Home Blog Page 212

Ahmedabad : ગોમતીપુરમાં પોલીસ અને પડોશીના ત્રાસથી કંટાળી ભાઈ-બહેનનો ઝેર પી આપઘાતનો પ્રયાસ

ન્યાયની આશા ઠગારી નીવડી: ગોમતીપુરમાં પોલીસ અને પડોશીના ત્રાસથી કંટાળી ભાઈ-બહેનનો ઝેર પી આપઘાતનો પ્રયાસ, CM-ગૃહમંત્રી પાસે મદદ માંગી હતી. સ્માર્ટ સિટી અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં માનવતા મરી પરવારી હોય તેવી ઘટના સામે આવી છે. પડોશીઓના સતત ત્રાસ અને પોલીસની કથિત નિષ્ક્રિયતાથી હારી જઈને એક ભાઈ-બહેને જાહેરમાં ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસ તંત્રની કાર્યપ્રણાલી સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

પીડિત પરિવારના જણાવ્યા અનુસાર, પડોશીઓ સાથે થયેલી નજીવી બાબતમાં વિવાદ વકર્યો હતો. આ દરમિયાન યુવતીની છેડતી કરવામાં આવી હતી અને તેના ભાઈને ઢોર માર મારવામાં આવ્યો હતો. અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે જ્યારે આ ભાઈ-બહેન ગોમતીપુર પોલીસ મથકે પહોંચ્યા, ત્યારે ત્યાં તેમને ન્યાય મળવાને બદલે ધુત્કાર મળ્યો હોવાનો આક્ષેપ છે.

પીડિતોનો ગંભીર આક્ષેપ છે કે, પોલીસે તેમની રજૂઆત સાંભળવાને બદલે ફરિયાદ લેવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. રક્ષક જ જ્યારે ભક્ષક સમાન વર્તન કરવા લાગે ત્યારે લાચાર બનેલા આ ભાઈ-બહેને રસ્તા વચ્ચે ઉભા રહીને રડતા-રડતા પોતાનો અંતિમ વીડિયો રેકોર્ડ કર્યો હતો.

વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બંને ભાઈ-બહેન અત્યંત વેદનામાં છે અને વીડિયોમાં જ તેઓ ઝેર પીતા દેખાય છે. વીડિયોના માધ્યમથી તેમણે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પાસે ન્યાયની આજીજી કરી છે. સ્થાનિક પોલીસથી સંપૂર્ણ વિશ્વાસ ઉઠી જવાથી તેમણે રાજ્યના ઉચ્ચ વહીવટી તંત્ર સમક્ષ આખરી ન્યાયની ગુહાર લગાવી છે. હાલ આ મામલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ શું પગલાં લે છે તેના પર સૌની નજર છે.

Business : મોંઘવારીનો ડબલ ડોઝ: પ્રીમિયમ પેટ્રોલ અને ડીઝલના ભાવ આકાશ આંબ્યા, સરકારે કહ્યું પૂરતો સ્ટૉક ઉપલબ્ધ

0

પશ્ચિમ એશિયામાં અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની સીધી અસર હવે ભારતીય બજાર પર જોવા મળી રહી છે. વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવમાં અસ્થિરતા અને હોર્મુઝની સામુદ્રધુની(Strait of Hormuz)માં અવરોધને કારણે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ(OMCs)એ પ્રીમિયમ ઇંધણના ભાવમાં મોટો વધારો ઝીંક્યો છે.

ઇન્ડિયન ઓઇલના સૌથી શક્તિશાળી 100-ઓક્ટન પ્રીમિયમ ફ્યુઅલ XP100 ના ભાવમાં લિટર દીઠ Rs 11નો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. અગાઉ Rs 149માં મળતું આ પેટ્રોલ હવે Rs 160 પ્રતિ લિટરના ભાવે મળશે. આ હાઇ-પર્ફોર્મન્સ ફ્યુઅલ મુખ્યત્વે લક્ઝરી કાર અને સુપરબાઇક્સમાં વપરાય છે. તેવી જ રીતે, પ્રીમિયમ ડીઝલ વેરિઅન્ટ Xtra Greenના ભાવમાં પણ વધારો થયો છે, જે હવે Rs 91.49થી વધીને Rs 92.99 પ્રતિ લિટર પર પહોંચ્યું છે.

