Home Blog Page 213

Gandhinagar : GPSCએ 224 જગ્યાઓ પર ભરતી જાહેર કરી

ગુજરાતમાં સરકારે ભરતી પ્રક્રિયા શરૂ કરી છે. રાજ્યમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા કૂલ 224 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. વર્ગ 1, 2ની 71 જગ્યા પર ભરતી થશે.

ગુજરાતમાં સરકારે ભરતી પ્રક્રિયા શરૂ કરી છે. રાજ્યમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા કૂલ 224 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. વર્ગ 1, 2ની 71 જગ્યા પર ભરતી થશે. ઉમેદવારો માટે આજથી ઓનલાઈન ફોર્મ ભરવાની જાહેરાત કરવામાં આવી છે. ઉમેદવારો આજે બપોરે એક વાગ્યાથી લઈને 15 એપ્રિલે રાત્રે 12 વાગ્યા સુધી ફોર્મ ભરી શકશે.

ગુજરાત વહીવટી સેવા,વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા,વર્ગ-1 અને 2, નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2, મદદનીશ વન સંરક્ષક/પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ-2, ગુજરાત ઈજનેરી સેવા(સિવિલ)વર્ગ-1 અને 2 સહિતની જગ્યાઓ માટે ઓનલાઇન અરજી અંગે અગત્યની જાહેરાત પ્રસિધ્ધ કરવામા આવી છે. કૂલ 224 જગ્યાઓ માટે ઉમેદવારો આજે બપોરે એક વાગ્યાથી લઈને 15 એપ્રિલ 2026 રાત્રે 12 વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરી શકશે.

કાર્યપાલક ઇજનેર પાણી 15 જગ્યા,કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન 10 જગ્યા, નાયબ કાર્યપાલક ઇજનેર વર્ગ 2 જળ સંપતિ 60 જગ્યા,નાયબ કાર્યપાલક ઇજનેર વર્ગ 2 માર્ગ અને મકાન 18 જગ્યા, પશુ ચિકિત્સા અધિકારી વર્ગ 2 18 જગ્યા, મદદનીશ વન સંરક્ષક વર્ગ-2 26 જગ્યા,હિસાબી અધિકારી વર્ગ-1 6 જગ્યા, વહીવટી સેવા અને નગર પાલિકા મુખ્ય અધિકારી વર્ગ 1 અને 2માં 71 જગ્યા પર ભરતી કરાશે.

National : પાકિસ્તાન ભારતીય સેનાના ડ્રોન પર કર્યુ ફયરિંગ, સરહદ પર ફરી વધ્યો તણાવ

0

જમ્મૂના આંતરરાષ્ટ્રીય સરહદ ક્ષેત્રમાં પાકિસ્તાન તરફથી ભારતીય RPA પર ફાયરિંગનો મામલો સામે આવ્યો છે. હાલ કોઇ નુકસાનની માહિતી સામે આવી નથી. મધ્ય રાત્રીએ અચાનક કનાચક સેક્ટરમાં પાકિસ્તાનની પોસ્ટથઈ કુલ પાંચ રાઉન્ડ ફાયરીંગ કરવામાં આવ્યુ હતુ. તેમાં 4 રાઉન્ડ પાકિસ્તાની પોસ્ટ ખેરી અને 1 રાઉન્ડ અસલમ પોસ્ટથી કરવામાં આવી હતી.

ભારતીય RPA પોતાના ક્ષેત્રમાં નિયમિતરૂપે પેટ્રોલિંગ કરી રહ્યુ હતુ. તે સમયે જ પાકિસ્તાન તરફથી આ ફાયરિંગ કરવામાં આવ્યુ હતુ. જોકે, ભારતીય ડ્રોનને કોઈ નુકસાન થયું નથી અને તે સુરક્ષિત રીતે પાછો ફર્યો છે. આ ઘટના એવા સમયે બની છે જ્યારે પાકિસ્તાન વારંવાર સરહદ પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે, જેનો ભારતીય સેનાએ જવાબ આપ્યો છે.

