Home Blog Page 215

Gandhinagar : ધો-૩ અને ૪ની પરીક્ષામાં બાળકોએ પ્રશ્નપત્રમાં જ જવાબ લખવાના રહેશે

એપ્રિલ મહિનામાં યોજાનારી વાર્ષિક પરીક્ષાઓ માટે શહેર અને જિલ્લાનું પ્રાથમિક શિક્ષણ તંત્ર વ્યસ્ત બન્યું છે. તેમાં ધોરણ ૩થી ૫ની વાષક કસોટી તારીખ ૬ એપ્રિલથી અને ધોરણ ૬થી ૮ની વાષક કસોટી તારીખ ૧૩મી એપ્રિલથી પ્રારંભાશે. જિલ્લા શિક્ષણ તંત્રના અધિકારી સુત્રોએ કહ્યું કે તેમાં ધોરણ ૩ અને ૪ના બાળકોએ પ્રશ્ન પત્રમાં જ અને ધોરણ ૫થી ૮માં વિદ્યાર્થીઓએ અલગથી ઉતરવહીમાં લખીને જવાબ આપવાના રહેશે.

ગાંધીનગર જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં એકસાથે પરીક્ષાઓ લેવાશે. ધોરણ ૩માં ચાર અને ધોરણ ૪ અને ૫માં પાંચ વિષયની જ્યારે ધોરણ ૬થી ૮માં બાળકોએ સાત વિષયની પરીક્ષા આપવાની રહેશે. ધોરણ ૩, ૪ અને ધોરણ ૫માં ૪૦ ગુણની પરીક્ષા રહેશે. તારીખ ૬ એપ્રિલે પ્રથમ અને દ્વિતિય ભાષા ગુજરાતી, ૭ એપ્રિલે ગણિત, તારીખ ૮ એપ્રિલે પર્યાવરણ, તારીખ ૯ એપ્રિલે પ્રથમ અને દ્વિતિય ભાષા હિન્દી, તારીખ ૧૦ એપ્રિલે પ્રથમ અને દ્વિતિય ભાષા અંગ્રેજી, તારીખ ૧૧ એપ્રિલે પ્રથમ ભાષા મરાઠી, ઉડિયા, તેલગુ, તમિલ અને ઉર્દુની પરીક્ષા લેવામાં આવશે. આ સાથે પરીક્ષા પુરી થશે.

બીજી બાજુ ધોરણ ૬થી ૮ની પરીક્ષામાં સાત વિષયની પરીક્ષામાં ૮૦ ગુણના પ્રશ્નો રહેશે. તેમાં તારીખ ૧૩ એપ્રિલે પ્રથમ અને દ્વિતિય ભાષા ગુજરાતી, તારીખ ૧૫ એપ્રિલે ગણિત, તારીખ ૧૬મીએ પ્રથમ અને દ્વિતિય ભાષા હિન્દી, તારીખ ૧૭મીએ વિજ્ઞાાન, તારીખ ૧૮મીએ પ્રથમ અને દ્વિતિય ભાષા અંગ્રેજી, તારીખ ૨૦મીએ સામાજીક વિજ્ઞાાન, તારીખ ૨૧મીએ સંસ્કૃત તથા તારીખ ૨૨મી એપ્રિલે પ્રથમ ભાષા મરાઠી, ઉડિયા, તેલગુ, તમિલ અને ઉર્દુની પરીક્ષાનું આયોજન કરાયું છે. શિક્ષણ તંત્રના સુત્રોએ જણાવ્યું કે ધોરણ ૩થી ૫માં પરીક્ષાનો સમય સવારે ૮થી ૧૦નો અને ધોરણ ૬થી ૮માં પરીક્ષાનો સમય સવારે ૮થી ૧૧નો રહેશે.

Vadodara : યુનિ.માં હંગામી અધ્યાપકોની ભરતી પ્રક્રિયા માટે પણ નોટિફિકેશન જાહેર

એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશોએ નવા શૈક્ષણિક વર્ષમાં હંગામી અધ્યાપકોની ભરતી માટેનું નોટિફિકેશન બહાર પાડી દીધું છે.ઉમેદવારો એમ.એસ.યુનિવર્સિટીની વેબસાઈટ પર રિક્રુટમેન્ટ સેક્શનમાં તા.૭ થી ઓનલાઈન અરજી કરી શકશે.તા.૩૦ એપ્રિલ અરજી કરવાનો છેલ્લો દિવસ છે.

અધ્યાપકોની કાયમી જગ્યાઓ અત્યાર સુધી ભરાઈ નહીં હોવાથી આ વખતે ૧૦૦૦ જેટલી જગ્યાઓ હંગામી અધ્યાપકોથી ભરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.જોકે બીજી તરફ સત્તાધીશોએ કાયમી ધોરણે જગ્યાઓ ભરવા માટે પણ કાર્યવાહી શરુ કરી દીધી હોવાથી આગામી શૈક્ષણિક વર્ષમાં હંગામી અધ્યાપકોની જગ્યાઓમાં ઘટાડો થઈ જશે તેવી અપેક્ષા રખાઈ રહી છે.