બીજી તરફ, કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં પણ મોટો ઝટકો લાગ્યો છે. 19-kgના કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ 1 એપ્રિલથી વધીને Rs 2,078.50 થયો છે, જે 1 માર્ચના રોજ Rs 1,768.50 હતો. આમ, એક જ મહિનામાં આશરે Rs 300થી વધુનો વધારો થયો છે. જોકે, રાહતની વાત એ છે કે ઘરેલુ વપરાશના (14.2-kg) સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી અને તે દિલ્હીમાં Rs 913 પર સ્થિર છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના વધતા ભાવને કારણે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ(ATF)ના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. દિલ્હીમાં ATFનો નવો ભાવ Rs 2,07,341.22 પ્રતિ કિલોલિટર થયો છે. આંતરરાષ્ટ્રીય રૂટ પર ઉડતી ડોમેસ્ટિક એરલાઇન્સ માટે ATFના દરો Rs 816થી સીધા વધીને Rs 1,690 પ્રતિ કિલોલિટર થયા છે, જે લગભગ બમણાંથી પણ વધુ છે.

ઇંધણના વધતા ભાવ અને અફવાઓ વચ્ચે પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે નિવેદન બહાર પાડીને લોકોને ગભરાઈને ખરીદી (Panic Buying) ન કરવા અપીલ કરી છે. મંત્રાલયે ખાતરી આપી છે કે દેશભરના તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને રિફાઇનરીઓ સંપૂર્ણ ક્ષમતા સાથે કામ કરી રહી છે.

Entertainment : જુનિયર NTRની ‘ડ્રેગન’માં મોટો ફેરફાર, ફેમસ અભિનેતાએ છોડી ફિલ્મ, જાણો કારણ

0

સાઉથ અભિનેતા જુનિયર એનટીઆરની RRR ફિલ્મને સફળતા મળ્યા બાદ બોલીવુડમાં એન્ટ્રી મારી. War-2 ફિલ્મમાં જુનિયર એનટીઆરે ઋતિક રોશન સામે વિલનનો રોલ કર્યો. આ ફિલ્મને બોક્સ ઓફિસ પર જોઈએ તેવો પ્રતિસાદ ના મળ્યો પરંતુ NTRના કામની પ્રશંસા થઈ. હાલમાં અભિનેતા પ્રશાંત નીલ દ્વારા દિગ્દર્શિત “ડ્રેગન”ને લઈને વ્યસ્ત છે. જુનિયર એનટીઆરની “ડ્રેગન”ને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. આ ફિલ્મમાં વિલનનો રોલ કરનાર ફેમસ મલાયમ અભિનેતાએ ફિલ્મ છોડી દિધાના અહેવાલ છે. NTRની આ ફિલ્મ જૂન મહિનામાં રિલીઝ થશે તેવી સંભાવના છે.

વેબસાઇટના અહેવાલ મુજબ જુનિયર NTR અભિનીત અને પ્રશાંત નીલ દ્વારા દિગ્દર્શિત “ડ્રેગન” માં વિલનની ભૂમિકા ભજવવા માટે મલયાલમ અભિનેતા ટોવિનો થોમસની પસંદગી કરવામાં આવી છે. હવે, એવું બહાર આવ્યું છે કે ટોવિનો થોમસે ફિલ્મના શૂટિંગમાં વિલંબને કારણે પ્રોજેક્ટ છોડી દીધો છે. થોમસે પોતે કહ્યું હતું કે, “આ ફિલ્મ માટે તારીખો શોધવી ખૂબ જ મુશ્કેલ છે. તેથી જ તે તે કરી રહ્યો નથી.”