પાકિસ્તાનના સરહદી દળો દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી તણાવ વધારી શકે છે. ગયા વર્ષે, બંને દેશોમાં હિંસક અથડામણો થઈ હતી. પહેલગામ હુમલા પછી, બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે, અને એક નાની ઉશ્કેરણી પણ યુદ્ધમાં પરિણમી શકે છે. આવી સ્થિતિમાં, પાકિસ્તાનની કાર્યવાહી અત્યંત બેજવાબદાર અને ઉશ્કેરણીજનક માનવામાં આવે છે. પાકિસ્તાનની પ્રવૃત્તિઓ ભારતીય સરહદ નજીક ચાલુ છે અને તે વારંવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે. તાજેતરના દિવસોમાં, નિયંત્રણ રેખા નજીક પાકિસ્તાની ડ્રોન અને ફુગ્ગાઓ જોવા મળ્યા છે.

Surat : ધાબા પર રમી રહેલી ચાર વર્ષની બાળકીનું નીચે પટકાતા મોત નિપજ્યું

0

વાલીઓ માટે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતમાં ધાબા પર રમી રહેલી બાળકી અચાનક નીચે પટકાઈ હતી અને ગંભીર ઈજા થતાં તેનું મોત નિપજ્યું હતું. સચિન જીઆઈડીસી વિસ્તારમાં આ ઘટના બની છે.વાલીઓ માટે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતમાં ધાબા પર રમી રહેલી બાળકી અચાનક નીચે પટકાઈ હતી અને ગંભીર ઈજા થતાં તેનું મોત નિપજ્યું હતું. સચિન જીઆઈડીસી વિસ્તારમાં આ ઘટના બની છે. બાળકીને મોઢા અને માથાના ભાગે ઈજાઓ પહોંચી છે. ચાર વર્ષની બાળકીને સારવાર દરમિયાન તબીબોએ મૃત જાહેર કરી હતી.

સુરતના સચિન વિસ્તારમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ધાબા પર રમી રહેલી ચાર વર્ષની બાળકી રમતાં રમતાં અચાનક નીચે પટકાઈ હતી. એશવી ચૌહાણ નામની બાળકીને નીચે પટકાતા મોઢા અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. બાળકી ધાબા પર રમતી વખતે ટેરેસ પરના ગ્રીલના સળિયા વચ્ચેના ગેપમાંથી સરકીને નીચે પટકાઈ હતી. બાળકીને ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી. જ્યાં ફરજ પરના તબિબોએ તેને મૃત જાહેર કરી હતી.

Entertainment : અલકા યાજ્ઞિક હજુ પણ ગીતો ગાઈ નહીં શકે

0

મુંબઇ : સિંગર અલકા યાજ્ઞિાકે જણાવ્યું છે કે તેની કાનની બીમારી હજુ યથાવત હોવાથી હજુ પણ કેટલાક સમય માટે પોતે કોઈ ગીત ગાઈ શકે તેમ નથી.

તેણે કહ્યું હતું કે સંગીતકારો ગીત ગાવા માટે મારો સંપર્ક કરે છે, પરંતુ હું તેમની સાથે કામ કરવા સક્ષમ નથી.અલકા યાજ્ઞિાકે ઇમ્તિઆઝ અલીની ફિલ્મ અમર સિંહ ચમકીલામાં ગાયું હતું. જે ૨૦૨૪માં ંરિલીઝ થઇ હતી. બે વર્ષ પહેલાં તેને સેન્સોરિયલ નર્વ હિયરિંગ લોસનું નિદાન થયું હતું. કોઈ વાયરલ એટેકના કારણે તેને આ બીમારી થઈ છે. અલકાએ અગાઉ ૨૦૨૪માં જણાવ્યું હતું કે એક ફલાઈટમાંથી ઉતરતી વખતે પોતાને સહસા ખ્યાલ આવ્યો હતો કે પોતે કશું સાંભળી શકતી નથી. તે પછી તેણે તબીબી તપાસ કરાવી હતી. તેમાં આ બીમારીનું નિદાન થયું હતું. ત્યારથી પોતે સંગીતની દુનિયાથી અલિપ્ત થઈ ગઈ છે.