દરમિયાન ૧૦૦૦ પૈકી ૮૦ ટકા જગ્યાઓ ગ્રાન્ટ ઈન એઈડ કોર્સ માટે છે અને ૧૫ ટકા જેટલી જગ્યાઓ પર હાયર પેમેન્ટ કોર્સ માટે હંગામી અધ્યાપકોની ભરતી થશે. માંડ પાંચ ટકા જગ્યાઓ પર પાંચ વર્ષના કોન્ટ્રાક્ટ આધારિત હંગામી અધ્યાપકોની ભરતી કરાશે.કારણકે ગત વર્ષે યુનિવર્સિટી દ્વારા ૪૦ જેટલા કોન્ટ્રાક્ટ પરના હંગામી અધ્યાપકોની ભરતી થઈ ચૂકી છે.સૂત્રોનું કહેવું છે કે, કાયમી અધ્યાપકો પહેલા હંગામી અધ્યાપકોની ભરતી માટેના ઈન્ટરવ્યૂ શરુ કરવામાં આવશે.

હંગામી અધ્યાપકોના એપોઈન્ટમેન્ટ ઓર્ડર અંગે સત્તાધીશો મૂંઝવણમાં

યુનિવર્સિટી સત્તાધીશો હંગામી અધ્યાપકો બાદ કાયમી અધ્યાપકોના ઈન્ટરવ્યૂ શરુ કરવા માગે છે.નવું શૈક્ષણિક વર્ષ શરુ થતા સુધીમાં જે વિભાગોમાં કાયમી અધ્યાપકોના ઈન્ટરવ્યૂ બાદ પસંદગી થઈ જશે તે વિભાગોમાં હંગામી અધ્યાપકોને ઓર્ડર આપવામાં નહીં આવે.સામાન્ય રીતે હંગામી અધ્યાપકોને ૧૧ મહિનાનો ઓર્ડર અપાતો હોય છે.આ વખતે હંગામી અધ્યાપકોને કેટલા સમયગાળનો ઓર્ડર આપવો તે સવાલ પણ સત્તાધીશો માટે ઉભો થશે.

Gujarat : અમદાવાદમાં ‘આશીર્વાદ’ના નામે ઉઘરાણી કરતા કિન્નરો સામે પોલીસનો સપાટો: જાહેરનામું બહાર પડ્યું

અમદાવાદ શહેરમાં લગ્ન પ્રસંગો, બાળકના જન્મ કે અન્ય શુભ પ્રસંગોએ ટ્રાન્સજેન્ડર (કિન્નરો) દ્વારા કરવામાં આવતી પજવણી અને મોટી રકમની જબરદસ્તી વસૂલાત સામે પોલીસ કમિશનર જી.એસ. મલિકે લાલ આંખ કરી છે. નાગરિકોની સુરક્ષા અને જાહેર શાંતિ જળવાય તે હેતુથી પોલીસ કમિશનર દ્વારા એક મહત્વનું જાહેરનામું બહાર પાડી કડક સૂચનાઓ આપવામાં આવી છે.


નાગરિકોની મરજી વિરુદ્ધ વસૂલાત પર પ્રતિબંધ
જાહેરનામા અનુસાર, હવેથી કોઈપણ કિન્નર નાગરિકોના ઘરે જઈને ૧૧,૦૦૦, ૨૧,૦૦૦ કે તેથી વધુ જેવી મોટી રકમ માટે દબાણ કરી શકશે નહીં. નાગરિકો પોતાની સ્વેચ્છાએ અને ખુશીથી જે રકમ આપે, તે જ તેમણે સ્વીકારવાની રહેશે. જબરદસ્તીથી પૈસાની માંગણી કરવી એ હવે કાયદેસરનો ગુનો ગણાશે.
અશોભનીય વર્તન અને ધાક-ધમકી સામે કાર્યવાહી
પૈસા પડાવવા માટે કિન્નરો દ્વારા કરવામાં આવતી અશ્લીલ ચેનચાળા, ગાળાગાળી, કપડાં ઉતારવાની ધમકી કે નાગરિકોના ઘરમાં જબરદસ્તી ઘૂસવાની હરકતો પર પોલીસ કમિશનરે સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. આ ઉપરાંત, ટ્રાફિક સિગ્નલ કે ચાર રસ્તાઓ પર વાહનચાલકોને અટકાવીને પૈસા માંગવા પર પણ રોક લગાવી દેવામાં આવી છે, જેથી ટ્રાફિકમાં અડચણ ન આવે અને અકસ્માતનો ભય દૂર થાય.
નિયમભંગ કરનાર સામે કડક કાયદાકીય પગલાં
પોલીસ કમિશનરના આ આદેશનું ઉલ્લંઘન કરનારા સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ ૨૨૩ (જાહેર સેવકના આદેશનો અનાદર) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ અધિકારીઓને આવી પજવણી કરનારાઓ સામે તાત્કાલિક પગલાં લેવા આદેશ અપાયા છે.
નાગરિકો શું કરે?
જો કોઈ વ્યક્તિ ઘરે કે જાહેર સ્થળે મોટી રકમ માટે દબાણ કરે અથવા ધાક-ધમકી આપે, તો નાગરિકોએ ડરવાની જરૂર નથી. નાગરિકો તાત્કાલિક પોલીસ હેલ્પલાઇન નંબર ૧૦૦ અથવા ૧૧૨ પર ફોન કરી શકે છે અથવા નજીકના પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરી શકે છે.
નોંધ: પોલીસ તંત્રનું કહેવું છે કે આ જાહેરનામાનો હેતુ ટ્રાન્સજેન્ડર સમુદાયને હેરાન કરવાનો નથી, પરંતુ ‘આશીર્વાદ’ના નામે ચાલતી ‘ખંડણી’ જેવી પ્રવૃત્તિઓ બંધ કરી નાગરિકોને મુક્તિ અપાવવાનો છે.
તમારા માટે આગળનું પગલું:
શું તમે ઈચ્છો છો કે આ સમાચાર માટે કોઈ આકર્ષક હેડલાઇન (Title) ના વિકલ્પો આપું જેથી તે પેપરમાં વધુ આકર્ષક લાગે?