અભિનેતા ટોવિનોએ “ડ્રેગન” ફિલ્મ છોડવાને લઈને કારણ આપતા જણાવ્યું કે મને તેલુગુ ફિલ્મોમાં કામ કરવાનું ગમે છે, પરંતુ મલયાલમ ઉદ્યોગની કાર્યશૈલી ખૂબ જ અલગ છે. અમે એક મલયાલમ ફિલ્મ એક શેડ્યૂલમાં પૂર્ણ કરીએ છીએ, પરંતુ તેલુગુ ફિલ્મો અનેક શેડ્યૂલમાં શૂટ કરવામાં આવે છે. મને એક જ સમયે બહુવિધ ફિલ્મો લેવાનું પસંદ નથી. તેથી જ મેં ઘણી બધી ફિલ્મો કરી છે. તેલુગુ ફિલ્મો ઘણી મોટી હોય છે. જો હું એક તેલુગુ ફિલ્મ કરું છું, તો તેની અસર 4-5 મલયાલમ ફિલ્મો પર પડશે. જો તેમને એક જ શેડ્યૂલમાં પૂર્ણ કરી શકાય તેવી તેલુગુ ઓફર મળે, તો તેઓ તે કરવા માટે ખુશ થશે.

Business : ઓઈલથી લઈને અનાજ, દરેક વસ્તુ વધુ મોંઘી થશે : IMF

0

મધ્ય પૂર્વમાં ઈરાન, ઇઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે વધી રહેલા યુદ્ધ હવે ફક્ત સરહદો જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના ખિસ્સા અને રસોડામાં પણ ભારે ખાનાખરાબી કરી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (આઈએમએફ)ના તાજેતરના અહેવાલમાં એક ભયાનક ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે. આઈએમએફએ ચેતવણી આપી છે કે જો આ સંઘર્ષ વધુ લાંબું ચાલુ રહેશે, તો વૈશ્વિક અર્થતંત્ર ફુગાવાના ભયાનક ચક્રવાતથી પ્રભાવિત થશે, જે વિકાસની ગતિને સંપૂર્ણપણે રોકી દેશે. ઓઈલથી લઈને અનાજ સુધીની દરેક વસ્તુ વધુ મોંઘી થશે, જેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે.

વિશ્વના તેલ અને ગેસનો મોટો હિસ્સો હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થાય છે. આંકડા અનુસાર, વિશ્વનું લગભગ ૩૦ ટકા ક્રૂડ ઓઈલ અને ૨૦ ટકા લિક્વિફાઇડ નેચરલ ગેસ આ માર્ગ દ્વારા સપ્લાય કરવામાં આવે છે. જો આ માર્ગ બંધ થઈ જાય અથવા યુદ્ધને કારણે વધુ પ્રભાવિત થશે તો તે ઉર્જા આયાત પર આધાર રાખતા ભારત સહિત એશિયા અને યુરોપના ઘણા દેશોને તબાહ કરશે. ફ્યુઅલના ભાવમાં આસમાને પહોંચવાથી માલ પરિવહન માત્ર મોંઘુ જ નહીં પરંતુ સામાન્ય માણસની ખરીદ શક્તિને પણ તળિયે પહોંચાડશે.

આઈએમએફએ ચેતવણી આપી છે કે આફ્રિકા અને એશિયાના ગરીબ દેશો આ યુદ્ધનો ભોગ બનશે. આ દેશો માટે કટોકટી બેવડી છે : એક તરફ, તેલ વધુ મોંઘુ થઈ રહ્યું છે, અને બીજી તરફ, ખેતી માટે જરૂરી ખાતર અને ખેતપેદાશોના ભાવ પણ નિયંત્રણ બહાર વધી રહ્યા છે. આ કારણે અનાજનું ઉત્પાદન ઘટશે અને દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. આ સંજોગોમાં, આ દેશોનું અસ્તિત્વ હવે ફક્ત આંતરરાષ્ટ્રીય સહાય પર જ નિર્ભર રહેશે.