AHMEDABAD : ડિજિટલ પેમેન્ટનું સ્પીકર બદલવાના બહાને પાણીપુરીવાળાના ખાતામાંથી 45,000 સેરવી લીધા

શહેરમાં સાયબર માફિયાઓ હવે માત્ર મોટા ઉદ્યોગપતિઓ જ નહીં, પણ પરસેવો પાડીને કમાતા નાના લારી-ગલ્લાવાળાઓને પણ નિશાન બનાવી રહ્યા છે. બાકરોલ સર્કલ પાસે પાણીપુરીની લારી ચલાવતા એક યુવક સાથે ડિજિટલ પેમેન્ટનું સાઉન્ડ સ્પીકર બદલવાના બહાને 45,000 રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે.

સરખેજના આઝાદનગરમાં રહેતા 20 વર્ષીય રાજેશભાઈ પટેલ બાકરોલ સર્કલ પાસે આકાશ પકોડી સેન્ટર નામની લારી ચલાવે છે. ગત 26 જાન્યુઆરીના રોજ બપોરે બે શખ્સો તેમની લારીએ આવ્યા હતા. આ શખ્સોએ પોતાની ઓળખ ઓનલાઈન પેમેન્ટ કંપનીના પ્રતિનિધિ તરીકે આપી હતી અને રાજેશભાઈને પૂછ્યું હતું કે, “તમારે નવો ક્યુઆર કોડ અને સાઉન્ડ સ્પીકર જોઈએ છે?”

રાજેશભાઈનું જૂનું સ્પીકર ખરાબ હોવાથી તેમણે હા પાડી. ગઠિયાઓએ સ્પીકર એક્સચેન્જની પ્રોસેસ કરવાના બહાને રાજેશભાઈના ફોનમાંથી 1 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરાવ્યું. આ દરમિયાન તક જોઈને આ શખ્સોએ રાજેશભાઈનો UPI પાસવર્ડ જોઈ લીધો હતો. ત્યારબાદ અમે હમણાં નવું સ્પીકર લઈને આવીએ છીએ તેમ કહી ગઠિયાઓ ત્યાંથી નીકળી ગયા હતા.

સાંજે 5 વાગ્યે આ બંને શખ્સો ફરી લારી પર આવ્યા અને સ્પીકર એક્સચેન્જની વાતોમાં રાજેશભાઈને ભોળવી તેમનો મોબાઈલ ફોન હાથમાં લીધો. પાસવર્ડ અગાઉથી જ ખબર હોવાથી તેમણે રાજેશભાઈની જાણ બહાર અલગ-અલગ ટ્રાન્ઝેક્શન કરીને કુલ 45,000 રૂપિયા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધા. પોતાનો ભાંડો ન ફૂટે તે માટે ગઠિયાઓએ અત્યંત ચાલાકી વાપરી હતી. મોબાઈલમાંથી ઓનલાઈન પેમેન્ટ એપ્લિકેશન ડિલીટ કરી નાખી હતી. બેંકમાંથી પૈસા કપાયા હોવાના ટેક્સ્ટ મેસેજ પણ ડિલીટ કરી દીધા હતા.

સાંજે 7 વાગ્યે જ્યારે રાજેશભાઈએ શંકા જતા એપ્લિકેશન ફરી ડાઉનલોડ કરી ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી ચેક કરી, ત્યારે તેમને માલુમ પડ્યું કે તેમના ખાતામાંથી 45,000 રૂપિયા ઉપડી ગયા છે. આ મામલે રાજેશભાઈએ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન અને સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેવામાં જરૂરી છે કે, કોઈ પણ અજાણી વ્યક્તિને તમારો મોબાઈલ ફોન આપશો નહીં. ભલે તે પેમેન્ટ કંપનીનો માણસ હોવાનો દાવો કરે, પરંતુ તમારા UPI પાસવર્ડ કે ફોનનો એક્સેસ આપવો જોખમી સાબિત થઈ શકે છે.