 Rashi : 01 એપ્રિલ 2026નું રાશિ ભવિષ્ય

0

મેષ

આજે નવા અવસરો મળશે. તમારો આત્મવિશ્વાસ વધશે અને અટકેલા કામ પૂરા થશે. ક્યાંકથી શુભ સમાચાર મળી શકે છે.

વૃષભ

પરિવારમાં સુમેળ રહેશે. ધનલાભના યોગ છે. કોઈ નવા કાર્યની શરૂઆત માટે સમય ઉત્તમ છે.

મિથુન

તમારો સંવાદ કૌશલ્ય સહાયરૂપ બનશે. કાર્યક્ષેત્રમાં તમારી યોજનાઓ સફળ થશે. મિત્રો તરફથી સહકાર મળશે.

કર્ક

ઘર-પરિવારમાં શાંતિ રહેશે. ભાવુક નિર્ણય લેવાનું ટાળો. આરોગ્યનું ધ્યાન રાખો.

સિંહ

આજે તમારું વ્યક્તિત્વ આકર્ષક રહેશે. નોકરી તથા વ્યવસાયમાં પ્રગતિના સંકેત છે. કોઈ જૂના કામથી લાભ મળી શકે છે.

કન્યા

કાર્યક્ષેત્રમાં સાવધાની રાખો. અનાવશ્યક ખર્ચથી બચો. કોઈ સલાહકારની મદદથી લાભ થશે.

તુલા

માન-સન્માન વધશે. ભાગીદારીમાં કામ કરવાથી લાભ મળશે. પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે.

વૃશ્ચિક

આજે ગુપ્ત કામોમાં સાવધાની રાખો. કોઈ નવા પ્રોજેક્ટની શરૂઆત ટાળો. પરિવાર તરફથી સહકાર મળશે.

ધનુ

મુસાફરીના યોગ છે. પ્રગતિના નવા અવસર મળી શકે છે. વિવાદોથી દૂર રહો.

*મકર

આર્થિક સ્થિતિ મજબૂત બનશે. મહેનતનું ફળ મળશે. પરિવાર સાથે સારું સમય પસાર થશે.

કુંભ

આજે તમારો મન સર્જનાત્મક કાર્યોમાં લાગશે. અચાનક ધનલાભ શક્ય છે. સામાજિક ક્ષેત્રમાં પ્રતિષ્ઠા વધશે.

મીન

આજે ચિંતા ઓછી થશે. કામકાજમાં ઝડપ આવશે. પ્રેમ અને પરિવારિક જીવન સુખદ રહેશે.

Gujarat : જિલ્લા તિજોરી કચેરી દ્વારા નાણાકીય વર્ષમાં સરકારી કચેરીઓને રૂપિયા 8,951 કરોડની ચુકવણી કરાઈ

0

કચેરી દ્વારા જિલ્લાની તમામ કચેરીઓને પણ 30 માર્ચ સુધીમાં તેમના પગાર સહિતના બિલો મોકલી દેવા માટે સૂચનાઓ આપી દેવામાં આવી હતી, જેના પગલે મોટાભાગની કચેરીઓ દ્વારા પોતાનાં બિલો અગાઉથી જ રજૂ કરી દેવામાં આવ્યા હતા.

31 માર્ચને ધ્યાને લઈને જિલ્લા તિજોરી કચેરી દ્વારા જિલ્લાની તમામ સરકારી કચેરીઓને 30 માર્ચના બપોરના 2 વાગ્યા સુધીમાં તેમના બિલો રજૂ કરવા માટે પહેલાંથી જ જાણ કરી દેવામાં આવી હતી, જેના પલે સાંજ સુધીમાં આવેલા તમામ બિલોનો નિકાલ કરી દેવામાં આવ્યો હતો. ખાસ કરીને બિલ લેવાના છેલ્લા દિવસ સુધીમાં કચેરીને 43,274 જેટલા બિલો મળ્યા હતા, જે તમામ બિલોનો નિકાલ કરવામાં આવ્યો હતો.

એટલું જ નહીં 30 માર્ચ સુધીમાં રૂપિયા 8,951 કરોડની ચુકવણી પણ કરી દેવામાં આવી હતી. જિલ્લા તિજોરી અધિકારી એ.એચ.ચૌધરીએ વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે, કચેરીમાં સ્ટાફની ઘટ વચ્ચે નાણાકીય વર્ષનાં છેલ્લા દિવસોમાં એક પણ બિલો બાકી ન રહી જાય તે માટે તકેદારી રાખીને તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ માટે 20 માર્ચથી જ કર્મચારીઓ સવારના 8 કલાકથી લઇને રાત્રિના 10 કલાક સુધી કામગીરીમાં જોતરાયેલા રહ્યા હતા.