યુદ્ધની આગને કારણે દરિયાઈ માર્ગો અસુરક્ષિત બન્યા છે. જહાજો હવે લાંબા માર્ગો અપનાવવા મજબૂર બન્યા છે, જેના કારણે પરિવહન અને વીમા ખર્ચમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. વધુમાં, ગલ્ફ દેશોમાંથી હિલીયમ ગેસ પુરવઠામાં વિક્ષેપ પડવાથી વિશ્વભરમાં સેમિકન્ડક્ટર અને તબીબી ઉપકરણોનું ઉત્પાદન અટકી શકે છે. વધુમાં, ઔદ્યોગિક હેતુઓ માટે વપરાતા સલ્ફરની અછત ભારે ઉદ્યોગોને પણ ગંભીર અસર કરે તેવી શક્યતા છે.

યુરોપ ફરી એકવાર ૨૦૨૧-૨૨માં જોવા મળેલી ગેસ કટોકટીની આરે છે. બ્રિટન અને ઇટાલી જેવા દેશો આ વખતે સૌથી વધુ સંવેદનશીલ દેખાય છે. જોકે ફ્રાન્સ અને સ્પેન તેમની પરમાણુ ઊર્જાને કારણે તેમના કેટલાક સંસાધનો બચાવી શકશે.

આ સિવાય શેરબજારો પણ ગંભીર સંકટમાં છે; વધતા બોન્ડ યિલ્ડને કારણે ઉધાર લેવાનું વધુ મોંઘું થયું છે. રોકાણના અભાવ અને વધતી જતી બેરોજગારી વચ્ચે વિશ્વ એક મોટા નાણાકીય સંકટ તરફ આગળ વધી રહ્યું હોય તેવું લાગે છે.

Business : 19 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં મોટો વધારો, જાણો મુખ્ય શહેરમાં નવો ભાવ

0

મધ્યપૂર્વ યુદ્ધની અસર ભારતમાં દેખાવા લાગી છે. યુદ્ધના કારણે ગેસ અને પેટ્રોલિયમની અછત જોવા મળી. નાણાકીય વર્ષની શરૂઆતમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર ગ્રાહકોને મોટો ઝટકો લાગ્યો છે. એપ્રિલ મહિનાની શરૂઆતથી જ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે ફરી એકવાર કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં નોંધપાત્ર વધારો કર્યો છે. આજથી અમલમાં આવેલા નવા દરોની સીધી અસર હોટલ, રેસ્ટોરન્ટ અને વ્યવસાયો પર પડશે. 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ₹218 સુધીનો વધારો કરવામાં આવ્યો છે. ત્યારબાદ, વિવિધ શહેરોમાં ભાવમાં વધારો થયો છે.

વાણિજ્યિક ગેસ સિલિન્ડરના ભાવમાં ₹195નો વધારો થયો છે. નવા વાણિજ્યિક ગેસના દર આજથી સવારે 6 વાગ્યાથી અમલમાં આવ્યા છે. અગાઉ, 7 માર્ચે, ઘરેલુ અને વાણિજ્યિક LPG સિલિન્ડરના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો હતો. તે સમયે ઘરેલુ સિલિન્ડર ₹60 અને વાણિજ્યિક સિલિન્ડર ₹114.50 મોંઘા થયા હતા. વાણિજિયક ગેસ સિલિન્ડરમાં ભાવમાં વધારો કરાયો છે જયારે ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ યથાવત રહેશે. સામાન્ય નાગરિકો માટે આ બાબત રાહતરૂપ રહેશે. હાલમાં કોમર્શિયલ LPG સિલિન્ડરમાં ભાવ વધારો કરાતા હોટલ અને રેસ્ટોરન્ટનું જમવાનું મોંઘું થશે.

હવે, દિલ્હીમાં સિલિન્ડરની કિંમત ₹૧૯૪, ચેન્નાઈમાં ₹૨૦૩, મુંબઈમાં ₹૧૯૬ અને કોલકાતામાં ₹૨૧૮ થશે. જોકે, આ વખતે ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ યથાવત છે. આ વધારા બાદ, દિલ્હીમાં કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમત વધીને ₹2,078.50 થઈ ગઈ છે, જે પહેલા ₹1,884.50 હતી. કોલકાતામાં 19 કિલોગ્રામના સિલિન્ડરની કિંમત હવે ₹2,208 થઈ ગઈ છે. મુંબઈમાં, કિંમત ₹2,031 થઈ ગઈ છે. ચેન્નાઈમાં, કિંમત હવે ₹2,246.50 માં ઉપલબ્ધ થશે. પટનામાં, કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમત ₹2,365 થઈ ગઈ છે, જ્યારે જયપુરમાં, કિંમત ₹2,031 થઈ ગઈ છે.