National : સવારે 6 વાગ્યે 1 ઈમેલ આવ્યો અને 30000 લોકોએ નોકરી ગુમાવી, ઓરેકલ કંપનીનો ચોંકાવનારો નિર્ણય

0

અમેરિકાની ટેક કંપની ઓરેકલે ભારત સહિત વિશ્વભરમાં આશરે 30 હજાર જેટલા કર્મચારીઓની એક સાથે છટણી કરી નાખી હોવાના અહેવાલો છે. જેમાં સૌથી વધુ 12 હજાર કર્મચારીઓ માત્ર ભારતના છે. વળી નવાઇની વાત એ છે કે કર્મચારીઓને વહેલી સવારે છ વાગ્યે માત્ર એક ઇમેલ મોકલીને નોકરીમાંથી કાઢી મુકવાની જાણકારી આપવામાં આવી. કંપનીના કર્મચારીઓએ આ અંગેની જાણકારી સોશિયલ મીડિયા પર જાહેર કરી હતી.

ઓરેકલના કોમ્પ્યુટિંગ બિઝનેસને હાલ અનેક પ્રાંતોમાં મોટો ફટકો પડયો છે, જેમાં ભારત અને મેક્સિકોનો પણ સમાવેશ થાય છે. ઓરેકલ દ્વારા સત્તાવાર આ છટણીની કોઇ માહિતી જાહેર કરવામાં નથી આવી પરંતુ કર્મચારીઓએ પોતાને જે ઇમેલ કંપની તરફથી મળ્યો તેની વિગતો જાહેર કરી છે. ઓરેકલ દ્વારા કર્મચારીઓને જે ઇમેલ મોકલવામાં આવ્યો છે તેમાં લખ્યું છે કે કંપનીમાં મોટા ફેરફાર ચાલી રહ્યા છે, આ ફેરફારોને કારણે એવો નિર્ણય લેવાયો છે કે કર્મચારી તરીકે કંપનીમાં તમારુ જે પદ હતું તેની હવે કોઇ જરૂર નથી રહી.

ઓરેકલના ભારતમાં જ 30 હજાર જેટલા કર્મચારીઓ છે જેમાંથી 12 હજાર જેટલાને છૂટા કરવામાં આવ્યા છે જ્યારે વૈશ્વિક સ્તરે 30 હજાર કર્મચારીઓની છટણી કરાઇ હોવાના અહેવાલો છે. કંપનીના એક પૂર્વ કર્મચારી મેરુગુ શ્રીધરે કહ્યું હતું કે કંપનીએ ભારતમાં 16 કલાકની વર્ક શિફ્ટ રાખી હતી જેના વિરોધમાં મે સામેથી જ કંપનીમાંથી રાજીનામુ આપી દીધુ હતું. કેટલાક કર્મચારીઓએ સોશિયલ મીડિયા પર પોતાના અનુભવો જાહેર કર્યા છે, રેડિટ પર એક પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે મારા પિતા 20 વર્ષથી ઓરેકલમાં કામ કરી રહ્યા હતા, તેમને કેન્સર છે, કંપનીએ તેમને એક પણ ફોન ના કર્યો અને માત્ર એક ઇમેલથી છૂટા કરી દીધા. આ કંપનીઓ ખરેખર રાક્ષસ છે. કેટલાકે જવાબમાં લખ્યું કે જે કર્મચારીઓ કંપનીને ઉભી કરવામાં પીઠબળ બન્યા તેમને માત્ર એક ઇમેલથી જ છૂટા કરી દેવાયા. આ ખરેખર સારુ નથી થયું. ભારતમાં ઓરેકલના અન્ય જે કર્મચારીઓ છે તેમની નોકરી પણ જોખમમાં છે, કેમ કે અહેવાલો મુજબ એક મહિનામાં કંપની વધુ અનેક કર્મચારીઓની છટકણી કરવાની તૈયારીમાં છે.