કચેરી દ્વારા જિલ્લાની તમામ કચેરીઓને પણ 30 માર્ચ સુધીમાં તેમના પગાર સહિતના બિલો મોકલી દેવા માટે સૂચનાઓ આપી દેવામાં આવી હતી, જેના પગલે મોટાભાગની કચેરીઓ દ્વારા પોતાનાં બિલો અગાઉથી જ રજૂ કરી દેવામાં આવ્યા હતા. આમ, તો કચેરીને નાણાકીય વર્ષ દરમ્યાન કુલ 43, 274 બિલો મળ્યા હતા. આજદિન સુધીમાં આ તમામ બિલોનો નિકાલ કરવામાં સફળતા મળી છે અને આ બિલ પેટે રૂપિયા 8,951 કરોડનું ચુકવણુ પણ કરી દેવામાં આવ્યું હતું.

જેમાં મુખ્યત્વે ભુજની 10 અને બાકીના 9 તાલુકાની 105 મળીને કુલ 205 જેટલા સરકારી વિભાગોના બિલો, કર્મચારીઓના પગારો, અન્ય ખર્ચ તેમજ 11,900 જેટલા કર્મચારીઓના પેન્શન સહિતનો સમાવેશ થતો હોવાનું જણાવી ઉમેર્યું હતું કે, આ વખતે રવિવાર સહિતની જાહેર રજાઓમાં પણ તિજોરી કચેરી કાર્યરત રખાઇ હતી. આવતી કાલે મહાવીર જયંતીનાં દિવસે પણ કચેરી ચાલુ રહેશે.

માર્ચ મહિના દરમ્યાન જિલ્લા તિજોરી કચેરીને જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાંથી કુલ ૩,૮૧૮ બિલો મળ્યા હતા. જેના પેટે તિજોરી કચેરી દ્વારા રૂ. ૮૩૦ કરોડનું ચુકવણુ કરવામાં આવ્યું હતું. રાતનાં ૧૦ સુધીમાં તેમામ બિલોનું ચુકવણુ કરી દેવામાં આવ્યુ હતું. આવતી કાલે જાહેર રજામાં પણ તિજોરી કચેરી ચાલુ રખાશે.

જિલ્લા તિજોરી કચેરીમાં હાલે સ્ટાફની ઘટ જોવા મળી રહી છે. ૫૦ ટકાથી પણ ઓછો સ્ટાફ છે. ત્યારે ખાસ કરીને ૩૧ માર્ચ સુધીમાં જિલ્લામાં કાર્યરત ૨૦૫ જેટલી સરકારી કચેરીઓનાં તમામ બિલોનું ચુકવણુ ઝડપભેર કરી શકાય તે માટે લોકલ ફંડ કચેરીનાં કર્ચમારીઓનો સહયોગ લેવામાં આવ્યો હતો, જેને કારણે બિલનાં ચુકવણામાં ઝડપ આવવાની સાથે હાલે એકપણ બિલ પેન્ડિંગ રહેવા પામ્યું નથી.

પહેલા જિલ્લા પંચાયત સહિતની કચેરીઓને વિવિધ યોજના અંતર્ગત પૂરેપૂરી રકમ ચૂકવી દેવામાં આવતી હતી, જેને તેઓ વર્ષ દરમ્યાન ગમે ત્યારે ખર્ચ કરી દેતા હતા, જેને કારણે આ રકમ જે તે વિભાગ પાસે જમા રહેતી હતી, પરંતુ આ વખતે સરકાર દ્વારા બિલ મુજબનું જ ચુકવણું કરવાનો નિર્ણય કરવામાં આવ્યું છે. એટલે કે યોજના માટે ફાળવાયેલી રકમ સરકાર પાસે જ જમા રહેશે. જેમ જેમ બિલ મૂકાતાં જશે તેમ તેમ રકમમાંથી ફાળવણી કરવામાં આવશે.

જિલ્લાની તમામ પંચાયતોને ગ્રાન્ટ પેટે રૂ. ૧,૫૦૮ કરોડ ચુકવાયા
નાણાકીય વર્ષ દરમ્યાન વિવિધ સરકારી કચેરીઓની સાથે સાથે પંચાયત કચેરીઓને પણ સરકાર દ્વારા ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી. જે અતર્ગત જિલ્લાની તમામ પંચાયતોને વર્ષ દરમ્યાન કુલ રૂ.૧,૫૦૮ કરોડની ગ્રાન્ટ આપવામાં આવી છે, જેમાં નાણાકીય વર્ષનાં અંતિમ મહિનામાં જ એટલે કે માર્ચ મહિનમાં જ રૂ. ૧૫૮ કરોડનું ચુકવણુ કરવામાં આવ્યું હતું.

સરકાર દ્વારા ખાસ કરીને પેપરલેસ કામગીરીનાં ભાગરૂપે હવે ચેકને બદલે ઈ-પેમેન્ટ કરવામાં આવી રહ્યંુ છે. જેને કારણે કાગળનો ખર્ચ બચશે તેમજ ચેક છપાવવા સહિતનો ખર્ચ બચશે. એટલું જનહીં ચેક ક્લિયરિંગ માટે પણ સમય લાગતો હતો, પરંતુ હવે ઈ-પેમેન્ટને કારણે તરત ખાતામાં સીધી જ રકમ જમા થઇ જવાને કારણે કચેરીઓને તુરંત ઉપયોગમાં પણ આવશે.

Anand : ‘આવનારા સમયમાં ભારત બનશે લીડર…’, અમદાવાદના સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના સાણંદ GIDC ખાતે ‘કેન્સ સેમિકોન’ (Kaynes Semicon) પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. ‘ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન’ (ISM) હેઠળ માઇક્રોન ટૅક્નોલૉજી બાદ આ બીજી એવી પરિયોજના છે જ્યાં વ્યાવસાયિક ઉત્પાદન શરૂ થવા જઈ રહ્યું છે.

