભંગ કર્યો હતો. ભાજપ કાર્યાલય પર પોતાની દાવેદારી માટે આવેલા કાર્યકરોએ પોતાની કાર સહિતના વાહન જાહેર રસ્તા પર કે સાયકલ ટ્રેકમાં પાર્ક કરી દીધા હતા. સામાન્ય લોકો હોસ્પિટલ કે અન્ય જગ્યાએ થોડીવાર પણ રોડ પર વાહન પર વાહન પાર્ક કરે તો પોલીસ લોક કરી દે છે. ભાજપના કાર્યકરોના વાહન કલાકો સુધી પડી રહ્યા છતાં કોઈ કાર્યવાહી નહીં થતા પોલીસની કામગીરી ક ઓફ ધ ટાઉન બની રહી છે.

સુરત પાલિકાના કોર્પોરેટર બનવા માટેના દાવેદારોનાં મનની વાત જાણવા માટે પ્રદેશ ભાજપમાંથી નિરીક્ષકો આવ્યા છે. આજથી ત્રણ દિવસ માટે કોર્પોરેટર બનવા ઇચ્છતા ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ભાજપ કાર્યાલય ખાતે પહોંચી ગયા છે. જકે, કોર્પોરેટર બનવા ઇચ્છતા ભાજપના કાર્યકરોએ પાલિકા અને પોલીસના નિયમોના ધજીયા ઉડાવી દીધા છે. ભાજપ કાર્યાલય બહારનો મુખ્ય રસ્તો અને સાયકલ ટ્રેક પર કોર્પોરેટર બનવા ઇચ્છતા દાવેદારોએ પોતાના વાહનો આડેધડ પાર્ક કરી દીધા હતા.

સુરત શહેર વિસ્તારમાં કોઈ સામાન્ય વ્યક્તિ હોસ્પિટલમાં કે અન્ય જગ્યાએ જાય અને માત્ર પાંચ દસ મિનિટ પોતાના વાહનો રોડના કોર્નર પર પાર્ક કરે તો સુરતની ટ્રાફિક પોલીસ ઝડપથી આવીને વાહનો લોક કરી દે છે અને ટુ-વ્હીલર હોય તો ઊંચકી જાય છે. નિયમનો ભંગ કરનારા પાસે પોલીસ આકરો દંડ પણ વસૂલ કરે છે.

પરંતુ ભાજપ કાર્યાલય બહાર રવિવારે આખો દિવસ જાહેર રોડ પર અને સાઇકલ ટ્રેક પર વાહન પાર્ક હોવા છતાં પોલીસે નજર સુદ્ધા દોડાવી ન હતી. જેના કારણે સુરત પોલીસ ટ્રાફિક નિયમના પાલન માટે નેતાઓ માટે અલગ અને પ્રજા માટે અલગ માપદંડ રાખી રહી છે તેવો આક્રોશ લોકોમાં જોવા મળી રહ્યો છે.