Kanpur : કિડની કાંડ! સ્ટાફ વગર ઓપરેશન, સર્જનોની સ્પેશિયલ ટીમ અને અત્યાર સુધીમાં 60 ટ્રાન્સપ્લાન્ટ!

0

કાનપુરના કિડની કાંડમાં અનેક મોટા ખુલાસા થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે કાનપુરમાં અત્યાર સુધી 60થી વધુ ઓપરેશનો સામે આવ્યા છે. રેકોર્ડ વગર અને સ્ટાફ વગર સર્જરી કરવાની ચોંકાવનારી રીત બહાર આવી છે.

કાનપુરના કિડની કૌભાંડમાં અત્યાર સુધીના સૌથી ભયાનક ખુલાસા થયા છે. તપાસમાં સામે આવ્યું છે કે અત્યાર સુધી 60થી વધુ ગેરકાયદેસર ઓપરેશન કરવામાં આવ્યા છે. આ આખું નેટવર્ક કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટની જેમ અત્યંત આયોજનબદ્ધ રીતે ચાલતું હતું, જેમાં ન તો કોઈ મેડિકલ રેકોર્ડ રખાતો કે ન તો કાયમી સ્ટાફની હાજરી હોતી.

આ રેકેટમાં ઓપરેશનના દિવસે હોસ્પિટલના સામાન્ય સ્ટાફને હટાવી દેવામાં આવતો હતો. તેની જગ્યાએ બહારથી બોલાવેલી એક ખાસ સર્જિકલ ટીમ માત્ર તે દિવસ માટે આવતી. ઓપરેશન બાદ પુરાવા નાશ કરવા માટે દર્દીઓને તાત્કાલિક અલગ-અલગ સ્થળોએ શિફ્ટ કરી દેવાતા. હોસ્પિટલમાં ઓપરેશનની કોઈ સત્તાવાર એન્ટ્રી કે ફોલોઅપ રેકોર્ડ રાખવામાં આવતો ન હતો.

આ આખા રેકેટનો મુખ્ય ચહેરો શિવમ અગ્રવાલ ઉર્ફે ‘કાના’ છે, જે માત્ર 8 ધોરણ પાસ છે. તે અગાઉ એમ્બ્યુલન્સ ચલાવતો હતો, પરંતુ ગળામાં સ્ટેથોસ્કોપ નાખી નકલી ડોક્ટર બનીને તે દર્દીઓનો ભરોસો જીતતો અને તેમને જાળમાં ફસાવતો. ડિજિટલ મોરચે મેરઠનો ડોક્ટર અફઝાલ ટેલિગ્રામ ગ્રુપ દ્વારા ડોનર અને રીસીવર વચ્ચે સીધો સંપર્ક કરાવી સોદાબાજી કરતો હતો.

તપાસમાં એક વિદેશી મહિલાનું ટ્રાન્સપ્લાન્ટ પણ સામે આવ્યું છે, જે આ રેકેટના આંતરરાષ્ટ્રીય કનેક્શન તરફ ઈશારો કરે છે. આ છેતરપિંડીનો ભોગ બનેલી મેરઠની પારુલ તોમરે 80 લાખ રૂપિયા ખર્ચ્યા હોવા છતાં આજે તેની હાલત અત્યંત ગંભીર છે. ઈન્ફેક્શનને કારણે તેને લખનૌની SGPGI હોસ્પિટલમાં રિફર કરવામાં આવી છે. ડોનર આયુષ ચૌધરી (MBA વિદ્યાર્થી) ની હાલત પણ હાલ સ્થિર છે પરંતુ જોખમ યથાવત છે.