આ પ્રસંગે પીએમ મોદીએ જણાવ્યું કહ્યું કે, ‘કેન્સ, જે એક ભારતીય કંપની છે, તે વૈશ્વિક સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇનનો એક મજબૂત હિસ્સો બની ગઈ છે. આ સુવિધામાં ઉત્પાદન શરૂ થવાની સાથે જ ભારત એક ભરોસાપાત્ર સેમિકન્ડક્ટર સપ્લાયર તરીકે પોતાની ભૂમિકા સાબિત કરી રહ્યું છે.’

વૈશ્વિક પડકારો અને ભારતની ભૂમિકા વિશે વાત કરતાં તેમણે કહ્યું કે, ‘આ દાયકાએ દુનિયા સામે મહામારી અને સંઘર્ષ જેવા અનેક પડકારો ઊભા કર્યા, જેનાથી વૈશ્વિક સપ્લાય ચેઇનને સૌથી વધુ નુકસાન થયું છે. આવા સમયે ભારત જેવા લોકતાંત્રિક દેશની આ દિશામાં પ્રગતિ આખી દુનિયાના વિકાસ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. ભારતનું સેમિકન્ડક્ટર મિશન માત્ર એક ઔદ્યોગિક નીતિ નથી, પરંતુ તે ભારતના આત્મવિશ્વાસની ઘોષણા છે.’ હાલમાં દેશના છ રાજ્યોમાં 1.60 લાખ કરોડ રૂપિયાના ખર્ચે 10 પરિયોજનાઓ પર કામ ચાલી રહ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું છે.

ભવિષ્યના લક્ષ્યાંકો અને ‘સેમિકન્ડક્ટર મિશન 2.0’ વિશે માહિતી આપતાં તેમણે વધુમાં કહ્યું કે, ‘આ વર્ષના બજેટમાં ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન 2.0ની જાહેરાત કરવામાં આવી છે, જેનો મુખ્ય ભાર સેમિકન્ડક્ટર ઉપકરણો અને સામગ્રીના ઉત્પાદન પર છે. અમારો પ્રયાસ દેશની અંદર એક પૂર્ણ-સ્ટેક સેમિકન્ડક્ટર ઈકોસિસ્ટમ સ્થાપિત કરવાનો છે. અમે દેશમાં મહત્ત્વપૂર્ણ ખનિજોનો રાષ્ટ્રીય ભંડાર સુનિશ્ચિત કરવા માંગીએ છીએ. 21મી સદીનું ભારત માત્ર પરિવર્તનનું સાક્ષી બનીને જ આગળ નથી વધી રહ્યું, પરંતુ તેનું નેતૃત્વ કરવાના દૃઢ સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે.’

Entertainment : ધર્મ બદલીને TVના સુપરસ્ટારે કર્યા હતા ખાનગી રીતે નિકાહ, કહ્યું- રમઝાન મને શાંતિ આપે છે!

0

આ ફેમસ એક્ટરે રમઝાનના પવિત્ર મહિનામાં પોતાની આસ્થા અને લાઈફસ્ટાઈલ વિશે વાત કરતા જણાવ્યું કે, તે પાંચ વખતની નમાઝ વાંચે છે અને સાદગીથી ઇફ્તાર કરે છે.

વિવિયન ડીસેના ટીવી શહેરના સૌથી લોકપ્રિય કલાકારોમાંના એક છે. તે તેના વ્યાવસાયિક અને વ્યક્તિગત જીવન બંને માટે સમાચારમાં રહે છે. 2019માં, વિવિયન ઇસ્લામ ધર્મ સ્વીકારીને મુસ્લિમ બન્યો. ત્યારથી, તેણે ઇસ્લામનું પાલન કર્યું છે. તે દિવસમાં પાંચ વખત નમાઝ વાંચે છે, રમઝાન દરમિયાન ઉપવાસ રાખે છે અને પ્રાર્થના કરે છે. હવે, વિવિયન રમઝાન મહિનાના મહત્વ વિશે વાત કરી છે.

વિવિયન રમઝાન દરમિયાન ઇસ્લામ ધર્મ અપનાવ્યો. HT સાથેની એક મુલાકાતમાં, તેણે કહ્યું કે તે એક એવો સમય હતો જેણે ફક્ત તેના વિશ્વાસને જ નહીં પરંતુ જીવન પ્રત્યેના તેના દૃષ્ટિકોણને પણ બદલી નાખ્યો. વિવિયનએ કહ્યું, રમઝાન એ શ્રદ્ધાનો મહિનો છે જે તમને મૂલ્યો અને પરંપરાઓ શીખવે છે. રમઝાનનો મહિનો તમને શીખવે છે કે જ્યારે લોકો ગરીબીને કારણે પોતાનું ભોજન કરી શકતા નથી ત્યારે તેઓ શું પસાર કરે છે.