Top News : હનુમાન જયંતિના 1 દિવસ પહેલા અમદાવાદના કેમ્પ હનુમાનથી નીકળી નગરયાત્રા

હનુમાનજીના અવતરણ દિવસ તરીકે આ પાવન તહેવારની શહેરભરામાં ઉજવણીની તૈયારીઓ થઈ રહી છે. ત્યારે બજરંગ બલીની જ્યંતિના એક દિવસ પહેલા જ અમદાવાદમાં નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

આવતીકાલે બીજી એપ્રિલે ગુરુવારે હનુમાનજીનો જન્મોત્સવ ઉજવાશે. હનુમાનજીના અવતરણ દિવસ તરીકે આ પાવન તહેવારની શહેરભરામાં ઉજવણીની તૈયારીઓ થઈ રહી છે. ત્યારે બજરંગ બલીની જ્યંતિના એક દિવસ પહેલા જ અમદાવાદમાં નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં કેમ્પ હનુમાનજી મંદિરેથી નગરયાત્રા નીકળી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.

અમદાવાદના કેમ્પ હનુમાન મંદિરેથી આજે હનુમાન જયંતિના એક દિવસ પહેલા નગરયાત્રા નીકળી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નગરયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. ઓપરેશન સિંદૂરનો ટેબ્લો પણ યાત્રામાં શામેલ કરાયો છે. આ યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતાં. આ વખતે ગજરાજ પણ શોભાયાત્રામાં જોડાયા છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અનેક જગ્યાએ હનુમાન જ્યંતિની ઉજવણીની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

Bhavnagar : ભાવનગર-અમદાવાદ હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના, રાજપરા જતા સંઘને અકસ્માત નડતા એકનું મોત

ભાવનગર-અમદાવાદ હાઈવે પર સનેસ ગામ નજીક ગંભીર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. રાજપરા ખોડિયાર જઈ રહેલા સંઘના પદયાત્રીને ટ્રકે અડફેટે લેતા ઘટનાસ્થળે મોત થયું છે. અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો.

ભાવનગર-અમદાવાદ હાઈવે ફરી એકવાર રક્તરંજિત બન્યો છે. ભાલ પંથકના સનેસ ગામ નજીક એક ગંભીર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, જેમાં પગપાળા જઈ રહેલા એક શ્રદ્ધાળુનું ટ્રકની અડફેટે આવતા ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું છે. અકસ્માત સર્જી ટ્રક ચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાની મળતી માહિતી અનુસાર, આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના કંકાપુર ગામથી શ્રદ્ધાળુઓનો એક સંઘ પગપાળા ભાવનગરના પ્રસિદ્ધ રાજપરા ખોડિયાર મંદિર ખાતે દર્શનાર્થે જઈ રહ્યો હતો. આ સંઘ જ્યારે ભાલ વિસ્તારના સનેસ ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે પૂરપાટ ઝડપે આવતા એક ટ્રક ચાલકે એક પદયાત્રીને જોરદાર અડફેટે લીધો હતો. અકસ્માત એટલો ભીષણ હતો કે શ્રદ્ધાળુનું સ્થળ પર જ પ્રાણપંખેરુ ઉડી ગયું હતું.

અકસ્માત બાદ માનવતા દાખવવાને બદલે ટ્રક ચાલક અંધારાનો લાભ લઈને અથવા તક જોઈને ટ્રક સાથે ત્યાંથી નાસી છૂટ્યો હતો. ભાવનગર-અમદાવાદ હાઈવે પર પદયાત્રીઓ અને નાના વાહનો માટે જોખમ સતત વધી રહ્યું છે. અવારનવાર બનતી હિટ એન્ડ રનની ઘટનાઓને પગલે હાઈવે પર પોલીસ પેટ્રોલિંગ અને વાહનોની ગતિ મર્યાદા પર અંકુશ લાવવા માટે ફરી સવાલો ઉભા થયા છે.

ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો અને સંઘના અન્ય સભ્યો એકઠા થઈ ગયા હતા. પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટ મોર્ટમના અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી, હાઈવે પરના સીસીટીવી ફૂટેજ અને અન્ય વિગતોના આધારે ફરાર ટ્રક ચાલકની શોધખોળ શરૂ કરી છે. શ્રદ્ધાળુના મોતના સમાચારથી કંકાપુર ગામ અને પદયાત્રી સંઘમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Ahmedabad : વિદેશ જવાની લાલચ ભારે પડી શકે છે, નડિયાદના યુવકને દુબઈમાં થયો કડવો અનુભવ

ગુજરાતમાં અનેક લોકો વિદેશ જવાની લાલચમાં છેતરાતા હોય છે. ત્યારે નડિયાદમાં એક યુવક પણ ઠગાઈ કરનારાઓનો શિકાર બન્યો છે. અમદાવાદના એજન્ટે યુવકને વિદેશ મોકલ્યો હતો. દુબઈમાં નોકરી માટે પહોંચેલા આ યુવકનો પાસપોર્ટ જપ્ત કરાયો હતો. ગેસ્ટ હાઉસમાં બે મહિના સુધી ગોંધી રાખીને યુવકને માર મારવામાં આવ્યો હતો. અમદાવાદના એજન્ટે દુબઈમાં બાઈક રાઈડર માટેની નોકરીની ઓફર કરી હતી.

નડિયાદના શિવમ ઝાલાને અમદાવાદના એક એજન્ટે નોકરીના બહાને વિદેશ મોકલ્યો હતો. દુબઈમાં બાઈક રાઈડીંગ માટેની નોકરીની ઓફર કરી હતી. આ ઉપરાંત વર્ક પરમીટ, મોટો પગાર અને રહેવા જમવા સાથે બાઈક આપવાની પણ લાલચ આપી હતી. અમદાવાદની ફાઈવ ટેક ઈન્ટરનેશનલ સર્વિસના આરોપીએ શિવમ ઝાલા સાથે ઠગાઈ આચરી હતી. જુલાઈ 2025માં શિવમ ઝાલાએ સોશિયલ મીડિયામાં જાહેરાત જોઈને કંપનીનો સંપર્ક કર્યો હતો.

અમદાવાદની આ કંપનીના એજન્ટે શિવમ ઝાલા અને તેના મિત્ર સાથે અઢી લાખની ઠગાઈ આચરી છે. આ યુવકો દુબઈમાં ભારતીય દૂતાવાસનો સંપર્ક કરી વ્હાઈટ પાસપોર્ટના આધારે વતન પરત ફર્યા છે. ભોગ બનનારે રાહુલ ગુપ્તા, કૈલાશ મીના સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ત્રણેય આરોપીઓ સામે ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

National : મિડલ ઈસ્ટ યુદ્ધમાં જીવ ગુમાવનારા 20 ભારતીયોના મૃતદેહ સાથે કુવૈતથી કેરળ પહોંચ્યું વિમાન

0

કુવૈતમાં વિવિધ કારણોસર જીવ ગુમાવનારા 20 ભારતીયોના પાર્થિવ દેહ મંગળવારે લાંબી રાહ જોયા બાદ કેરળના કોચ્ચી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ અને યુદ્ધની સ્થિતિને કારણે વિમાન સેવાઓમાં મોટો વિક્ષેપ પડ્યો હતો, જેના લીધે આ મૃતદેહોને ભારત લાવવામાં ઘણો સમય લાગ્યો હતો. કુવૈત એરવેઝની વિશેષ ઉડાન KU5632 કોલંબો થઈને કોચ્ચી પહોંચી હતી. આ એક ખાસ ફ્લાઇટ હતી જેમાં કોઈ મુસાફરો નહોતા, તે માત્ર પાર્થિવ દેહ લાવવા માટે જ ઓપરેટ કરવામાં આવી હતી.