પોલીસે ‘આરોહી’ અને ‘આહુજા’ જેવી હોસ્પિટલો સીલ કરી છે. કાનપુર મેડિકલ કોલેજે સ્પષ્ટ કર્યું છે કે તેમની પાસે કિડની ટ્રાન્સપ્લાન્ટની મંજૂરી નથી. હાલ પોલીસ હોસ્પિટલ સંચાલકો અને નકલી ડોક્ટરોની ધરપકડ કરી આ મોટા નેટવર્કની ઊંડી તપાસ કરી રહી છે.

Gujarat : વિરેન્દ્રગઢ ગામેથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર પકડાયો

0

ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢ ગામેથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર પકડાયો છે. એસઓજી પોલીસે રાધનપુરના ઝોલાછાપ ડોક્ટર પાસેથી ૧૮ હજારથી વધુની દવાનો જથ્થો કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ડિગ્રી વગરના બોગસ ડોક્ટરોનો રાફડો ફાટયો હોવાની ફરિયાદોને ધ્યાને લઈને સુરેન્દ્રનગર એસઓજી પોલીસે ધ્રાંગધ્રા તાલુકામાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. દરમિયાન ચોક્કસ બાતમીના આધારે વિરેન્દ્રગઢ ગામેથી બોગસ ડોક્ટરને ઝડપી લીધો હતો. ઝડપાયેલા શખ્સની પૂછપરછ કરતા તેની પાસે તબીબી સારવા માટે કોઈ પણ જાતની મેડિકલની ડિગ્રી કે સટફિકેટ નહી હોવા છતાં ગામમાં ક્લિનિક ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાનું બહાર આવ્યું હતું. તેમજ પોતાનું નામ હરેશભાઈ પોપટભાઇ ઠાકોર (રહે.રાધનપુર, પાટણ) હોવાનું જણાવ્યું હતું. જ્યારે ઝડપાયેલ ડોક્ટરના ક્લિનિકમાંથી રૃ.૧૮૩૮૧ ની કિંમતની એલોપેથી દવાનો જથ્થો પણ કબજે કરવામાં આવ્યો હતો. એસઓજી પોલીસે ઝડપાયેલ બોગસ ડોક્ટર વિરુદ્ધ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Surendranagar : હળવદમાં નર્મદાની કેનાલમાં ગાબડું ઃ હજારો લિટર પાણીનો વેડફાટ

0

હળવદ પંથકમાં ફરી એકવાર સિંચાઈ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. હળવદ-વેગડવા રોડ પર આવેલી ધાંગધ્રા નર્મદા બ્રાન્ચની માઈનોર ડી-૧૮ કેનાલમાં અચાનક મોટું ગાબડું પડતા હજારો લિટર કિંમતી પાણીનો બેફામ વેડફાટ થઈ રહ્યો છે.

કેનાલ ઓવરફ્લો થવાને કારણે પાણીનો પ્રવાહ સીધો જાહેર માર્ગો પર ફરી વળ્યો છે, જેના લીધે વાહન વ્યવહારમાં પણ વિક્ષેપ પડયો છે. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર, કેનાલની સમયસર સફાઈ કે જાળવણી ન કરવામાં આવતી હોવાથી આ પરિસ્થિતિ સર્જાઈ છે. એક તરફ પિયત માટે પાણીની જરૃરિયાત છે, ત્યારે બીજી તરફ ગાબડાને કારણે પાણીનો વ્યય થઈ રહ્યો છે અને રસ્તાઓ કાદવમય બની ગયા છે. આ કાદવને કારણે ખેડૂતોને પોતાના વાહનો ખેતર સુધી લઈ જવામાં મુશ્કેલી પડી રહી છે. તંત્ર દ્વારા તાત્કાલિક રીપેરીંગ કામ હાથ ધરવામાં આવે અને ખેડૂતોને પડતી મુશ્કેલીનો અંત લાવવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે. જો વહેલી તકે પગલાં નહીં લેવાય તો ખેતીના કામને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

Gujarat : સોશિયલ મીડિયા પર ‘રાડો’, વિધાનસભામાં ‘સન્નાટો’? જીગ્નેશ મેવાણી ક્યારે આપશે રાજીનામું?