વિવિયનએ ઇફ્તાર વિશે પણ વાત કરી. તેણે સમજાવ્યું કે તેઓ ઇફ્તારને સાદગીથી ઉજવે છે. અભિનેતાએ કહ્યું, મારું ઇફ્તાર ખૂબ જ હળવું છે. હું ત્રણ ખજૂર, એક ગ્લાસ દૂધ અને થોડા પાણીથી મારો ઉપવાસ તોડું છું, મારા ઇફ્તાર માટે મને બસ આટલું જ જોઈએ છે. વિવિયનએ શેર કર્યું કે તે દર વર્ષે રમઝાન દરમિયાન એક ખાસ વિધિનું પાલન કરે છે. તેણે કહ્યું, હું ઘરે એક ખાસ ‘ખજૂરનું દૂધ’ બનાવું છું. હું તેમાં ખાંડ ઉમેરતો નથી, હું ફક્ત ખજૂર, મધ, બદામ, સૂકા ફળો અને કેટલાક તાજા ફળ ઉમેરું છું. જ્યારે પણ હું ઘરે હોઉં છું, ત્યારે હું તેને બનાવવાનો પ્રયાસ કરું છું અને તેનાથી મારો ઉપવાસ તોડું છું.

વિવિયનએ કહ્યું કે તેનું માનવું છે કે રમઝાન મહિનો વ્યક્તિની આદતોને “રીસેટ” કરવાનો છે. વિવિયનએ કહ્યું, આપણા બધા પાસે ખાવા-પીવાની કેટલીક આદતો હોય છે, જેમ કે મારી સવારની કોફી, જે આપણે આ મહિનામાં છોડી દેવી પડે છે. તેથી, ઉપવાસ સ્વ-શિસ્તને પ્રોત્સાહન આપે છે. જ્યારે તમે ઉપવાસ કરો છો, ત્યારે તમે પાણી કે કોફી પણ પીતા નથી. વૈજ્ઞાનિક રીતે, શરીર 30 દિવસ સુધી સંપૂર્ણ ડિટોક્સ મોડમાં જાય છે.

વિવિયનએ રમઝાન દરમિયાન દાન (ઝકાત) માં દાન આપવાના મહત્વ વિશે પણ વાત કરી. અભિનેતાએ કહ્યું હું મારી ક્ષમતા મુજબ દાન કરું છું. તેનો ખુલાસો કે ચર્ચા કરવામાં આવતી નથી. મારું માનવું છે કે દાનનો પ્રચાર ન થવો જોઈએ તે તેનો સાચો હેતુ છે. મારા માટે, દાન (ઝકાત) એક જવાબદારી છે. વિવિયનએ આગળ કહ્યું, મારી પાંચ સમયની નમાઝ મારા માટે જરૂરી છે, પછી ભલે તે રમઝાન હોય કે ન હોય. આ પ્રતિબદ્ધતા ક્યારેય બદલાતી નથી. વિવિયન બીજી વાર લગ્ન કર્યા. 2019 માં ઇસ્લામ સ્વીકાર્યા પછી, વિવિયન ગુપ્ત રીતે ઇજિપ્તની મહિલા નૌરાન સાથે લગ્ન કર્યા.

વિવિયનના પહેલા લગ્ન વર્ષ 2013માં ટીવી એક્ટ્રેસ વાહબિઝ દોરાબજી સાથે થયા હતા, પરંતુ થોડા વર્ષો બાદ છૂટાછેડા થઈ ગયા હતા. ત્યારબાદ તેણે ધર્મ પરિવર્તન કરીને નૂરન સાથે સીક્રેટ લગ્ન કર્યા હતા. જોકે ધર્મ બદલવા બદલ તેમને ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ તેનાથી તેને કોઈ ફરક પડ્યો નથી અને તેઓ પોતાની પત્ની સાથે સુખી જીવન જીવી રહ્યા છે.

Business : 1 એપ્રિલથી પાન કાર્ડને લઈને નવા નિયમો, મોટા ટ્રાન્ઝેક્શન કરનારા ખાસ વાંચે

0

અલગ-અલગ કામો માટે અલગ-અલગ ડૉક્યુમેન્ટની જરૂર પડે છે. જેમ કે, આધાર કાર્ડનું પોતાનું અલગ કામ છે તો ડ્રાઇવિંગ લાયસન્સની જરૂર આપણને અલગ કામ માટે પડે છે. તેવી જ રીતે પાન કાર્ડનું પણ પોતાનું અલગ કામ હોય છે અને તે જરૂરી દસ્તાવેજોની લિસ્ટમાં પણ આવે છે.

1 એપ્રિલથી પાન કાર્ડને લઈને નવા નિયમો

આવી સ્થિતિમાં જો તમારું પાન કાર્ડ બની ચૂક્યું છે તો ઠીક છે. પરંતુ જો પોતાનું પાન કાર્ડ નથી બનાવ્યું અને 1 એપ્રિલ, 2026 અથવા ત્યારબાદ તેને બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો એ જાણી લો કે હવે પાન કાર્ડના નિયમમાં 1 એપ્રિલ, 2026થી મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે.

પાન કાર્ડને લઈને આવતીકાલથી કયા નિયમો બદલાવા જઈ રહ્યા છે?

  • વર્તમાનમાં જો કોઈ વ્યક્તિ પાન કાર્ડ બનાવવા માગે તો તે પોતાના આધાર કાર્ડ દ્વારા બનાવડાવી શકે છે.
  • પરંતુ હવે 1 એપ્રિલ 2026થી નિયમો બદલાવા જઈ રહ્યા છે.
  • આધાર કાર્ડ ઉપરાંત અન્ય કેટલાક ડૉક્યુમેન્ટની જરૂર પડશે.

આવતી કાલથી કયા ડૉક્યુમેન્ટની જરૂર પડી શકે છે?

  • આધાર કાર્ડ ઉપરાંત તમારે વોટર આઇડી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, જન્મ પ્રમાણપત્ર, પાસપૉર્ટ, હાઇસ્કૂલ (10મા ધોરણનું સર્ટિફિકેટ અથવા માર્કશીટ) અથવા મેજિસ્ટ્રેટ સમક્ષ આપેલ સોગંદનામું વગેરેની જરૂર પડી શકે છે.