એરપોર્ટ પ્રશાસનના જણાવ્યા અનુસાર, વિમાન લેન્ડ થતાની સાથે જ તમામ 20 મૃતદેહોને તેમના વતન મોકલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મૃતકોમાં મોટાભાગના લોકો કેરળના કોઝીકોડ, અલાપ્પુઝા અને કોટ્ટાયમ જિલ્લાના રહેવાસી હતા. આ ઉપરાંત, કેટલાક મૃતદેહોને સડક માર્ગે તમિલનાડુ મોકલવા માટે એમ્બ્યુલન્સ અને અન્ય જરૂરી વ્યવસ્થાઓ અગાઉથી જ પૂર્ણ કરી લેવામાં આવી હતી.

મહત્ત્વની વાત એ છે કે, આ મૃત્યુને ત્યાં ચાલી રહેલા યુદ્ધ સાથે કોઈ સીધો સંબંધ નથી, પરંતુ યુદ્ધના કારણે પેદા થયેલી વ્યુહરચના અને ફ્લાઇટના ખોરવાયેલા શેડ્યૂલને કારણે આ વિલંબ થયો હતો. લાંબા સમયથી પડતર રહેલી તમામ ઔપચારિકતાઓ પૂર્ણ થયા બાદ હવે તમામ પાર્થિવ દેહ તેમના પરિજનોને સોંપવામાં આવ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે આંતરરાષ્ટ્રીય સંઘર્ષોની અસર માત્ર જીવતા લોકો પર જ નહીં, પણ માનવીય સંવેદનાઓ અને અંતિમ સંસ્કાર જેવી પ્રક્રિયાઓ પર પણ પડે છે.

Gujarat Weather : 4 એપ્રિલ સુધી ગાજવીજ સાથે માવઠાની આગાહી, જાણો હવામાન વિભાગની આગાહી

0

રાજ્યમાં ગરમી વચ્ચે માવઠાનો માર જોવા મળી શકે છે. હવામાન વિભાગે 4 એપ્રિલ સુધી કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. બે સિસ્ટમ સક્રિય થતા વરસાદી માહોલ રહેશે.

ગુજરાતમાં એકતરફ ગરમીનો પારો સતત વધી રહ્યો છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે ખેડૂતો અને નાગરિકો માટે ચિંતાજનક સમાચાર આપ્યા છે. રાજ્યમાં આગામી 4 એપ્રિલ સુધી કમોસમી વરસાદ એટલે કે માવઠાની આગાહી કરવામાં આવી છે. બે અલગ-અલગ વેધર સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવશે અને અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ કમોસમી વરસાદની સૌથી વધુ અસર કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ પવન અને ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. વાદળછાયા વાતાવરણને કારણે બફારાનું પ્રમાણ પણ વધી શકે છે.

હવામાન નિષ્ણાતોના મત અનુસાર, હાલમાં વાતાવરણમાં બે સિસ્ટમ સક્રિય થઈ છે, જેની સીધી અસર ગુજરાત પર જોવા મળી રહી છે. આ સિસ્ટમને કારણે અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવનો ફૂંકાશે, જે વરસાદી માહોલ સર્જશે. ખાસ કરીને પવનની ગતિ વધુ રહેવાની શક્યતા હોવાથી ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે.

ઉનાળુ પાકની લણણીના સમયે જ કમોસમી વરસાદની આગાહી આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. માર્કેટ યાર્ડોમાં પણ જણસીઓને સલામત સ્થળે ખસેડવા માટે સૂચનાઓ આપવામાં આવી શકે છે. હવામાન વિભાગે માછીમારો અને પદયાત્રીઓને પણ સાવચેત રહેવા અપીલ કરી છે. ગાજવીજ સમયે ખુલ્લા મેદાનમાં કે ઝાડ નીચે ન રહેવા માટે વહીવટી તંત્ર દ્વારા પણ અગમચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.