0

ગુજરાતની રાજનીતિમાં ‘ક્રાંતિકારી’ નેતા તરીકે ઓળખ મેળવનાર વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ફરી એકવાર ચર્ચામાં છે, પણ આ વખતે તેમના કોઈ જનહિતના કામને કારણે નહીં, પરંતુ તેમના સોશિયલ મીડિયા પર ચાલતા ‘ડ્રામા’ને કારણે. જ્યારે પ્રજાના પ્રશ્નો ગંભીર વળાંક પર હોય, ત્યારે મેવાણી સાહેબ ફેસબુક અને ટ્વિટર (X) પર વીડિયો મૂકીને મોટી-મોટી વાતો કરે છે, પણ સવાલ એ છે કે આ માત્ર ‘રાડો’ પાડવાની રમત છે કે પછી ખરેખર રાજીનામું આપવાની હિંમત છે?


‘સોશિયલ મીડિયાના શૂરવીર’ કે વાસ્તવિક લડવૈયા?
જીગ્નેશ મેવાણી છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય છે. સરકારને ઘેરવાની, નીતિઓની ટીકા કરવાની કે વિરોધ પ્રદર્શનની જાહેરાત કરવાની – આ બધું જ ડિજિટલ માધ્યમથી સરસ રીતે થાય છે. પણ જ્યારે જમીની સ્તર પર કઈં નક્કર કરવાનું આવે અથવા પક્ષના નેતૃત્વ સામે અસંતોષ વ્યક્ત કરવાનો હોય, ત્યારે મેવાણી સાહેબની ‘બુલંદ અવાજ’ ક્યાં ખોવાઈ જાય છે?

  • નાટકો બંધ કરો: સોશિયલ મીડિયા પર વીડિયો બનાવીને સહાનુભૂતિ મેળવવી ખૂબ સહેલી છે, પણ શું તમે તમારા પદ પરથી રાજીનામું આપીને લડવાની તાકાત રાખો છો?
  • જનતાની માગણી: વડગામના મતદારો હવે પૂછી રહ્યા છે કે, “તમે અમને શું કામ વિધાનસભામાં મોકલ્યા છે? માત્ર સરકાર પર ટ્વિટ કરવા માટે કે અમારી સમસ્યાઓનું સમાધાન લાવવા માટે?”
  • બાર્ગેનિંગ પાવરનો ખેલ: રાજકીય ગલિયારાઓમાં એવી ચર્ચાઓ છે કે આ બધી રાડો માત્ર પોતાની રાજકીય ‘વેલ્યુ’ વધારવા અને પક્ષમાં પોતાનું મહત્વ જાળવી રાખવા માટેનો એક પ્લાન છે.
    સવાલ સીધો છે: રાજીનામું આપશો કે ખુરશી વહાલી છે?
    જો તમને પક્ષની વિચારધારા કે વર્તમાન રાજકીય સ્થિતિમાં વિશ્વાસ ન હોય, તો રાજીનામું આપીને મેદાનમાં આવવામાં શું વાંધો છે? ફેસબુક લાઈવમાં રોદણાં રડવા કરતા, જાહેરમાં રાજીનામું આપીને સાબિત કરો કે તમે ખરેખર જનતાના સાચા અવાજ છો.

“જીગ્નેશભાઈ, ગુજરાતની જનતા હવે સોશિયલ મીડિયાના તમારા આ ‘નાટકો’થી કંટાળી ગઈ છે. કાં તો મેદાનમાં આવીને કંઈક કરી બતાવો, અથવા આ ડિજિટલ રાડો પાડવાનું બંધ કરો!”

અમારો પ્રશ્ન: શું જીગ્નેશ મેવાણીમાં ખરેખર રાજીનામું આપીને ફરીથી જનતા વચ્ચે જવાની હિંમત છે, કે પછી આ બધું માત્ર ૨૦૨૭ની તૈયારીઓના ભાગરૂપે ચાલતું એક નવું નાટક છે?