પાન કાર્ડમાં નામને લઈને શું ફેરફાર થઈ રહ્યો છે?

  • 1 એપ્રિલ 2026થી પાન કાર્ડમાં નામને લઈને પણ ફેરફાર થઈ રહ્યો છે.
  • હવે નિયમ પ્રમાણે આવતીકાલથી પાન કાર્ડમાં એ જ નામ પ્રિન્ટ થશે જે તમારા આધાર કાર્ડમાં હશે.
  • આવી સ્થિતિમાં જો આધાર કાર્ડમાં તમારું નામ ખોટું હોય, તો પહેલા તેને સુધારી લો અને પછી જ પાન કાર્ડ માટે અરજી કરો.

શું પાન કાર્ડ બનાવવા માટેનું ફોર્મ પણ બદલાઈ રહ્યું છે?

  • હાલમાં પાન કાર્ડ બનાવવા માટે તમે જે ફોર્મ ભરો છો તે પણ આવતીકાલથી એટલે કે 1 એપ્રિલ, 2026થી બદલાઈ રહ્યું છે.
  • આવતીકાલથી પાન કાર્ડ બનાવવા માટે એક નવું ફોર્મ આવશે અને આ સાથે જ પાન કાર્ડને અપડેટ કરવા માટે પણ એક નવું ફોર્મ આવશે.

Rajkot : રાજકોટમાં PSIની રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી મહિલા મિત્રની કમરમાં વાગી, જુઓ SPએ શું કહ્યું

0

રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલ સમન્વય સુલભ એપાર્ટમેન્ટમાં સોમવારે 30 માર્ચના રોજ મોડી રાત્રે ફાયરિંગની ઘટનાથી સનસનાટી મચી ગઈ છે. રાજકોટ સાયબર ક્રાઈમમાં ફરજ બજાવતા પોલીસ સબ ઈન્સ્પેકટર (PSI)એન.કે. પંડ્યાની સર્વિસ પિસ્તોલમાંથી અચાનક ગોળી છૂટતા PSI પોતે અને તેમની સાથે હાજર એક મહિલા મિત્ર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. બંનેને હાલ શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત પ્રાથમિક વિગતો મુજબઆ ઘટના રાત્રિના આશરે 1 વાગ્યાની આસપાસ બની હતી. પીએસઆઈ પંડ્યા પોતાના ફ્લેટમાં સર્વિસ પિસ્તોલ સાફ કરી રહ્યા હતા, તે દરમિયાન હથિયાર લોડ હોવાને કારણે અચાનક ફાયરિંગ થયું હતું. ગોળી PSIના હાથમાં વાગ્યા બાદ ભટકાઈને ત્યાં હાજર તેમના મહિલા મિત્રના પડખાના ભાગે વાગી હતી. ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ કાફલા સાથે સ્થળ પર દોડી ગયા હતા.

આ સમગ્ર મામલે તપાસ કરી રહેલા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે: ‘ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી શિવશક્તિ કોલોની, જે યુનિવર્સિટી રોડ પર આવેલ છે, ત્યાં સમન્વય સુલભ એપાર્ટમેન્ટના એ-વિંગમાં ફ્લેટ નંબર 404માં એક ફાયરિંગની ઘટના બની હતી, PSI એન.કે. પંડ્યા, જેઓ હાલ 15 દિવસથી સાયબર ક્રાઈમમાં કાર્યરત છે, તેઓ પોતાની ગ્લોક પિસ્તોલ સાફ કરી રહ્યા હતા ત્યારે આકસ્મિક રીતે મિસફાયર થયું હતું. આ ઘટનામાં PSIને હાથમાં ફ્રેક્ચર થયું છે અને તેમની સાથે હાજરમહિલા મિત્રને પણ ઈજા પહોંચી છે.

‘FSLની મદદથી તપાસ શરૂ કરવામાં આવી છે અને હથિયાર કબજે લેવાયું છે. જો તપાસમાં કોઈ બેદરકારી કે ગુનાહિત કૃત્ય જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે., હાલ ખાલી કારતૂસ કબજે કરવામાં આવ્યા છે સર્વિસ વેપનથી ફાયરિંગ થયું હોવાથી નિયમ મુજબની ખાતાકીય તપાસ અંગે પણ કાર્યવાહી કરવામાં આવશે. બંને ઘાયલો સારવાર હેઠળ છે અને તેમની સ્થિતિ સ્થિર છે.’

આ ઘટનાને પગલે પોલીસ બેડામાં અનેક ચર્ચાઓ જાગી છે. PSI પંડ્યા છેલ્લા બે વર્ષથી આ ફ્લેટમાં ભાડેથી એકલા રહેતા હતા. મહિલા મિત્ર અવારનવાર તેમને મળવા આવતી હોવાનું ચર્ચા રહ્યું છે. જો કે મધ્યરાત્રિએ 1 વાગ્યે હથિયાર સાફ કરવાની વાત અને તે સમયે મહિલાની હાજરીને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.

પોલીસ અધિકારીઓને હથિયારની સફાઈ અને તેની સાવચેતી અંગે વિશેષ તાલીમ આપવામાં આવે છે, તેમ છતાં લોડ રિવોલ્વર સાથે સફાઈ કરવી તે મોટી લાપરવાહી ગણાય. જે તપાસનો વિષય છે, ફાયરિંગ બાદ તુરંત જ ફ્લેટને તાળું મારી દેવામાં આવ્યું હતું, મધરાત્રે શું બન્યું તેનું રહસ્ય ઘેરાયું છે.

ઈજાગ્રસ્ત PSI એન.કે. પંડ્યા 2022-23 બેચના સીધા ભરતી થયેલા અધિકારી છે. તેઓ અગાઉ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં જ હતા અને માત્ર 15 દિવસ પહેલા જ તેમનું પોસ્ટિંગ સાયબર ક્રાઈમમાં થયું હતું. PSI મૂળ ભાવનગરના અને મહિલા મિત્ર વલસાડના વતની હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસ આ મામલે ‘જાણવા જોગ’ નોંધીને ઊંડી તપાસ ચલાવી રહી છે.

National : મુંબઈ કોસ્ટલ રોડ પર રાત્રિના સમયે ‘જય હો’ ટ્યુન પર પ્રતિબંધ, રહેવાસીઓની ફરિયાદ બાદ BMCનો નિર્ણય

0

મુંબઈના કોસ્ટલ રોડ પર બ્રીચ કેન્ડી પાસે બનેલા બહુચર્ચિત ‘મ્યુઝિકલ રોડ’નો રોમાંચ હવે તમને 24 કલાક નહીં મળે. આ રોડ પર ગાડી ચલાવતી વખતે જે ખાસ ધૂન સંભળાતી હતી, તેનાથી આસપાસના લોકોને ઘણી પરેશાની થઈ રહી હતી. સ્થાનિકોની ફરિયાદો બાદ હવે BMCએ આ મ્યુઝિકલ હિસ્સાને અમુક ખાસ કલાકો માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે.

ધર્મવીર સ્વરાજ રક્ષક છત્રપતિ સંભાજી મહારાજ કોસ્ટલ રોડ પર 12 ફેબ્રુઆરી 2026ના રોજ આ ‘મ્યુઝિકલ પેચ’ લોન્ચ કરવામાં આવ્યો હતો. આ રસ્તાની સપાટી પર ખાસ પ્રકારની ધારીઓ (ગ્રૂવ્સ) બનાવવામાં આવી છે. જ્યારે કોઈ પણ ગાડી 70 થી 80 કિમી/કલાકની સતત ઝડપે આના પરથી પસાર થાય છે, ત્યારે ટાયર અને રસ્તાના ઘર્ષણથી ઓસ્કાર વિનિંગ ફિલ્મ ‘સ્લમડોગ મિલિયોનેર’ની પ્રખ્યાત ધૂન ‘જય હો’ વાગવા લાગે છે. આ ટેકનોલોજી હંગેરી દેશમાંથી લેવામાં આવી છે. જેનો મુખ્ય હેતુ એ છે કે ડ્રાઇવરો એકસરખી ઝડપે ગાડી ચલાવે, સાથે જ તેમને ડ્રાઇવિંગનો એક નવો અનુભવ પણ મળે.

વાહન ચાલકો માટે તો આ અનોખુ હતું પરંતુ બ્રીચ કેન્ડીની આસપાસ રહેતા લોકોની ઊંઘ હરામ થઈ ગઈ હતી. બ્રીચ કેન્ડી રેસિડેન્ટ્સ ફોરમની ફરિયાદ મુજબ, 25થી વધુ રહેણાંક બિલ્ડિંગમાં આ ધૂનનો અવાજ સતત ગુંજતો રહેતો હતો. ખાસ કરીને વૃદ્ધોને દિવસ-રાત આવતા આ અવાજથી ઘણી મુશ્કેલી પડી રહી હતી.

ફરિયાદ મળ્યા બાદ BMCના અધિકારીઓએ આસપાસના ઘરોમાં જઈને સાઉન્ડ લેવલ ચેક કર્યું, જે લગભગ 60-65 ડેસિબલની વચ્ચે જોવા મળ્યું. આ ઘોંઘાટ બહુ વધારે ન હતો, પરંતુ સ્થાનિક લોકોની શાંતિ અને સુવિધાને જોતા BMCએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવેથી આ મ્યુઝિકલ રોડ સાંજે 7 વાગ્યાથી બીજા દિવસે સવારે 11 વાગ્યા સુધી સંપૂર્ણપણે શાંત રહેશે. રાત્રિના સમયે અવાજ રોકવા માટે રોડના આ ખાસ હિસ્સા પર બેરિકેડ લગાવી દેવામાં આવશે, જેથી ગાડીઓ તેના પરથી પસાર ન થઈ શકે.

જેનો સીધો અર્થ એ છે કે હવે તમે માત્ર દિવસના સમયે, એટલે કે સવારે 11 વાગ્યાથી સાંજે 7 વાગ્યાની વચ્ચે જ આ મ્યુઝિકલ રોડના રોમાંચનો આનંદ માણી શકશો. લોકો માટે રાહતની વાત એ છે કે રસ્તા પરથી આ મ્યુઝિકલ સ્ટ્રીપ્સ હટાવવામાં આવી નથી, પરંતુ માત્ર તેના ઉપયોગનો સમય નક્કી કરવામાં આવ્યો છે. BMCના આ તાત્કાલિક અને સંતુલિત નિર્ણયથી સ્થાનિક લોકો ઘણા ખુશ છે અને તેમણે વહીવટીતંત્રના આ પગલાની પ્રશંસા પણ કરી રહ્યા છે.